________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
શ્રતધર્મ ઘણા હોવાથી તેને શ્રતધર્મની પરીક્ષામાં પ્રવેશ કરાવવો. શ્રતધર્મો અનેક છે. આથી શ્રુતધર્મ શ્રતધર્મ એ પ્રમાણે શબ્દની સમાનતાથી છેતરાયેલી બુદ્ધિવાળા ઉપદેશ યોગ્ય જીવને શ્રતધર્મની ત્રિકોટિ પરિશુદ્ધ પરીક્ષામાં (= પરીક્ષા કરવામાં) પ્રવેશ કરાવવો. બીજા સ્થળે પણ કહ્યું છે કે “વિશ્વમાં લોકો તે ધર્મને શબ્દમાત્રથી કહે છે, પણ (આ ધર્મ સત્ય છે કે અસત્ય છે એમ) વિચારતા નથી. પૂજ્ય તે ધર્મ દૂધની જેમ વિચિત્રભેદોથી વિભિન્ન કરાય છે.” (પાણીના ભેળસેળવાળું દૂધ, પાણીના ભેળસેળવિનાનું દૂધ, બકરી અને ગાય આદિ પ્રાણીઓનું ભેગુ કરેલું દૂધ, શિંગોડાનો લોટ વગેરેના મિશ્રણવાળું દૂધ, એમ દૂધના અનેક ભેદો છે, તેમ કૃતધર્મના પણ અનેક ભેદો છે.) “જેમ છેતરામણીના ભયવાળા જીવો સુવર્ણને પરીક્ષા કરીને લે છે, તેમ વિચાર કરવામાં કુશળ જીવો સર્વપ્રકારની સંપત્તિ કરવા માટે સમર્થ, અતિશય દુર્લભ અને વિશ્વહિતકર એવા ધર્મને પરીક્ષા કરીને સ્વીકારે છે.” (૩૩) परीक्षोपायमेवाह
कषादिप्ररूपणा ॥३४॥९२॥ इति । यथा सुवर्णमात्रसाम्येन तथाविधलोकेष्वविचारेणैव शुद्धाशुद्धरूपस्य सुवर्णस्य प्रवृत्तौ कष - च्छेद - तापाः परीक्षणाय विचक्षणैराद्रियन्ते तथाऽत्रापि श्रुतधर्मे परीक्षणीये कषादीनां प्ररूपणेति ।।३४।।
પરીક્ષાના ઉપાયને જ કહે છે -
કષ આદિની પ્રરૂપણા કરવી. જેવી રીતે સુવર્ણમાત્રની સમાનતાના કારણે શુદ્ધાશુદ્ધની વિચારણા નહીં કરવાથી તેવા પ્રકારના મુગ્ધલોકોમાં શુદ્ધ અને અશુદ્ધ એમ બંને પ્રકારના સુવર્ણની પ્રવૃત્તિ થઇ, આથી વિચક્ષણ પુરુષો સુવર્ણની પરીક્ષા માટે કષ - છેદ – તાપ કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ મૃતધર્મની પરીક્ષા માટે કષ - છેદ – તાપની પ્રરૂપણા કરવી. (૩૪) कषादीनेवाह
વિધિ-પ્રતિષથો વષઃ રૂ પણ રૂા રૂતિ . विधिः अविरुद्धकर्तव्यार्थोपदेशकं वाक्यम्, यथा 'स्वर्ग-केवलार्थिना तपोध्यानादि कर्तव्यम्, समितिगुप्तिशुद्धा क्रिया' इत्यादि, प्रतिषेधः पुनः ‘न हिंस्यात्
૮૪