________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
कष-च्छेदयोः परीक्षाऽक्षमत्वेन आदरणीयतायाम् अयत्नः अतात्पर्य मतिमतामिति //રૂ II
તે જ બતાવે છે :
કષ અને છેદમાં યત્ન ન કરવો. કષ અને છેદ અમુક વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ એની પરીક્ષા સહન કરી શકે તેમ ન હોવાથી તે બેમાં યત્ન ન કરવો, અર્થાત્ બુદ્ધિમાન પુરુષોએ એ બેનો આદર કરવામાં તત્પર ન બનવું. (૩૯)
कुत इत्याह
तद्भावेऽपि तापाभावेऽभावः ॥४०॥९८॥ इति ।
तयोः कषच्छेदयोः भावः सत्ता तद्भावः, तस्मिन्, किं पुनरतद्भाव इत्यपिशब्दार्थः, किमित्याह- तापाभावे उक्तलक्षणतापविरहे अभावः परमार्थतः असत्तैव परीक्षणीयस्य, न हि तापे विघटमानं हेम कष-च्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलम्, जातिसुवर्णत्वात् तस्य ||४०।।
કષ અને છેદમાં યત્ન શા માટે ન કરવો તે કહે છે :
કષ અને છેદ હોય તો પણ જો તાપ ન હોય તો પરીક્ષા કરવા યોગ્ય વસ્તુનો અભાવ છે. તાપ ન હોય તો કષ-છેદ હોય તો પણ જો પરીક્ષણીય વસ્તુનો અભાવ છે તો પછી કષ-છેદ ન હોય તો પરીક્ષણીય વસ્તુનો અભાવ હોય એમાં તો શું કહેવું ? એમ “પણ” શબ્દનો અર્થ છે. કષ અને છેદ હોવા છતાં જેનું લક્ષણ પૂર્વે કહ્યું છે તે તાપ ન હોય તો પરમાર્થથી પરીક્ષા કરવા યોગ્ય વસ્તુની સત્તા નથી. તાપમાં પસાર ન થતું સોનું કષ - છેદ હોવા છતાં (= કષ - છેદની પરીક્ષામાં પસાર થવા છતાં) પોતાના સ્વરૂપને સ્વીકારવા સમર્થ થતું નથી. કારણકે તે માત્ર સુવર્ણની જાતિથી સુવર્ણ છે. (સુવર્ણના ધર્મથી સુવર્ણ નથી.) અર્થાત્ નકલી સુવર્ણ છે.
ભાવાર્થ :- જેમ સોનું કષ અને છેદની પરીક્ષામાં પસાર થઈ જાય તો પણ તાપ પરીક્ષામાં પસાર ન થાય તો તે સોનું અશુદ્ધ છે, તેમ કોઈ શાસ્ત્ર કષ અને છેદની પરીક્ષામાં પસાર થઈ જાય તો પણ જો તાપ પરીક્ષામાં પસાર ન થાય તો. તે શાસ્ત્ર શુદ્ધ શાસ્ત્ર નથી. માટે બુદ્ધિમાન પુરુષોએ કષ અને છેદની પરીક્ષા કરી હોય તો પણ તાપની પરીક્ષા અવશ્ય કરવી જોઇએ. (૪૦)