________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
આ પ્રમાણે બધુંજ વિચારીને જ અહીં કહ્યું છે કે – “જે કુલ અને શીલ આદિથી સમાન હોય અને ભિન્નગોત્રવાળા હોય તેવાઓની સાથે વિવાહનો સંબંધ કરવો અને બહુ વિરોધવાળા લોકોની સાથે વિવાહનો સંબંધ ન કરવો.”
અહીં લૌકિક નીતિશાસ્ત્ર આ પ્રમાણે છે:- બાર વર્ષની સ્ત્રી અને સોળ વર્ષનો પુરુષ વિવાહને યોગ્ય છે. વિવાહ પૂર્વક જ કરેલો કુટુંબનું ઉત્પાદન અને પરિપાલન રૂપ વ્યવહાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને કુલીન કરે છે. માટે પસંદગી યુક્તિથી જ કરવી. અગ્નિદેવ આદિની સાક્ષીએ કરેલું પાણીગ્રહણ વિવાહ કહેવાય છે. વિવાહના બ્રાહ્મ વગેરે આઠ પ્રકારો છે. તે આ પ્રમાણે :(૧) બ્રાહ્મ- કન્યાને“તું આ મહાભાગ્યવંતની સમાનધર્મચારિણી થા” એમ
કહીને અલંકારો વગેરેથી શણગારીને કન્યા વરને આપવામાં આવે તે બ્રાહ્મ
વિવાહ છે. (૨) પ્રાજાપત્ય-કન્યાનો પિતા ધન આપવા પૂર્વક કન્યાને આપે તે પ્રાજાપત્ય
વિવાહ કહેવાય છે. આર્ષ-ગાયનું જોડલું આપવા પૂર્વક કન્યાને આપે તે આર્ષ વિવાહ કહેવાય
દેવઃ- યજ્ઞ કરાવવા માટે યજ્ઞ કરનાર બ્રાહ્મણને દક્ષિણાના બદલે કન્યાજ આપવામાં આવે તે દૈવ વિવાહ કહેવાય છે. આ ચાર વિવાહ ધાર્મિક (5ધર્મથી યુક્ત) છે. કારણકે આ વિવાહ ગૃહસ્થને ઉચિત દેવપૂજા વગેરે વ્યવહારોનું મુખ્ય કારણ છે, તથા માતા
પિતા અને બંધુએ માન્ય કરેલું હોય છે. (૫) ગાન્ધર્વ- વર અને કન્યાને પરસ્પર અનુરાગ હોય આથી તે બંને પોતાની
મેળે વિવાહ કરી લે તે ગાન્ધર્વ વિવાહ કહેવાય છે. આસુર - તમે આમ કરશો તો હું તમને કન્યા આપીશ ઈત્યાદિ કોઈ શરત કરીને કન્યા આપવી તે આસુર વિવાહ કહેવાય છે. રાક્ષસ- બલાત્કારથી કન્યા લેવી તે રાક્ષસ વિવાહ કહેવાય છે. પૈશાચ-સૂતેલી કે ગફલતમાં રહેલી કન્યાને ઉઠાવી જવી તે પૈશાચ વિવાહ કહેવાય છે.
આ ચાર વિવાહ અધાર્મિક છે. આમ છતાં જો પતિ - પત્નીને કોઈ જાતના અપવાદ વિના પરસ્પર પ્રેમ હોય તો અધાર્મિક નથી.
૨ ૨.