________________
(૧૧)
છતાં, અને અગ્નિદાહથી બધું બળી ગયેલા જેવા બનવા છતાં, અને જુદા જુદા નિમિત્તથી અનેક આધિ ( ચિંતાવાળા) છતાં પણ સકળ (બધાં) દુઃખના ઘરસમાન-ગૃહવાસનું કર્મ છોડવા સમર્થ થતા નથી, પણ ઘરમાં રહીને જ તેવાં તેવાં દુઃખો આવતાં દીન સ્વરે રડે છે, અને તે છે કે, “હે બાપ! હે મા ! હે દેવ ! આવા અવસરે તમને આવું દુઃખ દેવું ગ્ય નથી ! તેજ કહ્યું છે કે – किमिदम चिन्तित मसदृश, मनिष्ट मतिकष्टमनुप
પં શુદ્ધ | सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्वस्य ॥१॥ - ન ચિંતવેલું અજાયબીવાળું અનિષ્ટ, તથા અનુપમ આવું (ભયંકર) દુઃખ જેમ નારકીના જીવને આવે, તેમ મને એકદમ ક્યાંથી આવી પડ્યું છે! વિગેરે, તે બેલે છે.
અથવા રૂપ વિગેરેમાં આસક્ત થએલા ચીકણું કર્મ બાંધીને નરક વિગેરેમાં ઉન્ન થઈ ત્યાં દુઃખ જોગવતાં કરૂણ સ્વરે ઉપર મુજબ રડે છે, અને તે પ્રમાણે કરૂણ સ્વરે ૨૭વાથી પણ તે રાંકડો જીવ તે દુઃખથી મુકાતું નથી, તે બતાવે છે. દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેના વડે દુર્ગતિમાં ઉપન્ન થએલા દુઃખ ભેગવતાં રડવા છતાં પણ ત્યાંથી દુઃખની મુક્તિ (છુટકારે) અથવા મેક્ષનું કારણ જે સંયમ અનુષ્ઠાન છે, તે પામી શકતા નથી, અને દુઃખના છુટકારાના અભાવમાં