________________
(૨૮૧) બેસતા, અને ધર્મના આધારરૂપ દેહને લુખા એવા કેદશ ભાતથી તથા બેરકૂટ વિગેરેને સાથે, તથા અડદ (જે ઉત્તર દિશામાં થાય છે) અથવા બાફેલા વાસી અડદ અથવા સિદ્ધ માસા વિગેરેથી કાયાને નિભાવ કરતા. ૪
હવે તે કાળ અવધિ (મુદત)ના વિશેષણ વડે બતાવે છે. एयाणि तिनि पडिसवे, अट्टमासे अ जावयं भगवं; अपिइत्य एगया भगवं अडमासं अदुवामासंपि।। अवि साहिए दुवे मासे छप्पि मासे अदुवा विह
राओवरायं अपडिन्ने अनगिलायमेगयाभुजे।६।
કદાચ કઈને એવી શંકા થાય કે પ્રથમ બતાવેલા ભાત મયુ તથા અડદ સાથે મેળવી ખાતા હશે, તેથી તે દુર કરવા કહે છે, કે તે ત્રણે જે સાથે મળે તે સાથે લઈ ખાતે, અને ત્રણેમાંથી કઈ જુદું જુદું મળે છે તેમ લેતા અથવા એકલું મળે છે તેમ લેતા, અર્થાત ત્રણમાંથી જે મળે તે લેઈ નિર્વાહ કરતા.
* પ્ર–આ કેટલી મુદત સુધી આમ કરતા, તે કહે છે (શીયાળા ઉનાળાની આઠ માસની રૂતુને રૂતુબદ્ધ કાળ કહે છે. તે) આઠ માસ સુધી ભગવાને તેવા લુખા ભેજનથી નિર્વાહ કર્યો તથા તેજ પ્રમાણે પાણી પણ અડધે માસ કે એક માસ ભગવાને તેવું (સાદુ) પીધું. પા