________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
શુશ્રુષા ભાવ ઉત્પન્ન કરવો. શુશ્રુષા એટલે ધર્મશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ભાવ એટલે પરિણામ. ધર્મોપદેશકે તે તે વચનોથી શ્રોતામાં શુશ્રુષારૂપ પરિણામ ઉત્પન્ન કરવો. શુશ્રષાને ઉત્પન્ન કર્યા વિના ધર્મ કહેવામાં લાભ જરાય ન થાય,બલ્ક અનર્થ થવાનો સંભવ છે. આ વિષે કહ્યું છે કે- “સાંભળવાની ઇચ્છાથી રહિત જીવને જે કહે છે તે ખરેખર! પિશાચગ્રસ્ત અથવા વાયડો છે.” (૬)
તથા
भूयो भूय उपदेशः ॥७॥६५॥ इति । भूयो भूयः पुनः पुनः उपदिश्यते इति उपदेशः उपदेष्टुमिष्टवस्तुविषयः कथञ्चिदनवगमे सति कार्यः, किं न क्रियन्ते दृढसंनिपातरोगिणां पुनः पुनः क्रिया तिक्तादिक्वाथपानोपचारा રૂતિ |ળા
વારંવાર ઉપદેશ આપવો. જે વિષયનો ઉપદેશ આપવામાં આવે તે વિષયને શ્રોતા કોઈ કારણથી ન સમજે તો વારંવાર ઉપદેશ આપવો. વૃઢ સંનિપાત રોગવાળાને કડવા વગેરે ઉકાળો પીવા રૂપ ઉપચારો શું વારંવાર કરવામાં આવતા નથી? (૭)
તથા—
बोधे प्रज्ञोपवर्णनम् ॥८॥६६॥ इति। बोधे सकृदुपदेशेन भूयो भूय उपदेशेन वा उपदिष्टवस्तुनः परिज्ञाने तस्य श्रोतुः प्रज्ञोपवर्णनं बुद्धिप्रशंसनम्, यथा नालघुकर्माणः प्राणिन एवंविधसूक्ष्मार्थबोद्धारो भवन्तीति
શ્રોતાને બોધ થાય ત્યારે તેની બુદ્ધિની પ્રશંસા કરવી. જે વિષયનો ઉપદેશ આપવામાં આવે તે વિષય શ્રોતાને એકવાર ઉપદેશ આપવાથી કે વારંવાર ઉપદેશ આપવાથી સમજાઈ જાય ત્યારે તેની બુદ્ધિની પ્રશંસા કરવી. જેમકે- ભારે કર્મી જીવો આવા પ્રકારના સૂક્ષ્મ અર્થને સમજી શકતા નથી.(તમે સમજી શક્યા છો માટે લઘુકર્મી છો ઈત્યાદિ પ્રશંસા કરવી.) (૮)
તથા–
तन्त्रावतारः ॥९॥६७॥ इति। तन्त्रे आगमे अवतारः प्रवेशः आगमबहुमानोत्पादनद्वारेण तस्य विधेयः,
૬૩