________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
करोत्यकाण्ड एवेह मृत्युः सर्वं न किञ्चन ॥५॥
सत्येतस्मिन्नसारासु संपत्स्वविहिताग्रहः । पर्यन्तदास्णासूच्चैर्धर्मः कार्यो महात्मभिः ॥ ६ ॥ इति ।
दुर्लभं दुरापं प्राप्य समासाद्य मानुष्यं मनुष्यजन्म, किमित्याह - विधेयम् अनुष्ठेयं सर्वावस्थासु हितम् अनुकूलं कल्याणमित्रयोगादि आत्मनः स्वस्य यतः करोति अकाण्डे एव मरणानवसरे एव बाल्यय-यौवन-मध्यमवयोऽवस्थारूपे इह मर्त्यलोके सर्वं पुत्र- कलत्रविभवादि मृत्युः यमः, न किञ्चन मरणत्राणाकारणत्वेनावस्तुरूपमिति ||५||
सति विद्यमाने जगत्त्रितयवर्तिजन्तुजनितोपरमे एतस्मिन् मृत्यावेव असारासु मृत्युनिवारणं प्रति अक्षमासु संपत्सु धन-धान्यादिसंपत्तिलक्षणासु अविहिताग्रहः अकृतमूर्च्छः, कीदृशीषु संपत्स्वित्याह- पर्यन्तदारुणासु विरामसमयसमर्पितानेकव्यसनशतासु, उच्चैः अत्यर्थं धर्म उक्तलक्षणः कार्यो विधेयः, कैरित्याह- महात्मभिः, महान् प्रशस्य आत्मा येषां ते तथा तैरिति ||६||
r
આ પ્રમાણે હોવાથી ધર્મમાં જ યત્ન કરવો જોઇએ એમ બે શ્લોકોથી જણાવે છેઃદુર્લભ એવા મનુષ્ય જન્મને પામીને સર્વ અવસ્થામાં કલ્યાણ મિત્રોની સાથે સંબંધ વગેરે આત્મહિત કરવું જોઈએ. કારણ કે મૃત્યુ મરણના અવસર વિના જ એટલે કે બાલ્યાવસ્થા,યૌવનાવસ્થા કે મધ્યમાવસ્થા રૂપ અકાળે જ પુત્ર, સ્ત્રી, વૈભવ વગેરે બધી વસ્તુને અવસ્તુ કરી નાખે છે, અર્થાત્ કોઈ વસ્તુ નથી એવું કરી નાખે છે. કારણ કે પુત્ર વગેરે કોઈ વસ્તુ મરણથી બચાવી શક્તી નથી. (૫)
ત્રણે જગતમાં રહેલા જીવોને વિરામ પમાડનાર ( = જીવોની પ્રવૃત્તિને અટકાવી દેનાર) મૃત્યુની વિદ્યમાનતા હોવાના કારણે મહાત્માઓએ અસાર અને પર્યંત દારુણ એવી ધન - ધાન્યાદિ સંપત્તિમાં મૂર્છા કર્યા વિના અતિશય ધર્મ ક૨વો જોઈએ. જેનો આત્મા મહાન = શ્રેષ્ઠ છે તે મહાત્મા. અસાર એટલે મૃત્યુને રોકવામાં અસમર્થ. પર્યંત દારુણ એટલે અંત સમયે સેંકડો દુ:ખોને આપનારી. (૬)
-
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुप्रकरणविवृतौ सामान्यतो गृहस्थधर्मविधिः प्रथमोऽध्यायः समाप्तः ||१||
આ પ્રમાણે ધર્મબિંદુ પ્રકરણની શ્રીમુનિચંદ્રસૂરિ વિરચિત ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મ નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થયો ॥૧॥
પ