________________
(૬૧) કરનાર હોવાથી રક્ષક છે, તે બતાવે છે. બંને બાજુએ જેમાં પાણી છે તે દ્વીપ છે, તે દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. તે દ્રવ્યદ્વીપમાં આશ્વાસ (વિશ્રાંતિ) લે છે, તેથી તે આશ્વાસ લેવાને માટે જે કીપ હય, તે આશ્વાસ દ્વીપ છે, તે નદી સમુદ્રના ઘણા મધ્યભાગમાં (નદીની પહેળાઈ વિશેષ હોય તેમાં બંને બાજુએ પાણી વહેતું હોય અને વચમાં ખાલી જગ્યા છે, તે તે બેટ કહેવાય છે. તે જ પ્રમાણે સમુદ્રમાં જગ્યા ઉપસેલી હોય તે વરસાદ લીધે તે ઉપસેલી જગ્યાના મેદાનમાં ફળદ્રુપ જગ્યા થાય છે, ત્યાં) વહાણું કઈ પણ કારણે નદી સમુદ્રમાં ભાંગી જતાં ડૂબતાં માણસ આશ્રય. લે છે. આ બેટ પણ બે પ્રકારે છે. જે પખવાડીએ અથવા મહીને પાણીથી ભરાઈ જાય તે સંદીના કહેવાય, અને તે બેટ જે ભરતીના પાણીથી ભરાઈ ન જાય તે અસદીન. કહેવાય . જેમકે સિંહલદ્વીપ વિગેરે છે. અને વહાણવાળા તે દ્વીપને આશ્રય લે છે. અને પાણી વિગેરેને ઉપયોગ કરે છે. અને તે બેટથી તેમને આશ્રય મળે છે. તેવી જ રીતે ઉત્તમ રીતે વર્તતા સાધુને જોઈને ભવ્ય જીવે તેને આશ્રય લે છે.
" અથવા દ્વિીપને બદલે દીપ (દી) પ્રકાશ આપનાર લઈએ તે તે પ્રકાશને માટે લેવાથી પ્રકાશદીપ છે અને તે સૂર્ય ચંદ્રમણિ વિગેરે અસંદીને છે. અને બીજો વિજળી ઉકાપાત વિગેરેને સંદીને છે. (સૂર્ય-ચંદ્ર પ્રકાશ આપે પણ