________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
उपायतः उपायेन अनर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपञ्चनरूपेण मोहस्य मूढताया निन्दा अनादरणीयताख्यापनेति, यथाअमित्रं कुरुते मित्रं मित्रं द्वेष्टि हिनस्ति च । कर्म चारभते दुष्टं तमाहुर्मूढचेतसम् ।।७६।। (महाभारते उद्योगपर्वणि ५/३३/३३) अर्थवन्त्युपपन्नानि वाक्यानि गुणवन्ति च । नैव मूढो विजानाति मुमूर्षुरिव भैषजम् ।।७७।। (महाभारते उद्योगपर्वणि ५/१३२/३) संप्राप्तः पण्डितः कच्छं प्रज्ञया प्रतिबध्यते । મૂઢતુ ડ્રમસિંઘ શિ7વાતિ મન્નતિ II૭૮ ( ) अथवोपायतो मोहफलोपदर्शनद्वारलक्षणात् मोहनिन्दा कार्येति, ન” -મૃત્યુ-નરી-વ્યાધિ-રોગ-શોછાઘુપકુતમ્ वीक्षमाणा अपि भवं नोद्विजन्त्यतिमोहतः ।।७९।। (योगदृष्टि० ७९) धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ।।८०।। (योगदृष्टि० ८३) अस्येति धर्मबीजस्य । बडिशामिषवत् तुच्छे कुसुखे दारुणोदये ।। सक्तास्त्यजन्ति सच्चेष्टां धिगहो दारूणं तमः ।।८१।। (योगदृष्टि० ८४) ।।२७।। इति
ઉપાયથી મોહની નિંદા કરવી. ઉપાયથી એટલે મૂઢપુરુષોનો અનર્થોની પ્રધાનતાવાળા લક્ષણોનું વિસ્તારથી વર્ણન કરવા વડે, અર્થાત મૂઢપુરુષો કેવા કેવા હોય છે અને મૂઢતાના કારણે તેઓ કેવા કેવા અનર્થોને પામે છે તેનું વિસ્તાથી વર્ણન કરવા વડે, મોહની એટલે મૂઢતાની, નિંદા કરવી એટલે મૂઢતા આદરણીય નથી = રાખવા જેવી નથી એમ શ્રોતાને જણાવવું. જેમકે - “જે પુરુષ દુષ્ટ મિત્રને મિત્ર કરે છે, સાચા મિત્ર પર દ્વેષ રાખે છે, અને તેને હણે છે, તથા ખોટાં કામો શરૂ કરે છે, તેને વિદ્વાનો મૂઢચિત્તવાળો કહે છે. (૧) જેવી રીતે મરવાની ઈચ્છાવાળો મનુષ્ય ઔષધને જાણતો નથી, તેવી રીતે મૂઢ માણસ સુંદર અર્થવાળા, યુક્તિથી સંગત અને લાભવાળા વચનોને જાણતો નથી, અર્થાત્ જેમ મરવાની તૈયારીવાળો માણસ ઔષધનો અનાદર કરે તેમ મૂઢ માણસ આવા વચનોનો અનાદર કરે છે. (૨) બુદ્ધિશાળી માણસ કષ્ટને પામીને બુદ્ધિથી પ્રતિબોધ પામે છે, અર્થાત્ બુદ્ધિથી કષ્ટના કારણને વિચારીને નવું કષ્ટ ન આવે તેમ વર્તે છે. જ્યારે મૂઢ માણસ કષ્ટ પામીને શિલા જેમ પાણીમાં ડૂબી જાય તેમ કષ્ટમાં ડૂબી જાય છે, અર્થાત્ નવું કષ્ટ
૭૯