________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
કોઈ અર્થને આશ્રયીને વ્યાપ્તિ થવાથી તેવા પ્રકારના અન્ય પદાર્થમાં વિતર્ક ( = કલ્પના) કરવો તે ઊહ. #આગમ અને યુક્તિથી વિરુદ્ધ એવા હિંસાદિ કાર્યો કરીશ તો મને અનર્થ થશે એવી સંભાવના કરીને તે કાર્યોથી પાછા હઠવું તે અપોહ.
અથવા સામાન્યજ્ઞાન તે ઊહ અને વિશેષ જ્ઞાન તે અપોહ. વિજ્ઞાન, ઊહ અને અપોહથી વિશુદ્ધ “આ આ પ્રમાણે જ છે' એવો નિર્ણય તે સ્વાભિનિવેશ. આ પ્રમાણે શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણોથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર પુરુષ ક્યારેય અકલ્યાણને પામતો નથી. આ વિષે કહ્યું છે કે - “સેંકડો બુદ્ધિશાળીઓ ધનનો ક્ષય થવા છતાં બુદ્ધિથી જીવે છે, પણ બુદ્ધિનો ક્ષય થતાં ધન હોવા છતાં કોઈ માનવ જીવતો નથી.” સૂત્રમાં ઈતિ શબ્દ પ્રસ્તુત સામાન્ય ગૃહસ્થ ધર્મની સમાપ્તિ માટે છે, અર્થાત પ્રસ્તુત સામાન્ય ગૃહસ્થધર્મ અહીં પૂર્ણ થાય છે એ સૂચવવા માટે છે. (૫૮) इत्थं सामान्यतो गृहस्थधर्म उक्तः, अथास्यैव फलमाह
एवं स्वधर्मसंयुक्तं सद् गार्हस्थ्यं करोति यः। लोकद्वयेऽप्यसौ धीमान सुखमाप्नोत्यनिन्दितम् ॥४॥ इति ।
एवम् उक्तन्यायेन यः स्वधर्मः गृहस्थानां संबन्धी धर्मः तेन संयुक्तं समन्वितम् अत एव सत् सुन्दरं गार्हस्थ्यं गृहस्थभावं करोति विदधाति यः कश्चित् पुण्यसंपन्नो जीवः लोकद्वयेऽपि इहलोक-परलोकरूपे, किं पुनरिहलोक एवेत्यपिशब्दार्थः, असौ सद्गार्हस्थ्यकर्ता धीमान् प्रशस्तबुद्धिः सुखं शर्म आप्नोति लभते अनिन्दितं शुभानुबन्धितया सुधियामगर्हणीयमिति ।।४।।
આ પ્રમાણે સામાન્ય ગૃહસ્થ ધર્મ કહ્યો. હવે તેનું જ ફળ કહે છે :
આ પ્રમાણે જે પુણ્યશાળી જીવ ગૃહસ્થધર્મથી યુક્ત અને એથી જ સુંદર એવું ગૃહસ્થપણું કરે છે, પ્રશસ્તબુદ્ધિવાળો તે આ લોક અને પરલોક એ બંને લોકમાં શુભાનુબંધી હોવાના કારણે પ્રશસ્ત બુદ્ધિવાળાથી અનિદ્ય એવા સુખને પામે છે. (૪) यत एवं ततोऽत्रैव यत्नो विधेय इति श्लोकद्वयेन दर्शयन्नाह
दुर्लभं प्राप्य मानुष्यं विधेयं हितमात्मनः । જે ઘરમાં અનેકવાર ધૂમાડો દેખીને “અગ્નિ” છે એમ પ્રત્યક્ષ નિશ્ચય થયા પછી પર્વત ઉપર ધૂમાડો દેખી “અગ્નિ છે' એવો વિતર્ક થાય તે ઊહ કહેવાય.
૫૫