________________
(૧૯૮)
સાતમે ઉશે. ' છો કહીને હવે સાતમા કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં એકત્વ ભાવના ભાવનાર ઘતિ સંહનન વિગેરેથી યુક્ત સાધુનું ઇગિત મરણ બતાવ્યું, અને અહીં તેજ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે, એથી અહી તે પ્રતિમાઓ બતાવે છે, તથા વધારે વિશિષ્ટ સંઘયણવાળે પાદપપગમન અણુશણ પણ કરે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खू अचेले परिक्षा सए तस्स णं भिक्खुस्स एवं भवइ-चाएमि अहं तणफासं अहियासि तए सीयफासं अहियासित्तए, तेउफासं अहियासित्तए दंसमसगफासं अहियासित्तए एगयरे अन्न तरे विरूवरूधे फासे अहियासित्तए, हिरिपडिच्छायणं चऽहं नो संचाएमि अहियासित्तए, एवं से कप्पेइ कडिबंधणं धारित्तए (सू० २२३)
જે સાધુ પ્રતિમા ધારણ કરેલ અને વિશેષ અભિગ્રહથી અચેલ (વસ્ત્રરહિત) પણે સંયમમાં રહેલે હય, તે ભિક્ષુને આ અભિપ્રાય થાય છે, કે હું ધૃતિ સંવનન વિગેરે યુક્ત હોવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળે છું. અને આગમ ચક્ષુવડે (ચારે ગતિનું જ્ઞાન હોવાથી )