________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
કરી શકાય તેવા અને અહેતુઝાત્ર એટલે હેતુથી સિદ્ધ ન કરી શકાય, કેવલ જિનવચનથી માન્ય કરી શકાય તેવા.) તેમાં જીવનું અસ્તિત્વ (= શરીરથી ભિન્ન આત્મા છે.) વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય છે. ભવ્યત્વ વગેરે અહેતુગ્રાહ્ય છે. કારણકે તેના હેતુઓ આપણા જેવા છમસ્થ જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ જ્ઞાનના વિષય છે, અર્થાત્ ઉત્કૃષ્ટજ્ઞાનવાળાઓથી જાણી શકાય છે. બાલ વગેરે સામાન્ય જીવો ઉપર પણ ઉપકાર થઈ શકે તે માટે શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યા છે. આ વિષે કહ્યું છે કે “ચારિત્રના અર્થી એવા બાલ, સ્ત્રી, અલ્પબુદ્ધિવાળા અને મૂર્ખ મનુષ્યો ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં રચેલાં છે”.
પ્રત્યક્ષ, અનુમાન અને આગમપ્રમાણથી વિરુદ્ધ ન હોવાથી કલ્પિત નથી એમ વિચારીને નિઃશંકિત બનેલો અને જિનશાસનને પામેલો જીવ જ દર્શનાચાર કહેવાય છે. દર્શનાચાર જીવ નથી, કિંતુ જીવનો ગુણ છે, આમ છતાં અહીં જીવને જ દર્શનાચાર કહીને દર્શન અને દર્શની એ બેમાં અભેદનો ઉપચાર કર્યો છે. જો દર્શન અને દર્શનીનો એકાંતભેદ હોય તો દર્શની જીવ અદર્શની જેવો બની જાય, એથી એને અદર્શનીની જેમ ફલ ન મળવાથી મોક્ષનો અભાવ થાય. નિષ્કાંક્ષિત વગેરે પદોમાં પણ આ પ્રમાણે ભાવના કરવી.
નિષ્કાંક્ષિત :- કાંક્ષા એટલે ઇચ્છા. દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત તે નિષ્કાંક્ષિત. દિગંબરદર્શન વગેરે કોઇ એક મિથ્યાદર્શનને ઇચ્છે તે દેશકાંક્ષા. સર્વ મિથ્યાદર્શનોને ઇરછે તે સર્વકાંક્ષા. આકાંક્ષા કરનાર જીવ મિથ્યાદર્શનોમાં રહેલી પજીવનિકાયની પીડાને અને ખોટી પ્રરૂપણાને જોતો નથી માટે આકાંક્ષા કરે છે.
નિર્વિચિકિત્સ:- વિચિકિત્સા એટલે મતિનો ભ્રમ. જેમાં મતિનો ભ્રમ નથી તે નિર્વિચિકિત્સ. જૈનદર્શન શ્રેષ્ઠ જ છે તો પણ જૈનદર્શનમાં પ્રવૃત્ત થયેલા મને જૈનદર્શનથી (= જૈનદર્શનની ક્રિયાઓથી) ફળ મળશે કે નહીં? કારણકે ખેડૂત વગેરેની ખેતી આદિની ક્રિયામાં ક્યારેક ફળ દેખાય છે અને કયારેક દેખાતું નથી, આવા વિકલ્પોથી રહિત, અર્થાત્ જે ઉપાય પૂર્ણ છે તે ઉપાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય વસ્તુઓને પ્રાપ્ત ન કરાવે એમ બનતું નથી એવા નિશ્ચયવાળો, જીવ નિવિચિકિત્સ દર્શનાચાર છે. અથવા નિર્વિચિકિત્સ શબ્દના સ્થાને નિર્વિજાગુપ્ત એવો શબ્દ છે. જોગુપ્તા એટલે ધૃણા. જેમાં ધૃણા નથી તે નિર્વિજાગુપ્ત. સાધુઓનાં મલિન વસ્ત્રો અને શરીર વગેરે દેખીને સાધુઓની જુગુપ્સા (ધૃણા) ન કરે તે નિર્વિજુગુપ્સ દર્શનાચાર છે. અમૂઢતૃષ્ટિઃ- બાલ (અજ્ઞાન) તપસ્વીઓના તપ અને
૭૦