________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
ગુણવાન બન્યા હોય તેવા જીવોને પણ નિયમા ગુણોની હાનિ થાય. આથી આવા સ્થાનમાં નિવાસ કરવાનો નિષેધ કર્યો છે. (૨૦)
स्थानेऽपि गृहकरणे विशेषविधिमाह
નક્ષણોતિગૃહવાઃ ૨૧ રૂતિ ! लक्षणैः प्रशस्तवास्तुस्वरूपसूचकैर्बहलदूर्वा-प्रवाल-कुशस्तम्ब-प्रशस्तवर्णगन्धमृत्तिकासुस्वादजलोद्गम-निधानादियुक्तक्षितिप्रतिष्ठितत्व-वेधविरहादिभिः उपेतं समन्वितम्, तच्च तद् गृहं च, तत्र वासः अवस्थानम्, निर्लक्षणे हि गृहे वसतां सतां विभवविनाशादयो नानाविधा जनप्रसिद्धा एव दोषाः संपद्यन्ते, गृहलक्षणानामेव समीहितसिद्धौ प्रधानसाधनत्वात्
ઉચિત સ્થાનમાં પણ ઘર કરવામાં વિશેષ વિધિ કહે છેઃ
લક્ષણોથી યુક્ત ઘરમાં રહેવું. જે ભૂમિમાં ધ્રોખડનાં ઘણાં અંકુરા ફૂટતા હોય, દર્ભ નામના ઘાસનાં ભોથાં હોય, માટી ઉત્તમ વર્ણ અને ગંધથી યુક્ત હોય, સ્વાદિષ્ટ પાણી નીકળતું હોય, નિધાન રહેલું હોય તેવી ભૂમિ ઉપર ઘર બાંધ્યું હોય અને શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ વેધ નામનો દોષ ન હોય ઈત્યાદિ લક્ષણો વસવા લાયક ઉત્તમ ભૂમિના સ્વરૂપને સૂચવનારાં છે. આ લક્ષણોથી યુક્ત ઘરમાં વાસ કરવો. કારણ કે લક્ષણરહિત ઘરમાં રહેનારાઓને વૈભવનો નાશ વગેરે અનેક પ્રકારના દોષો થાય છે. આ દોષો લોકમાં પ્રસિદ્ધ જ છે. ઘરનાં (શુભ) લક્ષણો જ ઈષ્ટસિદ્ધિનું મુખ્ય સાધન છે. (૨૧)
ननु कथं गृहलक्षणानामेव निःसंशयोऽवगमः? इत्याह
નિમિત્તપરીક્ષા પારરા રૂતિ ! निमित्तैः शकुन-स्वप्नोपश्रुतिप्रभृतिभिः अतीन्द्रियार्थपरिज्ञानहेतुभिः परीक्षा, परीति सर्वतः सन्देह-विपर्यया-ऽनध्यवसायविज्ञानदोषपरिहारेण ईक्षणम् अवलोकनं गृहलक्षणानां વાર્થમિતિ રરો
ઘરનાં લક્ષણોનું સંશય રહિત જ્ઞાન કેવી રીતે થાય એ શંકાને દૂર કરવા કહે છેઃ
નિમિત્તોથી ઘરનાં લક્ષણોની પરીક્ષા કરવી, અર્થાત્ ઈદ્રિયોથી ન જાણી શકાય
૩)