________________
(૮૭) અથવા સૂત્ર વડેજ તેની અલાઘા બતાવવા કહે છે, તે આ સાધુ બનીને વિવિધ રીતે ભમતે સાધુપણાથી ભ્રષ્ટ થયલે છે. વીસા ( ) વડે અત્યંત જુગુપ્સા (નિંદા) બતાવે છે. વળી, ( ગુરૂ શિષ્યને કહે છે.) તમે જુઓ, કર્મની પ્રબળતા કેવી છે? કે, જેમનું નશીબ કુટેલું છે, તેવા ઉદ્યુતવિહારી ( ઉત્તમ સાધુ) સાથે રહેવા છતાં પણ, હજુ તેઓ શિથિળ વિહાર બની રહ્યા છે, તથા સંયમ અનુષ્ઠાન વડે વિનયશીળ બનેલા સાથે રહીને તેઓ નિર્દય બનેલા પાપ અનુષ્ઠાન કરનારા છે, તથા વિરત સાથે અવિરત, કવ્ય, ભૂત સાથે અદ્રવ્ય ભૂત પાપનાં કલું કથી અંકિત થવાથી એવા ઉત્તમ સાધુઓ સાથે વસતાં પણ સુધરતા નથી. (અર્થાત્ જગતમાં સારા સાધુએ નજરે જોવા છતાં પણ, ઢીલા સાધુ સુધરતા નથી.) આવા ઢીલા સાધુને એ જાણીને શું કરવું? તે કહે છે–હે સાધુ! તું પંડિત છે. સાત ફેય છે, મર્યાદામાં રહેલ મેઘાવી છે, વિષય સુખની તૃણ તે દૂર કરી છે, તથા તું વીર હેવાથી કર્મ વિદારણ કરવામાં શકિતવાન છે, તેથી સર્વજ્ઞપ્રણીત ઉપદેશના અનુસાર સર્વદા સંયમ અનુષ્ઠાનમાં વર્તજે. આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે –
ધૂત અધ્યયનને થે ઉદ્દેશ સમાપ્ત.
-
-
-