________________
(૧૬૨)
ચારિત્ર લીધેલા પરિસહ તથા ઇંદ્રિયાથી ગ્લાનતા પામે છે. તે બતાવે છે.
आहारोवच्या देहा परीसह भंगुरा पासह एगे सन्विदिएहिं परिगिलायमाणेहिं ( सृ० २०८ ) આહારથી ઉપચય થાય તે આહારેાપચય છે. પ્રઃ—તે કાણુ છે ?
ઉલ—દેહા છે. તે દેહો આહારના અભાવમાં ઝાંખાશ લાવે છે અથવા તે નાશ પામે છે. તે પ્રમાણે પરિસડા આવેથી ભ'ગુર છે. તેથી આહારથી તૈહા પુષ્ટ થયા છતાં પણ રિસહે આવતાં અથવા વાયુ વિગેરેના અટકાવથી ગ્લાની પામે છે. એટલે ગુરુ શિષ્યને કહે છે. હું શિષ્યા તમે જીએ કે કેટલાક બધી ઇંદ્રિયા આંખી પડતાં કલીમતાને પામે છે. તે બતાવે છે. ભૂખથી પીડાએલે દેખતા નથી, સાંભળ નથી, સુધતા નથી, વિગેરે જાણવુ. તેમાં આહિર વિના કેવળીનુ પણ શરીર પ્લાન ભાવ પામે છે. તે તે સિવાયના બીજા જે સ્વભાવથીજ ભંગુર શરીરવાળ! છે તેનુ... શું કહેવુ... ? પ્રઃ—કેવળી વિનાના સાધુએ અકૃતાર્થ છે, અને સુધા વેદનીયના સદ્ભાવ છે. તેથી તે આહાર કરે છે અને દયા વિગેરે મહાત્રતે પાળે છે એ માનવુ ડીક છે પણુ, કેવળી તા નિયમથી મેક્ષમાં જનાર છે. ત્યારે શા માટે શરીરને ધારે છે ? અને તે ધારણ કરવા શુ કામ ખાય છે ?
.