________________
(૨૬૪) सयहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूवा य । संसप्पगा य जे पागा अदुवा जे पक्खिणो उवच
रन्ति ॥ ७॥ अदु कुचरा उवचरन्ति गामरक्खा यसत्तिहत्था य। अदु गामिया उपसग्गा इत्थी एगइया पुरिसाय ॥८॥
ભગવાન પિતે પ્રમાદ રહિત બનીને નિદ્રા પણ વધારે લેતા નથી. અને તેજ પ્રમાણે બાર વરસમાં અસ્થિક ગામમાં વ્યંતરના ઉપસર્ગ પછી કોયેત્સર્ગમાં રહીને અંત મુહર્ત સુધી સ્વને દેખતાં સુધી એકવાર નિદ્રા કરી હતી ત્યારપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવે છે અહીંયા પણ પિતે પ્રતિજ્ઞા રહિત છે. એટલે પિતે મનમાં ઉછીને સુતા નથી (પ)
વળી તે વીર પ્રભુ જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે. એમ જાણીને સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચરે છે. જે અંદર રહેતાં નિદ્રા પ્રમાદ થાય તે ત્યાંથી નીકળીને શિયાળાની રાત વિગેરેમાં ખુલ્લી જગ્યામાં મુહુર્ત માત્ર નિદ્રા પ્રમાદ દૂર કરવા ધ્યાનમાં ઉભા રહ્યા. (૬) વળી જ્યાં આગળ કુટુક આસન વિગેરેથી આશ્રય લેવાય તેવા સ્થાનમાં અથવા તે સ્થાને વડે તે ભગવાનને ભય કરાવનારા અનેક જાતિના કંડ તાપ વિગેરેથી અથવા