________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
વગેરે સુખ માટે થતા જોવાય છે, તેના માટે તે સામ્ય કહેવાય છે.” કાળે એટલે ભૂખ લાગે ત્યારે. ભૂખ લાગે ત્યારે સામ્ય ભોજન કરવું. અહીં આ અભિપ્રાય છેઃજન્મથી સામ્યપણે ખાધેલું વિષ પણ પથ્થ થાય છે. આમ છતાં અસામ્ય હોય તો પણ જો પથ્ય (= તંદુરસ્તીને હિતકર) હોય તો તેનું સેવન કરવું, અને સાલ્ય હોય તો પણ અપથ્યનું સેવન ન કરવું. “બલવાનને સઘળું પથ્ય છે” એમ માનીને ઝેર ન ખાવું. કારણ કે સુશિક્ષિત એવો વિષશાસ્ત્રનો જાણકાર પણ ક્યારેક વિષથી મરે જ છે. તથા ભૂખ વિનાના માણસે ખાધેલું અમૃત પણ ઝેર થાય છે. તથા યુવાનો કાળ વીતી ગયા પછી અન્ન પ્રત્યે અરુચિ થાય અને શરીર કૃશ બને. અગ્નિ બુઝાઈ ગયા પછી લાકડાં શું કરે ? (૪૧)
તથા
(૨૨) નીચત્યાઃ ૩૪રા રૂતિ सास्यतः कालभोजनेऽपि लौल्यस्य आकाङ्क्षातिरेकादधिकभोजनलक्षणस्य त्यागः, यतः यो मितं भुङ्क्ते स बहु भुङ्क्ते, अतिरिक्तभुक्तं हि उद्वामन-हादनमारणानामन्यतमदसंपाद्य नोपरमं प्रतिपद्यते, तथा भुञ्जीत यथा सायमन्येधुश्च न विपद्यते वह्निः, न भुक्तेः परिमाणे सिद्धान्तोऽस्ति, वन्यभिलाषायत्तं हि भोजनम्, अतिमात्रभोजी देहमग्निं च विधुरयति, तथा दीप्तोऽग्निर्लघुभोजनाद् देहबलं क्षपयति, अत्यशितुर्दुःखेन परिणामः, श्रमातस्य पानं भोजनं वा नियमात् ज्वराय छर्दिषे वा स्यात् ।।४२।।
લોલુપતાનો ત્યાગ કરવો. લોલુપતા એટલે અતિશય આકાંક્ષાના કારણે અધિક ભોજન કરવું. સામ્ય અને કાળે ભોજન કરવા છતાં લોલુપતાનો ત્યાગ કરવો. કારણ કે જે થોડું ખાય છે તે બહુ ખાય છે. વધારે કરેલું ભોજન ઉલટી, ઝાડા અને મરણ એ ત્રણમાંથી કોઈ એક કર્યા વિના રહેતું નથી. તથા ભોજન તે રીતે (= તેટલું) કરવું જોઈએ કે જેથી સાંજે અને બીજા દિવસે (જઠરનો) અગ્નિ નાશ ન પામે. ભોજનના પરિમાણમાં (= કેટલું ભોજન કરવું એ વિષે) કોઈ સિદ્ધાંત નથી. ભોજન અગ્નિની અભિલાષાને આધીન છે, અર્થાત્ જઠરાગ્નિના બળ પ્રમાણે ભોજન કરવું. વધારે ભોજન કરનાર પોતાના શરીર અને અગ્નિને દુર્બળ બનાવે છે. તથા પ્રદીપ્ત બનેલો અગ્નિ લધુ ( = હલકું) ભોજન કરવાથી દેહબલનો નાશ કરે છે. વધારે ભોજન કરનારનું ભોજન દુઃખથી પચે છે. શ્રમથી થાકેલાને ભોજન કે પાણી નિયમા તાવ માટે કે ઉલટી માટે થાય છે. (૪૨) • અથવા વધારે ભોજન કરનારને પરિણામે દુઃખ આવે છે.
૪૩