________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
तथा
बलापाये प्रतिक्रिया ॥४४॥ इति । बलस्य शरीरसामर्थ्यलक्षणस्य अपाये कथञ्चिद् ह्रासे सति प्रतिक्रिया तथाविधात्यन्तपरिश्रमपरिहारेण स्निग्धाल्पभोजनादिना च प्रकारेण प्रतिविधानं बलापायस्यैव, बलमूलं हि जीवितम् ( ) इति वचनात्, बलमुचितमपातयता सता सर्वकार्येषु यतितव्यम्, अथ कथञ्चित् कदाचिद्वलपातोऽपि कश्चिद् भवेत् तदा विषं व्याधिरूपेक्षितः ( ) इति वचनात् सद्य एवासौ प्रति विधेयो न पुनरूपेक्षितव्य इति
||४४||
બળ ઘટે તો તેનો ઉપાય કરવો. શરીરની શક્તિ કોઈ પણ રીતે ઘટે તો તેવો અતિશય પરિશ્રમ ન કરવો, સ્નિગ્ધ અને અલ્પ ભોજન કરવું ઈત્યાદિ રીતે તેનો ઉપાય કરવો. કારણ કે “જીવનનું મૂલ બલ છે'' એવું વચન છે. ઉચિત બળની હાનિ ન થાય તે રીતે સર્વ કાર્યોમાં પ્રયત્ન કરવો. આમ છતાં કોઈ પણ રીતે ક્યારેક બલ ઘટી જાય તો ““ઉપેક્ષા કરાયેલો વ્યાધિ વિષ છે” એ વચનથી જલદીજ તેનો (3414 ४२वो, ५५५ उपेक्षा न ४२वी. (४४)
तथा
अदेशकालचर्यापरिहारः ॥४५॥ इति । देशकालः प्रस्तावः, तत्र चर्या देशकालचर्या, तत्प्रतिषेधात् अदेशकालचर्या, तस्याः परिहारः, अदेशकालचर्यापरो हि नरः तथाविधचौराद्युपद्रवव्रातविषयतया इहलोकपरलोकानर्थयोर्नियमादास्पदीभवति ।।४५।।
અદેશ-કાલ ચર્યાનો ત્યાગ કરવો. અદેશ - કાલચર્યા એટલે પોતે જે દેશમાં અને જે કાળમાં હોય તે દેશ અને તે કાળથી વિરુદ્ધ આચરણ. અદેશ - કાલચર્યામાં તત્પર રહેનાર માણસને તેવા પ્રકારના ચોર આદિ સંબંધી અનેક ઉપદ્રવો થાય છે, અને એથી તે નિયમા આ લોક અને પરલોક સંબંધી અનર્થોનું સ્થાન બને છે. (૪૫)
तथा
(२५) यथोचितं लोकयात्रा ॥४६॥ इति। यथोचितं या यस्योचिता लोकयात्रा लोकचित्तानुवृत्तिरूपो व्यवहारः सा विधेया, यथोचितलोकयात्रातिक्रमे हि लोकचित्तविराधनेन तेषामात्मन्यनादेयतापरिणामापादनेन स्वलाघवमेवोत्पादितं भवति, एवं चान्यस्यापि सम्यगाचारस्य स्वगतस्य लघुत्वमेवोपनीतं स्यादिति, उक्तं च -
४५