________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । नेक्षन्ते त्रातारं नैरयिकाः कर्मपटलान्धाः ।।७१।। क्षुत्-तृड्-हिमात्युष्ण-भयार्दितानां पराभियोगव्यसनातुराणाम्। अहो तिरश्चामतिदुःखितानां सुखानुषङ्गः किल वार्तमेतत् ।।७२।। मानुष्यकेऽपि दारिद्र्य-रोग-दौर्भाग्य-शोक-मौाणि। जाति - कुला-ऽवयवादिन्यूनत्वं चाश्नुते प्राणी ।।७३।। देवेषु च्यवन-वियोगदुःखितेषु क्रोधेा-मद-मदनातितापितेषु। आर्या ! नस्तदिह विचार्य सङ्गिरन्तु यत् सौख्यं किमपि निवेदनीयमस्ति? ।।७४।। તાર૪||
અનર્થોને વ્યક્ત કરતા ગ્રંથકાર કહે છે :
નારકનાં દુઃખોનું વિસ્તારથી વર્ણન કરવું. નરકમાં ઉત્પન્ન થયેલા જીવો નારક કહેવાય છે. નારકોના અને ઉપલક્ષણથી તિર્યંચ વગેરેના દુઃખોનું વિસ્તારથી વર્ણન કરવું. જેમ કે “તીણ તલવારો, તીક્ષ્ણ ભાલાઓ, તીણ કુહાડાઓ, ચક્રો, ફરસી, ત્રિશૂલ, પરોણા, મુદ્ગર, વાંસલા અને પથ્થર ફેંકવાના ચામડાના ગોફણોથી જેમના તાલ તથા મસ્તકો ભેદાય છે, ભુજાઓ છેદાય છે, કાન, નાક અને હોઠ કપાય છે, છાતી, પેટ તથા આંતરડા ભેદાય છે, આંખના પડલ ફોડાય છે, તે નારકો દુઃખથી અત્યંત પીડાય છે. (૧) નીચે જમીન ઉપર પછડાતા, ઉપર આકાશમાં ઉછળતા, પૃથ્વી ઉપર આળોટતા, દીન બનેલા અને કર્મના પટલથી અંધ થયેલા નારકો રક્ષણ કરનાર કોઇને જોતા નથી. (૨) અહો ! શુધા, તૃષા, ઠંડી, અતિગરમી અને ભયથી દુઃખી થયેલા, પરાધીનતાના કષ્ટથી પીડાયેલા અને અતિશય દુઃખી એવા તિર્યંચોને સુખનો સંબંધ છે એ તો માત્ર વાત જ કરવાની છે. (૩) મનુષ્યભવમાં પણ જીવ દરિદ્રતા, રોગ, દૌર્ભાગ્ય, શોક અને મૂર્ખતાને પામે છે, તથા જાતિ, કુલ અને શરીરનાં અંગો વગેરેની ન્યૂનતાને પામે છે. (૪) દેવો ચ્યવન અને વિયોગથી દુઃખી છે, ક્રોધ, ઈર્ષ્યા, મદ અને કામથી (= વિષય વાસનાથી) સંતાપ પમાડાયેલા છે, આથી હે આર્યો! તમે અહીં વિચારીને કહો કે આ સંસારમાં કોઈ પણ સુખ કહેવા જેવું છે? એટલે કે “આ સુખ છે” એમ કહી શકાય એમ છે? અર્થાત્ કહી શકાય એમ નથી. (૨૪)
તથ
दुष्कुलजन्मप्रशास्तिः ॥२५॥८३॥ इति ।