________________
, (૫૩)
એ પ્રમાણે ઉપકરણના લાઘવપણાથી કર્મને ક્ષય કરનારે તપ નિશ્ચયથી ઉત્તમ સાધુ કરે છે.
એ પ્રમાણે કહેલ કમ વડે ભાવ લાઘવ માટે ઉપકરણ લાઘવને તપ કરે છે, એ કહેવાને સાર છે. '',
વળી તે ઉપકરણના લાઘવથી કર્મ ઓછાં થાય છે, અને કર્મ ઓછાં થવાથી ઉપકરણ લાઘવ મેળવતાં તૃણ વિગેરેના સ્પર્શી સહેતાં કાય કલેશરૂપ બાહા તપ પણ થાય છે. તેથી તે સાધુ સારી રીતે સહે છે. આ મારૂં કહેલું નથી, એવું સુધર્માસ્વામી કહે છે કે જે મેં કહ્યું અને હવે પછી કહીશ તે બધું ભગવાન મહાવીરે પોતે પ્રકર્ષથી અથવા શરૂઆતમાં કહેલું છે. પ્ર–જે ભગવાન મહાવીરે કહ્યું છે, તેથી શું સમજવું? ઉ–ઉપકરણ લાઘવ અથવા આહાર લાઘવ તપરૂપ છે, એવું જાણીને શું કરવું તે કહે છે. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી તેમાં લઘુતા રાખવી જેમકે દ્રવ્યથી આહાર ઉપકરણમાં લાઘવ પણું રાખવું (એટલે જરૂર જેટલાં જ રાખવાં) ક્ષેત્રથી બધાં ગામ વિગેરેમાં બેજારૂપન થવું. કાળથી દવસ અથવા રાતમાં અથવા દુકાળ વિગેરે ખરાબ વખતમાં શાંતિ રાખવી તથા ભાવથી કૃત્રિમ અને મલિન વિગેરે કુભાવ ત્યાગવા ( અર્થાત્ પિતે કષ્ટ સહન કરીને મનમાં કુભાવ ન કરતાં ચારિત્ર નિર્મળ પાળવું. તથા ગૃહસ્થને કે બીજા છેને કેઈપણ રીતે પીડાકારક ન થવું