________________
(૨૩૦) છે, તેમ છવને પણ ભાવ ઉપધાન રૂ૫ બાહ્ય અભ્યતર તપ વડે આઠે કર્મથી શુદ્ધ કરાય છે. અને અહીંયા કર્મક્ષયના હેતુ માટે તપસ્યાનું ઉપધાન શ્રતપણે લેવાથી પર્યાયે લેવા જોઈએ. (તત્વ ભેદ અને પય વડે વ્યાખ્યા થાય છે.) માટે પર્યાયે કહે છે. અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનન વિગેરે કર્મ ઓછાં થવાના જે વિશેષ ઉપાય સંભવે છે તે બતાવે છે. ओधूणण धूणण नासण विणाप्तणं झवण खवण
छेयण भेयण फेडण, डहणं धुवणं च कम्माणं ॥२८॥ - તેમાં અવધૂનન, તે અપૂર્વકરણ વડે કર્મ ગ્રંથિ ભેદનું ઉપાદાન જાણવું. અને તે તપના કેઈ પણ ભેદના સામર્થ્યથી આ ક્ષિા થાય છે. એટલે બાકીના અગીયાર ભેદમાં પણ આ જાણવું. તથા “ધૂનન” તે ભિન્ન શિવાળાને અનિવૃતિકરણ વડે સમ્યફત્વમાં રહેવું, તથા “નાશન” કર્મ પ્રકતિનું સ્તિબુક સંક્રમણ વડે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું, “વિનાશન શેલેશી અવસ્થામાં સંપૂર્ણતાથી કર્મને અભાવ કરે, “ધ્યાપન' ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન આવવું, ક્ષપણ તે અપ્રત્યાખ્યાનાદિ કમ વડે ક્ષપક શ્રેણીમાં મેહ વિગેરેને અભાવ કરે, શુદ્ધિકર-અનં. તાનુબંધીના ક્ષયના પ્રકમથી ક્ષાયિક સમ્યફ મેળવવું,