________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
એ બેથી ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - એકને વિનય હોય બહુમાન ન હોય, બીજાને બહુમાન હોય વિનય ન હોય, બીજાને વિનય પણ હોય બહુમાન પણ હોય, બીજા કોઇને વિનય ન હોય, અને બહમાન પણ ન હોય. ઉપધાનાચાર :શ્રત ગ્રહણ કરવા ઇચ્છતા પુરુષે ઉપધાન કરવું જોઇએ. શ્રતને જે પુષ્ટ કરે તે ઉપધાન. (તપ શ્રતને પુષ્ટ કરે છે માટે) ઉપધાન એટલે તપ. જે અધ્યયનમાં આગાઢ આદિ યોગરૂપ જે તપ કલ્યો હોય તેમાં તે તપ કરવો જોઈએ. તાપૂર્વક જ ગ્રહણ કરેલું શ્રુત સફળ થાય છે. અનિર્નવાચાર :- ગ્રહણ કરેલા કૃતવડે નિહનવ = અપલાપ ન કરવો જોઈએ. આનો અર્થ એ છે કે જે શ્રુત જેની પાસે ભર્યું હોય તે શ્રુતના દાતા તેને જ કહેવા જોઈએ, બીજાને નહીં. અન્યથા ચિત્તમાં મલિનતા થાય. વ્યંજન - અર્થ - તદુભય આચાર :- શ્રુતને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થયેલાએ વ્યંજનભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો જોઈએ. તેમાં વ્યંજનભેદ (= અક્ષરભેદ) આ પ્રમાણે છેઃ- ઘમો મંનમુવિ એમ કહેવું જોઈએ, તેના બદલે પુનો જ્ઞાળમુક્કો એમ કહે. અર્થભેદ આ પ્રમાણે છે :- આચારાંગસૂત્રમાં સાવંતી
સાવંતિ તો સિવિપરીમુસંતિ એવું વાક્ય છે. તેનો “લોકમાં કેટલાક પાખંડી લોકો છે, તેઓ (અસંયમી હોવાથી) છકાય જીવોને ઉપતાપ કરે છે” એવો અર્થ છે, આમ છતાં કોઈ “અવંતિદેશમાં દોરડું કૂવામાં પડવાથી લોકો ઉપતાપ પામે છે' એવો અર્થ કરે તો અર્થભેદ થાય. વ્યંજન અને અર્થ એ બંનેના સ્વરૂપમાં ફેરફાર કરવાથી ઉભયભેદ થાય. જેમકે – ધ મક્તમૃત્વરં દિક્ષા પર્વતમત્ત અહીં વ્યંજન અને અર્થ એ બંનેનો ભેદ છે. અહીં દોષ આ પ્રમાણે છે:- વ્યંજનભેદથી અર્થભેદ થાય, અર્થના ભેદથી ક્રિયાનો ભેદ થાય, ક્રિયાના ભેદથી મોકાનો અભાવ થાય. મોક્ષના અભાવથી દીક્ષા નિરર્થક બને.
દર્શનાચારના પણ નિઃશંકિત, નિષ્કાંતિ, નિર્વિચિકિત્સ, અમૂઢવૃષ્ટિ,ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને તીર્થપ્રભાવના એમ આઠ ભેદો છે. નિઃશંકિત - નિઃશક્તિ એટલે શંકાથી રહિત, અર્થાત્ દેશાંકો અને સર્વશંકા કરવી નહીં તે નિઃશંકિત આચાર. જીવત્વ સમાન હોવા છતાં એક જીવ ભવ્ય અને બીજો જીવ અભવ્ય કેમ? એવી શંકા કરવી તે દેશશંકા. પ્રાકૃત (સામાન્ય - ચાલુ) ભાષામાં રચેલું હોવાથી બધું જ (= બધાં શાસ્ત્રો) કલ્પિત હશે એવી શંકા કરવી તે સર્વશંકા. આવી શંકા કરવાનું કારણ એ છે કે જીવ એ વિચારતો નથી કે પદાર્થો હેતુગ્રાહ્ય અને અહેતુગ્રાહ્ય એમ બે પ્રકારના છે. (હેતુગ્રાહ્ય એટલે યુક્તિથી સિદ્ધ
૬૯