________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
પરસ્પરના સંબંધની મુખ્યતાવાળા ત્રિવર્ગનું એક - બીજાને બાધા ન થાય તે રીતે સેવન કરવું.
ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ ત્રિવર્ગ કહેવાય છે. તેમાં જેનાથી છે અભ્યદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ. જેનાથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય તે અર્થ (= ધન). જેનાથી કે અભિમાનના રસથી વ્યાપ્ત એવી સર્વ ઈદ્રિયોની પ્રીતિ થાય તે કામ. આ ત્રણેને એક - બીજાને બાધ ન પહોંચે તે રીતે સેવવા. ધર્મ અને અર્થને બાધ પહોંચાડીને તત્કાલ મળતા વિષય સુખમાં લુબ્ધ બનેલો કયો પુરુષ વનના 2 હાથીની જેમ આપત્તિઓનું સ્થાન બનતો નથી? ધર્મનું ઉલ્લંઘન કરીને ઉપાર્જને કરેલા ધનને બીજાઓ ભોગવે છે, પણ પોતે તો હાથીના વધથી - સિંહની જેમ પાપનું ભાજન બને છે. ઘર્મરહિત માનવનું બીજ ખાઈ જનાર ખેડૂતની જેમ ભવિષ્યમાં કાંઈ પણ કલ્યાણ થતું નથી. ખરેખર! તે જ સુખી છે કે જે પરલોકના સુખને વિરોધ ન આવે તે રીતે આ લોકના સુખને ભોગવે છે. માટે બુદ્ધિમાન પુરુષે ધર્મને બાધ ન આવે તે રીતે કામ અને અર્થમાં યત્ન કરવો જોઈએ. જે અર્થ અને કામને બાધ પહોંચાડીને કેવલ ધર્મને જ સેવે છે તેના માટે તો સાધુપણું જ શ્રેયસ્કર છે, ગૃહવાસ નહિ. ગૃહસ્થ માટે અર્થ - કામનું સેવન પણ શ્રેયસ્કર છે. તથા તાદાત્વિક, મૂલહર અને કદર્ય એ ત્રણને આપત્તિઓ સુલભ છે. તેમાં જે કાંઈ પણ વિચાર્યા વિના ઉત્પન્ન થયેલા ધનનો દુર્વ્યય કરે તે તાદાત્વિક કહેવાય છે. જે પિતાના અને દાદાના ધનનું અન્યાયથી ભક્ષણ કરે છે, તે મૂલહર કહેવાય છે. જે
• ચોડવાનુદ્ધી - પરસ્પરનુવશ્વપ્રધાનશ્ય, અહીં નૃવશ્વ એટલે સંબંધ. પરસ્પરનો સંબંધ પ્રધાન છે જેમાં તે પરસ્પરનુવશ્વપ્રધાન, અર્થાત્ પરસ્પરના સંબંધની મુખ્યતાવાળા. અહીં પરસ્પરના સંબંધની મુખ્યતા એટલા માટે છે કે ત્રણે એક બીજાની સાથે સંકળાયેલા છે. જેમ કેઅર્થ વિના કામનું સેવન ન થઈ શકે, ધર્મ વિના અર્થ અને કામ ન મળે. છે અભ્યદય એટલે આ લોક અને પરલોકનાં સુખ. જે આનો અર્થ એ થયો કે માનહાનિ થાય તે રીતે ઈદ્રિયસુખો ભોગવવા તે વાસ્તવિક કામ નથી. ]િ વનનો હાથી કૃત્રિમ ગોઠવેલી હાથણીને જોઈને કામાસક્ત બનીને હાથણી તરફ દોડે છે. પણ ગુપ્ત રાખેલા મોટા ખાડામાં પડીને પરાધીન બને છે.
સિંહ હાથીને મારે છે, પણ તેનું માંસ પોતે તો થોડુંક જ ખાય છે. બાકીનું બધું માંસ બીજા પશુઓ ખાય છે. • આ ખેડૂતની કથા પરિશિષ્ટપર્વમાં જંબુસ્વામીના ચરિત્રમાં છે.
૪૯