________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
આંખો બંધ કરીને જે (સત્ય) જાએ છે તે (સત્ય) ત્રણ નેત્રોથી મહાદેવ જોઈ શકતો નથી, આઠ નેત્રોથી બ્રહ્મા જોઈ શકતો નથી, કાર્તિકસ્વામી બાર નેત્રોથી જોઈ શકતો નથી, ઈદ્ર હજાર નેત્રોથી જોઈ શકતો નથી, અરે! ત્રણ જગતની બધી આંખો ભેગી થઈને પણ તે વસ્તુને (= સત્યને) જોઈ શક્તી નથી. (1) પંડિત પુરુષો જે વસ્તુ મેળવી ન શકાય તેની ઈચ્છા કરતા નથી, નાશ પામેલી (કે ગયેલી) વસ્તુનો શોક કરતા નથી અને આપત્તિમાં મુંઝાતા નથી. (૨) જે પુરુષ પોતાનું માન થાય ત્યારે હર્ષ પામતો નથી, અપમાન થાય ત્યારે રોષ કરતો નથી, ગંગા નદીના હૃદની જેમ ક્ષોભ પામતો નથી, તે પંડિત કહેવાય છે.” (૨૮)
તથી
પુરુષારસથા ર૪૮૭ના રૂતિ ! ___ पुरुषकारस्य उत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनम्, यथादुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालम्बनं । व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्रागमः ।। दत्त्वा मूर्द्धनि पादमुद्यमभिदो दैवस्य कीर्तिप्रियैः । वीरैर्यावदहो न साहसतुलामारोप्यते जीवितम् ।।८५।। ( ) तथाविहाय पोरुषं कर्म यो दैवमनुवर्तते । तद्धि शाम्यति तं प्राप्य क्लीबं पतिमिवाङ्गना ।।८६।। ( ) ।।२९।।इति ।
પુરુષાર્થના માહામ્યની પ્રશંસા કરવી.
ઉત્સાહ રૂપ પુરુષાર્થના માહાભ્યની પ્રશંસા કરવી. જેમ કે “કીર્તિના પ્રેમવાળા વીર પુરુષો જ્યાં સુધી ઉદ્યમને ભાંગી નાખનારા ભાગ્યના મસ્તકે પગ મૂકીને પોતાના જીવનને સાહસ (= હિંમત) રૂપી ત્રાજવા ઉપર મૂક્તા નથી ત્યાં સુધી જ આ સમુદ્રની ખાઈ દુર્ગમ છે, ત્યાં સુધી જ આ આકાશ આલંબન રહિત છે, ત્યાં સુધીજ પાતાલની યાત્રા માટે જવું મુશ્કેલ છે, અર્થાત્ સાહસ કરનારાઓ સમુદ્રમાં, આકાશમાં અને પાતાલમાં પણ સુખપૂર્વક જઈ શકે છે.” (1) “જે પુરુષ પુરુષાર્થને છોડીને ભાગ્યને અનુસરે છે, તે પુરુષને પામીને ભાગ્ય જેવી રીતે સ્ત્રી નપુંસક પતિને પામીને ઠંડી પડી જાય છે તેમ ઠંડું પડી જાય છે.” (૨) (૨૯)
તથા
વીદ્ધિવર્ણન રૂગાદટા રૂતિ
૮૧