________________
(૨૪) તે વખતે જૈન સમાજમાં બે મોટા પક્ષે પડી ગયા હતા. એક સુધારક વર્ગ અને બીજે રૂઢિચુસ્ત વર્ગ. સુધારક વર્ગના સાધુઓએ પિતાને પક્ષ દઢ કરવા માટે દેહગામમાં મુનિ રાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની દેરવણી પ્રમાણે તે વખતના યુગદષ્ટા આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં એક સંમેલન ભર્યું અને તેમાં મુનિ સમેલનમાં આપણે સૌએ એકમત લઈને કેમ કામ કરવું તે બાબતનો નિર્ણય લેવામાં આવ્યું. જેમાં કહેવાય છે કે ૨૫૦ થી ૩૦૦ સાધુઓએ ભાગ લીધેલ. અને પછી સૌએ ત્યાંથી વિહાર કરી એક સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તે વખતે જૈન જ્યોતિના તંત્રી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પત્રના આગળના પેજમાં મેટા હેડીંગથી લખેલું કે-જૈન સમાજને માટીન લ્યુથર રાજનગરમાં પ્રવેશ કરે છે.” આ માટીન ' લ્યુથર તે બીજા કોઈ નહીં પરન્તુ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી હતાં. જેમની કુનેહભરી ચાતુરતાથી સમેલનની આખી કાયા પલટ થઈ ગઈ. સૂસિમ્રાટ્ આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિદ્યાવિજયજી મહારાજની આ ચાણકય બુદ્ધિથી ચકિત થઈ ગયા હતા. અને તેથી દરેક વિષયને નિર્ણય બહુમતિથી જ કરવામાં આવ્યું હતું. અને સુધારકે પોતાના કાર્યમાં ફલીભૂત થયા હતા.
જૈનધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે જે સમિતિ નિમાણુ હતી તેમાં પણ તેઓશ્રીનું નામ હતું.
ગવરમેન્ટના ગેઝેટમાં ભારત વર્ષના ઉચ્ચ કોટિના વિદ્વાનોની નામાવલિમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું છે. એમ મને યાદ છે.