________________
ધર્મબિંદુપ્રકરણ
·
કષ અને છંદ એ બંને ઘટી શકે તેવા જીવાદિ પદાર્થોની પ્રરૂપણા એ " તાપ છે. હમણાં જ જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે કષ (= વિધિ - નિષેધ) અને છેદ (= ક્રિયા)ના પરિણામી કારણ એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ અહીં શ્રુતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે. ભાવાર્થ આ પ્રમાણે છેઃ- જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય (એથી નિત્ય સ્વભાવવાળા) તથા પર્યાયરૂપે પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વભાવને (= સ્વરૂપને) પામવાના કા૨ણે અનિત્ય સ્વભાવવાળા જીવાદિ પદાર્થો સ્થાપિત કર્યા હોય= નિશ્ચિત કર્યા હોય ત્યાં તાપશુદ્ધિ હોય. કારણકે પરિણામી જ આત્મા (વગેરે)માં તેવા પ્રકારના અશુદ્ધ પર્યાયનો નિરોધ થવાથી અને ધ્યાન - અધ્યયન આદિ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી જેનું સ્વરૂપ હમણાં જ કહેવામાં આવ્યું છે તે કષ અને બાહ્ય ચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ ઘટી શકે છે, પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકે નહીં. (૩૭)
બીજો અધ્યાય
एतेषां मध्यात् को बलीयान् इतरो वा इति प्रश्ने यत् कर्तव्यं तदाहઅમીષામન્તરવર્શનમ્ ॥રૂ ૮॥૧૬॥ કૃતિ ।
अमीषां त्रयाणां परीक्षाप्रकाराणां परस्परमन्तरस्य विशेषस्य समर्थासमर्थत्वरूपस्य दर्शनं कार्यमुपदेशकेन ||३८||
આ ત્રણમાંથી કોણ બલવાન છે ? અને કોણ નિર્બળ છે ? એવા પ્રશ્નમાં જે કરવું જોઇએ તે કહે છેઃ
આ ત્રણમાં રહેલું અંતર બતાવવું. પરીક્ષાના ત્રણ પ્રકારોમાં પરસ્પર જે અંતર રહેલું છે, એટલે કે સામર્થ્ય - અસામર્થ્યરૂપ જે વિશેષતા રહેલી છે તે અંતર (= ભેદ) ઉપદેશકે બતાવવું. (૩૮)
तदेव दर्शयति
ષ-ઐયોરયત્નઃ ॥૩૫૫૬ના વૃત્તિ ।
• ટીકામાં નિવન્ધન = રામિવારળ એમ છે. નિબંધન શબ્દનો અર્થ કા૨ણ (= હેતુ) થાય છે. પણ અહીં કારણનું પરિણામિરૂપ એવું વિશેષણ છે. વિધિ - નિષેધ અને ક્રિયા એ બંનેનું પરિણામી કારણ બને એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ તાપ છે. આનો ભાવાર્થ એ છે કે વિધિ - નિષેધ અને ક્રિયા એ બંનેનું પરિણામી કારણ બને એટલે કે એ બંને થઇ શકે = ઘટી શકે એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ તાપ છે.
८७