________________
(૨૭) આપણે ત્યાં પિસ્તાલીસ આગમ છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ સૂત્ર, ૬ છેદ સૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકા સૂત્રને સમાવેશ થાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકીર્ણક અને ચૂલિકા એ આગમેના પડાયેલા છ વર્ગના નામ છે. અંગે અસલ તો બાર હતાં, પણ બારમું અંગ હાલ ઉપલભ્ય નથી, એટલે કે અગિયાર અંગે જ મળે છે. આ અધાં પણ પૂરાં મળતાં નથી. આ અગિયાર અંગે પૈકી પાંચમું અંગ તે “વ્યાખ્યા પ્રજ્ઞાતિ સૂત્ર. નામ ઉપરથી જ સૂચિત થાય છે, તેમ આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરે રૂપ છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર' નામ હોવા છતાં, તેની મહત્તા દર્શાવનારુ વિશેષણ ભગવતી સૂત્ર” નામે તે અંગે પ્રસિદ્ધ છે.
ભગવતી સૂત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને સીધે સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારે છે–ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિત પુત્ર, માર્કદી પુત્ર, રોહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીથિ કે અર્થાત અન્ય સંપ્રદાયીઓ. આમ છતાં આ સૂત્ર મુખ્યત્વે શ્રીગૌતમ અને ભ. મહાવીરના સવાલ જવાબ રૂપ જ છે. પ્રશ્નોની ૨જુઆતમાં વિષયને કે દલીલને કઈ ખાસ ક્રમ જોવામાં આવતો નથી. કેઈ કોઈવાર એક જ ઉદ્દેશકમાં ભિન્નભિન્ન વિષયને લગતા પ્રશ્નો પણ જોવામાં આવે છે.
આપણે ત્યાં ભગવતી સૂત્રનું માહાતમ્ય અનેરું છે. ચોમાસાના ચાર માસ દરમિયાન પયુષણના દિવસો સિવાય શી ભગવતીસૂત્રનું પારાયણ થાય છે. કેવળજ્ઞાનીના એક એક એલની કિંમત અમૂલ્ય હાય, એ બાલને ભાલાર સુવાણ