________________
ધર્મબિંદુપ્રક૨ણ
નોકરોને અને પોતાને પીડા પમાડીને ધનને એકઠું કરે છે, પણ ક્યાંય ખર્ચ કરતો નથી તે કદર્ય કહેવાય છે. આમાં તાદાત્વિક અને મૂલહરનું ભવિષ્યમાં કલ્યાણ થતું નથી, કિંતુ ધનનો નાશ થવાથી ધર્મ અને કામનો વિનાશ જ થાય છે. કદર્યનો તો ધનસંગ્રહ રાજા, વારસદાર અને ચોર આ ત્રણમાંથી કોઈ એકનો નિધિ થાય છે, પણ ધર્મ-કામનો હેતુ બનતો નથી. આથી બુદ્ધિમાન પુરુષે આ ત્રણ પુરુષોની પ્રકૃતિનો ત્યાગ કરીને ફળનું = પરિણામનું પરિશીલન કરવું જોઈએ. તથા ઈદ્રિયો જેના કાબૂમાં નથી તેની કોઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી. કામમાં આસક્તની કોઈ ચિકિત્સા ( = ઉપાય) નથી. આથી ધર્મ અને અર્થને બાધ ન પહોંચે તે રીતે કામમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે બરોબર વિચાર કરીને એક - બીજાનો વિરોધ ન આવે તે રીતે ધર્મ, અર્થ અને કામને સેવવાનો અહીં ઉપદેશ આપ્યો છે. (૫૦)
w
પહેલો અધ્યાય
તથા
અન્યતરવાધાસંમયે મૂળાવાષા ||૧૧|| તિ ।
अमीषां धर्मार्थकामानां मध्ये अन्यतरस्य उत्तरोत्तरलक्षणस्य पुरुषार्थस्य बाधासंभवे कुतोऽपि विषमप्रघट्टकवशाद् विरोधे संपद्यमाने सति किं कर्त्तव्यमित्याह - मूलाबाधा, यो यस्य पुरुषार्थस्य ‘धर्मार्थकामाः त्रिवर्गः' इति क्रममपेक्ष्य मूलम् आदिमस्तस्य अबाधा अपीडनम्, तत्र कामलक्षणपुरुषार्थबाधायां धर्मार्थयोर्बाधा रक्षणीया, तयोः सतोः कामस्य सुकरोत्पादत्वात्, कामार्थयोस्तु बाधायां धर्म एव रक्षणीयः, धर्ममूलत्वादर्थकामयोः, अत एवोक्तम्
धर्मश्चेन्नावसीदेत, कपालेनापि जीवतः ।
आढ्योऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः ||४०|| (
) ||૬૧||
કોઈ પુરુષાર્થને બાધા પહોંચે તો મૂલને બાધા ન થવા દેવી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થમાં પછી પછીના કોઈ પુરુષાર્થને વિષમ પરિસ્થિતિના કારણે બાધા થાય ત્યારે મૂલ પુરુષાર્થને બાધા ન થવા દેવી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણને ત્રિવર્ગ કહેવાય છે. અહીં પહેલાં ધર્મ પછી અર્થ અને પછી કામ એ પ્રમાણે જે ક્રમ છે તે ક્રમની અપેક્ષાએ જે પહેલો હોય તે મૂલ કહેવાય. (જેમકે કામની અપેક્ષાએ ધર્મ અને અર્થ મૂલ છે. કામ અને અર્થની અપેક્ષાએ ધર્મ મૂલ છે). મૂલને બાધા ન થવા દેવી. તેમાં કામ પુરુષાર્થને બાધા થાય તો ધર્મ અને અર્થને બાધા ન થવા દેવી. (જેમ કે કામનું સેવન કરે ત્યારે જો ધર્મ અને અર્થને હાનિ થતી હોય તો
૫૦