________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
વિદ્યા વગેરે અતિશયો જોઈને જેનું સમ્યગ્દર્શન ચલિત ન થાય તે અમૂઢદ્રષ્ટિ છે. અહીં સુધી ગુણીની પ્રધાનતા રહે તે રીતે દર્શનાચારનો નિર્દેશ કર્યો. હવે ગુણની પ્રધાનતા રહે તે રીતે દર્શનાચારનો નિર્દેશ કરવામાં આવે છે.
ઉપબૃહણાઃ- સમાન ધાર્મિકોના સદ્ગણોની પ્રશંસા કરીને તેમનામાં સગુણોની વૃદ્ધિ કરવી તે ઉપબૃહણા દર્શનાચાર છે. સ્થિરીકરણ - ધર્મમાં સીદાતા (= ઢીલા પડતા) સાધર્મિકોને ઉપદેશ કે પ્રેરણા વગેરે કરીને ધર્મમાં સ્થિર કરવા તે સ્થિરીકરણ દર્શનાચાર છે. વાત્સલ્ય:- સાધર્મિક લોકો ઉપર ઉપકાર કરવો તે વાત્સલ્ય દર્શનાચાર છે. તીર્થપ્રભાવનાઃ- ધર્મકથા વગેરેથી તીર્થની = જૈનશાસનની પ્રસિદ્ધિ કરવી તે તીર્થપ્રભાવના દર્શનાચાર છે.
ગુણ અને ગુણીમાં કથંચિત ભેદ છે એ જણાવવા માટે અહીં ગુણની પ્રધાનતાવાળો નિર્દેશ કર્યો છે. જો ગુણ અને ગુણીનો એકાંત અભેદ હોય તો ગુણની નિવૃત્તિ થતાં ગુણીની પણ નિવૃત્તિ થવાથી શૂન્યતા થાય.
ચારિત્રાચાર:- પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ભેદથી ચારિત્રાચાર આઠ પ્રકારે છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. તપાચારના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર ભેદો છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ પ્રકારો બાહ્યતપના છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારો અત્યંતરતપના છે.
વર્યાચાર :- હમણાં જ કહેલા છત્રીશ પ્રકારના જ્ઞાનાચાર - દર્શનાચાર - ચારિત્રાચાર - તપાચારમાં બાહ્ય અને અત્યંત શક્તિને છૂપાવવી નહીં, અર્થાત યથાશક્તિ જ્ઞાનાચાર આદિમાં સ્વીકાર રૂપ પરાક્રમ કરવો અને સ્વીકાર્યા પછી યથાશક્તિ તેનું પાલન કરવું એ વીર્યાચાર છે. (૧૧)
તથા– નિરીદશચપતિના 9 રા૭૦ રૂતિ |
निरीहेण ऐहिक-पारलौकिकफलेषु राज्य-देवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेः 'विहितमिदम्' इति बुद्ध्या पालना कार्येति च कथ्यते इति ।।१२।।
સ્પૃહા વિના શક્યનું પાલન કરવું. આ લોક સંબંધી રાજ્યાદિ ફલની અને પરલોક સંબંધી દેવભવ આદિ ફલની સ્પૃહાથી રહિત બનીને “તીર્થકરોએ આ કરવાનું કહ્યું છે' એવી બુદ્ધિથી થઈ શકે તેવા જ્ઞાનાચાર આદિનું પાલન કરવું.
૭૧