________________
ધર્મબિંદુપ્રકરણ
નિવાસ) કરવું. (૧૯)
अस्थानमेव व्यनक्तिअतिप्रकटातिगुप्तमस्थानमनुचितप्रातिवेश्यं च ॥२०॥ इति ।
तत्राऽतिप्रकटम् असन्निहितगृहान्तरतयाऽतिप्रकाशम्, अतिगुप्तं गृहान्तरैरेव सर्वतोऽतिसन्निहितैरनुपलक्ष्यमाणद्वारादिविभागतयाऽतीव प्रच्छन्नम्, ततः अतिप्रकटं चातिगुप्तं चेत्यतिप्रकटातिगुप्तम्, किमित्याह- अस्थानम् अनुचितं गृहकरणस्य, तथा अनुचितप्रातिवेश्यं च, प्रतिवेशिनः सन्निहितद्वितीयादिगृहवासिनः कर्म भावो वा प्रातिवेश्यम्, अनुचितं द्यूतादिव्यसनोपहततया धार्मिकाणामयोग्यं प्रातिवेश्यं यत्र तदनुचितप्रातिवेश्यम्, चः समुच्चये, किं पुनः कारणमतिप्रकटादि अस्थानमिति ? उच्यते- अतिप्रकटे प्रदेशे गृहं क्रियमाणं परिपार्श्वतो निरावरणतया चौरादयो निःशङ्कमनसोऽभिभवितुमुत्सहन्ते, अतिगुप्तं पुनः सर्वतो गृहान्तरैरतिनिरुद्धत्वान्न स्वशोभां लभते, प्रदीपनकाद्युपद्रवेषु च दुःखनिर्गम-प्रवेशं भवति, अनुचितप्रातिवेश्यत्वे पुनः " संसर्गजा दोष- गुणा भवन्ति” ( ) इति वचनात् कुशीलप्रातिवेशिकलोकालाप-दर्शन-सहवासदोषवशात् स्वतः सगुणस्यापि जीवस्य निश्चितं गुणहानिरुत्पद्यते इति तन्निषेधः ||२०|| અનુચિત સ્થાનને સ્પષ્ટ કરે છેઃ
અતિપ્રગટ અને અતિગુપ્ત તથા અયોગ્ય પાડોશીવાળું સ્થાન અનુચિત સ્થાન છે. અતિપ્રગટ = નજીકમાં બીજાં ઘરો ન હોવાના કારણે અતિ ખુલ્લું. અતિગુપ્ત
=
- ચારે બાજુ અતિ નજીકમાં બીજાં ધરો હોવાના કારણે બારણાં વગેરેનો વિભાગ ન દેખાવાથી અતિશય ગુપ્ત. જ્યાં પાડોશીઓ જુગાર વગેરે વ્યસનવાળા હોય તેવું સ્થાન ધાર્મિક પુરુષોને માટે અયોગ્ય છે.
પ્રશ્ન : અતિપ્રગટ વગેરે પ્રકારનું સ્થાન અનુચિત કેમ છે? ઉત્તર ઃ અતિ પ્રગટ સ્થાનમાં ઘર કરવામાં આવે તો ચારે બાજુ ખુલ્લું હોવાથી ચોર વગેરે નિઃશંકપણે પરાભવ ક૨વા ઉત્સાહિત થાય. તથા અતિગુપ્ત ઘર ચારે બાજુથી બીજા ઘરોથી અત્યંત ઘેરાયેલું હોવાના કારણે શોભા પામતું નથી, અને આગ વગેરે ઉપદ્રવ પ્રસંગે નીકળવામાં અને પ્રવેશવામાં મુશ્કેલી થાય. અયોગ્ય પડોશીવાળા સ્થાનમાં તો ‘‘સંગથી દોષો અને ગુણો થાય છે’’ એ વચન પ્રમાણે કુશીલ પડોશી લોકોની સાથે બોલવું, તેમને જોવા અને તેમનો સહવાસ કરવારૂપ દોષથી જે પોતાની મેળે
પહેલો અધ્યાય
૨૯