________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
આવે તેવી પ્રવૃત્તિ કરે છે.” (૩) અથવા ઉપાયથી એટલે મોહનાં (ભયંકર) ફળો બતાવવા દ્વારા મોહની નિંદા કરવી. જેમ કે - “સંસાર મૃત્યુ - વૃદ્ધાવસ્થા - વ્યાધિ - રોગ - શોક આદિથી કદર્થના પમાડાયેલો છે, એમ જીવો જોતા હોવા છતાં અતિ મોહના કારણે સંસારથી ઉગ (= કંટાળો) પામતા નથી. (યો. સ. ૭૯) કર્મભૂમિમાં પરમ ધર્મબીજ (= ધર્મહેતુ) એવા મનુષ્યભવને પામીને એની (= ધર્મબીજની) સત્કર્મરૂપ ખેતી કરવામાં અલ્પમતિવાળા જીવો પ્રયત્ન કરતા નથી. (યો. સ. ૮૩) માછલાના ગળામાં રહેલા માંસની જેમ ભયંકર વિપાકવાળા અને અલ્પ કુસુખમાં આસક્ત બનેલા જીવો સદ્વર્તનનો ત્યાગ કરે છે. અહો ! ધિક્કાર છે આવા ભયંકર અજ્ઞાનને !” (યો. સ. ૮૪) (૨૭)
તથા–
જ્ઞાનપ્રશંસનમું રટાદા રૂતિ ! सद् अविपर्यस्तं ज्ञानं यस्य स सज्ज्ञानः पण्डितो जनः तस्य, सतो वा ज्ञानस्य विवेचनलक्षणस्य प्रशंसनं पुरस्कार इति, यथा
तन्नेत्रस्त्रिभिरीक्षते न गिरिशो नो पद्मजन्माऽष्टभिः स्कन्दो द्वादशभिर्न वा न मघवांश्चक्षुःसहस्रेण च । सम्भूयापि जगत्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्ष्यते
प्रत्याहृत्य दृशः समाहितधियः पश्यन्ति यत् पण्डिताः ।।८२।। इति।। તથા
नाप्राप्यमभिवाञ्छन्ति नष्टं नेच्छन्ति शोचितुम्। आपत्सु च न मुह्यन्ति नराः पण्डितबुद्धयः ।।८३।। (મહામારતે ઉદ્યો/પર્વળ ૧/૩ રૂ/૨૩) न हृष्यत्यात्मनो माने नापमाने च रुष्यति । गाङ्गो ह्रद इवाक्षोभ्यो यः स पण्डित उच्यते ।।८४।। (મહાભારતે ઉદ્યોગપળિ ૫/૩ રૂ/ર૬) ||૮||
સમ્યજ્ઞાનીની કે સમ્યજ્ઞાનની પ્રશંસા કરવી. સમ્યજ્ઞાની એટલે સાચા જ્ઞાનવાળા પંડિતો. સમ્યજ્ઞાન એટલે વસ્તુસ્વરૂપનો યથાર્થ રીતે નિશ્ચય, અર્થાત વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે વસ્તુને જાણવી તે સમ્યજ્ઞાન. આવા સમ્યજ્ઞાનીની કે સમ્યજ્ઞાનની પ્રશંસા કરવી. જેમ કે - “સ્થિરબુદ્ધિવાળા પંડિતો
૮O