________________
પ્રસ્તાવના શ્રી ભગવતીસૂત્ર સારસંગ્રહ”ના આ ગ્રંથમાં જગ~સિદ્ધ, શાસવિશારદ, જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ અને પ્રખર વક્તા શિષ્ય
સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે, ભગવતી - સૂત્રના શતક પર જે વિવેચન કર્યું છે, તે પૈકીના પાંચ
શતકનું વિવેચન આપવામાં આવ્યું છે. આ વિવેચન પર વિસ્તૃત નોંધ તેમના સુશિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. બાળ, યુવાન અને વૃદ્ધ સૌ કોઈ સહેલાઈથી સમજી શકે, એ દષ્ટિ પૂર્વક આ નેધ કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ રીતે સેનામાં સુગંધ મળે એ સુભગ ચાગ પ્રસ્તુત ગ્રન્થમાં થયેલો છે. પૂ. શ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ સાહેબે, આ રીતે પોતાના - ગુરુદેવનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે અને આજ સાચી ગુરુ - ભક્તિ કહેવાય. પૂ. મહારાજ શ્રી વિદ્યાવિજયજીનું વિવેચન મૂળમાં આપવામાં આવ્યું છે અને ફૂટનેટમાં નીચે પૂ. પં.
શ્રી પૂનન્દવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. - લખાણની નીચે વિસ્તૃતને આપવામાં આવેલી હાયતે, વાચક વર્ગને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવતી સૂત્રના પ્રથમ પાંચ શતકે પર વિવેચન અને વિસ્તૃત નોંધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનું લખાણ તૈયાર હોવા છતાં, ગ્રંથ બહુ મોટો થઈ જાય એ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સામેલ નથી કર્યું, પણ ટૂંક સમયમાં તે બહાર પાડવામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત બેંધ વાંચતા તેઓશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે, -એમ સ્પષ્ટ સમજી શકાય છે. મુકેલ અને કઠિન બાબતેને
એમણે સરળ અને સહેલી બનાવવા સ્તુત્ય પ્રયાસો કર્યા છે, -જે માટે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે.