________________
(૧૮) જેમ આર્ય વજીસ્વામિએ પિતે દવા માટે સુંઠનો ગાંગડે કાનમાં રાખેલે, તે વાપરે ભૂલી જવાથી પિતે જાણ્યું કે આ પ્રમાદ મને થયું છે. તેથી તેમણે મરણ નજીક આવેલું જાણીને સપરાક્રમી બનીને રથાવત્ત પર્વત ઉપર પાદપ ઉપગમન અણસણ કર્યું. હવે અપરાક્રમ મરણ બતાવે છે. अपरकममाएसो जह मरणं होइ उदहि नामाणं । पाओवगमेऽवितहा एयं अपरकम मरणं ॥२६६॥ : પશક્રમ ન હોય તે અપરાક્રમ કહેવાય તેવું મરણ જેને જંઘાબળ સર્વથા ક્ષીણ થયેલું હોય તેવા ઉદધિ (સાગર) નામના તે આર્ય સમુદ્ર મુનિનું મરણ થયેલું છે. તેને વૃદ્ધવાદ આ પ્રમાણે છે. તે પ્રમાણે પાદપ ઉપગમન અણુસણ વડે તેમનું મરણ થયેલ છે. જેવી રીતે આર્ય સમુદ્રનું અપરાઇમ મરણ છે. તેવું બીજી જગ્યાએ પણ જાણવું. (ગાથા અર્થ)
તેને ભાવાર્થ કથાથી જાણ. આર્ય સમુદ્ર નામના આચાર્ય સ્વભાવથી જ દુર્બળ હતા, પછીથી જંધા બળે સર્વથા ક્ષીણ થતાં શરીરથી બીજો લાભ ન જાણીને તેને તજવાની ઈચ્છાથી પિતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહાર રહીત પદિપ ઉપગમાં અણુસણ કર્યું, હવે જ્યાઘાતવાળું અણસણ કહે છે.