Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/006044/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીજી સ્રીધાજલી ભાગ ૧ રતન પ પ્રવચનકાર આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્ર્વ૨જી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीयुत संपतराज सात 29 US महेश જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉધડતી જવાનીના ઉબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. રજના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્રમાં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના રુપે દીક્ષા જીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન' વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી' નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંધશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ટ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ / આ%7 મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી – ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ]]G]@[ી ભાગ - ૧ પ્રિવચન નં. ૧ થી ૨૪] . અઢારમી સદીના સમર્થ સાહિત્યસર્જક મહોપાધ્યાય વિનયવિજયજી વિરચિત ગેય કાવ્યગ્રંથ “શાન્તસુધારસ પર આધારિત પ્રવચનો. IT : પ્રવચનકારઃ જય આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ Page #4 -------------------------------------------------------------------------- ________________ -: ભાવાનુવાદઃ ' ડો. પ્રહલાદભાઈ પટેલ (M.A., PH.D.) વડનગર * સંકલન/સંપાદન * ભદ્રબાહુ વિજય ૦ પ્રકાશક – ' . શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે, મહેસાણા ૩૮૪ ૦૦૨ (ગુજરાત) ફોનઃ (૦૨૭૬૨) ૫૦૬૪૮ પ્રથમ પ્રકાશન : ૧૯૯૬ પ્ર. મત ૫૦૦ : મૂલ્યઃ રૂ. ૫૦/- [પચાસ રૂપિયા] . ટાઇપસેટિંગ મેક ગ્રાફિકસ, અમદાવાદ ફોન : ૬૫૭૬૧૨૨ મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી, અમદાવાદ ફોનઃ ૫૬૨૦૫૭૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય. છેલ્લા ૩૫ વરસથી અનવરત ગુજરાતી-હિન્દી-અંગ્રેજી સાહિત્ય પ્રકાશન કરતી સંસ્થા શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું નામ, આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાહિત્ય સર્જનની સાથે સાથે વધુ ને વધુ લોકપ્રિય બનતું ચાલ્યું છે. દીર્ઘકથાઓ, કથાઓ, પ્રવચનો, પત્રસાહિત્ય, તત્ત્વજ્ઞાન વિવેચના અને બાળકો માટે વિવિધ સાહિત્યના સમૃદ્ધ પ્રકાશનો એક પછી એક લોકો સુધી પહોંચતા રહ્યા છે અને સમાદર પામ્યા છે. અમારી સહયોગી સંસ્થા અરિહંત પ્રકાશનના માધ્યમથી દર મહિને અરિહંત હિન્દી માસિકપત્ર દ્વારા પૂજ્ય આચાર્યદેવનું નિત્યનૂતન સાહિત્ય બહોળા વાચકવર્ગ સુધી પહોંચે છે. મોટા ભાગનું એ હિન્દી સાહિત્ય ગુજરાતીમાં રૂપાંતરિત થઈને પુસ્તકોના રૂપમાં પ્રગટ થાય છે અને ટ્રસ્ટના આજીવન સદસ્યોને તથા અન્ય વાચકોને નિયમિત ઉપલબ્ધ થાય છે. પૂજ્ય ગુરુદેવના અન્ય સાહિત્યની જેમ પ્રવચનોનું સાહિત્ય, ખાસ કરીને સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે. ‘શાંતસુધારસ’ ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો કર્યા - લખ્યા...એ આજે શબ્દસ્થ થઈને પુસ્તકરૂપે તમારા હાથમાં પહોંચે છે. મૂળભૂતરૂપે આ પ્રવચનો હિન્દીમાં લખાયા છે. ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું છે, વડનગરના વિદ્વાન પ્રોફેસર પ્રહ્લાદભાઈ પટેલે ! આ પ્રવચનોનો સ્વાધ્યાય અવશ્યમેવ તમારા આત્માને-મનને પ્રસન્નતા આપશે. આધિ- વ્યાધિ અને ઉપાધિના જંગલ જેવા સંસારમાં રહીને પણ સમત્વની સાધના કરનારા યોગી બનવાના પ્રયત્નોમાં ઉપયોગી બનશે. ટ્રસ્ટીગણ શ્રી વિ. ક. પ્ર. ટ્રસ્ટ Page #6 -------------------------------------------------------------------------- ________________ મનની વાત શાંતસુધારસ ! મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજની અદ્ભુત અને અનુપમ રચના! આ ગ્રંથ પ્રત્યે મને મારા દીક્ષાજીવનના પ્રારંભિક વર્ષોથી આકર્ષણ રહ્યું છે...ખેંચાણ રહ્યું છે. આખો ગ્રંથ કંઠસ્થ કરીને એને ગાવામાં નિજાનંદની અનુભૂતિનો આછેરો અણસાર જોયો છે. જામ્યો છે અને માણ્યો છે ! અનેક વખત આ ગ્રંથની ગાથાઓ.. ભાવનાઓ ઉપર પ્રવચનો કર્યા છે. મોટા , જનસમૂહમાં અને જિજ્ઞાસુઓના નાના વર્તુળમાં ! આ ગ્રંથને ગાવામાં.. એના ઉપર પ્રવચનો કરવામાં વધારે આગ્રહભર્યો ફાળો રહ્યો છે વયોવૃદ્ધ ગાંધીવાદી શ્રી શાંતિભાઈ સાઠંબારનો! સને ૧૯૬૬ ના માર્ચ-એપ્રિલના મહિનામાં થયેલા એમના પ્રથમ પરિચયથી માંડીને સને ૧૯૯૨માં એમના પાર્થિવ દેહનું નિધન થવા સુધીના વરસોમાં જ્યારે જ્યારે શાંતિભાઈ મળ્યા છે ત્યારે ‘શાંતસુધારસ'નું ગાન અને એનું વિવેચન....એમાં રહસ્યાયેલા જીવનમૂલ્યોનું રસપાન કર્યું છે.કરાવ્યું છે ! શાંતિભાઈ તો શાંતસુધારસના જાણે આશક હતા. મસ્ત ગાયક હતા...અને અદકેરા પ્રશંસક હતા. એમના પ્રાણોમાં શાંતસુધારસ સારી રીતે રમી ગયું હશે માટે જ એમની જીવનસંધ્યાની ક્ષિતિજ-પર શાંતસુધારસ અને ખાસ કરીને માધ્યસ્થ-ભાવનાના રંગો રેલાયા હતા ! એમનો આત્મભાવ શાંતસુધારસથી તરબોળ હતો. એમના ભત્રીજા તથા ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર વાડીભાઈ (ભરૂચવાળા) પણ શાંતસુધારસના તૃષાતુર અભિલાષક છે. આ શાંતસુધારસ ગ્રંથને, એની ભાવનાઓને. એના શ્લોકોને શાસ્ત્રીય રાગોમાં શ્રુતિમધુર રીતે સ્વરબદ્ધ કરવાનો તથા સ્વરાંકિત કરીને વહેતા કરવાનો સફળ શ્રેય ઘાટકોપર, મુંબઈના સંગોઈ પરિવારના કેતન, કૌશિક તથા કલ્પના આ ભાઈબહેનની ત્રિવેણીને જાય છે. એમાંયે ગોવાલિયા ટેન્કમાં સને ૧૯૯૧ના ચાતુર્માસ દરમિયાન ૧૬ દિવસના શાંતસુધારસના ગાન મહોત્સવ દરમિયાન જે પ્રવચનો થયા, એ પ્રવચનો સુશ્રી કલ્પના સંગોઈએ અક્ષરાંકિત કરી લીધા અને આ પ્રસ્તુત પ્રવચનો કરવામાં - લખવામાં એ બધું પ્રબળ પરિબળ બની ગયું. મદ્રાસની સુશ્રી પૂનમ એસ. મહેતાએ મારી ભાવના અને ઈચ્છા મુજબ પોતાના અંગ્રેજી ભાષાના શોધપ્રબંધના વિષય તરીકે શાંતસુધારસ ગ્રંથની પસંદગી કરી. ખૂબ મહેનત... ખંત અને લગનપૂર્વક અધ્યયન, મંથન કરીને મારા માર્ગદર્શન તળે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી યશસ્વી રીતે “શાંતસુધારસ ઉપર શોધપ્રબંધ લખીને Page #7 -------------------------------------------------------------------------- ________________ PH.D. ની ડિગ્રી પણ મેળવી. ‘શાંતસુધારસ'ને આમ વિધવિધ રૂપે પ્રસારવામાં મને જે ભીતરી તૃપ્તિ.. ભીતરી આનંદનો અહેસાસ મળ્યો છે. એ લાગે છે...ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ પ્રત્યે કોઈ જન્મજન્માંતરનો ઋણાનુબંધ હશે ! ૧૬ ભાવનાઓ ઉપર કુલ ૭ર પ્રવચનો લખાવાની ધારણા છે. એમાંથી ૨૪ પ્રવચનોના સંકલનરૂપે પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. બાકી પ્રવચનો જેમ જેમ લખાશે તેમ તેમ પ્રગટ થશે. આમ તો આ પ્રવચનો મેં હિન્દીમાં લખ્યા છે. આનું રસમય ગુજરાતી શ્રી પ્રફ્લાદભાઈ પટેલે કર્યું છે. પ્રલાદભાઈ પોતે જૈન તત્ત્વજ્ઞાનના સારા અધ્યેતા છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથ વૈરાગ્યકલ્પલતા” ઉપર એમણે ગુજરાત વિશ્વવિદ્યાલયથી શોધપ્રબંધ લખીને PH.D.ની ડિગ્રી મેળવી છે. મારા ઘણાં પુસ્તકોના અનુવાદો એમણે કર્યા છે. મારી લેખન - સર્જનયાત્રા હવે પહેલા જેવી અસ્મલિત રહી નથી. શરીરનું નબળું પડતું તથા કથળતું સ્વાથ્ય હવે સાતત્યભર્યો સાથ આપવાની આનાકાની કરે છે, ત્યારે જ્હોન આદમ્સ' નામના વિદેશી સર્જકની પોતાની જાત વિષેની નુત્તેચીની યાદ આવે છે. [એક મિત્રે તબિયતના હાલ પૂક્યા એના પ્રત્યુત્તરમાં જણાવતાં જહોન આદમ્સ કહે છે.] પવનના સતત મારાથી ઘસાઈ ગયેલા અને તોફાનોથી ભાંગી ગયેલા એક નબળા જર્જરિત, ખખડી ગયેલા મકાનમાં અત્યારે હું રહું છું અને મને ખ્યાલ છે કે મકાનમાલિકને હવે આ ઘર રિપેર કરવામાં બહુ રસ નથી...' આમ છતાંયે જ્યાં-જ્યારે-જેટલું શરીર સાથ આપે તો મારે મારી સર્જનયાત્રા ચાલુજ રાખવી છે...સર્જનની યાત્રામાં જ વિસર્જન એ તો પ્રભુ મહાવીરના નિવણને સહજ સ્મરાવી દે એવું આલંબન છે! યાત્રા તો અનવરત ચાલે છે. રસ્તો બદલાય... ક્યારેક મુકામ બદલાય વિશ્રામસ્થાન બદલાય..પણ મંજિલ તો એ જ રહે છે. મારી આ સર્જનયાત્રા તમારી અંતરયાત્રામાં ભાથું પૂરું પાડે... આ ભાવનાઓનું સર્જન... અહંભાવનું વિસર્જન કરે... આત્મભાવનું નવસર્જન કરે.. એ જ પરમાત્માના ચરણોમાં અભ્યર્થના. 65-B શ્યામલ રૉ હાઉસ-૩ અમદાવાદ ૩-૮-૯૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ = = = = = મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત શ્રી શાન્તસુધારસ કાવ્ય ભાવના શ્લોક સંખ્યા ગેય ગાથા પ્રસ્તાવના ૧. અનિત્ય ભાવના ૨. અશરણે ભાવના ૩. સંસાર ભાવના ૪. એકત્વ ભાવના પ. અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરા ભાવના ૧૦. ધર્મપ્રભાવ ભાવના ૧૧. લોકસ્વરૂપ ભાવના ૧૨. બોધિદુર્લભ ભાવના મૈત્રાદિભાવ પ્રસ્તાવના ૧૩. મૈત્રી ભાવના ૧૪. પ્રમોદ ભાવના ૧૫. કરુણા ભાવના ૧૬. માધ્યચ્ય ભાવના ઉપસંહાર – પ્રશસ્તિ = 9 0 0 7 8 9 7 ) શ્લોક - ૧૦૬ ગેય ગાથા - ૧૨૮ ૨૩૪ ગાથામય શ્રી શાંતસુધારસ કાવ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ દ | મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી જન્મ : વિ. સં. ૧૬૬૧ની આસપાસ કાલધર્મ : વિ. સં. ૧૭૩૮ માં રાંદેર (સુરત). માતાનું નામ : રાજેશ્રી પિતાનું નામ ': તેજપાલ ગુરુનું નામ : ઉપાધ્યાયશ્રી કીતિવિજયજી શ્રદ્ધેય આચાર્યપ્રવર : શ્રી વિજયપ્રભસુરિજી (ભગવાન મહાવીરની ૨મી પાટે આવેલા આચાર્યશ્રી) - • સર્જનયાત્રા ૦ ક્રમ ગ્રંથનું નામ શ્લોક સંખ્યા ભાષા | . વિષય ૧. અધ્યાત્મગીતા ૩૩૦ ગુજરાતી | અધ્યાત્મ અહંન્નમસ્કાર સ્તોત્ર સંસ્કૃત પરમાત્મ સ્તવના ૩] આદિજિન વિનંતિ પ૭ ગાથા ગુજરાતી | પરમાત્મ સ્તવના ૪| આનંદ લેખ ર૫ર પદ્ય | સંસ્કૃત | વિજ્ઞપ્તિ પત્ર પી આયંબિલ ની સઝાય ૧૧ ગાથા ગુજરાતી તપ મહત્ત્વ ૬ ઇદૂત કાવ્ય ૧૩૧ | સંસ્કૃત સંદેશમય વિવરણ ૭ ઈરિયાવહી' સજઝાય ૨૬ ગાથા ગુજરાતી | ક્રિયા વિવરણ ૮] ઉપધાન સ્તવન ૨૪ ગાથા ગુજરાતી | ક્રિયા વિવરણ ૯ કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૪૧૫૦ | સંસ્કૃત | કલ્પસૂત્ર ઉપર વિસ્તૃત | ટીકા ૧૦ ગુણસ્થાન ગર્ભિત ૭૩ ગુજરાતી | આત્મવિકાસનું વીરસ્તવન ૧૧ જિણચેઇયથાવણ પ્રાકૃત સ્તવના ૧૨| જિનચોવીશી ગુજરાતી સ્તવના ૧૩ જિનપૂજન ચૈત્યવંદન ગુજરાતી | ક્રિયા વિવરણ ૧૪ જિન સહસ્રનામ | સંસ્કૃત | પરમાત્મા પ્રભાવ ૧૫ ધર્મનાથ સ્તવના ગુજરાતી રૂપકાત્મક કાવ્ય ૧૬ નયકર્ણિકા સંસ્કૃત | જૈન ન્યાય (Logic) ૧૭ નેમનાથ બારમાસી ગુજરાતી | બાર મહિના વિવરણ ૧૮ નેમિનાથ ભ્રમર ગીતા ગુજરાતી | ફાગુ કાવ્ય ૧૯ પ્રત્યાખ્યાન વિચાર ગુજરાતી પચ્ચખ્ખાણ વિચાર | વિવરણ ૧૨) ૧૨ ૧૪૯ ૧૩૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ (ક્રમ | ગ્રંથનું નામ શ્લોક સંઓ ભાષા વિષય ૨૦ પાંચ સમવાય સ્તવન ગુજરાતી |પંચ કારણ વિવરણ ૨૧| પટ્ટાવલી સઝાય ૭ર | ગુજરાતી | | શ્રમણ પરંપરા ૨૨ પુષ્પપ્રકાશ સ્તવન ગુજરાતી | આત્મ આરાધના ૨૩ ભગવતી સૂત્ર સક્ઝાય ૨૧ ગુજરાતી સૂત્ર સ્તવના, ૨૪મદેવા માતા સઝાય | ગુજરાતી સ્વ ૨૫ લોકપ્રકાશ ૨૦૨૧ | સંસ્કૃત તત્ત્વજ્ઞાન ગાથા ૨૬| વિજય દેવસૂરિ લેખ ૩૪ ગાથા ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૨૭ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ ૮૨ પદ્ય મિશ્ર સંસ્કૃત | વિજ્ઞપ્તિપત્ર ૨૮ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ - | ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૨૯ વિનયવિલાસ ૩૭ પદ્ય મિશ્ર હિન્દી | અધ્યાત્મ (૧૭) ગાથા) ૩૦ વિહરમાન જિન વીશી ૧૧૬ ગાથા ગુજરાતી | સ્તવના ૩૧ વૃષભતીર્થપતિ સ્તવન ગાથા | સંસ્કૃત સ્તવના ૩ર શાંતસુધારસ ૨૩૪ પદ્ય સંસ્કૃત | ૧૬ ભાવના (૩પ૦ | વિવરણ * ગાથા) ૩૩| શાશ્વત જિન ભાસ ગુજરાતી | સ્તવના ૩૪ | શ્રીપાલ રાજા રાસ ૭૫૦ ગાથા ગુજરાતી | કથા જીવનચરિત્ર ૩૫ ષ ત્રિશન્જલ્પ સંગ્રહ સંસ્કૃત | વાદવિવાદ ૩૬ ષડાવશ્યક સ્તવન ૪૩ ગાથા ગુજરાતી | ક્રિયા વિવરણ ૩૭ સીમંધર ચૈત્યવંદન ૩ ગાથા | ગુજરાતી સ્તવના ૩૮ સૂરત ચૈત્ય પરિપાટી ૧૪ ગાથા ગુજરાતી | ઇતિહાસ વિવરણ (૧૨૭ પંક્તિ ) ૩૯ હેમ પ્રકાશ ૩૪000 | સંસ્કૃત | વ્યાકરણ ૪૦ હેમ લઘુ પ્રક્રિયા ૨૫૦૦ સંસ્કૃત વ્યાકરણ શ્રીપાલ રાસ'ની રચના દરમિયાન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થઈ જાય છે. ત્યાર બાદ એમના સમકાલીન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ શ્રીપાલ રાસની બાકીની ૫૦૨ ગાથાની રચના કરે છે અને એ રીતે વિનયવિજયજીની છેલ્લી કૃતિ પૂર્ણ બને છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘શાંતસુધારસ’ મહાકાવ્યના સર્જક મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મ. નું સ્મારક તથા ગુરુમૂર્તિ (રાંદેર-સૂરત) Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીધારી પ્રવચન ૧ : સંકલના : પ્રસ્તાવના આ ભવ-વન છે. ♦ ` અવિરત આસ્રવ-જલની વર્ષા ૭ ભવ-વનમાં સર્વત્ર કર્મોની વેલ ૭ ભવ-વનમાં સર્વત્ર મોહાન્ધકાર ૭ તીર્થંકરોની વાણી ♦ તીર્થંકરોની દિવ્ય કરુણા ♦ જિનવાણી પર વિશ્વાસ જિનવચન રક્ષા કરે છે. ૭ જિનવાણીએ આપઘાતથી બચાવ્યો. સગર ચક્રવર્તી ડાકુ નરવીર ♦ જિનવાણી : કુમારપાળ Page #14 -------------------------------------------------------------------------- ________________ नीरन्धे भवकानने परिगलत् पञ्चासवाम्भोधरे, नानाकर्म-लतावितानगहने मोहान्धकारोधुरे । भ्रान्तानामिह देहिनां हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ १॥ જે મહાપુરુષનો જીવનકાળ વિ. સં. ૧૬૬૧થી ૧૭૩૮નો ગાળો હતો. જેની માતાનું નામ રાજેશ્રી અને પિતાનું નામ તેજપાલ હતું, એ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની અદ્ભુત રચના છે ‘શાન્ત સુધારસ.' આ સંસ્કૃત ગેય મહાકાવ્ય છે. આ મહાકાવ્યના માધ્યમ દ્વારા ઉપાધ્યાયજીની પ્રકાંડ અને પ્રચંડ પ્રજ્ઞા-પ્રતિભાનો પરિચય થાય છે. તેમના આંતર-બાહ્ય વિરક્ત વ્યક્તિત્વની વિશેષતાઓ તેમાં વિલસી રહી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાઓમાં અનેક ગ્રંથોની રચનાઓ કરી છે. આ સર્વે રચનાઓમાં મને તેમની શાન્તસુધારસ સર્વોત્તમ - શ્રેષ્ઠ રચના લાગી છે. જો કે લોકપ્રકાશ, હૈમલઘુપ્રક્રિયા, નયકર્ણિકા વગેરે તેમના અનેક ગ્રંથો તેમની અપૂર્વ વિદ્વત્તાનો પરિચય કરાવે છે. “શ્રીપાલ રાસ' પણ તેમની લોકભોગ્ય - લોકપ્રિય સ-રસ રચના આજે આપણે તેમના શાન્તસુધારસ' મહાકાવ્ય પર પ્રવચનમાળાનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ. આ ગ્રંથ એમની શ્રેષ્ઠ રચના છે. ૧૬ ભાવનાઓ ઉપર ઉપાધ્યાયજીએ ગહન ચિંતન-મનન-મંથન કરીને, એ ભાવનાઓને છંદોબદ્ધ શ્લોકોમાં તેમજ ગેય કાવ્યોમાં પ્રવાહિત કરી છે. આ સામાન્ય રચના નથી, અસાધારણ રચના છે. ૨૫૦૦ વર્ષના સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં આવી વૈરાગ્યભરી અને અધ્યાત્મપરિપૂર્ણ મહાકાવ્યરચના આ એક જ છે. તેથી તે અદ્વિતીય રચના છે. કેટલાંય વર્ષોથી મારો તો આ પ્રિય સ્વાધ્યાય ગ્રંથ છે. અનેક વાર મેં એકાન્તમાં અને પ્રવચનોમાં રસપ્રચુર સ્વરમાં આ ભાવનાઓનું ગાન કર્યું છે, તેના ઉપર વિવેચન કર્યું છે. અનેક શોક-સંતપ્ત તેમજ શોકવ્યાકુળ જીવોને મનુષ્યોને એનાથી શાન્તિ, સમતા અને પ્રસન્નતા મળી છે. તમે લોકો પણ આ પ્રવચનમાળાના એકએક પ્રવચનને એકાગ્ર મનથી સાંભળશો તો અનુભવ કરશો - શાન્તિનો, સમતાનો, પ્રસન્નતાનો તથા સમાધિનો. આ ગ્રંથનું નામ જ “શાન્તસુધારસ છે. ગ્રંથકારે સ્વયં આ નામ આપ્યું છે. આ ગ્રંથમાં શાન્તરસની સુરનદી-ગંગા વહી રહી છે. વાસ્તવમાં આ મહાકાવ્યમાં શાન્તરસનો શીતળ અને મધુર પ્રવાહ વહી રહ્યો છે. આવશ્યકતા છે એ પ્રવાહમાં પ્રસ્તાવના Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્નાન કરવાની. કેટલાય કલાકો એ મહાપ્રવાહમાં પડ્યા રહો. જે રીતે પ્રચંડ તાપના દિવસોમાં લોકો તળાવમાં, નદીમાં, સરોવરમાં બાથ - Bathમાં પડ્યા રહે છે ને ? તે તાપથી બચે છે અને શીતળતા પ્રાપ્ત કરે છે. આમ સંતપ્ત મનને શાન્તિ આપવી હોય તો ‘શાન્તસુધારસ’ના બાથમાં સ્નાનાર્થે પ્રતિદિન આવતા રહો. આ ભવ-વન છે ઃ : અને ઉપાધ્યાયજીએ ગ્રંથનું મંગલાચરણ કરતાં તીર્થંકરોની રમ્ય, કરુણાસભર હિતકારી વાણીની સ્તુતિ કરી છે. આપણે પણ જિનવાણીને પ્રણમીને તેની સ્તવના કરીએ છીએ; કારણ કે જિનવાણી જ સંસારની ભવભ્રમણાને ટાળી શકે છે. જીવાત્માની સૌથી મોટી ભ્રમણા છે - ભવને નગર માનવાની, સ્વર્ગ માનવાની, સુંદર નગર યા તો ગ્રામ માનવાની... ભ્રમણા એટલે અસત્. ભ્રમણા એટલે જૂઠું ! જે નથી તે દેખાય છે... એ છે ભ્રમણા. રણપ્રદેશમાં જળ નથી હોતું તો પણ મૃગને જળ દેખાય છે, મનુષ્યને જળ દેખાય છે. એ ભ્રમણા છે. જળ હોતું નથી, છતાં જળ દેખાય છે, તે જળની - પાણીની ભ્રમણા છે. સંસાર નગર નથી, વન છે, ભીષણ વન. આ વાસ્તવિકતા છે. સંસારમાં સ્વર્ગનાં, નગરનાં દર્શન થાય છે તે ભ્રમણા છે, અસત્ય છે. સૌ પ્રથમ તો ભ્રમણામાંથી મુક્ત થવું જરૂરી છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો આવશ્યક છે. તમે કહેશો ‘અમને આંખોથી નગર...શહેર દેખાય છે, ગામ દેખાય છે, તો પછી ભ્રમણા માનીએ કેવી રીતે?’ તમારી જ આંખોથી રણમાં પાણી દેખાય છે ને ? તે ભ્રમણા હોય છે ને ? આપણી આંખોથી જ શ્વેત વસ્તુ પીળી દેખાય છે ને ? તે પણ ભ્રમણા જ હોય છે ને ? આંખો ઉપર વિશ્વાસ ન કરો. જિનવચન ઉપર વિશ્વાસ કરવો પડશે. ‘જગસ્મિથ્યા' જે જગત દેખાય છે તે મિથ્યા છે, તે સ્વર્ગ નથી, નગર કે ગામ નથી... જંગલ છે, કાનન છે, વન છે. આ વાત એકાન્તે બેસીને વિચારજો ! આંખો બંધ કરીને અને મનઃચક્ષુ ખોલીને વિચારજો, સંસાર વન દેખાશે ! સંસાર ઘોર જંગલસમો લાગશે. આ કોઈ કવિની કલ્પના નથી, કોઈ દુઃખી મનુષ્યના ઉદ્ગારો નથી; આ પૂર્ણ જ્ઞાની, કરુણાસાગર તીર્થંકર પરમાત્માનાં વચનો છે, એટલા માટે આ વાત વિશ્વસનીય છે, શ્રદ્ધાગમ્ય છે. જ્ઞાનના આલોકમાં દેખાતું સત્ય છે. અવિરત આસવ-જલવર્ષા : આ ભવ-વનમાં નિરંતર વર્ષા થતી રહે છે - ‘આસવોની,’ વાદળોમાંથી વર્ષા થતી રહે છે. કલ્પનાના આલોકથી વરસાદની કલ્પના કરવાની છે. સંપૂર્ણ સંસાર શાન્તસુધારસ : ભાગ ૧ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ વનમાં પાંચ આસ્રવોનાં વાદળો વરસે છે. પાંચ આસવોનાં વાદળ ! વાદળોને જાણો છો ને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યોગ અને પ્રમાદ. આ પાંચ આસ્રવો છે, અને એ જ ઘનઘોર વાદળો છે. વરસતાં વાદળો છે. અનંત જીવો એ વર્ષામાં ભીંજાઈ રહ્યા છે. આ તાત્ત્વિક દર્શન છે. તત્ત્વવૃષ્ટિથી દર્શન કરવાનું છે. મિથ્યાત્વ વરસી રહ્યું છે. અવિરતિ વરસી રહી છે. કષાયો વ૨સી રહ્યા છે. મન-વચન-કાયાના અશુભ યોગો વ૨સી રહ્યા છે. એવા વરસાદનું દર્શન કરવાનું છે. કરશો ને ? અવશ્ય કરવાનું છે. આપણે ભવ-વનમાં છીએ, ભટકી રહ્યા છીએ, અને આસ્રવોની વર્ષામાં ભીંજાઈ રહ્યા છીએ. આસ્રવોની આ વર્ષા જીવને માત્ર ભીંજવી રહી છે, એવું નથી, આ વર્ષાના કેટલાક નિશ્ચિત દુષ્પ્રભાવો હોય છે. પહેલી છે મિથ્યાત્વની વર્ષા. આ વર્ષમાં ભીંજાતો જીવ, આત્મતત્ત્વને માનતો નથી, જાણતો નથી, સ્વીકારતો નથી. દેહને જ, શરીરને જ આત્મા માને છે. પરમાત્મતત્ત્વ હોય છે, વાસ્તવિક હોય છે, તેનો પણ સ્વીકાર કરતો નથી. પરંતુ વાસ્તવમાં જે પરમાત્મતત્ત્વ નથી, તેને પરમાત્મા માને છે, જે સાચાં રૂપમાં ગુરુતત્ત્વ હોય છે તેને ગુરુ માનતો નથી, પરંતુ વાસ્તવમાં ગુરુ નથી હોતા તેને ગુરુ માને છે. જે ધર્મતત્ત્વ નથી હોતું, એને ધર્મ માને છે અને જે સાચું ધર્મતત્ત્વ હોય છે તેનો સ્વીકાર કરતો નથી. જેવી જોઈએ એવી આસ્તિકતા હોતી નથી, જેવો જોઈએ એવો ભવવૈરાગ્ય હોતો નથી. મોક્ષરાગ હોતો નથી. દુઃખી જીવો પ્રત્યે કરુણા નથી હોતી અને કષાયો પણ ઉપશાંત હોતા નથી. મિથ્યાત્વની વર્ષામાં ભીંજાતા જીવોની આ પરિસ્થિતિ હોય છે. બીજી ‘અવિરતિ'ની વર્ષા હોય છે. અવિરતિની વર્ષામાં ભીંજાતા જીવોમાં એક મોટી વિકૃતિ આવે છે. એ જીવોને કોઈ નાનુંમોટું વ્રત લેવાની, પ્રતિજ્ઞા લેવાની, નિયમ લેવાની ઇચ્છા થતી નથી. વ્રત ગ્રહણ કરવાનો ઉત્સાહ જ પેદા થતો નથી. વ્રતનિયમની વાતથી ગભરાય છે. હા, મિથ્યાત્વની વર્ષાથી ન ભીંજાનારો જીવ અવિરતિની વર્ષોથી ભીંજાતો હોય તો તે વ્રત-નિયમોની ઉપાદેયતાનો સ્વીકાર ક૨શે, પરંતુ વ્રત-નિયમનું પાલન નહીં કરી શકે. ‘હું વ્રત ગ્રહણ કરું’, એવો ભાવોલ્લાસ જ પ્રકટ થતો નથી. ત્રીજી વર્ષા થાય છે - કષાયોની. ક્રોધ-માન-માયા અને લોભની વર્ષા ભવ-વનમાં થતી રહે છે. જીવો કષાયવર્ષામાં ભીંજાતા રહે છે. તેઓ ક્રોધી બને છે, અભિમાની બને છે. માયા કરે છે અને લોભી બની જાય છે. જે જીવ મિથ્યાત્વની વર્ષામાં ભીંજાતા નથી, તેમની ઉપર કષાયોની વર્ષાનો પ્રભાવ કંઈક ઓછો થાય છે. અવિરતિની વર્ષામાં જેઓ વધારે ભીંજાતા નથી એમની ઉપર પણ કષાયોની અસર પ્રસ્તાવના ૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ અલ્પ પડે છે. કષાયોની વર્ષાથી બચવું - પૂર્ણરૂપમાં બચવું, ભવ-વનમાં અશક્યવત્ છે. થોડુંઘણું તો ભીંજાવું જ પડે છે. ભવ-વનમાં ભટકતા જીવોની આ એક પરવશતા ચોથી વર્ષો હોય છે -મન-વચન-કાયાના શુભાશુભ યોગોની, અશુભ યોગોની. અશુભ યોગોની વર્ષથી જીવોનાં મન બગડે છે. ખરાબ વિચારો આવતા રહે છે. અશુભ ધ્યાન થતું જાય છે. મનની વિકૃતિની સાથે વાણીની વિકૃતિ પણ થઈ જાય છે. અપ્રિય, અસત્ય અને અહિતકારી બને છે વાણી. જીવાત્મા અપ્રિય, અસત્ય અને અહિતકર જ બોલે છે. ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે. આ તો થઈ અશુભ યોગોની વર્ષના પ્રભાવોની વાત. શુભ યોગોની વર્ષોથી આનાથી વિપરીત પ્રભાવ પડે છે. મનમાં સારા વિચારો આવે છે. વાણી પ્રિય, સત્ય અને હિતકારી બને છે. શરીરથી, પ્રવૃત્તિઓ પણ પ્રશસ્ત જ થાય છે. કોઈ વાર શુભ યોગોની વર્ષમાં ભીંજાવાનું તો કોઈ વાર અશુભ યોગોની વર્ષમાં ભીંજાવાનું થાય છે - યોગોની વષ નિરંતર થતી જ રહે છે. પાંચમી વર્ષા થાય છે - પ્રમાદોની. પ્રમાદોની વર્ષમાં ભીંજાતા જીવોની અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. મુખ્ય રૂપથી પાંચ વિકૃતિઓ થાય છે. પ્રથમ વિકૃતિ છે નિદ્રા. એવા જીવોને નિદ્રા વધારે આવે છે. વધારે ઊંઘવાનું એમને પ્રિય હોય છે. બીજી વિકૃતિ છે વિષયલાલસાની. પાંચ વિષયોના પ્રિય વિષયોનો વધારે ઉપભોગ કરે છે. ત્રીજી વિકતિ છે કષાયોની. તેઓ કષાયો કરતા રહે છે. ચોથી વિકૃતિ હોય છે વિકથાઓ કરવાની. વિકત. કથાઓને વિકથાઓ કહે છે. શૃંગારપ્રધાન વાતો કરે છે, ભોજનવિષયક ચર્ચા કરતા રહે છે, દેશસંબંધી ફાલતું વાતો કરે છે અને દેશનેતાઓની બાબતમાં નિપ્રયોજન આલાપ-પ્રલાપ કરતા જ હોય છે. પ્રમાદ-વષમાં ભીંજાનારાની આ સ્થિતિ થાય છે. પાંચમી વિકૃતિ છે આળસ. કોઈ પણ કાર્ય આવા માણસો સમયસર નથી કરતા. એમનું ચાલે તો કાર્ય કરશે જ નહીં, સુસ્ત પડ્યા રહેશે. પોતાના કર્તવ્યોનું પાલન નહીં કરે. જો મિથ્યાત્વની વર્ષમાં જીવન ભીંજાય તો અવિરતિની વર્ષમાં ઓછો ભીંજાશે, અને તેનાથી પ્રમાદ-વષનો પ્રભાવ ઓછો પડે છે. * સદેવ યાદ રાખવું કે આ ભવ-વન છે. *સદૈવ યાદ રાખવું કે આ ભવ-વનમાં પાંચ આગ્નવોનાં વાદળો વરસી રહ્યાં છે. એ વર્ષમાં અનંત અનંત જીવો ભીંજાતા રહે છે, એવી કલ્પના કરતા રહેવું. આપણે પણ ભીંજાઈ રહ્યા છીએ એમ માનવું. ભવ-વનની ભયાનકતાનો ખ્યાલ રહેશે તો સંસાર પ્રત્યે રાગ નહીં રહે. વિષયાસક્તિ નહીં ટકે. ઉપાધ્યાયજીએ ગ્રંથના શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં જ જ્ઞાનવૃષ્ટિથી સંસારનું સ્વરૂપદર્શન કરાવ્યું છે. સ્વરૂપદર્શન કરાવીને કહે છે કે આ સંસારમાં તીર્થંકરની વાણી જ જીવોનો સહારો છે. ભવ-વનમાં સર્વત્ર કર્મોની વેલ : વનમાં - જંગલમાં જમીન ઉપર શું હોય છે ? કાંકરા હોય છે, વૃક્ષો હોય છે, છોડવાં હોય છે અને વેલીઓ હોય છે. ભવ-વનની જમીન ઉપર સર્વત્ર કર્મોની વેલડીઓ ફેલાયેલી છે. જમીનનો એક ટુકડો પણ એવો નથી કે જ્યાં કર્મોની વેલીઓ ફેલાયેલી ન હોય ! ઊર્ધ્વલોક હોય, મધ્યલોક હોય યા અધોલોક હોય - સર્વત્ર કર્મવેલડીઓ ફેલાયેલી - ફૂટેલી છે. જીવ જ્યાં પગ મૂકે છે ત્યાં કર્મોની વેલીઓ પગમાં વીંટળાઈ વળે છે. મુખ્ય રૂપે કર્મોની વેલી આઠ પ્રકારની હોય છે. અવાંતર પ્રકા૨ ૧૫૮ છે. આમ તો અવાન્તરના ય અવાન્તર પ્રકારો છે. મુખ્ય આઠ પ્રકાર છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય. અવાન્તર પ્રકારો છે - જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ, મોહનીયના ૨૮, અંતરાયના ૫, નામના ૧૦૩, ગોત્રના ૩, વેદનીયના બે અને આયુષ્યના ચાર. આના ય અવાન્તર ભેદ છે. આ સર્વ વેલો ભવભૂમિ ઉપર ફેલાયેલી છે. જીવ જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં કર્મોની વેલી એના પગે વીંટળાઈ વળે છે. સમજ્યા ને ? ઘરમાં હો કે મંદિરમાં, દુકાનમાં હો કે ધર્મસ્થાનમાં, હીલસ્ટેશન ઉ૫૨ હો કે તીર્થસ્થાનમાં,. કર્મોનું બંધન થતું જ રહે છે. એક આયુષ્ય કર્મને બાદ કરતાં અન્ય સર્વે કર્મો બંધાતાં જ રહે છે. શુભ કર્મ યા અશુભ કર્મ બંધાતાં જ રહે છે. સંસારમાં એવી એક પણ જગા નથી કે જ્યાં જીવ કર્મબંધ ન કરતો હોય ! કર્મ બંધાતાં રહે છે અને કર્મ ઉદયમાં આવતાં રહે છે. એ વાતને ઉપાધ્યાયજીએ કાવ્યાત્મક શૈલીમાં બતાવી છે : 'नानाकर्म- लतावितानगहनें' વિવિધ પ્રકારનાં કર્મોની વેલથી ગહન ભવ-વનમાં અનન્ત ભ્રાન્ત જીવો ભટકી રહ્યા છે ! કલ્પના કરવાની છે. ભવ-વનની કલ્પના કરો. એમાં આસ્રવોની વર્ષાની કલ્પના કરો. જમીન ઉપર સર્વત્ર કર્મોની લતાઓ ફેલાયેલી પડી છે...સમગ્ર ભૂમિ કર્મલતાઓથી આચ્છાદિત છે - ભરી પડી છે. જીવોએ સર્વત્ર કર્મલતાઓ ઉપર પગ મૂકવાનો છે. કેટલીક લતાઓ વીંટળાઈ વળે છે. કેટલીક લતાઓ છૂટી જાય છે. અનાદિકાળથી આ ક્રમ ચાલ્યા કરે છે. ભવ-વનની આ એક ભયાનક સ્થિતિ છે. કેટલીક કર્મલતાઓ જીવોને લપેટી લે છે અને દુઃખી કરે છે. તો વળી કેટલીય S પ્રસ્તાવના Page #19 -------------------------------------------------------------------------- ________________ લપેટાઈને સુખ આપે છે! ભવ-વનમાં કેટલીક જગાઓ એવી હોય છે જ્યાં જીવોને દુઃખ જ દુઃખ હોય છે. એ જ રીતે કેટલીક જગાએ ભવ-વનમાં એવી પણ વેલીઓ હોય છે કે જે સુખ જ સુખ અર્પતી હોય છે, પરંતુ ત્યાં ય નવી દુઃખદાયિની કર્મલતાઓ જીવોને ચોંટી પડે છે - વીંટળાઈ વળે છે. કર્મલતાઓ એ રીતે લપેટાઈ રહે છે કે જીવોને તેનો ખ્યાલ પણ આવતો નથી કે મારા શરીર પર (આત્મા પર) કર્મોની લતાઓ વીંટળાઈ વળી છે. લતાઓની આ વિશેષતા હોય છે. પરંતુ જ્યારે વીંટળાયેલી વેલીઓ પોતાનો પ્રભાવ બતાવે છે ત્યારે જીવોને ખબર પડે છે. સુખ-દુઃખ, શાન્તિ-અશાન્તિ બધું જ કર્મલતાઓનો પ્રભાવ હોય છે! ભવ-વનમાં સર્વત્ર મોહાલ્પકાર : પહેલી વાત ભવ-સંસાર વન છે. બીજી વાતઃ ભવ-વનમાં આસવોની વર્ષા થઈ રહી છે. ત્રીજી વાતઃ ભવ-વનમાં સર્વત્ર કમની લતાઓ ફેલાયેલી છે. - હવે ઉપાધ્યાયજી ચોથી વાત જણાવે છે કે ભવ-વનમાં સર્વત્ર અંધકાર છે. પ્રકાશનું એક પણ કિરણ નથી. પ્રગાઢ અંધકાર વ્યાપ્ત છે ભવ-વનમાં. એ અંધકાર છે મોહનો, અજ્ઞાનનો. ઉપાધ્યાયજી કહે છે : મૌલાન્યોઘુર (ભવ-વને) અંધકારમાં સાચો માર્ગ સારી રીતે દેખાતો નથી. જીવ અંધારામાં ભટકાઈ પડે છે અને ખોટા માર્ગે ચાલે છે. અંધકારમાં સાચા અને ખોટા માર્ગનો નિર્ણય કરી શકાતો નથી. સંભવ છે કે ખોટા માર્ગને સાચો માની લે અને સાચા માર્ગને ખોટો માની લે. આ તો મોહનો અંધકાર ! અતિ ભયાનક હોય છે આ મોહ-અંધકાર. આટલો તો રાત્રિનો અંધકાર પણ ભયંકર હોતો નથી. ભોંયરાનો અંધકાર પણ નહીં. થોડીક કલ્પના તો કરો - જંગલ છે, ભયાનક છે, એમાં મૂશળધાર વષ થઈ રહી છે. જમીન પર સર્વત્ર વિભિન્ન પ્રકારની લતાઓ ફેલાયેલી પડી છે... સર્વત્ર માત્ર ઘોર અંધકાર, અને આપણો કોઈ સાથી નથી. આપણે અંધારામાં ભટકી રહ્યા છીએ. કેવી ભયાનક કલ્પના છે? તમે તમારી જાતને એવા ઘોર જંગલમાં ભૂલ્યાભટક્યા માની લો. કંપી ઊઠશો! રોવા લાગશો, અને એ સમયે કદાચ તમારા મુખમાંથી પોકાર પડી જાય - હે પ્રભુ, મારી રક્ષા કરો. મને આ ભયાનક વનમાંથી બચાવી લો.’ તો સંભવ છે કે તમારો પોકાર સંભળાશે અને તમને કોઈ બચાવનાર શાન્ત સુધારસઃ ભાગ ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ ક્યાંકથી આવી પણ જાય. તમને દિવ્ય અભય વચન સંભળાશેઃ “વત્સ, નિર્ભય થા, તારી રક્ષા હું કરીશ.' તીર્થકરોની સુધારસપૂર્ણ વાણી: : એ અભય વચન હોય છે તીર્થકર ભગવંતનાં, એ કરુણાપૂર્ણ વાણી હોય છે તીર્થંકર પરમાત્માની, કરુણાના સાગર તીર્થકર ભગવાન એટલા માટે તો પોતાની અમૃતમયી વાણી વહેવડાવે છે. ભવ-વનમાં ભૂલ્યા-ભટકતા જીવોનું પરમ હિતા કરવા માટે તીર્થકર ધર્મદિશના આપે છે. ધર્મતીર્થની સ્થાપના જ એ હેતુ માટે કરવામાં આવે છે. રોહિતાય પ્રવર્તિયામ તીર્થમિમ | ભગવાન ઉમાસ્વાતિજીનાં આ વચનો છે. જ્યારે પણ તમને ભવ-વનમાં ભય લાગે, સંતાપ જણાય; દુઃખની અનુભૂતિ થાય, ત્યારે તમારા હૃદયમાંથી વેદનાપૂર્ણ પોકાર નીકળવો જોઈએ. ભગવંત, મારી રક્ષા કરો, આપના સિવાય અન્ય કોઈ મારો સહારો નથી, શરણ નથી. પ્રભો ! મને આ ભયંકર ભવ-વનમાંથી બચાવી લો.’ હૃદયના પોકારો સંભળાય છે. રક્ષા થાય છે. ગમે તે રીતે કોઈ પણ નિમિત્તે - કોઈ પણ માધ્યમથી રક્ષણ થાય છે. વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે ” तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ . તીર્થકરોની અમૃતમયી રમ્ય વાણી આપની રક્ષા કરો. તીર્થંકર પરમાત્માની ઓળખાણ કરી છે? આંતર-બાહ્ય રૂપે તમે તીર્થંકર ભગવંતનો પરિચય પ્રાપ્ત કર્યો છે? તીર્થકરોની દિવ્ય કરુણા : તીર્થંકર પરમાત્મા વીતરાગ હોય છે. રાગ-દ્વેષથી રહિત હોય છે. ન કોઈના પ્રત્યે રાગ હોય છે કે ન તો કોઈ પ્રત્યે દ્વેષ હોય છે. છતાં પણ તે સંસારના તમામ જીવો પ્રત્યે - સંસારવનમાં - ભવ-વનમાં ભટકતા સર્વ જીવો પ્રત્યે કરુણાવંત હોય છે. તમે 'કરુણાને રાગ ન સમજો. રાગ કરુણા હોતો નથી. કરુણાનું સ્વરૂપ રાગ નથી હોતું. રાગ સ્વકેન્દ્રિત હોય છે, જ્યારે કરુણા સ્વકેન્દ્રિત હોતી નથી. પરંતુ વિનાશિની | બીજાંનાં દુઃખ મટાડવા માટે કરુણા હોય છે. એટલા માટે તો મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ અને આધ્યાત્મિક મહાપુરુષોએ તીર્થકરોને કરુણાસાગર’ કહ્યા છે. “કરૂણાનિધાન' કહે છે. કરણાનું ધામ' કહે છે. તેમને પોતાના ઉદ્ધારની પ્રાર્થના કરી છે, દુઃખનિવારણની અભ્યર્થના કરી છે. શું તમે જાણો છો કે તીર્થકર બનાવનાર તીર્થંકર નામકર્મ કોણ બાંધે છે? અને પ્રસ્તાવના | Page #21 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે બાંધે છે? ભગવાન મહાવીર તીર્થકર કેવી રીતે બન્યા હતા? તેમના પૂર્વજન્મોની કથાઓનું અધ્યયન કરવાથી ખ્યાલ આવશે. નંદનમુનિના રૂપમાં ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે તેમની દિવ્ય કરુણા ભાવના હતી. “મારામાં એવી શક્તિ પ્રગટ થાઓ કે જેથી હું ભવ-વનમાં ભટકતા સર્વે જીવોને પરમ સુખ પ્રદાન કરું.. સર્વને સિદ્ધ બુદ્ધ. મુક્ત બનાવી દઉં.' અને એવી શક્તિ પ્રાપ્ત કરવા માટે તેમને “વીસ સ્થાનક-તપ'ની ઉગ્ર સાધના કરી. લાખો ઉપવાસ કર્યો. જીવોના ઉદ્ધારની શક્તિ સસ્તામાં નથી મળતી. માત્ર વિચાર કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. કરુણાભાવનાથી અને તપની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધી લીધું. ૨૬મો. ભવ મળ્યો દેવલોકનો અને ર૭માં ભવમાં તેઓ તીર્થંકર મહાવીર બન્યા. તીર્થકર બનીને ધર્મતીર્થની સ્થાપના કરીને તેમણે એ જ કામ કર્યું કે જે નંદનમુનિના જન્મમાં વિચાર્યું હતું, તીવ્રતાથી ચાહ્યું હતું. ભવ-વનમાં ભટકી રહેલા સર્વ જીવોને પરમ સુખમય મોક્ષમાં લઈ જાઉં. પરમ સુખ. શાશ્વત સુખ અપાવી દઉં.” તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી; સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને જગતને ધમપદેશ આપવાની શરૂઆત કરી. પરમ સુખમય મોક્ષમાર્ગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. તીર્થકર “સંસારમાં સુખ છે, સંસાર સ્વર્ગ છે' - એવી ભ્રાન્તિમાં રાચતા જીવોની ભ્રાન્તિ મટાડવા લાગ્યા, તેમણે કરુણાપૂર્ણ વાણીમાં સમજાવ્યું? સંસાર નગર નથી, સ્વર્ગ નથી, વન છે, જંગલ છે. v સંસારમાં નિરંતર આસવોની વર્ષા થઈ રહી છે. | સંસારમાં સર્વત્ર કમની લતાઓ ફેલાયેલી છે અને | સંસારમાં સર્વત્ર મોહનો પ્રગાઢ અંધકાર છે. એટલા માટે સંસાર-વનમાંથી બહાર નીકળી જાઓ. મુક્તિપથ ઉપર આવો. મુક્તિના માર્ગે ચાલતા રહો. થાકો નહીં. અધીરા ન થાઓ. હિંમતથી આગળ વધો. કોઈ લોભમાં, લાલચમાં ફસાશો નહીં. અમે જેમ કહીએ તેમ કરતા રહો, ચાલતા રહો. કષ્ટ અને આપત્તિઓથી ડરો નહીં, સંકટ સહન કરતા ચાલ્યા કરો. જિનવાણી પર વિશ્વાસ કરો: પરમાત્મા તીર્થંકર દેવ પ્રત્યે વિશ્વાસ હશે તો તેમનાં વચનોમાં, તેમની વાણીમાં વિશ્વાસ રહેશે જ. ભગવાન મહાવીર ૨૪મા તીર્થંકર હતા. તેમના ઉપદેશોને તેમના ગણધરોએ સૂત્રબદ્ધ કર્યા હતા. બધા નહીં તો કેટલાક ઉપદેશો લુપ્ત થઈ ગયા, કેટલાક સુરક્ષિત રહ્યા. આજે આપણે એમના એ ઉપદેશોને ‘આગમસૂત્ર' કહીએ શાન્તસુધારસઃ ભાગ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ છીએ. આમ તો ૪૫ આગમસૂત્રો છે. જૈનશાસનની આ એક સારી પરંપરા રહી છે કે કોઈ પણ પ્રજ્ઞાવંત ઋષિ-મુનિ.આચાર્ય...ઉપાધ્યાય મૌલિક ગ્રંથોની રચના કરે છે, તે આગમસૂત્રોને અનુસાર કરે છે. આગમસૂત્રથી વિપરીત વાત પોતાના ગ્રંથમાં ન આવે તેની કાળજી રાખે છે. ઉપાધ્યાય વિનયવિજયજી એવા જ પ્રાજ્ઞ પુરુષ હતા, આપ્ત પુરુષ હતા. તેમણે જિનવચનો અનુસાર આગમસૂત્રોથી અવિરુદ્ધ એવી ‘શાન્તસુધારસ' ગ્રંથની મૌલિક રચના કરી છે. આ દ્રષ્ટિએ ‘શાન્તસુધારસ ગ્રંથમાં જે વાણી પ્રવાહિત થઈ રહી છે તે જિનવાણી છે. તીર્થંકરનાં જ વચનો છે. એટલા માટે એ વચનો ઉપર વિશ્વાસ કરવો પડશે. તેની ઉપાદેયતાનો સ્વીકાર કરવો પડશે. ઉપાધ્યાયજીએ જિનવાણીની સ્તુતિ કરી છે : રમ્યા ગરઃ પાનું | | કહીને પોતાની એના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી છે? ‘જિનેશ્વરોની ભવ્ય-રમ્ય વાણી આપની રક્ષા કરો.” જિનવચન રક્ષા કરે છે ઉપાધ્યાયજીની વાત સો પ્રતિશત સાચી છે. જો જીવાત્મા જિનવચનોનો સહારો લે છે, તો જિનવચન અવશ્ય એ જીવની અશાન્તિ દૂર કરી દે છે. એના ભયનો નાશ કરી દે છે. જિનવચનોનું શરણ લેવાથી જીવ અભય, અદ્વેષ અને અપેદનો અનુભવ કરે છે, અને જીવમાંથી તમામ ભય ચાલ્યા જાય, દ્વેષ દૂર થઈ જાય અને ખેદ-ઉદ્વેગ દૂર થઈ જાય પછી શું જોઈએ? સુખ મળી જાય છે, શાન્તિ મળી જાય છે અને ઉત્સાહ-ઉલ્લાસ જાગૃત થઈ જાય છે. બસ, બધું જ મળી ગયું! આ જિનવચનોનું મહાનું પ્રદાન છે. આ એમની રક્ષા છે. શાન્તસુધારસ' મહાકાવ્ય જિનવચનોની ગંગા છે. એ ગંગાનાં સ્વચ્છ જળમાં સ્નાન કરવાનું છે. પ્રતિદિન સ્નાન કરવા આવતા રહો. આ ગંગાનો ઘાટ છે. એક કલાક સુધી સ્નાન કરતા રહો. તમામ દુઃખોને ભૂલી જશો. બધી અશાંતિ વહી જશે. તમામ પ્રકારના ભયો દૂર થઈ જશે. નિર્ભયતાનાં ગીત ગાવા લાગશો. મેં તો અનેક વાર આ મહાકાવ્યને ગાયું છે. નગરોમાં ગાયું છે. જંગલોમાં પણ ગાયું છે. ખૂબ જ આનંદ પામ્યો છું. આધ્યાત્મિક મસ્તીનો અનુભવ કર્યો છે. હું એનું તમામ શ્રેય ઉપાધ્યાયજીને આપું છું. તેમણે ‘શાન્તસુધારસ એક અદ્વિતીય આધ્યાત્મિક કાવ્યનું સર્જન કરીને આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. ' જનમોજનમ આપણે એ ઉપકારનો બદલો ચુકવી ન શકીએ. આ અસાધારણ - પરમ ઉપકાર છે, સાધારણ ઉપકાર નથી. ૧૦. પ્રસ્તાવના Page #23 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીએ આત્મહત્યાથી બચાવ્યો: એક શહેરમાં અમારું ચાતુર્માસ હતું. પ્રત્યેક રવિવારે બપોરે જાહેર પ્રવચનો રહેતાં હતાં. એક રવિવારે આ ભાવનાઓ ઉપર પ્રવચન હતું. પ્રવચન પૂર્ણ થયા પછી મારો એક પરિચિત યુવક તેના એક મિત્રને લઈને મારી પાસે આવ્યો, અને તેનો પરિચય આપતાં તેણે કહ્યું : “મહારાજ સાહેબ, આ મારો મિત્ર છે, સરકારી નોકર છે, સારી નોકરી છે, તે ફરવા જતો હતો. હું તેને આ પ્રવચનમાં લઈ આવ્યો. તેણે ધ્યાનથી પ્રવચન સાંભળ્યું અને ખૂબ પ્રભાવિત થયો છે.” તે યુવકે કહ્યું: ‘મહારાજશ્રી, સાચું કહું છું કે આજે મને નવું જીવન મળ્યું છે. હું આજે ઘેરથી નીકળ્યો હતો આપઘાત કરવા જ! હું બે વરસથી ખૂબ અશાન્ત હતો ! પતિપત્નીનો સંબંધ તૂટી ગયો હતો. હું અતિશય નિરાશ થઈ ગયો હતો. જીવવું મારે માટે તદ્દન અશક્ય બની ચૂક્યું હતું... આજે હું જીવનનો અંત લાવવા જ ઘેરથી નીકળ્યો હતો અને રસ્તામાં રાજેન્દ્ર મળી ગયો ! તે મને પ્રવચનમાં લઈ આવ્યો. હું જૈન નથી એટલે મને અહીં આવવામાં સંકોચ થતો હતો, પરંતુ રાજેન્દ્ર આગ્રહ કર્યો અને અહીં લઈ આવ્યો. તેણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો. પ્રવચન સાંભળતો ગયો... મારું મન સ્વસ્થ બનતું ગયું. મારી મુશ્કેલીઓનું સમાધાન થતું ગયું. હવે હું કદીય આત્મહત્યાનો વિચાર નહીં કરું. આપનો મારા ઉપર મહાનું ઉપકાર થયો.” વાસ્તવમાં આ ઉપકાર જિનવાણીનો હતો, જિનવચનોનો હતો. હું તો માત્ર માધ્યમ જ હતો. જિનવાણીએ યુવકને બચાવી લીધો. નવું જીવન પ્રદાન કર્યું. સગર ચક્રવર્તી: ભાવનાથી મનઃશાન્તિ : આ તો હમણાંની જ ઘટના છે. આવી અનેક સુખદ ઘટનાઓ બનતી રહે છે. પ્રસંગે પ્રસંગે આવી ઘટનાઓ અંગે કહેતો રહીશ. પરંતુ એક પ્રાચીનતમ રોચકરોમાંચક ઘટના છે. તમે આ ઘટના સાંભળી પણ છે. અષ્ટાપદ તીર્થની પૂજામાં તમે સાંભળ્યું હતું કે અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોનું મૃત્યુ થઈ ગયું. ૬૦ હજાર રાજકુમારો તો દેવગતિમાં ચાલ્યા ગયા હતા, પરંતુ પિતા સગર ચક્રવર્તીએ આ સમાચાર સાંભળ્યા. તો તે પાગલ જેવા થઈ ગયા હતા. કરુણ આક્રંદ કરવા લાગ્યા હતા. કોઈ માણસમાં શક્તિ ન હતી કે ચક્રવર્તીને શાન્ત કરે! છેવટેદેવરાજ ઇન્દ્રનેઆવવું પડ્યું. દેવરાજ ઈન્દ્રતત્ત્વજ્ઞહોય છે. સમ્યગૃષ્ટિ હોય છે. તેમણે સગર ચક્રવર્તીને અનિત્ય ભાવનાથી સમજાવ્યા. સંસારના તમામ સંબંધ અનિત્યહોય છે. આયુષ્ય, આરોગ્ય, શક્તિ અને જીવન.બધું જ અનિત્ય હોય છે. આ બધું સારી રીતે સમજાવ્યું ત્યારે ચક્રવર્તીનો શોક દૂર થયો. તે સ્વસ્થ બન્યા. આ શું શાન્ત સુધારસઃ ભાગ ૧ ૧૧ | Page #24 -------------------------------------------------------------------------- ________________ હતું? જિનવાણીનો ઉપકાર હતો. જિનવાણીએ ચક્રવર્તીની રક્ષા કરી. ડાકુ નરવીરઃ જિનવાણીથી ઉપશાન્ત : રાજા કુમારપાળનો પૂર્વભવ જાણો છો ? પૂર્વજન્મમાં એ ડાકુ હતા. નામ હતું નરવીર. ગુજરાત અને માલવાની સીમા ઉપર એનો અડ્ડો હતો. ડાકુઓની એક ટોળી હતી. હજારો મુસાફરોને લૂંટ્યા હતા, માર્યા હતા. પરંતુ એક દિવસે માલવદેશના રાજાના સૈનિકોને હાથે નરવીરની ટોળી મારી ગઈ, અને સૈનિકોના સરદારે (જે એક વેપારી હતો) નરવીરની સગભાં પત્નીને મારી નાખી. નરવીર પોતાના પ્રાણ બચાવવા ભાગી છૂટ્યો. સૈનિકોએ તેના અડ્ડાને કૂટી બાળ્યો. નરવીર દૂર દૂર જંગલમાં પહોંચી ગયો. એક વૃક્ષની છાયામાં હતાશ, નિરાશ થઈને બેસી ગયો. તે થાકેલો હતો. તેનો સર્વનાશ થઈ ગયો હતો. એના મનમાં વેરની આગ સળગી રહી હતી. તે અત્યંત અશાન્ત, ઉદ્વિગ્ન અને ખિન્ન હતો. થોડીક વાર પછી તે જંગલના રસ્તેથી કેટલાક જૈન સાધુઓ પસાર થતા હતા. નરવીરે એ સાધુઓને જોયા તે ઊભો થયો અને સૌથી આગળ આચાર્ય.ચાલતા હતા તેમની સામે જઈને પ્રણામ કર્યા. એ આચાર્ય હતા યશોભદ્રસૂરિજી. યશોભદ્રસૂરિજીએ નરવીરને ધર્મલાભના આશીર્વાદ આપીને જિનવાણીનો ઉપદેશ આપ્યો. હિંસા વગેરે આગ્નવોના કટુ પરિણામો બતાવ્યા. ક્ષમાદિ ધમોનો શ્રેષ્ઠ પ્રભાવ બતાવ્યો. તેના હૃદયને શાન્ત - ઉપશાન્ત કર્યું. એકશીલા નગરીમાં મોકલ્યો. આઢર શેઠનો પરિચય કરાવ્યો. પરિણામ સ્વરૂપે એનું જીવન ધર્મમય બન્યું. મૃત્યુ સમાધિમય બન્યું અને બીજા ભવમાં તે રાજા કુમારપાળ બન્યો. આ ઉપકાર કોનો હતો? દુગતિમાં જતા નરવીરને કોણે બચાવ્યો? જિનવાણીએ ! યશોભદ્રસૂરિજીએ જિનવાણી સંભળાવી હતી ને! આ રીતે આ દુનિયામાં જિનવાણીએ અસંખ્ય ઉપકાર કર્યા છે. દુર્ગતિમાં પડતા અસંખ્ય જીવોને બચાવ્યા છે. જિનવાણી અને કુમારપાળ : નરવીરનું કેવું સૌભાગ્ય હતું કે બીજા જન્મમાં પણ તેને ડગલે ને પગલે એની રક્ષા કરનારી જિનવાણી મળી. નરવીરના જન્મમાં ગુરુદેવ યશોભદ્રસૂરિ મળ્યા હતા, કુમારપાળના જન્મમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મળ્યા ! નરવીરના જન્મમાં સહાયક-સાધર્મિક આઢર શેઠ મળ્યા હતા, તેં કુમારપાળના ભવમાં ઉદયન મંત્રી મળ્યા! કુમારપાળ રાજા બન્યા ૫૦ વર્ષની ઉંમરે. ૫૦ વર્ષ સુધી એમનું જીવન અનેક વિપત્તિઓમાંથી પસાર થયું હતું. તે અતિશય નિરાશામાં ડૂબી ગયા હતા. રાજા પ્રસ્તાવના Page #25 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ કુમારપાળની હત્યા કરવા અધીરો હતો. ભાગ્યોદયથી તે બચતો રહ્યો અને અંતમાં હેમચંદ્રસૂરિજીના પરિચયમાં આવ્યો. આચાર્યદવે એને આશ્વાસન આપ્યું અને જિનવાણી સંભળાવવાનો પ્રારંભ કર્યો. રાજા બન્યા પછી પણ જિનવાણીના માધ્યમથી આચાર્યદિવે કુમારપાળની દ્રવ્યાત્મક અને ભાવાત્મક રક્ષા કરી. કુમારપાળ રાજા સ્વયં જિનવાણીના ઉપાસક બની ગયા હતા. તેમણે સંસ્કૃતપ્રાકૃત ભાષાઓનો અભ્યાસ કર્યો હતો, અને જિનવચનોને સંસ્કૃત કાવ્યોમાં નિબદ્ધ કર્યા હતાં. તે જાતે ચાતુર્માસમાં પાટણમાં રહેતા હતા અને ગુરુદેવના ચરણોમાં બેસીને કલાકો સુધી જિનવાણીનું શ્રવણ કરતા હતા. પ્રાતઃકાળે કેટલોક સમય જિનવચનોનો સ્વાધ્યાય કર્યા બાદ જ મુખમાં પાણી લેતા. તે જાણતા હતા કે તેમના તન-મનની રક્ષા જિનવાણીએ કેવી રીતે કરી હતી. ગુરુદેવ હેમચંદ્રસૂરિજીએ કેવી રીતે કરી હતી. . ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ “શાન્તસુધારસ'ના પ્રારંભમાં જ જિનવાણીની સ્તુતિ કરી છે, તે સમુચિત છે. રથા વિરુ પાનું વટ જિનેશ્વરોની ભવ્ય વાણી તમારી રક્ષા કરો ! પ્રતિદિન જિનવાણીની આરાધના કરો: ભવ-વનમાં બીજું કોઈ આપણી રક્ષા કરનાર નથી. કોઈની ય ઉપર વિશ્વાસ ન કરવો. કોઈ રક્ષા નહીં કરે. કોઈ દુઃખમાં સહારો નહીં આપે. જિનવાણી જ સહારો આપે છે, આશ્વાસન આપે છે અને સાચું માર્ગદર્શન આપે છે. * ભીષણ ભવ-વનમાં જિનવાણી આપણને અભય આપે છે. * ઘોર અંધકારભય ભવ-વનમાં દિવ્ય દ્રષ્ટિ આપે છે. * કર્મલતાઓથી વિકટ ભવ-વનમાં સાચો રસ્તો બતાવે છે. * ભવ-વનમાં શત્રુઓથી બચાવનારી પણ જિનવાણી જ છે. * ભવ-વનમાં ભટકી-ભટકીને થાકેલા જીવોને નવી શક્તિ, નવી ચેતના-સ્કૃતિ આપનાર પણ જિનવાણી છે. એટલા માટે આગ્રહપૂર્વક કહું છું કે જિનવાણીની પ્રતિદિન આરાધના કરતા રહો, જિનવાણીનું શ્રવણ કરો, જિનવાણીનું વાચન કરો, જિનવાણીનું ચિંતન-મનન કરો. કેટલાંક માર્મિક હૃદયસ્પર્શી જિનવચનોને યાદ કરો. સ્મૃતિમાં ભરી રાખો. જિનવચનોની આરાધનાથી મનને શાન્તિ મળે છે, સમતા મળે છે, સમાધિ પ્રાપ્ત થાય છે. જિનવચનોથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, શંકાઓનું સમાધાન થાય છે અને જીવનની અંતિમ ક્ષણો મહોત્સવ બની જાય છે. આજે બસ, આટલું જ. | શાન્ત સુધારસઃ ભાગ ૧ ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ શિlogીસ્Uરુટ્સી પ્રવચન ૨ : સંકલના :આચાર્યશ્રી હરિભદ્રસૂરિ વ્યાકુલતા હંસ-પરમહંસઃ બૌદ્ધ મઠમાં હંસનું મૃત્યુ પરમહંસનો બૌદ્ધાચાર્ય સાથે વાદ હરિભદ્રસૂરિ ઉપશાંત થાય છે. સંસારઃ મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત મોહવિષનો પ્રભાવ વાસનાઓની પૂર્તિમાં અશાન્તિ - પુત્રપ્રાપ્તિની વાસના યશ-કીતિની વાસના આરોગ્યની વાસના સુખ-શાન્તિનો એક જ ઉપાયઃ ભાવના Page #27 -------------------------------------------------------------------------- ________________ स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च सुखं कृशमप्युना विना, जगति मोहविषाद - विषाकुले ॥ ઉપાધ્યાયજી કહે છે : ‘ભલે ને તમે વિદ્વાન્ હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે ભાવનાઓમાં રમમાણ ન હો, ભાવનાઓથી ભાવિત ન હો, તો તમારા મનમાં શાન્તસુધાનો, ઉપશમરસનો આસ્વાદ તમે નહીં કરી શકો. મોહિવષાદથી ભર્યોભર્યો છે આ સંસાર. તેમાં તમે રજમાત્ર પણ સુખ પામી નહીં શકો:’ ઉપાધ્યાયજીએ વિદ્વાનોને, પંડિતોને લક્ષ્ય બનાવીને આ વાત કરી છે. તેમણે પંડિતોને પણ તીવ્ર રાગ-દ્વેષમાં વ્યાકુળ, અશાંત અને સંતપ્ત જોયા હશે. અરે, આટલાં હજારો શાસ્ત્રો વાંચ્યા પછી, ભણ્યા-ભણાવ્યા પછી પણ આ પંડિતો-વિદ્વાનો શા માટે શોકવિહ્વળ છે ? શા માટે શોકસંતપ્ત, દુઃખી છે ? શા માટે રુદન કરે છે ? આવો પ્રશ્ન એમના મનમાં ઉદ્ભવ્યો હશે. પ્રશ્નનું સમાધાન એમણે શોધી કાઢ્યું કે જેઓ ભાવનાઓથી પોતાના મનને ભાવિત કરતા નથી, તેઓ વિદ્વાન્ હોવા છતાં પણ રાગ-દ્વેષમાં ફસાઈ જાય છે. અશાન્તિ અને ઉદ્વેગથી ભરાઈ જાય છે. કારણ કે સંસાર તો મોહ-અજ્ઞાનના ઝેરથી પૂરેપૂરો ભરેલો પડ્યો છે જ. આવા સંસારમાં ભાવનાઓનાં ચિંતન વગર સુખનો અંશ પણ મળવો શક્ય નથી. શાન્તિની એક ક્ષણ પણ મળવી સંભવ નથી. ઉપાધ્યાયજી મહારાજે ‘અનિત્ય’ આદિ ભાવનાઓના વિષયમાં અને મૈત્રી’ આદિ ચાર ભાવનાઓના વિષયમાં આ ગ્રંથ ‘શાન્તસુધારસ’ લખેલો છે. દરેક મનુષ્યના જીવનમાં ભાવનાઓનાં ચિંતનની અનિવાર્યતા પ્રતિપાદિત કરતાં તેઓ આ વાત કરી રહ્યા છે. વિદ્વાન્ માણસો પણ ભાવનાઓ વગર સુખ અને શાન્તિ પામી શક્યા નથી, પામી શકતા નથી; તો પછી જેઓ શાસ્ત્રજ્ઞ નથી, વિદ્વાન્ નથી, તેમને સુખશાન્તિ કેવી રીતે મળી શકે ? બુધ હોય યા અબુધ, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાજ્ઞ કે અજ્ઞ, પણ ભીતરની શાન્તિ તેને જ મળે છે કે જે પ્રતિદિન ભાવનાઓનું ચિંતન કરતો રહે છે. હર પ્રસંગ, હર પળ, હર ઘટના ૫૨, ભાવનાઓની દૃષ્ટિથી જે લોકો જુએ છે, વિચારે છે, તે કદી અશાન્ત અને ઉદ્વિગ્ન થતા નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અતિ વ્યાકુળ કેમ બન્યા ? : ઉપાધ્યાયજીની એક વાત સદાય યાદ રાખવી - જ્ઞાતિ મોહવિષાવિષાળુછે | આ દુનિયા મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાદનું ઝેર ફેલાયેલું છે, અને જીવોનાં પોતપોતાનાં પાપકર્મો હોય છે. કર્મોના ઉદય અનુસાર શાન્તસુધારસ : ભાગ ૧ ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખના પ્રસંગો ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગોમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી શકતો નથી. તે તીવ્ર હર્ષ-શોક, રાગ-દ્વેષમાં ગૂંચવાઈ જાય છે. ભાવનાઓનું ચિંતન નથી હોતું, આત્મા ભાવનાઓથી ભાવિત નથી હોતો, તો તે પ્રશમ-ઉપશમનો આનંદ પામી શકતો નથી. શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં જે અનેક જ્ઞાની શ્રતધર આચાર્ય ઉપાધ્યાય, મુનિરાજો થઈ ગયા, તેમાં પ્રથમ પંક્તિના જ્ઞાની આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી થઈ ગયા. તેમણે ૧૪૪જ ધર્મગ્રંથોની રચના કરી હતી. યાકિની મહત્તરા' નામનાં સાધ્વીજીનાં તે ધર્મપુત્ર હતા. એમના જીવનમાં એક બહુ મોટી દુર્ઘટના થઈ હતી, તેથી તે ક્રોધથી... ષથી પાગલ જેવા બની ગયા હતા. વિદ્વાન્ હતા, શાસ્ત્રજ્ઞ હતા, છતાં પણ એક દુર્ઘટનાથી તે અતિવિહ્વળ, અતિચંચળ, અતિરોષાયમાન બની ગયા. એ દુર્ઘટના સંક્ષેપમાં જણાવું છું. વિક્રમની આઠમી શતાબ્દીનો સમય હતો. આચાર્યશ્રી હરિભદ્રને બે ભાણેજ હતા. બંને રણવીર શૂરવીર હતા. યુદ્ધકલામાં પારંગત હતા. કોઈક નિમિત્તે બંને સંસારથી વિરક્ત બન્યા અને મામા હરિભદ્રસૂરિજીની પાસે ગયા. તેમણે આચાર્યદિવને કહ્યું: ‘ગુરુદેવ, અમે બંને સંસારથી વિરક્ત બન્યા છીએ.' આચાર્યદેવે કહ્યું: ‘જો તમને મારા પ્રત્યે શ્રદ્ધા હોય તો વિધિપૂર્વક દીક્ષા લઈલો.” હંસ અને પરમહંસે દીક્ષા લઈ લીધી. બંને પ્રજ્ઞાવંત શિષ્યોને આચાર્યદિવે જેનાગમ ભણાવ્યાં. ન્યાયદર્શન અને વૈદિક દર્શન પણ ભણાવ્યાં. બૌદ્ધદર્શનનું અધ્યયન કરતાં કરતાં હંસ-પરમહંસના મનમાં વિચાર આવ્યો કે બૌદ્ધશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા બૌદ્ધ આશ્રમમાં જઈને બૌદ્ધાચાર્ય પાસેથી અધ્યયન કરીએ. બંને જણાએ પોતાની ઈચ્છા ગુરુદેવ સમક્ષ રજૂ કરી. ગુરુદેવે શિષ્યોની ઈચ્છા જાણ્યા બાદ પોતાના જ્ઞાનના પ્રકાશમાં બંનેનું ભવિષ્ય જોયું. તેમણે કહ્યું: ‘વત્સો ત્યાં બૌદ્ધ મઠમાં જવામાં મને તમારું ભવિષ્ય સારું લાગતું, નથી. એટલા માટે તમે ત્યાં જવાનું માંડી વાળો. અહીં બીજા પણ આચાર્ય છે, વિદ્વાનું છે, બૌદ્ધદર્શનના જ્ઞાતા છે, તમે એમની પાસે અધ્યયન કરી શકો છો.' હંસે કહ્યું: ‘ગુરુદેવ અમારી ઇચ્છા તો બૌદ્ધ આચાર્ય પાસેથી જ બૌદ્ધમતનું અધ્યયન કરવાની છે.’ ગુરુદેવે કહ્યું: “જે કુલીન શિષ્ય હોય છે તે ગુરુદેવને છોડીને નિરુપદ્રવી માર્ગ ઉપર પણ જતો નથી. તો પછી જે માર્ગ ઉપર ભારે ઉપદ્રવ હોય એવા માર્ગ ઉપર કેવી રીતે જઈ શકો? હું તમને બંનેને બૌદ્ધ મઠમાં જવાની અનુમતિ આપતો નથી.” - ૧૬ પ્રસ્તાવના Page #29 -------------------------------------------------------------------------- ________________ હંસે કહ્યું: ‘ગુરુદેવ, અમારા બંને પર આપનું અતિવાત્સલ્ય છે, એટલા માટે આપ આમ કહો છો. પરંતુ ગુરુદેવ, આપનું નામ જ મંત્ર છે, એ નામમંત્રના પ્રભાવથી અમારું કશુંય અહિત નહીં થાય. આપની દિવ્ય કૃપા અમારી રક્ષા કરશે. આમ પણ આપ અમારી શૂરવીરતા અને યુદ્ધકુશળતા જાણો જ છો. સમર્થ પુરુષોનું દુનિમિત્ત શું બગાડી શકે છે? ગુરુદેવ, કૃપા કરો અને બૌદ્ધ મઠમાં જવાની અનુજ્ઞા આપો.' આચાર્ય હરિભદ્ર ઉદાસ થઈ ગયા. તેમણે કહ્યું: “વત્સ, તમને હિતકારી વાત કહેવી નિરર્થક લાગે છે. તમને જેવું ઠીક લાગે તે કરો. નહીં સુવું દેવાળુપ્રિયા ! હંસ અને પરમહંસે ગુરુદેવની વાત ન માની. હિતકારી વચનોની ઉપેક્ષા કરી. તેમણે વેશપરિવર્તન કર્યું અને તેઓ ભૂતાન ગયા. ત્યાં એ વખતે રાજાનું શાસન હતું અને ત્યાં બોદ્ધોની અનેક વિદ્યાપીઠો હતી. હંસ અને પરમહંસે એક વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો. બૌદ્ધાચાર્ય પાસે રહીને બૌદ્ધ દર્શનનું અંધ્યયન કરવા લાગ્યા. બૌદ્ધ આચાર્ય પાસેથી તેઓ જે જે સિદ્ધાંતો જાણતા હતા, તે તે સિદ્ધાંતોનું ગુપ્ત રીતે જૈન સિદ્ધાંતો દ્વારા ખંડન લખતા હતા. લખેલા પત્રોને તેઓ સંભાળપૂર્વક ગુપ્ત રાખતા હતા. પરંતુ એક દિવસે બૌદ્ધ ધર્મની અધિષ્ઠાત્રી દેવી તારાએ એ લખેલા પત્રોમાંથી એક પાન ઉડાડીને શાળામાં નાખી દીધું. બૌદ્ધ છાત્રોએ એ પાનું જોયું, એની ઉપર “નમો જિનાય’ લખેલું વાંચ્યું. વિદ્યાર્થીઓએ એ પાનું બૌદ્ધાચાર્યને આપ્યું. આચાર્યે વિચાર્યું ઃ જિનમતનો ઉપાસક અહીં ભણવા આવ્યો હોય એવું લાગે છે. કોણ છે તે, પરીક્ષા કરીને તેને જાણવો પડશે. પકડવો પડશે.' એકદિવસે આચાર્યે કેટલાક વિદ્યાર્થીઓને પાસે બોલાવીને કહ્યું: “ભોજનગૃહની પાસે દ્વાર ઉપર જિનપ્રતિમાનું આલેખન કરો, અને એ પ્રતિમાનાં માથાં ઉપર પગ મૂકીને ભોજનગૃહમાં પ્રવેશવું હંસ-પરમહંસ સિવાયના તમામ છાત્રોએ એવું કર્યું. હંસ-પરમહંસના હૃદયમાં જૈનધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેમણે એ જિનપ્રતિમા ઉપર ખડીથી જનોઈનું ચિન કર્યું અને એની ઉપર પગ મૂકીને ચાલ્યા! કેટલાક છાત્રોએ હંસ-પરમહંસની આ પ્રક્રિયા જોઈ અને આચાર્યશ્રીને જણાવી. આચાર્યે કહ્યું પ્રજ્ઞાવંત પુરુષ દેવના મસ્તક ઉપર પગ નથી મૂકતા, એટલા માટે તે બંને જણાએ જનોઈનું ચિહ્ન કર્યું તે ઉચિત છે. તે બે પરદેશી છે, તમે ઘેય રાખો, હું બીજી રીતે તેમની પરીક્ષા લઈશ.” રાત્રિના સમયે જે ઓરડામાં હંસ-પરમહંસ બીજા વિદ્યાર્થીઓ સાથે સૂતા હતા. એ ઓરડાના ઉપરના ભાગમાં આચાર્યો માટીના ઘડા રખાવ્યા, અને એ ઘડાઓને શાન્તસુધારસ: ભાગ ૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઓરડામાં પટકાવ્યા. એક પછી એક ઘડો ફૂટવા લાગ્યો. બધા વિદ્યાર્થીઓ જાગી ઊઠ્યા અને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. હંસ-પરમહંસના મુખમાંથી નમો અરિહંતાણં નીકળી ગયું. બૌદ્ધ ગુપ્તચરીએ નિર્ણય કર્યો કે “આ બે જણા જેનો છે.' હંસ-પરમહંસ પણ સાવધાન થઈ ગયા. તરત જ વિદ્યાપીઠ છોડીને, નગર ત્યજીને ભાગવા માંડ્યા. આચાર્ય નગરના બૌદ્ધ રાજાને બધી વાત કરી અને હંસપરમહંસને પકડીને પાછા લાવવા કહ્યું. રાજાના સૈનિકો દોડ્યા. હંસ-પરમહંસે સૈનિક ઘોડેસવારોને પોતાની નજીક આવતા જોયા. હંસે પરમહંસને કહ્યું તું આપણા ગુરુદેવની પાસે પહોંચીને એમની આજ્ઞાનું આપણે પાલન ન કરી શક્યા તેની “ મિચ્છામિ દુકર્ડ’ કહેજે. તું અત્યારે ક્ષત્રિય રાજા સૂરપાળ પાસે જજે. તે રાજા શરણાગતની રક્ષા કરશે. હું અહીં ઊભો રહીશ. બૌદ્ધ સૈનિકોને અહીં રોકી લઈશ, તેમની સાથે યુદ્ધ કરીશ, તું રાજાની પાસે પહોંચી જા.” પરમહંસ રડી પડ્યો. હંસના ચરણે પ્રણામ કરીને તે ચાલી નીકળ્યો. હંસે બૌદ્ધ રાજાના સૈનિકો સાથે યુદ્ધ શરૂ કર્યું. જ્યાં સુધી પરમહંસ સૂરપાળ રાજાને શરણે પહોંચી ન જાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાનું હતું. યુદ્ધમાં હંસનું મૃત્યુ થઈ ગયું. પરમહંસને સૂરપાળે શરણ આપ્યું. બૌદ્ધ સૈનિકો પણ રાજા સૂરપાળ પાસે ગયા અને બોલ્યાઃ પરમહંસ અમને સોંપી દો.” રાજાએ કહ્યું: “એ મારો શરણાગત છે. હું એને સોંપી શકું નહીં. ભલે ગમે તે થઈ જાય.' બૌદ્ધ સૈનિકોના ખૂબ આગ્રહને લીધે રાજાએ પરમહંસ સાથે પરામર્શ કરવા કહ્યું. “તમારા બૌદ્ધાચાર્ય અને પરમહંસનો મારી રાજસભામાં વાદવિવાદ થાય. જો પરમહંસ હારી જાય તો તેને લઈ જઈ શકો છો. નહીંતર તે પોતાના સ્થાને ચાલ્યો. જશે.' બૌદ્ધાચાર્યની સાથે પરમહંસનો વાદ-વિવાદ શરૂ થયો. તે ખૂબ દિવસ ચાલ્યો. પરમહંસને કંઈક શંકા થઈ, તેણે જૈનધર્મની અધિષ્ઠાયિતા અંબિકાદેવીનું સ્મરણ કર્યું. અંબિકાદેવીએ કહ્યું: ‘પરમહંસ, પડદાની પાછળ ઘડામાં મુખ રાખીને બૌદ્ધ ધર્મની અધિષ્ઠાત્રી તારાદેવી વાદ કરી રહી છે. એટલા માટે તું પડદો હટાવીને પ્રતિવાદીને કહે કે તે તારી સામે આવીને વાદ કરે.” બીજે દિવસે પરમહંસે અંબિકાદેવીના કહેવા પ્રમાણે બૌદ્ધાચાર્યને પડકાર કર્યો. જો તારામાં શક્તિ હોય તો હવે પડદો હટાવીને મારી સામે આવીને વાદ કર.” પરંતુ આચાર્યમૌન રહ્યા. પરમહંસે પડદો દૂર કર્યો અને લાત મારીને ઘડાને ફોડી નાખ્યો. બૌદ્ધાચાર્યનો તિરસ્કાર કરીને કહ્યું: ‘તું અધમ પંડિત છે. હવે મારી સાથે વાદ કર.” . ૧૮ પ્રસ્તાવના | Page #31 -------------------------------------------------------------------------- ________________ પરમહંસે વાદમાં આચાર્યને પરાજિત કર્યા, રાજા સૂરપાળે ઘોષિત કર્યું કે ‘વાદવિવાદમાં પરમહંસનો વિજય થયો છે.’ પરમહંસ નિર્ભય બનીને ચિત્રકૂટ પહોંચી ગયો. ગુરુદેવના ચરણોમાં વંદન કર્યાં અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રડતાં રડતાં તેણે હંસના મૃત્યુની વાત કરી. વાત કરતાં કરતાં તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં મૃત્યુ પામ્યો. હંસ-પરમહંસ હરિભદ્રસૂરિજીના પ્રિય શિષ્યો હતા. બંને પ્રજ્ઞાવંત હતા, વિદ્વાન્ હતા અને યુદ્ધવીર હતા. આ રીતે બંનેનું અકાળ મૃત્યુ થતાં હરિભદ્રસૂરિ અતિ ઉદ્વિગ્ન, દુઃખી અને સંતપ્ત થયા. બૌદ્વાચાર્ય પ્રત્યે તેમના મનમાં પ્રચંડ રોષ પેદા થયો. બદલો લેવાની અદમ્ય ઇચ્છા થઈ. ગુરુદેવની આજ્ઞા લઈને તે રાજા સૂરપાળના નગરે પહોંચ્યા. રાજાએ હરિભદ્રસૂરિનું સ્વાગત કર્યું. આચાર્યદેવે રાજાને કહ્યું : ‘હે રાજેશ્વર, તેં મારા શિષ્ય પરમહંસને શરણ આપીને રક્ષા કરી એટલા માટે હું તને લાખ લાખ ધન્યવાદ અને ધર્મલાભ આપું છું. તું શરણાગત-વત્સલ છે. તેં ક્ષત્રિય કુળની શોભા વધારી છે.' સૂરપાળે પરમહંસની અદ્ભુત વાદશક્તિનાં વખાણ કર્યાં ત્યારે તો આચાર્યદેવની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ. તેમણે કહ્યું : ‘તે મારો પ્રિય શિષ્ય હતો... વાત કરતાં કરતાં મોતને...' આચાર્ય રડી પડ્યા. રાજા સૂરપાળ પણ પરમહંસના મોતના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો કે ખૂબ જ ખોટું થઈ ગયું.’ ‘રાજ, હું એ દુષ્ટ બૌદ્ધ ભિક્ષુઓની સાથે વાદ-વિવાદ કરીશ અને પરાજિત કરીશ અને મોતનો બદલો મોતથી લઈશ.' રાજાએ કહ્યું : ‘ગુરુદેવ, એ બૌદ્ધ ભિક્ષુઓ એક-બે-સો-બસો નથી, તેઓ તો સેંકડો-હજારોની સંખ્યામાં છે. એમની ઉપર વિજય મેળવવો સહેલો નથી.... હા, જો તમારી પાસે કોઈ દિવ્ય શક્તિ હોય.' આચાર્યદેવે કહ્યું : “રાજન્, જિનશાસનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા મારી ઉપર પ્રસન્ન છે. તું નિર્ભય રહે. હું એકલો એ હજારોને પરાજિત કરીશ.' આજે મારે જે વાત કહેવાની છે તે વાત આ છે ઃ ભાવનાઓ વગર વિદ્વાનોને, શાસ્ત્રજ્ઞોને પણ શાન્તિ મળતી નથી. આચાર્ય હરિભદ્રસૂરિ સામાન્ય કોટિના વિદ્વાન્ ન હતા. જૈનઆગમોના જ નહીં, ષડ્દર્શનોના પણ તે પારગામી હતા. પરંતુ પોતાના બે શિષ્યોના મૃત્યુથી ; વિરહથી તેઓ કેટલા વ્યથિત થઈ ગયા ? એક દુઃખદ ઘટનાએ એમને કેટલા વિચલિત, રોષાયમાન અને વેરની ભાવનાથી ઉત્તેજિત કરી દીધા ? તે અશાન્ત બની ગયા, વ્યથિત બની ગયા... એમના મનમાં વેરની આગ શાન્તસુધારસ : ભાગ ૧ ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ સળગી ઊઠી. કેમ ? ભાવનાઓનું ચિંતન કર્યું ન હતું. ‘એકત્વ’ અને ‘અન્યત્વ’ ભાવનાનું મનન કર્યું ન હતું. ‘સંબંધોની અનિત્યતા’ અંગેનું જ્ઞાન હતું, પરંતુ ભાવના ન હતી. અધ્યયન હતું, પરંતુ અનુપ્રેક્ષા ન હતી. એટલા માટે બૌદ્ધાચાર્ય અને બૌદ્ધ ભિક્ષુઓ પ્રત્યે તીવ્ર રોષને લીધે વાદ-વિવાદ કરીને ભિક્ષુઓને મોતને ઘાટ ઉતારવાની વાત કરવા લાગ્યા. તેમણે રાજા સૂરપાળને કહ્યું ઃ ‘રાજન્, એ દુષ્ટ બૌદ્ધ ભિક્ષુઓને અહીં બોલાવીને કહો કે તમારે જૈનાચાર્ય હરિભદ્રસૂરિ સાથે વાદ-વિવાદ ક૨વાનો છે. જે હારે તેને ગરમાગરમ તેલના કુંડમાં પડવું પડશે.’ રાજાએ બૌદ્ધાચાર્યને બોલાવીને આખી વાત કરી. વાદ-વિવાદ નિશ્ચિત થઈ ગયો. વાદ પ્રારંભ થયો. બીજી બાજુ ગરમાગરમ તેલ કુંડમાં ભરવામાં આવ્યું. ત્યારબાદ એક પછી એક એવા પાંચ બૌદ્ધ ભિક્ષુઓ હારી ગયા. બધાને તેલના કુંડમાં નાખી દેવામાં આવ્યા. તે બધા જ મૃત્યુની ગોદમાં સમાઈ ગયા. આ વિષયમાં અલગ-અલગ પ્રાચીન ગ્રંથોમાં અલગ-અલગ મંતવ્યો પ્રાપ્ત થાય છે. ‘પ્રભાવકચરિત્ર' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે - ‘પોતાના બે શિષ્યોના મૃત્યુથી રોષાયમાન બનેલા હિરભદ્રસૂરિએ મહામંત્રના પ્રભાવથી બૌદ્ધ ભિક્ષુઓને ખેંચી લાવીને - આકાશમાર્ગેથી લાવીને ગરમાગરમ તેલના કુંડમાં નાખી દીધા. ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ નામના ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે ઃ બૌદ્ધ ભિક્ષુઓ પ્રત્યે પ્રચંડ ક્રોધ પેદા થવાથી હિરભદ્રસૂરિએ ઉપાશ્રયની પાછળ ગરમ તેલનું અતિવિશાળ પાત્ર તૈયાર કરાવીને મંત્રપ્રભાવથી બૌદ્ધ ભિક્ષુઓને આકાશમાર્ગેથી લાવીને તેમાં નાખ્યા. ૭૦૦ ભિક્ષુઓ તેમાં મર્યા. ‘પ્રભાવકચરિત્ર’ના મતે ૧૪૪૦ ભિક્ષુઓ મર્યા. હરિભદ્રસૂરિ ઉપશાન્ત થાય છે ઃ - આ બાજુ ચિત્રકૂટમાં ગુરુદેવ જિનદત્તસૂરિજીને બૌદ્ધ ભિક્ષુઓના વિનાશનો અને હરિભદ્રસૂરિજીના પ્રચંડ કષાયનો ખ્યાલ આવી ગયો. તેમણે હરિભદ્રસૂરિને શાન્ત કરવા ત્રણ ગાથાઓ આપીને સાધુઓને હરિભદ્રસૂરિજી પાસે મોકલ્યા. ત્રણ ગાથાઓ આ પ્રમાણે છે ઃ गुणसेन - अग्गिसम्मा- सीहाणंदा य तह पियापुत्ता । સિદ્િ—ખાળિીમા–મુઆ, ધળ-પળિિીમોવ પ−મન્ના || || ૨૦ પ્રસ્તાવના Page #33 -------------------------------------------------------------------------- ________________ जय विजया य सहोअर, धरणो लच्छीअ तह पड़-भज्जा । सेण-विसेणा पित्तिय-पुत्ता-जम्मम्मि सत्तमए ॥२॥ गुणचन्द-वाणमन्तर समराइच्च-गिरिसेण पाणोअ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स संसारो ॥३॥ પ્રભાવકચરિત્ર' ગ્રંથમાં આ ત્રણ ગાથાઓ મળે છે. સમરાદિત્ય-કેવલીના નવ ભવોનો માત્ર નામનિર્દેશ આ ત્રણ ગાથાઓમાં કરવામાં આવ્યો છે. અંતમાં કહેવાયું છે કે એકનો મોક્ષ થયો. બીજો અનંત સંસારમાં ભટકશે. હરિભદ્રસૂરિજીને આ મહાકથાનું જ્ઞાન તો હતું જ, તેઓ એ કથાને જાણતા હતા, સારી રીતે જાણતા હતા. પરંતુ જ્યારે ગુરુદેવે આ કથાનો નિર્દેશ કર્યો તો તેમણે એ મહાકથા પર ચિંતન કર્યું. ક્રોધ.. વેર... રોષના વિપાકોનું ચિંતન અગ્નિશર્માથી માંડીને ગિરિસેન સુધીના ભવોના માધ્યમથી કર્યું અને ક્ષમા...શાન્તિ... ઉપશમનું ચિંતન ગુણસેનથી સમરાદિત્ય સુધીના ભવોના માધ્યમથી કર્યું. આ ચિંતનયાત્રામાં ‘અનિત્ય ભાવનાથી લઈને બોધિદુર્લભ ભાવના સુધી બાર ભાવનાઓનાં ચિંતનનો સમાવેશ થાય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનું મંથન પણ થઈ જાય છે. હરિભદ્રસૂરિજી આ ચિંતનયાત્રાએ ચાલી નીકળ્યા. તેમનો ક્રોધ ઉપશાંત થઈ ગયો. તેમનો સંતાપ દૂર થઈ ગયો. તેમનો વેરઅગ્નિ શાંત થઈ ગયો. તેઓ ગુરુદેવની પાસે પહોંચી ગયા. પશ્ચાત્તાપની આગમાં તેઓ વિશુદ્ધ બન્યા. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને સ્વસ્થ બન્યા. ઉપાધ્યાય વિનયવિજયજી આ શાન્તસુધારસ' ગ્રંથની રચનાનું પ્રયોજન જણાવતાં કહે છે કે ભાવનાઓથી જ શાન્તિ મળે છે. શાસ્ત્રોથી, તપથી, દાનથી અને બીજી ધર્મક્રિયાઓથી પુણ્ય પ્રાપ્ત થશે, પરંતુ શાન્તિ નહીં. મનની શાન્તિ, ચિત્તનો ઉપશમ ભાવ તો ભાવનાઓમાં રમણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, અને એટલા માટે એ ગ્રંથની તેઓ રચના કરે છે. ભાવપૂર્ણ ગીતોમાં એ ભાવનાઓનું ચિંતન પ્રવાહિત કરે છે. સંસાર : મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત: રોગ થાય છે તો ઔષધોની જરૂર પડે છે. સંસારમાં અસંખ્ય રોગ ભરેલા પડ્યા છે. હું શારીરિક રોગોની વાત કરતો નથી, માનસિક રોગોની વાત કરું છું, આધ્યાત્મિક રોગોની ઊંત કરું છું. આ સર્વ રોગોનો ઉદ્દભવ મોહથી થાય છે. મોહનો અર્થ છે - અજ્ઞાન. અજ્ઞાન એટલે કે અંધકાર. આ વિશ્વ, આ સંસાર શાન્તસુધારસ : ભાગ ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ મોહાધકારથી વ્યાપ્ત છે. ઉપાધ્યાયજીએ તો મોહને અંધકાર નથી કહ્યો, ઝેર-વિષ કહ્યું છે. સમગ્ર સંસાર મોહવિષથી વ્યાપ્ત છે. સંસારની હવા મોહના ઝેરથી ઝેરી બની ગઈ છે. પરંતુ આ વાત તમારી બુદ્ધિમાં ઊતરે છે ખરી? તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે? મન ઉપર, ચિત્ત ઉપર મોહવિષની અસર છે કે નથી એ વાતનો નિર્ણય કેવી રીતે કરશો? નિર્ણય કરવો પડશે. નિર્ણય કરવા માટે એક વાતનો વિચાર કરવાનો છે : “મારા મનમાં કોઈ પણ પ્રકારનું. ઝેર છે ખરું? કોઈ પણ પ્રકારનો ખેદ, ઉદ્વેગ છે? કોઈ પણ પ્રકારનો ભય છે? જો હોય તો નિશ્ચિત રૂપે મોહવિષની અસર છે તમારા મન ઉપર. - ૨ સુવું શમર્ષિ જે મનમાં મોહવિષની અસર હોય છે એ મનમાં સુખનો અંશ પણ હોતો નથી. તમે ગમે તેટલા ઉપાય કરો... ભૌતિક... ધાર્મિક.... પરંતુ તમને સુખ નહીં મળે. જ્યાં સુધી મોહનું ઝેર હશે ત્યાં સુધી “સુખ’ નામનું તત્ત્વ તમે નહીં જ પામી શકો ! સર્વ પ્રથમ મોહવિષને દૂર કરવું પડશે. મોહવિષનો પ્રભાવ: મોહવિષનો પ્રભાવ... મોહવિષાદથી ઉત્પન ઝેરીલા પ્રભાવોને જાણો છો? કેટલીક તીવ્ર વાસનાઓ મનમાં ઊપજે છે. – ધનસંપત્તિની વાસના. – પત્ની-પુત્રાદિની વાસના. - યશ-કીર્તિની વાસના. - શરીર-આરોગ્યની વાસના. આ વાસનાઓ મનને સુખશાન્તિનો અનુભવ કરવા દેતી નથી. આ વાસનાઓમાંથી એક પણ વાસના મનમાં જાગે છે તો તીવ્ર - તીવ્રતર બને છે, ત્યારે મનુષ્યને, જીવાત્માને અશાન્ત-બેચેન કરી દે છે. આપણે મધ્યસ્થ દ્રષ્ટિથી સંસારને જોઈએ તો આ વાત સ્પષ્ટ રૂપે સમજવામાં આવી જશે. - એક ભાઈનું શરીર નીરોગી છે. સુશીલ પત્ની છે. સમાજમાં માને છે. પરંતુ ધન સંપત્તિ નથી. મેં એને દુઃખી જોયો છે. - એક ભાઈ ધનવાન છે. શરીર નીરોગી છે. પત્ની છે, યશ છે, પરંતુ સંતાન નથી, પુત્ર નથી, મેં એને દુઃખી જોયો છે. - એક ભાઈ સંપત્તિવાન છે. પત્ની છે, પુત્ર છે, શરીર સારું છે, પરંતુ યશ નથી, કીતિ નથી. તે પોતાને દુઃખી માને છે. - એક ભાઈ પાસે ધનસંપત્તિ છે. પત્ની-પુત્ર છે, યશ છે, પરંતુ શરીર રોગોથી પ્રસ્તાવના Page #35 -------------------------------------------------------------------------- ________________ ઘેરાયેલું છે. તેથી તે પોતાની જાતને દુઃખી માને છે. ' આ તમામ વાસનાઓ મોહવિષને લીધે ઉત્પન્ન થાય છે. આ વાસનાઓની પૂર્તિ કરવા માટે મનુષ્ય સદૈવ પ્રયત્નશીલ રહે છે. અજ્ઞાનથી ઘેરાયેલો એ માણસ જાણતો નથી કે આ તમામ વાસનાઓ પુણ્યકર્મના ઉદયથી જ પૂર્ણ થાય છે. અજ્ઞાનતા મનુષ્યને ખોટા માર્ગે ભટકાવી મારે છે. વાસનાઓની પૂર્તિ કરવામાં અશાન્તિ: આ વાસનાઓની, ઇચ્છાઓની પૂર્તિ કરવામાં સંસારના બ્રાન્ત જીવો કેવાં કેવાં ખોટાં કામો કરે છે, તે જાણો છો ને? ધનસંપત્તિની વાસના: ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે અનીતિ, અન્યાય, બેઈમાની તો કરે જ છે, ઉપરાંત પાપમય ધંધો પણ કરે છે. શરાબનો ધંધો, માંસ વેચવાનો ધંધો, જુગારખાનાં ચલાવવાનો ધંધો, હિંસક સાધનો ઉત્પન્ન કરવાનો ધંધો... આવા તો અનેક વૃણિત. ધંધાઓ કરે છે. કહો, આવા ધંધા કરનારાઓનાં ચિત્તમાં શાન્તિ હોઈ શકે? મનની પ્રસન્નતા હોય? કેટલાક લોકો ધનસંપત્તિ પામવા માટે મંત્રજાપ કરે છે, પૂજાપાઠ કરે છે, તપત્યાગ કરે છે. આ બધું કરતાં તે લોકો મોહવિષાદથી વ્યાકુળ હોય છે. મેં એવા લોકોના મુખેથી વિષાદભર્યા શબ્દો સાંભળ્યા છે આટલાં વર્ષોથી ભગવાનની પૂજા કરું છું, પરંતુ સો રૂપિયાનું ય બેંક બેલેન્સ પામ્યો નથી. આટલાં વર્ષોથી આયંબિલની ઓળી કરું છું, છતાં મુંબઈમાં હજુ સુધી ૧૦ x ૧૦ની રૂમ પણ લઈ શક્યો નથી.” આજ સુધી મેં નવ લાખ નવકાર મંત્રના જાપ કરી લીધા, પરંતુ ઘરમાં ન તો ફોન આવ્યો છે, ન તો ફ્રીઝ આવ્યું છે. ટી.વી. આવ્યું નથી, તો ફિયાટની તો વાત જ શું કરવી?” આવા લોકો જીવનપર્યત મોહવિષાદનાં ઝેરથી વ્યાપ્ત રહે છે. કદીક ભાગ્યોદય થાય અને પુરુષાર્થનો સમાગમ થઈ જાય અને આવો ‘શાન્તસુધારસ' જેવો ગ્રંથ સાંભળવા મળી જાય તો સંભવ છે કે મોહનું ઝેર ઊતરી જાય !! પુત્રપ્રાપ્તિની વાસના: એક ધનવાન માણસ એટલા માટે અશાન્ત અને ઉદ્વિગ્ન રહેતો હતો કે તેને પુત્ર ન હતો. છોકરીઓ હતી, છોકરો ન હતો. ભૌતિક સુખનાં તમામ સાધનો હોવા છતાં પણ તે પોતાની જાતને દુઃખી માનતો હતો. પુત્રપ્રાપ્તિ માટે તેણે કેટલા બધા ઉપાયો કર્યા હતા. જેટલા કંકર એટલા શંકર કર્યા હતા! કેટલાય બાબા-ફકીરોની પાછળ | શાન્તસુધારસ : ભાગ ૧ San d ૨૩ | Page #36 -------------------------------------------------------------------------- ________________ ફર્યો હતો. કેટલાય મંત્રજાપ કર્યા હતા. વાસનાપૂર્તિ કરવા માટેની તીવ્રતાએ એને પાગલ જેવો બનાવી દીધો હતો. મેં એને પૂછ્યું હતું ઃ ‘તું છોકરો પામવા માટે આટલો વ્યગ્ર અને અશાન્ત શા માટે રહે છે ? તારા ગામમાં, તારા ઘરની પાસે જ તેં એક દુર્ઘટના જોઈ ન હતી ? એ મહાનુભાવને એક જ છોકરો હતો ને ? લાડકોડમાં ડૂબેલો હતો ને ? ગર્ભશ્રીમંત હતો ને ? જેમ જેમ છોકરો મોટો થતો ગયો, તેમ તેમ તે અવિનયી અને ઉદ્ધત બનતો ગયો હતો ને ? માતાપિતાનું અપમાન કરતો હતો ને ? તે છોકરાએ ભણતર પૂર્ણ ન કર્યું... વ્યસનોનો શિકાર બની બેઠો. પૈસાની ચોરી કરવા લાગ્યો. પિતાનું મૃત્યુ થઈ ગયું. માતાનાં ઘરેણાં વેચી માર્યાં. લગ્ન કર્યાં. ઘરમાંથી ભાગી ગયો. પિતાનું ઘર વેચી માર્યું..... રસ્તે રઝળતો થઈ ગયો. છોકરાએ માતાપિતાને કયું સુખ આપ્યું ? હા, છોકરીઓએ માતાપિતાને પ્રેમ આપ્યો, દુઃખમાં સહાય કરી...’ તે કશું બોલ્યો નહીં. મારી વાત એને ગમી કે નહીં તેની ખબર નથી. વાસનાવિવશ મનુષ્ય હિતકારી જ્ઞાની મનુષ્યોની વાત પ્રાયઃ માની શકતો નથી. તે દુઃખી અને અશાંત જ બની જાય છે. મોહવિષાદનું વિષ તેના મનમાં ફેલાઈ જાય છે. એક દિવસે એના ભાવપ્રાણ નષ્ટ થઈ જાય છે અને દુર્ગતિમાં ચાલ્યો જાય છે. યશ-કીર્તિની વાસના : મોહવિષાદના વિષનો એક દારુણ વિકાર હોય છે - યશ-કીર્તિનો, માનસન્માનનો. ધનસંપત્તિ હોવા છતાં પણ માન-સન્માન મળતું નથી, તો મનુષ્ય અશાંત રહે છે, બેચેન રહે છે. માન-સન્માન, યશ-કીર્તિ પામવા માટે ઉપાયો શોધતો રહે છે. તે પામવા માટે જે કંઈ સારું-ખોટું કરવું જ પડે છે, તેવું કરવા તે તત્પર થઈ જાય છે. દંભ અને કપટ કરે છે. હિંસા અને ચોરી કરે છે. આમ તો દાન પણ કરે છે અને પરોપકાર પણ કરે છે. આ બધું કરવાથી જો લોકો પ્રશંસા કરે છે તો તે ખુશ થઈ જાય છે, અભિમાની બની જાય છે. ઘણી વાર બીજાંનું અપમાન પણ કરી બેસે છે અને બધું પ્રાપ્ત કરવા છતાં પણ જો લોકો એની પ્રશંસા ન કરે, તો તે નારાજ થઈ જાય છે. તેની નિંદા કરનારાઓ પ્રત્યે નારાજ અને રોષાયમાન થઈ જાય છે. તે લોકોની ખૂબ ટીકા કરે છે. આ બધું કરવામાં એનું મન અતિવ્યાકુળ રહે છે. ન મનનું સુખ મળે છે, ન મનની પ્રસન્નતા રહે છે. યશ-કીર્તિની તીવ્ર ઇચ્છા કરનારા લોકો ‘સત્તા’નું સિંહાસન પામવા પ્રયત્ન કરે છે. વિધાનસભા યા લોકસભામાં જવા ઇચ્છે છે. એટલા માટે તો ચૂંટણી લડે છે. પ્રસ્તાવના ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ચૂંટણી લડતાં અનેક ખોટા ઉપાયો કરે છે. જીતવા માટે તેઓ શું શું નથી કરતા? તે તમે સારી રીતે જાણો છો. તે લોકો શાન્તિ પામતા નથી કે પરિવારને શાન્તિ આપી શકતા નથી. ઘોર અશાંતિના વિષચક્રમાં તે લોકો ફસાઈ જાય છે. શારીરિક આરોગ્યની વાસના : મોહવિષાદનું વિષ મનુષ્યને સાચો વિચાર કરવા દેતું નથી. તે સમજવા દેતું નથી કે ધનસંપત્તિની પ્રાપ્તિ લાભાન્તરાયકર્મના ક્ષયોપમથી થાય છે. પત્ની-પુત્ર આદિની પ્રાપ્તિ પણ અંતરાયકર્મના ક્ષયોપમથી થાય છે. યશ-કીતિની પ્રાપ્તિ નામકર્મના ઉદયથી થાય છે, અને અપયશની-બદનામીની પ્રાપ્તિ થાય છે અપયશ નામકર્મના ઉદયથી ! શારીરિક આરોગ્યની પ્રાપ્તિ શાતા-વેદનીય કર્મથી થાય છે અને સર્વ રોગોનું મૂળ અશાતા-વેદનીય કર્મનો ઉદય હોય છે ! મોહવિષથી ભ્રાન્ત બનેલો મનુષ્ય એ તાત્ત્વિક વિચાર નથી કરતો. એ અતાત્ત્વિક - અયથાર્થ વિચાર જ કરે છે. જ્યારે શરીર રોગગ્રસ્ત બને છે. અનેક ઔષધ ઉપચારો કરવા છતાં પણ તે નીરોગી બનતું નથી, ત્યારે તેની વ્યાકુળતા વધી જાય છે. તેને મૃત્યુનો ભય સતાવે છે. રોગોથી બચવા માટે ગમે તેવા અનુચિત અને હિંસાપ્રચૂર ઉપાયો કરે છે. પાપપુણ્યનો વિચાર પણ કરતો નથી. રોગગ્રસ્ત સ્થિતિમાં જો સ્વજન-પરિજન સેવા નથી કરતાં, તેની દેખભાળ નથી કરતાં તો તે રોષથી, રીસથી અને ક્રોધથી ભરાઈ જાય છે. કડવાં વચનો બોલવા માંડે છે. તીવ્ર આક્રોશ કરે છે અને તીવ્ર અશાંતિનો ભોગ બને છે. મોહવિષાદનાં ઝેરનો આ ઇમ્પ્રભાવ હોય છે. સંસારમાં મોહવિષાદનું ઝેર વ્યાપ્ત છે, એ સંસારમાં સુખ હોઈ શકે જ નહીં, શાન્તિ મળી શકે જ નહીં. સુખશાન્તિનો એક જ ઉપાય : ભાવનાઓ : સભામાંથી અમે લોકો સંસારમાં જ છીએ. સંસાર મોહવિષથી વ્યાપ્ત છે, તો પછી અમે સુખશાન્તિ કેવી રીતે પામી શકીએ? મહારાજશ્રી ભાવનાઓથી! આ શાન્તસુધારસ' ગ્રંથના શ્રવણ-મનનથી તમે લોકો સુખશાન્તિ પામી શકો એટલા માટે તો આ ગ્રંથ ઉપર પ્રવચનો આપવાં છે. આ મહાકાવ્યનું ગાન કરવું છે. માનસિક સુખશાંતિ પામવાનો એક અનન્ય-અદ્વિતીય ઉપાય છે -ભાવનાઓથી આત્માને ભાવિત કરવાનો !! પુણ્યકર્મનો ગમે તેટલો ઉદય હશે, ગમે તેટલાં ભૌતિક સુખનાં સાધનો હશે, પરંતુ મનમાં ભાવનાઓનું ચિંતન નહીં હોય, તો શાન્તિ નહીં મળે ! એક મોટા શાન્તસુધારસ : ભાગ ૧ ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી છે, સાધુપુરુષ છે, પરંતુ મનમાં શાન્તિ નથી. હજારો લોકો એમની તપશ્ચયની પ્રશંસા કરે છે, ગુણગાન કરે છે, પરંતુ તે સ્વયં તો અશાન્ત જ છે. જીવનની કેટલીક વિષમતાઓ એમને અશાન્ત બનાવી દે છે, કારણ કે તેઓ તપ તો કરે છે, પરંતુ આત્માને ભાવનાઓથી ભાવિત કરતા નથી. એક મહાત્માને હું જાણતો હતો. તેમનું મૃત્યુ થઈ ગયું, પરંતુ તેમના જીવનકાળમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા હતા. એમનો એક અનન્ય ભક્ત હતો. ૨૫-૩૦ વર્ષથી તેમની ભક્તિ-સેવા કરતો હતો, એમનાં ગુણગાન કરતો હતો, પરંતુ એક દિવસ એવો આવ્યો....ભક્તની કોઈક વાત એ મહાત્માએ નહીં માની અને એ ભક્ત શત્રુ બની બેઠો. જે મહાત્માનાં ગુણગાન ગાતો હતો, તેની હવે નિંદા કરવા લાગ્યો. ચરિત્રહનન કરવા લાગ્યો. પરંતુ તે મહાત્મા નિરાકુલ રહ્યા; તેમનું મન અશાન્ત ન બન્યું. એક શિષ્ય પૂછ્યું: ‘ગુરુદેવ, પેલો આપનો ભક્ત હવે શત્રુ બનીને ઘોર નિંદા કરે છે, તમે એની ખોટી વાતોનું ખંડન કેમ કરતા નથી?” મહાત્માએ હસી કાઢી વાત. જેવી રીતે પ્રશંસા શાશ્વતું નથી હોતી એમ નિંદા પણ શાશ્વતું નથી હોતી. નિંદાપ્રશંસા બંને કર્મજન્ય ભાવો છે. એમાં હર્ષ કે શોક ન કરવો જોઈએ. અજ્ઞાની જીવ જે ભૂલ કરે છે, એવી ભૂલ જ્ઞાનીએ ન કરવી જોઈએ!” મોહનું વિષ ભાવનાઓથી ઊતરી જાય છે. એટલા માટે ભાવનાઓથી ભક્તિ કરવાની છે - આપણા મન અને આપણા આત્માએ. પ્રતિદિન ભાવનાઓનું ચિંતન કરતા રહેવાનું છે. જ્યારે જ્યારે સંસારમાં કોઈ મોહજન્ય વિષમતા પેદા થાય ત્યારે ત્યારે તમે અનુરૂપ ભાવનાનું ચિંતન કરીને મનને સ્વસ્થ રાખી શકો છો. – એક શ્રેષ્ઠીના વિષયમાં ગુરુજનો પાસેથી સાંભળ્યું હતું કે તે પ્રતિદિન જિનવાણી સાંભળવા નિયમિત રીતે નવ વાગ્યે આવતા. નવ વાગે પ્રવચન શરૂ થતું. બે મહિના પછી એ શ્રેષ્ઠી એક દિવસે અડધો કલાક મોડા પડ્યા અને પાછળ બેસી ગયા. પ્રવચનકાર આચાર્યશ્રીએ એમને જોઈ લીધા. પ્રવચન પૂર્ણ થયા પછી જ્યારે શ્રેષ્ઠી ગુરુદેવના ચરણસ્પર્શ કરવા પાસે આવ્યા ત્યારે ગુરુદેવે પૂછયું : “આજે કેમ મોડું થયું?” શ્રેષ્ઠીએ કહ્યું “ગુરુદેવ, એક મહેમાનને વિદાય આપવા ગયો હતો તેથી મોડું થઈ ગયું. તેમણે ખૂબ ગંભીરતાથી આ વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા. એક ભાઈએ ગદ્ગદિત સ્વરમાં કહ્યું: ‘ગુરુદેવ, એમનો એકનો એક મોટો દીકરો, જે દુકાનનો બધો વ્યવહાર ચલાવતો હતો તે રાત્રે અચાનક મૃત્યુ પામ્યો.... સવારે એની સ્મશાનયાત્રા હતી.” ગુરુદેવની આંખો ભરાઈ આવી, પરંતુ શ્રેષ્ઠી સ્વસ્થ રહ્યા. તેમણે પુત્રને પણ | ૨૬ ૨ ૮ પ્રસ્તાવના | Page #39 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં મહેમાન માન્યો હતો. સંયોગ-વિયોગનું ચિંતન કર્યું હતું. ‘સ્વજન-પરિજનોથી હુંભિન્ન છું ’- એ અન્યત્વ ભાવના દ્વારા ભાવિત બન્યા હતા. એટલા માટે તે પુત્રના મૃત્યુથી શોકમગ્ન ન બન્યા; આર્તધ્યાન ન કર્યું. ભાવનાઓનો આ અચિંત્ય પ્રભાવ છે. મોહવિષાદનું ઝેર ઊતરી જાય છે. મોહજન્ય વાસનાઓ દૂર થઈ જાય છે. વાસનાપૂર્તિની ઇચ્છાઓ શાન્ત થઈ જાય છે. જો તમે લોકો ઇચ્છતા હો તો ‘શાન્તસુધારસ’ ગ્રંથને અવશ્ય સાંભળો. નિયમિત રૂપે સાંભળો. સાંભળ્યા પછી રાત્રિના સમયે તેનું ચિંતન કરો - મનન કરો. બીજા સ્વજનો-મિત્રોની સાથે ભાવનાઓ અંગે વાર્તાલાપ કરો. આ બધું કરવાથી ધીરે ધીરે તમારું મન મોહથી મુક્ત બની જશે - તમે શાન્તિ પામશો, સુખનો અનુભવ કરશો. આજે બસ, આટલું જ. | શાન્તસુધારસ : ભાગ ૧ ૨૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ શિlGGીસ્@ાક્ષી પ્રવચન ૩ - સંકલના : ઉપદેશઃ બુદ્ધિમાનોને બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ભવભ્રમણને સમજો છો? અનન્ત સુખને સમજો છો? • અનંત સુખ પામવાની તત્પરતા ૦ ઉપસંહાર Page #41 -------------------------------------------------------------------------- ________________ यदि भव-भ्रमखेदपराङ्गमुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । श्रुणुत तत्सुधियः शुभ-भावनामृतरसं, मम शान्तसुधारसम् ॥३॥ હે બુદ્ધિમાન સજ્જનો, જો તમારું ચિત્ત ભવભ્રમણની કથાથી, થાકથી ઉદ્વેગ પામ્યું હોય, અને અનંત સુખમય મોક્ષ પ્રાપ્ત કરવા તત્પર બન્યું હોય, તો શુભ ભાવનાના અમૃતરસથી ભરપૂર મારો આ “શાન્તસુધારસ” ગ્રંથ એકાગ્ર મનથી સાંભળતા રહો.” આ ઉપદેશ પવિત્ર બુદ્ધિમાનોનેઃ ઉપાધ્યાયજી જે સુધિય’ સારી બુદ્ધિવાળા છે, એવા લોકોને પોતાનો આ ‘શાન્ત સુધારસ' ગ્રંથ સાંભળવાનું કહે છે. બુદ્ધિશાળીઓને સાંભળવાનું કહે છે.' સુંદર, પવિત્ર બુદ્ધિવાળા લોકોને સાંભળવાનું નિમંત્રણ આપે છે. ખૂબ જ મહત્ત્વની વાત છે એમની. એમને મૂર્ખ શ્રોતાઓની જરૂર નથી, તેમને તો જરૂર છે સુધિય’ શ્રોતાઓની, પવિત્ર - નિર્મળ બુદ્ધિવાળા શ્રોતાઓની. ધર્મોપદેશ કોઈને કોઈ એક અપેક્ષાથી આપવામાં આવે છે. જે અપેક્ષાથી ઉપદેશ આપવામાં આવે છે, તે અપેક્ષાને સમજનારા શ્રોતાઓ જોઈએ. મૂર્ખ, સામાન્ય બુદ્ધિવાળા શ્રોતા વક્તાની અપેક્ષાને સમજી શકતા નથી. મલિન બુદ્ધિવાળા શ્રોતાઓ અભિપ્રાયને સમજી શકતા નથી. એટલે તે અર્થનો અનર્થ કરી બેસે છે. એટલા માટે વક્તાએ શ્રોતાઓની બૌદ્ધિક યોગ્યતા જાણવી જોઈએ. તેમની ધાર્મિક સાંપ્રદાયિક માન્યતાઓને જાણવી જોઈએ. શ્રોતાઓની યોગ્યતા સમજીને ઉપદેશ આપવાનો હોય છે. ઉપદેશનો વિષય, ઉપદેશની ભાષા પણ શ્રોતાઓની યોગ્યતા અનુસાર હોવી જોઈએ. અમે લોકો એક શહેરમાં ગયા. ઉપાશ્રયના ટ્રસ્ટીએ કહ્યું: “થોડા દિવસો પહેલાં એક મોટા મુનિરાજ આવ્યા હતા, મોટા જ્ઞાની અને પંડિત હતા. તેમનું પ્રવચ સારું હતું. અમે લોકો તો સમજી પણ ન શક્યા. તેમણે સાપેક્ષવાદ, નય, નિક્ષેપ વગેરેની વાતો કરી, પરંતુ અમે કશું જ સમજી ના શક્યા, ખૂબ મોટા પંડિત, વિદ્વાનું.' છે ને બુદ્ધિમાન લોકો! જે વિદ્વાનુ. શ્રોતાઓ સમજી શકતા નથી એવો ઉપદેશ આપે છે. તેવા પંડિત ! તમારા ભેજામાં ન ઊતરે તેવું બોલે તે પંડિત ! ઉપાધ્યાયજી એવા શ્રોતાઓ ઈચ્છે છે કે જે નિર્મળ, પવિત્ર બુદ્ધિવાળા હોય, જૈન પરિભાષાને જાણનારા હોય, જેને પરિભાષાનું જ્ઞાન શ્રોતાઓને હોવું જ જોઈએ. જેમ પહેલા જ શ્લોકમાં પંચાસવ’ શબ્દ આવ્યો. પાંચ આસવ. જો આસ્રવે’ શબ્દની પરિભાષાનું જ્ઞાન નહીં હોય તો શું સમજશે? અને પ્રવચન દરમિયાન પારિભાષિક શાન્તસુધારસ: ભાગ ૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ શબ્દોના અર્થ સમજાવતા રહીએ તો પ્રવચન નીરસ બની જશે. એટલા માટે શ્રોતા એવા જોઈએ કે જેમને પારિભાષિક શબ્દોનું જ્ઞાન હોય. એમને જ સુધિય’ કહેવાય. માની લો કે પ્રવચન દરમિયાન પરિભાષા સમજાવીએ પણ ખરા, પરંતુ જે બુદ્ધિમાન હશે તે જ સમજી શકશે. અલ્પબુદ્ધિવાળા નહીં સમજી શકે. ભલે ને તેઓ ઉંમરમાં મોટા હોય. ઉંમરમાં નાના હોય, પરંતુ જે બુદ્ધિમાન હોય તે પારિભાષિક શબ્દોને સારી રીતે સમજી લે છે. એટલા માટે વિશિષ્ટ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ બુદ્ધિમાનોને આપવો જોઈએ. સામાન્ય ધર્મોપદેશ સૌને આપી શકાય, જેમાં અર્થનો અનર્થ થવાની સંભાવના રહેતી નથી. બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો: બુદ્ધિમાનોને પણ ઉપાધ્યાયજી બે પ્રશ્નો પૂછે છે. ખૂબ મહત્ત્વના છે એ બે પ્રશ્નો. શાન્તસુધારસ' ગ્રંથ સાંભળવો હોય તો મારા બે પ્રશ્નોના ઉત્તર આપો. . પ્રથમ પ્રશ્ન છે તમારું ચિત્ત ભવભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થઈ ગયું છે ખરું? હવે મારે સંસારમાં મૃત્યુ પામવું નથી, અનંત ભ્રમણથી હું થાકી ગયો છું. હવે ભટકવું નથી, સંસારની ચાર ગતિઓમાં. આવો નિર્ણય કર્યો છે? બીજો પ્રશ્ન પૂછું: ‘અનંત સુખમય મોક્ષ પામવા માટે તમારું મન તત્પર બન્યું, છે? હવે તો મોક્ષ જ મેળવવો છે, એવો મનોમન નિર્ણય કર્યો છે ખરો? ઉપાધ્યાયજીનો આ કેવો નિઃસ્પૃહભાવ છે? કેવું સરસ સંસ્કૃત મહાકાવ્ય બનાવ્યું છે, હું લોકોને સંભળાવું... લોકો મારી ભરપૂર પ્રશંસા કરશે. મહાકાવ્યનું ઉચ્ચ મૂલ્યાંકન કરશે..' વગેરે સ્પૃહા મનમાં ન હતી. પોતાની કીર્તિનો, પ્રશંસાનો કોઈ ભાવ કે ધ્યેય ન હતું. તે તો સ્પષ્ટ કરે છે - તમે ભવભ્રમણથી થાકી ગયા છો ? તમને અનંત સુખમય મોક્ષ પામવાની તત્પરતા છે? તો આવો અને ‘શાન્તસુધારસ સાંભળો. માત્ર ટાઈમ પાસ કરવા માટે સાંભળવાનું નથી. કર્ણપ્રિય' લાગે છે એટલા માટે સાંભળવાનું નથી. મહારાજ ખૂબ સારું ગાય છે, એટલા માટે સાંભળવાનું નથી. સાંભળવામાં મજા આવે છે. એ રીતે શ્રવણેન્દ્રિયની તૃપ્તિ માટે સાંભળવાનું નથી. એટલા માટે સાંભળવાનું છે કે ભવસંસારમાંથી ચિત્તની વિરક્તિ વધારવાની છે. સંસાર વિરક્તિ અને મોક્ષ અનુરક્તિની દ્રષ્ટિથી ‘શાન્તસુધારસનું શ્રવણ કરવાનું છે. શુભ ભાવનાઓના અમૃતરસનું પાન કરવાનું છે. આ ગ્રંથ-શ્રવણનો કોણ અધિકારી છે, તે સમજો છો ને? | ૩૦ પ્રસ્તાવના | Page #43 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણને સમજો છો?? તમારે ‘શાન્ત સુધારસ’ સાંભળવો છે ને? યોગ્યતા પ્રાપ્ત કરીને સાંભળવાનો છે ને? સભામાંથી ? ગ્રંથકાર કઈ યોગ્યતાની અપેક્ષા રાખે છે ? તે યોગ્યતા તો અમારામાં નથી. મહારાજશ્રી અત્યારે યોગ્યતા ભલે ન હોય, પરંતુ યોગ્યતા મેળવવી તો છે ને? યોગ્યતા પામવાનો પ્રયત્ન કરશો તો યોગ્યતાને પ્રાપ્ત પણ કરી શકશો. એટલા માટે સર્વપ્રથમ ભવભ્રમણ'ને સમજવું પડશે. આપણો આત્મા ક્યારથી અને ક્યાં ક્યાં ભટક્યો છે, એ વાત સમજશો તો તમારું મન સંસાર-પરિભ્રમણથી નફરત કરવા લાગશે. સંસારથી વિરક્ત બનશે. બીજી વાત એ વિચારવાની છે કે આપણો આત્મા સંસારની ચાર ગતિઓમાં કેમ ભટકી રહ્યો છે? આપણે ભટકી રહ્યા છીએ પરંતુ વિચારતા નથી કે શા માટે ભટકીએ છીએ? શું પામવા ભટકી રહ્યા છીએ? I એક પુરુષ થાકીને નિરાશ થઈને બેઠો હતો. એને પૂછવામાં આવ્યું: ‘ભાઈ, તું શા માટે નિરાશ થઈને બેઠો છે?” તેણે જવાબ આપ્યો: ‘મારો પુત્ર ખોવાઈ ગયો છે, એને કેટલાય દિવસોથી શોધી રહ્યો છું...... ભટક્યા કરું છું... થાકી ગયો છું... હવે 'આશા છોડી દીધી છે....!' - બીજો એક પુરુષ નિરાશાના સાગરમાં ડૂબેલો શૂન્યમનસ્ક થઈને બેઠો હતો, એને પૂછવામાં આવ્યું: ‘ભાઈ, તું શા માટે નિરાશ થઈને બેઠો છે !' તેણે કહ્યું : “આ શહેરમાં વીસ વર્ષથી આવ્યો છું, ખૂબ મહેનત કરી રહ્યો છું.... પરંતુ પૈસા ન મળ્યા. થોડા રૂપિયા મળે છે તો ટકતા નથી. ગરીબનો ગરીબ જ રહ્યો. જેટલાં બજાર છે તે બધાંમાં ધંધો કર્યો... મહેનત કરી... મજૂરી કરી. પરંતુ કશું જ મળ્યું નહીં. શું કરું ? હવે તો મોતની રાહ જોઈ રહ્યો છું.' આ રીતે આપણો આત્મા પરમ સુખ પામવા માટે અનન્તકાળથી, અનાદિકાળથી સંસારની ગતિઓમાં ભટકતો રહ્યો છે, પરંતુ પરમ સુખ નથી મળ્યું - શાશ્વત સુખ નથી મળ્યું. સુખ મળે છે તો ટકતું નથી, ચાલ્યું જાય છે. જેવું જોઈએ તેવું સુખ મળતું નથી. સુખનો આભાસ જ મળે છે. પરિણામ સ્વરૂપે તો દુઃખ જ દુઃખ મળે છે. - વાસ્તવિક સુખ શોધતાં શોધતાં થાકી ગયા. નિરાશ થઈ ગયા. હવે આ સંસારમાં સુખ પામવા માટે ભટકવું નથી. સંસારમાં પરમ સુખ, શાશ્વત્ સુખ મળી ન જ શકે. ક્ષણિક સુખો પાછળ હવે ભટકવું નથી. આવું મનમાં થાય છે ખરું? શું અનાદિ ભૂતકાળમાં કદીય જ્ઞાનવૃષ્ટિથી ગયા છો? નથી ગયા ને? ચાલો આજ લઈ શાન્તસુધારસ : ભાગ ૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ જાઉં છું તમારા અનંત ભૂતકાળમાં. આપણે અનંતકાળ “અવ્યવહાર રાશિની નિગોદમાં રહ્યા. ત્યાં આપણે એકેન્દ્રિય હતા. માત્ર સ્પર્શનેન્દ્રિય હતી. ચેતન હોવા છતાં પણ અચેતન જેવા મૂચ્છિત અવસ્થામાં હતા. જેમ જેમ સંસારમાંથી જીવ મોક્ષમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળીને ‘વ્યવહાર રાશિની નિગોદમાં આવે એવો શાશ્વત નિયમ છે કે “એક જીવ મોક્ષમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. અનંતકાળથી આ ક્રમ ચાલ્યા કરે છે. નિગોદ અવસ્થામાં જીવોને અતિશય દુઃખ હોય છે. સુખનો રજમાત્ર પણ સ્પર્શ નથી હોતો. ‘વ્યવહાર રાશિની નિગોદમાં પણ દુઃખ જ છે – માત્ર દુઃખ. આપણું સંસાર-પરિભ્રમણ નિગોદથી પ્રારંભાય છે. સૌપ્રથમ આપણે એકેન્દ્રિય હતા, મૂચ્છિત હતા, દુઃખી હતા. પછી બેઇન્દ્રિય જીવ બન્યા. હવે સ્પર્શન અને રસનેન્દ્રિય -બે ઈન્દ્રિયો હતી. મન તો હોતું જ નથી. મન વગરના જીવની સ્થિતિની કલ્પના કરજો. છતાં પણ બેઇન્દ્રિય જીવોને સુખદુઃખની સંજ્ઞા હોય છે. આપણે અનેક વાર બેઈન્દ્રિય જીવ બન્યા. જન્મ, મૃત્યુ કર્યા પછી તેઈન્દ્રિય બન્યા. સ્પર્શ, રસની પછી આપણને ધ્રાણેન્દ્રિય મળી -ત્રણ ઇન્દ્રિયો મળી. તે ઇન્દ્રિય જીવયોનિમાં પણ આપણે અનેક જન્મ-મૃત્યુ કર્યો, દુઃખ સહન કરતા રહ્યા અને પછી ચઉરિદ્રિય જીવયોનિમાં આપણો જન્મ થયો. સ્પર્શ, રસ, ઘાણ પછી ચોથી ચક્ષુરિન્દ્રિય મળી, પરંતુ મન ન મળ્યું. ચઉરિદ્રિયના જન્મોમાં પણ દુઃખ જ દુઃખ પામ્યા. અનેક જન્મ-મૃત્યુ પછી પંચેન્દ્રિય યોનિમાં આપણો જન્મ થયો. , રસ, ઘાણ, ચક્ષુ પછી શ્રવણેન્દ્રિય મળી - કાન મળ્યા. પરંતુ મન ન મળ્યું. પશુપક્ષીની યોનિ મળી. ત્યાં પણ આપણે માત્ર દુઃખ જ ભોગવતા રહ્યા. અંતે આપણને પાંચ ઈન્દ્રિયોની સાથે મન પણ મળ્યું. પરંતુ અવિકસિત મન, નિબળ મન. અહીં સુધી એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, લાખો યોનિઓમાં જન્મ-મરણ કરતા રહ્યા અને દુઃખ ભોગવતા રહ્યા. આ આપણા જ અનંત જન્મોની કથની છે. કેવા કેવા જન્મો આપણે પામ્યા. કેવાં કેવાં ઘોર દુઃખો પામ્યા - આ જ્ઞાનદ્રષ્ટિથી વિચારવાનું છે. મને મળ્યા પછી દુઃખ વધવા લાગ્યાં. સુખના આભાસ મળવા લાગ્યા. - તિર્યંચ - પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓમાં જન્મ-મરણ કર્યો. ૩૨ પ્રસ્તાવના | Page #45 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની ચૌદ લાખ યોનિઓમાં પણ જન્મ-મરણ કર્યાં. નરકની ચાર લાખ યોનિઓમાં જન્મ-મરણ કર્યાં, અને – દેવોની ચાર લાખ યોનિઓમાં પણ જન્મ-મરણ કર્યાં. હા, દેવલોકમાં પણ આપણા જીવે દેવત્વ પ્રાપ્ત કર્યું હતું, ત્યાં શ્રેષ્ઠ ભૌતિક સુખો પ્રાપ્ત કર્યાં હતાં, પરંતુ એ સુખ શાશ્વત્ ન હતાં. ત્યાંનો જન્મ સમાપ્ત થતાં ત્યાંનાં સુખ પણ સમાપ્ત થઈ ગયાં. સુખ મળ્યા પછી ચાલ્યાં જાય છે, ત્યારે જીવ ખૂબ જ દુઃખી થઈ જાય છે. આપણા જીવે ‘એકેન્દ્રિય' અવસ્થાની કેટલી યોનિઓમાં કેટલા જન્મ-મરણ કર્યાં છે તે જાણો છો? પૃથ્વીકાયની સાત લાખ યોનિઓ છે. – અપ્કાયની સાત લાખ યોનિઓ છે. તેઉકાયની સાત લાખ યોનિઓ છે. વાયુકાયની સાત લાખ યોનિઓ છે. સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ યોનિઓ છે. - આ સર્વે યોનિઓમાં આપણા આત્માએ અનેક વાર જન્મ ધારણ કર્યાં છે. જરા શાન્તિથી વિચારજો. સ્વસ્થ દિમાગથી વિચારજો. આવી સમગ્ર જીવસૃષ્ટિમાં આપણે ભટક્યા છીએ, ઘોર દુઃખ પામ્યાં છીએ, અને આજે પણ ભટકી રહ્યા છીએ. હજુ સુધી એવું સુખ મળ્યું નથી કે જે શાશ્વત્ હોય, અવિનાશી હોય. આમ તો એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય જીવોને સુખ મળતું જ નથી, થોડોક સુખાભાસ મળી જાય તો ઠીક છે. સંશી પંચેન્દ્રિય જીવોને નરકમાં સુખનો અંશ પણ મળતો નથી. તિર્યંચ પંચેન્દ્રિય જીવોને ગાય, ભેંશ, હાથી, ઘોડા આદિ કેટલાંક પશુઓને બાદ કરતાં અન્ય પશુઓને પ્રાયઃ સુખ મળતું નથી. પશુપક્ષીઓને વિશેષ કરીને ‘ભય’ વધારે હોય છે અને જ્યાં ભય હોય છે ત્યાઁ સુખાનુભવ થતો નથી. પક્ષીઓને પણ ભય સતાવતો રહે છે. પાળેલાં પશુપક્ષીઓને પરતંત્રતાનું દુઃખ હોય છે. પરાધીનતા એ મોટું દુઃખ છે ને ? મનુષ્યોને પણ સુખ કેટલું મળે છે ? વધારે પ્રમાણમાં તો મનુષ્ય દુઃખી જ હોય છે. થોડા માણસો ભૌતિક વૃષ્ટિથી સુખી હોય છે, પરંતુ માનસિક વૃષ્ટિથી દુઃખી હોય છે. ભૌતિક સુખ ક્ષણિક અને વિનાશી હોય છે. એ સુખ પણ સર્વ પ્રકારનાં નથી મળતાં. મનપસંદ નથી મળતાં. કંઈક અધૂરાં મળે છે. પ્રાપ્ત સુખનાં સાધન ગમે ત્યારે ચાલ્યાં જઈ શકે છે. શાન્તસુધારસ : ભાગ ૧ ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ આ મનુષ્ય જીવન પૂર્ણ થતાં ફરીથી શું આપણે તિર્યંચ યોનિમાં... વિભિન્ન યોનિઓમાં પેદા થઈ શકીએ? ઉત્તરઃ હા, આ જીવનમાં વધારે હિંસાદિ પાપ કરવાથી આપણે નરકમાં, તિર્યંચ ગતિમાં, નિમ્નતર મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ. ‘નિગોદમાં પણ જઈ શકીએ છીએ. એટલે સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે આ પ્રકારે સંસારમાં અનંતકાળથી જન્મમરણ કરતાં થાક્યા છે? જ્યારે આ રીતે ભટકવું નથી એવો આત્મસાક્ષીએ નિર્ણય કરી લીધો છે? સંસાર પ્રત્યે નિર્વેદ પેદા થયો છે ખરો? ઉપાધ્યાયજી તમારી પાસેથી આ નિર્વેદ ઈચ્છે છે. જો તમારા મનમાં નિર્વેદ હશે તો ‘શાન્તસુધારસ' સાંભળવામાં તલ્લીન બની જશો. તમારો આત્મા સંતૃપ્તિ પ્રાપ્ત કરશે. આ મહાકાવ્યનો એક-એક શબ્દ આત્માને સ્પર્શ કરશે. હવે તમે સમજી ગયા હશો કે ગ્રંથકારે પહેલો પ્રશ્ન કેમ પૂછ્યો છે? અનન્ત સુખને સમજ્યા છો? ઉપાધ્યાયજીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે તમારું ચિત્ત અનંત સુખ પામવા માટે તત્પર બન્યું છે? અનંત સુખ! અંત વગરનું સુખ. એવું સુખ કે જે એક વાર મળ્યા પછી ચાલ્યું ન જાય, નષ્ટ ન થાય. કદી તે ઓછું ન થાય કે વધારે ન થાય, પરિપૂર્ણ સુખ હોય. એ સુખ મળ્યા પછી કદી કોઈ અન્ય સુખની અપેક્ષા જ ન રહે. અનંત સુખ કહો કે પૂર્ણ સુખ કહો ! એવું સુખ મળી ગયા પછી પ્રાપ્ત કરવાનું કશું જ ન રહે. અનંત સુખની સાથે અનંત આનંદ જોડાયેલો હોય છે. પૂણનિંદ.. પૂર્ણ સુખ પામવાની તમારા દિલમાં ઇચ્છા પેદા થવી જોઈએ. તત્પરતા હોવી જોઈએ. મારે પૂર્ણાનંદી થવું છે. મારે તો પૂર્ણ સુખ જ જોઈએ છે, એવો તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. જ્ઞાનદ્રષ્ટિ ખૂલે તો જ આ વાત શક્ય બને છે. જ્યાં સુધી જ્ઞાનદ્રષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી સંસારનાં ક્ષણિક અને વિનાશી સુખોની તૃષ્ણા જાગતી રહેશે. આ સુખો પામવા માટેની લાચારી દેખાતી રહેશે. ક્ષણિક - વિનાશી વૈષયિક સુખોની તૃષ્ણા કાળા સાપ જેવી છે. કૃષ્ણ સર્પ કરડે છે તો કેવી વેદના થાય છે ? વૈષયિક સુખોની વેદના પણ આવી જ હોય છે. એટલા માટે સંસારનાં વૈષયિક સુખોની તૃષ્ણાને સમાપ્ત કરવાની છે. આ કાર્ય જ્ઞાનવૃષ્ટિથી જ થઈ શકે છે. જ્ઞાનવૃષ્ટિ વૈષયિક સુખોમાં અંદરથી દુઃખનું દર્શન કરાવે છે. જેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ પાણીમાં ઓક્સિજન અને હાઈડ્રોજનનું દર્શન કરાવે છે, એ જ રીતે સુખોમાં પણ દુઃખદર્શન કરાવશે. એ સુખોની તૃષ્ણા નષ્ટ થઈ જશે. સુખ | ૩૪ પ્રસ્તાવના | Page #47 -------------------------------------------------------------------------- ________________ નહીં મળતાં દીનતા નહીં આવે. જ્ઞાનવૃષ્ટિ તમને ‘અનંત સુખ, પૂર્ણ સુખ, પૂર્ણાનંદ પામવા માટે પ્રેરિત કરતી રહેશે. એટલા માટે વૈષયિક સુખોનો ત્યાગ કરવા માટે તત્પર કરશે. - ભગવાન મહાવીર સ્વામીના સમયમાં અનેક રાજાઓને, અનેક શ્રેષ્ઠીઓની.. અનેક અમાત્યોની જ્ઞાનવૃષ્ટિ જાગૃત થઈ હતી અને તેમણે પોતાનાં વિપુલ વૈષયિક સુખ-સાધનોનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ, એમના ધર્મશાસનમાં આ પ્રમાણે ચાલતું રહ્યું છે. જ્ઞાનદ્રષ્ટિ ખૂલી જતાં હજારો-લાખો સ્ત્રી-પુરુષોએ સર્વવૈષયિક સુખોનો ત્યાગ કરી દીધો છે. - રાજા દશાર્ણભદ્ર, રાજા ઉદયન વગેરે રાજાઓએ જ્ઞાનવૃષ્ટિ ખૂલી જતાં રાજવૈભવનો પૂર્ણ રીતે ત્યાગ કરીને સાધુજીવન સ્વીકારી લીધું હતું ને? - શ્રેષ્ઠી શાલિભદ્ર, શ્રેષ્ઠી ધન્યકુમાર, શ્રેષ્ઠી અવંતી સુકુમાલ વગેરેએ કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને, રૂપવતી પત્નીઓનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર્યું હતું ને? ૨૫૦૦ વર્ષનો ઇતિહાસ વાંચશો તો વાંચતાં વાંચતા જ તમારી જ્ઞાનવૃષ્ટિ ખૂલી જશે. કેટલાય રાજા-રાણીઓએ, કેટલાય રાજકુમારો તથા રાજકુમારીઓએ, શ્રેષ્ઠીપત્નીઓએ અને શ્રેષ્ઠી કન્યાઓએ વિપુલ સુખભવનો ત્યાગ એટલા માટે કયોં હતો કે તે સુખવૈભવ શાશ્વત્ ન હતો – ક્ષણિક હતો. શાશ્વત્વને પામવા માટે ક્ષણિકનો ત્યાગ કરવો અનિવાર્ય છે. એમ પણ કહી શકીએ કે શાશ્વતું સુખઅનંત સુખ પામવા માટેની તત્પરતા જાગૃત થતાં ક્ષણિક છૂટી જાય છે. વિનાશીનું વિસર્જન થઈ જાય છે. પૂર્વ પૂર્ણતાનેતિ / અપૂર્ણ થઈ જવું એટલે ખાલી થઈ જવું - ક્ષણિક વિનાશી સુખ છૂટી જતાં આત્મા ખાલી થઈ જાય છે. પરસ્પૃહા, પરતૃષ્ણા છૂટી જતાં આત્મા ખાલી થઈ જાય છે. ખાલી આત્મા અનંત સુખથી ભરાઈ જઈ શકે છે. ખાલી -અપૂર્ણ આત્મા પૂર્ણ સુખથી ભરાઈ જાય છે. અનંત સુખ પામવાની તત્પરતા : જે લોકોની પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી, જે લોકો આત્મજ્ઞાન પામ્યા નથી, જે લોકોને આત્મા સંબંધી સ્વાભાવિક અને ભાવિક સ્વરૂપનું જ્ઞાન નથી, તે લોકો જો મોક્ષ' પામવાની વાત કરતા હોય તો તે માત્ર રટેલી વાત જ બોલતા હોય છે. જેમ પોપટને રામ રામ ગોખાવ્યું હોય છે અને તે રામ...રામ બોલે છે, એવી વાત છે આ મોક્ષની. મોક્ષના સ્વરૂપનું જ્ઞાન નહીં અને મોક્ષ પામવાની વાત કરવી ! કેટલી બુદ્ધિહીન વાત છે! આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી, વૈભાવિક સ્વરૂપમાં રમણતા છે અને શાન્તસુધારસઃ ભાગ ૧ ૩પ | Page #48 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની વાત કરે છે. એને શરમ પણ નથી આવતી ! અનંત સુખને સમજ્યા વગર તે પામવાની તત્પરતા મનમાં ઊઠતી જ નથી. આત્માનું જે સ્વયંનું સુખ છે, તે અનંત સુખ જ, પૂર્ણાનંદ જ છે. કર્મજન્ય સુખ આત્માનું સ્વયંનું નથી, ભલે ને તે દેવરાજ ઇન્દ્રનું સુખ હોય યા ચક્રવર્તી રાજાનું સુખ હોય. ચક્રવર્તી રાજાઓએ પણ શા માટે પોતાનાં તમામ સુખો છોડી દઈને સાધુતાનો સ્વીકાર કર્યો હતો ? ભરત ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી, શાન્તિનાથ ચક્રવર્તી વગેરે ચક્રવર્તીઓએ ‘આ સુખ અમારું નિજી સ્વાભાવિક સુખ નથી... આ તમામ સુખો કર્મજન્ય છે - વૈભાવિક છે.’ આ સમજ્યા હતા અને ‘અનંત શાશ્વત્ સુખ જ આત્માનું સ્વાભાવિક સુખ છે.' એ એક વાર પ્રાપ્ત કરી લીધા પછી પુનઃ પામવું પડતું નથી. કારણ કે તે ચાલ્યું જતું નથી. નિજી સુખ એક જ વાર પામવાનું હોય છે. પામીને ભોગવતા રહો. અશરીરી - અરૂપી બનીને ભોગવતા રહો ! ગમે તેટલું એ સુખ ભોગવો, પરંતુ ઓછું નહીં થાય, અને આત્મા કદી ભોગવતાં થાકશે નહીં. કારણ કે અનંત સુખની સાથે અનંત શક્તિ પણ આત્માને પ્રાપ્ત થાય છે, અનંત જ્ઞાન અને અનંત દર્શન પણ પ્રકટ થઈ જાય છે. તમામ અનંત.... શાશ્વત્... અવિનાશી પ્રાપ્ત થાય છે. એ અનંત પામવાની ઇચ્છા તમારા મનમાં જાગૃત થઈ છે ખરી? આ ઇચ્છા જાગૃત થતાં આ ‘શાન્તસુધારસ’ ગ્રંથ સાંભળવામાં તમે આનંદનો અનુભવ કરશો - આંતર સુખનો અનુભવ ક૨શો. ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ શ્રોતાઓની પાસે અપેક્ષા રાખે છે ‘શાન્તસુધારસ’ સાંભળવાની યોગ્યતાનો નિર્ણય એમણે આ રીતે કર્યો છે- તમારું ચિત્ત મવપ્રમàવપરાક્મુત્યું અને અનન્તમુદ્દોન્મુલમ્ । હોવું જોઈએ; તો જ તમે ‘શાન્તસુધારસ’ ગ્રંથ સાંભળી શકશો. પ્રશ્ન ઃ ગ્રંથ સાંભળવામાં પણ શું યોગ્યતા જોઈએ ? ઉત્તર ઃ હા, યોગ્યતા જોઈએ. આત્મશુદ્ધિનું શ્રેષ્ઠ લક્ષ્ય લઈને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. માત્ર મનોરંજનાર્થે નહીં. એક સાધુપુરુષની - એક મહર્ષિની આ રચના છે. તેમને શ્રોતાઓ પાસે ધનની અપેક્ષા નથી, પ્રશંસાની અપેક્ષા નથી. તેમને આ બે બાબતોની અપેક્ષા છે - મનને ભવભ્રમણથી વિમુખ કરો અને અનંત સુખની સન્મુખ કરો. ઉપસંહાર : ઉપાધ્યાયજી ત્રીજા શ્લોકમાં ત્રણ વાતો કહે છે. સૌપ્રથમ શ્રોતાઓને ‘સુધિયઃ’ કહે છે. એટલે કે તેઓ સારી બુદ્ધિવાળા શ્રોતાઓ ઇચ્છે છે. સારી એટલે કે નિર્મળ બુદ્ધિવાળા, કે જેઓ વક્તાના અભિગમને સારી રીતે સમજી શકે. ૩૬ પ્રસ્તાવના Page #49 -------------------------------------------------------------------------- ________________ બીજી વાત એ કે કવિને મહાકવિઓ, કાવ્યજ્ઞો અને કાવ્યપ્રિય શ્રોતા પ્રિય લાગે છે. શાન્તસુધારસ' મહાકાવ્ય છે. શાસ્ત્રીય રાગોમાં એની રચના થઈ છે, તો કાવ્યપાઠ કરનારા મહાકવિનો ઉલ્લાસ વધે છે. અન્ય વાત એમણે બતાવી શ્રોતા ભવભ્રમણથી થાકેલો વિરક્ત જ જોઈએ, ભવભ્રમણથી ઉદ્વિગ્ન ન થયેલાને આ ગ્રંથ સાંભળવો નિરર્થક છે. હવે મારે સંસારની ચાર ગતિઓમાં ભટકવું નથી, જનમવું-મરવું નથી. એવો નિર્ણય કરનાર વિરક્ત પુરુષ જોઈએ - આ ગ્રંથનો શ્રોતા. ત્રીજી વાત વિનયવિજયજી મહારાજે કરી છેઃ “જે માણસ અનંત સુખ પામવા માટે તત્પર હશે, તે મુમુક્ષુ જ આ ગ્રંથનો શ્રોતા હોવો જોઈએ. અનંત સુખ તરફ એની વૃષ્ટિ ખૂલી ગયેલી હોવી જોઈએ. આ “શાન્તસુધારસ' ગ્રંથ મારે તમને સંભળાવવો છે. તમારે એ માટેની યોગ્યતા સંપન કરવી પડશે. તમે સમજી ગયા હશો. જો યોગ્યતા ન હોય, પરંતુ ગ્રંથ સાંભળતાં સાંભળતાં પ્રાપ્ત થઈ જાય તો પણ ચાલશે. ભવવિરક્તિ અને મોક્ષાનુરક્તિ - આ બંને વાતો આવી જાય તો જીવન સફળ થઈ જશે. દ્રઢ નિશ્ચયની સાથે જો શ્રવણ કરશો તો આશા છે કે આ બંને વાતો તને પામી શકશો. - આજે બસ, આટલું જ. | શાના સુધારસઃ ભાગ ૧ ૩૭ ] Page #50 -------------------------------------------------------------------------- ________________ 'શી]G]@ાસ્ટિી ) પ્રવચન ૪ : સંકલના : • શ્રોતા પવિત્ર મનવાળા જોઈએ. બાર ભાવનાઓને હૃદયસ્થ કરો. મોહમૂઢતાનાં દુષ્પરિણામઃ – અનિત્યને નિત્ય માનવું. - અશરણ હોવા છતાં નિર્ભય માનવું. – આત્મતત્ત્વનું અજ્ઞાન. - પરચિંતા. - શરીરની અપવિત્રતા ન જોવી. - આસવોનું અજ્ઞાન. – સંવરનું અજ્ઞાન. - નિર્જરાનું અજ્ઞાન. - ધર્મ પ્રત્યે ઉદાસીનતા. – ૧૪ રાજલોકનું ચિંતન ન કરવું. - બોધિની અપ્રાપ્તિ એક ડાકુની વાત સત્ય ઘટના. 10 Page #51 -------------------------------------------------------------------------- ________________ सुमनसो मनसि श्रुतपावना, निदधतां द्वयधिका दश भावनाः । यदिह रोहति मोहतिरोहिता-द्भुतगतिविदिता समतालता ॥ ४ ॥ શ્રોતા પવિત્ર મનવાળા: ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથની પ્રસ્તાવનામાં કહે છે : “હે પવિત્ર મનવાળા સજ્જનો, સાંભળવા માત્રથી અંતઃકરણને પાવન કરનારી બાર ભાવનાઓને તમારા ચિત્તમાં સ્થાપિત કરો. એનાથી એક મોટો લાભ થશે. મોહાચ્છાદિત થયેલી સમતા-લતા પુનઃ નવપલ્લવિત થશે. મોહનું આચ્છાદન દૂર થશે.” ઉપાધ્યાયજીએ શ્રોતાઓને કેવું સુંદર સંબોધન કર્યું છે ! સુમનસ - પવિત્ર મનવાળા ! તેમણે શ્રોતાઓના મનની કઈ પવિત્રતા જોઈ હશે? પવિત્રતા જોયા સિવાય તો કેવી રીતે કહી શકે ? તેમણે કહ્યું છે તેથી માનવું પડશે કે તેમણે શ્રોતાઓના મનની પવિત્રતા જોઈ છે. આપણે તો અનુમાન જ કરવું પડશે. પ્રથમ અનુમાન તો એ છે કે તેમણે શ્રોતાઓમાં ધર્મશ્રવણની અભિરુચિ જોઈ હતી. એકે ધર્મગુરુની પાસે મનુષ્ય જાય છે, ધર્મની વાતો સાંભળવા જાય છે... સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત થવા જાય છે, આ વાત એના મનની પવિત્રતાની સાબિતી છે. ધર્મશ્રવણની અભિરુચિ એ સામાન્ય વાત નથી, સાધારણ વાત નથી - એ વિશિષ્ટ ગુણ છે. ગુણાનુરાગી ઉપાધ્યાયજી આ વિશિષ્ટ ગુણનું વિશિષ્ટ મૂલ્યાંકન કરે છે. આ ગુણવાળાઓને તે પવિત્ર મનવાળા કહે છે. આ બધી રીતે યોંગ્ય છે. બીજું અનુમાન એ છે કે વક્તા શ્રોતાઓને શ્રવણ-અભિમુખ કરવાના ઉપાયો કરે છે. અનેક ઉપાય હોય છે. એક ઉપાય આ છે કે શ્રોતાઓને પ્રેમથી સંબોધન કરશે. ભલે શ્રોતાનું મન પવિત્ર ન હોય, પરંતુ પવિત્ર બનાવવા માટે કહેવું પડે છેપવિત્ર! છોકરો સારો ન હોય તો પણ માતા પોતાના છોકરાને કહે છે : ‘મારો છોકરો સારો છે. કેમ? તે પોતાના દીકરાને સારો બનાવવા ઇચ્છે છે. ત્રીજું અનુમાન એ છે કે સાધુપુરુષ શ્રોતાઓને સારા શબ્દોમાં સંબોધન કરતા રહે. આગમગ્રંથોમાં આવાં સંબોધનો વાંચવા મળે છે. તે દેવાપ્પિય.... મહાનુભાવ... ઈત્યાદિ. એ રીતે ઉપાધ્યાજીએ અહીં શ્રોતાઓ માટે “સુમનનો’ શબ્દનો પ્રયોગ કર્યો છે. શબ્દ ખૂબ સારો છે. આત્મનિરીક્ષણ માટે પ્રેરિત કરે છેના શબ્દ. “શું મારું મન પવિત્ર છે ? નિર્મળ છે ?” આધ્યાત્મિક જાગૃતિમાં આત્મનિરીક્ષણ ઉપયોગી તો છે જ, અનિવાર્ય હોય છે. શાન્તસુધારસ : ભાગ ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ' મન સદૈવ નિર્મળ રહે તે સંભવ નથી. કેટલીક વાતોમાં મન પવિત્ર -નિર્મળ રહી શકે છે. આવી એક બીજી વાત છે ઃ તત્ત્વશ્રવણની અભિરુચિ. તત્ત્વશ્રવણ કરવું સર્વ મનુષ્યો માટે સંભવ નથી. ઓછા લોકો જ તત્ત્વશ્રવણ કરવાની ઇચ્છા રાખે છે. દુનિયામાં મોટા ભાગના લોકો વિકથા શ્રવણ કરવાની જ અભિલાષા રાખતા હોય છે. ‘સુમનસો’ સંબોધન આવા લોકો માટે પ્રયુક્ત નથી. તમે લોકો ‘શાન્તસુધારસ’ સાંભળવા આવ્યા છો તે માટે યોગ્ય છે. તમારું મન સારું છે માટે તમે ‘શાન્તસુધારસ’સાંભળવા આવો છો. અથવા શાન્તસુધારસ’ સાંભળતાં સાંભળતાં મન પવિત્ર થઈ જશે. બસ, તમારું દૃઢ પ્રણિધાન હોવું જોઈએ કે “મારે મારું મન પવિત્ર બનાવવું છે.’ ‘શાન્તસુધારસ’નું પ્રતિદિન શ્રવણ કરતા રહો. નિર્મળ બનશે જ. બાર ભાવનાઓને હૃદયસ્થ કરો : ઉપાધ્યાયજી કહે છે કે બાર ભાવનાઓને પોતાના ચિત્તમાં સ્થાપિત કરો. બાર ભાવનાઓ સાંભળવા માત્રથી જ હૃદય પવિત્ર થાય છે. એ બાર ભાવનાઓ આ પ્રમાણે છે ઃ अनित्यत्वाशरणे भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवचात्मन् ! संवरं परिभावय ॥ कर्मणो निर्जरां धर्म - सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेता भत्वयन् मुच्यसे भवात् ॥ ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સંવર, ૯. કનિર્જરા, ૧૦. ધર્મસુકૃત, ૧૧. લોકસ્વરૂપ અને ૧૨. બોધિદુર્લભ ભાવના. આ બાર ભાવનાઓ છે. આ સર્વે ભાવનાઓને વિસ્તારથી સમજવાની છે. ઉપાધ્યાયજીએ એક-એક ભાવનાના વિષયમાં શ્લોક અને ગેય કાવ્યોની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં આ કાવ્યોની રચના રસપ્રચુર છે, અદ્વિતીય છે. ઉપાધ્યાયજી ઇચ્છતા હતા કે પ્રત્યેક મુમુક્ષુ આત્મા આ ભાવનાઓને હૃદયસ્થ કરે. ગદ્યને બદલે પદ્ય-કાવ્ય હૃદયને તરત જ અસર કરે છે. કાવ્ય હૃદયમાં તરત જ પ્રવેશ કરે છે. એમાં પણ જે કાવ્ય રસમય હોય, જે કાવ્યમાં શબ્દલાલિત્ય હોય, ભાવોની ગહનતા હોય, તે કાવ્ય હૃદયસ્થ થઈ જાય છે. ‘ભાવના’ઓનો વિષય શાસ્ત્રીય છે, ધાર્મિક છે, આધ્યાત્મિક છે. આવા વિષયને મનુષ્યના હૃદય સુધી પહોંચાડવાનું સર્વોત્તમ માધ્યમ છે ‘કાવ્ય’ - ગેય કાવ્ય છે. ४० પ્રસ્તાવના Page #53 -------------------------------------------------------------------------- ________________ ‘શાન્તસુધારસ’ ભિન્ન-ભિન્ન રાગોમાં નિબદ્ધ મહાકાવ્ય છે. વિવિધ શાસ્ત્રીય રાગોમાં બદ્ધ છે, એટલે તો એને ગાઈ શકીએ છીએ. ગાતાં-ગાતાં દિવ્ય ભાવોમાં લીન થઈ શકીએ છીએ. ક્લેશમય, દુઃખમય, દુનિયાને ભૂલી શકીએ છીએ. શાન્તિ, સમતા અને સમાધિની અનુભૂતિ કરી શકીએ છીએ. મોહમૂઢતાનાં દુષ્પરિણામ : સદૈવ યાદ રાખવાનું છે કે આ દુનિયા ક્લેશમય છે - દુઃખમય છે. કારણ કે સમગ્ર જીવસૃષ્ટિ પર રાગ-દ્વેષ અને મોહનું ગાઢ આવરણ છવાયેલું છે. રાગી-દ્વેષી અને મોહાન્ધ જીવ ક્યાંથી સુખ-શાન્તિ અને સમતા-સમાધિ પામી શકે ? ન જ પામી શકે. રાગ-દ્વેષ અને મોહને કારણે જીવાત્મા - * અનિત્યને નિત્ય માને છે; શરીર, આયુષ્ય રિદ્ધિસિદ્ધિ અને સંપત્તિ, પાંચ ઇન્દ્રિયોના વિષયસુખ, મિત્ર, સ્ત્રી, સ્વજનોનો સંગમ, તેનું સુખ - આ સર્વે ક્ષણિક હોવા છતાં પણ નિત્ય માનીને ચાલે છે. * મોટા મોટા સમ્રાટ, દેવ-દેવેન્દ્રો, ચક્રવર્તી... એ બધા જ મૃત્યુની સમક્ષ અશરણ હોય છે; તો પણ મોહાક્રાન્ત મનુષ્ય પોતાની અશરણતાનો વિચાર નથી કરતો. અશરણ હોવા છતાં પણ પોતાના તેજથી, પ્રતાપથી, પુરુષાર્થથી, ધનવૈભવથી અભિમાન કરતો રહે છે. * મોહાક્રાન્ત મનુષ્યને સંસાર ભયાનક વન નથી લાગતું. લોભનો દાવાનળ સળગતો નજરે પડતો નથી. અનન્ત ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. મન-વચનકાયામાં સદાય વિકાર ઉત્પન્ન થતા રહે છે. કદમ કદમ પર આપત્તિઓનાં ઊંડા ગર્તમાં પડતો રહે છે, તો પણ તે સંસારથી વિરક્ત થતો નથી. કર્મોનાં કુટિલ બંધનોથી બંધાયેલો જીવાત્મા દિગ્માન્ત બનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પોતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી પણ શકતો નથી કે તે અનાદિ ભવસાગરમાં અનંતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. મોહવશ - અજ્ઞાનવશ તે સાંસારિક સંબંધોનાં પરિવર્તનોને સમજી શકતો નથી. જન્મના પરિવર્તનની સાથે સંબંધમાં પરિવર્તન આવી જાય છે. જેમ કે પુત્ર પિતા બની જાય છે, પિતા પુત્ર બની બેસે છે. માતા પુત્રી અને પુત્રી માતા બને છે. મિત્ર શત્રુ થઈ જાય છે અને શત્રુ સ્વજન બને છે.. આ પરિવર્તન મોહાન્ધ જીવ જોઈ શકતો નથી, સમજી શકતો નથી. * મોહાસક્ત જીવ આત્મતત્ત્વને સમજી શકતો નથી. ‘હું આત્મા છું.... જ્ઞાનદર્શન મારા ગુણ છે.... આત્મા સિવાય સર્વ માત્ર મમત્વ છે....કલ્પના છે.’ આ પરમ સત્યનો આભાસ પણ મોહાન્ધ જીવને થતો નથી. તે તો જે પોતાનું નથી | શાન્તસુધારસ : ભાગ ૧ ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ તેને પોતાનું માનવાની મૂર્ખતા કરે છે. પરભાવની લાલચમાં ડૂબેલો રહે છે. ઇન્દ્રિયજન્ય આવેગોમાં પરવશ રહે છે. જે પરાઈ વસ્તુ હોય છે તેને પોતાની માનીને વિવિધ પીડાઓને નિમંત્રે છે. * મોહાસક્ત અવિવેકી જીવ પરચિંતા કરતો રહે છે. પરચિંતા કરીને તે સ્વયં દુઃખી થાય છે. કોઈ વાર ઉદાસ તો કોઈ વાર પ્રસન્ન થાય છે. કોઈ વાર નારાજ થાય છે તો કોઈક વાર હર્ષિત થઈ નાચે છે, તો કોઈ વાર શોકથી આઝંદ કરે છે. તે સમજી શકતો નથી કે શું આપણું છે અને શું આપણું નથી. તે કદી વિચારી જ શકતો નથી કે તેણે નરકગતિમાં અને તિર્યંચગતિમાં કેવાં કેવાં ઘોર દુઃખ ભોગવ્યાં છે. તેને કાપવામાં આવ્યો છે, તેનાં સેંકડો-હજારો ટૂકડાઓ થયા છે. તેને બાળવામાં આવ્યો છે. મારવામાં આવ્યો છે. અનંત યાતનાઓ તેણે ભોગવી છે. પરંતુ મોહમૂઢતા તેને વિચાર કરવાં દેતી નથી. * મોહાચ્છાદિત બુદ્ધિવાળો મનુષ્ય પોતાના શરીરની અંદર જોતો નથી. અંદર તો મળમૂત્ર, હાડમાંસ - મજ્જા અને ગંદકી છે. તે જોઈ શકતો નથી. શરીરની આ અશુદ્ધિ -મલિનતા કદી પણ દૂર થઈ શકતી નથી, તે મોહાસક્ત માણસ સમજી શકતો નથી. તે તો વારંવાર સ્નાન કરીને શરીરને સ્વચ્છ બનાવવા પ્રયત્ન કરે છે. ચંદનનો વિલેપ કરીને શરીરને સુવાસિત કરતો રહે છે. તે સમજતો જ નથી કે શરીરની અશુદ્ધિ પાણી યા તો ચંદનથી દૂર થતી નથી. તે સમજી શકતો નથી કે શરીર પોતાની સ્વાભાવિક દુર્ગધને છોડતું નથી. શરીરને ગમે તેટલું સુશોભિત કરો, શણગારથી સજાવો, હૃષ્ટપુષ્ટ કરો... પરંતુ તે પોતાનો સ્વભાવ છોડશે જ નહીં. શરીર સ્વયં તો મલિન છે જ, પરંતુ તેના સંપર્કમાં આવનાર પદાર્થો પણ ગંદા થઈ જાય છે.... આવા શરીરની પવિત્રતા કલ્પવી એ પણ મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. મોહમૂઢ મનુષ્ય શરીરના વિષયમાં સદેવ વ્યગ્ર રહે છે. એને સમતા-સુધાનો સ્વાદ કેવી રીતે આવે ? * મોહમૂઢ મનુષ્ય સમજતો નથી કે તે પ્રતિસમય વિવિધ આસ્રવોથી ભરેલો રહ્યો છે. આવોથી એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ અને પ્રમાદોથી તે અસ્થિર-ચંચળ બનેલો છે અને ગંદો છે. કોણ સમજાવે એને કે પ્રતિપળ તેને બાસ્ત્રવો કમથી ભરી દે છે? જ્યારે તે આગ્નવોને જ નથી સમજતો તો પછી આસ્રવદ્વારોને રોકવાની તો વાત જ ક્યાંથી આવે? તે મોહાલ્વ જીવ સમજતો નથી એ આસ્ત્રવોની ગતિવિધિને. આસ્ત્રવોના ૪૨ પ્રકારોને તે જાણતો નથી. આસ્ત્રવોને રોક્યા વગર સમત્વ કેવી રીતે પામી શકાય? * મોહાસક્ત મનુષ્યને આસવારો બંધ કરવાની વાત કોણ સમજાવે? તે ( ૪ પ્રસ્તાવના | Page #55 -------------------------------------------------------------------------- ________________ આંતરદ્રષ્ટિથી સમાલોચના કરી જ ન શકે. “સંવર’ તત્ત્વને સમજી શકતો નથી. ઇન્દ્રિયોના વિષયોને તેમજ અસંયમના આવેગોને તે દબાવી શકતો નથી, નિયંત્રિત કરી શકતો નથી. નથી તે સમ્યકત્વને જાણી શકતો, કે ન તો મિથ્યાત્વની દારુણતાને ઓળખી શકતો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતો રહે છે. આર્ત-રૌદ્રધ્યાનની ભયાનકતાને તો તે જાણતો જ નથી. તે નથી ક્ષમાનમ્રતાની વિશેષતા જાણતો; કે નથી તો સરળતા અને નિલભતાના મહાન લાભને જાણતો. તે મન-વચન-કાયાના અશુભ યોગોમાં, અશુભ પ્રવૃત્તિઓમાં ગુંચવાયેલો રહે છે. દુર્ગતિના ખોટા માર્ગે તે ચાલતો હોય છે. * જે રીતે મોહાસક્ત જીવ આસ્રવ અને સંવરને જાણતો નથી તેવી જ રીતે તે ‘નિર્જરાને પણ જાણતો નથી. કોઈ કોઈ વાર તે તપ કરી લે છે, પરંતુ મારે ‘કર્મોનો નાશ કરવો છે,’ એ વાત સમજતો નથી. તપ કરવાથી મારી પ્રસિદ્ધિ થશે, મને યશ મળશે, મને મૂલ્યવાન ભેટ મળશે, એવી તુચ્છ વાસનાઓને લીધે તે તપ કરે છે. મોટા ભાગના મોહાલ્વ મનુષ્યો તો શરીરના વ્યામોહને કારણે તપ કરતા જ નથી. એમનો આનંદ માત્ર ખાવાપીવામાં હોય છે. દિવસ-રાત તેઓ ખાતા જ રહે છે. ભક્ષ્યાભઢ્ય ખાધા કરે છે. તપના પ્રભાવને તેઓ જાણતા જ નથી. તપની સદેવ ઉપેક્ષા જ કરે છે. કર્મ...કર્મનાશ, કર્મનિર્જરા જેવા શબ્દોને તેઓ જાણતા જ નથી, મોહનો આ દુસ્પ્રભાવ છે. * મોહથી આક્રાન્ત મનુષ્ય ધર્મ પ્રત્યે ઉદાસીન રહે છે. ધર્મ પ્રત્યે તેના મનમાં શ્રદ્ધા હોતી નથી, પ્રેમ હોતો નથી, તે ધર્મના સુંદર પ્રભાવોને જાણતો નથી, માનતો નથી. ધર્મભાવનાથી પ્રેરિત થઈને ન તો તે દાન આપે છે કે ન તે શીલનું પાલન કરે છે કે ન તપ કરે છે, કે પછી ન તો સારા વિચારો કરે છે. * મોહાધીન મનુષ્યને અસત્ય પ્રિય લાગે છે. ક્રોધ સારો લાગે છે. માન-સન્માનની ઝંખના રહે છે. લોભનો સંગ કરે છે. તેને કપટક્રિયા પ્રિય લાગે છે. તે અબ્રહ્મનું સેવન કરે છે. બ્રહ્મચર્યનું પાલન તેને સારું લાગતું નથી, તે સંયમને ઉપાદેય માનતો નથી. મોહાધીન મનુષ્યને કહેવામાં આવે કે ધર્મના પ્રભાવે સૂર્ય અને ચંદ્ર આ વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે પ્રતિદિન ઉદય પામે છે, અને ભયાનક તાપથી સંતપ્ત ધરાને શીતળતા આપવા માટે મેઘ વરસે છે, તો તે હસી ઊઠશે. સત્યનો અસ્વીકાર કરી દેશે ! એ એટલું ય નથી માનતો કે ધર્મના પ્રભાવથી જ સમુદ્ર પૃથ્વીને ડૂબાડી દેતો નથી, અને સિંહ વગેરે હિંસક પશુઓ માનવસૃષ્ટિનો નાશ | શાન્તસુધારસઃ ભાગ ૧ ૩ | Page #56 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી. એ પણ નથી જાણતો કે મનુષ્ય માટે અંતિમ શરણ ધર્મ જ છે. મોહાસક્ત મનુષ્યને એમ કહેવામાં આવે કે તું ચૌદ રાજલોકનું ચિંતન કર'. તો તે ક્યારે અને કેવી રીતે ચૌદ રાજલોકનું ચિંતન કરશે? એનું ચિત્ત તો વૈષયિક સુખમાં જ રાચે છે. આર્ય-રૌદ્રધ્યાનનું ચિંતન ચાલતું રહે છે. ન તો તેને અધોલોકમાં આવેલ સાત નરકોથી મતલબ છે કે ન તો ઊદ્ધના દેવલોકોથી સંબંધ હોય છે. તે જ રીતે તે મધ્યલોકના અસંખ્ય દ્વીપસમુદ્રોમાં રચિ રાખતો નથી, મોહાધ મનુષ્યની અભિરુચિ લોકસ્વરૂપના વિષયમાં હોતી જ નથી, લોકમાં છ દ્રવ્ય હોય યા ન હોય, કૃત્રિમ હોય કે અકૃત્રિમ હોય, આદિ-અંતરહિત હોય કે સહિત હોય, આવા લોકોને મનઃસ્થિરતાથી કોઈ મતલબ નથી, તો પછી તે લોકસ્વરૂપનું ચિંતન કેવી રીતે કરશે? * પ્રગાઢ મોહાલ્પકારથી વ્યાપ્ત જીવાત્મા બોધિ' કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તે સમજતો જ નથી કે “બોધિ’ છે? તે ન તો બોધિના પ્રભાવને જાણે છે કે ન તો બોધિના સ્વરૂપને જાણે છે ! નિગોદમાં....અંધકારમય કૂપમાં પ્રતિસમય જન્મ-મૃત્યુની પરંપરામાં અતિ દુઃખી જીવોને ભાવોની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને બાદર સ્થાવરત્વ પ્રાપ્ત કરે, તો પણ સમત્વ પ્રાપ્ત કરવું દુર્લભ છે. એમાં પણ પંચેન્દ્રિય થવું, ‘પયપ્તિ પ્રાપ્ત કરવી, સંજ્ઞા હોવી.... આ બધું અતિ મુશ્કેલ હોય છે. પછી મનુષ્ય જીવન પામવું અને વૃઢ આયુષ્ય પામવું સરળ નથી. મનુષ્ય જીવન પામીને મોહાસક્ત મનુષ્ય મહામોહમાં.. મિથ્યાત્વમાં અને માયા-કપટ વગેરેમાં ફસાઈ જાય છે અને પુનઃ સંસારના અગાધ કૂવામાં પડી જાય છે. મનુષ્ય જીવનમાં સન્માર્ગ પામવો, સન્માર્ગ પર શ્રદ્ધા થવી અને સન્માર્ગે ચાલવું, મોહાલ્વ મનુષ્ય માટે દુષ્કર હોય છે. તે આત્મબોધ પામી જ શકતો નથી. ' એક ડાકુ પ્રશાન્ત મનુષ્ય બને છે: જ્યાં સુધી જીવાત્મા મહાક્રાન્ત બને છે ત્યાં સુધી તેના મનમાં સમત્વ આવતું નથી. આત્મામાં તો સહજ ભાવથી સમતા પહેલી જ છે, પરંતુ મોહદશાએ એને દબાવી રાખી છે. જો તમારે એ સમતા પ્રાપ્ત કરવી હોય તો મોહદશાને દૂર કરવી. પડશે. આ બાર ભાવનાઓના અભ્યાસથી મોહદશા મટી શકે છે. અથવા આ ભાવનાઓને હૃદયસ્થ કરનાર કોઈ મહાત્માના પરિચયથી મોહદશા દૂર થઈ શકે તાજેતરમાં જ મેં એક સત્ય ઘટના વાંચી છે, તે તમને સંભળાવું છું. આ રોમાંચક ૪૪ પ્રસ્તાવના | Page #57 -------------------------------------------------------------------------- ________________ ઘટના એક ડાકુના જીવનની છે. ઘટના એક જંગલમાં બની છે. તમે તો સજ્જન લોકો છો ને? જરા તુલના કરજો આ ઘટના સાંભળીને. ગુજરાત, સૌરાષ્ટ્રની સીમા ઉપર બજાણા સ્ટેટ’ હતું. એ સ્ટેટનાં ૨૪ ગામ હતાં. તેમાં પીંપળી નામનું એક ગામ છે. એ ગામની આ વાત છે. તે વખતે બજાણાનો નવાબ હતો જીવનખાન. નવાબ જત જાતિનો હતો. જત જાતિ મુસલમાન હોય છે. આ કોમ બહાદુર અને લડાયક કોમ છે. પીંપળી ગામમાં માધોજી નામનો જત મુસલમાન રહેતો હતો. માધોજીની ઊંચાઈ પાંચ હાથ હતી. બળવાન શરીર હતું. ચોરી કરવી, મારામારી કરવી, લડાઈ-ઝઘડા કરવા એ એનું કામ હતું. વ્યભિચારી હતો, માંસાહારી હતો. ૪૦-૪૫ વર્ષની ઉંમર હશે એની. બજાણા સ્ટેટનાં ૨૪ ગામોનો એ કુખ્યાત ડાકુ હતો. દૂર દૂર જઈને ચોરી કરીને પ્રભાતે તે પીંપળી આવી જતો હતો. આમ એ સમૃદ્ધ હતો. સારું એવું પાકું મકાન હતું. ભેંશો પણ હતી અને “માણકી' નામની જાનવંત ઘોડી પણ હતી. તેની પત્ની ખાનદાન કુટુંબની હતી. માધોજીના મુખમાંથી કદી રામ કે રહેમાનનું નામ આવ્યું ન હતું. પીંપળી અને બજાણા વચ્ચે ૬ માઈલનું અંતર છે. વચ્ચે એક તળાવ છે. તે ‘ઘંટીયાળી તળાવડી' નામે પ્રસિદ્ધ છે. 'એ તળાવની આસપાસ બાવળનાં ઝાડ હતાં. વૃક્ષોની વિશાળ ઘટા હતી. એ જગાએ એક દિવસે શૈવ સંપ્રદાયના દિગંબર બાવાઓએ મુકામ કર્યો. સોસવાસોની સંખ્યામાં સાધુઓ હશે. શરીર ઉપર ભસ્મ અને ગળામાં તુલસીની માળા, લલાટમાં તિલક અને હાથમાં મોટો ચીપિયો. ચીપિયો જ એમનું શસ્ત્ર. વચ્ચે અખંડ અગ્નિ સાથે ત્રણ હાથી હતા, ઊંટ હતાં, પચીસ ઘોડાઓ હતા, તંબુ હતા અને ૧૩૦ વર્ષની ઉંમરના વયોવૃદ્ધ મહંત હતા. મસ્તકે મોટી જટા હતી, સુદર્ઘદાઢી હતી, શરીર ઉપર કૌપીન અને મોટી મોટી આંખો હતી અને તે આંખોમાંથી તેજ ધારા વહી રહી હતી. માત્ર દૂધનો આહાર લેતા હતા. શ્રીરામ નામનો અખંડ જાપ કરતા હતા. તેમનો તંબુ અલગ હતો અને અગ્નિ 'પણ અલગ હતો. મધ્યરાત્રિનો સમય હતો. પીંપળીનો માધોજી ઘેરથી નીકળ્યો. એને ખ્યાલ, આવી ગયો હતો કે આ નાગાબાવાઓની જમાતમાં એક લક્ષણવંતી “તેજન” ઘોડી છે. એ ઘોડી ચોરવા માટે તે ત્યાં પહોંચી ગયો. તેજન” ઘોડીની અનેક વિશેષતાઓ હોય છે. • એ ઘોડી ગુરુ મહારાજના તંબુ બહાર મજબૂત દોરીથી બાંધી હતી. એ ઘોડી શાન્ત સુધારસઃ ભાગ ૧ ૪૫ ] ૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ ચોરી જવા માધોજી ત્યાં પહોંચ્યો. તે જમીન ઉપર સૂઈ ગયો અને સાપની જેમ જમીન ઉપર સરકવા લાગ્યો, ઘોડી તરફ આગળ વધવા લાગ્યો. વૃક્ષોની ઘટા હતી, પ્રગાઢ અંધકાર હતો. તે ઘોડીની નજીક પહોંચ્યો. પાંચ-સાત હાથ દૂર હશે અને એને ઘોડીએ જોઈ લીધો. ઘોડી જોરથી હણહણવા લાગી. ઘોડીનો અવાજ સાંભળીને મહંત જાગી ઊઠ્યા. તેમણે ઘોડી તરફ સરકતા માધોજીને જોયો. આખી પરિસ્થિતિનો પાર પામી ગયા. બીજી બાજુ પડાવની રક્ષા કરનારા બે મહાકાય નાગાબાવા પણ ઘોડીનો અવાજ સાંભળીને તેના તરફ દોડી ગયા. પરંતુ મહંતે તેમને પાછા પોતાની જગાએ જવા આજ્ઞા કરી દીધી. તે ચાલ્યા ગયા અને મહંત ઊભા થયા. મહંતે અવાજ કર્યો માધોજીને બચ્ચા, આ બાજુ આવી જા !' એ ગંભીર અને પ્રભાવક અવાજે માધોજીની તમામ શક્તિ હરી લીધી. જેવી રીતે માંત્રિક - ગારુડી એક જ અવાજમાં મહામણિધર નાગને બાંધી લે છે, એ જ રીતે મહંતનો અવાજ સાંભળીને માધોજી ઊભો થઈ ગયો. બીજો અવાજ આવ્યોઃ “બેટા, ગભરાઈશ નહીં, આવ, આ બાજુ આવ!” માધોજી મહંતના તંબુની પાસે ગયો. તંબુના દ્વાર ઉપર જ મહંત ઊભા હતા. આખા શરીર ભભૂત લગાવી હતી, શિર ઉપર મોટી જટા હતી, આંખોમાં તેજ હતું, કરુણા હતી. મહંત માધોજીના ખભે હાથ મૂકીને બોલ્યાઃ “શું તારે આ ઘોડી જોઈએ છે?” જેનું મુખ જોવાથી તમામ પાપો દૂર થઈ જાય, જેના સ્પર્શથી પૂર્વકાલીન કમનો ક્ષય થઈ જાય છે, જેમનાં વચનો સાંભળીને મોહ ટળી જાય છે, એવા સત્પરષનો સંજોગ પૂર્વોપાર્જિત પુણ્યથી જ મળે છે. માધોજીને એવા સપુરુષ મળ્યા, તેમની વાણી, સ્પર્શ અને દૃષ્ટિ - ત્રણે માધોજી ઉપર પડ્યાં. માધોજીએ ઉત્તર ન આપ્યો. તે મહંત સામે એકીટસે જોઈ રહ્યો હતો. મહંતે પુનઃ ધીરગંભીર અવાજમાં કહ્યું : બચ્ચા, ક્યાં સુધી આ પામર મનુષ્યનું કામ કરતો રહીશ? તારી પાસે પણ આવી માણકી ઘોડી છે ને? તો પણ જો તને તૃષ્ણા સતાવતી હોય તો આ ઘોડીને છોડીને લઈ જા.' પરંતુ માધોજી જત એમને એમ ઊભો રહ્યો. પ્રભાતનો ચંદ્ર પૃથ્વી પર પોતાના કિરણોનું અમૃત વરસાવી રહ્યો હતો. વયોવૃદ્ધ મહંત પોતાના અંતરાત્મારૂપ ચંદ્ર વાણી અને દ્રષ્ટિથી માધોજી ઉપર અમૃત વરસાવી રહ્યા હતા અને માધોજી ઉપરથી મોહમાયાનાં આવરણો ઊતરી રહ્યાં હતાં. તેમણે માધોજીને પૂછ્યું : ૪૬ પ્રસ્તાવના Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘તારું નામ માધોજી છે ને?” માધોજીએ પોતાનું મસ્તક નમાવીને હા કહી. મહંત જોરજોરથી હસવા લાગ્યા - બોલવા લાગ્યા. ‘માધોજી ! માધવ, મારો માધવ!” ‘માધવ, મોહપાશ કેમ છૂટે?” મહંતે તેમનો જમણો હાથ લંબાવ્યો, માધોજીનો હાથ પોતાના હાથમાં લીધો. તેને પોતાના તંબુમાં લઈ ગયા, તેમની ધૂણીમાંથી રાખ લઈને માધોજીના લલાટે લગાવી દીધી, અને એક કાળા રંગની ગોળ વસ્તુ લઈને તેના મોઢામાં મૂકી દીધી. પોતાના હાથ ઉપર રુદ્રાક્ષની માળા બાંધી હતી તે માધોજીના જમણા હાથે બાંધી દીધી, અને ગંભીર અવાજમાં તેમણે માધોજીને કહ્યું: ‘જા, બેટા તપ કર, આ તારો અંતિમ જન્મ છે. પરમાત્મા સ્વરૂપમાં તારો લય થાઓ.” આટલું બોલીને મહંત માધોજીનો હાથ પકડીને તળાવને કિનારે લઈ ગયા, પીંપળી ગામ તરફ ઊભા રહીને તેની પીઠ ઉપર ધબ્બો લગાવી દીધો અને માધોજી પીંપળી તરફ ચાલી નીકળ્યો. એના મોહનાં આવરણ તૂટી ગયાં હતાં. જરાક વિચારો, માધોજી ગયો હતો ઘોડી ચોરવા માટે અને એને ભારતીય સંતનો સંસ્પર્શ થઈ ગયો. એ પણ કરુણાવંત સંત ! ડાકુને સાધુ બનાવવાની ભાવનાવાળા સંત ! સંતનું વ્યક્તિત્વ કેવું અનુપમ હશે કે માધોજી જેવો ડાકુ પણ - જે મહાવ્યસનમાં ફસાઈ ગયો હતો તે એ સંતના પ્રભાવમાં આવી ગયો. એના હૃદય ઉપર સંતની અસર પડી. સંતના સ્પર્શે લોઢાને સુવર્ણ બનાવી દીધું. એ માધોજીનું મોહાવરણ વિચ્છિન્ન થઈ ગયું, હવે તેને કોઈ પણ વસ્તુ ઉપર મોહ ન રહ્યો. આ ઘટના લખનાર હતા - અમદાવાદ-મણિનગરના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રી. શાસ્ત્રીજી માધોજીને મળ્યા હતા. માધોજીનું ગામ પીંપળી, શાસ્ત્રીજીનું નામ પણ પીંપળી. શાસ્ત્રીજીએ જે વાતો લખી છે, તે પોતાના અનુભવ ઉપરથી લખી છે. એ અનુભવ તમને જણાવીશ. મોહનું આવરણ તૂટતાં માધોજીએ કેવી અપૂર્વસમાધિ પ્રાપ્ત કરી હતી? એ સર્વે બતાવીશ.' આજે બસ, આટલું જ. (()) | શાન્તસુધારસઃ ભાગ ૧ ૪૭ ] Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૫ સમત્વ પામવાનો નિર્ણય • ડાકુ માધોજી નિર્મોહી બન્યો. અપૂર્વ અસાધારણ વાત. • મૌન કેવી રીતે સરળ બન્યું? ચાર વાતોનું મમત્વ તૂવું જોઈએ? - સ્વજનોનું - પરિજનોનું – વૈભવ-સંપત્તિનું – શરીરનું. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન. દુનિયા સાથે કોઈ મતલબ ન જોઈએ. ઉપસંહાર. Page #61 -------------------------------------------------------------------------- ________________ सुमनसो मनसि श्रुतपावना निदधतां द्वयधिका दंश भावनाः । यदिह रोहति मोहतिरोहिता-द्भुतगतिविदिता समतालता ॥४॥ સમત્વ પામવાનો નિર્ણય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે : “બાર ભાવનાઓને હૃદયસ્થ કરો. સાંભળવા માત્રથી આ ભાવનાઓ અંતઃકરણને પાવન કરે છે અને મોહથી આચ્છાદિત સમતા-લતા પુનઃ નવપલ્લવિત થાય છે, મોહનું આચ્છાદન દૂર થાય છે. તમારા હૃદયમાં જો સમતા પામવાની, સમતાભાવ જાગ્રત કરવાની તીવ્ર ઈચ્છા જાગી હશે અને આત્મભાવને પાવન બનાવવાની ભાવના પેદા થઈ હશે, તો જ તમે મોહના આવરણને દૂર કરવાનો પ્રયત્ન કરશો. બાર ભાવનાઓનું શ્રવણ કરવાના. મારે સમત્વ પામવું છે, ભલે ને ગમે તે થઈ જાય, મારે સમતાભાવમાં રહેવું છે.' આવો નિર્ણય હોવો જોઈએ તમારા હૃદયમાં. ‘મારે સમત્વનું સુખ પામવું છે. હવે મારે કષાયજન્ય સુખાભાસની જરૂર નથી. આવો આત્મ-સાક્ષિક વૃઢ સંકલ્પ કરવો પડશે. આવા સંકલ્પ વગર સમત્વ પામવું મુશ્કેલ છે. અસંભવ છે. કારણ કે અનાદિકાળથી જીવ કષાયજન્ય સુખાભાસોમાં જ ભ્રમિત થઈને ભટકી રહ્યો છે. સમત્વ પામવાનો પ્રયત્ન જ કર્યો નથી. મોહનું આવરણ દૂર કરવા માટેનો પ્રયાસ જ કર્યો નથી. આત્માની ઉપર મોહનાં આવરણ પ્રગાઢ થયેલાં છે. મોહનાં આવરણ દૂર કર્યા સિવાય સુખશાન્તિ પ્રાપ્ત ન થઈ શકે. ડાકુ માધોજીનો મોહ દૂર થયો? પોતાને ઘેર જઈને માધોજી ઘરના ઓરડામાં શાન્તિપૂર્વક બેસી ગયો, જેમાધોજી ક્ષણ વાર પણ શાંતિથી બેસતો ન હતો, જે ક્ષણ વાર પણ સ્થિરતા ધારણ કરતો ન હતો એવો માધોજી ચુપચાપ બેસી ગયો હતો. સૂર્યોદય થતાં તેની પત્નીએ તેને ખભેથી હલાવીને બોલીઃ “ઊઠો, આ રીતે મૂઢ બનીને કેમ બેઠા છો? શું કામ કરીને આવ્યા છો ?' માધોજી મૌન રહ્યો. પત્નીએ બીજી વાર બોલાવવા પ્રયત્ન કર્યો. ત્રીજી વાર કર્યો...માધોજી તો મૌન જ રહ્યો. તેણે માથા ઉપરથી પાઘડી ઉતારી લીધી, પત્નીએ સામે આવીને જોયું. માધોજીની આંખો આકાશ તરફ હતી, તે આકાશ સામે એકીટસે જોઈ રહ્યો હતો. માધોજીની પત્ની ગભરાઈ ગઈ અને ચિત્કાર કરી ઊઠી: “આમને શું થઈ ગયું છે, કોઈ ભૂત...' સ્ત્રીનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકત્ર થઈ ગયાં. સૌએ પોતપોતાની રીતે માધોજીને બોલાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માધોજી ન બોલ્યો. બોલ્યો ય નહીં અને તેની શાન્તસુધારસ : ભાગ ૧ ૪૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ જગાએથી હાલ્યો-ચાલ્યો પણ નહીં. એ તો સૌને એકી નજરે જોતો રહ્યો. ન હર્ષ, ન શોક, ન માન-અપમાન, ન મારું-તારું, ન સુખ કે ન દુઃખ.... આવી સ્થિતિ થઈ ગઈ માધોજીની ! એક-બે કલાકમાં તો આખા ગામને ખબર પડી ગઈ કે ‘માધોજીને કોઈક ભૂત વળગ્યું છે. તે નથી બોલતો, નથી ખાતો કે નથી પીતો.’ પીંપળી નાનું શું ગામ હતું. લોકો જંતરમંતર કરવા લાગ્યા. દોરા-ધાગા કરવા લાગ્યા. પીર, જતિ, ફકીર... ભૂવા આવવા લાગ્યા. પરંતુ સૌના ઉપાયો નિષ્ફળ નિવડ્યા. કેટલાક જ્ઞાતિજનોએ વિચાર્યું કે આ માધોજીના ઢોંગ છે. તેને લોકો મારવા માંડ્યા, લાકડીથી મારવા લાગ્યા. તો પણ માધોજી બોલતો નથી, ખાવાનું માગતો નથી, જે સામે આવે છે તેની સામે એકી નજરે જોયા જ કરે છે. કોઈ એની સામે થાળી ધરે તો રોટલો ખાય છે. એક-બે ટુકડા ખાઈને પાણી પી લે છે. એ એવી રીતે અલગ જીવવા લાગ્યો કે જાણે કોઈની સાથે કોઈ જ સંબંધ ન હોય. નિર્વિકારી, નિષ્કામી બનીને જીવવા લાગ્યો. એક વર્ષ સુધી આવું ચાલતું રહ્યું. કોઈનો કોઈ ઉપાય કામમાં ન આવ્યો. એની પત્નીનો મોહ પણ છૂટી ગયો. પત્ની દરદાગીના લઈને પિયર ચાલી ગઈ. હવે ઘરમાં માધોજી એકલો જ રહ્યો. આસપાસનાં માણસો તેના ઘરમાં આવતાં અને જે હાથમાં આવતું તે લઈને ચાલતાં થતાં. ઘર ખાલી થઈ ગયું. માધોજીના શરીર ઉપર માત્ર બે વસ્ત્રો જ રહ્યાં. જે લોકો માધોજીના ઘરમાંથી વસ્તુ ઉપાડીને લઈ જતા અને માધોજી જોતો તો તેમની સામે અટ્ટહાસ્ય કરતો. જેમ કોઈ પાગલ મનુષ્ય હસે એ જ રીતે હસતો. જડભરતના હાસ્ય જેવું હાસ્ય, એના ગુરુ કરતા હતા એવું જ હાસ્ય માધોજી કરતો હતો. લોકો માધોજીના ઘરનાં બારણાં ઉખાડી ગયા, છાપરું તોડી ગયા; ઘરની માત્ર ચાર દીવાલો જ રહી ગઈ. માધોજી એવા જ ઘરમાં પડ્યો રહ્યો. કોઈ દયાવાન પુરુષ, કોઈ મિત્ર, સ્નેહી થાળીમાં શાક-રોટલી લાવીને માધોજીની સામે મૂકતો તો તે ખાઈ લેતો અને તળાવમાં જઈને પાણી પી લેતો. મધ્યરાત્રે બહાર આવીને માધોજી અટ્ટહાસ્ય કરતો. ગામનાં સૂતેલાં લોકો જાગી ઊઠતાં. ઘણી વાર ગામની બહાર જઈ અટ્ટહાસ્ય કરતો અને ચાલ્યો જતો. જ્યાં એના ગુરુનો મુકામ હતો તે ત્રણ માઈલ દૂરની ઘડિયાળી તલાવડીના કિનારે જતો. આ ધરતી ગુરુચરણથી પાવન થઈ હતી. જ્યાં માધોજીની મોહાન્ધતા દૂર થઈ હતી. અને સમત્વ પ્રાપ્ત થયું હતું, ત્યાં જઈને માધોજી પૃથ્વી પરની રજ લઈને પોતાને માથે ૫૦ પ્રસ્તાવના Page #63 -------------------------------------------------------------------------- ________________ ચડાવતો. આંખોમાંથી અશ્રુધારા વહેતી. અંતમાં અટ્ટહાસ્ય કરતો અને પાછો પીંપળી આવી જતો. આ નિત્યક્રમ આઠ વર્ષ સુધી ચાલ્યો. માધોજીનાં વસ્ત્રો ગંદાં થઈ જતાં, પરસેવાની વાસથી દુર્ગંધમય બની જતાં, વસ્ત્રોમાં જૂપડતી. વસ્ત્રોમાંથી જૂઓ નીચે પડતી તો માધોજી એમને ઉપાડીને માથા ઉપર મૂકતો અને હસતો. શરીર ઉપરથી વસ્ત્રો ફાટી જતાં, તો ગામનાં લોકો નવાં વસ્ત્રો સિવડાવીને એને પહેરાવી દેતા. માધોજીને હવે દિવસ-રાતનું ભાન રહેતું ન હતું. ન કોઈથી પ્રીતિ હતી કે ન કોઈથી વેર હતું. ગામમાં રહેતો હતો, પરંતુ ગામથી ન્યારો હતો. સુખદુઃખનો કોઈ ભેદ ન હતો. આવી સ્થિતિમાં માધોજીએ આઠ વર્ષ વ્યતીત કર્યા. હવે આ પ્રસંગના લેખક વૈદ્ય નરભેરામ શાસ્ત્રી પીંપળી પહોંચે છે. હવે હું એમના જ શબ્દોમાં આગળની કથા કહું છું: ‘એ ગામમાં ગયો, ગામના પ્રવેશદ્વારે જ મારું ઘર હતું. પ્રવેશદ્વારને ગુજરાતીમાં ‘ઝાંપો' કહે છે. ગરમીના દિવસોમાં હું ઝાંપામાં જ ખાટલો નાખીને સૂઈ જતો હતો. પ્રથમ રાત્રે જ મેં માધોજીનું અટ્ટહાસ્ય સાંભળ્યું. હું તરત જ જાગી ગયો, ઊભો થયો, એની પાસે ગયો, એને જોયો. મેં માની લીધું કે તે સાચે જ અવધૂત હતો, યોગી હતો. અમારી આંખો મળી. એકબીજાને અમે ઓળખી લીધા. હવે માધોજી મધ્યરાત્રિમાં જ્યારે ગામની બહાર જતો તો ઝાંપામાં મારા ખાટલાની પાસે ઊભો રહેતો અને મારી સામે એકીટસે જતો પણ જાગી જતો. તે મંદમંદ હસીને ચાલ્યો જતો. આઠ વર્ષથી તે બોલ્યો ન હતો. ગામના લોકો માધોજીને પાગલ માનતા હતા. માધોજી આખા જગતને પાગલ માનતો હતો અને પોતાને રસ્તે ચાલ્યો જતો હતો. પરંતુ એને જેવા વિશ્રામની પ્રતીક્ષા હતી તેવો વિશ્રામ ગામના પ્રવેશદ્વારમાં એને મળી ગયો અને મને કેટલાય વર્ષોથી જેવા પુરુષની અપેક્ષા હતી તેવો પુરુષ મળી ગયો. બે માસ સુધી અમારું આ રીતે મૌન મિલન થતું રહ્યું. મેં એને બોલાવવાનો ઉપાય વિચાર્યો. રાતના સમયે જ્યાં ઝાંપામાં સૂતો હતો ત્યાં ફાનસ સળગાવીને રાત્રે રામાયણનો અયોધ્યાકાંડ વાંચવા લાગ્યો. પ્રતિદિન રાત્રે માધોજી ત્યાં આવીને બેસવા લાગ્યો. શ્રીરામનો વનવાસ; અયોધ્યાવાસીઓનું કલ્પાંત, ભરતનું રુદન, વગેરેનું હું ગુજરાતી ભાષામાં વર્ણન કરતો. માધોજીની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી. કથા પૂર્ણ થતા માધોજી ત્યાંથી ચાલ્યો જતો. આ રીતે અમારું મિલન મધ્ય રાત્રિનું રહેતું. શાન્ત સુધારસઃ ભાગ ૧ ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ લંકાકાંડ પૂરો થયો. રામ અયોધ્યા પાછા ફર્યા. ગુરુ વશિષ્ઠે રામને રાજ્યાભિષેક કરીને રાજસિંહાસને બેસાડ્યા. એ રાતે માધોજીએ મારો હાથ પકડ્યો અને મને મારા જ ઘરમાં લઈ ગયો. પુસ્તક અને ફાનસ લઈને હું ઘરમાં ગયો. અષાઢ માસની અજવાળી નોમ હતી. માધોજીએ આઠ વર્ષ અને સાત માસ પછી મુખમાંથી અવાજ કાઢ્યો અને મુખમાંથી કાળા પથ્થરનો પેલો શાલિગ્રામ બહાર કાઢ્યો. મને બતાવતાં તે બોલ્યો : ‘જોઈ લે આ ગુરુપ્રસાદી !' શાલિગ્રામ અને અગિયાર રુદ્રાક્ષની માળાને મેં બે હાથ જોડીને વંદન કર્યાં. ભાવપૂર્ણ વંદન કર્યાં. માધોજીને પણ મેં પ્રણામ કર્યા. માધોજીએ શાલિગ્રામ મુખમાં રાખી દીધો. માળા હાથે બાંધી લીધી. અદ્ભુત અટ્ટહાસ્ય કર્યું અને ચાલ્યો ગયો. એ દિવસથી અમારી મુલાકાત ઘરમાં જ થવા લાગી. કથા પૂર્ણ થયા પછી માધોજીને હું પ્રસાદ આપતો અને તે પણ ભાવપૂર્ણ રીતે ખાતો. ધીરે ધીરે માધોજીને મારી મુમુક્ષુતા ઉપર વિશ્વાસ બેઠો અને માધોજી તેમનાં દુષ્કૃત્યોની કથા મને કહેવા લાગ્યા. સૌપ્રથમ તેમણે ચોરી અને વ્યભિચારનાં દુષ્કૃત્યો મને સંભળાવ્યાં. અનેક પ્રસંગો સંભળાવ્યા. તે પછી ઘડિયાળી તળાવડી ઉપર ગુરુદેવનો સંપર્ક કેવી રીતે થયો એ કથા પણ સંભળાવી. ગુરુદેવની વાત કરતાં કરતાં તે દ્રવિત થઈ જતા અને આંસુ વહાવતા. તેમને તુલસી રામાયણ સાંભળવામાં આનંદ આવતો. હું ધીરે ધીરે સરળ ગ્રામીણ ભાષામાં સંભળાવતો. બસ, સાંભળતા રહેતા. વારંવાર એ પાંચ પાંડવોની વાત સંભળાવવા આગ્રહ કરતા. હું એમને એ કથા સંભળાવતો. તેમણે મને કહેલું : ‘આપણી જ્ઞાનગોષ્ઠીની વાત કોઈને કહેતા નહીં.' મેં તેમની આ વાત તેમના મૃત્યુ સુધી કોઈને કહી ન હતી. એક વર્ષ સુધી તેમનો મારી સાથે સહવાસ રહ્યો હતો. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું ન હતું. એવા જ નિશ્ચલ, નિષ્કામ અને નિદ્વંદ્વ રહ્યા હતા. - જે દિવસે મારે ગામ છોડીને જવાનું હતું એ દિવસે મેં એમને કહ્યું હતું ‘માધોભાઈ, હવે હું જઈશ,' સાંભળીને તે હસ્યા હતા. તેમણે મુખમાંથી કાઢીને શાલિગ્રામનાં દર્શન કરાવ્યાં. મેં દંડવત પ્રણામ કર્યા. તેમણે ફરી શાલિગ્રામ મુખમાં મૂકી દીધો, અટ્ટહાસ્ય કર્યું અને ચાલ્યા ગયા. જાણે તેમનો મારી સાથે કોઈ સંબંધ જ ન હોય. તદ્દન નિર્લેપ થઈને ચાલ્યા ગયા. બાર વર્ષ સુધી તેઓ જડભરતની જેમ જીવ્યા અને દેહ છોડી દીધો. અપૂર્વ અને અસાધારણ વાત : મોહનું આવરણ તૂટી ગયા પછી માધોજીને કેવી અપૂર્વ સમતા પ્રાપ્ત થઈ હતી ! પર પ્રસ્તાવના Page #65 -------------------------------------------------------------------------- ________________ આમ તો તે નિરક્ષર હતા, અભણ હતા, પરંતુ સમત્વનો વૈભવ કેટલો મહાન્ હતો? - ધન-માલ લઈને પત્ની ચાલી ગઈ. - લોકોએ ઘરનું છાપરું પણ ન રાખ્યું, - ઘરમાં ન તો કપડાં રહ્યાં, ન પાથરણું રહ્યું કે ન તો કશું ખાવાનું રહ્યું. બધું જ ચાલ્યું ગયું... તો પણ સમત્વ ન ગયું ! કોઈનાય પ્રત્યે રોષ, ક્રોધ ન આવ્યો. આ શું સામાન્ય વાત છે? ના, આ અપૂર્વ અને અસાધારણ વાત છે. - લોકો પાસે કશું જ ન માગવું, ભોજન પણ ન માગવું. - કોઈની સાથે વાત ન કરવી, અને તે પણ બાર વર્ષ સુધી !! સમતાને વ્યાપક અર્થમાં સમજવી પડશે. ન રાગ, નઢેષ, એને કહે છે સમતા. માધોજી પાગલ બન્યા ન હતા, શૂન્યમનસ્ક થયા ન હતાં. મૌન ધારણ કરવા માટે જ મુખમાં શાલિગ્રામ પથ્થર રાખ્યો હતો. જિવા ઉપર વિજય પામવા માટે જ આ ઉપાય કર્યો હતો.. પત્ની ધન-માલ લઈને ચાલી ગઈ તો પત્ની ઉપર ક્રોધ ન આવ્યો, દુર્ભાવ ન થયો. દુઃખમાં નિકટનું સ્વજન ચાલ્યું જાય તો શું થાય? જરા સ્વસ્થ મનથી વિચાર કરો. માત્ર કહાની સાંભળવાથી નહીં ચાલે. આ સત્ય ઘટના છે. આ કળિયુગમાં બનેલી ઘટના છે. એક ડાકુ, એક ચોર, વ્યભિચારી પુરુષના જીવનની આ ઘટના છે! તમે તો સજ્જન છો ને? સદાચારી અને સમજદાર છો ને? કહો, આ રીતે પત્ની ચાલી જાય તો શું થઈ જાય? સભામાંથી ભયંકર ક્રોધ! મહારાજશ્રી લોકો ઘરમાં લૂંટ ચલાવે તો? સભામાંથી તરત જ પોલિસ સ્ટેશને ફોન ! મહારાજશ્રી ઃ શરીરમાં ભૂત, ડાકિની, શાકિની આવી છે એવું સમજીને ભૂવા વગેરે મારવા માંડે તો? સભામાંથી અમે તો દડા લઈને મારવા માંડીએ અથવા બચવા માટે ભાગી જઈએ. મનમાં રોષ...પ્રતિકારની તીવ્ર ઈચ્છા.... વગેરે આવ્યા વગર ન રહે. • આ તો વાત છે. સમતાની વાત કરવી સરળ છે, પણ જીવનમાં સમતાથી જીવવું કપરું છે. સભામાંથી અસંભવ લાગે છે! મહારાજશ્રી સદ્ગુરુના અનુગ્રહથી અસંભવ પણ સંભવ બની જાય છે. મુશ્કેલ શાન્તસુધારસ : ભાગ ૧ પ૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ કામ પણ સરળ બની જાય છે. મોહનું આવરણ તૂટી જવું જોઈએ. પછી બધું જ સંભવ છે, સરળ છે. મૌન કેવી રીતે સરળ બન્યું? બીજી વાત છે મૌનની. માધોજીએ બાર વર્ષ સુધી મૌન ધારણ કર્યું હતું. તમે બાર દિવસ સુધી પણ મૌન ધારણ કરી શકો છો? નહીં જ ને?માધોજીએ સંસારના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પત્ની ચાલી ગઈ, નેહી-સંબંધી-મિત્ર વગેરે વિમુખ થઈ ગયાં! હવે કોનાથી વાત કરવી? જેનો ચાર વાતોથી સંબંધ તૂટી જાય છે એને કોઈની સાથે બોલવાની આવશ્યકતા રહેતી નથી. – સ્વજનોથી સંબંધ તૂટી જાય; - પરિજનો, મિત્રોથી સંબંધ તૂટી જાય; - વૈભવ, સંપત્તિ, દોલતથી મમત્વ તૂટી જાય અને - શરીરથી સમત્વનો સંબંધ ન રહે...! તો મૌન રહેવું સરળ બની જાય છે. આ ચારે વાતો માધોજીમાં શું ન હતી? ચારે ય વાતો હતી. તે આ દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવા માગતા ન હતા. શરીર સાથે પણ મમત્વ બાંધવા ઈચ્છતા ન હતા. જે તૂટી ગયું તે તૂટી ગયું. કહો, તમે લોકો તો શ્રાવક છો ને? સમકિત દ્રષ્ટિ છો ને? આ ચાર વાતોમાંથી કઈ વાત છે તમારા જીવનમાં? સભામાંથી એક પણ નથી ! મહારાજશ્રી તો પણ અભિમાન કેટલું? કઈ વાત ઉપર અભિમાન કરી રહ્યા છો ? આમાંથી એક વાત પણ ન હોવા છતાં અભિમાન કરો છો? તમે ઈચ્છો નહીં તો પણ સ્વજન તમારું મુખ તોડી લે, તમને કેવું લાગશે? તમે ઇચ્છતા નથી તો પણ. પરિજનો-મિત્રો તમારાથી સંબંધ તોડી દે તો શું થશે? તમે ઇચ્છો નહીં તો પણ સંપત્તિ ચાલી જાય તો શું થાય? જરા શાન્તચિત્તે વિચારજો. જો સમતા પામવી હોય તો ચાર પ્રકારનો મોહ તોડવો જ પડશે. ચારે પ્રકારનું મમત્વ તૂટવું જોઈએ? જો આ ચાર બાબતોનું મમત્વ ન તૂટે તો મૌન રહી ન શકે. સમતા ન આવી શકે. ચારમાંથી એક પણ વાતનો મોહ રહે તો પણ સમતા ન ટકી શકે. મેં આવા કેટલાય પ્રકારના લોકો જોયા છે. કેટલાંક ઉદાહરણો આપીને બતાવું. નામ સાચાં નહીં જણાવું. ૫૪ છે આ પ્રસ્તાવના ] Page #67 -------------------------------------------------------------------------- ________________ - એક મુનિ હતા. મુનિ હતા એટલે તો સ્વજન-પરિજન, વૈભવ-સંપત્તિના ત્યાગી તો હતા જ! પરંતુ શરીર તો હતું જ. મુનિનું નામ તત્ત્વવિજયજી સમજવાનું. તેમને શરીર ઉપર મોહ હતો, મમત્વ હતું. જ્યારે શરીર અસ્વસ્થ થતું ત્યારે તે વિચલિત થઈ જતાં. એક દિવસ એમના શિષ્ય સેવા કરવામાં ઉપેક્ષા કરી દીધી, તો તત્ત્વવિજયજીનો ક્રોધ આસમાને પહોંચ્યો અને શિષ્યને દંડો મારી બેઠા, એ સમતા ન રાખી શક્યા. - એક મહાનુભાવને સ્વજન-પરિજન અને શરીરથી મમત્વ ઓછું હતું, પરંતુ ધનસંપત્તિનું આકર્ષણ વધારે પ્રમાણમાં હતું. ધનસંપત્તિની બાબતમાં તીવ્ર રાગદ્વેષ રાખતા હતા, હિંસા કરાવતા અને અસત્ય પણ બોલતા હતા. તેમના મનમાં સદાય અશાન્તિ જ રહેતી. - હું એક સજ્જનને ઓળખું છું. ધનસંપત્તિનું મમત્ત્વ નથી, શરીર સાથે પણ નહીં, પરંતુ સ્વજનો સાથે અતિ લગાવ! સ્વજનોમાં પણ પત્ની સાથે ખૂબ જ, એટલા માટે સદેવ અશાન્ત -પરેશાન રહે છે. કારણ કે તેટલું ખેંચાણ પત્નીનું પતિ માટે ન હતું ! - એક મુનિ છે. એમને ઉપરની ચારે બાબતો સાથે લગાવ નથી, પરંતુ નામથી, યશ-કીર્તિ સાથે ખૂબ જ લગાવ છે. જાણતાં-અજાણતાં કોઈકે જરાક પણ અપમાન કરી દીધું અથવા નિંદા કરી તો અશાન્ત થઈ જાય છે. ક્રોધી થઈ જાય છે. એમનો સમતાભાવ ચાલ્યો જાય છે. તેમણે જ્ઞાન-તપશ્ચર્યાને યશ-કીતિનું સાધન બનાવી દીધાં છે. એ પોતાના જ્ઞાન અને તપથી સમતા પામી શક્યા નથી. કષાયો વધારી રહ્યા છે. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન : સભામાંથી માધોજીના જીવનપરિવર્તનમાં - હૃદયપરિવર્તનમાં મુખ્ય નિમિત્ત તો પેલા મહંત જ હતા ને? મહારાજશ્રીઃ હા, તે જ નિમિત્ત હતા. પરંતુ નિમિત્ત ત્યારે જ અસર કરે, જ્યારે ઉપાદાન યોગ્ય હોય. ઉપાદાનની યોગ્યતા પરિપક્વ હોય છે. જો માધોજીનું ઉપાદાન (આત્મા) યોગ્ય ન હોત તો, પરિપક્વ ન હોત તો, મહંતનું નિમિત્ત કોઈ અસર ન કરત. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન સમજવા જેવું છે. આ તત્ત્વજ્ઞાનને સમજનારા કદી નિરાશ થતા નથી. કદી કર્તુત્વનું અભિમાન કરતા નથી. શાન્તસુધારસ : ભાગ ૧ પપ | Page #68 -------------------------------------------------------------------------- ________________ માની લો કે મેં કોઈ વ્યસની વ્યક્તિને ઉપદેશ આપ્યો અને તેણે વ્યસનનો ત્યાગ કર્યો. જો હું નિમિત્ત - ઉપાદાનનું તત્ત્વજ્ઞાન સમજતો હોઉં તો મને અભિમાન નહીં થાય છે. મારા ઉપદેશથી તેણે વ્યસનનો ત્યાગ કર્યો. હું એમ જ સમજીશ કે ઉપાદાન યોગ્ય હતું, એટલા માટે હું નિમિત્ત બન્યો. એ રીતે મેં ખૂબ સારો ઉપદેશ આપ્યો, તો પણ એ વ્યક્તિએ વ્યસનનો ત્યાગ ન કર્યો, તો હું નિરાશ નહી થાઉં. એ માણસ તરફ મને નફરત પણ નહીં થાય. હું સમજીશ કે એનું ઉપાદાન (આત્મા) યોગ્ય ન હતું, એટલે તે ઉપદેશ ગ્રહણ ન કરી શક્યો. તમારી સારી વાત પણ સાચી વાત પણ સ્વજન યા મિત્ર-સ્નેહી માનતો ન હોય તો તમને શું થાય છે? ગુસ્સો આવતો હશે? યા તો નિરાશા થતી હશે! ગુસ્સો ય ન કરવો અને નિરાશ પણ ન થવું. ઉપાદાનની યોગ્યતા ન હોય તો એની ઉપર સારા નિમિત્તની અસર પણ નથી થતી. નિમિત્ત ઉપાદાનની આ વાત સારી રીતે સમજી લો. આર્ત-રૌદ્રધ્યાનથી બચી જશો. ચિત્ત સ્વસ્થ રહેશે. રાગદ્વેષ ઓછા થઈ જશે. સમતાભાવ ટકી રહેશે. દુનિયાથી કોઈ મતલબ ન રહો !? વિશિષ્ટ જ્ઞાની પુરુષ ઉપાદાનની યોગ્યતા-અયોગ્યતાને સારી રીતે ઓળખી લે છે. યોગ્યતા દેખાય તો જ ઉપદેશ આપે છે, તે સિવાય નહીં. એ વયોવૃદ્ધ શૈવપંથી મહંતે માધોજીની યોગ્યતા જોઈ લીધી હશે, ત્યારે તો તેમણે ઉપદેશ આપ્યો, શાલિગ્રામ અને માળા આપી. આવા કેટલાય પાપી જીવો, અંદરથી યોગ્ય હોવાથી, ઉપાદાનની યોગ્યતા હોવાથી પુરુષોની કૃપાને પાત્ર બની જાય છે અને તેમનામાં સારું પરિવર્તન આવી જાય છે. સારું પરિવર્તન ત્યારે જ થાય કે જ્યારે સર્વ મોહ-બંધનો તૂટી જાય - ચારે પ્રકારના મોહનાં બંધનો તૂટી જાય. સર્વપ્રથમ મનુષ્યમાં સમત્વ આવી જાય છે. દુનિયા પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. દુનિયા સ્વપ્નવતું દેખાવા લાગે છે. વિચારોની દુનિયા બદલાઈ જાય છે. વિચારોમાં નથી રહેતા વિકાર, નથી રહેતી ઉત્તેજના. વિચારધારા અંતર્મુખ બની જાય છે. બાહ્ય જગત સાથે તેના સંબંધો તૂટી જાય છે. ઉપાધ્યાયજીએ આ ગ્રંથના અંતિમ શ્લોકમાં લખ્યું છે કે પ્રસ્તાવના Page #69 -------------------------------------------------------------------------- ________________ परिहर परचिन्ता परिवारम् । ચિન્તય નિષમવિજ્ઞાનમ્ ...... એ વાત આવી જાય છે. ‘પરપદાર્થોની ચિંતા છોડી દે અને પોતાના અવિકારી સ્વરૂપનું ચિંતન કર. મોહનું બંધન તૂટતાં જ આ વાત બનશે. માધોજીના અંતિમ ૧૨ વર્ષમાં આ વાત બની હતી ને ? પોતાના જ સ્વરૂપમાં મસ્ત રહેતા હતા. દુનિયાની કોઈ પરવા ન હતી. જેને જે માનવું હોય તે માને. પાગલ માનવો હોય તો પાગલ માને, જડભરત માનવો હોય તો જડભરત માને. દુનિયા સાથે લેવા-દેવા જ ન હતી. આપણી ઇચ્છા તો હોય છે - દુનિયાથી લેવા-દેવાની. દુનિયા આપણને સજ્જન માને....... સત્પુરુષ માને...... આ આપણી ઇચ્છા !! ઉપસંહાર ઃ ગ્રંથકાર ઉપાધ્યાયજી બાર ભાવનાઓનું શ્રવણ કરવાની પ્રેરણા આપતાં કહે છે કે “આ ભાવનાઓ છે કે જેમનું શ્રવણ ક૨વા માત્રથી જ મનુષ્યનું મન પવિત્ર થઈ જાય છે. મોહવાસના દૂર થઈ જતાં સમતાભાવ પ્રકટ થાય છે. મહત્ત્વની વાત છે - મોહવાસના દૂર કરવાની.’ મૂળભૂત વાત તેમણે કહી દીધી છે. તેની પહેલાં જે વાત તેમણે..... વિ મવપ્રમઙેવ...વાળી વાત કરી છે તે વાત પણ ત્યારે જ શક્ય બને, જ્યારે મોહવાસના દૂર થઈ જાય. વૈરાગ્ય અને મોહપ્રીતિ - મોહવાસના તૂટ્યા વગ૨ એ સંભવ નથી. જો કે આ બાર ભાવનાઓ એવી છે અને ઉપાધ્યાયજીએ આ રીતે ગેય કાવ્યોમાં રચી છે, કે સાંભળનારાઓની મોહવાસના નષ્ટ થઈ જાય. પરંતુ સાંભળનારાઓનું ઉપાદાન શુદ્ધ હોવું જોઈએ. નિમિત્ત (આ ગ્રંથ) તો શ્રેષ્ઠ છે જ. યોગ્ય - સુયોગ્ય ઉપાદાન પર આ નિમિત્તની અસર પડશે; એટલે કે એમની મોહવાસના તૂટશે જ. સભામાંથી : ઉપાદાનની યોગ્યતા પરિપક્વ કરવા શું કરવું જોઈએ ? મહારાજશ્રી : ત્રણ કામ કરવાં જોઈએ. ત્રણે કાળ પ્રતિદિન ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ)નો સ્વીકાર કરો. દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરો અને સુકૃત્યોની અનુમોદના કરો. ત્રણે વાતોને વિસ્તારથી સમજવી હોય તો ‘પંચસૂત્ર’ ગ્રંથનું વિવેચન વાંચજો. ખૂબ સુંદર ગ્રંથ છે. ઉપાદાનની યોગ્યતા પરિપક્વ કરવા માટે આ ત્રણ વાતો અવશ્ય કરવા જેવી છે. વિશેષ વાતો આગળ કરીશું. આજે આટલું બસ. શાન્તસુધારસ : ભાગ ૧ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ વીસીધારી પ્રવચન ક સકલના : આર્ત-રૌદ્રધ્યાન આગ છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન વિષયલોલુપતા વિષયલોલુપી પ્રેત બન્યો. વિષયલોલુપી કર્તવ્યનિષ્ઠ ન હોય. તાત્યા ટોપે : એક ઘટના વજસ્વામી ઃ એક પ્રસંગ વિવેકશોભા ઉપસંહાર. Page #71 -------------------------------------------------------------------------- ________________ आरौिद्र-परिणामपावक-प्लुष्टभावुक विवेक सौष्ठवे । मानसे विषयलोलुपात्मनां क्व प्ररोहतितमां शमाङ्कुरः ॥ ५ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસની પ્રસ્તાવનામાં કહે છે : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ક્રૂર વિચારો આગ જેવા છે. એ આગ સુંદર વિવેકની શોભાને સળગાવી દે છે. જેના હૃદયમાં વિવેકની શોભા સળગી ગઈ એવા વિષયલોલુપ મનુષ્યોના હૃદયમાં સમતાનો અંકુર કેવી રીતે પ્રકટ થઈ શકે ? આર્ત-રૌદ્રધ્યાન આગ છે : જે સળગાવે છે એ આગ કહેવાય છે. અનેક પ્રકારની આગ હોય છે. જે મકાન, વસ્ત્ર, લાકડું, ઘાસ વગેરેને સળગાવે છે, તે વિશ્વપ્રસિદ્ધ આગ છે. આ આગને બધા લોકો જાણે છે, સમજે છે. બીજી આગ હોય છે વચનની આગ - વાણીની આગ. કટુ, કઠોર, કર્કશ વચનો આગ જેવાં હોય છે. સળગી ઊઠીને માણસ આત્મહત્યા કરી બેસે છે. કેટલાક કટુ વચનો સાંભળીને બળતા નથી, બળીને મરી જતા નથી, પરંતુ ચિત્તમાં ભયાનક બળતરા અનુભવે છે. ત્રીજી આગ હોય છે - વિચારોની આગ. મનુષ્યને પોતાને જ સળગાવે છે. કેટલાક એવા દુષ્ટ વિચારો હોય છે કે જે ચિત્તને સળગાવે છે. ચિત્તની શાન્તિને, ચિત્તની પ્રસન્નતાને, ચિત્તના વિવેકને સળગાવે છે. ભીતરથી મનુષ્ય સ્વયં બળે છે. આર્તધ્યાન: એક એવી આગ છે આર્તધ્યાનની. અહીં ધ્યાન’ શબ્દનો પ્રયોગ દુષ્ટ વિચારોના વિષયમાં થયો છે. તીવ્ર કોટિના દુષ્ટ વિચાર આર્તધ્યાન કહેવાય છે. ધ્યાનમાં એવા વિચારોનો પ્રવેશ છે કે તમે લોકો સાંભળીને ચકકર ખાઈ ઊઠશો. હા, આપણે આપણા વિચારો કરીએ છીએ તો પણ આપણા વિચારોને ઓળખતા નથી ! મુખ્ય રૂપમાં ચાર પ્રકારનાં આર્તધ્યાન બતાવવામાં આવ્યાં છે: - ઈષ્ટના સંયોગના વિચારો. - ઈષ્ટના વિયોગના વિચારો. - અનિષ્ટના સંયોગના વિચારો. - અનિષ્ટના વિયોગના વિચારો. ૧. જે ઈષ્ટ છે, આપણને પ્રિય છે, એ આપણને મળે. આ વિષયમાં મનુષ્ય વિચાર કરતો રહે છે. જે ઈષ્ટ અને પ્રિય વસ્તુ અથવા વસ્તુ મનુષ્યની પાસે હોય છે, એ એની પાસે ટકી રહે તેવા વિચારો કરે છે. આ ચિંતનમાં, આવા વિચારોમાં પ્રાય શાન્ત સુધારસ : ભાગ ૧ ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ હિંસા, અસત્ય, ચોરી, અનીતિ, અન્યાય વગેરે પાપોનો સમાવેશ થઈ જ જાય છે. ઈષ્ટ અને પ્રિય વસ્તુ યા વ્યક્તિ, સહજતાથી નથી મળતી તો મનુષ્ય ખોટા રસ્તેથી એને પામવા માટે પ્રયાસ કરે છે. ભરત ચક્રવર્તીને બાહુબલિનું રાજ્ય માગવાથી ન મળ્યું. બાહુબલિએ ભરતની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો ભરત યુદ્ધ માટે તત્પર થઈ ગયો હતો ને? યુદ્ધ એટલે કે હિંસા ! હમણાં જ અમેરિકાએ ઈરાક ઉપર આક્રમણ કર્યું હતું ને? કેવું ભયાનક યુદ્ધ છેડાઈ ઊઠ્યું હતું? અમેરિકા ઈરાક ઉપર સત્તા ઇચ્છતું હતું! જેવું રાષ્ટ્રીય સ્તર પર હોય છે તેવું સામાજિક અને વ્યક્તિગત જીવનમાં પણ બને છે. ઈષ્ટ અને પ્રિયના સંયોગની ઇચ્છા કરવી અને પ્રાપ્ત ઈષ્ટ-પ્રિયની રક્ષા કરવાના વિચારો કરવા આર્તધ્યાન છે. ૨. બીજો પ્રકાર છે આર્તધ્યાનનો - ઈષ્ટ અને પ્રિયના વિયોગનો વિચાર, મનુષ્યની પાસે જે ઈષ્ટ અને પ્રિય હોય છે, તેને માટે મનુષ્ય ઈચ્છતો નથી કે તે ચાલ્યું જાય, નષ્ટ થઈ જાય. પ્રિય વસ્તુ હોય કે પ્રિય વ્યક્તિ હોય. મનુષ્ય આવી ચિંતા કરીને દુઃખી થાય છે. એક ભાઈ એટલા માટે દુખી હતા, અશાન્ત હતા કે તેમનો એકનો એક દીકરો એમને પ્રિય હતો. એ ઈચ્છતા ન હતા કે તે પુત્રનો તેમને વિયોગ થાય, તેનું મૃત્યુ થાય..... અપહરણ થાય. પુત્ર ન હતો ત્યારે દુઃખી હતા, પુત્ર પ્રાપ્ત થયો ત્યારે પણ દુઃખી થયા. પ્રિયના વિયોગનો ભય દુઃખી કરે છે. એ રીતે એક ભાઈને ભાગ્યને લીધે દશ લાખ રૂપિયા મળી ગયા. આ પહેલાં તે દરિદ્ર હતા, દુઃખી હતા. દશ લાખ મળ્યા પછી પણ તે દુઃખી થઈ ગયા. ‘રૂપિયા ચાલ્યા જશે તો?” દુનિયામાં ધન ચાલ્યું જવાની વાત છાપામાં વાંચે તો અત્યંત દુઃખી બની જાય છે. આર્તધ્યાન અશાન્ત બનાવે જ છે. આર્તધ્યાન કરનાર અજ્ઞાની મનુષ્યની પાસે તત્ત્વજ્ઞાન તો હોતું જ નથી. તત્ત્વજ્ઞાન વગર તો શાન્તિ મળતી જ નથી. - સત્તાધીશ પોતાની સત્તાનો વિયોગ થાય તેવી કલ્પનાથી દુઃખી થાય છે. - ધનવાન પોતાની સંપત્તિ ચાલી જવાની કલ્પનાથી દુઃખી થાય છે. -- પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા ચાલી જવાની કલ્પનાથી દુઃખી થાય છે. - માતાપિતા પોતાનાં સંતાનના વિયોગની કલ્પનાથી દુઃખી થાય છે. - બાળક પોતાનું પ્રિય રમકડું ચાલ્યું ન જાય એટલા માટે ચિંતિત હોય છે. - નોકર પોતાની નોકરી ચાલી ન જાય એટલા માટે ચિંતાતુર હોય છે. આ બધાં જ આર્તધ્યાન છે. આવું આર્તધ્યાન મનુષ્યના મનમાં ચાલતું જ રહે છે ૬૦ પ્રસ્તાવના Page #73 -------------------------------------------------------------------------- ________________ ને?નાનીમોટી વસ્તુની બાબતમાં, મિત્ર-સ્નેહીના વિષયમાં આવું આર્તધ્યાન ચાલતું રહે છે. બસ, આ જ આર્તધ્યાનની આગ ભીતરને બાળતી રહે છે. જો અંદરથી બળવું ન હોય તો આર્તધ્યાન ન કરો. પ્રિય-ઈષ્ટ સંયોગ-વિયોગના વિચારો ન કરો. ૩. ઈષ્ટની જેમ અનિષ્ટ પણ હોય છે, અપ્રિય પણ હોય છે. મનુષ્યના જીવનમાં કેટલુંક અનિષ્ટ-અપ્રિય લાગેલું જ હોય છે. એ ભલે ન ઇચ્છે તો પણ થતું હોય છે. જેતે ઈચ્છતો નથી તેનો તે વિયોગ ઇચ્છે છે - “આ અપ્રિય ચાલ્યું જાય તો સારું! આ અનિષ્ટ ચાલ્યું જાય તો સારું.’ આવી ઇચ્છા થતી રહે છે. કેટલાંક ઉદાહરણોથી સ્પષ્ટ - પતિને પત્ની અનિષ્ટ છે, અપ્રિય છે. તે પત્નીનો વિયોગ ઈચ્છે છે. - પત્નીને પતિ અપ્રિય છે, તે પતિનો વિયોગ ઈચ્છે છે. - શેઠને નોકર અપ્રિય છે, તે નોકરને નોકરીમાંથી કાઢી મૂકવા ઈચ્છે છે. - છોકરાને માતાપિતા અપ્રિય છે, એ તેમને જુદાં કાઢવા માગે છે. - કોઈને ઘર અનિષ્ટ લાગે છે, તે ઘર છોડવા માગે છે. . આ રીતે અનેક નાનીમોટી વસ્તુઓ હોય છે કે છોડવા ચાહતા હોવા છતાં છોડી શકાતી નથી. કેટલીક વ્યક્તિઓને છોડવા ચાહીએ પરંતુ છોડી શકતા નથી. છોડવા માટે યા છૂટવા માટે જે જે વિચાર કરવામાં આવે તે આર્તધ્યાન છે, અને આર્તધ્યાન ભીતરમાં જલન પેદા કરે છે - આગ પેદા કરે છે. શાન્તિને, વિવેકને સળગાવી દે છે. ૪. મનુષ્ય અનિષ્ટ-અપ્રિયની કલ્પના કરે છે. કદીક કોઈ અનિષ્ટ થઈ ગયું તો? અપ્રિય થઈ જશે તો?” આવી કલ્પનાઓ કરવી એ પણ આર્તધ્યાન છે. માણસ આવી કલ્પનાઓ કરતો રહે છે. - પૈસા ચાલ્યા જશે તો? ' - શરીરમાં રોગ પેદા થશે તો? - સ્વજનો છોડીને ચાલ્યાં જશે તો? - ચોરી થઈ જશે તો? -- કોઈ કલંક આવી પડશે તો? આવા વિચારો પણ આર્તધ્યાન જ છે. આવા વિચારો મનની શાન્તિ નષ્ટ કરે છે. આવા વિચારો મનની પ્રસન્નતાને જલાવી દે છે, આવા વિચારો વિવેકને સળગાવી છે. રૌદ્રધ્યાન: આર્તધ્યાનથી આગળ વધી જાય છે રૌદ્રધ્યાન. હિંસાના, મૃષાના, ચોરીના, | શાન્ત સુધારસઃ ભાગ ૧ ( ૬૧ | Page #74 -------------------------------------------------------------------------- ________________ મૈથુનના, પરિગ્રહના તીવ્ર પાપવિચારો રૌદ્રધ્યાન છે. જે મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલતું હોય છે એ મનમાં શુભ ભાવનાઓ રહેતી નથી. શુભ ભાવનાઓ પેદા જ થતી નથી. રૌદ્રધ્યાન અતિ ખતરનાક છે. ઘોર અશાંતિ પેદા કરે જ છે, સાથે સાથે ઘોર પાપકર્મ બંધાવે છે. એ પાપકર્મોને ભોગવવા માટે નરકમાં જવું પડે છે. ઘોર-અસહ્ય દુઃખ ભોગવવાં પડે છે. વર્તમાન જીવનમાં અનેક પ્રકારની તીવ્ર અશાંતિ અને પરલોકમાં તીવ્ર કોટિનાં દુઃખ. અસંખ્ય વર્ષો સુધી ઘોર શારીરિક-માનસિક પીડા ભોગવવી પડે છે, એટલા માટે રૌદ્રધ્યાનથી બચતા રહેવું. રૌદ્રધ્યાનની પ્રચંડ આગથી બચીને જીવવાનું છે. - પહેલું રૌદ્રધ્યાન છે હિંસાવિષયક. તીવ્ર વૈરભાવનાથી પ્રેરિત થઈને જીવહિંસા કરવા માટે સતત વિચારે તેને રૌદ્રધ્યાન કહે છે. જીવ નાનો હોય કે મોટો, મારવાના ઈરાદાથી મારીએ છીએ.... અથવા મારવાનો સતત વિચાર ચાલ્યા કરતો હોય છે. એ રીતે મૃષાવાદના સતત વિચારો પણ રૌદ્રધ્યાન કહેવાય છે. સતત જૂઠું બોલવાના વિચાર મનુષ્ય કરે છે ત્યારે રૌદ્રધ્યાન બને છે. મૃષાની જેમ મૈથુન -. અબ્રહ્મ સેવનના સતત વિચારો પણ રૌદ્રધ્યાન કહેવાય છે. રૌદ્રધ્યાનની આગ સર્વભક્ષી હોય છે. જીવનનું સર્વસ્વ બાળી નાખે છે. કશું જ બચતું નથી. સિવાય રાખ. ભસ્મીભૂત બનેલા ગુણોની રાખ. રાખમાંથી સમતાના અંકુર કેવી રીતે પેદા થઈ શકે? ન જ થઈ શકે ને? એટલા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચવું. બંને દુર્ગાનની જનની વિષયલોલુપતા: કદાચ તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે મનમાં ક્યાં - કઈ જગાએથી આર્તધ્યાન - રૌદ્રધ્યાન પેદા થાય છે? એ પ્રશ્નનો ઉત્તર ઉપાધ્યાયજીએ આ શ્લોકમાં આપી દિીધો છે. જે જીવાત્મા વિષયલોલુપ હોય છે, તેના મનમાં આર્ત-રૌદ્રધ્યાન પેદા થાય છે માનવે વિષયોહૃપાત્મનામ્ | પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષય હોય છે. એ વિષયોની આસક્તિ જ દુષ્યનની જનની છે. કોઈ પણ વિષયની ઈચ્છા, અભિલાષા, કામના.. પેદા થાય છે કે આર્તધ્યાન શરૂ થઈ જાય છે. તે વિષય પામવા માટે હિંસાના, મૃષાના, ચોરીના વિચારો ચાલે છે અને રૌદ્રધ્યાન શરૂ થઈ જાય છે. આ વિષયલોલુપતાને કારણે જ મનુષ્યના જીવનમાં સંઘર્ષ વધે છે. મનુષ્યના જીવનમાં માનસિક તનાવની વૃદ્ધિ થાય છે. એનો પ્રભાવ મસ્તકના માધ્યમથી સમગ્ર શરીર ઉપર પડે છે. મનોભાવોનો ઉત્તેજનાત્મક પ્રભાવ હૃદય-ગતિ, [ ૬૨ - પ્રસ્તાવના Page #75 -------------------------------------------------------------------------- ________________ રક્તચાપ, રક્તનલિકાઓના વ્યાસમાં પરિવર્તન, રક્તના રાસાયણિક પરિવર્તનના રૂપમાં થાય છે; જેને પરિણામે હાર્ટએટેક - કાર્ડિયેક, એરિથમિયા, એસેન્શિયલ હાઈપર ટેન્શન - એન્જાઈના પેક્ટોરિયા તથા માઇગ્રેનના રૂપમાં રોગો થાય છે. એક વેપારી ભાવનાત્મક ચડઉતારની સામે ચિંતિત રહેતો હતો. થોડોક સમય ગયો અને તેને રક્તચાપની બીમારી લાગુ પડી ગઈ. મનોવૈજ્ઞાનિકોએ તેને તેનો દૃષ્ટિકોણ બદલવા તથા આધ્યાત્મિક ઉત્થાનના રચનાત્મક પ્રયાસમાં લાગી જવાની સલાહ આપી. જોવામાં આવ્યું કે થોડાક જ દિવસોમાં તેનો ઉચ્ચ રક્તચાપ દૂર થઈ ગયો. U.S.A.માં પ્રતિવર્ષ વધારેમાં વધારે લોકો હૃદયરોગોથી મરે છે. ડૉક્ટરોના મતાનુસાર ૪પ થી ૬૫ની ઉંમરમાં ૨૫ ટકા મૃત્યુ સાયકોસોમોટિક કોરોનરી આર્ટરી રોગોથી થાય છે. કેટલાક વિદેશી ડૉક્ટરોએ પોતાની શોધમાં જોયું છે કે ભાવનાત્મક સંવેગોનો રક્તની જમાવટની ગતિ સાથે સીધો સંબંધ છે. બ્લડબેંકમાં રક્તદાતાઓને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. જેઓ શાન્ત મનઃસ્થિતિના હતા, તેમના રક્તને જામવાનો દર ૮ થી ૧૨ મિનિટનો હતો. જેઓ ભયભીત હતા, તેમના રક્તને જામવાનો સમય ૪ થી ૫ મિનિટ તથા જેઓ અતિશય ભયભીત અને ચિંતિત હતા તેમનો ૧ થી ૩ મિનિટ હતો. ૧ હૃદયાઘાતમાં મૃત્યુનું કારણ લોહીનું જામી જવું હોય છે, જે એક થ્રોમ્બોસ યા ઇમ્બાલિસમના રૂપમાં હોય છે. ગઠ્ઠો બનવાની પ્રક્રિયા રક્તના રાસાયણિક પરિવર્તન ઉપર આધારિત છે, જેની ઉપર માનસિક તનાવનો સીધો પ્રભાવ હોય છે. સારી રીતે સમજી લો કે આ માનસિક તનાવ આર્તધ્યાન અથવા રોદ્રધ્યાનથી ઉત્પન્ન થાય છે. વિષયલોલુપ જીવોને માનસિક તનાવ રહેવાનો જ. મનોવિકારો રહિત મનની સ્થિતિ શરીરને નીરોગી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ તથ્યને વિશ્વના મૂર્ધન્ય ચિકિત્સાશાસ્ત્રીઓ પણ અનુભવ કરી ચૂક્યા છે. જેમણે સ્વસ્થ, પ્રસન્ન અને નીરોગી રહેવું હોય તેમણે પહેલાં મનને નિયંત્રિત અને સંયમિત કરવું જોઈએ. મનોવૈજ્ઞાનિકો પણ નિંદા, ચુગલી, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આદિના પ્રસંગોથી બચવાની સલાહ આપે છે. મનને રખડતું અટકાવવાની સલાહ આપે છે. અનેક ઝઘડા, ઝંઝટ અને વૈમનસ્યથી પણ બચવાની વાત કરે છે. બચવાનો એક જ ઉત્તમ ઉપાય છે - વિષયલોલુપતાનો ત્યાગ ! વિષયલોલુપી પ્રેત બન્યો : વિષયલોલુપતાને કારણે એક | શાન્તસુધારસ : ભાગ ૧ સાધુ સંન્યાસી કેવા બન્યા, એની ઐતિહાસિક ૬૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઘટના તમને કહું છું. બિહાર રાજ્યમાં હેમંતપુર નામે એક અતિ શાનદાર રિયાસત હતી, હવે તો એના માત્ર ભગ્નાવશેષો જ બાકી રહ્યા છે. આ ખંડેરોમાં કોઈ કોઈ વાર એક ક્ષીણકાય સાધુની મૂર્તિ આકાશમાં ઊડતી નજરે પડે છે અને અંદર પ્રવેશ કરવાથી પ્રતીત થાય છે કે એમાં કોઈ આદમી રહે છે. પાણીનો ઘડો, સાવરણી, મટકી વગેરે વસ્તુઓ કોણ જાણે કોણે મૂકી હશે ! કહેવાય છે કે અહીંના રાજા સાહેબ જ્યારે સિંહાસનારુઢ હતા ત્યારે તેમની પ્રેરણાથી એ સાધુએ તાંબામાંથી સોનું બનાવવાનો પ્રયોગ કર્યો હતો. પ્રયોગ પૂરો થતા પહેલાં જ સાધુની ભૂલથી તે કડાઈમાં પડીને પ્રાણ ખોઈ બેઠો હતો. સાધુનો આત્મા આ ગફલતથી ખૂબ ક્લેશ પામ્યો. તે આજે પણ પ્રેતરૂપે એ ખંડેરોમાં વિચરતો દેખાય છે ! વિષયલોલુપ મનુષ્ય કર્તવ્યનિષ્ઠ ન રહી શકે ઃ વિષયલોલુપતાને કારણે કામના, લાલસા અને વાસનાની સંકીર્ણ પરિધિમાં જ સામાન્યતયા મનુષ્ય-મન ચિંતિત થઈ ઘૂમે છે. જ્ઞાની પુરુષોએ એને પુત્રૈષણા, વિતૈષણા, લોકૈષણા કહીને એનાથી દૂર રહેવા કહ્યું છે. આત્મોત્કર્ષના માર્ગમાં આ જ મુખ્ય અડચણો છે. આ એષણાઓને કારણે વિષયલોલુપતાને કારણે જ લોક રાગદ્વેષ - કલહ કટુતા વગેરેમાં જકડાયેલાં રહે છે. આવા લોકો વિશિષ્ટ કર્તવ્યોનું પાલન કરી શકતા નથી. આ વિષયની એક ઐતિહાસિક ઘટના કહું છું. સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્ત્વપૂર્ણ ઘટના 'તાત્યાટોપે'ના જીવન સાથે સંબંધ છે. અજીજાન નામની એક નર્તકી સેનાપતિ તાત્યાટોપે પ્રત્યે આસક્ત હતી. તેણે તાત્યાટોપેનું મન જીતવા માટે આકર્ષણોની જાળ બિછાવી દીધી. તાત્યાજી તેના મનની વાત સમજી ગયા. તેમણે એક દિવસે અજીજાનને કહ્યું ઃ ‘મારા જીવનનું એક જ ધ્યેય છે - અંગ્રેજોને ભારતની ભૂમિમાંથી તગેડી મૂકવા. જો તું મને સાચા અર્થમાં પ્યાર કરતી હોય તો મારા આ શ્રેષ્ઠ લક્ષ્યમાં તારે સમર્પિત થવું પડશે.’ અજીજાન તૈયાર થઈ ગઈ. પરંતુ સમર્પણ એટલી સરળ પ્રક્રિયા નથી કે એમાં એમ જ સફળતા મળે. અજીજાને પોતાની તમામ મિલકત સ્વાધીનતા સંગ્રામમાં આપી દીધી. પોતાની જાતને ગુપ્તચર સેવામાં જોડી દીધી. અજીજાનને ભયંકર કપટ અને આપત્તિઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ તે ધ્યેય તરફ અડોલ રહી. સાચા પ્રેમની પવિત્રતાથી તેના હૃદયની વાસનાઓ ધોવાઈ ગઈ હતી. એક નર્તકીનું મન વિષયલોલુપતાથી મુક્ત બન્યું, તો તેણે કેવું મહાન કર્તવ્ય નિભાવ્યું ? ૬૪ પ્રસ્તાવના Page #77 -------------------------------------------------------------------------- ________________ એક પ્રસંગ વજસ્વામીના જીવનનો : આવી જ પરંતુ આધ્યાત્મિક - ધાર્મિક ઘટના ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસનમાં આચાર્યશ્રી વજસ્વામીના જીવનમાં બની હતી. વજસ્વામી જ્ઞાની હતા. દૈવીશક્તિના ધારક હતા અને અતિરૂપવાન હતા. એ સમયે એક નગરમાં એક શ્રેષ્ઠી કન્યા રુક્મિણીએ મનોમન સંકલ્પ કર્યો હતો કે ‘હું લગ્ન કરીશ તો વજસ્વામી સાથે જ કરીશ.' તેના પિતા કરોડપતિ હતા. તેમનું નામ હતું શ્રેષ્ઠી ધનાવહ. છોકરી ખૂબ પ્રિય હતી. તેની ઇચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. એ પિતાપુત્રી જાણતાં ન હતાં કે જૈન સાધુ લગ્ન કરતા નથી, સ્ત્રીને સ્પર્શ સુદ્ધાં કરતા નથી. હવે વજસ્વામી એ નગરમાં પહોંચ્યા કે જ્યાં ધનાવહ શ્રેષ્ઠી રહેતા હતા. તેમને અને તેમની પુત્રીને ખબર પડી કે વજસ્વામી નગર બહારના ઉદ્યાનમાં રોકાયા છે, તો શ્રેષ્ઠી પુત્રીને અને કરોડોની સંપત્તિ લઈને વજસ્વામીની પાસે જાય છે. વજ્રસ્વામીને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને ધનાવહ શ્રેષ્ઠી કહે છે : હે સત્પુરુષ, આ મારી દીકરી રુક્મિણી છે. એણે જ્યારથી આપની પ્રશંસા સાંભળી ત્યારથી આપની સાથે લગ્ન કરવા સંકલ્પ કરી બેઠી છે. હું આપને વિનંતી કરું છું કે આપ મારી પુત્રીનો સ્વીકાર કરો અને આ સંપત્તિનોય સ્વીકાર કરો. વજ્રસ્વામીએ મધુર વાણીમાં કહ્યું : ‘મહાનુભાવ, અમે જૈન સાધુ છીએ. લગ્ન ન કરી શકીએ. અમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. અમારું જીવનધ્યેય આત્માની મુક્તિ છે. કર્મબંધનોથી આત્માને મુક્ત કરવા માટે અમારો આંતરસંઘર્ષ ચાલતો હોય છે. જ્યારે આત્મા મુક્ત થશે ત્યારે પૂર્ણ સુખ પ્રાપ્ત થશે. હે શ્રેષ્ઠી, તમારી પુત્રીનો મારા પ્રત્યે જો શુદ્ધ પ્રેમ હોય તો હું જે મુક્તિમાર્ગે ચાલું છું, એ માર્ગ ઉપર એ પણ ચાલે ! પરંતુ મુક્તિમાર્ગ ઉપર ચાલવા માટે વિષયલોલુપતાનો મનવચન-કાયાથી ત્યાગ કરવો પડે છે. રુક્મિણીએ કહ્યું ઃ ‘હે મહાત્મન્, હું આપની સાથે મુક્તિપથ ઉ૫૨ જ ચાલીશ, પરંતુ હું તો અજ્ઞાની છું, અબુધ છું. આપે જ મને મુક્તિમાર્ગ ઉપર ચલાવવી પડશે.’ વજ્રસ્વામીએ રુક્મિણીને દીક્ષા આપી. તે સાધ્વી બની ગઈ. દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનામાં લીન બની અને તેણે શ્રેષ્ઠ સમતાસુખનો અનુભવ કર્યો. વિવેકશોભા સુરક્ષિત રાખો : આપણી વાત છે હ્રદયમાં સમતા-અંકુર પ્રકટ કરવાની, હૃદયમાં વિવેક હોય તો સમતા-અંકુર પ્રકટ થાય છે. આર્ત-રૌદ્રધ્યાન વિવેકને નષ્ટ કરી દે છે, એટલે સમતા પેદા થતી નથી. એટલા માટે ઉપાધ્યાયજી કહે છે કે વિવેકશોભા સુરક્ષિત રાખો. એ શાન્તસુધારસ : ભાગ ૧ પ Page #78 -------------------------------------------------------------------------- ________________ શોભા ત્યારે જ સુરક્ષિત રહેશે કે જ્યારે આર્ત-રૌદ્રધ્યાન નહીં હોય. ગંદા, દુષ્ટ અને અધમ વિચારવાળા મનુષ્ય અવિવેકી બની જાય છે. સંસાર વ્યવહારમાં પણ અવિવેકી -મદિાભ્રષ્ટ બની જાય છે. અંદાજે ૪૦ વર્ષ જૂની એક ઘટના મને યાદ આવે છે. મુંબઈમાં અમારું ચાતુમાસ હતું. હું ગોચરી લેવા ગયો હતો. એક ઘરમાં મેં પગ મૂક્યો અને અટકી ગયો. પિતા જમીન ઉપર પડ્યો હતો અને પુત્ર લાતો મારતો હતો. હું ભિક્ષા લીધા સિવાય નીકળી ગયો. છોકરો શરમાઈ ગયો. એ મારી સાથે મૌન ચાલતો રહ્યો. ઉપાશ્રયે આવ્યો. મેં એને એક શબ્દ પણ ન કહ્યો. ઉપાશ્રયમાં આવીને તે મારી સામે રડી પડ્યો. તે બોલ્યોઃ હું પાપી છું. મને ભયંકર ક્રોધ આવ્યો. મેં પિતાને માર્યા.. તે રડતો જ ગયો. તે વિવેકભ્રષ્ટ થયો હતો ને? વિવેક તો પિતૃભક્ત, માતૃભક્ત બનવાની પ્રેરણા આપે છે. તે તો પિતૃષી બની ગયો હતો ! કારણ કે તેના મનમાં આર્તધ્યાન આવી ગયું હતું, પછી તે સમતા કેવી રીતે રાખી શકે? - એક સાધુ પોતાના ગુરુદેવની સાથે ક્રોધાવેશમાં ઔદ્રત્યપૂર્વક બોલી રહ્યા હતા. ગુરુદેવ મૌન રહીને સાંભળી રહ્યા હતા. સાધુની અનુચિત ઇચ્છા ગુરુદેવ કેવી રીતે પૂર્ણ કરી શકે? કેટલોક સમય બોલ્યા પછી પેલો સાધુ પોતાની જગાએ બેસી ગયો. હું પણ ત્યાં જ બેઠો હતો. બોલનાર સાધુ મારા કરતાં મોટા હતા. ઉપાશ્રયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. હું અડધા કલાક પછી ઊભો થયો અને પેલા સાધુની પાસે ગયો. ઈશારાથી એને એક બીજા ઓરડામાં લઈ ગયો. હું મૌન રહ્યો. એ સાધુએ જ કહ્યું: “આજે રોષમાં - ક્રોધમાં મેં ગુરુદેવની આશાતના કરી. મેં અવિનય કર્યો - વિવેક ખોઈ બેઠો. મને મારી ભૂલનો ખ્યાલ આવી ગયો. મેં કહ્યું? ગુરુદેવની ક્ષમા માગો, પ્રાયશ્ચિત્ત કરો, તમે તો જ્ઞાની છો. તેમણે કહ્યું હું જ્ઞાની નથી, ઘોર અજ્ઞાની છુંઅશાન્ત છું.... અપરાધી છું.' પાછળથી તેમણે ગુરુદેવની ક્ષમા માગીને પ્રાયશ્ચિત્ત કર્યું હતું. મેં વિચાર્યું હતું - એ સાધુની વિવેકશોભા નષ્ટ થઈ હતી આર્તધ્યાનથી. ક્રોધ, રોષ, રીસ આવે છે આર્તધ્યાનથી. તે સાધુ શોભાવિહીન બની ગયો હતો. મનુષ્યની શોભા વિવેકથી હોય છે. એ શોભા ટકાવી રાખવા આર્તધ્યાનથી બચતા રહો. પ્રિય-અપ્રિયની કલ્પનાથી મુક્ત રહો. ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાથી મુક્ત રહો. ઉપસંહાર: ઉપાધ્યાયજી મહારાજ અતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે - વિષયલોલુપ મનુષ્યના મનમાં સમતાઅંકુર કેવી રીતે પેદા થઈ શકે ? એટલે કે ન જ થઈ શકે. વિષયલોલુપતા જ આર્તધ્યાન છે. પાંચ ઈન્દ્રિયોના અસંખ્ય વિષય હોય છે. કોઈ પ્રસ્તાવના Page #79 -------------------------------------------------------------------------- ________________ પણ વિષયની ઇચ્છા, પૃહા, તૃષ્ણા પેદા થતાં આર્તધ્યાન શરૂ થાય છે. વિષયરાગથી કષાય ઉત્પન્ન થાય છે. કષાય વધતાં રૌદ્રધ્યાન આવી જાય છે. જ્યારે મન વિષય-કષાયથી ભરાઈ જાય છે ત્યારે સમાધિ રહેશે ક્યાં? સમતાઅમૃતનું પાન કેવી રીતે થઈ શકે ? તે તો ઘોર અશાન્તિનું વિષપાન જ કરતું રહેશે. અનંત ભવોથી જીવે એવું વિષપાન જ કર્યું છે. જો એ જીવમાં જ્ઞાનવૃષ્ટિ ખૂલી જાય... તો તે સમતા-અમૃતનું પાન કરી શકે છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વિષયલોલુપતા દૂર થાય. વિવેકશોભા અખંડિત રહે. વિષયલોલુપતા નષ્ટ થતાં વિવેકશોભા અખંડ રહેશે. જો કે વિષયલોલુપતા ન રહે તો આર્તધ્યાન રહેતું નથી, આર્તધ્યાન ન રહે તો રૌદ્રધ્યાન ન ટકે. વિષયલોલુપતા દૂર કરવા માટે વિષયોની બાબતમાં ચિંતન કરીને નિર્ણય કરો કે - વિષય નાશવંત છે, ક્ષણિક છે. - વિષયોનો રાગ ઘાતક હોય છે. - વિષયભોગ વિષભોગ જેવો છે. - વિષયભોગોથી કદીય આત્મતૃપ્તિ થતી નથી. આ રીતે વિષયોની અનિષ્ટતાનો વારંવાર વિચાર કરવાથી વિષયો પ્રત્યે વૈરાગી બનશો. વિરક્ત બનશો. વિષયલોલુપ નહીં રહો. આર્તધ્યાન નહીં રહે. વિવેકશોભા કાયમી રહેશે અને સમતા-અંકુર હૃદયમાં જન્મ લેશે. બસ, આજે આટલું જ. શાન્તસુધારસ : ભાગ ૧ | ૬૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ શાન્તીીધારી પ્રવચન : સંકુલના : ભાવનાઓનું સ્થાન ઃ અંતઃકરણ ધર્મક્રિયાઓ સાથે ધર્મધ્યાન. મોક્ષદ્વા૨ ૫૨ ભીડ : ઉપનય કથા સ્વર્ગ-નર્કનો આધાર ઃ મનુષ્યમન ♦ એક યોગી ઃ એક વેશ્યા ♦ સુખ અને આનંદ ક્યાં છે ? એક ઉપનય કથા. મન ઈર્ષ્યા આદિ દોષોથી ગ્રસ્ત કેમ ? મન ઉલઝેલું છે સુખ-દુઃખોમાં. ઉપસંહાર. Page #81 -------------------------------------------------------------------------- ________________ यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते । सद्भावनासुरलता न हि तस्य दूरे, लोकोत्तरप्रशमसौख्यफलप्रसूति ॥ ६ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ની પ્રસ્તાવનામાં કહે છે ઃ - એ અંતઃકરણમાં આ શુભ ભાવનાઓ રહે છે, કે જે અંતઃકરણ સમ્યગ્ જ્ઞાનના અભ્યાસથી ઉન્નત બન્યું હોય અને વિવેક અમૃતની વૃષ્ટિથી મૃદુ તેમજ સુશોભિત બન્યું હોય. ગ્રંથની પ્રસ્તાવનાના શ્લોક ૭-૮માં તેમણે બાર ભાવનાઓનાં નામ બતાવ્યાં છે. अनित्यत्वाशरणे भवमेकत्वमन्यताम्, अशौचमाश्रवं चात्मन, संवरं परिभावय ॥७॥ कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिं, बोधिदुर्लभतामेतां भावयन् मुच्यते भिवात् ॥ ८ ॥ ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસારભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આસ્રવ ભાવના, ૮. સંવર ભાવના, ૯. કનિર્જરા ભાવના, ૧૦. ધર્મસુકૃત ભાવના, ૧૧. લોકસ્વરૂપ ભાવના અને ૧૨. બોધિદુર્લભ ભાવના. ભવપ્રપંચથી મુક્ત થવા માટે દરરોજ આ ભાવનાઓ વારંવાર ભાવતા રહો - ચિંતન કરતા રહો. ભાવનાઓનું સ્થાન અંતઃકરણ : ભાવનાઓનું ઉત્પત્તિસ્થાન અંતઃકરણ છે, ચિત્ત છે. એટલા માટે અંતઃકરણ શુદ્ધ, મૃદુ અને સુશોભિત રહેવું આવશ્યક છે. ચિત્તમાં આર્ટ અને રૌદ્ર વિચારો ન આવવા જોઈએ, ન રહેવા જોઈએ. પરંતુ જ્યાં સુધી માનવ દોડતો રહે છે - કોઈ ધન પાછળ, કોઈ યશ પાછળ, કોઈ પ્રતિષ્ઠા પાછળ, કોઈ સ્વર્ગ પાછળ.... ત્યાં સુધી તે આઈ-રૌદ્ર વિચારોથી મુક્ત નહીં રહી શકે. ભલે ને મનુષ્ય મંદિરોમાં જાય યા તીર્થયાત્રા કરે. મનુષ્યનું જીવન એવી દોડમાં જ પૂર્ણ થઈ જાય છે. હાથમાં કશું આવતું નથી. એટલા માટે માનવ એવિચારી લે કે ‘ક્યાં જવું છે ? શું પામવું છે ? શાને માટે જવું છે ? અને એ પણ વિચારી લેવું જોઈએ કે જ્યાં પહોંચવા ઇચ્છો છો, જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો તેને માટે જીવનમાં આટલો શ્રમ ઉઠાવ્યો, આટલી મુશ્કેલીઓ અન્તસુધારસ : ભાગ ૧ e Page #82 -------------------------------------------------------------------------- ________________ ઊઠાવી સહન કરી તે યોગ્ય અને ઉચિત છે? વગર વિચાર્યું - સમયે દોડતા રહેશો તો ત્યાં પહોંચીને માલુમ પડશે કે આ પામવા માટે દોડવું જરૂરી ન હતું. અને વાસ્તવમાં જ્યાં પહોંચવા ઈચ્છતા હતા ત્યાં પહોંચ્યા જ નથી. જ્યાં હતા ત્યાં ને ત્યાં જ છો! આવી ભૂલો આપણા જીવનમાં ન થાય તેને માટે સાવધાન રહેવું જોઈએ. નહીંતર જીવતર નકામું થઈ જશે. આયુષ્ય અતિઅલ્પ છે, શક્તિ મર્યાદિત છે અને સમય ખૂબ ઓછો છે. એટલા માટે તો સજાગ રહીને જીવવું રહ્યું. બધા જ દોડી રહ્યા છે. મનથી. તનથી દોડી રહ્યા છે. મને લાગે છે આ બધી અંધદોડ છે. કોઈ ગંતવ્ય સ્થાન જાણતા જ નથી. બધા જ ભાગતા જઈ રહ્યા છે. બધા જ આપણેય ભાગી રહ્યા છીએ. ન તો મનની ચિંતા છે, ન તનની ચિંતા !! જે કંઈ મેળવવું છે એ આપણી અંદર જ છે. આપણાં અંતઃકરણમાં છે. અંતઃકરણને શુદ્ધ, મૃદુ અને સુશોભિત રાખવાનું છે. ત્યાંથી જ આત્માથી પરમાત્મા સુધીની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અંતઃકરણમાં ભાવનાઓને વિકસિત કરવાની છે. વિવેક-અમૃતની વર્ષોથી જ આ કામ થઈ શકશે. એ જ વિવેક છે કે ધન, યશ, પ્રતિષ્ઠા પાછળ દોડવાનું બંધ કરીને જ્યાં છીએ ત્યાં સ્થિર બનીને ધ્યાનમગ્ન થઈને પોતાની અંદર જોવું. ભીતરમાં અશુભ, તુચ્છ, અસાર વિચારોનો કચરો દેખાતો હોય તો તે કચરાને બહાર ફેંકી દો અને ચિત્તની ઉપર શુભ ભાવનાઓની વર્ષા કરો. અનિત્ય ભાવનાથી શરૂ કરીને બોધિદુર્લભ સુધીની ભાવનાઓની અને મૈત્રીભાવનાથી પ્રારંભીને માધ્યચ્ય ભાવનાઓની અમૃતવર્ષ કરતા રહો. તમારું ચિત્ત, તમારું અંતઃકરણ પ્રસન, શીતળ અને આનંદપૂર્ણ બની જશે. ધર્મક્રિયાઓની સાથે ઘર્મધ્યાન આવશ્યક તમે તમારા ચિત્તમાં કેન્દ્રિત થાઓ. માત્ર બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ ન માની લો. વીતી ગયેલા અનંત જન્મોમાં ધર્મક્રિયાઓ અનંત વાર કરી. પરંતુ આપણો પ્રવેશ મોક્ષમાં ન થયો. આપણે સંસારમાં જ ભટકતા રહ્યા છીએ. જન્મમરણ પામતા જ રહ્યા. આ વિષયની એક ઉપનય કથા સંભળાવું છું. એક વાર મોક્ષના દ્વારે મોટી ભીડ જામી હતી. બધા જ માનવો હતા. સૌને મોક્ષમાં જવું હતું. પરંતુ દ્વારરક્ષક દ્વાર ખોલતો ન હતો. કેટલાક પંડિતોએ, વિદ્વાનોએ આગળ આવીને કહ્યું: “અમે જ્ઞાની છીએ, અમે હજારો શાસ્ત્રો વાંચ્યાં છે, લાખો લોકોને ધમપદેશ આપ્યો છે, અમારે મોક્ષમાં જવું છે, દ્વાર ખોલી નાખો.' એક દ્વારપાળે કહ્યું: ‘અહીં શાસ્ત્રોનું મૂલ્ય નથી; અનુભવનું મૂલ્ય છે. જનોપદેશનું મૂલ્ય [ ૭૦ પ્રસ્તાવના Page #83 -------------------------------------------------------------------------- ________________ નથી, સ્વોપદેશનું મૂલ્ય છે - તમને મોક્ષમાં પ્રવેશ નહીં મળે.' ભીડમાંથી કેટલાક કૃશકાય તપસ્વી-મુનિ-સંન્યાસી આગળ આવ્યા અને તેમણે કહ્યું : “અમે એક-એક બે-બે મહિનાઓના ઉપવાસ કર્યા છે. કેટલાય વર્ષો સુધી શરીરકષ્ટ ભોગવ્યાં છે. કેટલાંય કષ્ટદાયી વ્રતનિયમોનું પાલન કર્યું છે. અમારે માટે મોક્ષનું દ્વાર ખોલવા માટે કૃપા કરો. એક દ્વારપાળે કહ્યું એ જાણવું પડશે કે આ તપત્યાગ અને વતનિયમોનું પાલન ‘તમે કઈ ભાવનાથી કર્યું હતું ? તમારા મનમાં યશપ્રતિષ્ઠા અને માન-સન્માન પામવાની ઇચ્છા તો ન હતી ને? સ્વર્ગમાં સુખ પામવા માટે તો આ બધું કર્યું ન હતું ને?માત્ર તપત્યાગ અને વ્રતનિયમોનું પાલન કરનારાઓને મોક્ષદ્વારમાં પ્રવેશ નથી મળતો. તમે ધર્મક્રિયાઓ કરી, પરંતુ મનમાં ધર્મધ્યાન કર્યું ન હતું. એટલા માટે અહીંથી પાછા ફરી જાઓ.' ભીડ કંઈક ઓછી થઈ, તો કેટલાક લોકો આગળ આવ્યા અને બોલ્યા: ‘અમે અમારું સમગ્ર જીવન પરોપકારમાં વ્યતીત કર્યું છે, એટલા માટે અમને પ્રવેશ મળવો જ જોઈએ.’ એક દ્વારપાળે કહ્યું: ‘તમે બીજા જીવો ઉપર ઉપકાર કર્યો હશે, પરંતુ અહીં માત્ર ઉપકારોની પ્રક્રિયાનું મહત્ત્વ નથી. એ પણ જોવું પડશે કે તમે બીજા જીવો પ્રત્યે મૈત્રીભાવ, કરુણાભાવ, પ્રમોદભાવ ઉપેક્ષાભાવ રાખ્યા હતા ખરા? જીવમૈત્રી વગર કરેલા જીવોપકારોનું અહીં મૂલ્ય નથી ! ભીડ ચાલી ગઈ. પરંતુ સૌથી પાછળ એક મનુષ્ય ઊભો હતો. દ્વારપાળે એને પૂછ્યું : 'ભાઈ, તું અહીં શા માટે આવ્યો છે?' તેણે કહ્યું: “મને ખબર નથી. કોણ મને અહીં લઈ આવ્યું છે? મારી પાસે કશું નથી. ન શાસ્ત્રજ્ઞાન છે, ન તો મેં તપ કર્યું છે, ન ત્યાગ કર્યો છે. વતનિયમોનું પાલન પણ કર્યું નથી. આ બધું કરવા માટે મારી પાસે શક્તિ પણ નથી. હા, કોઈ જીવ સાથે મારે શત્રુતા ન હતી. કોઈની સાથે મેં ખરાબ વ્યવહાર કર્યો નથી, સૌને માટે મારા હૃદયમાં પ્રેમ છે. દુનિયામાં મને કોઈના ય માટે મમત્વ નથી. પરંતુ આટલા માત્રથી મોક્ષદ્વારમાં પ્રવેશ પામવાની મારી લાયકાત યોગ્ય સિદ્ધ થતી નથી. એટલા માટે કૃપા કરીને મને નર્કનું દ્વાર બતાવો. દ્વારપાળે એને માટે મોક્ષનું દ્વાર ખોલી નાખ્યું. આ એક ઉપનય કથા છે. આ કથામાં જે અભિપ્રેત સત્ય છે, એ સત્યનો સ્વીકાર કરવાનો છે. માત્ર ધર્મક્રિયાથી સંતોષ ન માનો. ધર્મધ્યાનની મહત્તા પણ સમજો. ૧૨ ભાવનાઓ ધર્મધ્યાનનું આલંબન છે. ચિત્તમાં એક પણ ભાવનાનું ચિંતન ચાલતું રહેશે તો ધર્મધ્યાન ગણાશે, અને ત્યારે તમારું ચિત્ત દર્પણ જેવું સ્વચ્છ અને નિર્મળ રહેશે. એ ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે. તમારું ચિત્ત જેટલું શાન્તસુધારસ: ભાગ ૧ { ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ સ૨ળ, નિર્દોષ અને નિર્મળ હશે; એટલું વિશ્વ પણ સ્પષ્ટ અને સ્વચ્છ દેખાશે. ભીતરમાં સુખ અને આનંદ વધતો જશે. સ્વર્ગ અને નરકનો આધાર ઃ મનુષ્યમન : એટલા માટે ઉપાધ્યાયજી કહે છે ઃ મનુષ્યના મનનું પરિવર્તન - પરિપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. શારીરિક પરિવર્તન યા વસ્ત્ર-પરિવર્તનનું કોઈ વિશેષ મૂલ્ય નથી. ચિત્તમાં, અંતઃકરણમાં ક્રાન્તિ હોવી અતિ જરૂરી છે. આંતરિક પરિવર્તન વગર બાહ્ય પરિવર્તન થાય છે, મનુષ્ય સંન્યાસ પણ લઈ લે છે; પરંતુ એ આત્મવંચના જ હોય છે. આ દૃષ્ટિથી જ તો દુઃખોથી પરાભૂત થઈને અથવા સુખોના પ્રલોભનથી આકર્ષિત થઈને લેવામાં આવેલો સંન્યાસ હેય માનવામાં આવે છે. જ્ઞાનવૃષ્ટિથી એટલે કે આંતર-વિચારક્રાન્તિથી લીધેલો સંન્યાસ જ યથાર્થ કહેવાય છે. બાહ્ય ભૌતિક સુખભોગોની વ્યર્થતાનો બોધ થતાં જ ચિત્તમાં સંન્યાસનું ચારિત્રનું અવતરણ થાય છે. એક વાર્તાથી આ બાબત સ્પષ્ટ થશે. કદાચ તમે લોકોએ આ વાર્તા સાંભળી હશે; પરંતુ આજે જે સંદર્ભમાં કહું છું એ સંદર્ભમાં સમજો. એક નગરમાં એક જ દિવસે બે મોત થઈ ગયાં; એક યોગીનું અને બીજું એક વેશ્યાનું. બંને એક જ દિવસે, એક જ સમયે વિદાય થયાં. બંનેનાં ઘર સામસામે હતાં. એકબીજાના ઘરમાં શું થઈ રહ્યું છે તે બંને જાણતાં હતાં. બંને જીવ્યાં સાથે અને મર્યાં પણ સાથે. પરંતુ એક આશ્ચર્યકા૨ક ઘટના એવી બની કે યમદૂત તેમના આત્મા લેવા આવ્યા હતા, તેમાંથી એક યમદૂત વેશ્યાનો જીવ લઈને સ્વર્ગ તરફ ચાલ્યો અને બીજા યમદૂતો યોગીનો આત્મા લઈને નરક તરફ જવા લાગ્યા. યોગીએ આ જોયું અને યમદૂતને પૂછ્યું : ‘ભાઈ, તમારી કોઈ ભૂલ તો નથી થતી ને ? વેશ્યાને બદલે તમે મને ભૂલમાં નરકમાં લઈ જાઓ છો. આ કેવો અન્યાય ? કેવું અંધેર ?’ યોગીએ પૃથ્વી તરફ જોયું તો એના દેહને પુષ્પહારોથી સજાવવામાં આવ્યો હતો અને અંતિમ યાત્રા ધામધૂમથી નીકળવાની તૈયારીમાં હતી, જ્યારે વેશ્યાના મૃતદેહને ઉપાડનાર કોઈ હાજર ન હતું. તેની લાશ ઘરની બહાર રસ્તાની એક બાજુએ પડી હતી. કૂતરાં અને ગીધ તેની લાશની મિજબાની ઊડાવી રહ્યાં હતાં. મજા માણી રહ્યાં હતાં. આ જોઈને યોગી બોલ્યો : ‘હે યમદૂત, તારાથી તો વધારે ન્યાયપૂર્ણ વ્યવહાર આ પૃથ્વીલોકના માણસો કરી રહ્યા છે. જો અને કંઈક સમજ. તું કેવી ભૂલ કરી રહ્યો છે ?’ યમદૂતે કહ્યું ઃ પૃથ્વીના લોકો માત્ર એટલું જ જાણે છે કે જે બહાર દેખાય છે. એમની દૃષ્ટિ શરીરથી વધારે ઊંડાણમાં પહોંચી શકતી નથી. પ્રશ્ન શરીરનો નથી, ૭૨ પ્રસ્તાવના Page #85 -------------------------------------------------------------------------- ________________ મનનો છે ! શરીરથી તું સંન્યાસી હતો, પરંતુ તારા મનમાં શું હતું ? શું તારું મન વેશ્યાના ઘરમાં થઈ રહેલા નાચ-ગાનમાં અને આનંદમાં આકર્ષિત ન હતું ? ‘મારું જીવન કેટલું ની૨સ વ્યતીત થઈ રહ્યું છે અને આ વેશ્યા કેવી મજા લઈ રહી છે ?’ પરંતુ તને ખબર છે કે વેશ્યાની માનસિક સ્થિતિ કેવી હતી ? એ વેશ્યા તો - તારા સંન્યાસી જીવનમાં જે શાન્તિ અને અપૂર્વ આનંદ દેખાતો હતો, તે પામવા માટે વિચારોમાં ખોવાયેલી રહેતી હતી ! રાત્રે જ્યારે તું ભજન ગાતો અને પ્રાતઃકાળમાં મધુ૨ મંગલ શ્લોકો ગાતો ત્યારે વેશ્યા પ્રભુમય બની જતી અને ભાવવિભોર થઈને આંસુ વહેવડાવતી હતી. એક બાજુ તું સંન્યાસી હોવાના અહંકારને પુષ્ટ કરતો હતો જ્યારે બીજી બાજુ વેશ્યા પોતાના પાપી જીવનના પશ્ચાત્તાપથી વિનમ્ર બનતી હતી. તું તારા જ્ઞાનથી ગર્વિષ્ઠ થતો જતો હતો જ્યારે તે વેશ્યા પોતાના અજ્ઞાનના બોધથી સરળ અને શુદ્ધ બનતી જતી હતી. પરિણામસ્વરૂપ તારું વ્યક્તિત્વ અહંકા૨૫ર્ણ બન્યું અને વેશ્યાનું વ્યક્તિત્વ અહંકારશૂન્ય બનતું રહ્યું. વેશ્યાના ચિત્તમાં ન હતો અહંકાર, ન હતી વાસના. મૃત્યુના સમયે તેનું ચિત્ત પરમાત્માની પ્રાર્થનામાં લીન હતું. સંન્યાસી મૌન રહ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે, પરમ સત્યની પ્રાપ્તિ માત્ર બાહ્ય ધર્મક્રિયાઓ દ્વારા નથી થતી. બાહ્ય ધાર્મિક આચરણોથી આધ્યાત્મિક લાભ નથી થતો. આધ્યાત્મિક ઉન્નતિ ભીતરમાં થાય છે. આંતરિક ચેતનાકેન્દ્રને પકડવું પડે છે. ભાવનાઓના નિરંતર મનન-મંથનથી આંતરિક ચેતનાકેન્દ્ર ખૂલી જાય છે અને અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે. સુખ અને આનંદ ક્યાં છે ? : ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ ‘સમ્યજ્ઞાનના અભ્યાસથી ઉન્નત અને વિવેકઅમૃતની વૃષ્ટિથી સુશોભિત અને મૃદુ બનેલા અંતઃકરણમાં આ સુંદર ભાવનાઓ રહે છે. આ ભાવનાઓ જ અલૌકિક સુખ અને આનંદ પેદા કરે છે. આનો અર્થ તમે લોકો સમજ્યા ? સુખ અને આનંદ ભીતર - અંતઃકરણમાં શોધવાનાં છે. ભીતરમાં પેદા કરવાનાં છે, બાહ્ય વિશ્વમાં નહીં. આ ભાવનાઓ જ ભીતરમાં સુખ અને આનંદ પેદા કરે છે ! એટલા માટે જે પ્રબુદ્ધ માણસો સદાય આ ભાવનાઓના માધ્યમથી વિચાર-ચિંતન-મનન કરે છે, તે સદૈવ સુખી અને આનંદિત રહે છે, તે કદી દુઃખી અને અશાન્ત બનતા નથી. આ વાત એક કથા દ્વારા કહીને સમજાવું. એક દિવસે એક ગામમાં પ્રભાત થતાં એક આકાશવાણી સંભળાઈ. એવી શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૭૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ આકાશવાણી -દિવ્ય ઘોષણા કોઈએ કદીય સાંભળી નહતી. ઘોષણા કોણ કરી રહ્યું છે, ક્યાંથી થઈ રહી છે તેનો ખ્યાલ આવતો ન હતો, પરંતુ ઘોષણાના સ્પષ્ટ શબ્દો હતા. હે સંસારના લોકો, પરમાત્મા તરફથી તમને એક અમૂલ્ય ભેટ આપવામાં આવે છે. તમને દુઃખોથી મુક્ત થવાનો અમૂલ્ય અવસર આપવામાં આવે છે. આજે મધ્યરાત્રિમાં તમે તમારા તમામ દુઃખોનું પોટલું બાંધીને નગરની બહાર છોડી આવજો અને જેટલું, જે સુખ જોઈએ એટલું પોટલું બાંધીને સૂર્યોદય પહેલાં નગરમાં લઈ આવજો. એક રાત માટે પૃથ્વી ઉપર કલ્પવૃક્ષ આવવાનું છે, એટલા માટે કોઈ પ્રમાદન કરતા. જે પોટલામાં દુઃખ હશે એ પોટલામાં સુખ આવી જશે. ભૂલ્યા વગર, આજ રાતમાં સુખી બની જાઓ!' આ શબ્દો બધાએ સાંભળ્યા. વારંવાર ઘોષણા થતી રહી. સૂર્યાસ્ત સુધી થતી રહી. ઘોષણામાં લોકોને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ. કયો એવો મૂર્ખ હશે કે આવો સોનેરી અવસર જતો કરે ? સંસારમાં એવો કોણ છે કે જે દુઃખી નથી અને એવો પણ કોણ છે કે જેને સુખ પામવાની કામના ન હોય? બધા માણસો પોતપોતાનાં દુઃખો યાદ કરી કરીને પોટલામાં બાંધવા લાગ્યા. સર્વને એક જ ચિંતા હતી કે એક પણ દુઃખ પોટલામાં બાંધવાનું રહી ન જાય. મધ્યરાત્રિ થતાં ગામનાં તમામ ઘરો ખાલી થઈ ગયાં. હજારો સ્ત્રીપુરુષો એક કતારમાં પોતપોતાનાં દુઃખો પોટલામાં ઊઠાવીને ગામની બહાર જઈ રહ્યાં હતાં. દરેકે દૂર દૂર જઈને પોતપોતાનાં દુઃખો ફેંકી દીધાં. પાછા ફરતી વખતે સૌ પોતપોતાનાં સુખોનાં પોટલાં પણ બાંધવા લાગ્યાં. યાદ કરી કરીને જે સુખ જોઈએ તે લઈ લીધાં. સૌ ઉતાવળમાં હતાં. સૂર્યોદય પહેલાં ગામમાં પહોંચવાનું હતું. સૌને એક માત્ર ચિંતા હતી કે કોઈ સુખ પોટલામાં બાંધવાનું રહી ન જાય. સુખ અસંખ્ય હતાં, જ્યારે સમય મર્યાદિત હતો. તો પણ થઈ શકે તેટલી સુખ-કલ્પના કરીને, તેમને બાંધીને જલદી જલદી સૂર્યોદય પહેલાં ઘેર પાછાં ફર્યો. પાછાં ફરીને આવતાં સૌએ આશ્ચર્ય જોયું. પોતાની આંખો ઉપર વિશ્વાસ ન બેઠો. ઝૂંપડાંની જગાએ મહેલો બની ગયા હતા. બધું જ સુવર્ણનું બની ગયું હતું. જાણે સુખોની વર્ષા થઈ ગઈ હતી. જેણે જે ઈચ્છવું તે બધું દરેકને મળી ગયું હતું ! પરંતુ એક નવું આશ્ચર્ય ઊભું થયું હતું. બધું જ મળવા છતાં પણ કોઈના ચહેરા ઉપર આનંદ ન હતો. કારણ કે દરેકને પોતાના પાડોશીનું સુખ વધારે લાગતું હતું, અને આ વાત દરેકને દુઃખી કરતી હતી. પુરાણાં દુઃખ દૂર થઈ ગયા અને નવાં દુઃખો પ્રસ્તાવના Page #87 -------------------------------------------------------------------------- ________________ ઊભાં થઈ ગયાં. દુઃખ બદલાઈ ગયાં હતાં. નવી ચિંતાઓ સવાર થઈ ગઈ હતી. મનુષ્યમન તો આમેય ઈષગ્રસ્ત હોય છે. બીજાનાં સુખ એને સદા દુઃખી કરતાં હતાં, બીજાનાં દુઃખ એને સુખી કરતાં હતાં. કારણ, બીજું કોઈ દુઃખી રહ્યું ન હતું. પરંતુ બીજું કોઈ દુખી ન હોય તો સ્વયંને સુખ કેવી રીતે મળે? એ ગામમાં એક વૃદ્ધ સંન્યાસી હતો. તે પોતાનાં દુઃખો છોડવા અને સુખ લઈ આવવા બહાર ગયો ન હતો. જો કે લોકોએ એને ખૂબ સમજાવ્યો હતો. ઘોષણા અનુસાર તક ખોવા જેવી ન હતી, પરંતુ એ યોગી માન્યો નહીં. તેણે તો સૌને હસતાં હસતાં કહ્યું હતું કે - “જે બહાર છે તે સુખ નથી, આનંદ નથી. જે આનંદ મારી અંદર છે, એને શોધવા બહાર શા માટે જાઉં? મેં તો મારા અંતઃકરણમાં જ આનંદ જોયો. છે અને પ્રાપ્ત કર્યો છે.' આ સાંભળીને લોકોએ તો એ સંન્યાસીને પાગલ જ માન્યો હતો. મહામૂર્ખ માન્યો હતો. લોકોનાં ઘર આ બાજુ મહેલ બની ગયાં હતાં. હીરામોતી પથ્થરની જેમ રસ્તામાં પડ્યાં હતાં. આટલી સમૃદ્ધિ હોવા છતાં પણ એમને ખુશી ન હતી, આનંદ ન હતો, ત્યારે એ યોગીએ લોકોને હસતાં હસતાં કહ્યું: “શું હજી સુધી તમને લોકોને તમારી ભૂલ સમજાઈ નથી? સુખ અને દુઃખ ક્યાં છે તે નથી સમજાતું? સુખ અને દુખ તમારા અનાસક્ત અંતઃકરણમાં જ છે. તમારી પોતાની અંદર જ સુખ અને દુઃખ પડેલાં છે !! મન ઈર્ષ્યા આદિ દોષોથી ગ્રસ્ત કેમ? : છે જ્યાં સુધી ભાવનાઓથી ‘અનિત્ય’ અશરણ આદિ ભાવનાઓમાં, મૈત્રી, પ્રમોદ આદિ ભાવનાઓથી મન શુભ અને શુભ્ર બનતું નથી ત્યાં સુધી ઈર્ષા, દ્વેષ, મોહ, આસક્તિ, દંભ, પ્રપંચ આદિ અસંખ્ય દોષ રહેવાના જ છે. - કોઈ મનુષ્ય તમને શત્રુ લાગે છે? કારણ? - મૈત્રીભાવના નથી ! - કોઈ મનુષ્ય પ્રત્યે ઈર્ષ્યા થાય છે? કારણ? - પ્રમોદભાવના નથી ! - કોઈ મનુષ્ય પ્રત્યે ધૃણા થાય છે? કારણ? - કરુણાભાવના નથી. - કોઈ જીવ પ્રત્યે દ્વેષ થાય છે? કારણ? - માધ્યચ્યભાવના નથી ! - કોઈ વસ્તુ યા વ્યક્તિ પ્રત્યે મમત્વ થાય છે? કેમ? - અનિત્યભાવના નથી! - નિર્ભય થઈને દુષ્કૃત્ય કરો છો? કેમ? - અશરણભાવના નથી ! - સંબંધોનાં બંધનમાં બંધાયા છો? કેમ? - સંસારભાવના નથી! - અનેકોમાં સુખ લાગે છે? કેમ? - એકત્વભાવના નથી ! - બીજાંને પોતાનાં માનીને દુઃખી થાઓ છો? કેમ? - અન્યત્વભાવના નથી ! શાન્તસુધારસઃ ભાગ ૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ - પોતાનું શરીર પ્રિય લાગે છે? કેમ? - અશુચિભાવના નથી! - પાપ-પુણ્યકર્મોનો વિચાર નથી આવતો? કેમ? - આસવભાવના નથી ! - કર્મ બંધ નહીં કરવાનો વિચાર નથી આવતો?કેમ? - સંવરભાવના નથી! - તપ કરવાનો વિચાર નથી આવતો ને? કેમ? - કર્મનિર્જરા ભાવના નથી ! - ધર્મપુરુષાર્થ કરવાની ઈચ્છા નથી થતી? કેમ? - ધર્મસુકૃત ભાવના નથી ! – અનંત જીવસૃષ્ટિનું ચિંતન નથી કરતા? કેમ? - લોકસ્વરૂપ ભાવના નથી ! - બોધિ-સમ્યકત્વ પામવાની ઈચ્છા નથી થતી? કેમ? - બોધિદુર્લભ ભાવના નથી. જે આ તમામ ભાવનાઓ અંતઃકરણમાં હોય તો ઈર્ષા, દ્વેષ, મોહ, આસક્તિ, દંભ, પ્રપંચાદિ દોષ રહી શકે?દોષોથી મુક્ત થવા માટે, મનને, ચિત્તને, અંતઃકરણને દોષરહિત કરવા માટે એક જ ઉપાય છે - ભાવનાઓનું વારંવાર ચિંતન. મન અટવાયું છે બાહ્ય સુખ-દુઃખોમાંઃ ઈષ વગેરે દોષોનું કારણ છે - સુખ-દુઃખોની કલ્પનાઓ. બાહ્ય સુખ-દુઃખોની કલ્પનાઓ જ ઈષદિ દોષોને ઉત્પન્ન કરે છે. આ વિષયમાં એક વાત છે. હમણાં તમે જે વાત સાંભળી એવી જ વાર્તા, પરંતુ થોડુંક અંતર છે. એક વાર એક ગામમાં આકાશવાણી સંભળાઈ. દિવ્ય ઘોષણા થઈ. પરમ કૃપાળુ પરમાત્મા તમારાં દુઃખો જાણે છે. તમે લોકો કોઈને કોઈ વાતે દુઃખી છો, એ વાત પરમાત્માને ખબર છે. તમને તમારી જાત સિવાય અન્ય લોકો વધારે સુખી લાગે છે. એટલા માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે. “કાલે સાંજના તમે બધાં તમારાં તમામ દુઃખોનું પોટલું બાંધીને ગામની બહાર એક વિશાળ તંબુ છે, તે તંબુમાં ભરાવી દેજો. પછી શાન્તિથી ત્યાં બેસી જજો. તમારું પોટલું બરાબર ધ્યાનમાં રાખજો. જ્યારે તંબુમાં પ્રકાશ થાય ત્યારે તમે જેને વધારે સુખી માનો છો, તેનું પોટલું લઈ લેજો, તેનાં જે સુખ-દુઃખ છે, તે તમારાં થઈ જશે. સૂર્યોદય થતાં પોતપોતાને ઘેર જજો.’ આકાશવાણી અનુસાર સૌએ પોતપોતાનાં પોટલાં તંબુમાં ટીંગાળી દીધાં. પછી વિચારવા લાગ્યાં કોનું પોટલું લઈશું? જેનું પોટલું લઈશું તેમાં સુખની સાથે દુઃખ પણ આવશે. કોનું દુઃખ કેવું હોય તેની શી ખબર? બીજાનાં સુખ આપણા માટે અણ જાણ પણ હોય. આપણાં જ દુઃખ સારાં. Known Devil is better than the unknown Devil. [ ૭૪ ] ૭૬ [ પ્રસ્તાવના પ્રસ્તાવના | Page #89 -------------------------------------------------------------------------- ________________ આપણને નિશ્ચિત રૂપે ખબર પડે કે આપણાથી કોઈ વધારે સુખી અને ઓછો દુખી છે, એનું જ પોટલું લેવું જોઈએ. જો વધારે દુઃખી માણસનું પોટલું હાથમાં આવી ગયું તો શું થશે? એટલામાં તંબુમાં પ્રકાશ પડ્યો. સૌએ ઊભા થઈને પોતપોતાનાં જ પોટલાં ઉપાડી લીધાં. જાણેલાં દુઃખ વધારે સારાં હોય છે. સુખ તો ક્ષણભંગુર જ હોય છે. સમય જતાં જેમાં સુખની કલ્પના બાંધી હતી તે દુઃખ આપવા લાગે છે. સુખ અને દુઃખ માત્ર મનની જ કલ્પના હોય છે. મન જો તેમાં ગુંચવાયેલું રહેશે તો આધ્યાત્મિક વિકાસયાત્રા નહીંથઈ શકે. એટલા માટે સુખ-દુઃખને પોતપોતાનાં કમના ઉદય પર છોડીને મનને ભાવનાઓના ચિંતનમાં જોડી દેવું એ શ્રેયસ્કર છે. ઉપસંહાર: આજ આ ગ્રંથની પ્રસ્તાવનાના આઠ શ્લોકોનું વિવેચન પૂર્ણ થયું. પ્રસ્તાવનામાં ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે ભાવનાઓની ઉપાદેયતા સારી રીતે સમજાવી છે. ભાવનાઓની મનુષ્ય જીવનમાં કેટલી આવશ્યકતા છે, તે હવે આનાથી વધુ સમજાવવાની જરૂર છે ખરી? તમે વિદ્વાન્ હો, તપસ્વી હો, પરમાત્મ-ભક્ત હો, શ્રાવક હો યા સાધુ હો, તમે ગમે તેટલાં કાયાક્લેષ સહન કરનારા હો, પરંતુ જો તમારા અંતઃકરણમાં આ ભાવનાઓ નહીં હોય તો તમે શાન્તિ, સમતા અને સમાધિ પ્રાપ્ત નહીં કરી શકો. દુષ્ટ વિચારોથી, ગંદા વિચારોથી તમે બચી નહીં શકો.... આત-રૌદ્ર વિચારો આગ જેવા છે. આ આગ વિવેકાને સળગાવી દે છે. વિષયલોલુપતા જતી નથી તો પછી સમતા કેવી રીતે અંકુરિત થઈ શકે ? સમ્યગુજ્ઞાનના અભ્યાસથી મનને ઉન્નત કરતા રહો અને વિવેક-અમૃતની વૃષ્ટિથી અંતઃકરણ મૃદુ-કુમળું અને સુશોભિત કરતા રહો. આવા અંતઃકરણમાં ભાવનાઓ રહેશે અને અલૌકિક પ્રશમસુખનો અનુભવ કરાવતી રહેશે. તમે સૌ એવા અનુત્તર - સર્વોત્તમ - લોકોત્તર સુખનો અનુભવ કરતા રહો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. શક્તસુધારસઃ ભાગ ૧| શાન્ત સુધારસ: ભાગ ૧ __ ૭૭] Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮ ૧. અનિત્ય ભાવના : સંકલના : શરીરની અનિત્યતા શરીરનો સંબંધ આયુષ્ય સાથે ૦ આયુષ્યની ચંચળતા • જીવન સાથે લગાવ ન રાખો. સંપત્તિની અનિત્યતા માલવપતિ મુંજ ઇન્દ્રિયોનાં વૈષયિક સુખ પુદ્ગલગીતા’ ચિદાનન્દજી સંબંધઃ સ્વપ્ન - ઈન્દ્રજાળ તત્ત્વવિજયજીનું એક કાવ્ય ઉપસંહાર. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી પ્રથમ અનિત્ય ભાવનાને પુષ્પિતાગ્રા' છંદમાં ગાય છે ઃ वपुरिवपुरिदं विदधलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥ ७ ॥ શરીરની અનિત્યતા : ઉપાધ્યાયજી સૌપ્રથમ શરીરની અનિત્યતા બતાવે છે. કારણ કે જીવાત્માને સૌથી વિશેષ પ્રેમ શરીર ઉપર હોય છે. શરીર - આપણું શરીર સૌથી વધારે પ્રિય હોય છે. રાગનું, મમત્વનું, આસક્તિનું મુખ્ય કેન્દ્ર શરીર છે ! - શરીર કહો, દેહ કહો યા કાયા કહો - બધા જ એકાર્થ છે. શરીપ્રેમ – કાયા માયા અથવા તન-આસક્તિ... ગમે તે કહો; પણ અર્થ એક જ છે અને આ શરીરપ્રેમ જ સર્વ પાપોનું - બધાં દુષ્કૃત્યોનું મૂળ કારણ છે. આ કાયાની માયા જ અશાંતિ, ક્લેશ અને સંતાપોની જનની છે. અજ્ઞાની મનુષ્ય, મૂઢ જીવાત્મા શરીરને જ આત્મા માને છે. ‘દેહાત્મભાવ'માં જ `જીવે છે. ‘શરીર વિનાશી છે અને આત્મા શાશ્વત્ છે, અવિનાશી છે.’ એ સત્ય તેણે પ્રાપ્ત કર્યું જ નથી. એટલા માટે કોઈ વાર શરીરની વિનાશિતા, ક્ષણભંગુરતા, અનિત્યતાનો વિચાર નથી કરતો. જેમ કે શરીર શાશ્વત્ છે, અવિનાશી છે, એવું સમજીને જીવે છે ! આશ્ચર્ય એ વાતનું છે કે મનુષ્ય પોતાની આંખોથી અનેક શરીરોને બળતાં જુએ છે, જમીનમાં દટાતાં જુએ છે. પશુઓના ભક્ષ્ય બનતાં જુએ છે, તેમ છતાં ય તે પોતાના શરીરની કરુણતાનો વિચાર કરતો નથી, અને જ્યારે એ ક્ષણ સામે આવે છે - શરીરની વિનાશ-ક્ષણ આવે છે, ત્યારે ભયભીત થઈ જાય છે. ગભરાઈ જાય છે. અતિ દુઃખનો અનુભવ કરે છે. કોઈ માસુમ બચ્ચાંનું મૃત્યુ જોઈને, કોઈ તરુણનું મોત જોઈને, “આ શરીર પાણીના પરપોટા જેવું ક્ષણિક છે' એવો વિચાર કેમ નથી આવતો ? ભલે ને શરીર યૌવનના ઉન્માદથી ઉન્મત્ત હોય, બળવાન હોય, છતાં પણ એક ક્ષણમાં તે માટીમાં મળી નથી જતું ? સંસારમાં આવાં દૃશ્ય શું દેખાતાં નથી ? છતાં પણ મૂઢ જીવાત્માનો શરીરનો મોહ તૂટતો નથી, એ મોટું આશ્ચર્ય છે. એટલા માટે જ્ઞાનીપુરુષોએ સર્વપ્રથમ શરીરની અનિત્યતા - શરીરની ક્ષણભંગુરતા બતાવી છે. શરીરનો સંબંધ આયુષ્ય સાથે ઃ શરીર ટકી રહેવું એ જીવાત્માની ઇચ્છા ઉપર નિર્ભય નથી. જીવાત્માનું જેટલું અનિત્ય ભાવના ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય હશે, એટલું જ શરીર ટકશે. શરીરની સ્થિતિ કહો અથવા તો જીવનની સ્થિતિ કહો! અથવા “આયુષ્ય કર્મ કહો. આયુષ્ય કર્મ પૂર્વજન્મમાં બાંધીને જ જીવ અવતરે છે. તેને ખબર નથી હોતી કે કેટલા દિવસોનું, કેટલા મહિનાઓનું, કેટલાં વર્ષનું આયુષ્ય લઈને તે આવ્યો છે. આયુષ્ય પૂર્ણ થઈ જતાં જીવન પૂર્ણ થઈ જાય છે. આયુષ્ય અચાનક પૂર્ણ થાય છે. શરીરનો નાશ થઈ જાય છે. એટલા માટે તો શરીરને ક્ષણભંગુર કહ્યું છે અને ચંચળ પણ કહ્યું છે. આયુષ્યને જળતરંગ જેવું ચંચળ બતાવ્યું છે. વાયુના સરકવાથી સમુદ્રના તરંગો કેવા ચંચળ બની જતા હોય છે? કંઈક વાર જોજો અને આયુષ્યની ચંચળતાનું દર્શન કરો. ઉપાધ્યાયજીએ એવું દર્શન કરીને જ ગાયું છે , आयुर्वायुतरत्तरंगतरलं, लग्नापदः संपदः, सर्वेऽपीन्दिय-गोचराश्चटुलाः संध्या-रागादिवत् । मित्र-स्त्री-स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमं, तत्कि वस्तु भवे भवेदिह मुदा-मालम्बनं यत्सताम् ॥ २ ॥ આયુષ્યની ચંચળતાઃ જ્યાં સુધી શરીરની સાથે આયુષ્યનો સંબંધ રહે છે, ત્યાં સુધી જીવન’ ટકી રહે છે. આ જ તો જીવન છે ! શરીર અને આયુષ્યના સંબંધ ઉપર જીવન નિર્ભર છે. શરીર આયુષ્ય પર નિર્ભર છે અને આયુષ્ય ચંચળ છે ! અસ્થિર છે! એટલા માટે શરીર અસ્થિર છે, અનિત્ય છે અને એને કારણે આપણું જીવન અસ્થિર, ચંચળ અને વિનાશી છે! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના અંતિમ ઉપદેશમાં કહ્યું છેઃ સંવર્ય નીવિય મા પમાયણ | જીવન અસંસ્કૃત છે. એટલે કે જીવન તૂટે છે, સમાપ્ત થાય છે, ત્યારે કોઈ પણ પ્રકારે તેને બચાવી શકાતું નથી, કોઈ જ બચાવી શિકતું નથી. જીવન સાથે મમત્વ રાખવાનું નથી? જે ચંચળ હોય, અસ્થિર હોય, તેની સાથે લગાવ - ખેંચાણ રાખવાનું નથી. આકર્ષણ જેવી રીતે નથી રાખવાનું તેવી જ રીતે ગર્વ-અભિમાન પણ રાખવાનું નથી. શરીરનું અપ્રતિમ રૂપ, શરીરનું અતુલ બળ પણ અસ્થિર અને અનિત્ય છે. એની ઉપર કદીય અભિમાન કરવાનું નથી. ૮૦ શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #93 -------------------------------------------------------------------------- ________________ શરીરનો - જીવનનો ધાર્મિક-આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગ કરવાનો છે, પરંતુ અભિમાન કરવાનું નથી. આ શરીર, આ જીવન ગમે ત્યારે દગો દઈ શકે તેમ છે. જો તેના પ્રત્યે લગાવ હશે. મમત્વ હશે, તો દુઃખી-દુઃખી થઈ જશો. એટલા માટે સૌપ્રથમ શરીર - જીવનની પ્રતિદિન ક્ષણિકતા, અનિત્યતાનું ચિંતન કરવાનું કહ્યું છે. શરીરની, આયુષ્યની અને જીવનની ક્ષણિકતા, અનિત્યતા સમજવા માટે બીજા કવિઓએ પણ કેટલીય કાવ્યરચનાઓ કરી છે. એક કવિ જયસોમે ગાયું છે કે - કિહાં લગે હું ધવલહરા રહે જી જલ-પરપોટા જોય, આખું અથિરતિમ મનુષ્યનું જી, ગર્વ ન કરશો કોય, જે ક્ષણમાં ખેરુ હોય. અતુલ બલ સુપર જિનવર જિસ્માજી ચક્રી હરિબલ જોડી ન રહ્યા અણે જુગ કોઈ થિર થઈજી. | સુરનર ભૂપતિ કોડી. અનિત્યતાનું દ્રષ્ટાંત આપતાં કવિએ કહ્યું છે કે - ધવલતાને હરનાર ધુમાડો ક્યાં સુધી રહે છે? અને પાણીના પરપોટા ક્યાં સુધી ટકે છે? જીવનું આયુષ્ય એવી જ રીતે ક્ષણિક છે, એટલા માટે અભિમાન ન કરો. ક્ષણમાત્રમાં શરીર રાખ (ખેરુ) થઈ જશે. તમારું અભિમાન નષ્ટ-વિનષ્ટ થઈ જશે. અતુલ બલવાળા ઈન્દ્ર અને તીર્થકરો પણ આ સંસારમાં સ્થિર રહ્યા નથી. ચક્રવર્તી અને બળદેવ પણ સ્થિર નથી રહ્યા! દેવ-દેવેન્દ્ર, રાજા અને સમ્રાટ કરોડોની સંખ્યામાં થઈ ગયા. તે બધા આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા ગયા. તારે પણ એક દિવસે જવાનું છે, એટલા માટે આયુષ્ય, શરીર અને જીવનના વિષયમાં અભિમાન ન કર. અનિત્યતાનું ચિંતન કરતાં રહેવાથી અભિમાન નહીં રહે અને ખેંચાણ પણ નહીં રહે. - આ રીતે ઉપાધ્યાય સકલચંદ્રજીએ પણ અનિત્યાદિ ભાવનાઓને કાવ્યમાં ઉતારી છે. ખૂબ જ ભાવપૂર્ણ રચના કરી છે. સાંભળો, અનિત્ય ભાવનાનો પ્રારંભ . તેમણે કઈ રીતે કર્યો છે? મુંઝ મા. મુંઝ મા. મોહમાં મુંઝ મા, શબ્દવર સર્ણ રસ ગંધ દેખી, અથિર તે અથિર તું અથિર તનુ જીવિતે, સમજ મન ગગન હરિ ચાપ પેખી. અનિત્ય ભાવના Page #94 -------------------------------------------------------------------------- ________________ હે આત્મનું, તું શ્રેષ્ઠ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જોઈને (શરીરની પાંચ ઇન્દ્રિયોના વિષયોને) તેમનામાં મોહિત ન થા. કારણ કે એ બધા પૌદ્ગલિક ભાવ અસ્થિર છે, અનિત્ય છે. તું પણ અસ્થિર છે, તારું જીવન પણ તારું શરીર પણ અસ્થિર છે ! વર્ષાકાળમાં સંધ્યાસમયે ઈન્દ્રધનુષ્યને જોજે અને તેમાં તારા શરીરની અને જીવનની અનિત્યતા.... ક્ષણભંગુરતા જોજે.' સંપત્તિની અનિત્યતા : આયુષ્ય, શરીર અને જીવનની અનિત્યતા બતાવીને ઉપાધ્યાયજી સંપત્તિની પણ ચંચળતા બતાવે છે. લગ્નાદિક સંપદ રિદ્ધિ સિદ્ધિ, વિપત્તિઓનાં વાદળોથી છવાયેલી છે-આચ્છાદિત છે. તે કહે છે કે સંપત્તિ હશે તો વિપત્તિ આવશે જ. બીજી કોઈ આપત્તિ આવે કે ન આવે, પરંતુ ભયની આપત્તિ તો અવશ્ય આવશે જ, અને સંપત્તિ સદાકાળ માટે માનવ પાસે રહેતી નથી. સકળચંદ્રજી કહે છે - લચ્છી સરિષ-ગતિ પરે એક ઘર નવિ રહે દેખતાં જાય પ્રભુજીવ લેતી. અથિર સવિ વસ્તુને કાજ મૂઢો કરે.. જીવડો પાપની કોડી કેતી. મુંજમા રાચ મત રાજની દ્વિશું પરિવય અંતે સબ ઋદ્ધિ વિસરાલ હોશે. ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે દિવસ દો તીન પરિવાર રોશે. મુંઝ મા. સરિતાના પ્રવાહની જેમ લક્ષ્મી-સંપત્તિ એક ઘરમાં - એક સ્થાનમાં સ્થિર રહેતી નથી. જેવી રીતે નદીજળનો પ્રવાહ વહેતો રહે છે, સ્થાન બદલતો રહે છે, એ રીતે સંપત્તિ પણ ફરતી રહે છે. સંપત્તિ એના માલિકના (સ્વામીના) પ્રાણ લઈને જ જાય છે. અર્થાત્ લક્ષ્મી ચાલી જતાં કેટલાય લક્ષ્મીપતિઓના પ્રાણ ચાલ્યા જાય છે. આવી અસ્થિર, અનિત્ય વસ્તુઓ માટે મૂર્ખ જીવ કેટલાં પાપ બાંધે છે? અનેક પ્રકારનાં પાપ કરીને તે સંપત્તિ પામવાનો પ્રયત્ન કરે છે. હે આત્મન ! તને રાજગદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો રાજી ન થતો, ખુશ ન થતો. કારણ કે એક દિવસે એ રાજઋદ્ધિ નષ્ટ થવાની જ. અથવા રાજઋદ્ધિ અને પરિવારને ત્યજીને તારે એક દિવસ જવું જ પડશે -તારું મોત થશે જ. બે-ચાર દિવસ પરિવાર રુદન કરશે, પછી તને ભૂલી જશે. [ ૮૨ . શાન્તસુધારસઃ ભાગ ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ માલવપતિ મુંજ : જયસોમમુનિ ધનસંપત્તિને પાણીના તરંગો જેવી કહે છે અને સંધ્યાના રંગ જેવી બતાવે છે. ધન સંપદ પણ દીસે કારમી છે, જેહવા જલ કલ્લોલ. મુજ સરિખે માગી ભીખડી જી રામ રહ્યા વનવાસ, ઈણે સંસારે સુખ-સંપદાજી જિસ સંધ્યા-રાગ વિલાસ.. જે રીતે સંધ્યાના રંગ આકાશમાં સ્થિર નથી હોતા, જોતજોતામાં જ વિલીન થઈ જાય છે, એ રીતે સંસારમાં સુખસંપત્તિ જોતજોતામાં જ વિલીન થઈ જાય છે - ચાલી " જાય છે. આ વાતને પુષ્ટ કરવા કવિએ બે પ્રાચીન દૃષ્ટાંતો આપ્યાં છે. એક છે માલવપતિ મુંજનું અને બીજું છે શ્રી રામચંદ્રજીનું ! માલવાનો રાજા મુંજપરાક્રમી હતો, વિદ્વાન્ હતો. પરંતુ એક દિવસે રાજા તૈલપે એને યુદ્ધમાં હરાવ્યો અને તેને બાંધીને પોતાની રાજધાનીમાં લઈ ગયો. કારાગૃહમાં નાખી દીધો. પરંતુ જ્યારે મુંજે કારાગૃહમાંથી ભાગી જવાની યોજના બનાવી આ યોજના તૈલપની બહેન મૃણાલિનીને બતાવી દીધી. કારણ કે મૃણાલિની મુંજ સાથે પ્રેમ કરતી હતી. મૃણાલિનીએ મુંજની યોજના રાજા તૈલપને બતાવી દીધી ! તૈલપે રાજા મુંજને હાથે-પગે બેડીઓ પહેરાવીને હાથમાં ભિક્ષાપાત્ર પકડાવ્યું. પોતાની નગરીમાં મુંજને ઘરઘર ભિખારીનાં રૂપમાં ફેરવ્યો અને પછી હાથીના પગની નીચે કચડાવી મારી નાખ્યો. મુંજનું રાજ્ય ક્યાં રહ્યું? ક્યાં ગયું શરીરબળ? ક્યાં રહ્યાં સુખભવ? તમામ નષ્ટ થઈ ગયું.. બીજું દ્રષ્ટાંત છે શ્રી રામચંદ્રજીનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું - રાજ્યાભિષેકનું અને ચાલ્યા જવું પડયું વનવાસ માટે ! રાજ્ય, વૈભવ અને સંપત્તિનો ત્યાગ કરીને જંગલમાં ફરતા રહ્યા. ધનસંપત્તિ, રાજ્યસંપત્તિ અને સુખસંપત્તિની અનિત્યતા, અસ્થિરતા અને વિનશ્વરતા બતાવીને એ સંપત્તિ ઉપર મોહ ન રાખવાનો ઉપદેશ આપ્યો છે. મોહમૂઢ ન બનવાની પ્રેરણા આપી છે. ઈન્દ્રિયોનાં વૈષયિક સુખઃ ઇન્દ્રિયોના પ્રિય વૈષયિક સુખોની અનિત્યતા બતાવતાં ઉપાધ્યાયજીએ કહ્યું [ અનિત્ય ભાવના ' અનિત્ય ભાવના ' Page #96 -------------------------------------------------------------------------- ________________ सर्वेऽपीन्द्रियगोचराश्चचटुलाः संध्याभ्ररागादिवत् । સંધ્યાના ક્ષણિક રંગો જેવાં પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખ હોય છે. - વૈષયિક સુખોથી ઇન્દ્રિયો કદી તૃપ્ત થતી નથી. – વિષયોની પ્રિયાપ્રિયની કલ્પનાઓ બદલાતી રહે છે. – પ્રિય વિષયની પ્રાપ્તિ પુણ્યકર્મને આધીન છે. – પ્રિય વિષય પુણ્યકર્મ આપે છે, પાપકર્મ છીનવી લે છે ! પ્રિય વિષય અપ્રિય બની જાય છે, અપ્રિય વિષય પ્રિય બને છે. - કોઈ વાર એવું પણ બને છે કે પ્રિય વિષય પ્રાપ્ત થાય છે, પરંતુ ઇન્દ્રિયો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ઇન્દ્રિયો વિષયોપભોગ કરી શકતી નથી. મધુર શબ્દ સાંભળવાનાં સાધનો છે (રેડિયો, ટી.વી. વગેરે), પરંતુ કાન બહેરા થઈ ગયા હોય ! બહેરાપણું આવી ગયું હોય. - સુંદર દૃશ્ય, સુંદર રૂપ... સૌંદર્યનાં સાધનો ઉપલબ્ધ હોય પરંતુ આંખે અંધાપો આવી ગયો હોય કે પછી આંખો રોગગ્રસ્ત થઈ ગઈ હોય. ૮૪ મનોહર બાગ હોય, અત્તર હોય, સુગંધવાળા અનેક પદાર્થો હોય, પરંતુ નાક જ બગડી ગયું હોય તો ? નાકે સુવાસ - દુર્ગંધનો અનુભવ જ થતો ન હોય તો ? ખાવાનું સ્વાદિષ્ટ ભોજન હોય - પેય પદાર્થો હોય, પરંતુ જીભ જ સ્વાદહીન થઈ ગઈ હોય તો ? અથવા જીભે લકવો પડ્યો હોય તો ? - સ્પર્શના પ્રિય વિષયો મળ્યા હોય, પરંતુ શરીરની ચામડી ‘સેન્સલેસ’ અનુભવરહિત બની ગઈ હોય તો ? કોઈ પ્રકારના પ્રય-અપ્રિય સ્પર્શનો અનુભવ જ નં થાય ને ? વિષયોની અનિત્યતાની સાથે ઇન્દ્રિયોની પણ અનિત્યતાનો ચંચળતાનો વિચાર ચિંતન કરતાં રહેવું જોઈએ. આ ચિંતન જીવાત્માને વિષયલોલુપ નહીં થવા દે. યોગી ચિદાનંદજીએ પુદ્ગલ-ગીતામાં વિષયસુખોના ઉપભોગનાં ભયાનક પરિણામ બતાવ્યાં છે. પુગલિક સુખ સેવત અહનિશ, મન-ઇન્દ્રિય ન ાવે, જિમ ધૃત મધુ આહૂત દેતાં, અગ્નિ શાન્ત ન થાવે. જિમ જિમ અધિક વિષય સુખ સેવે તિમ તિમ તૃષ્ણા દીપે, જિમ અપેય જલપાન કિયા હો, તૃષા કહાઁ કિમ છીપે ? શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલિક સુખના આસ્વાદી, એહ મરમ ન વિ જાણે, જિમ જાત્ય% પુરુષ દિનકરનું તેજ નવિ પહિચાણે. ઇન્દ્રિય-જનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે. પણ કિંયાક તણાં ફળની પરે, નવિ વિપાક તસ જાણે. ફલ કિંપાક થકી એક જ ભવ, પ્રાણ હરણ દુઃખ આવે, ઈન્દ્રિય-જનિત વિષયરસ તે તો ચિહું ગતિ મેં ભટકાવે. એહવું જાણી વિષયસુખ સેંતી, વિમુખ રૂપ નિત રહીએ, ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ ધર, ભેદ યથારથ લહીએ. પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો અનિત્ય છે, એવું કહીને જ્ઞાની પુરુષો જીવોને વિષયસુખની આસક્તિ તોડવાની પ્રેરણા આપે છે. વિષયસુખ ભોગવવા જેવાં નથી હોતાં, એ વાતને સારી રીતે સમજાવતાં યોગીશ્રી ચિદાનંદજી કહે છે - - રાત-દિવસ વિષયસુખ ભોગવવા છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થતી. જેવી રીતે અગ્નિમાં ઘી અને મધુની આહુતિ નાખવાથી અગ્નિ શાન્ત ન થાય, પરંતુ વિશેષ પ્રજ્વલિત થાય છે. • જીવ જેમ જેમ વધારે વિષયસુખ ભોગવે છે, તેમ તેમ તેની તૃષ્ણા વધે છે. જેમ કે સમુદ્રનું પાણી પીવાથી તૃષા શાન્ત થતી નથી, પરંતુ વધે છે. I પરંતુ જે જીવોને આ વિષયસુખમાં મજા પડી ગઈ છે, તેઓ આ મર્મને જાણતા ' નથી. જેમ કે જન્માધ મનુષ્ય સૂર્યના પ્રકાશને ઓળખી શકતો નથી, જોઈ શકતો નથી. ઇન્દ્રિયજન્મ વૈષયિક સુખપાન કરનાર સુખપાન કરતી વખતે નથી સમજતો કે તે કિંપાક ફળ’ ખાઈ રહ્યો છે. કિંપાક ખાવામાં મીઠું હોય છે, પણ પરિણામે મૃત્યુ થાય છે! , 1 પરંતુ કિંપાક ફળ ખાવાથી એક જ વાર પ્રાણહરણનું દુઃખ માનવને થાય છે, જ્યારે ઈન્દ્રિયજનિત વિષયસુખ ભોગવતાં ચારે ગતિમાં અનેક વાર જન્મમરણનાં દુઃખ થાય છે. | વિષયસુખોની આ વાસ્તવિકતા જાણીને એ સુખોથી વિમુખ રહેવું જોઈએ. મનવિચન-કાયાથી શુદ્ધ-પવિત્ર ભાવોને ધારણ કરો. વિષયાનંદ અને આત્માનંદનો ભેદ યથાર્થરૂપે સમજી લો. સંબંધ સ્વપ્ન, ઇન્દ્રજાલઃ ઇન્દ્રિયોના વિષયસુખોની અનિત્યતા અને ભયાનકતા બતાવ્યા પછી શ્રી અનિત્ય ભાવના [ ૮૫] Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય વિનયવિજયજી સંબંધોની અનિત્યતા બતાવે છે. मित्र-स्त्री-स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमम् ॥ ‘મિત્ર, સ્ત્રી, સ્વજનાદિનું સંગમ - મિલનસુખ સ્વપ્ન જેવું - ઈન્દ્રજાળ જેવું હોય છે.’ સંસારમાં જો કોઈ વ્યાપક બંધન હોય તો તે સંબંધોનું છે. જીવનો જન્મ થતાં જ માતાનો સંબંધ નિશ્ચિત થઈ જાય છે. માતા માટે પુત્ર યા તો પુત્રીનો સંબંધ બની જાય છે. એ જ રીતે પિતાનો સંબંધ બની જાય છે. આ માતા, આ પિતા' આ સંબંધ સ્નેહથી, રાગથી દ્રઢ થતો જાય છે. થોડાક મોટા થતાં મિત્રોનો સંબંધ બંધાય છે. મિત્રો સાથે રમવાથી, ફરવાથી, ખાવાપીવાથી પણ સંબંધ પાકો થતો જાય છે. પછી યૌવન આવતાં, લગ્ન થતાં પતિપત્નીનો સંબંધ બંધાય છે. પરસ્પર સ્નેહ-રાગ-મોહ વધવાથી આ સંબંધ પણ દ્રઢ થાય છે. આ પ્રકારે ભાઈબહેનનો સંબંધ, ભાઈભાઈનો સંબંધ, મામા-કાકાનો સંબંધ.... સંબંધોની જાળ વિસ્તૃત થતી જાય છે. સંબંધોની સાથે સંબંધોને નભાવવા માટે કેટલાંક કર્તવ્યોનું પાલન પણ કરવું પડે છે. સંબંધો સારી રીતે ટકાવી રાખવા માટે કેટલુંક આદાન-પ્રદાન કરવું પડે છે. કદાચ તેમાં વત્તાઓછાપણું હોય તો સંબંધ બગડે છે. સંબંધોમાં ધીરે ધીરે સ્વાર્થતત્ત્વનો પ્રવેશ થાય છે, ત્યારે સંબંધ દુઃખદાયી બને છે. સંબંધોમાં દંભ અને કપટ મળી જાય છે ત્યારે કટુ પરિણામ આવે છે. જ્યાં સુધી માતાપુત્રનો, પતિપત્નીનો, ભાઈભાઈનો, ભાઈબહેનનો સંબંધ નિઃસ્વાર્થ રહે છે ત્યાં સુધી તે સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. આ વૃષ્ટિએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' કહેવાયું છે. પરંતુ એ જ સંબંધોમાં સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે દ્વેષ, દંભ, ઈર્ષા આદિ દોષ સંબંધોને અસાર - નિસાર બનાવી દે છે. તત્ત્વવિજયજી નામના મુનિ કવિવરે એક કાવ્યમાં લખ્યું છે: કેહના રે સગપણ? કેહની માયા, કેદની સજજન સગાઈ રે, સ્વજનવર્ગ કોઈ સાથ ન આવે, આવે આપકમાઈ ૨ ૧ મારું મારું સૌ કોઈ કહે પ્રાણી તારી કોણ સગાઈ રે? આપ સ્વારથ સહુને વહાલો. કુણ સજ્જન કુણ ભાઈ રે?....૨ ચલણી ઉદરે બ્રહ્મદર આયો. જુઓ માત સગાઈ રે. પુત્ર મારણ ને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈરે...૩ કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ઝહી દોડે ધાઈ રે કોણિકે નિજ તાત જ હણિયો તો કિહ રહી પુત્ર સગાઈ ?....૪ ૮૬ શાન્તસુધારસ : ભાગ ૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ આપે લડિયા, આયે સજજધાઈ .. બાર વરસ સંગ્રામ જ કીધો, તો કિહાં રહી ભાતુ સગાઈ ?...૫ ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે.. સ્વારથવશ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈરેક નિજ અંગજના અંગને છેદી, જુઓ રાહુ કેતુ કમાઈ રે, સહુ સહુને નિજ સ્વારથ વહાલો, કુણ ગુરુ કુણ ભાઈ રે? સુલુમ પરશુરામ જ દોઈ મહેમાંહે વેર બનાઈ રે, ક્રોધ કરીને નટકે પહોંચ્યા, કિહાં ગઈ તાત સગાઈ?? ...૮ ચાણક્ય તો પર્વત સાથે કીધી મિત્ર સગાઈ રે, મરણ પામ્યો ને મનમાં હરખ્યો, કિહાં રહી મિત્ર સગાઈ રે? આ કાવ્યને સમજ્યા ને? સંબંધોની અનિત્યતા, નિઃસારતા સમજવા માટે આટલાં દ્રષ્ટાંતો પર્યાપ્ત નથી શું? માતા અને પુત્રના સંબંધની અસારતા બતાવવા માટે તેમણે બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એની માતા ચલણીનું દ્રષ્ટાંત આપ્યું છે. માતાએ પુત્રને મારવા માટે લાક્ષાગૃહમાં આગ લગાડી હતી. i પિતા અને પુત્રના સંબંધની નિસારતા, અનિત્યતા બતાવવા કવિએ રાજા શ્રેણિક અને રાજકુમાર કોણિકનું વૃષ્ટાંત આપ્યું છે. - પુત્ર પિતાને કારાવાસમાં નાખીને રોજ હંટરથી મારતો હતો. પતિ અને પત્નીના સંબંધની દારુણતા બતાવતાં કવિએ રાજા પ્રદેશ અને રાણી સૂર્યકાન્તાનું દૃષ્ટાંત આપ્યું છે. રાણીએ રાજાને ઝેર આપીને મારી નાખ્યો હતો. પિતાપુત્રના સંબંધની નિઃસારતા બતાવતાં રાહુ-કેતુની વાર્તા બતાવી છે. પોતાના પુત્રનાં જ અંગોનું છેદન કરનાર પિતાને પિતા કેવી રીતે કહેવાય? સુભમ અને પરશુરામ પરસ્પર શત્રુ બન્યા - બંને નરકમાં ગયા. | ચાણક્ય અને પર્વત મિત્ર બન્યા. પર્વતનું મોત થતાં ચાણક્ય ખુશ થયો હતો. મિત્રનો સંબંધ કેવો અસાર? કવિ કહે છે કોઈ કોઈનું સગું નથી, સૌને પોતાનો સ્વાર્થ જ પ્રિય છે. કોણ સજ્જન? કોણ દુર્જન ? સ્વાર્થ જ સજ્જન અને દુર્જન બનાવે છે. સ્વાર્થે સજ્જન દુર્જન બને અને સ્વાર્થવશ દુર્જન સજ્જનનો દંભ કરે છે. અનિત્ય ભાવના ૮૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આ રીતે આજે છ પ્રકારની અનિત્યતાની વાત થઈ ૧. શરીરની અનિત્યતા ૪. સંપત્તિ-ધનદોલતની અનિત્યતા ૨. આયુષ્યની અનિત્યતા પ. વૈષયિક સુખોની અનિત્યતા અને ૩. જીવનની અનિત્યતા ૬. સંબંધોની અનિત્યતા. ' આ છ વાતો પ્રત્યે ભીતરથી વિરક્ત બનીને જીવવાનું છે. જો એવી રીતે જીવતાં શીખી લેશો તો આનંદ જ આનંદ પામશો. ક્લેશ, સંતાપ, ઉદ્વેગથી મુક્તિ પામી જશો. આજે બસ, આટલું જ. [ ૮૮ | ૮૮ | શનસુધારસ ભાગ ૧] શાન્તસુધારસ : ભાગ ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ શિlGીસ્સાક્ષી પ્રવચન ૯ ૨. અનિત્ય ભાવના : સંકલના : • સંતોનો ઉદાસીન ભાવા પરિવર્તન દ્રવ્યાત્મક - ભાવાત્મક પરિવર્તનશીલ પદાર્થો સાથે પ્રેમ ન કરો. • શરીર એક મઠ જ્ઞાનાનંદનું પદ સ્વજન-પરિજનોમાં પરિવર્તન મૂઢ જીવનો મોહ પ્રબુદ્ધ આત્માની મનઃસ્થિતિ પ્રબુદ્ધ મનુષ્યની યૌવન તરફ દ્રષ્ટિ ૦ યૌવનને સાર્થક કરો. Page #102 -------------------------------------------------------------------------- ________________ સંતોનો ઉદાસીન ભાવ: ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘અનિત્ય ભાવનામાં ૬ વાતોની અનિત્યતા બતાવીને એક પ્રશ્ન પૂછે છેઃ तत्किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ?' આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જેથી સંતો સજ્જનોને હર્ષ પ્રદાન કરે ? એવી એક પણ વસ્તુ નથી કે જેથી સંતોને હર્ષ થાય! હું સતાનો અર્થ સંતપુરુષ કરું છું. સંતપુરુષો એ છે કે જે આત્મજ્ઞાની હોય છે. જડ અને ચેતનનો ભેદ જેમણે જાણ્યો છે. આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન જેમણે મેળવ્યું છે. એટલા માટે સંસારમાં સંતપુરુષ હર્ષ-શોકથી મુક્ત હોય અને ઉદાસીન ભાવમાં રહેતા હોય છે. ચિદાનંદજીએ કહ્યું છેઃ ધન્ય ધન્ય જગ મેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ, શુદ્ધ વિવેક હિયે મેં ધારી, કરે ન પર કી આસ. સંસારમાં ઉદાસીન ભાવથી જીવવું સરળ નથી, એટલા માટે ઉદાસીન ભાવથી જીવનારા સંતોને ચિદાનંદજી ધન્યવાદ આપતાં કહે છે: “ધન્ય! ધન્ય.’ આ વાત ત્યારે જ બને જ્યારે ભીતરમાં ‘શુદ્ધ વિવેકનો ઉદય થાય. એટલે કે અચેતનનું ભેદજ્ઞાન સ્પષ્ટરૂપમાં ઉભાસિત થાય. શરીર, આયુષ્ય, જીવન, સંપત્તિ, વૈયક્તિક સુખ, સ્વજન, પરિવાર ઇત્યાદિ પ્રત્યે મોહિત થતો નથી, એ જ રીતે ઉદ્વિગ્ન પણ થતો નથી. રાગદ્વેષ રહિત ઉદાસીન સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ પામવી વિદ્વાનો માટે પણ મુશ્કેલ હોય છે. એ વાતને ગાતાં નિરાશાના સૂરમાં વિનયવિજયજી કહે છેઃ प्रातभ्रातरिहावदातरुचयो ये चेतनाऽचेतना, द्रष्टा विश्वमनः प्रमोदविदुरा भावाः स्वतः सुन्दराः । तांस्तत्रैव दिने विपाकविरसान् हा नश्यतः पश्यत श्चेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ॥ હું જાણું છું. જોઉં છું કે જે ચેતન - અચેતન પદાર્થ પ્રભાતમાં શોભાયમાન હોય છે, તે મનને પ્રસન્ન કરી દે છે. આફ્લાદક એટલે કે આકર્ષક હોય છે એ જ પદાર્થો સંધ્યા સમયે નીરસ, નિસ્તેજ અને અનાકર્ષક બની જાય છે. આ પ્રત્યક્ષ જોવા છતાં પણ મારું પ્રેમહત મન, મૂઢ મન એ પદાર્થોનો પ્રેમ-મોહ, રાગ છોડતું નથી. આ ખૂબ દુઃખદ વાત છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જડ-ચેતન પદાર્થોમાં પરિવર્તન આવે છે. એ પરિવર્તનની પ્રક્રિયાને ઉપાધ્યાયજીએ જોઈ છે. પરિવર્તન બે પ્રકારના હોય છે? ૯૦ શાન્તસુધારસ : ભાગ ૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાત્મક અને ભાવાત્મક. પરિવર્તન : દ્રવ્યાત્મક અને ભાવાત્મકઃ - સવારે પુષ્પ ખીલે છે, સાંજે કરમાઈ જાય છે. - સવારે સ્નાન કરેલું શરીર સાંજે ગંદુ થઈ જાય છે. - સવારે જે વસ્ત્રો સુંદર લાગે છે, તે સાંજે મેલાં થઈ જાય છે. - સવારનું પ્રિય ભોજન, સાંજે અપ્રિય લાગે છે. આ બધાં દ્રવ્યાત્મક પરિવર્તન કહેવાય છે. - સવારે પ્રિય વચન સંભળાવનાર સ્વજન સાંજે અપ્રિય શબ્દોની વર્ષા કરે છે. - સવારે જેના પ્રત્યે સ્નેહ હોય છે તેના પ્રત્યે સાંજે દ્વેષ થાય છે. - સવારે જેના પ્રત્યે દુભવ હોય છે તેને માટે સાંજે સદ્ભાવ પેદા થાય છે. આ બધાં ભાવાત્મક પરિવર્તનો છે. જેનાં રૂપ, રસ, ગંધ બદલાતાં રહે છે અને જેમના રાગદ્વેષ અને મોહ આદિ ભાવ બદલાય છે. એવા જડ પદાથો પ્રત્યે પ્રેમ થવો ન જોઈએ. પ્રેમ પરિવર્તનશીલ પદાર્થપ્રત્યે ન થવો જોઈએ. શાશ્વતું સાથે જ થવો જોઈએ. અનિત્ય - પરિવર્તનશીલ પદાર્થ સાથે પ્રેમ ન થવો જોઇએ. શાશ્વતુ સાથે કરેલો પ્રેમ તૂટી જતો નથી. એટલા માટે પરમાત્મા સાથે પ્રેમ કરવો, કારણ કે પરમાત્મા શાશ્વત છે ! પરંતુ વાસનાના પ્રેતથી આહત મન, અનિત્ય અને પરિવર્તનશીલ પદાર્થો સાથે જ પ્રેમ કરે છે, આવા મનને કેવી રીતે સમજાવવું? ઉપાધ્યાયજીએ “ચેતઃ પ્રેતહત' કહ્યું છે. પ્રેત એટલે ભૂત, વ્યંતર! ભૂતપ્રેત કહીએ છીએ ને? જેને ભૂતપ્રેત વળગે છે એ વિવેકશૂન્ય વર્તન કરે છે. એની પાસે પોતાની સમજદારી હોતી નથી. સામાન્યતયા ભૂતપ્રેત નિર્બળ અને ચંચળ ચિત્તવાળાને જલદી વળગે છે. ઉપાધ્યાયજીને શંકા થઈ કે શું મારા મનને ભૂતપ્રેત લાગી ગયું છે? અન્યથા પ્રત્યક્ષ પરિવર્તનવાળા પદાર્થો પ્રત્યે મારું મન કેમ પ્રેમ કરે છે? પદાર્થોની અનિત્યતા બતાવતાં શામળ ભટ્ટે કહ્યું છેઃ * જે જાયું તે જાય, જે ફૂલ્યું તે ખરશે. ભર્યું તે ઠલવાય, ચડ્યું તે તો ઊતરશે. લીલું તે સુકાય, નવું તે જૂનું થાશે. આવરદાવશે સર્વ કાલ સૌ કોને ખાશે. જે જન્મે છે તે નાશ પામે છે. જે ખીલે છે તે કરમાય છે. જે ભરેલું હોય છે તે અનિત્ય ભાવના ૯૧ ; Page #104 -------------------------------------------------------------------------- ________________ ખાલી થાય છે. જે ચડે છે તે ઊતરે છે. જે લીલું હોય છે તે સુકાઈ જાય છે અને જે નવું હોય છે તે જીર્ણ થાય છે. બધું જ પોતાની મર્યાદામાં હોય છે. કાલ-મહાકાલ સર્વભક્ષી હોય છે.’ પદાર્થોનાં પરિવર્તનની કેટલી સરસ વૉત કરી છે કવિએ ? પરિવર્તનશીલ પદાર્થો સાથે પ્રેમ નહિ ઃ ૧. શિશુઅવસ્થા, ૨. બાલ્યઅવસ્થા, ૩. તરુણઅવસ્થા, ૪. યુવાવસ્થા, ૫. પ્રૌઢાવસ્થા, ૬. વૃદ્ધાવસ્થા. અવસ્થાને અનુરૂપ મનના ભાવોનું અને શરીરની ક્રિયાઓ - કર્મોનું પણ પરિવર્તન થાય છે ને ? કોઈ વાર શરીર નીરોગી હોય છે, કોઈ વાર શરીર રોગગ્રસ્ત હોય છે. – કોઈક વાર શરીર સુંદર હોય છે, તો કોઈ વાર અકસ્માતમાં શરી૨ કુરૂપ પણ થઈ જાય છે. કોઈ વાર ઠંડું હોય છે, તો કોઈ વા૨ ગરમ હોય છે. આવા શરીર ઉપર ભરોસો રાખીને એને પ્રેમ શા માટે કરવો ? એક કવિએ કહ્યું છે.કે - ક્યા તન માંજતા રે, એક દિન મિટ્ટી મેં મિલ જાન..... જ્ઞાનાનંદજીએ શરીરને ‘મઠ’ની ઉપમા આપીને અને આત્મા(અવધૂ)ને એ મઠમાં સૂતેલો જોઈને કહ્યું – કરે અવધૂ ! ક્યા સોતા ઇસ મઠ મેં ? ઇસ મઠ કા હૈ ક્વણ ભરોસા ? પડ જાયે ચટપટ મેં.....અવધૂ. પાની કિનારે મઠ કા વાસા, ક્વણ વિશ્વાસ એ તટ મેં ? અવધૂ. છિન મેં તાતા, છિન મેં શીતલ, રોગ-શોક બહુ મઠ મેં...... અવધૂ. શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઘંટી ફેરી આટો ખાયો, ખરચી ન બાંધી તેંવટ મેં....અવધૂત સોતા સોતા કાલ ગમાયો અબહુ ન જાગ્યો તું ઘટ મેં...અવધૂ. ઇતની સુન જગ મેં હે ચેતન ! જ્ઞાનાનન્દ આયો ઘટ મેં...અવધૂ. સૂતેલા... પ્રમાદમાં સૂતેલા આત્માને જગાડવા માટે કેટલી સુંદર પ્રેરણા આપી છે જ્ઞાનાનંદજીએ ? શરીરરૂપી મઠમાં વિશ્વાસ રાખીને નિશ્ચિત બનીને આત્મા સૂતેલો છે. એ જોઈને કવિ આત્માને સંબોધન કરે છે? ઇસ કાયા કે મઠ મેં ક્યા નિશ્ચિત હોકર સોયા હૈ આત્મન્ ! આ કાયાના મઠનો ભરોસો નથી. એ ગમે ત્યારે ધરાશાયી બની શકે છે. કારણ કે મૃત્યુ-નદીના પાણીના કિનારા ઉપર વસ્યો છે આ મઠ! કિનારો ગમે ત્યારે ધસી શકે છે....... અને આ કાયાનો મઠ કોઈ વાર ગરમ થાય છે, તો કોઈ વાર શીતળ... ગમે ત્યારે ધરાશાયી બની બેસે છે.” (એટલા માટે જાગ... નિંદર ત્યજી દે) એણે માત્ર ખાવાનું કામ કર્યું. મુસાફરી લાંબી છે.. તે સાથે ભાથું નથી લીધું? (રસ્તામાં શું ખાઈશ?). કેટલું વિચાર્યું ! મનુષ્યજન્મ વ્યર્થ ખોયો ! હજું સુધી ભીતરમાં જાગ્યો નહીં! હે ચેતન ! આટલું સાંભળીને જાગી જા! તારા ઘટમાં જ્ઞાનાનન્દ ભરાઈ જશે ! અનિત્ય ભાવના , ૯3 Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વજન-પરિજનોમાં પરિવર્તનઃ 'જેવી રીતે શરીરની અવસ્થામાં પરિવર્તનશીલ છે, એ જ રીતે સ્વજન-પરિજન પણ પરિવર્તનશીલ હોય છે. ઉદાહરણોથી સમજાવું. - બાળક નાનું હોય છે ત્યાં સુધી માતાપિતાને પ્રિય હોય છે, પણ જ્યારે તે મોટો થાય છે અને માતાપિતાનું કહેવું માનતો નથી, માતાપિતાની સેવા કરતો નથી, ત્યારે એ પુત્ર પ્રત્યે માતાપિતાને રોષ આવે છે. - જે પુત્રને માતાપિતાની ઉપર પ્રેમ હોય છે, તે લગ્ન પછી માતાપિતા ઉપર પ્રેમ નથી રાખતો. મનદુઃખ થતાં પરસ્પર ઝઘડા થાય છે અને પુત્ર માતાપિતાથી અલગ થઈ જાય છે. - પતિપત્ની વચ્ચે પ્રારંભમાં પ્રેમ હોય છે. પાછળથી પરસ્પર રોજનો ક્લેશ, અણબનાવ.... ઝઘડા શરૂ થઈ જાય છે. - બે મિત્રો વચ્ચે જ્યારે સ્વાર્થ આવી જાય છે ત્યારે પ્રેમના સ્થાને શત્રુતા આવી જાય છે. - સ્વજન-પરિજનનો સ્નેહ પ્રાયઃ સ્વાર્થજન્ય હોય છે. જ્યારે એકબીજાનો સ્વાર્થ પુષ્ટ થાય તો પ્રેમ કરે છે, પરંતુ સ્વાર્થપૂર્તિ નથી થતી તો સ્વજનપરિજનો બદલાઈ જાય છે. શત્રુતાભર્યો વ્યવહાર કરે છે. સ્વજન-પરિજનોનો સંબંધ આવો પરિવર્તનશીલ હોય છે, છતાં પણ તેમના પ્રત્યે મૂઢ મન આસક્ત રહે છે. એનું મમત્વ તૂટતું નથી. અમે એક વૃદ્ધાશ્રમમાં ગયા હતા. એ સમયે ત્યાં માત્ર પ-૭ વૃદ્ધ પુરુષો હતા. તેમને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત હતી. મેં પૂછ્યુંઃ અહીં તમને શાન્તિ મળે છે ને? શાન્તિથી ધર્મ-આરાધના તો થાય છે ને? તેમણે કહ્યું વારંવાર ઘર, સ્વજનપરિવાર યાદ આવે છે - મનમાં રાગદ્વેષ થાય છે.' જે પરિવારે જે સ્વજનોને આ વૃદ્ધોને તેમનાં જ ઘરોમાંથી બહાર કાઢી મૂક્યા હતા, આશ્રમમાં મોકલી દીધા હતા, જે સ્વજનો એમનાં મુખ જોવા માગતાં ન હતા. એ સ્વજન-પરિજન પ્રત્યે અત્યારે પણ એ વૃદ્ધોને મમત્વ હતું - પ્રેમ હતો ! આવો પ્રેમ કરનારા મનને પ્રેતહત ન કહીએ તો શું કહીએ? જેમનપ્રેતહત નથી હોતું, જે મન મૂઢ નથી હોતું, જેમન જ્ઞાનવિજ્ઞાનથી વાસિત હોય છે, તે પ્રથમથી જ સંસારના પદાર્થોને પરિવર્તનશીલ માની લે છે; વૈષયિક સુખોને દુઃખદાયી માની લે છે અને તેમનો ત્યાગ કરીને સંયમમાર્ગ પર - ચારિત્રમાર્ગ ઉપર ચાલે છે. વૈષયિક સુખોને અને સ્વજન-પરિજનોનો ત્યાગ કરી દે છે. એ રાહ L. શાન્ત સુધારસઃ ભાગ ૧] Page #107 -------------------------------------------------------------------------- ________________ જોતો નથી કે જ્યારે વિષયસુખ ચાલ્યાં જશે, જ્યારે સ્નેહી-સ્વજનો મુખ ફેરવી લેશે, જ્યારે શરીર અને ઇન્દ્રિયો અશક્ત થઈ જશે, ત્યારે સંસારનો ત્યાગ કરીશું ! જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થશે ત્યારે પ્રેમહત મનની તૃષ્ણા-મમતા વૃઢ થઈ ગઈ હશે! પોતાના હૃદયમાં પરિવાર આદિ વૈભવોનો વારંવાર વિચાર કરીને વ્યથી મોહિત થઈ જાય છે. આ દ્રષ્ટિએ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે. મૂઢ જીવનો મોહ: मूढ मुह्यसि, मूढ मुह्यसि मुधा, विभवमनुचिन्त्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकम्पितं, विनय जानीहि जीवितमसारम् ।। ઉપાધ્યાયજી પોતાની જાતને જ સંબોધિત કરતાં કહે છેઃ વિનય, તું જીવનને અસાર જાણ, નિઃસાર જાણ, કારણ કે જીવન ક્ષણિક છે. અતિ અલ્પકાલીન અને ચંચળ છે. ઘાસના પાન ઉપર રહેલા જળબિંદુ જેવું છે. પવનનો એક ઝપાટો આવતાં જળબિંદુઓ નીચે પડી જાય છે, એ જ રીતે મહાકાલનો ધક્કો-થપાટ લાગી જતાં જીવન સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જીવન પ્રત્યે, વૈભવ પ્રત્યે, શરીર અને સ્વજનો પ્રત્યે વ્યર્થ મોહિત ન થા. પોતાના હૃદયમાં આ ક્ષણિક પદાર્થોનો વિચાર કરીને વ્યર્થરાગદ્વેષ કરે છે એ તારી મૂઢતા છે, મૂર્ખતા છે. પોતાના મનનું અનુશાસન કરે છે વિનયવિજયજી ! પોતાના મનને ફિટકારે છે..... “મૂઢ છે. તું મૂઢ છે...' એ શબ્દો વારંવાર વાપરી ઘોર ફિટકાર વરસાવે છે. “હે મન, તને ધિક્કાર છે કે તું સાંસારિક વૈભવોનો વારંવાર વિચાર કરે છે કે જે ક્ષણિક છે.” જે ક્ષણિક, વિનાશી, ક્ષણભંગુર હોય છે, તેનો વિચાર જ ન કરવો જોઈએ -એની ઉપર મમત્વ બાંધવું ન જોઈએ. ક્ષણિક સાથે મમત્વ બાંધવું મૂઢતા છે, મૂર્ખતા છે. હા, જે શરીરની સાથે જીવવાનું છે, જે પરિવાર સાથે જીવવાનું છે, જે પૌદ્ગલિક વિષયોનો ભોગ-ઉપભોગ કરવાનો છે, જે વૈભવ-સંપત્તિની સાથે જીવવાનું છે - એની સાથે મમત્વ બાંધવાનું નથી. એમની સાથે પ્રેમ કરવાનો નથી. એમના ઉપર વિશ્વાસ કરવાનો નથી. પ્રશ્નઃ ખૂબ મુશ્કેલ લાગે છે ઉત્તર : મુશ્કેલને સરળ બનાવવા માટે તો ભાવનાઓ ભાવવાની છે. ભાવનાઓના માધ્યમથી અનિત્ય ભાવનાને સહારે મુશ્કેલ કામ પણ સરળ બનશે. અનિત્ય ભાવના ૯૫ હરિ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ કરીને અનુભવો. અનુભવ કરી લો, પછી જુઓ. પ્રબુદ્ધ આત્માની મનઃસ્થિતિ : બહારથી તો શરીરાદિ ક્ષણભંગુર પદાર્થોની સાથે જ જીવવાનું છે. પરિવર્તન અંદર - અંતઃકરણમાં લાવવાનું છે. ક્રાન્તિ વૈચારિક ક૨વાની છે. જ્યારે શરીર રોગગ્રસ્ત હોય, જ્યારે સંપત્તિ ચાલી જાય - ઓછી હોય, - જ્યારે સ્વજનો મુખ ફેરવી લે, પારકાં બની બેસે, જ્યારે મિત્ર શત્રુ બની જાય.... એ સમયે તમારું મન અશાન્ત, સંતપ્ત અને ઉદ્વિગ્ન ન બનવું જોઈએ. બસ, આટલું જ પરિણામ જોઈએ - ‘અનિત્ય ભાવના’ના ચિંતનનું. જે સમયે મૂઢ, અબુધ અને મૂર્ખ મનુષ્ય રહે છે - ઘોર દુઃખનો અનુભવ કરે છે, એ સમયે “અનિત્ય ભાવના’નું ચિંતન કરનાર પ્રબુદ્ધ મનુષ્ય સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે: * કોઈ એને પૂછે છે - ‘તમારું શરીર આટલું રોગગ્રસ્ત બની ગયું છે.... અમને ખૂબ દુઃખ થાય છે. એ કહે છે - શરીર રોગગ્રસ્ત થવાનું જ હતું. હું તો પૂર્ણ નીરોગી છું, હું દુઃખી નથી; તમે પણ દુઃખી ન થાઓ. * કોઈ આશ્વાસન આપતાં કહે છે - તમને વેપારમાં ખૂબ ભારે નુકસાન આવ્યું.... કરોડ - બે કરોડનું નુકસાન સાંભળ્યું છે, સાંભળીને દુઃખ થયું. તે કહે છે - આપની સહાનુભૂતિ માટે આભાર. આમ તો સંપત્તિને મેં મારી માની જ ન હતી. સંપત્તિને તો સદૈવ ચંચળ, અનિત્ય જ માનતો આવ્યો છું. એટલા માટે હું તો સંપત્તિ ચાલી જવા છતાં પણ સ્વસ્થ જ છું - મને કોઈ દુઃખ નથી ! * કોઈ સહાનુભૂતિ દેખાડતો કહે છે - “મને જાણીને અતિશય દુઃખ થયું કે તમને એકલા છોડીને છોકરાઓ અલગ થઈ ગયા ? વૃદ્ધાવસ્થાની શરૂઆતમાં પિરવારથી દૂર રહેવું ખૂબ દુઃખદ છે !' એ કહેશે - મિત્ર, હું સ્વજનોનાં સંબંધોને અનિત્ય જ માનતો હતો, અને માનું છું. જેવી રીતે જહાજમાં અથવા વાયુયાનમાં અનેક મુસાફરો એકત્ર થાય છે અને પોતપોતાનાં સ્થાન આવે છે ત્યારે તે મુસાફરો ઊતરી જાય છે, ચાલ્યાં જાય છે ને ? આપણે બધાં પણ ભવયાત્રાનાં મુસાફરો છીએ. મુસાફરોનો સંબંધ સ્થાયી નથી હોતો, ક્ષણિક હોય છે. અલ્પકાલીન હોય છે. પુત્રોનો, પત્નીનો, ભાઈબહેનોનો એ રીતે જ અનિત્ય હોય છે. તે ચાલ્યાં ગયાં, મને કોઈ દુઃખ શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૯૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ નથી. મેં સંબંધોને કદી સ્થાયી માન્યા નથી. મેં સ્વજનો સાથે મમત્વ બાંધ્યું નથી. એટલા માટે મને કોઈ દુઃખ નથી. * કોઈ આવીને દુઃખ વ્યક્ત કરે છે - ‘આપે જે મિત્રને ખૂબ જ મદદ કરી હતી, પડેલાને બેઠો કર્યો હતો - હું જાણું છું.... તેણે આપને દગો દીધો ! તમને જ પાડવાની ચેષ્ટા કરી..... એ જાણીને ખૂબ દુઃખ થયું.’ તે જવાબ આપે છે ઃ “મારા મિત્ર, મારા બાહ્ય વ્યવહારથી તમે માની લીધું હતું કે એને મેં મારો મિત્ર માન્યો હતો, એની સાથે મારી લાગણી હતી ? ના, મેં તો એને મદદ કરી હતી, માત્ર કરુણાથી એને ઊંચે ઉઠાવવાનું કાર્ય કર્યું હતું સાધર્મિક સમજીને, પરંતુ મેં કદી એની પાસે પ્રતિ-ઉપકારની આશા રાખી ન હતી. અને જેવો તમે સમજો છો એવો મૈત્રીનો સંબંધ પણ બાંધ્યો ન હતો. મારી મૈત્રી તો સંસારના તમામ જીવો પ્રત્યે છે. એણે મને દગો દીધો નથી; દગો આપનાર તો મારું કર્મ છે. આમ જોતાં દગો દીધો તો પણ શું થયું ? વૈષયિક સુખ જ ચાલ્યાં ગયાં ને ? મેં તો વિષયસુખોને ક્ષણભંગુર માન્યાં છે. पश्य भंगुरमिदं विषयसुखसौहृदं पश्यतामेव नश्यति सहासं, एतदनुहरति संसाररूपं रया ज्जलदजलबालिका रुचि विलासम् ॥ २ ॥ જુઓ, વિચારો, વૈષયિક સુખોનો સંબંધ ક્ષણભંગુર છે. દગો દઈને, કપટ કરીને એ સંબંધ ચાલ્યો જાય છે - તૂટી જાય છે. આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી ચંચળ હોય છે. પ્રબુદ્ધ મનુષ્યની યૌવન પ્રત્યેની દૃષ્ટિ : સામાન્ય મનુષ્ય, અબુદ્ઘ મનુષ્ય વિષયસુખોને ભોગવવાનો યોગ્ય સમય યૌવનકાળને સમજે છે. ‘યૌવનકાળમાં પાંચ ઇન્દ્રિયોના વૈષયિક સુખભોગોને ભરપૂર રીતે ભોગવી શકાય છે.’ એવી દૃઢ માન્યતા છે. આમાં સ્ત્રીપુરુષનું સમાગમ-સુખ જ કેન્દ્રમાં હોય છે. યૌવનના પ્રારંભમાં જ જાતીયવૃત્તિ - સેક્સ જાગૃત થાય છે. એ વૃત્તિ પુરુષને સ્ત્રી તરફ અને સ્ત્રીને પુરુષ તરફ આકૃષ્ટ કરે છે. યુવાવસ્થામાં સ્ત્રીપુરુષની અંદર વિષયવાસનાનો આવેગ પ્રબળ હોય છે. એ આવેગને સંયમિત કરવો ખૂબ અઘરું કાર્ય છે, એટલા માટે યૌવનને જ ‘અનિત્ય - ક્ષણભંગુર' કૂતરાની પૂંછડી જેવું વક્ર બતાવીને, સમજાવીને યૌવનના ઉન્માદને શાન્ત કરવાનો ઉપાય કરતાં તેઓ અનિત્ય ભાવના ૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ કહે છે – हन्त हतयौवनं पुच्छमिव शौवनं कुटिलमति तदपि लघु दृष्टनष्टम् । तेन बत परवशाः परवशाहतधियः દુમિદ વિંગ ર નિ વિષ્ટમ્ રૂ . . ખરેખર કૂતરાની પૂંછડી જેવું વક્ર છે યૌવન, જોતજોતામાં તે (યૌવન) નષ્ટ થઈ જાય છે. યૌવનના જાતીય આવેગોમાં પુરુષ સ્ત્રીને પરવશ થઈ જાય છે, એની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એ વિષયોના ઉપભોગ(સેક્સ)ની કટુતા. એનાં દુખપૂર્ણ પરિણામોને સમજી શક્યો છે? ઉપાધ્યાયજીને આશ્ચર્ય થાય છે, પરંતુ આ યૌવનની વાસ્તવિકતા છે. યૌવનમાં સેક્સી આવેગો એટલા પ્રબળ હોય છે કે બુદ્ધિશાળીઓની અને ધાર્મિકોની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. યુવાની પરિણામોનો વિચાર કરવામાં પ્રાયઃ સક્ષમ નથી હોતી, વાસ્તવિકતાના વિચારો પણ ઉન્મત્ત યૌવનકાળમાં અસંભવ છે. અને યૌવનમાં પુરુષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરુષના સમાગમની તીવ્ર ઇચ્છા સ્વાભાવિક હોય છે. સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ તીવ્ર હોય છે, અને જેનું આકર્ષણ હોય છે તે જ્યારે મળી જાય છે ત્યારે એકબીજાને વશ થઈ જાય છે. એકબીજા વગર રહી શકતાં નથી. યૌવનકાળમાં કામપુરુષાર્થ જ પ્રધાન હોય છે. ગ્રંથકાર - કાવ્યકાર ઉપાધ્યાયજી યુવકોને એટલું જ સમજાવવા માગે છે કે તમારું યૌવન સદાકાળ ટકનારું નથી. ક્ષણિક છે. કેટલાંક જ વર્ષ ટકનારું છે. એટલા માટે યૌવન ઉપર વિશ્વાસ ન રાખો. - યૌવનમાં પણ શરીર રોગગ્રસ્ત બની શકે છે અને ભોગ ભોગવવામાં અશક્ત બની શકે છે. યૌવનકાળમાં પણ મોત આવી શકે છે, જીવન સમાપ્ત થઈ શકે છે. - યૌવનમાં પ્રિય પાત્રનો વિયોગ થઈ શકે છે. - યૌવનમાં નિરાશા-હતાશા ઘેરી વળી શકે છે -મન ડિપ્રેશનમાં ડૂબી જાય છે, અને તેવા સમયે ભોગસુખ ભોગવી શકાતાં નથી. યૌવન વ્યર્થ લાગે છે. યૌવનને સાર્થક કરનારા યૌવનમાં ભોગસુખોનો ત્યાગ કરીને, વિરક્ત બનીને, બ્રહ્મચર્યનું મહાવ્રત લેનારા મહામાનવોને યાદ કર્યા કરો. તો યૌવનમાં પણ ભોગવૃત્તિ ઉપર સંયમ આવી શકે છે. [૯૮ . . . શાન્તસુધારસઃ ભાગ ૧] Page #111 -------------------------------------------------------------------------- ________________ કાકંદીનો ધન્યકુમાર રાજગૃહીના શાલિભદ્ર ઉજ્જૈનના અવંતીસુકુમાલ રાજકુમાર મેઘકુમાર રામાયણના સુકોશલકુમાર - રામાયણના રાજકુમાર વજુબાહુ મૃગાપુત્ર નંદિપેણ જંબુસ્વામી સ્થૂલભદ્રજી - ગજસુકુમાલ 1 મદનબ્રહ્મકુમાર - ખૂબ જ મોટી યાદી છે યુવાનોની કે જેમણે યૌવનને અંકુશમાં રાખ્યું હતું. આત્માનુશાસન કરીને બ્રહ્મચર્યમહાવ્રતનું પાલન કર્યું હતું, યૌવનને સાર્થક કર્યું હતું. આ છે જ્ઞાની - પ્રબુદ્ધ પુરુષોનો યૌવનવિષયક અભિગમ! વર્તમાનમાં પશ્ચિમી સભ્યતાની છાયામાં યોવનમાં કેવી વિકૃતિઓ પ્રવેશી ગઈ છે અને યૌવન બરબાદ થઈ રહ્યું છે ! આ વિષયમાં આગળ ઉપર કહીશ. આજે બસ, આટલું જ. કાકા અનિત્ય ભાવના Page #112 -------------------------------------------------------------------------- ________________ શીGG@ાસી) પ્રવચન ૧૦ ૩. અનિત્ય ભાવના : સંકલના | કામવિકારોની પ્રબળતા રૂપવિજયજીનું એક કાવ્ય • કામવાસનાનું ઉદ્ભવસ્થાન કામપુરુષાર્થ પંડિત વાચસ્પતિ મિશ્ર (ભામતી) સાચો-ખોટો દૃષ્ટિકોણ સેક્સવિષયક પશ્ચિમની વિકૃત વિચારધારા. ફ્રૉઈડ અને એરિક ફ્રોમ ભૌતિકવાદી સભ્યતાનાં નુકસાન કામવૃત્તિનો અભિગમ ઉપસંહાર Tદદ Page #113 -------------------------------------------------------------------------- ________________ यदपि पिण्याकतामंङ्गमिदमुपगतं भुवन-दुर्जयजरापीत-सारम् । तदपि गतलज्जमुज्झति मनो नांगिनां, वितथमति-कुथित मन्मथ-विकारम् ॥ કામવિકારોનું પ્રાબલ્ય બતાવતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે : જરાથી સત્ત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું નિર્લજ મન કે જે આ જગતમાં અતિ દુર્જય છે, તે કામવિકારોનો ત્યાગ કરી શકતું નથી. આ કેટલી શરમભરી વાત છે !' કામવિકારોની પ્રબળતા: યૌવનને કામવિકારોનો કડાકાળ જ ગણ્યો છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ કામવાસના છૂટતી નથી. મન કામવાસનામાં રમમાણ રહે છે, આ વાત સર્વ જ્ઞાનીજનોને શરમજનક, લજ્જાસ્પદ અને ધિક્કારપાત્ર લાગી છે. गात्रं संकुचितं, गति विगलिता, दंताश्च नाशं गता, दृष्टि भ्रस्यति, स्पमेव हसते, वक्त्रं च लालायते । वाक्यं नैव करोति बान्धवजनः, पत्नी न सुश्रूयते, धिक् कष्टं हा जराभिभूत पुरुषं पुत्रोऽप्यवज्ञायते ॥ વૃદ્ધાવસ્થામાં શરીર સંકુચિત થઈ જાય છે. એટલે કે શરીર ઉપર કરચલીઓ પડી જાય છે. ગતિ સ્તુલિત થઈ જાય છે. દાંત પડી જાય છે. આંખે ઝાંખપ આવે છે - નિસ્તેજ થઈ જાય છે. રૂપ-લાવણ્ય ઘટી જાય છે. મુખમાંથી લાળ ટપકે છે... બંધુજનો એની આજ્ઞા નથી માનતાં. પત્ની પણ એની સેવા કરતી નથી. એટલા માટે જરાવસ્થાથી પરાભૂત પુરુષને ધિક્કાર છે. કારણ કે આવી કરુણાસ્પદ સ્થિતિમાં પણ એનું મન કામવાસનાનો ત્યાગ કરતું નથી. કામવાસના વૃદ્ધ થતી નથી.” વૃદ્ધાવસ્થાને ગુજરાતી ભાષામાં “ઘડપણ' કહે છે. આ “ઘડપણ' ઉપર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીના જ શિષ્ય રૂપવિજયજીએ એક કાવ્ય લખ્યું છે. સુંદર કાવ્ય છે. સાંભળોઃ ઘડપણ કાં તું આવિયો? તુજ કોણ જુએ છે વાટ ? તું સહુને અળખામણો રે, જેમ માંકડ ભરી ખાટ, ઘડપણ કોણે મોકલ્યું રે! ગતિ ભાંગે તું આવતાં રે, ઉઘમ ઊઠી રે જાય, અનિત્ય ભાવના ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ દાંતલડા પણ ખરી પડે રે, લાર પડે મુખ માંય ...ઘડપણ બલ ભાંગે આંખો તણું રે, શ્રવણે સુર્યે નવી જાય. તુજ આવે અવગુણ ઘણા રે વલી ધોળી હોય રોમરાય...ઘડપણ કેડ દુખે ગુડા રહેશે. મુખમાં શ્વાસ ન માય, ગાલે પડે કરચલી રે - રૂપ શરીરનું જાય રે ... ઘડપણ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય. ઘેર સહુને અળખામણો રે, વહુઓ દિયે રે ગાળઘડપણ દીકરા તો નાસી ગયા રે. વહુઓ દિયે રે ગાળ. દીકરી નાવે ટુંકડી રે સબલ પડ્યો છે કંગાલ ઘડપણ કાને તો ધાક પડી રે. સાંભળે નહીં લગાર. આંખે તો છાયા વળી રે. દેખી શકે ના લગાર .. ઘડપણ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ, ગોળી તો ગંગા થઈ૨. તમે જુઓ જરાના વેશ ઘડપણ ઘડપણમાં વ્હાલી લાપશી, ઘડપણમાં બાલી ભીંત ઘડપણમાં વ્હાલી લાકડી, તમે જુઓ ઘડપણની રીત ઘડપણ ઘડપણ તું અકહ્યાગરું, અણતેડ્યું ન આવીશ, જોબનિયું જગ વહાલું રે જતન હું તારું કરીશ ઘ ડપણ કોઈન વંછે તુજને રે, તું તો દૂર વસાય. વિનયવિજય ઉવજઝાયનો રૂપવિજય ગુણ ગાય ઘડપણ આ વર્ણન વૃદ્ધાવસ્થાનું છે. આવી અવસ્થામાં પણ કામવાસના પ્રબળ થઈ શકે છે. કામવાસનાનું ઉદ્ભવસ્થાન: કામવાસના (સેક્સી વૃત્તિ) ચારે ગતિના જીવોમાં હોય છે. પરંતુ સૌથી વધારે કામવાસના મનુષ્યમાં હોય છે. કામવાસના જાગ્રત થાય છે મોહનીય કર્મથી. મોહનીય કર્મની અંતર્ગત ત્રણ વેદ-કર્મ હોય છે -પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. - પુરુષને પુરુષવેદ મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય છે. સ્ત્રીઉપભોગની વાસના ઊઠે છે. - સ્ત્રીને સ્ત્રીવેદ મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે પુરુષ પ્રત્યે આકર્ષણ થાય છે. ઉપભોગની વાસના જાગે છે. - જેને નપુંસકવેદ - મોહનીય કર્મનો ઉદય થાય છે, એને સ્ત્રી અને પુરુષ બંનેનો ઉપભોગ કરવાની ઇચ્છા થાય છે. મોહનીય કર્મનો ઉદય પ્રબળ બને છે ત્યારે [૧૦૨ | | શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૧૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ કામવાસના પણ પ્રબળ બને છે. એ પ્રબળ કામવાસનાને ઉપશાન્ત કરવાનું મનોબળ દરેક મનુષ્યમાં નથી હોતું. વાસનાને પરવશ થઈ જનારા જ વધારે પ્રમાણમાં હોય છે. આ કામવૃત્તિનો સમાવેશ ઋષિમુનિઓએ ‘કામપુરુષાર્થમાં કર્યો છે. કામપુરુષાર્થ ભારતીય સંસ્કૃતિમાં કામવૃત્તિ તરફ જોવાની વૃષ્ટિ સમ્યફ અને સમુચિત સમજદારીયુક્ત રહી છે. આ સંસ્કૃતિમાં કામવૃત્તિને ગહનતાથી અને સમગ્રતાથી સમજવાનો, માનવોચિત ઊર્ધ્વકરણનો ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ વર્તમાન યુગમાં કામવૃત્તિવિષયક અજ્ઞાનતા અને વિકૃત સમજદારીનું સમાજ ઉપર આક્રમણ થવા લાગ્યું છે. આવા સમયે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને યથાર્થ રૂપમાં સમજી લેવો જોઈએ. નહીંતર આજનો સેક્સ એકસ્પોઝન' - વાસનાવિસ્ફોટ - બધું નષ્ટ કરી દેશે. કામવૃત્તિ એક પ્રબળ ઊર્જા છે. પ્રાણશક્તિ છે. કામવૃત્તિ એકાન્તતઃ તિરસ્કૃત નથી. ભારતીય સંસ્કૃતિનો અભિગમ એવો રહ્યો છે કે કામાનંદને માટે પ્રાણશક્તિનો વ્યય મર્યાદિત અને સંયમિત રાખીને એને ભાવના અને પ્રજ્ઞાના વિકાસ હેતુથી તથા સમાધિના બ્રહ્માનંદ માટે ઉપયોગમાં લેવો જોઈએ. સૃષ્ટિમાં વ્યાપ્ત ચેતનતત્ત્વની સાથે તાદામ્ય સાધથી બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિ જેને થાય છે એને કામાનંદનું આકર્ષણ રહેતું નથી. કલાસર્જનના કાર્યમાં નિમગ્ન વૈજ્ઞાનિક, ચિંતકયા કલાકાર, કામાનંદથી ઉચ્ચતર સર્જનાત્મક આનંદની અનુભૂતિ થાય છે. આવા સમયે તેને બીજું કોઈ ભાન રહેતું નથી. પંડિત વાચસ્પતિ મિશ્ર: * આ વિષયમાં પંડિત વાચસ્પતિ મિશ્રનું દ્રષ્ટાંત સંભળાવું છું. જો કે આ પ્રસિદ્ધ વાત છે, છતાં પણ અહીં પ્રસ્તુત હોવાથી કહું છું. તેમણે ‘ભામતી' નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. તેઓ ૧૬ વર્ષ સુધી ગ્રંથરચનામાં નિમગ્ન હતા. લગ્ન પછી તરત જ તેઓ આ કાર્યમાં લાગી ગયા હતા. પત્ની સમયસર ભોજન લાવતી, સંધ્યા થતાં દીવો પ્રકટાવતી, પરંતુ પંડિતજીને તો ગ્રંથરચના સિવાય કોઈ ભાન ન હતું. જ્યારે ગ્રંથરચના પૂરી થઈ, સાંજે પત્ની દીવો લઈને આવી, પંડિતજીએ એને જોઈ અને પૂછ્યું : સુંદરી, તું કોણ છે? હું આપની ધર્મપત્ની છું. દરરોજ સાંજે દીવો લાવું છું.” અનિત્ય ભાવના ૧૦૩] Page #116 -------------------------------------------------------------------------- ________________ વાચસ્પતિ મિશ્ર લજ્જિત થઈ ગયા. ૧૬ વર્ષથી એ સુંદરીએ એમની અને ગ્રંથની મૂક સેવા કરી હતી. પંડિતજી નતમસ્તક થઈ ગયા. પત્નીનું નામ ભામતી હતું, તેમણે ગ્રંથનું નામ ‘ભામતી રાખી લીધું. ગ્રંથ પત્નીને સમર્પિત કરી દીધો. પંડિતજી પોતાની જ્ઞાનોપાસનામાં મગ્ન હતા. પોતાની સમગ્ર પ્રાણશક્તિ અને સંપૂર્ણ ઊર્જા એમાં સમાવિષ્ટ થઈ ગઈ હતી. એ એમનું સહજ બ્રહ્મચર્ય હતું. એ એમનું સહજ ઈન્દ્રિયનિગ્રહપણું હતું. સાચી અને ખોટી જીવનવૃષ્ટિઃ મૂળ પ્રશ્ન છે - જીવનવિષયક વૃષ્ટિનો - ફિલોસોફીનો - જીવનદર્શનનો. એક દ્રષ્ટાંત ઉપરથી આ સમજાવું. આપણા મહાનું પૂર્વજોએ હિમાલય, ગિરનાર, આબુ, શત્રુંજય, સંમેતશિખર જેવા પર્વતો ઉપર - ગિરિપ્રદેશોમાં જ્યાં જ્યાં રમણીયતાં જોઈ ત્યાં ત્યાં દેવમંદિરોનું નિર્માણ કર્યું. યાત્રાધામો બનાવ્યાં. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેમણે હિલસ્ટેશનો' બનાવ્યાં. મંદિરની સાથે મંદિરના સહચારી ભાવ આવ્યા, હિલસ્ટેશનની સાથે હિલસ્ટેશનના સહચારી ભાવો આવ્યા. યાત્રાધામોએ તેમના પવિત્ર ભાવો ઊભા કર્યા. જ્યારે હિલસ્ટેશનોએ તેમની દુનિયા ઊભી કરી દીધી. | હિલસ્ટેશનોએ ત્યાંની પ્રજાને વિલાસી-સ્વચ્છંદી અને આમોદપ્રમોદથી ગંદીમલિન બનાવી દીધી. આ જે અંતર છે તે જીવન પ્રત્યેના અભિગમનું અંતર છે. આ જ રીતે સેક્સ પ્રત્યેનો જે અભિગમ છે, એમાં પણ જીવનદ્રષ્ટિ - જીવનદર્શન જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે પર્યાખ્યો નમઃ | વાત્સ્યાયને પોતાના કામસૂત્ર'માં મંગલાચરણમાં ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થને નમસ્કાર કર્યા છે. કામશાસ્ત્રોમાં સ્વાચ્ય છે, પરિપક્વતા છે અને એમાં દ્રષ્ટિ એકાંગી નથી, સવાંગી છે, સમગ્ર જીવનનો ખ્યાલ છે. વાત્સાયન ‘કામશાસ્ત્રની રચના કરી રહ્યા હતા. કામાનંદ કેવી રીતે પામવો એનું શાસ્ત્ર બનાવી રહ્યા હતા, પરંતુ એ ગ્રંથની રચનાનું પ્રયોજન શું હતું? પ્રેરણા કઈ હતી? તતત્ બ્રહ્મવર્ષે એટલે કે બ્રહ્મચર્યનું પાલન પરમ સમાધિમાં ચિત્તને એકાગ્ર કરીને, લોકયાત્રાને માટે મેં આ કામસૂત્ર' ગ્રંથની રચના કરી છે. એથી રાગ-કામ વધે એવી એની રચના નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થનું આ શાસ્ત્રપોષક છે. આ શાસ્ત્રનો તત્ત્વજ્ઞ જિતેન્દ્રિય જ હોય છે. ઈન્દ્રિયસુખનું આ શાસ્ત્ર ઇન્દ્રિયોનું ગુલામ બનવા માટે નથી, પણ સ્વામી બનવા માટે છે, મિત્ર બનવા માટે છે. રચના કરનાર ઋષિએ ઇન્દ્રિયસુખના નશામાં શાસ્ત્ર ૧૦૪ શાન્તસુધારસઃ ભાગ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ રચ્યું નથી, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતાથી, બ્રહ્મચર્યના પાલન અર્થે અને ચિત્તની સમાધિ અવસ્થામાં કામશાસ્ત્રની રચના કરી છે. આવી સ્વસ્થતા અને પરિપક્વતા પશ્ચિમની સભ્યતામાં રૂઢ બનેલી સેક્સવિષયક માન્યતાઓમાં તેમજ શાસ્ત્રોમાં બિલકુલ જોવા મળતી નથી. એમાં સર્વાંગી વૃષ્ટિનો અભાવ જોવા મળે છે. સેક્સવિષયક પશ્ચિમની વિકૃત વિચારધારા પશ્ચિમના દેશોમાં કામશાસ્ત્રના જે સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે, તેમાં માત્ર અર્થ અને કામ - બે ઉપર જ ભાર મૂકવામાં આવ્યો - તેમના ઉપર જ ધ્યાન રહ્યું - ધર્મ અને મોક્ષ પુરુષાર્થની કલ્પના પણ એમને નથી આવી. સંભવ છે કે ધર્મ અને મોક્ષની વાતને “ફાલતું સમજીને એની ઉપેક્ષા કરવામાં આવી છે. પશ્ચિમના શાસ્ત્રોનાં સિદ્ધાંતોની રચના કરનારા કેટલાક તો પૂર્વગ્રહબદ્ધ માનસવાળા, સંકીર્ણ ખ્યાલવાળા અને જાતે જ જાતીય વિકૃતિથી પીડિત હતા ! કહેવાય છે કે પશ્ચિમી સેક્સોલોજીનો પાયો નાખનાર હેવલોક એલિસ' જાતે જ કેટલીક જાતીય બાબતોમાં “એબ્નોર્મલ’ હતો. આ સેક્સની બાબતમાં પશ્ચિમમાં અને પૂર્વમાં પણ જેને પથદર્શક માનવામાં આવે છે તે ફ્રૉઇડ પણ ખૂબ જ સ્વકેન્દ્રિત હતો, અતિ મહત્ત્વાકાંક્ષી, વિરોધીઓ પ્રત્યે અસહિષ્ણુ અને પ્રશંસાથી ખુશ થનારો હતો. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે પશ્ચિમના સમગ્ર કામશાસ્ત્રનાં સિદ્ધાંતો અને ધ્યેય જિતેન્દ્રિયતા સિદ્ધ કરવા માટે ન હતાં. કમનસીબે ફ્રૉઇડે તેનું સંપૂર્ણ ધ્યાન કામવૃત્તિ ઉપર જ કેન્દ્રિત કર્યું હતું. યત્ર, તત્ર, સર્વત્ર તેને કામવૃત્તિ જ દેખાતી હતી! તમામ માનવસંબંધોમાં તેણે ડાયરેક્ટ યા. ઈનડાયરેક્ટ - જાગ્રત યા સુષુપ્ત દશામાં જાતીયવૃત્તિનું પ્રતિપાદન કર્યું. એણે તો એટલે સુધી કહ્યું કે પિતાને પુત્રી વધારે પ્રિય હોય છે અને માતાને પુત્ર પ્રિય હોય છે, તેમાં પણ આ કામવૃત્તિ અને વિજાતીય આકર્ષણ જ કારણભૂત હોય છે. ફૉઇડ કહે છે. નાનાં બાળકોમાં પણ જાતીય ભૂખ હોય છે. એટલા માટે તો તે પોતાની નજીકમાં નજીક સ્ત્રી – માતા તરફ જાતીય આકર્ષણ અનુભવે છે ! ફ્રૉઇડના આવાં સિદ્ધાંતોનું ખંડન કરતાં પ્રસિદ્ધ માનસશાસ્ત્રી એરિક ફ્રેમે કહ્યું : ફ્રૉઈડ એક તરફ માતાના સ્નેહનો, મનુષ્યની ઇચ્છાનો સ્વીકાર કરે છે, તો બીજી તરફ ઈન્કાર કરે છે. માતા અને પુત્રની નેહવૃત્તિને જાતીયવૃત્તિ બતાવીને સાચા અર્થનો ઈન્કાર કરી દે છે. ફ્રૉઇડ માતાને એના પવિત્ર સ્થાનથી ભ્રષ્ટ કરીને એને જાતીય વાસનાનું સાધન બનાવી દઈને વેશ્યામાં ફેરવી નાખે છે.' ફ્રૉઇડ વૃઢતાથી માનતો હતો કે પ્રેમ કામનાવૃત્તિજન્ય વિજાતીય સંબંધ જ હોય - અનિત્ય ભાવના Page #118 -------------------------------------------------------------------------- ________________ છે. સ્ત્રી-પુરુષની પારસ્પરિક વૃષ્ટિ પણ કામમૂલક જ હોય છે. આ તો એક અત્યંત અનર્થકારી અને ભયાનક તત્ત્વજ્ઞાન બની જાય છે. આ માન્યતા અનુસાર તો સ્ત્રીપુરુષની વચ્ચે નર-નારી સિવાય બીજો કોઈ સંબંધ સંભવિત જ નથી રહેતો ! નરનારી વચ્ચે યૌનસંબંધ સિવાય બીજા બધા જ સંબંધો અસંભવ જ બની જાય છે. ફ્રૉઇડની આ માન્યતા સંકીર્ણ, નાદાન અને અવિચારી છે. સંપૂર્ણ અપરિપક્વ છે. સંસ્કૃતિ- વિધ્વંસક છે. ફ્રૉઇડના અંગે એક વાર વિનોબાજીએ કહ્યું હતું “અત્યારે ફ્રૉઇડનું શાસ્ત્ર ચાલી રહ્યું છે - કામવાસનાને દબાવવી ન જોઈએ. આ વાત સમજમાં આવતી નથી. જો આપણે વાસનાને ન દબાવીએ તો શું આપણે વાસનાથી દબાવાનું? મનુષ્ય પોતાની વાસનાને સમજે અને એનું દમન કરે, નિયંત્રણ કરે તે જ યોગ્ય છે.' કામવૃત્તિના દમનથી માનસિક અસ્વસ્થતા પેદા થાય છે. આ વાત અતિ પ્રચલિત થઈ ગઈ છે. પરંતુ કામવૃત્તિને અમર્યાદ રૂપમાં વધવા દેવી એ મનોરુણતાનો જ પ્રકાર છે. જ્ઞાની મહર્ષિ જ નહીં, મનોવિશ્લેષક એરિક ફ્રોમ જેવા પણ કહે છે. ફ્રૉઇડના નામે એવું સમજાવવામાં આવે છે કે જો તમે તમારી જાતીયવૃત્તિઓને દબાવી રાખશો તો તેનાથી માનસિક અસ્વસ્થતા ઊભી થશે. પશ્ચિમી સંસ્કૃતિમાં એવી માન્યતા પ્રસ્થાપિત થઈ છે કે તમારી પ્રત્યેક ઇચ્છાને તરત જ પૂર્ણ કરો !' , આધુનિક વિકૃત માનસની આ વાત છે, પરંતુ એનું પરિણામ શું આવશે? આસ હક્સલીએ બ્રેવન્યુ વર્લ્ડમાં કહ્યું છે કે “એનું પરિણામ પક્ષાઘાતમાં આવશે. છેવટે મનુષ્ય પોતાનો સર્વનાશ કરશે.” વાસ્તવિકતાનું વર્ણન કરતાં એરિક ફ્રોમ કહે છે : “આ સર્વ કામવાસનાઓને આર્થિક અભિગમથી સતત ઉત્તેજિત કરવામાં આવે છે. આ વાસનાની ભૂખ કૃત્રિમતાથી જન્માવવામાં આવે છે. જાતીય ભૂખ પણ મોટે ભાગે તો નૈસર્ગિક નથી. હોતી. એને કૃત્રિમ પદ્ધતિથી ઉત્તેજિત કરવામાં આવે છે. આજે મનુષ્ય પશુવતું લક્ષણોને વધારે મહત્વ આપ્યું છે.' ‘જાતીય સુખ જ સર્વોત્તમ સુખ છે અને અબાધિત જાતીય સુખ મનુષ્યને સુખશાંતિ આપશે. એવી માન્યતા વર્તમાનકાલિક માનસશાસ્ત્ર રૂઢ કરી દીધી છે, આ સર્વથા અનુચિત છે, ઉન્માર્ગગામિની છે, એટલું જ નહીં, સ્વચ્છંદ જાતીય સુખ મનોરોગમાં પરિણમે છે. એનાથી તો મનુષ્યની સ્વસ્થતા અને માનસિક સંતુલન બગડી જાય છે. આવાં વિપરીત પરિણામ આજના પાશ્ચાત્ય સમાજમાં જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મનુષ્યને જાતીય પ્રતિબંધોથી મુક્ત કરી દેવાથી તે ૧૦૬ શાન્તસુધારસઃ ભાગ ૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ સુખશાન્તિ અને માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરી લેશે - આ અનુમાન સર્વથા ખોટું સાબિત થયું છે. યાદ રાખો કે જાતીય સુખ જ મનુષ્યની એકમાત્ર આવશ્યકતા નથી. મનુષ્યની બીજી અનેક માનસિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓ હોય છે. જો કે તે વધારે પ્રમાણમાં મહત્ત્વની છે. જો એ આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં ન આવે તો માનસિક રુગ્ણતા ઉત્પન્ન થશે. આજે પશ્ચિમી દેશોની હૉસ્પિટલોમાં અધથી વધારે પથારીઓ શારીરિક નહીં, માનસિક રોગીઓની જોવા મળે છે. અત્યારે તો ભારતમાં પણ માનસિક રોગીઓ વધી રહ્યા છે. મેન્ટલ હૉસ્પિટલો પણ વધી રહી છે. ત્યાં કિશોરો અને યુવકોની આત્મહત્યાઓ પણ વધી રહી છે. એનાથી મનોવૈજ્ઞાનિકો ચિંતિત થઈ રહ્યા છે. આ રીતે સર્વ માનવસંબંધોમાં જાતીયવૃત્તિનું જ પ્રાધાન્ય જોવું એ પણ વિકૃત વૃષ્ટિ છે. પ્રેમ, મૃદુતા, તાદાભ્ય, સહાનુભૂતિ, ઉષ્માપૂર્ણ કોમલ વ્યવહાર વગેરે પવિત્ર માનવીય અનુભૂતિઓ છે. તેમને જાતીયવૃત્તિ સાથે જોડવી એ મૂર્ખતા છે. તમામ બાબતો સેક્સનાં ચશ્માંથી જોવાની ફેશન થઈ ગઈ છે. મહાપુરુષોના મૃદુ પ્રેમપૂર્ણ વ્યવહારોમાં પણ એવાં છિદ્રાન્વેષી સંશોધનો થતાં રહે છે, પરંતુ એ માત્ર વ્યર્થ બૌદ્ધિક વ્યાયામ માત્ર છે. વાસ્તવમાં કામવૃત્તિનું પ્રેમ, મૃદુતા, આત્મીયતા વગેરેથી ભરપૂર માનવીય વ્યવહારોમાં રૂપાંતર કરવું એ મનુષ્ય માટે સારો પ્રયત્ન છે. કામવૃત્તિનું ઊર્ધીકરણ કરવું જોઈએ. આવું ઊર્ધ્વીકરણ નહીં થાય તો સ્થૂળ કામવૃત્તિ જ અતિબળવાન થતી જશે, આ સર્વસામાન્ય અનુભવ છે. ઉન્માર્ગગામી માનસશાસ્ત્ર: કામવૃત્તિના ઊધ્વકરણના વિષયમાં વર્તમાન માનસશાસ્ત્રીનું ધ્યાન રહ્યું જ નથી. માનસશાસ્ત્રીઓએ ન્યાય, સંયમ, આત્મોન્નતિ જેવાં ઉચ્ચતમ તત્ત્વોને સર્વથા ભુલાવી દીધો છે. “એરિક ફ્રોમ' જેવા થોડાક જ વૈજ્ઞાનિકોએ માનવસ્વભાવની ઊર્ધ્વ સંભાવનાઓ ઉપર આધારિત વસ્તુનિષ્ઠ નીતિશાસ્ત્ર - 'Objective ethics' - ની વાતો કરી છે, તો એમને “અવૈજ્ઞાનિક' કહીને એમની ઉપેક્ષા કરી દીધી. યુગ જેવા મનોવૈજ્ઞાનિકે કહ્યું કે “માનવસ્વભાવમાં કામવૃત્તિ જેવો જ પ્રભાવ Religious Functionનો - ધાર્મિક વૃત્તિનો રહ્યો છે. એને પણ ‘અવૈજ્ઞાનિક' કહીને મહત્વહીન બનાવ્યો. આની કડક આલોચના-ટીકા કરતાં એરિક ફ્રોમ કહે છે - આજનું માનસશાસ્ત્ર, મનુષ્યના વિકાસ માટે ગંભીર ખતરો બની ગયું છે. માનસશાસ્ત્રનો બિઝનેસ કરવાવાળાઓએ મોજ-મજા, ઉપભોગ અને - અનિત્ય ભાવના ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વહીનતાનો નવો ધર્મ ફેલાવી રાખ્યો છે. એમનો એ ધર્મગુરુ બની ગયો છે. મનુષ્યનો એક સાધન તરીકે ઉપભોગ કરવામાં તેઓ નિષ્ણાત બની બેઠા છે. પશ્ચિમનું આધુનિક માનસશાસ્ત્ર, ભૌતિકવાદનું ઢોલ પીટનાર બની ગયું છે. મનુષ્યના જીવનમાં આત્મા, ધર્મ, નૈતિકતા વગેરેનું કોઈ સ્થાન જ ન રહેવું જોઈએ - આવી ભૌતિકવાદી માન્યતા ઉપર એવા ઉન્માર્ગગામી માનસશાસ્ત્ર શાસ્ત્રીય મહોર લગાડી દીધી છે. ભૌતિકવાદી સંસ્કૃતિનાં નુકસાન ઃ પશ્ચિમની ભૌતિકવાદી સભ્યતાએ વિજ્ઞાનને નામે આત્મા, ધર્મ, નૈતિકતા વગેરે પવિત્ર તત્ત્વોને મૂલતઃ ઉખાડીને ફેંકી દીધાં. માનવજાત પાસેથી અનેક પ્રકાશદીપકો છીનવી લીધા. મનુષ્ય પારલૌકિક સત્તા અને દિવ્યતાની સંભાવનાઓનો ખ્યાલ ખોઈ નાખ્યો. પહેલાં તો જીવને ઈશ્વરનો – પરમાત્માનો અંશ માનવામાં આવતો હતો અને જીવનમાં ઉચ્ચ સાધના કરીને પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું, પરંતુ હવે મનુષ્ય સંપૂર્ણતયા પાર્થિવ અસ્તિત્વ સાથે જોડાઈ ગયો છે. પૃથ્વી ઉપર તમામ સુખસુવિધાઓ અને આનંદ-પ્રમોદ પ્રાપ્ત કરવાનું મુખ્ય ધ્યેય બની ગયું છે. બન્ડ રસેલે કહ્યું છે : “આ ભૌતિકવાદ વિશ્વમાંથી ઈશ્વરને એક વ્યક્તિના રૂપમાં ઢાળી દીધો છે, એટલું જ નહીં, એક આદર્શના રૂપમાં પરમાત્મતત્ત્વને પણ ભુલાવી દીધું છે. આ પરમાત્મતત્ત્વ પ્રત્યે મનુષ્યની મૂળભૂત નિષ્ઠા ટકેલી હતી. હવે મનુષ્યની પાસે કોઈ પણ આંતરિક રક્ષાકવચ રહ્યું નથી.' કામવૃત્તિનો અભિગમ બદલવો પડશે? ભારતીય સમાજની ઉપર પશ્ચિમના સેક્સવિસ્ફોટે પ્રબળ આક્રમણ કર્યું છે. એનો પ્રતિરોધ કરવો અતિ આવશ્યક છે. સેક્સના ક્ષેત્રમાં રૂઢ બની ગયેલી ઘણીખરી માન્યતાઓને મૂળથી બદલવી પડશે, પરિવર્તન કરવું અનિવાર્ય છે. જ્યાં શોષણ દ્વારા, પ્રલોભન દ્વારા, દબાવ દ્વારા, બળાત્કાર અને ધન દ્વારા જાતીય સુખો ભોગવવામાં આવે છે; એમને તો જાતીય સુખ પણ માની ન શકાય. એ બધું તો અહંતૃપ્તિનું પાશવી બલપ્રદર્શનનું અને વિકૃત માનસિક તૃપ્તિનું સુખ છે. હવે તો “ભદ્રસમાજના નામે જાતજાતનાં વલ્ગર-અભદ્ર સ્વરૂપો સામે આવ્યાં છે ! જેવાં કે સેક્સ ટુરિઝમ, સેક્સ સર્વિસ, સેક્સવર્કર, કોલગર્લ, કમ્ફ ગર્લ્સ, કી-ક્લબ વગેરે કામાનન્દના પ્રકારો નથી? આજે વિશેષ રૂપે યુવાવર્ગને ભિન્ન ભિન્ન પ્રકારની કરામતોથી, મુક્ત જાતીય ૧૦૮ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ જીવનને નામે ફોસલાવીને ખોટા માર્ગે વાળવામાં આવે છે. આવી સ્થિતિમાં ઢોલ પીટીને સમજાવવું પડશે કે આ મુક્ત જાતીય જીવનની વાતોમાં મનુષ્યનો ન તો સાંસ્કૃતિક વિકાસ છે કે ન તો આત્મોન્નતિ છે. તે જ રીતે નથી કામાનંદની પ્રાપ્તિ. આ તો મનુષ્યનો સર્વતોમુખી વિનિપાત છે, અધઃપતન છે. નવા યુવા સમાજને કહેવું પડશે કે જાતીયતાને શિર પર ચડાવવાની નથી. આપણા ઉપર ઘોડાને સવારી કરવા દેવાની નથી. ઘોડા ઉપર સવાર થયા સિવાય યાત્રા આનંદમયી નથી બની શકતી. જાતીયવૃત્તિને તેના પ્રોપર પ્લેસ - યોગ્ય સ્થાને જ સ્થાપિત કરો. પશ્ચિમી સંસ્કૃતિએ મનુષ્યને સ્વચ્છંદી પશુતુલ્ય બનાવી દીધો છે. મનુષ્યને વાસનાએ - સેક્સ કઠપુતળી બનાવી દીધો છે. આજે મનુષ્ય સેક્સ ભોગવતો નથી, પરંતુ સેક્સ મનુષ્યને ભોગવી રહી છે. મનુષ્યને નચાવી રહી છે. જાણે મનુષ્ય સેક્સના કારાગારમાં કેદી બની ગયો છે. કારાગારને એવું સુંદર બનાવવામાં આવ્યું છે કે કેદ થયાની અનુભૂતિ થતી નથી. આ કારાગારને લોઢાના સળિયા નથી હોતા, કેદીના હાથપગે બેડીઓ નથી હોતી, પરંતુ ઇન્દ્રિયસુખની ભરપૂર સુવિધાઓની સાથે મનુષ્ય સેક્સના પંજામાં નજરકેદ છે. અતૃશ્ય જંજીરોમાં બંધાયેલો છે. ઉપસંહાર: આજ થતમન્મથવના વિષયમાં એટલા માટે ચર્ચા કરી કે આજે સ્કૂલોકોલેજોમાં “માનસશાસ્ત્રને નામે કામવિકારો વધારી મૂકવામાં આવે છે. તરુણ અને યુવાવર્ગ ખોટે માર્ગે ભટકી રહ્યો છે. એમાં ટી.વી. અને સિનેમાએ તો સર્વનાશ કરવાનો નિર્ણય કર્યો હોય એવું લાગે છે. બાળ, તરુણ, યુવક અને વૃદ્ધ - સૌ કામવાસનાથી બચો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. [ અનિત્ય ભાવના | અનિત્ય ભાવના | ૧૦૯ ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૧ ૪. અનિત્ય ભાવના : સંકલના : • સર્વ ક્ષણિકમ્ એક સાધુને ચક્રવર્તીનું સુખ ગમી ગયું! ધર્મનું અવમૂલ્યનઃ ધર્મપ્રાપ્તિ નહીં દ્રૌપદીને પાંચ પતિ કેમ? વૈષયિક સુખોનું આકર્ષણ. સંબંધોની નિસારતા. ધન-લક્ષ્મીની અસ્થિરતા. લક્ષ્મીનો સંચય ન કરો. એક સમ્રાટ, એક ધનપતિ. નરકગતિની વેદનાઓ. ૦ ઉપસંહાર, Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘અનિત્ય ભાવનાને ભૈરવ' રાગમાં ગાતાં આગળ વધે છે. सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ ५ ॥ સર્વ ક્ષળિમ, સર્વમનિત્યમ્, સર્વમસ્થિમ્ – બધું જ ક્ષણિક છે, બધું જ અનિત્ય છે, બધું જ અસ્થિર છે. અનુત્તર દેવલોકના દેવોનાં સુખ પણ કાલક્રમે નષ્ટ થઈ જાય છે... જો કે એ અસંખ્ય વર્ષનાં સુખ હોય છે. તો પછી સંસારની એવી કઈ વસ્તુ છે કે જે સ્થિર હોય, શાશ્વત્ હોય અને નિત્ય હોય ? સ્વસ્થતાથી આ અંગે વિચાર કર. સંસારમાં સૌથી વધારે દીર્ઘકાલીન સુખ ‘અનુત્તર દેવલોકમાં હોય છે. ૩૩ સાગરોપમ કાળનું. એ રીતે સૌથી વધારે દુઃખ હોય છે સાતમી ‘તમઃ તમઃ પ્રભા’ નામની નરમાં; એ પણ ૩૩ સાગરોપમ કાળનું. એનો પણ કાળક્રમે અંત આવી જાય છે. સંસારમાં સુખ પણ સ્થિર નથી, દુઃખ પણ સ્થિર નથી. બધું જ અસ્થિર છે, અનિત્ય છે. જ્ઞાનવૃષ્ટિના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે. દેવલોકનાં સુખ પણ નિત્ય-શાશ્વત્ નથી હોતાં, એટલા માટે એ સુખ પામવા માટે પણ ઇચ્છા ક૨વા જેવી નથી; જે અનિત્ય છે, જે શાશ્વત્ નથી, એવાં સુખોની ઇચ્છા ન ક૨વી. ઇચ્છા તો નથી કરવાની, પ્રયત્ન અને પુરુષાર્થ પણ કરવાનો નથી. હા, વિશિષ્ટ તપશ્ચર્યાથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ બીજા જન્મમાં થાય છે. પરંતુ આવાં સુખ, સુખનાં સાધનો પ્રાપ્ત કરીને જીવ સુખનો અનુભવ નથી કરી શકતો. એક સાધુને ચક્રવર્તીનું સુખ ગમી ગયું ! મનુષ્યનું મન કેટલું ચંચળ હોય છે ! જ્ઞાન હોવા છતાં, જાણકારી હોવા છતાં કે ‘ચક્રવર્તી રાજવીનું સુખ પણ ક્ષણિક છે, અનિત્ય છે.’ તો પણ ક્યારેક મોહનું વાદળ આત્મા ઉપર છવાઈ જાય છે અને જે તુચ્છ હોય છે, અસાર હોય છે, એની ઇચ્છા પણ મન કરી લે છે ! શાસ્ત્રોમાં એક સાધુની વાર્તા વાંચી હતી. એક તપસ્વી સાધુ હતા. ઘોર તપશ્ચર્યા કરતા હતા. જ્ઞાની પણ હતા. તેમની કીર્તિ સાંભળીને ચક્રવર્તી સજા પોતાની રાણી સાથે વંદન કરવા ગયા. મુનિનાં દર્શન કરીને રાજા-રાણી ભાવવિભોર થઈ ગયાં. વંદન કરવા લાગ્યાં. રાણીનો બાંધેલો અનિત્ય ભાવના ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ ચોટલો છૂટી ગયો. એ કેશકલાપ ખુલી ગયો. સ્ત્રીરત્નના શિરના વાળ સુદીર્ઘ હોય છે, એ સમયે રાણીઓ વાળ કપાવીને બોલ્ડ હેર' કરાવતી ન હતી. સ્ત્રીના દીર્ઘ વાળ મુનિના ચરણોને સ્પર્શી ગયા. રાણીએ તરત જ પોતાના વાળ પાછા ખેંચી લીધા. વંદન પૂર્ણ કરીને રાજા-રાણી તો ચાલી નીકળ્યાં, પરંતુ મુનિના મનમાં રાણીના કેશનો સ્પર્શ ગમી ગયો. તેમણે મનમાં વિચાર કર્યો, વિચારોની હારમાળા ચાલી: જે સ્ત્રીરત્નના વાળનો સ્પર્શ આટલો સુખદ છે, તો એના શરીરનો સ્પર્શ કેટલો સુખદ હશે?!' આવું સ્ત્રીરત્ન ચક્રવર્તીને જ મળે છે. મારે આવા સ્ત્રીરત્નનો સ્પર્શ જોઈએ અને એને માટે મારે ચક્રવર્તી રાજા બનવું જોઈએ. મારી ઘોર તપશ્ચયને કારણે હું ચક્રવર્તી રાજા બનવાનું સ્વપ્ન સિદ્ધ કરી શકું છું. એ સાધુએ સંકલ્પ કર્યો: “મારી આ તપશ્ચયથી મને ફળ મળવાનું હોય તો મને ‘ચક્રવર્તી રાજાનું પદ મળે.” આને શાસ્ત્રીય ભાષામાં નિયાણું કહે છે. તીર્થકરોએ નિયાણું નહીં કરવાનો ઉપદેશ આપ્યો છે ! પરંતુ ક્ષણિક સુખોનો રાગ-મોહ આ રીતે નિયાણું કરાવે છે. ક્ષણિક, અનિત્ય સુખોનું પ્રબળ આકર્ષણ આવી ભૂલ કરાવે છે ! એટલા માટે ‘અનિત્ય ભાવનાનું વારંવાર ચિંતન કરતાં રહેવાનું છે. ધર્મનું અવમૂલ્યન: ધર્મપ્રાપ્તિ નહીં? બીજા જન્મમાં એ સાધુને ચક્રવર્તીપદ મળ્યું. એટલે કે તે ચક્રવર્તી રાજા બન્યો, પરંતુ ચક્રવર્તીનો ભવ સમાપ્ત થતાં એને નરકમાં જવું પડ્યું. એવો એક શાશ્વતુ નિયમ છે કે ચક્રવર્તી રાજા જો ઉત્તરાવસ્થામાં ચક્રવર્તીપદનો ત્યાગ કરીને સાધુ ન બને તો તે નરકમાં જે જાય છે. સાધુ બની જાય તો તે મોક્ષ પ્રાપ્ત કરે છે યા તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ક્ષણિક સુખોના મોહથી એ સુખ પામવાનો સોદો કરનારાઓને એ સુખ તો મળે છે, પરંતુ ધર્મનથી મળતો. કારણ કે એ ક્ષણિક સુખોનું ઉચ્ચ મૂલ્યાંકન કરે છે, ધર્મનું અવમૂલ્યાંકન કરે છે. ધર્મવેચીને એ ક્ષણિક સુખ ખરીદે છે ને! ધર્મનો સોદો કરીને પ્રાપ્ત કરેલાં સુખોમાં મનુષ્ય એટલો અંધ-મોહાંધ બની જાય છે, એટલો મોહમૂઢ બની જાય છે કે એને ધર્મ સારો લાગતો જ નથી! એના જીવનમાં ધર્મનું સ્થાન જ નથી હોતું. પાપોથી જ એનું જીવન ભરાઈ જાય છે. દ્રૌપદીને પાંચ પતિ કેમ?: દ્રૌપદીને પાંચ પતિ હતા ને? તે પાંચ પતિઓની પત્ની હતી ને? શા માટે એને પાંચ પતિઓની પત્ની બનવું પડ્યું? જાણો છો ? એણે પૂર્વભવમાં નિયાણું કર્યું ૧૧૨ શાન્ત સુધારસઃ ભાગ ૧] Page #125 -------------------------------------------------------------------------- ________________ હતું! પૂર્વભવમાં એ સાધ્વી હતી. શુદ્ધ સંયમધર્મનું પાલન અને ઘોર તપશ્ચર્યા કરતી હતી. એક વાર ગુરણીની ના હોવા છતાં તે સાધુપુરુષોનું ખોટું અનુકરણ કરતી રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાન કરવા માટે નગર બહાર ગઈ. ત્યાં તે ઊભી રહી. એની સામે થોડાક અંતરે એક વેશ્યાનું નિવાસસ્થાન હતું. એના આવાસમાં પ્રકાશ હતો. વેશ્યા આવાસના ઝરૂખામાં પાંચ પુરુષો સાથે વાતવિનોદ કરતી હતી. દ્રુશ્ય ખૂબ આકર્ષક હતું. એ સાધ્વીની નજર એ દ્રશ્ય ઉપર પડી. ધર્મધ્યાન રોકાઈ ગયું. મનમાં વેશ્યાના વિચાર શરૂ થઈ ગયા. પાંચ પુરુષો સાથે એની જે ક્રીડા જોઈ એ એને ગમી ગઈ ! એણે વિચાર કર્યો, મને પણ એવો જન્મ મળે. પાંચ-પાંચ પુરુષોનો પ્યાર મળે, તો કેટલું સરસ? શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે તપશ્ચર્યાથી મનોવાંછિત ફળ મળે છે. મારી તપશ્ચયનું જો ફળ માગું તો? અને એ સાધ્વીએ પાંચ પુરુષોનું સુખ મળે એવો સ્ત્રીનો અવતાર માગી લીધો. બીજા જન્મમાં એ સાધ્વી દ્રૌપદી બની ! - વિષયક સુખોનું આકર્ષણ ભયાનક સાધ્વીજીવન કરતાં એને વેશ્યાનું જીવન વધારે સારું લાગ્યું ! બ્રહ્મચારી જીવન કરતાં એને વિષયભોગનું જીવન વધારે પ્રિય લાગ્યું! મનથી એનું અલન થઈ ગયું. તપશ્ચર્યાનો સોદો કરી નાખ્યો. કેવી ભયાનક ભૂલ કરી સાધ્વીએ ? મનમાં વૈષયિક સુખોનું આકર્ષણ ઉત્પન્ન થવા જ દેવું ન જોઈએ. એટલા માટે - ૧. વૈષયિક સુખભોગનાં દ્રશ્યો જ ન જોવાં, ર. શૃંગારિક વાતો, ગીતો ન સાંભળવાં, ૩. વાસનાને ઉત્તેજિત કરે તેવી ચોપડીઓ ન વાંચવી. સાધુજીવનની મર્યાદાઓ જ એવી હોય છે કે જ્યાં આ ત્રણે વાતોનું પાલન સહજતાથી થઈ શકે છે. - સાધુએ ગામ-નગરમાં યા જંગલમાં પૃથ્વી ઉપર દ્રષ્ટિ રાખીને ચાલવાનું હોય છે. ધ્યાન પણ નાસિકાના અગ્ર ભાગ ઉપર વૃષ્ટિ સ્થિર કરીને કરવાનું હોય છે. ' - સાધુ માટે શૃંગારિક વાતો, ગીતો વગેરે સાંભળવાનો નિષેધ હોય છે. , – ખરાબ - વાસનામય - સેક્સી ચોપડીઓ વાંચવાની હોતી નથી. જો સાધુ-સાધ્વી આ મર્યાદાઓનું વૃઢતાપૂર્વક પાલન કરે તો એમનું અધઃપતન થતું નથી, અને પાલન ન કરે તો માનસિક અધપતન તો થશે જ. વૈષયિક સુખોનું આકર્ષણ અતિ ભયંકર હોય છે. [ અનિત્ય ભાર્થના Page #126 -------------------------------------------------------------------------- ________________ સંબંધોની નિઃસારતા: ઉપાધ્યાયજી સાંસારિક વિષયોની અસ્થિરતાની વાત કર્યા પછી સંબંધોની નિઃસારતાની વાત કરે છે. यैः समं क्रीडिता, ये च भृशमीडिताः ૨સાવિMહિ પ્રતિવા | तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतान्, નિર્વિશ મ રૂતિ fથવ પ્રલિમ્ દા જે સ્નેહી - સ્વજનો અને મિત્રોની સાથે ખૂબ રમ્યા, જેમની સાથે સ્નેહસભર વાતો કરી, જેમની પ્રશંસા કરી, એમના મૃતદેહને સ્મશાનમાં બળતો જોઈને - ભસ્મીભૂત થયેલો જોઈને પણ આપણને જીવનની નશ્વરતાનો, સંબંધોની ક્ષણિકતાનો વિચાર નથી આવતો... આ આપણું કેવું પ્રમાદીપણું? ધિકાર છે આપણા પ્રમાદને ! ઘણી વાર એવું પણ બને છે કે પ્રિયજનોના મૃતદેહની ભસ્મ પવનમાં ઊડીને આપણા માર્ગમાં આવી પડે અને આપણે એ માર્ગેથી પસાર થતાં એ ભસ્મ આપણા પગની નીચે પણ આવી જાય ! આપણને કદી વિચાર આવ્યો કે “સ્વજનોની ભસ્મ આપણા પગ નીચે કચડીને ચાલીએ છીએ !' સ્વજનોને, મિત્રોને, સ્નેહીઓને એમના મૃત્યુ પછી મનુષ્ય પ્રાયઃ જલદી ભૂલી જાય છે. નિઃશંક થઈને વિષયભોગમાં ડૂબી જાય છે, જાણે કે એમનું મૃત્યુ થયું જ ના હોય ! જે શરીર સાથે માતા, પિતા, બંધુ, પુત્ર, મિત્ર, પત્ની આદિ સાથે સંબંધ હોય છે, એમનાં શરીર બાળી નાખવામાં આવે છે, અથવા તો જમીનમાં દફનાવી દેવામાં આવે છે, અગર તો જંગલી પશુ એનું ભક્ષ્ય કરી જાય છે - બધું જ વિખરાઈ જાય છે. કોને ખબર કે ફરીથી એમનો સંબંધ થશે કે નહીં? જે રીતે વૃક્ષની છાયામાં મુસાફર વિશ્રામ લે છે, પક્ષીઓ વિશ્રામ લે છે અને પછી સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છેએ રીતે પરિવાર પણ એક વૃક્ષ જેવો છે. પોતપોતાના આયુષ્ય અનુસાર જીવ પરિવાર - કુટુંબમાં રહે છે અને પછી ભિન્નભિન્ન ગતિમાં ચાલ્યો જાય છે. એટલા માટે સ્વજનો સાથે મમત્વ બાંધવું વ્યર્થ છે, સ્વજનોના સંબંધો ક્ષણિક છે, અનિત્ય છે. સ્વજનોના સંબંધોને અનિત્ય બતાવ્યા પછી ઉપાધ્યાયજી પુનઃ સ્વજન-સંયોગ અને ધન-લક્ષ્મીને સંયોગને ઈન્દ્રજાલ જેવા બતાવતાં જણાવે છે કેઃ ૧૧૪ | શાન્તસુધારસઃ ભાગ ૧| Page #127 -------------------------------------------------------------------------- ________________ असकृदुन्मिष्य निमिषयन्ति सिन्धूर्मिवत् - વેતનાતનાઃ સર્વમાવાઃ | इन्द्रजालोपमाः स्वजनधनसंगमाः तेषु रज्यन्ति मूढस्वभावाः ॥७॥ સમુદ્રનાં તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. સ્વજન અને ધન-લક્ષ્મીના સંબંધો ઈન્દ્રજાલ જેવા હોય છે. છતાં પણ મૂઢ જીવ એમાં આસક્ત બને છે. ધન-લક્ષ્મીની અસ્થિરતા : શરીર, સ્વજન, યૌવન, સંબંધ પાંચ ઇન્દ્રિયોના વિષયો....ઇત્યાદિની અનિત્યતાનું ચિંતન-વિવેચન કરી લીધું. હવે ધનલક્ષ્મીની ક્ષણભંગુરતાની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. મનુષ્યને આજકાલ શરીર કરતાં વધારે મોહાસક્તિ થઈ ગઈ છે - ધનસંપત્તિમાં. ધનસંપત્તિની પાછળ પાગલ બનીને મનુષ્ય દોડતો જાય છે. એ ધનસંપત્તિની બાબતમાં શાન્ત ચિત્તે, સ્વસ્થ મનથી કંઈક વિચાર કરવો જરૂરી છે. નવી દ્રષ્ટિથી, જ્ઞાનવૃષ્ટિથી ચિંતન કરવું જરૂરી છેઃ “જે લક્ષ્મી, સંપત્તિ, જે ધન, દોલત ઉત્કૃષ્ટ પુણ્યકર્મના ઉદયથી ચક્રવર્તી વગેરે સમ્રાટ રાજાઓને મળે છે; એમની પાસે પણ એ શાશ્વતુ કાળ ટકતી નથી, તો પછી જેમનો પુણ્યોદય થયો નથી, જે અભાગી જીવો છે, એમની પાસે તો કેવી રીતે રહેશે? – કોઈ સમજે કે હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું. કેટલીય પેઢીઓથી ચાલી આવતી સંપત્તિ છે, હવે તે કેવી રીતે જાય? - કોઈ વિચારે કે મારામાં ધૈર્ય છે, વિર્ય છે. લક્ષ્મીને જવા કેમ દઈશ? - હું પંડિત છું વિદ્વાન છું. મારી પાસેથી કોણ ધન છીનવી લેશે? - હું સૈનિક છું, પરાક્રમી છું. હું સંપત્તિને કેવી રીતે જવા દઈશ? - હું ધમત્મિા છું, ધર્મથી લક્ષ્મી આવે છે, જશે ક્યાંથી? - હું રૂપવાન છું, મારું રૂપ જોઈને દુનિયા ખુશ થાય છે, પછી લક્ષ્મી મને છોડીને . કેવી રીતે જશે? - હું સર્જન છું, પરોપકારી છું, લક્ષ્મી મારી પાસે જ રહેશે ! આ તમામ વિચારો મિથ્યા છે, વ્યર્થ છે, કારણ કે લક્ષ્મી ક્યારેય કોઈની પાસે સ્થિર રહેતી નથી. વધે વિખ મડ઼ કચ્છી | તમે ગમે તેવા હો, જુવાન હો, ગુણવાન હો, પંડિત હો, શક્તિશાળી હો, ધર્માત્મા અનિત્ય ભાવના ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ હો, પરાક્રમી હો યા રૂપવાન હો, તમારી પાસે લક્ષ્મી સદાકાળ રહેવાની નથી. આ લક્ષ્મી જનતરંગોની માફક ચંચળ છે. જ્યાં સુધી તમારી પાસે છે. થોડા દિવસ. થોડાંક વર્ષો ત્યાં સુધીમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરી લો, ભોગવી લો, અન્યથા એનો વિનાશ તો નિશ્ચિત છે. કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે ता भुंजिज्जउ लच्छी, दिज्जउ दाणं दयापहाणेण । जा जलतरंगचवला, दो-तिण्ण दिणाणि चिठेइ ॥ યા તો ભોગવી લો અથવા દયાવાન થઈને દાન આપો. જલતરંગ જેવી ચંચળ છે લક્ષ્મી....બે-ત્રણ દિવસ ટકનારી છે, એના ઉપર વિશ્વાસ ન કરો. મમત્વથી લક્ષ્મીનો સંચય કરતા રહેશો તો જ્યારે લક્ષ્મી ચાલી જશે ત્યારે દુઃખી થઈ જશો. . લક્ષ્મીનો સંચય ન કરો: લક્ષ્મીનો સંચય ન કરો, કારણ કે - કષાયભાવ વધે છે. – મનની મલિનતા વધે છે. - રૌદ્રધ્યાન પણ આવી શકે છે. - વેરવિરોધ વધે છે. - કૃપણતાથી જગતમાં અપયશ થાય છે. જો લક્ષ્મીનો સંચય ન કરતાં દાન કરતા હો તો - * મમત્વ ઘટે છે. * મન પ્રસન્ન રહે છે. * જગતમાં યશ વધે છે. * લક્ષ્મી જતાં પણ દુઃખ નથી થતું. લક્ષ્મીનું મમત્વ છોડવા માટે ભૂતકાલીન અને વર્તમાનકાલીન દાનવીરો. સ્મૃતિમાં લાવીને એમની અનુમોદના કરતા રહો. - દેશની આઝાદી માટે પોતાનું તમામ ધન મહારાણા પ્રતાપની સામે મૂકી દેનાર શ્રેષ્ઠી ભામાશાને યાદ કરો. - જ્યારે દેશમાં દુકાળ પડ્યો હતો ત્યારે શ્રેષ્ઠી જગડુશાહે પોતાના અન્નભંડારો સૌને માટે ખુલ્લા મૂકી દીધા હતા, તેમને યાદ કરો. - રાણકપુરના ભવ્ય, અદ્વિતીય મંદિરનું નિર્માણ કરવા ૯૯ કરોડ રૂપિયાનો ૧૧૬ શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #129 -------------------------------------------------------------------------- ________________ વ્યય કરનાર ધનાશા પોરવાડને યાદ કરો. - આ રીતે વર્તમાનકાળમાં પણ પ્રતિવર્ષ અંદાજે એક કરોડ રૂપિયાનું સુકૃત કરનાર એવાં કેટલાંક ધાર્મિક ટ્રસ્ટ છે જે જીવદયા, માનવદયા આદિનાં કાર્યો કરે છે. જે કોઈ નાનું-મોટું દાન કરે છે, તેમની પ્રશંસા કરતા રહેશો તો તમને પણ દાન આપવાની ભાવના જાગ્રત થશે. લક્ષ્મીનો સંચય કરવાની ઈચ્છા નહીં થાય. એક સમ્રાટ એક ધનપતિ : એક સમ્રાટ હતો. પુષ્કળ દાન કરતો હતો. ચારે દિશામાં એની કીર્તિ ફેલાયેલી હતી. રાજાની પ્રજા એના ત્યાગનાં, એની સાદગીનાં, વિનમ્રતાનાં ગુણગાન કરતી. હતી. પરંતુ એ કીર્તિ - પ્રશંસાથી સમ્રાટનું અભિમાન અને અહંકાર વધતાં ગયાં. પરમાત્મા અને સદ્ગથી તે ઘણો દૂર નીકળી ગયો, સમ્રાટ દાન આપતો હતો, યશ વધતો હતો, પરંતુ એનો આત્મા ડૂબતો જતો હતો. સમ્રાટની શાખાઓ વિસ્તરતી જતી હતી, પરંતુ એનાં મૂળ નિર્મૂળ થતાં જતાં હતાં. દાન કરતો હતો સમ્રાટ, પરંતુ ‘દાનધર્મ કરતો ન હતો. એ સમ્રાટનો એક મિત્ર હતો. એની પાસે પુષ્કળ લક્ષ્મી હતી. એ સમયનો એ કુબેર જ હતો. એની સાગર જેવી તિજોરીમાં ચારે બાજુથી ધનની નદીઓ આવીને સમાઈ જતી હતી, પરંતુ જેવો સમ્રાટ દાનેશ્વરી હતો, તેવો આ મિત્ર કંજૂસ હતો. એક પૈસો પણ કોઈનેય આપતો નહીં. સર્વત્ર એની કંજૂસ તરીકે અપકીતિ ફેલાયેલી હતી. ' સમય વીતતો ગયો. સમ્રાટ અને ધનપતિ મિત્ર બંને જણા વૃદ્ધ થઈ ગયા. સમ્રાટ “હું દાની છું એ અભિમાનમાં ઊછળી રહ્યો હતો. ધનપતિઃ હું કોઈ સત્કર્મ કરી ન શક્યો’ એ વિચારથી ખિન્ન મનથી એ આત્મગ્લાનિથી પીડિત હતો. અહંકાર અને આત્મગ્લાનિ એક રીતે તો સમાન જ છે. સમ્રાટ અહંકાર છોડતો નથી, તો કંજૂસ આત્મગ્લાનિ ત્યજતો નથી - બંને દુઃખી થઈ ગયા. પરંતુ ધનપતિના એક સદ્ગુરુ હતા. ધનપતિ એમનો અભિપ્રાય લેવા ગયો. તેણે સદ્ગુરુને કહ્યું અશાન્ત છું, જાણે કે આગમાં બળી રહ્યો છું મારે શાન્તિ જોઈએ છે.' સદ્દગુરુએ પૂછ્યું “તારી પાસે આટલો ધનવૈભવ છે, શક્તિ છે, સામર્થ્ય છે, તો પછી અશાંતિ ક્યાંથી ?” ધનપતિએ કહ્યું હવે મને અનુભવ થઈ ગયો છે કે ધનમાં શાન્તિ નથી, માત્ર ધનથી જ શાન્તિ મળતી નથી!” ગુરુએ કહ્યું: ‘જા, અને તારી તમામ સંપત્તિનું દાન કરી દે, જેની પાસેથી લક્ષ્મી છીનવી લીધી હોય, એને પાછી આપી દે, જેની અનિત્ય ભાવના ૧૧૭ | Page #130 -------------------------------------------------------------------------- ________________ ન પાસે લક્ષ્મી ન હોય એને આપ..... દીન, દિદ્ર હોય તેને દાન આપીને દરિદ્ર, દીન થઈને મારી પાસે આવ.' ધનપતિ ગયો. સર્વસ્વ આપી દીધું. કશું જ એની પાસે ન રહ્યું. તે સદ્ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘આપના કહેવા અનુસાર હુંનિર્ધન બની ગયો છું, હવે તો આપ જ શરણ છો.’ સદગુરુએ કહ્યું : “તેં જે સંપત્તિનું દાન કર્યું, ત્યાગ કર્યો, એ ત્યાગનું અભિમાન પણ છોડી દે, પછી આવ. તે પછી જ તને સાચી શાન્તિ મળશે. તારો મિત્ર સમ્રાટ મહાદાની હોવા છતાં પણ કેમ અશાંત છે ? તેણે લક્ષ્મીનો ત્યાગ કર્યો, પરંતુ ત્યાગનું અભિમાન ત્યજ્યું નથી. એટલા માટે તમે બંને ‘દાનાભિમાન’થી મુક્ત બનો. પરમ શાન્તિથી તમે મરી શકશો. મૃત્યુ નિશ્ચિત છે : જો તમે લક્ષ્મીનો ત્યાગ સ્વેચ્છાએ નહીં કરો તો તમારે સ્વયં લક્ષ્મીનો ત્યાગ કરીને પરલોક જવું પડશે. મહાકાળ નિરંતર જીવોનો ભક્ષ્ય કરે જ છે. તો પણ તે કદી તૃપ્ત થતો નથી. આ વાત ઉપાધ્યાયજી કહે છે. कलयन्नविरतं, जंगमाजंगमं जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैः न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ॥ ८ ॥ આશ્ચર્ય ! સ્થાવર, જંગમ, જગતનું સદૈવ ભક્ષણ કરતો કાળ કદાપિ તૃપ્ત થતો નથી, આવા કાળના હાથોમાં આપણે પણ આવી ગયા છીએ, આપણને પણ એ ભક્ષ્ય બનાવી દેશે. કંહેવાનું તાત્પર્ય એ છે કે મૃત્યુ નિશ્ચિત છે. ધનસંપત્તિ અહીં જ રહેશે અને જીવ પરલોક ચાલ્યો જશે ! ધનસંપત્તિ પામવા માટે મન-વચન-કાયાથી કરેલાં પાપ, હિંસા, અસત્ય, ચોરી, અનીતિ વગેરે જીવની સાથે પરલોક જશે; અને પાપોનાં પોટલા સાથે જે પરલોક જાય છે, એને કઈ ગતિમાં જવું પડે છે, તે જાણો છો? સભામાંથી નરકમાં ! : મહારાજશ્રી ઃ છતાં પણ પાપોનાં પોટલાં બાંધતા જાઓ છો ? નરકનાં દુઃખોથી નિર્ભય થઈ ગયા છો ? નરકની વેદનાઓ કદી યાદ કરો છો ? નરકનાં દુઃખોનું લિસ્ટ તમારા બેડરૂમમાં અગર ડ્રોઇંગરૂમમાં રાખી મૂકો. નરકમાં જવું એટલે ગાર્ડનમાં જવું એવું નથી. હિટલરના ગેસ ચેમ્બર કરતાં પણ ભયંકર નરક છે ! ગેસ ચેમ્બરમાં એક વાર મોત થાય છે, જ્યારે નરકમાં વારંવાર ઘોર દુઃખ સહન કરવાં પડે છે. શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ નરક-ગતિની વેદનાઓ: સભામાંથી નરકમાં કેવી વેદનાઓ હોય છે? મહારાજશ્રી ત્યાં ૧૦ પ્રકારની ક્ષેત્રવેદના હોય છે : ૧. આહાય પુદ્ગલોનું બંધનઃ પ્રતિસમય આહારાદિ પુદ્ગલોની સાથે જે બંધન હોય છે, તે પ્રદીપ્ત અગ્નિ કરતાંય ભયંકર હોય છે. ૨. ગતિઃ ગધેડાની ચાલ કરતાં પણ નારકોની ચાલ અતિ અશુભ હોય છે. તપ્ત લોઢાની ભૂમિ ઉપર પગ મૂકવાથી જે વેદના થાય છે એવી વેદના હોય છે. અતિ ભયંકર વેદના નરકની જમીન ઉપર ચાલવાથી થાય છે. ૩. સંસ્થાન જે પક્ષીની પાંખો કપાઈ ગઈ હોય એ કેવું લાગે છે? એનાથી ખરાબ એમનું સંસ્થાન હોય છે. ૪. ભેદ ભીંત ઉપરથી જે પુદ્ગલો પડે છે, તે શસ્ત્રની ધારથીય વધારે પીડાકારી હોય છે. ૫. વર્ણઃ અંધકારમય, ભયંકર અને મલિન, ભૂભાગ, શ્લેષ્મ, વિષ્ટા-મૂત્ર, કફ વગેરે બિભત્સ પદાર્થોથી લિપ્ત હોય છે. માંસ, કેશ, હાડકાં, દાંત અને ચામડાંથી આચ્છાદિત ભૂમિ સ્મશાનભૂમિ જેવી હોય છે. ગંધ સડેલાં પશુઓના મૃતકલેવરોની દુર્ગધથી પણ વધારે ખરાબ દુર્ગધ ત્યાં હોય છે. ૭. રસઃ અતિ કડવો રસ હોય છે. ૮. સ્પર્શ અગ્નિ અને વીંછીના સ્પર્શથીય વધારે તીવ્ર હોય છે. ૯ પરિણામ અતિ વ્યથાકારી હોય છે. ૧૦. શબ્દ સતત પીડાઓથી કરુણ કલ્પાંત કરતા જીવોના સ્વર જેવો સ્વર હોય છે. સાંભળવા માત્રથી દુઃખદ હોય છે. આ સિવાય, શીતળતા, ઉષ્ણતા, સુધા, તૃષા, ખણજ વગેરેની પરવશતા, જ્વરની, દાહની, ભયની અને શોકની વેદનાઓ તીવ્ર હોય છે. પરમાધામ દેવોની તરફથી ઘણું ઉત્પીડન થાય છે, એ અલગ છે. પરસ્પરની કાપાકાપી, મારામારી થાય છે, એ પણ વધારાનું. ઉપસંહાર : એટલા માટે એવાં પાપ ન કરો કે જે નરકમાં લઈ જાય. ‘અનિત્ય ભાવના'નું ચિંતન કરતાં અનિત્ય ભાવના ૧૧૯] Page #132 -------------------------------------------------------------------------- ________________ શરીરની અનિત્યતા, આયુષ્યની અનિત્યતા, યૌવનની અનિત્યતા, – વિષયોની અનિત્યતા, – સંપત્તિ-લક્ષ્મીની અનિત્યતા, – સંબંધોની અનિત્યતા. આ બધાંનું ચિંતન કરતા રહો. વૃદ્ધત્વની પરાધીનતાની અને મહાકાળ-મૃત્યુની ભયંકરતાનું ચિંતન કરતા રહો. આનાથી કોઈ પાપ તીવ્રતાયુક્ત નહીં બને. તીવ્રતાથી કર્મબંધન નહીં થાય. નરકાદિ દુતિમાં જવું નહીં પડે. આજે બસ, આટલું જ. ૧૨૦ શાન્તસુધારસ : ભાગ ૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ શિlGીસ્@ારી ) પ્રવચન ૧૨ ૫. અનિત્ય ભાવના - સંકલના : • આત્મસ્વરૂપની ઓળખાણ કરી લો. • પરમાનન્દ-પંચવિંશતિમાં આત્માનો પરિચય. આત્મા શરીરમાં છે. • યોગી જ આત્મદર્શન કરી શકે. આ જ જન્મમાં ઉત્સવ ઉજવી લો. ભીતરનો ઉત્સવ એકાન્તમાં. યોગીપુરુષ કેવા હોય? પ્રશમસુખ એટલે મોક્ષસુખ. • મોક્ષ અહીં જ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવનાનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ગાય છે કે नित्यमेकं चिदानन्दयमात्मनो स्पमभिस्प्य सुखमनुभवेयम् । ' प्रशमरसनवसुधापानविनयोत्सवो . भवतु सततं सतामिह भवेऽयम् ॥९॥ બધું જ અનિત્ય, ક્ષણિક અને ક્ષણભંગુર છે; તો નિત્ય શું છે? શાશ્વતું શું છે? આનંદમય શું છે? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો છે કે નિત્ય અને ચિદાનન્દમય એકમાત્ર આત્મા છે. એ આત્માના સ્વરૂપની ઓળખ કરી લો અને સ્વાભાવિક આત્મસુખની અનુભૂતિ કરો. આ અનિત્ય ભાવનાના ચિંતનથી અંદરમાં “પ્રશમરસ' ઉત્પન થશે ઉપશમરસનું અભિનવ અમૃતપાન કરતા રહો. અપૂર્વ આનન્દોત્સવ, પરમાનન્દોત્સવ તમારી અંદર જામશે. આવો ઉત્સવ સપુરુષોને આ જન્મમાં પ્રાપ્ત થાઓ.’ આત્માની ઓળખ કરી લો : જે અનિત્ય, ક્ષણિક છે એવા શરીર, યૌવન, આયુષ્ય, વૈષયિક સુખ, સ્વજન સંબંધ, સંપત્તિ વગેરેની ઓળખાણ કરી લીધી; એમનું મમત્વ, આસક્તિ, રાગ-મોહ છૂટી ગયા. હવે એવા નિત્ય-શાશ્વત્ તત્ત્વની સાથે મમત્વ જોડવાનું છે કે જેનાથી અંદર આનંદોત્સવ થાય, પરમાનંદની અનુભૂતિ થાય. એવું એક જ તત્ત્વ છે - અને તે આત્મતત્ત્વ. આપણા દેહમાં જ એ આત્મતત્ત્વ રહેલું છે. અંદર જ છે. અંદર જોવા માટે ધ્યાન કરવું જોઈએ. જે ધ્યાન નથી કરી શકતા તેઓ પોતાના જ શરીરમાં રહેલા પરમાનંદમય, નિર્વિકાર, નિરામય આત્માને જોઈ શકતા નથી, ઓળખાણ કરી શકતા નથી. ધ્યાનમગ્ન યોગીપુરુષોએ આત્માની ઓળખાણ કરી છે, એ આ પ્રકારની છે? अनन्तसुखसंपन्नं, ज्ञानामृत-पयोधरं । अनन्तवीर्यसंपन्नं, दर्शनं परमात्मनः ॥ निर्विकारं निराहारं, सर्वसंगविवर्जितं । परमानन्दसंपन्नं - शुद्धं चैतन्यलक्षणम् ॥ आनन्दस्पं, परमात्मतत्त्वं समस्त संकल्पविकल्पमुक्तम् । ૧૨૨ શાન્તસુધારસ : ભાગ ૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ - स्वभावलीना निवसन्ति नित्यं जानाति योगी स्वयमेव तत्त्वम् ॥ सदानन्दमयं शुद्धं, निराकारं निरामयम् । અનન્તમુદ્ધસંપન્ન, સર્વસંગ-વિવનિતમ્ ॥ પરમાાસંપન્ન, રાગદ્વેષ-વિવખિતમ્ । सोऽहं देहमध्येषु, यो जानाति सः पंडितः ॥ आकाररहितं शुद्धं, स्वस्वस्पे व्यवस्थितम् । સિદ્ધાવષ્ટમુળોપેત, નિવિદ્માં, નિમવમ્ ।। तत्सदृशं निजात्मानं, परमानन्दकारणम् 1 संसेवते निजात्मानं, यो जानाति सः पंडितः ॥ ‘પરમાનંદ-પંચવિંશતિમાં આ રીતે આત્માની ઓળખાણ કરાવવામાં આવી છે. ‘શરીરની અંદર રહેલો પરમ વિશુદ્ધ આત્મા અનંત સુખમય છે. જ્ઞાનામૃતથી ભર્યાભર્યા વાદળ જેવો છે; અનંત શક્તિશાળી છે.’- આ રીતે આત્માનાં દર્શન . કરો. નિર્વિકાર છે, નિરાહાર છે. સર્વ પ્રકારના સંગ-આસંગ વગરનો છે. પરમાનંદથી પરિપૂર્ણ છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. આ પરમ વિશુદ્ધ આત્મતત્ત્વ આનંદરૂપ છે. સર્વ સંકલ્પવિકલ્પોથી રહિત છે. સ્વ-ભાવમાં લીન એવા આત્મતત્ત્વને યોગીપુરુષો સ્વયમેવ જાણે છે. સદૈવ આનંદમય, શુદ્ધ, નિરાકાર, નિરામય, અનંત સુખમય અને સર્વ બંધનોથી આત્મતત્ત્વ મુક્ત છે. ‘પરમ પ્રસન્નતાથી પરિપૂર્ણ, રાગદ્વેષથી રહિત, ‘સોક્હમ્' એવો હું દેહમાં રહેલો છું' - જે જાણે છે તે વિદ્વાન્ છે. – આકારરહિત, શુદ્ધ સ્વસ્વરૂપમાં સ્થિત સિદ્ધ પરમાત્માના આઠ ગુણોથી યુક્ત નિર્વિકાર અને નિરામય છે આત્મતત્ત્વ ! એ સિદ્ધાત્માની સમાન પોતાના આત્માને જે જાણે છે, તે ૫૨માનંદનું કારણ બને છે. આ રીતે નિજાત્માને જે જાણે છે, તે પંડિત-વિદ્વાન્ છે. આ તો સાત શ્લોકોના અર્થ બતાવ્યા, હવે આત્માના ગુણોનું ક્રમશઃ લિસ્ટ સાંભળી લો; એનાથી શુદ્ધ આત્માનો સારો પરિચય થશે. અનિત્ય ભાવના ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ i અનંત સુખમય v સંકલ્પ-વિકલ્પથી મુક્ત - જ્ઞાનામૃતથી પરિપૂર્ણ v સ્વભાવલીના . અનંત શક્તિશાળી નિરાકાર નિર્વિકાર 1 નિરામય નિરાહાર . બંધનમુક્ત 1 અસંગ : પ્રસન્નતાથી પરિપૂર્ણ v પરમાનંદથી પૂર્ણ . રાગદ્વેષરહિત પ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ | સિદ્ધાત્મ-સદ્ગશ | આનંદરૂપ આવો આત્મા શરીરમાં છે ! આવો આત્મા આપણા શરીરમાં રહેલો છે. પરંતુ આવા આત્માને ધ્યાનવીના ન પત્તિ | જે મનુષ્ય ધ્યાની નથી તે જોઈ શકતો નથી. જેમ જન્મ-અંધ વ્યક્તિ સૂર્યને જોઈ શકતો નથી તેમ. ધ્યાની એવો યોગીપુરુષ જ જોઈ શકે છે. . એવું ધ્યાન કરવું જોઈએ કે જેનાથી મન વિલીન થઈ જાય અને તત્ક્ષણ શુદ્ધ આનંદમય આત્માનું દર્શન થઈ જાય. तद्ध्यानं क्रियते भव्यं मनो येन विलीयते । શરીરની અંદર જ જોવાનું છે. શરીરમાં વ્યાપ્ત આત્માને જ જોવાનો છે. જે રીતે પાષાણોમાં સોનું હોય છે, દૂધમાં ઘી રહેલું છે અને તલમાં તેલ હોય છે, એ રીતે દેહમાં આત્મા વસેલો છે. જે રીતે લાકડામાં અગ્નિ શક્તિરૂપ હોય છે એ રીતે આ આત્મા સ્વભાવથી નિર્મળ શરીરમાં રહેલો છે. કહેવામાં આવ્યું છે – पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ काष्ठमध्ये यथा वह्निः शक्तिस्पेण तिष्ठति । अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः ॥ યોગી જ આત્મદર્શન કરે છે? શરીરનું મમત્વ, મોહ તોડવા માટે કેવી રીતે શરીરમાં માંસ, મજ્જા, રુધિર, વિષ્ટા ઈત્યાદિ બિભત્સ પદાર્થો જોવાના હોય છે, એ જ રીતે આત્મા સાથે મમત્વ જોડવા માટે આ જ શરીરમાં રહેલ નિર્મળ, નિરાકાર, નિરામય, નિર્વિકાર અને ૧૨૪ | શાન્તસુધારસ : ભાગ ૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ નિરાહાર આત્માનાં દર્શન કરવાનાં છે, ધ્યાનથી જ આ દર્શન થઈ શકે. આવું ધ્યાન એ સત્પરષો કરી શકે કે જેમને શુદ્ધ આત્મસ્વરૂપમાં વિશ્રાન્તિ પ્રિય લાગે છે, એમાં જ જેમને રમણતા પ્રિય લાગે છે. મહામુનિ દેવચંદ્રજીએ ગાયું છે - આતમ તત્વાવલંબી, રમતા આતમરામ, શુદ્ધ સ્વરૂપને ભોગે, યોગે જસુ વિસરામ. સર્વપ્રથમ તો સ્વગુણોના ચિંતનમાં મન નિમગ્ન હોવું જોઈએ. પછી અંદર રહેલા આત્મસત્તા તરફ જોવાનું છે. પરભાવથી, પુદ્ગલભાવથી મનને સંપૂર્ણતયા મુક્ત કરવું પડશે. શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે - સ્વગુણ-ચિંતન રસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાળે. એવો યોગીપુરુષ તેહ સમતારસ તત્ત્વ સાથે, આ નિશ્ચલાનંદ અનુભવ આરાધે. સમતારસની, પ્રશમરસની અનુભૂતિ કરવાની છે અને નિશ્ચલ આનંદ-પરમાનંદ પામવો એ જ યોગીપુરુષોનો ઉત્સવ હોય છે. જેયોગીપુરુષોની બુદ્ધિ આત્મગુણોના ચિંતનમાં ડૂબે છે અને જેમને આત્મસત્તા જ દેખાય છે, એ યોગીપુરુષો પોતાના આત્મગુણોના આયુધ-શસ્ત્રથી કર્મોનો નાશ કરે છે, ભરપૂર કમનિર્જરા કરે છે. સ્વગુણ આયુધ થકી કમ ચૂરે. અસંખ્યાત ગુણ નિર્જરા તેહ પૂરે. જેમ જેમ કમનિર્જરા થતી જાય છે, તેમ તેમ આત્માને અભિનવ પ્રશમસુખનો અનુભવ થતો જાય છે. એ જ પુરુષોનો મહોત્સવ છે. આ જન્મમાં જ ઉત્સવ મનાવી લો : યોગી-જ્ઞાની મહાપુરુષોનો ઉત્સવ અંદર પ્રકટે છે. આ ઉત્સવની મજા વર્ણનાતીત....શબ્દાતીત હોય છે. એટલે કે આ પ્રશમસુખની અભિનવ અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. કાવ્યમાં ગાઈ ન શકાય! દુનિયાની કોઈ ઉપમા આપીને સમજાવી ન શકીએ. આ તો યોગીપુરુષોનો નિજ-ઉત્સવ હોય છે. સ્વયંનો નિજાનંદ હોય છે. મોક્ષસુખ તો દૂર છે, પરંતુ એવું જ – એની સમકક્ષ પ્રશમસુખ અહીં જ અનુભવે છે. [ અનિત્ય ભાવના Page #138 -------------------------------------------------------------------------- ________________ दूरे मोक्षसुखं, प्रत्यक्ष प्रशमसुखम् । જે સાધકો અહીં, આ જન્મમાં પ્રશમસુખનો અનુભવ નથી કરી શકતા તે મોક્ષસુખ નથી પામી શકતા - એટલા માટે આ જન્મમાં પ્રશમસુખનું અમૃતપાન કરતાં આત્મોત્સવ મનાવવા માટે ઉપાધ્યાયજી પ્રેરણા આપે છે. જેવી રીતે પૃથ્વીનો ઉત્સવ ઋતુઓ દ્વારા પ્રકટે છે, વૃક્ષોનો ઉત્સવ વસંત દ્વારા પ્રકટે છે અને વસંતોત્સવ કોકિલના કૂજન દ્વારા વ્યક્ત થાય છે, પુષ્પોનો ઉત્સવ એમની સુવાસ દ્વારા હોય છે, આકાશનો ઉત્સવ મૌનથી પ્રકટે છે, વિદ્યા પોતાનો ઉત્સવ વિવેક દ્વારા અભિવ્યક્ત કરે છે, એમ યોગીપુરુષોનો, સપુરુષોનો ઉત્સવ પ્રશમરસના અમૃતપાન દ્વારા પ્રકટ થાય છે. આત્મતત્ત્વની અનુભૂતિ થતાં યોગીપુરુષ, સપુરુષ, ચિદાનન્દથી વિભોર થઈ જાય છે અને ગાવા લાગે છે? स एव परमं ब्रह्म, स एव जिनपुंगवः । स एव परमं चित्तं, स एव परमो गुरुः ॥ स एव परमं ज्योतिः, स एव परमं तपः । स एव परमं ध्यानं, स एव परमात्मकम् ॥ स एव सर्वकल्याणं, स एव सुखभाजनम् । स एव शुद्धचिदूपं, स एव परमः शिवः ॥ स एव परमानन्दः, स एव सुखदायकः । स एव परचैतन्यं, स एव गुणसागरः ॥ परमालादसंपन्नं, रागद्वेषविवर्जितम् । सोऽहं देहमध्येषु, यो जानाति सः पंडितः ॥ • પર્વ એટલે કે શરીરમાં વસેલો આત્મા, એ મારો આત્મા જ પરમબ્રહ્મ છે, એ જ જિનેશ્વર છે, એ જ પરમ ચિત્ત છે અને એ જ પરમ ગુરુ છે. • આ જ મારા દેહમાં રહેલ આત્મા જ પરમ જ્યોતિ છે. એ જ પરમ તપ છે. એ જ પરમ ધ્યાન છે અને એ જ પરમ આત્મા છે. એ આત્મા જ સર્વ કલ્યાણરૂપ છે અને એ જ સુખભંડાર છે. એ જ શુદ્ધ ચિરૂપ છે અને એ જ પરમ શિવ છે. • એ જ મારો પરમાનંદ છે, એ જ સુખદાયક છે, એ જ પરમ ચૈતન્ય છે અને એ જ ગુણસાગર છે. | ૧૨૬ શાન્તસુધારસઃ ભાગ ૧ | Page #139 -------------------------------------------------------------------------- ________________ • એ જ મારો પરમ આહ્વાદ છે... વીતરાગ છે, વીતદ્વેષ છે. • સોડમ્...સોદોડમ.. હું તે જ છું, હું તે જ છું. હું તે જ છું. • આ પ્રશમરસના અમૃતપાનથી જે ભીતરમાં ઉત્સવ જામે છે, એનું કાવ્ય છે, આનંદોર્મિનું ગીત છે. ચિદાનંદ જ મસ્તીમાં સ્કુરિત શબ્દાવલી છે. તમારે ઉત્સવ...અંદરનો ઉત્સવ મનાવવો છે? તો તમે બહારના ઉત્સવનો મોહ ત્યજીને અંદર ઊતરી જાઓ. સમગ્રતયા ભીતરમાં ચાલ્યા જાઓ. ૧૫-૨૦ મિનિટ માટે, અડધા કલાક માટે, કલાક માટે અંદર સ્થિર થઈ જાઓ - પાંચ શ્લોકો ગાઓ. જ્યોતિ સ્વરૂપ આત્માની કલ્પના કરીને આ પાંચ શ્લોકોનું ગાન કરો. ભીતરનો ઉત્સવ એકાન્તમાં: જો તમે એવો આનંદભરપૂર ઉત્સવ મનાવવા માગતા હો તો પહેલું કામ કરો - રાગ-દ્વેષી લોકોની ભીડથી દૂર રહેવાનું. એટલા માટે આપણાં તીર્થો પહાડો ઉપર બન્યાં છે. પરંતુ વર્તમાનમાં ત્યાં પણ લોકોની ભીડ થવા લાગી છે. એટલા માટે જ્યાં લોકો ન આવતાં હોય, યા તો અતિ અલ્પ પ્રમાણમાં આવતા હોય, એવા પહાડ ઉપર ચાલ્યા જાઓ. જેમ કે તારંગાજીની ઉપર સિદ્ધશિલાની ગુફામાં જઈને બેસો. અથવા ગિરનારની કોઈ ગુફાની પસંદગી કરો અને ત્યાં એકાદ વાર અડધો કલાક બેસો અને ઉત્સવ મનાવો, અથવા રાણકપુરના કોઈ નિર્જન મંદિરમાં અથવા પહાડોમાં જઈને ઉત્સવ મનાવી લો. આ ઉત્સવમાં એકાન્ત અને મૌન જોઈએ. વાણી અને વિચારોનું મૌન ! पुद्गलेष्वप्रवृत्तिस्तु योगिनां मौनमुत्तमम् !' પુદ્ગલભાવોની મનમાં પ્રવૃત્તિ ન થવી એ યોગીઓનું ઉત્તમ મૌન છે. જ્યારે “તમારું મન, તમારી બુદ્ધિ આત્મભાવોમાં જ લીન બને, તો પછી પુદ્ગલભાવોમાં જશે જ ક્યાંથી? આપણી પ્રાચીન પરંપરામાં સાધક પુરુષ - શ્રાવક હોય કે સાધુ હોય, ગૃહસ્થ હોય યા સંન્યાસી હોય, જેને ચિદાનંદનો, પ્રશમાનંદનો ઉત્સવ મનાવવો હોય તે રાત્રિએ નગરની બહાર, શૂન્ય ઘરોમાં, ખંડેરોમાં...સ્મશાનમાં ચાલ્યા જાય છે. એમને ત્યાં એકાન્ત મળતું હતું. તેઓ રાતભર ત્યાં કાયોત્સર્ગ ધ્યાનમાં આ જ પરમાનંદનો, પરમાલાદનો, પરમ જ્યોતિનો ઉત્સવ મનાવતા હતા. તેઓ ‘તોડસોર.. સોના નાદથી ડોલી ઊઠતા હતા; સિદ્ધસ્વરૂપનું તાદાભ્ય પામીને પરમાનંદની અનુભૂતિ કરતા હતા. અનિત્ય ભાવના ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ આવા શ્રાવકો પણ હતા. સુદર્શન વગેરેનાં દૃષ્ટાંત આપણે શાસ્ત્રોમાં, આગમોમાં વાંચીએ છીએ. મુનિ, યોગી સાધુઓનાં તો અનેક દૃષ્ટાંતો વાંચવા મળે છે. તેઓ નિર્ભય હતા, ઇન્દ્રિયવિજેતાઓ હતા, વીર અને ધીર હતા. અંદરનો ઉત્સવ તો આવા સત્પુરુષો જ મનાવી શકે છે. આવા સત્પુરુષો જે રીતે એકાન્તપ્રિય અને મૌનવ્રતધારી હતા, તેઓ સહજરૂપથી તપસ્વી હતા. આહારપાણી વગર તેઓ કેટલાય દિવસો સુધી પોતાની આરાધનામાં નિરત રહી શકતા હતા. લોકસંપર્કથી તેઓ દૂર રહેતા હતા. ચિદાનંદની મસ્તીમાં ખાવુંપીવું.... એમને યાદ પણ આવતું ન હતું, તેઓ તો અમૃતપાન કરતા હતા - ‘પ્રશમરસ’નું ‘અમૃતપાન !’ યોગીપુરુષ કેવા હોય છે ? : પ્રશ્ન ઃ આપ કહો છો એવા યોગીપુરુષો કેવા હોય છે ? ઉત્તર ઃ આત્મધ્યાન કરનારા અને પરમાનંદનો ઉત્સવ મનાવનારા યોગી ૧૨ યોગ્યતાવાળા હોય છે. સાંભળો, એ યોગ્યતાઓ બતાવું છું : ૭. લયયોગમાં તત્પર ૮. વીર્યવાન ૯. દયાવાન ૧૦. સત્યવાદી ૧૧. શ્રદ્ધાવાન ૧૨. યોગાભ્યાસમાં તત્પર ૧. સ્થિર બુદ્ધિવાળા ૨. સ્વાધીન ૩. વિશાળ હૃદયવાળા ૪. ક્ષમાશીલ વીર ૫. ૬. ગુરુચરણપૂજક આવો સાધક જ આત્મધ્યાન કરવા યોગ્ય અને અધિકારી હોય છે. આવો યોગીપુરુષ કદાચ પોતાના આત્માનો ‘જિનસ્વરૂપ’ બનીને આરાધના કરે છે, તો તે ‘જિનસ્વરૂપ’ બની જાય છે. મહાયોગી શ્રી આનંદઘનજી કહે છે - જિનસ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હોવે છે. પોતાના આત્માને જિનસ્વરૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ જોવો અને એના ઉપર એકાગ્ર થવું, એને માટે સંભવિત છે કે જે હમણાં મેં બતાવ્યું એવું વ્યક્તિત્વ ધરાવતો હોય. શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તવના કરતાં શ્રીમદ્ આનંદઘનજીએ ગાયું છે ઃ માન-અપમાન-ચિત્ત સમ ગણે સમ ગણે કનક-પાષાણ રે. વૈદક-નિંદક સમ ગણે, ઇસ્યો હોય તું જાણ રે....શાન્તિ. શાન્તસુધારસ : ભાગ ૧ ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ સર્વ જગ જંતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે મુક્તિ-સંસાર બિહુ સમ ગણે. મુણે ભવ જલનિધિ નાવરે ન માન-સન્માન એમના મનમાં રાગજન્ય ચંચળતા પેદા કરી શકે છે કે ન અપમાન-તિરસ્કાર દ્વેષજન્ય ચંચળતાને જન્મ આપી શકે છે. યોગીપુરષો માનઅપમાનને સમાન ગણે છે. એમની સામે સવર્ણનો ઢગલો હોય યા તો પાષાણના પહાડ હોય, યોગીઓની જ્ઞાનવૃષ્ટિમાં બંને સમાન હોય છે. સમગ્ર વિશ્વના સર્વ જીવોને યોગી સમાન રૂપથી જુએ છે. એમની દ્રષ્ટિમાં નથી હોતો રાજા-રંકનો ભેદ, ન તો શ્રીમંત-ગરીબનો ભેદ સમગ્ર જીવસૃષ્ટિને સમાન રૂપે જુએ છે. એટલે કે દરેક આત્માને એના શુદ્ધ રૂપમાં જુએ છે. સર્વ જીવોનું વિશુદ્ધ સ્વરૂપ તો સમાન જ હોય છે. તેમની સમક્ષ ઘાસ હોય યા મણિ-માણેક, યોગીઓના ચિત્તમાં કોઈ ભેદ નથી હોતો. ન ઘાસ પ્રત્યે તુચ્છ ભાવ, ન મણિ-માણેક પ્રત્યે ઉત્તમતાનો ભાવ હોતો. અરે. એમના મનમાં તો સંસાર અને મોક્ષની વચ્ચે પણ કોઈ ભેદ નથી હોતો! બંને પ્રતિ સમાન ભાવ ! આ છે સમતાભાવ, આ છે પ્રશમભાવ; આ સમત્વનો ઉત્સવયોગીઓ મનાવે છે, પોતાની અંદર જ. ઉત્સવ મનાવતાં ભાવવિભોર બનીને આનંદઘનજી ગાવા લાગે છેઃ અહો ! અહો ! હું મુજને કહું નમો મુજ! નમો મુજ૨. પોતાના આત્માનું પરમાત્માનું સ્વરૂપ, પરમાનંદસ્વરૂપ જોઈ લીધું અને એ ગાવા લાગ્યા અને પોતાના જ આત્માને નમસ્કાર કરવા લાગ્યા. “નમો મુજ, નમો મુજ.” બોલતા નાચવા લાગ્યા. આને કહે છે: યોગીનો ઉત્સવ, પ્રશમભાવના અમૃતનો ઉત્સવ! પ્રશમસુખ એટલે મોક્ષસુખઃ ઉપાધ્યાયજીએ જે પ્રશમસુખના સુધારાન-ઉત્સવની વાત કરી છે.... એ ખૂબ રહસ્યભૂત અને અદ્ભુત વાત છે. પ્રશમરસના વિષયમાં મહાજ્ઞાની ભગવાન ઉમાસ્વાતીજીએ પ્રશમરતિ' ગ્રંથની રચના કરી છે. એ ગ્રંથમાં “પ્રશમસુખ ને તેમણે પ્રત્યક્ષ મોક્ષસુખ કહ્યું છે. स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ॥ २३७ ॥ સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો અત્યંત પરોક્ષ છે. જ્યારે [ અનિત્ય ભાવના ૧૨૯ | Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશમસુખ પ્રત્યક્ષ છે, સ્વાધીન છે અને શાશ્વત્ છે. આ પૃથ્વી ઉપર, આ સંસારમાં જો મોક્ષસુખ જોઈતું હોય તો તે છે ‘પ્રશમસુખ.’ જે આત્માઓની પાસે, આ ‘પ્રશમસુખ’ છે તેમને સ્વર્ગનાં સુખની ઇચ્છા થતી નથી. મોક્ષસુખની પણ તમન્ના રહેતી નથી. તેઓ તો મોક્ષેઽવિ અનિચ્છા ધરાવે છે. આ પ્રશમસુખ પામવા માટે કોઈ પણ પ્રકારની ગુલામી કરવાની નથી. તમારા અંતરાત્મા પાસેથી જ આ સુખ મળી જશે. મળ્યા પછી એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા પણ કરવાની નથી. કારણ કે એ સુખ ઇન્દ્રિયાતીત છે. આત્માનું સુખ આત્માએ, આત્મામાં જ, આત્મા માટે અનુભવવાનું છે. તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવો, પરંતુ એ ઓછું નહીં થાય. આ સુખ છે જ એવું કે જેમ જેમ ભોગવતા જશો, તેમ તેમ વધતું જ જશે. આ પ્રશમસુખની પ્રાપ્તિ થતાં ભૌતિક, વૈષયિક સુખોની ઇચ્છા જ મૃતપ્રાયઃ થઈ જાય છે. અપૂર્વ અને અદ્ભુત પ્રશમસુખમાં ડૂબેલો આત્મા મોક્ષસુખની અનુભૂતિમાં ઊંડો ઊતરે છે અને ભવ્ય ઉત્સવ મનાવે છે. મોક્ષ અહીં જ છે !: ભગવાન ઉમાસ્વાતિજીએ આગળ વધીને કહ્યું છે - निर्जितमदमदनानां, वाक्कायमनोविकार रहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ २३८ ॥ જેમણે મદ અને કામને જીતી લીધા છે, જેઓ મન-વચન અને કાયાના વિકારોથી મુક્ત છે, જેમની ૫૨૫દાર્થોની આશાઓ વિનષ્ટ થઈ ગઈ છે; એવા સુવિહિત યોગીઓ માટે અહીં જ મોક્ષ છે ! તાત્પર્ય છે - - - – અનુકૂળતાઓની ઉત્સુકતા ઉખાડીને ફેંકી દેવાની છે. કરેલા ઉપકારોના બદલાની આશા રાખવાની નથી. - માન-સન્માનની આશા છોડી દેવાની છે. આદરસત્કારની અપેક્ષા ત્યજી દેવાની છે. પ્રિય વચનની આશંસાનો ત્યાગ કરવાનો છે. ૧૩૦ મદ અને મદન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે, કારણ કે આત્યંતિક રૂપે અસ્વસ્થ બનાવનાર જો કોઈ હોય તો તે આ બે મદ અને મદન (કામદેવ) જ છે ! માન અને કામ. મનોવિકારોને દૂર કરવા પડશે. શાન્તસુધારસ : ભાગ ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ - વચનવિકારોનેય દૂર કરવા પડશે. - કાયાના વિકારોને પણ મૂળથી ઉખેડી નાખવા પડશે. આ બધુ યોગીપુરુષો કરી શકે છે અને એ જ મોક્ષસુખસટ્વેશ પ્રશમસુખનો અનુભવ કરી શકે છે. આ ભવમાં જ પ્રશમસુખાનુભવનો ઉત્સવ થતો રહે છે. भवतु सततं सतामिह भवेऽयम् । શ્રી વિનયવિજયજી આવી ભાવના વ્યક્ત કરે છે "મવતું - પ્રશમસુખનો અનુભવ.... ઉત્સવ સતત થતો રહો ! આ જન્મમાં જ આપણે પણ આવા પ્રશમસુખનું અમૃતપાન કરતા રહીએ અને ઉત્સવ મનાવતા રહીએ, એ જ શુભ કામના. આજે બસ, આટલું જ. છે અનિત્ય ભાવના ૧૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ Qllodeaza પ્રવચન ૧૩ ૧. અશરણ ભાવના : સંકલના : મૃત્યુ સવપરિ મૃત્યુની સામે સહુ અશરણ મદોન્મત્ત ન બનો મૃત્યુ સામે ઊભું છે. ગુણનિધાન લોકો પણ ચાલ્યા જાય છે. આયુષ્યકર્મનું વિજ્ઞાન સમજો. “સુભૂમ’ ચક્રવર્તી • દ્વારિકા બળી જાય છે. નિયાણું એટલે શું? શ્રીકૃષ્ણની દ્વારિકામાં ઘોષણા. ભગવાન નેમનાથ ગિરનાર પર • દ્વૈપાયન ઋષિ મરીને અગ્નિકુમાર દેવ. Page #145 -------------------------------------------------------------------------- ________________ ये षट्खण्डमहीमहीनतरसा निर्जित्य बभाजिरे, . ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमानाहठादत्राणाः शरणाय हा दशदिशः प्रेक्षन्त दीनाननाः ॥७॥ અશરણ ભાવનાનો પ્રારંભ કરતાં ઉપાધ્યાયજી વિનયવિજયજી કહે છે : પોતાના અતુલ પરાક્રમથી સમગ્ર પૃથ્વી ઉપર વિજય પામનાર સમ્રાટ ચક્રવર્તી અને પોતાની અજેય શક્તિથી ઉન્મત્ત અને અપૂર્વ હર્ષથી સદેવ આનંદિત રહેનાર દેવદેવેન્દ્ર, જ્યારે તેમના શરીર ઉપર નિર્દય યમરાજ બળાત્કાર કરે છે અને પોતાના તીક્ષ્ણ દાંતોથી એમને ચીરી નાખે છે, ત્યારે તે સમ્રાટ, ચક્રવર્તી, દેવ અને દેવેન્દ્ર હીનદિીન બનીને અશરણ સ્થિતિમાં ચારે તરફ જોતા રહે છે, પણ એમને કોઈ બચાવી શકતું નથી.' અનંત જન્મોથી જીવોની સાથે અસંખ્ય વાસનાઓ જડાયેલી છે. આહારની વાસના, ભયની વાસના, મૈથુનની વાસના અને પરિગ્રહની વાસના - આ ચાર વાસનાઓ મુખ્ય છે. આ વાસનાઓ જીવોને દુઃખી કરે છે. એટલા માટે પરમ કરુણાવંત જ્ઞનીપુરુષોએ વાસનાઓ ઉપર વિજય પામવાનો, વાસનાઓને નષ્ટ કરવાનો ઉપદેશ આપ્યો. વાસનાઓ ઉપર ભાવનાઓથી વિજય પામી શકાય છે. વાસનાઓ ઉપર વિજય પામવાનો સર્વોત્તમ ઉપાય છે - ભાવનાઓ. ચાર પ્રમુખ વાસનાઓમાં એક છે - ભયની વાસના. જન્મથી મૃત્યુ સુધી કેટલાક ભયોની સાથે મનુષ્ય જીવે છે. પ્રિયના વિયોગનો ભય, અપ્રિયના સંયોગનો ભય. આ બે મુખ્ય ભય છે. સ્વજન, પરિજન, સંપત્તિવૈભવ, શરીર વગેરે પ્રિય પદાર્થો છે. એ બધા ચાલ્યા ન જાય, નષ્ટ થઈ જાય, ચોરાઈ ન જાય એ બાબતને લઈને મનુષ્ય ભયાક્રાન્ત રહે છે. જેમ કોઈ પ્રિય વસ્તુ હોય છે તેમ અપ્રિય વસ્તુ પણ હોય છે. રોગ, શોક, સ્વજન-વિયોગ, દુર્જન-સંયોગ, વૃદ્ધત્વ અને મૃત્યુ...આ બધાથી પણ મનુષ્ય ભયભીત રહેતો હોય છે. ભયથી બચવા માટે તે કોઈક રક્ષા ઈચ્છે છે, કોઈ શરણ ઈચ્છે છે. જે કોઈ એનું ભયથી રક્ષણ કરે છે, એને શરણે એ જાય છે. હા, બીજા બધા ભયોથી બચાવનારા, શરણ આપનારા કદાચ મળી પણ જાય છે, પરંતુ મૃત્યુથી બચાવનાર કોઈ મળતું નથી આ સંસારમાં ! જીવ માટે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુનો ભય પણ હોય છે નિશ્ચિત રૂપે. જ્યારે મૃત્યુ સામે દેખાય છે ત્યારે જીવાત્મા પોતાની જાતને અશરણ માને છે, અસહાય માની લે છે. [અશરણ ભાવના | અશરણ. ભાવના | _ | ૧૩૩ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુની સામે બધાં જ અશરણઃ રોગોથી બચાવનાર, શત્રુથી બચાવનાર, આપત્તિથી બચાવનાર મળી જાય છે આ સંસારમાં. એ પણ જો પુણ્યકર્મનો ઉદય હોય તો! અન્યથા નહીં. પરંતુ મોતથી - યમરાજથી બચાવનાર કોઈ નથી. ભલે ને તમે મોટા સમ્રાટ હો, ચક્રવર્તી હો, દેવ યા દેવેન્દ્ર હો - તમારી પાસે વિરાટ સેના હોય, વિશાળ ભૂમિ હોય, સાગર જેટલી સેના હોય કે આકાશીસેના હોય. તમે મોતથી બચી શકતા નથી. યમરાજ તમને ઉઠાવીને લઈ જશે! તમે જવા ઇચ્છતા નહીં હો તો પણ તે તમને ઉઠાવીને અવશ્ય લઈ જશે. તમે દીનહીન બનીને ચારે તરફ જોતા રહી જશો અને યમરાજ તમને લઈ જશે. આ છે – અશરણતા. ઉપાધ્યાયજી સકલચંદ્રજી કહે છે? માતપિતાદિક ટગટગ જોતા, યમ લે જનને તાણી રે મરણ થકી સુરપતિ નવિ છૂટે નવિ છૂટે ઈન્દ્રાણી રે કો નવિ શરણે કો નવિ શરણે. પ્યારભરી માતા પાસે જે છે. વાત્સલ્યપૂર્ણ પિતાજી બાજુમાં જ ઊભા છે. પ્રેમપૂર્ણ પત્ની નજીકમાં ઊભી છે. અનેક સ્વજન-મિત્રજનો પણ બાજુમાં ઊભાં હોય છે. સૌ જોતાં રહે છે. અને યમરાજ જીવને ઊંચકીને લઈ જાય છે. મૃત્યુથી કોણ બચે છે? ન દેવેન્દ્ર, ન ઈન્દ્રાણી બચે છે. મોતથી બચાવનાર સંસારમાં કોઈ શરણ નથી, માટે મદોન્મત્ત ન બનો, મોત સામે જ ઊભું છે. तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यावदक्षमकृतान्तकटाक्षैक्षितो विशरणो नरकीटः ॥२॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે હે મનુષ્ય ત્યાં સુધી જ તું મદોન્મત્ત અને ગુણશાલી છે, જ્યાં સુધી તારા ઉપર દુર્જય યમરાજનો દૂર દૃષ્ટિપાત થયો નથી. તેનો દૃષ્ટિપાત થતાં જ તને કોઈ નહીં બચાવી શકે.” જો તમે પ્રતિપળ મૃત્યુને સામે રાખશો તો તમને કદીય, કોઈ પણ વાતનું અભિમાન નહીં આવે. અથવા જ્યારે સંપત્તિનું, યૌવનનું, બુદ્ધિનું યા જ્ઞાન વગેરેનું અભિમાન આવી જાય ત્યારે મૃત્યુનું ક્ષણિક ચિંતન કરજો. અભિમાન ટકી શકશે નહીં. ગર્વ વિચલિત થઈ જશે. કેટલાંક ઐતિહાસિક અથવા શાસ્ત્રીય ઉદાહરણો યાદ રાખો. જ્યારે મને ગર્વોન્મત્ત બને ત્યારે એ ઉદાહરણોને યાદ કરજો. આવાં બે ઉદાહરણો પ્રાચીનકાળનાં યાદ રાખીએ - એક રામાયણકાલીન લંકાપતિ રાવણનું અને બીજું મહાભારતકાળના દુર્યોધનનું. [ ૧૩૪ શાન્ત સુધારસઃ ભાગ ૧| Page #147 -------------------------------------------------------------------------- ________________ બંને જણા પોતાની અજેય શક્તિ ઉપર ગર્વોન્મત્ત હતા. બંને જણા પોતાના કુકમનો વિચાર સુદ્ધાં કરતા ન હતા. બન્ને જણાએ પરસ્ત્રીને સતાવી હતી. એક સતી સીતાજીને અને બીજાએ દ્રૌપદીને યુદ્ધમાં બંનેનું મોત થયું. બધું જ અહીં પડવું રહ્યું અને તે દુર્ગતિમાં ચાલ્યા ગયા. તેમને કોઈ જ બચાવી ન શક્યું. ન ભાઈઓ બચાવી શક્યા, ન પુત્રો બચાવી શક્યા, ન સેના બચાવી શકી. તેમના દેહની સાથે આખુંય અભિમાન માટીમાં મળી ગયું - દીન, અનાથ અને અશરણ બન્યા, મૃત્યુ - યમરાજ ઉઠાવીને લઈ ગયો, બળ, બુદ્ધિ, સત્તા અને સંપત્તિ, કશું જ કામમાં ન આવ્યું. એટલા માટે તો ગ્રંથકાર કહે છેઃ અભિમાન ના કરો. મોતની સામે તમે અશરણ છો. જેવી રીતે જંગલમાં સિંહના પગની નીચે પડેલું મૃગ અશરણ હોય છે, તેવી જ રીતે સંસારમાં કાલ-મહાકાલથી ગ્રસિત જીવ પણ અશરણ હોય છે. ગુણનિધાન લોકો પણ ચાલ્યા જાય છે : પાપી લોકોને કેવી રીતે યમરાજ નથી છોડતો, તેવી જ રીતે ગુણવાન લોકોને ય યમરાજ ઉઠાવીને લઈ જાય છે. આ સંસારમાં જીવોની નિયતિ છે - જન્મ અને મૃત્યુની. જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન હોય છે. જીવન, પ્રત્યેક જીવનું જીવન આયુષ્યકર્મની સાથે સંબદ્ધ છે. આયુષ્યકર્મ સમાપ્ત થઈ જતાં જીવન સમાપ્ત થઈ જાય છે. કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે? आउकरवयेण मरणं आउं दारुण सक्कदे को वि । तह्म देविंदो वि य मरणाउण रक्खदे को वि ॥ આયુષ્યકર્મના ક્ષયથી મૃત્યુ થાય છે અને આયુષ્યકર્મ કોઈને પણ કાંઈ આપી શકતું નથી. એટલા માટે દેવરાજ ઇન્દ્રને પણ મૃત્યુથી બચાવી શકાતો નથી. સ્વયં ઈન્દ્ર પણ પોતાની જાતને જો બચાવી શકતો હોત તો તે સર્વોત્તમ ભોગોવાળો સ્વર્ગવાસ શા માટે છોડત? અર્થાત્ આ જીવસૃષ્ટિમાં કોઈ પણ જીવાત્મા પોતાનું આયુષ્યકર્મ એક ક્ષણ પણ વધારી શકતો નથી. દેવ-દેવેન્દ્રોથી પૂજિત તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી. શ્રમણ ભગવાન મહાવીરે દેવરાજ ઈન્દ્રની પ્રાર્થના હોવા છતાં કહ્યું હતું કે હે ઇન્દ્ર, આયુષ્યકર્મ હું પણ વધારી શકતો નથી.' આયુષ્યકર્મ પૂર્ણ થતાં ભગવાન મહાવીર સ્વામીનું દેશના આપતાં આપતાં જ નિવણ થઈ ગયું હતુંદેશના દેતાં દેતાં જ નિવણ થઈ ગયું હતું. અશરણ ભાવના ANAND ૧૩૫ | Page #148 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મનું વિજ્ઞાન સમજોઃ આયુષ્યકર્મનો મૃત્યુ સાથે સંબંધ છે. ચારે ગતિઓના જીવોના મૃત્યુનો સંબંધ આયુષ્યકર્મ સાથે છે. પ્રત્યેક જીવાત્મા પોતાનો ઓગામી જન્મ મૃત્યુ પછી) બાંધી લે છે - નિશ્ચિત કરી લે છે. કોઈ જીવ દેવગતિનું, કોઈ જીવ મનુષ્યગતિનું, તો કોઈ જીવ તિર્યંચગતિનું, તો વળી કોઈ જીવ નરકગતિનું આયુષ્ય બાંધી લે છે. મૃત્યુ પહેલાં મનુષ્ય આયુષ્યકર્મ બાંધી જ લે છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં મૃત્યુ થઈ જાય છે. આપણી પાસે એવું જ્ઞાન નથી, દિવ્યજ્ઞાન નથી કે આપણે જાણી શકીએ કે આપણું આયુષ્ય કેટલું બાકી છે, અને એ પણ નથી જાણી શકતા કે આપણે કઈ ગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું છે ! આયુષ્યકર્મના વિષયમાં આપણે સંપૂર્ણતયા અજ્ઞાની છીએ. માત્ર દેવો જાણી શકે છે. કેમ કે તેઓ અવધિજ્ઞાની' હોય છે. આયુષ્યકર્મ ગમે ત્યારે, કોઈ પણ ક્ષણે ખલાસ થઈ જઈ શકે છે. એટલે કે કોઈનું ગમે ત્યારે મોત થઈ શકે છે. કોઈ પણ શક્તિ મોતથી બચાવી શકતી નથી. અશરણ ભાવનાની એક સક્ઝાયમાં - કાવ્યમાં - કવિએ કહ્યું છે કે ચક્રી સુભૂમ તે જલધિમાં હાર્યો ખટખંડ રાજ રે. બૂડ્યો ચરમ જહાજ રે, દેવ ગયા સવિ ભાજ રે. • લોભે ગઈ તસ લાજ રે બાર ચક્રવર્તી થયા આ અવસર્પિણી કાળમાં. એમાં આઠમા ચક્રવર્તી થયા સુભૂમ. સુભૂમ ચક્રવર્તીએ આ ભરતક્ષેત્રના છ ખંડ જીતી લીધા હતા. તો પણ તેમને સંતોષ ન થયો. તે ધાતકી ખંડના ભરતક્ષેત્રના બીજા છ ખંડ જીતવા માટે ચાલ્યા. તેમને પૂરો લવણ સમુદ્ર પાર કરવાનો હતો. તેમની પાસે “ચર્મરત્ન’ હતું. અતિવિશાળ ચમના જહાજ ઉપર વિશાળ સેના લઈને તેમણે પ્રયાણ કર્યું. ચર્મજહાજને લઈને હજારો દેવ ચાલતા હતા. તમામ દેવોને - એ જહાજ ઉઠાવનારા તમામ દેવોને એકી સાથે વિચાર આવ્યો કે આ ચર્મજહાજ ચક્રવર્તીના પુણ્યથી ચાલે છે યા તો આપણા ઉઠાવવાથી? જહાજને છોડી દઈએ અને જોઈએ કે શું થાય છે?” બધા દેવોએ જહાજને છોડી દીધું. એ જહાજ લવણ સમુદ્રમાં ડૂબી ગયું. ચક્રવર્તી પણ મય અને સાતમી નરકે પહોંચ્યો. મરતી વખતે તેના મનમાં દેવો પ્રત્યે ઘોર દ્વેષ ઉત્પન થઈ ગયો હ૫ રૌદ્રધ્યાન આવી ગયું હશે. રૌદ્રધ્યાનમાં મરવાથી જીવને નરકમાં જવું પડે છે. રૌદ્રધ્યાનમાં જીવ નરકગતિનું આયુષ્ય બાંધી લે છે. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે સુભૂમ ચક્રવર્તીનું આયુષ્ય એ સમયે પૂર્ણ થયું કે તે સમુદ્રમાર્ગેથી જઈ રહ્યો હતો. જહાજ વહન કરનાર દેવો તો નિમિત્ત માત્ર હતા. ૧૩૬ શાન્ત સુધારસઃ ભાગ ૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય પૂર્ણ થતાં ચક્રવર્તીનું મૃત્યુ નિશ્ચિત હતું. ચક્રવર્તીન પોતાની જાતને બચાવી શક્યો કે ન તો દેવો એને મોતથી બચાવી શક્યા. આ છે જીવોની અશરણતા. . “અશરણ ભાવનાની સઝાયમાં કવિ આગળ કહે છેઃ દ્વિીપાયન દહી દ્વારિકા બલવંત ગોવિંદ રામ રે રાખી ન શક્યારે રાજવી, માતાપિતા સુત ધામ રે - લોભે તસ ગઈ લાજ રે..... દ્વારિકા બળી જાય છે: મહાભારતકાલીન આ અતિ કરુણાન્તિક કથા છે. ૨૪મા તીર્થંકર ભગવાન નેમિનાથના સમયમાં બનેલી આ ઘટના છે. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ એને માર્મિક ઢંગમાં લખી છે. બળદેવ અને વાસુદેવ જેવા અતિ બળવાન શલાકાપુરુષ, ઉત્તમ પુરુષ પણ મહાકાળની સામે કેવા અશરણ.... અસહાય બની જાય છે એ વાત આ વાર્તાના માધ્યમ દ્વારા સરસ રીતે બતાવવામાં આવી છે. અતિ રોમાંચક અને કરુણ વાત છે. તમે એકાગ્ર ચિત્તથી સાંભળજો અને જીવોની મહાકાળની સામે જે અશરણતા છે તેનો અનુભવ કરજો. ભગવાન નેમિનાથ દ્વારકાના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા. સમવસરણમાં બેસીને ભગવાને ધમોપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થતાં શ્રીકૃષ્ણ વિનયપૂર્વક ભગવંતને પૂછ્યું: “ભગવંત, આ દ્વારિકાનો, યાદવોનો અને મારો નાશ કેવી રીતે થશે ?” ભગવંતે કહ્યું “કૃષ્ણ, ઇન્દ્રિયવિજેતા અને બ્રહ્મચારી દ્વૈપાયન ઋષિ દ્વારિકાને બાળી મૂકશે. તેમાં તારાં માતા-પિતા અને સર્વ યાદવો બળી મરશે. માત્ર તું અને બલરામ બચી જશો. તારું મોત તારા ભાઈ જરાકુમારને હાથે થશે.” જરાકુમાર સમવસરણમાં જ બેઠો હતો. ભગવંતનાં વચનો સાંભળીને ખિન્ન થઈ ગયો. તેના હૃદયમાં શ્રીકૃષ્ણ માટે અપાર સ્નેહ હતો. તેણે વિચાર કર્યો હું શ્રીકૃષ્ણનો ભાઈ છું. હું તેમનો ઘાત કરી જ કેવી રીતે શકું? હું દ્વારિકામાં નહીં રહું.” તેણે વનવાસ સ્વીકારી લીધો. દ્વૈપાયન ઋષિ દ્વારિકાની પાસે રહેતા હતા. તેમણે ભગવાન નેમિનાથની ભવિષ્યવાણી સાંભળી. તે ઊંડા વિચારમાં પડી ગયા. તેમના મનમાં દ્વારકા ઉપર પ્રેમ હતો, યાદવો ઉપર સ્નેહ હતો. કૃષ્ણ-બલરામ માટે પ્રેમ હતો. તેમનું મન પણ વિક્ષુબ્ધ થઈ ગયું. તે પણ દ્વારકા છોડીને દૂરદૂરની ગિરિગુફામાં ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી જાણી લીધું હતું કે તમામ અનર્થનું મૂળ શરાબ જ બનશે. મદિરાથી આ બધું બનવાનું છે. તેમણે પોતાના નગરમાં, સંપૂર્ણ દ્વારિકામાં | અશરણ ભાવના ૧૩૭] Page #150 -------------------------------------------------------------------------- ________________ મદિરાપાન-નિષેધ જાહેર કર્યો. દ્વારિકામાં જેટલી મદિરા હતી તે બધી જ મદિરા કદંબવનમાં કાદંબરી નામની ગુફા હતી, તેની પાસે અનેક શિલાખંડ હતા ત્યાં નંખાવી દીધી. એ મદિરાની એક નદી વહેવા લાગી. એ મદિરા વિવિધ વૃક્ષોનાં સુગંધિત પુષ્પોના સંપર્કથી વધારે સ્વાદિષ્ટ થઈ ગઈ ! વૈશાખ માસ હતો. એક દિવસે કૃષ્ણપુત્ર શામ્બનો એક સેવક ત્યાંથી પસાર થયો કે જ્યાંથી મદિરા વહેતી હતી. તેને તરસ તો લાગી હતી. તેણે આ મદિરાનું પાન કર્યું. તેણે કેટલીક મદિરા એક પાત્રમાં ભરી લીધી અને શાંબની પાસે લઈ આવ્યો. શાંબકુમારે મદિરાપાન કર્યું તો તે અતિપ્રસન્ન થયો. તેણે સેવકને પૂછ્યું - ‘આવી મદિરા તું ક્યાંથી લાવ્યો?' સેવકે આખી વાત કરી. બીજે દિવસે શાંબકુમાર અનેક યાદવોની સાથે કાદંબરી ગુફાની પાસે આવ્યો. ત્યાં તેણે શિલાખંડોની વચ્ચે વહેતી મદિરા નદી જોઈ! તે હર્ષોન્મત્ત થઈ ગયો. તેણે સેવકો પાસે મદિરા મંગાવી ને પીવા લાગ્યો. સૌએ પેટ ભરીને મદિરાપાન કર્યું. બધા જ કુમારો ઉન્મત્ત બન્યા. ત્યાંથી પાછા ફર્યા અને રસ્તામાં કદંબવનમાં દ્વૈપાયન ઋષિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા. દ્વૈપાયનને જોતાં જ શાંબકુમાર બોલ્યો - ‘આ તાપસ, આપણી દ્વારિકાને અને આપણા કુળને બાળી નાખવાનો છે, એટલા માટે એને જ મારી નાખો. એ મરી જશે તો દ્વારિકાને કોણ બાળશે અને કુળનો નાશ કેવી રીતે થશે?' શાંબકમારની આજ્ઞા થતાં જ યાદવકુમારોએ દ્વૈપાયન ઋષિને મારવાનું શરૂ કર્યું. અત્યધિક શરાબ પીવાને કારણે તેઓ ઉન્મત્ત તો થઈ જ ગયા હતા. તેમણે ઋષિને લાતો મારી મુઠ્ઠી પ્રહારો કર્યા...જમીન ઉપર પાડી નાખ્યા. એટલા બધા માય કે ઋષિમૃતપ્રાય થઈ ગયા. તે પછી યાદવકુમારો દ્વારિકામાં આવીને પોતપોતાનાં ઘરોમાં ઘૂસી ગયા ! શ્રીકૃષ્ણને યાદવકુમારોના આ ભયાનક કૃત્યનો ખ્યાલ આવી ગયો. તે ખૂબ જ વ્યથિત થયા, તેમણે વિચાર કર્યો: ‘કુમારોએ વાસ્તવમાં યાદવકુળનો નાશ કરનાર દુષ્કૃત્ય કર્યું છે. મારે ઋષિની પાસે જઈને તેમની ક્ષમા માગવી જોઈએ. ઋષિ અત્યંત કોપાયમાન થયા હશે.” શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલરામને આખી વાત કરી. તે પણ દુઃખી થયા. શ્રીકૃષ્ણ કહ્યું - ભાઈ, આપણે દ્વૈપાયન ઋષિ પાસે જઈને તેમની ક્ષમા માગવી જોઈએ.' બંને ભાઈ ઋષિની પાસે ગયા. તેમણે દ્વૈપાયન ઋષિને જોયા. તેમની આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ હતી - જાણે તૃષ્ટિવિષ સાપની આંખો! શ્રીકૃષ્ણ અને બલરામે ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનયથી તેમની સામે બેઠા. શ્રી કૃષ્ણ નમ્રતાથી કહ્યું છે મહર્ષિ, મારા પુત્રો મદિરાપાનથી ઉન્મત્ત હતા, અંધ બની ગયા હતા. તેમણે આપનો ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. આપને ખૂબ કષ્ટ પહોંચાડ્યું છે. તેઓ અજ્ઞાની છે, [ ૧૩૮ | શાન્ત સુધારસઃ ભાગ ૧] Page #151 -------------------------------------------------------------------------- ________________ મોહબ્ધ છે. આપ તો તપસ્વી છો, જ્ઞાની છો, આપ એમને ક્ષમા કરો. આપ ક્રોધ શાન્ત કરો.... સમતા ધારણ કરો.” આ રીતે શ્રીકૃષ્ણે ખૂબ પ્રાર્થના કરી. દ્વૈપાયને કહ્યું: “કૃષ્ણ, તું મને ઉપદેશ ન આપ. જ્યારે તારા પુત્રોએ મને માર્યો, મૃતપ્રાયઃ કરી દીધો એ સમયે મેં દ્વારિકાને, સર્વ યાદવો સાથે સળગાવી દેવાનો સંકલ્પ કર્યો છે. તમને બંનેને દ્વારિકા બહાર જવા દઈશ. હવે મને સમજાવવાની આવશ્યકતા નથી. મેં નિયાણું બાંધી લીધું છે.' નિયાણું શું છે? ‘નિયાણા'નો અર્થ જાણો છો? નથી જાણતા, નિયાણું અતિ ઉત્કૃષ્ટ તપસ્વી જ કરી શકે છે, બીજો કોઈ નહીં. મોટા તપસ્વી લોકો કોઈક લાલચથી યા રોષથી પોતાની તપશ્ચર્યાનો સોદો કરી બેસે છે. તેઓ સંકલ્પ કરી દે છે કે - “મારી તપશ્ચયના ફળસ્વરૂપે મને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય.” જેમ કે દ્વૈપાયન મુનિએ નિયાણું કર્યું કે “મારી તપશ્ચયને કારણે તેના ફળરૂપે હું દ્વારકાને તમામ યાદવોની સાથે સળગાવી દઉં. એવી શક્તિ મને પ્રાપ્ત થાઓ.' * ‘સમરાદિત્યચરિત્રમાં અગ્નિશમાં નામના તાપસે નિયાણું કર્યું હતું કે • પ્રતિજન્મ હું ગુણસેન રાજાને મારનારો બનું.' * જ્યારે સાધ્વી હતી ત્યારે પૂર્વજન્મમાં દ્રોપદીએ નિયાણું બાંધ્યું હતું. તેણે પાંચ પતિ પ્રાપ્ત કરવાનું નિયાણું કર્યું હતું. એટલા માટે તો તે પાંચ પાંડવોની પત્ની બની હતી. * બ્રહ્મદત્ત ચક્રવર્તીએ, જ્યારે પૂર્વજન્મમાં સાધુ હતો, ત્યારે તેણે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન પ્રાપ્ત કરવાનું નિયાણું કર્યું હતું. ઘોર અને ઉગ્ર તપશ્ચયથી તપસ્વી જે ચાહે તે કરી શકે, એને મેળવી શકે છે. પરંતુ એની એ તપશ્ચર્યા કર્મક્ષય કરાવતી નથી અને મોક્ષ પ્રાપ્તિ પણ કરવા દેતી નથી. એ તપસ્વી સંસારમાં ભટકાઈ જાય છે. શ્રીકૃષ્ણની દ્વારિકામાં ઘોષણા : જ્યારે દ્વૈપાયને નિયાણાની વાત કરી ત્યારે બલરામ રોષાયમાન થઈ ગયા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: “હે બંધુ. હવે આ સંન્યાસીને મનાવવો. સમજાવવો વ્યર્થ છે. જેનાં મુખ, ચરણ, નાસિકા અને હાથ વાંકા હોય છે, જેના હોઠ, દાંત અને નાસિકા સ્થળ હોય છે, જેની ઈન્દ્રિયો વિલક્ષણ હોય છે અને જે લોકો હીન અંગવાળા હોય છે, તે કદી શાન્તિ પામતા નથી. તેમને વધારે શું કહેવું? ભાઈ, સર્વજ્ઞ ભગવંતનું વચન મિથ્યા થનારું હોતું નથી. જે થવાનું છે તે થશે જ.' અશરણ ભાવના ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ બલરામ શ્રીકૃષ્ણનો હાથ પકડીને ઊભા થયા. બંને ભાઈ નિરાશ થઈને પાછા ફર્યા. બીજે દિવસે શ્રીકૃષ્ણ દ્વારિકામાં ઘોષણા કરાવી તમામ નાગરિકો ધર્મમાં વિશેષરૂપે તત્પર રહે.” દ્વારિકામાં તમામ લોકોને ઋષિના નિયાણાની વાતનો ખ્યાલ આવી ગયો, એટલે તો નગરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. લોકોએ તપશ્ચય અને દાન-શીલની આરાધના સાચા ભાવથી શરૂ કરી દીધી હતી. ભગવાન નેમિનાથ ગિરનાર ઉપર : એ સમયે ભગવાન નેમિનાથ ગિરનાર ઉપર પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણની રચના કરી. શ્રીકૃષ્ણ સપરિવાર પ્રભુની દેશના સાંભળવા સમવસરણમાં ગયા. દેશના સાંભળીને સર્વ શ્રોતાઓ મોહનિદ્રા ત્યજીને જાગ્રત થઈ ગયા અને યાદવકુમાર, શાંબ, પ્રદ્યુમ્ન, નિષધ, ઉલ્શક, સારણ વગેરેએ વિરક્ત બનીને પ્રભુની પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો. તેઓ શ્રમણ સાધુ બની ગયા. આમ તો તેમના મનમાં દ્વૈપાયનને માયનો પશ્ચાત્તાપ પણ હતો. એ રાજકુમારોને કારણે જસૈપાયને દ્વારિકાદહનનું નિયાણું કર્યું હતું ને? છે કે શ્રીકૃષ્ણ રાજકુમારોને કશું જ કહ્યું ન હતું, પરંતુ ભગવાન નેમિનાથના ઉપદેશે એમના આત્માને જાગૃત કરી દીધો અને તે સાધુ બની ગયા. એમની સાથે સાથે તેમની રાણીઓ રુક્મિણી, જાંબવતી વગેરેએ પ્રભુની પાસે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ પ્રભુને પૂછ્યું: “ભગવંત, દ્વૈપાયન દ્વારકાનું દહન ક્યારે કરશે?” ભગવંતે કહ્યું “કૃષ્ણ, દ્વૈપાયન આજથી બાર વર્ષ પછી દ્વારિકાને બાળી મૂકશે.” આ સાંભળીને કૃષ્ણ વિચારમાં પડી ગયાં કે “સમુદ્રવિજય વગેરે ધન્ય છે કે જેમણે પહેલાંથી જ ચારિત્રધર્મ સ્વીકારી લીધો. હું જ ધિકકારપાત્ર છું કે હું રાજસુખોથી લુબ્ધ થઈને સંસારમાં પડ્યો રહ્યો છું.' સર્વજ્ઞ ભગવંતે કૃષ્ણને કહ્યું: “કૃષ્ણ, વાસુદેવ કદી ચારિત્રધર્મ લઈ જ ન શકે. કારણ કે જે વાસુદેવ બને છે તે નિયાણાથી જ બને છે. એટલું જ નહીં, વાસુદેવ અધોગામી - નરકગામી હોય છે. હે કૃષ્ણ, તું મરીને મરણ બાદ ત્રીજી વાલુકાપ્રભા નામની નરકમાં જઈશ.' આ સાંભળીને કૃષ્ણ અત્યંત દુઃખી થઈ ગયા. તેમના મુખ ઉપર અત્યંત ગ્લાનિ છવાઈ ગઈ, ત્યારે ભગવાને કહ્યું હે વાસુદેવ, તું દુઃખી ન થા. તું નરકનું આયુષ્ય પૂર્ણ કરીને આ ભરતક્ષેત્રમાં જન્મ લઈશ અને તીર્થકર બનીશ.' ત્યારે કૃષ્ણ પૂછ્યું: “ભગવંત, મારા ભાઈ બલરામની મુક્તિ ક્યારે થશે? કૃષ્ણ, મૃત્યુ પછી બલરામ બ્રહ્મલોકમાં દેવ બનશે. દેવનું આયુષ્ય પૂર્ણ થતાં તે મનુષ્યજન્મ પામશે. પછી ફરી દેવ બનશે ત્યાં આયુષ્ય પૂર્ણ થતાં આ ભરતક્ષેત્રમાં ૧૪૦ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી કાળમાં મનુષ્યજન્મ પામશે - રાજા બનશે, અને એ સમયે તું તીર્થંકર બનીશ, તારા તીર્થમાં જ તે દીક્ષા લેશે અને મુક્તિ પામશે.” ભગવાને જે ભવિષ્યકથન કર્યું એનાથી કૃષ્ણને સંતોષ થયો. તેમણે ભગવંતને વંદના કરી, તે નગરમાં પધાર્યા. પુનઃ તેમણે નગરમાં ઘોષણા કરાવી અને લોકોને ધર્મઆરાધનામાં વિશેષ પ્રવૃત્ત કર્યા. વૈપાયન કરીને અગ્નિકુમાર દેવ બન્યા? દ્વૈપાયન તાપસ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો હતો. તેનું મૃત્યુ થયું અને તે અગ્નિકુમાર નિકાયમાં દેવ બન્યો. પૂર્વભવમાં દ્રઢ કરેલી વેરભાવના જાગૃત થઈ અને તે દ્વારિકામાં આવ્યો. તેણે જોયું તો દ્વારિકાનાં નગરજનો વિશેષ રૂપે તપશ્ચર્યા કરી રહ્યાં હતાં અને પરમાત્માની ભક્તિ કરતાં હતાં. ધર્મના પ્રભાવથી એ નગરમાં કિંઈ પણ ઉપદ્રવ ન કરી શક્યો. મનમાં રોષ તો ભરેલો હતો. વેરની અગ્નિજ્વાળા પ્રજ્વલિત હતી. એ અગિયાર વર્ષ સુધી દ્વારિકામાં રહ્યો. રાહ જોતો રહ્યો કે ક્યારે નગરજનો પ્રમાદી. બને અને ધર્મઆરાધના છોડીને પાપાચરણ કરવા લાગે! જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લોકોએ વિચાર કર્યો કે આપણા સપના પ્રભાવથી દ્વૈપાયન પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈને ભાગી ગયો લાગે છે. નગર બળ્યું નહીં અને આપણે જીવતાં રહ્યાં... હવે ચિંતાની વાત નથી.' આવું વિચારીને લોકો મદિરાપાન કરવા લાગ્યા, અભક્ષ્ય ખાવા લાગ્યા અને સ્વચ્છંદ બનીને પાપાચાર કરવા લાગ્યા. દ્વૈપાયન તો (અગ્નિકુમાર દેવ) જોઈ જ રહ્યો હતો. એને અવસર મળી ગયો. તે નાચવા લાગ્યો. તેણે તત્કાલ કલ્પાંતકાય જેવો ઉત્પાત દ્વારિકામાં ઉત્પન્ન કર્યો. લોકોને યમરાજ જેવું તાંડવનૃત્ય દેખાડ્યું. આકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યો. પૃથ્વી કંપવા લાગી. ગ્રહોમાંથી ધુમાડો છૂટવા લાગ્યો. અંગારવૃષ્ટિ થવા લાગી. સૂર્યમંડળમાં છિદ્ર દેખાવા લાગ્યું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ થવા લાગ્યાં. મહેલોમાં લગાડેલી પાષાણની પૂતળીઓ અટ્ટહાસ્ય કરવા લાગી, ચિત્રોમાં અંકિત દેવો હસવા લાગ્યા. નગરમાં વાઘ-સિંહ જેવાં હિંસક પશુઓ ફરવા લાગ્યાં - બલરામનું ‘હળ'નામનું અને શ્રીકૃષ્ણનું ચક્ર' નામનું આયુધ નષ્ટ થયાં. અને દ્વૈપાયને (અગ્નિકુમારે) દ્વારિકા નગરીને આગ લગાડી દીધી. વિશેષ વાતો આગળ ઉપર કરીશ. આજે બસ, આટલું જ. [ અશરણ ભાવના | ૧૪૧] Page #154 -------------------------------------------------------------------------- ________________ ' / ////// પ્રવચન ૧૪ ૨. અશરણ ભાવના : સંકલના : યાદવોથી ભરેલી દ્વારિકા ભડકે બળે છે. • માતા-પિતાને બચાવવાનો કૃષ્ણનો પ્રયત્ન વસુદેવ, દેવકી, રોહિણીનાં મૃત્યુ. શ્રીકૃષ્ણની ઘોર વ્યથા-વેદના. - શ્રીકૃષ્ણનું મૃત્યુ. • શ્રીકૃષ્ણની અંતિમ આરાધના. જિનધર્મ જ શરણ. ચારિત્રધર્મ જ શરણ. બલરામનો વ્યામોહ અને દીક્ષા. અનાથતા-અશરણતાઃ અનાથિયુનિ. અનાથિમુનિનો આત્મવૃત્તાંત. Page #155 -------------------------------------------------------------------------- ________________ प्रतापैप्पन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्व्यग्रहणविषये बान्धवजनै जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥३॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે જ્યારે મનુષ્ય યમરાજના બળાત્કારનો ભોગ બની જાય છે ત્યારે તેનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તેનું ઉદિત તેજ નષ્ટ થઈ જાય છે. તેનાં પૈર્ય અને પુરુષાર્થ વિલીન થઈ જાય છે. પુષ્ટ શરીર શૈથિલ્ય અનુભવે છે અને એનાં સ્વજનો એનું ધન તેમજ વૈભવ પડાવી લેવા પ્રયત્નશીલ બને છે. મૃત્યુની સામે માનવ સર્વથા દીન બની જાય છે - આ છે મનુષ્યની ઘોર અશરણતા !! યાદવોથી ભરેલી દ્વારિકા બળી રહી છે . દ્વૈપાયન, જો કે અગ્નિકુમાર દેવ બન્યો છે, તેણે શ્રીકૃષ્ણનું ચક્ર અને બલરામનું હળ પણ નષ્ટ કરી નાખ્યાં. તેણે સંવર્તક વાયુ પ્રવર્તિત કર્યો. એ વાયુથી ચારે દિશાઓમાંથી તૃણ, કાષ્ઠ વગેરે દ્વારિકામાં ભરાઈ ગયાં. લોકો જ્યારે ચારે દિશાઓમાં ભાગવા લાગ્યાં ત્યારે અગ્નિકુમાર એમને પકડીને દ્વારિકામાં લાવતો. દિશા, વિદિશાઓમાંથી વૃક્ષો લાવીને દ્વારિકામાં નાખતો અને તેણે બધા જ યાદવોને દ્વારિકામાં બંધ કરી દીધા - પછી દ્વૈપાયને આગ લગાડી. સમગ્ર દ્વારિકા સળગવા લાગી. અગનજ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી. કૃષ્ણ અને બલરામનો પ્રતાપ નષ્ટ થઈ ગયો હતો. ધૈર્ય અને પુરુષાર્થ વિલીન થઈ ગયાં હતાં. તે અશરણ - અસહાય બનીને સળગતી દ્વારિકાને જોઈ રહ્યા હતા. માતાપિતાને બચાવવાના પ્રયત્ન શ્રીકૃષ્ણ અને બલરામે વસુદેવ, દેવકી અને રોહિણીને આગમાંથી બચાવવા માટે રથમાં બેસાડ્યા, પરંતુ દ્વૈપાયન દેવે રથના અશ્વોને ખંભિત કરી દીધા. અશ્વો એક ડગલું પણ આગળ ચાલી ન શક્યા. શ્રીકૃષ્ણે રથની આગળ બળવાન વૃષભોને જોતય,બળદો પણ ખંભિત થઈ ગયા. શ્રીકૃષ્ણ આ બળદોને પણ રથમાંથી મુક્ત કરી દીધા અને એ બંને ભાઈ રથને ખેંચવા લાગ્યા. ત્યાં રથની ધુરા તૂટી ગઈ. તો પણ મહામુશ્કેલીએ તેઓ રથને નગરની બહાર દરવાજા સુધી લાવ્યા. એ સમયે નગરના દરવાજા બંધ થઈ ગયા. માતાપિતા ચિત્કાર કરવા લાગ્યાં, “હે રામ, હે કૃષ્ણ, અમારી રક્ષા કરો, અમને બચાવી લો. દ્વારિકા સળગી રહી હતી. કરોડો યાદવો બળી રહ્યા હતા. ઘોર ચિત્કાર સંભળાતો હતો. પ્રલયનું દ્રશ્ય રચાઈ ગયું અશરણ ભાવના ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ હતું. બલરામ અને કૃષ્ણ માતાપિતાને બચાવી લેવા કૃતનિશ્ચયી બન્યા હતા. તેમણે લાત મારીને નગરનો દરવાજો તોડી નાખ્યો. પરંતુ રથનાં પૈડાં જમીનમાં ફસાઈ ગયાં. બલરામ અને કૃષ્ણ ભારે પ્રયાસ કરવા લાગ્યા રથને બહાર કાઢવા માટે, પરંતુ નિરાશ થઈ ગયા. એ સમયે દ્વૈપાયન દેવે ત્યાં પ્રગટ થઈને કહ્યું : ‘હૈ બલરામ-કૃષ્ણ, તમને આ શું થઈ ગયું છે ? મેં તમને કહ્યું હતું કે દ્વારિકામાં માત્ર તમે બે ભાઈ જ બચશો. તમારા બે સિવાય કોઈ પણ આ અગ્નિથી બચી શકશે નહીં. કારણ કે મેં મારું તપ વેચી માર્યું છે. નિયાણું કરી દીધું છે.’ વસુદેવ-દેવકી-રોહિણીનું મૃત્યુ : દેવનાં વચન સાંભળીને દેવકી અને વસુદેવે કહ્યું ઃ ‘હવે તમે ચાલ્યા જાઓ. જો તમે બંને ભાઈ જીવિત હશો તો બધા યાદવો જીવિત છે. હવે અમને બચાવવા માટે વધારે પ્રયત્ન ન કરો. તમે ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ ભવિતવ્યતા બળવતી અને અનુસંઘ્ય છે. અમે અભાગી છીએ. ભગવાન નેમિનાથની પાસે ચારિત્રધર્મ ન સ્વીકાર્યો - દીક્ષા ન લીધી. હવે અમારે અમારાં કર્મોનું ફળ ભોગવવું જ પડશે. તો પણ બલરામ અને કૃષ્ણ તો ત્યાં જ ઊભા રહ્યા. વસુદેવ, દેવકી અને રોહિણીએ આંખો બંધ કરી દીધી અને બોલ્યાં : ‘અમને જગદ્ગુરુ ભગવાન નેમિનાથનું શરણ છે. અમે અનશન કરીએ છીએ. ચારે પ્રકારના આહારોનો ત્યાગ કરીએ છીએ. હે પ્રભુ, અમે આપને શરણે છીએ. અરિહંત, સિદ્ધ, સાધુ અને અર્હતકથિત ધર્મનો સ્વીકાર કરીએ છીએ. અમે કોઈનાં નથી, અમારું કોઈ નથી.’ આ રીતે બોલીને શ્રી નવકાર મહામંત્રમાં લીન બન્યાં, આ સમયે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિવર્ષા કરી – ત્રણેનું મૃત્યુ થયું અને ત્રણે જણાં દેવલોકમાં ઉત્પન્ન થયાં. શ્રીકૃષ્ણની ઘોર વ્યથા-વેદના : બલરામની સાથે શ્રીકૃષ્ણ દ્વારિકાની બહાર નીકળ્યા - બહારના જિર્ણોદ્યાનમાં ગયા. ત્યાં એક નાનકડી પહાડી હતી, તેના ઉપર ઊભા રહીને તેમણે બળતી દ્વારિકા જોઈ. શ્રીકૃષ્ણ વધારે સમય દ્વારિકાને જોઈ શક્યા નહીં. તેમણે બલરામને કહ્યું ઃ ભાઈ, હું નપુંસક જેવો બની ગયો છું... ધિક્કાર છે મને, અસહાય.... અશરણ બનીને મારી દ્વારિકાને બળતી જોઈ રહ્યો છું. આત્મબંધુ, જે રીતે હું નગરીની રક્ષા ક૨વા સમર્થ નથી, તેવી રીતે તેને હવે બળતી જોવા પણ શક્તિમાન નથી - ચાલો અહીંથી દૂર ચાલ્યા જઈએ. હવે આપણે ક્યાં જઈશું ?' થોડોક વિચાર કરો આ ઘટના ઉપર. પોતાની જાતને અસહાય, અશરણ અનુભવતા શ્રીકૃષ્ણના ભવ્ય ભૂતકાળ ઉપર એક દૃષ્ટિ તો નાખો. કદીય કૃષ્ણ ક્યાંય શાન્તસુધારસ : ભાગ ૧ ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ પણ હાય નથી. બાળપણથી આજ સુધી તે કદીય નિરાશ થયા નથી. તે બીજા જીવોને સહાયક બન્યા હતા, આજે પોતે જ અસહાય બન્યા છે. જેમના પ્રત્યે તેમને અત્યંત સ્નેહ હતો, પ્રેમ-લાગણી વગેરે હતાં, એવાં માતાપિતાને તે બચાવી ન શક્યા, તેમના દેખતાં જ માતાપિતા આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયાં. શ્રીકૃષ્ણને શિશુપાલની સભામાં જુઓ. શ્રીકૃષ્ણને યુદ્ધના મેદાનમાં અર્જુનના રથમાં જુઓ...પાંડવોની રાજસભામાં જુઓ. તેમની સ્મિતસભર મુખમુદ્રાને જુઓ.... તેમની આંગળી ઉપર ફરતા સુદર્શનચક્રને જુઓ... એમના વિરાટ સ્વરૂપને જુઓ અને આજ દીનહીન બની... નિરાશાથી ઘેરાયેલા શ્રીકૃષ્ણને જુઓ ! આજ એમનો પ્રભાવ, પ્રતાપ, શૌર્ય, સાહસ, બુદ્ધિ - કશું જ નથી બચ્યું. બંને ભાઈઓ ઉદ્યાનમાંથી ચાલી નીકળ્યા. મૈત્રત્ય દિશામાં પાંડવોની નગરી તરફ ચાલી નીકળ્યા. શ્રીકૃષ્ણનું મોતઃ બલરામની સાથે જંગલોમાંથી ચાલતાં ચાલતાં એ કૌશામ્બી નગરના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. ગ્રીખ કાળ હતો. શ્રમ હતો, શોક હતો અને પુણ્યક્ષય હતો. શ્રીકૃષ્ણ અધિક તૃષાતુર થયા. તેમણે બલરામને કહ્યું "બંધુ, અતિતૃષાથી મારું મુખ સૂકાઈ ગયું છે. આ વૃક્ષઘટાવાળા વનમાં પણ હું એક ડગલું ય ચાલવા શક્તિમાન નથી.’ * બલરામે કહ્યું: ‘મારા ભાઈ, હું હમણાં જ પાણી લઈને આવું છું. તું આ વૃક્ષ નીચે વિશ્રામ કર. પરંતુ અપ્રમત્ત થઈને બેસજે. હું હાલ જ પાછો આવું છું.” બલરામ પાણી લેવા ગયા હતા, કૃષ્ણ અતિશ્રમિત થઈ ગયા હતા. તે એક પગ ઉપર બીજો પગ ચડાવીને પીળું વસ્ત્ર ઓઢીને વૃક્ષ નીચે સૂઈ ગયા- અલ્પ સમયમાં ઊંઘી ગયા. બલરામે જતાં જતાં પણ કૃષ્ણને એક પળ વાર માટે પણ અલ્પ પ્રમાદ ન કરવા કહ્યું હતું. એટલું જ નહીં, તેમણે વનદેવીઓને પ્રાર્થના કરી હતી - હે વનદેવીઓ, મારો આ અનુજ બંધુ આપને શરણે છે, એટલા માટે આ વિશ્વવત્સલ પુરુષની રક્ષા કરજો.’ પરંતુ ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે છે ? એ જંગલમાં બાર વર્ષથી જરાકુમાર રહેતો હતો. એણે વ્યાઘ્રચર્મ પહેર્યું હતું. હાથમાં ધનુષ્યબાણ હતાં. શિકારી બની ગયો હતો. ફરતો ફરતો એ પ્રદેશમાં આવ્યો કે જ્યાં શ્રીકૃષ્ણ સૂતા હતા. દૂરથી જરાકુમારે જોયું, કૃષ્ણ એ રીતે સૂતા હતા કે તેણે મૃગની કલ્પના કરી. મૃગ સમજીને તેણે તીર માર્યું. કુષ્ણના ચરણતલમાં તીર વાગ્યું. તીર વાગતાં જ કૃષ્ણ બેઠા થઈ ગયા અને બોલ્યા કે “કોણે તીર માર્યું? હું તો નિરપરાધી છું? આજ સુધી અશરણ ભાવના ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ કોઈએ પણ પોતાનો પરિચય આપ્યા સિવાય મારા ઉપર પ્રહાર કર્યો નથી. એટલા માટે જેણે તીર માર્યું હો તે પોતાનું નામ અને ગોત્ર કહે.” આ વાત વૃક્ષઘટામાં રહેલો જરાકુમાર સાંભળે છે. જો કે તેને તેની ભૂલનો ખ્યાલ આવ્યો. “મેં મૃગ સમજીને તીર માર્યું પરંતુ આ તો મનુષ્ય છે.” કૃષ્ણનો પ્રશ્ન સાંભળીને તે બોલ્યોઃ 'હું હરિવંશીય વસુદેવનો પુત્ર છું. જરાદેવી મારી માતા છે. મારું નામ જરાકુમાર છે. હું શ્રીકૃષ્ણનો અગ્રજ છું. ભગવાન નેમિનાથનાં વચન સાંભળીને હું આ વનમાં બાર વર્ષથી રહું છું. મારા હાથોથી શ્રીકૃષ્ણનું મૃત્યુ ન થાય એ ભાવનાથી અહીં રહું છું. બાર વર્ષોમાં મેં આ વનમાં એક પણ મનુષ્યને જોયો નથી. આપ કોણ છો? કૃષ્ણ બોલ્યા હે બંધુ, તું અહીં આવી જા. હું જ તારો અનુજ કૃષ્ણ છું. જેને માટે તું વનવાસી બન્યો છે. તારો બાર વર્ષનો વનવાસ નિરર્થક સિદ્ધ થયો. આ સાંભળીને જરાકુમાર શ્રીકૃષ્ણની પાસે આવ્યો. કૃષ્ણને જોતાં જ તે મૂચ્છિત થઈ ગયો. મૂચ્છ દૂર થતાં જરાકુમાર કરુણ રુદન કરવા લાગ્યો. * તે બોલ્યોઃ “મારા પ્રાણપ્રિય ભ્રાતા. આ શું થઈ ગયું? આપ અહીં કેવી રીતે આવી ગયા? શું દ્વારિકા સળગી ગઈ? શું યાદવોનો વિનાશ થઈ ગયો? આપની આ સ્થિતિ જોતાં મને લાગે છે કે ભગવાન નેમિનાથનાં વચનો સિદ્ધ થયાં છે.' શ્રીકૃષ્ણ આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. જરાકુમાર રોતાં રોતાં બોલ્યો, ‘મારા ભાઈ, મેં શત્રુ જેવું કામ કર્યું છે. મૃગ સમજીને મેં તીર ચલાવ્યું. આપ જેવા ભ્રાતૃવત્સલ, વિશ્વવત્સલ મહાપુરુષને મેં માય, મને નર્કમાં પણ જગા નહીં મળે. આપની રક્ષાની ભાવનાથી મેં વનવાસ સ્વીકાર્યો પરંતુ હું જાણતો નહતો કે વિધિએ મને જ આપના ક્રૂર મૃત્યુ માટે નિમિત્ત બનાવ્યો છે. હે પૃથ્વી, તું મને જગા આપ. હું આ શરીરથી નરકમાં ચાલ્યો જાઉં, કારણ કે મારે માટે ભ્રાતૃહત્યાનું દુઃખ તમામ દુઃખો કરતાં વિશેષ છે. હવે મને અહીં તો નરક કરતાં પણ વધારે દુઃખ લાગે છે. જે સમયે ભગવાન નેમિનાથ ભવિષ્યવાણી કરી હતી એ સમયે મારે આત્મહત્યા કરી લેવાની જરૂર હતી.” શ્રીકૃષ્ણ જરકુમારને સાત્ત્વના આપતાં કહ્યું કે મારા મોટાભાઈ, હવે શોક ન કરો. મારાથી, તમારાથી કે અન્ય કોઈથી ય ભવિતવ્યતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી. યાદવકુળમાં માત્ર આપ જ બચ્યા છો. તમે ચિરકાળ જીવો એટલા માટે એક ક્ષણનોય વિલંબ કર્યા સિવાય અહીંથી ચાલ્યા જાઓ. કારણ કે બલરામ હમણાં જ પાણી લઈને આવશે, તે ક્રોધથી તમને મારી નાખશે. લો, આ મારો કૌસ્તુભ મણિ, પાંડવોની પાસે ચાલ્યા જાઓ. તેમને સત્ય હકીકત કદી દેજો. મારા તરફથી પાંડવોને ખમાવજો. ૧૪૬ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણની અંતિમ આરાધના જરાકુમારે શ્રીકૃષ્ણનાં ચરણોમાંથી તીર ખેંચી લીધું, કૌસ્તુભ રત્ન લીધું અને ત્યાંથી ચાલી નીકળ્યો. જરાકુમારના ગયા બાદ શ્રીકૃષ્ણને તીરના આઘાતથી અત્યંત તીવ્ર પીડા શરૂ થઈ. તેઓ ઉત્તરાભિમુખ થઈને અંજલિ રચીને બોલ્યા : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને મન, વચન અને કાયાથી મારા નમસ્કાર હો. વિશેષ રૂપે ભગવાન નેમિનાથને મારા નમસ્કાર છે કે જેમણે આ પૃથ્વી ઉપર ધર્મપ્રવર્તના કરી.’ આટલું બોલીને તેમણે તૃણનો સંથારો કર્યો અને સૂઈ ગયા. ઢીંચણ ઉપર ચરણ રાખીને પીળું વસ્ત્ર ઓઢી લીધું અને ચિંતન કરવા લાગ્યા. રુકિમણી વગેરે મારી રાણીઓને ધન્ય છે, શાંબ, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારોને ધન્ય છે કે જેમણે ગૃહવાસનો ત્યાગ કરીને પરમાત્માનાં ચરણોમાં ચારિત્રધર્મ અંગીકાર કર્યો. મને ધિકકાર છે કે હું આ દુઃખપૂર્ણ સંસારમાં પડ્યો રહ્યો.” આ રીતે શુભ ભાવના ભાવતાં ભાવતાં શ્રીકૃષ્ણનું શરીર અંદરથી તૂટવા લાગ્યું. યમરાજના સહોદર જેવો વાયુ શરીરમાં પ્રકુપિત થયો. તીવ્ર તૃષા, અત્યધિક શોક અને પ્રકુપિત વાયુએ શ્રીકૃષ્ણના વિવેકને સર્વથા નષ્ટ કરી દીધો. એમનું મન અંતિમ ક્ષણોમાં રૌદ્રધ્યાનમાં ચાલ્યું ગયું. “એ દ્વૈપાયને મારો ઘોર અપરાધ કર્યો, તો પણ અત્યારે તે અહીં આવે તો ક્ષણ માત્રમાં એને મારી નાખું...” રૌદ્રધ્યાનમાં એમનું મૃત્યુ થયું. એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને તેઓ ત્રીજી નરકમાં ચાલ્યા ગયા. ઉપાધ્યાયજી સકલચંદ્રજીની સઝાય યાદ આવે છે? હય ગય પથ રથ જોડે વીંટ્યા રહે નિત રાણા રાય રે... બહુ ઉપાય તે જીવન કાજે કરતા અશરણ જાય રે. કો નવિ શરણે કો નવિ શરણે મરતા કુણને પ્રાણી રે. શ્રીકૃષ્ણનું ક્યાં અને કેવું મૃત્યુ થયું? એક અતિ ઘોર અને ભયંકર જંગલમાં તેમનું મૃત્યુ થયું. પાસે કોઈ જ નહીં. બલરામ પણ નહીં. કેવી અશરણતા ? અશરણતાનો આનાથી આગળ વધીને બીજો કયો દાખલો મળી શકે આ દુનિયામાં? જિનધર્મ જ શરણ : ચારિત્રધર્મ જ શરણ : ગ્રંથકાર ઉપાધ્યાય વિનયવિજયજી કહે છેઃ स्वजनजनो बहुधा हितकामं प्रीतिरसैरभिरामम् ।। : અશરણ ભાવના છે. ૧૪૭ | ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ मरणदशावशमुपगतवन्तम्, रक्षति कोऽपि न सन्तम् । विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ।' अनुसंधीयतां रे शुचितर चरण-स्मरणम् ॥७॥ विनय. ‘હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જન લોકો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબે છે, ત્યારે કોઈ પણ સ્વજન એમને બચાવી શકતું નથી. એટલા માટે હે આત્મનુ, તું મહામંગલકારી જિનધર્મનું શરણું લઈ લે અને અત્યંત નિર્મળ ચારિત્રધર્મનું સ્મરણ કર. આ ધર્મ જ તને બચાવી શકશે.’ ગ્રંથકારે કેટલી સાચી, વાસ્તવિક વાત કરી છે? શ્રીકૃષ્ણને મૃત્યુમાંથી કોઈ , બચાવી ન શક્યું, બલરામને ય નહીં. આમ તો બલરામને વાસુદેવ ઉપર અનહદ - અપાર પ્રેમ હોય છે. શ્રીકૃષ્ણ પણ પ્રીતિપાત્ર યુગપુરુષ હતા. લાખો કરોડો જીવોના હિતકારી હતા, તો પણ તે બચી શક્યા નહીં. બલરામનો વ્યામોહ અને દીક્ષા: બલરામ પાણી લઈને કૃષ્ણની પાસે આવ્યા ત્યારે કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું હતું. બલરામ એ માનવા તૈયાર ન હતા કે કષ્ણ મરી ગયા છે. છ માસ સુધી કૃષ્ણને જીવિત માનતા તેમનો મૃતદેહ ઉઠાવીને પૃથ્વી ઉપર ફરતા રહ્યા. આ સમયે બલરામના સારથિ સિદ્ધાર્થ કે જે દીક્ષા લઈને સંયમધર્મની સારી આરાધના કરી દેવ બન્યા હતા. તેમણે અવધિજ્ઞાનથી જોયું કે બલરામ અત્યંત વ્યથિત છે અને શ્રીકૃષ્ણને જીવિત માનીને તેમનો મૃતદેહ લઈને ફરે છે. દેવે યાદ કર્યું કે મને બલરામે દીક્ષાની અનુમતિ આપતી વખતે એક વચન માગી લીધું હતું કે તું ચારિત્રધર્મના પ્રભાવથી દેવલોકમાં દેવ બને તો જ્યારે મારી ઉપર આપત્તિ આવે ત્યારે તું આવજે અને મને પ્રતિબોધિત કરજે.' મારે આ સમયે એમની પાસે જવું જોઈએ અને પ્રતિબોધ આપીને કણમોહ દૂર કરાવીને એમના આત્માને શાન્તિ આપવી જોઈએ.” સિદ્ધાર્થ દેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે, અનેક ઉપાયો કરીને બલરામને પ્રતિબોધ આપે છે. બલરામનો વ્યામોહદૂર થાય છે. સિદ્ધાર્થદેવ પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરે છે. પોતાનો પરિચય આપે છે. તેણે કહ્યું હું આપનો સારથિ સિદ્ધાર્થ છું. દિક્ષા લઈને, એનું પાલન કરીને હું દેવ બન્યો છું. આપે મારી પાસેથી એક વચન લીધું હતું, તેનું પાલન કરવા માટે હું અહીં આવ્યો છું. આપને પ્રતિબોધ આપવાનું વચન મેં નિભાવ્યું છે. હે પૂજ્ય, ભગવાન નેમિનાથે કહ્યું હતું કે જરાકુમારના હાથે શ્રીકૃષ્ણનું મોત થશે એવું જ થયું છે. સર્વજ્ઞનાં વચન કદીમિથ્યા ૧૪૮ શાન્તસુધારસ ભાગ ૧| Page #161 -------------------------------------------------------------------------- ________________ હોતાં નથી. શ્રીકૃષ્ણ જરાકુમારને પોતાનો કૌસ્તુભ મણિ આપીને પાંડવો પાસે મોકલ્યો છે.' બલરામે દેવને કહ્યુંઃ સિદ્ધાર્થ તેં અહીં આવીને મને બોધ આપ્યો, તે ખૂબ સારું કર્યું. પરંતુ ભાઈના મૃત્યુથી હું અત્યંત વ્યથિત છું. હવે હું શું કરું તેનો માર્ગ બતાવ. સિદ્ધાર્થ દેવે કહ્યું: “આપ ભગવાન નેમિનાથના વિવેકી ભ્રાતા છો, આપને માટે માત્ર ચારિત્રધર્મ જ શરણભૂત છે.' બલરામે કહ્યું “સારી વાત છે. સંસાર તરફથી મારું મન વિરક્ત બન્યું જ છે. ભ્રાતા વગર સંસારમાં રહેવું મારે માટે અસંભવ છે.' બલરામે સિંધુ અને સાગરના સંગમ ઉપર જઈને શ્રીકૃષ્ણના દેહને અગ્નિદાહ દીધો. એ સમયે ભગવાન નેમિનાથે બલરામના ચારિત્રના ભાવ જાણીને વિદ્યાધર મુનિને આકાશમાર્ગે ત્યાં મોકલ્યા. બલરામે એ મુનિવર પાસેથી દીક્ષા લીધી. श्री जिनधर्मः शरणम् । शुचितरचरण-स्मरणम् । બલરામ મુનિએ શ્રી જિનધર્મનું શરણું લઈ લીધું અને પવિત્ર ચારિત્રધર્મનું પાલન કરવા લાગ્યાં. અનાથતા-અશરણતા અને અનાથિમુનિ: હવે હું આ જ સંદર્ભમાં અનાથિમુનિનું વૃત્તાંત સંભળાવું છું. એ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલું છે અને ઉત્તરાધ્યયન સૂત્ર તો ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના છે. એટલે કે અનાથિમુનિની વાત સ્વયં ભગવાન મહાવીરે સંભળાવી છે. મહારાજા શ્રેણિક રાજગૃહી નગરીના બહારના મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં ફરવા આવ્યા હતા. મંડિતકુક્ષી ઉદ્યાન નંદનવન જેવું સુંદર હતું. એ ઉદ્યાનમાં એક વૃક્ષની નીચે બેઠેલા અતિકોમળ અને સમાધિમગ્ન એક યુવાન મુનિને જોયા. મુનિને જોઈને શ્રેણિક રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો: ‘આ મુનિનું ગૌર રૂપ, આકાર વગેરે અપૂર્વ અને અલૌકિક છે, એના મુખ ઉપર અપૂર્વ-અદ્ભુત સૌમ્યતા છે, ચમત્કારિક ક્ષમાભાવ છે અને અદ્વિતીય નિઃસ્પૃહતા જોવા મળે છે.” રાજાએ મુનિવરનાં ચરણોમાં વંદના કરી, ત્રણ પ્રદક્ષિણા કરી અને વિનયથી મુનિરાજની સામે બેસી ગયો. મસ્તક ઉપર અંજલી રચીને રાજાએ મુનિરાજને પ્રશ્ન પૂછ્યો “હે મુનિવર, આપ તરુણ છો, યુવાન છો. આપની ઉંમર વિષયભોગની છે. આ ઉંમરે આપ સાધુ શા માટે બન્યા? કોઈ વિશેષ ધરણ હશે, જેને કારણે આપ સાધુ બન્યા છો - આ કારણ જાણવા માટે મને જિજ્ઞાસા છે.” અશરણ ભાવના ૧૪૯ | Page #162 -------------------------------------------------------------------------- ________________ મુનિએ રાજાની સામે જોયું. એની આંખોમાં ઊંડાણથી જોયું અને બોલ્યા: “રાજન, હું અનાથ છું! અશરણ છું ! મારું યોગક્ષેમ કરનાર કોઈ નાથ મને મળ્યો. નહીં કોઈ શરણદાતા મુનિ- કરુણાવંત પુરુષ મને મળ્યો નહીં. કોઈ એવો સ્નેહીસ્વજન - મિત્ર મળ્યા નહીં. એટલા માટે યૌવનકાળમાં જ હું સાધુ બન્યો.” મુનિરાજની વાત સાંભળીને શ્રેણિક હસવા લાગ્યા. તેમણે કહ્યું હે આય, એવું જ હોય તો હું આપનો નાથ બનું! અને હું નાથ બનીશ તો આપને અનેક મિત્રો, સ્વજનો, સ્નેહીઓ મળશે. બસ, આપ વૈષયિક સુખ ભોગવતાં રહો અને મનુષ્યજન્મને સફળ કરો.” આ સાંભળીને મુનિના મુખ ઉપર સ્મિત ઊભરાઈ આવ્યું. તે બોલ્યા : 'હે મગધાધિપતિ, તું સ્વયં અનાથ છે, તું મારો નાથ ક્યાંથી બનશે?” अप्पणा वि अणाहोसि सेणिया मगहाविहा । अप्पणा अणाहो संतो कहं मे भविस्ससि ? ॥ આમ તો પહેલેથી જ શ્રેણિક મુનિવરના રૂપગુણથી વિસ્મિત હતો જ, પરંતુ જ્યારે મુનિએ આ પ્રકારનાં વચનો કહ્યાં ત્યારે તે અત્યંત વિસ્મય પામ્યો. અત્યંત સંભ્રમિત થયો અને બોલ્યો - હે મુનિ, મારી પાસે હાથી, ઘોડા અને અંતઃપુર છે, હું હજારો ગામ-નગરોનો માલિક છું. હું મનુષ્યયોગ્ય વિપુલ ભોગ ભોગવું છું. હું મગધ દેશનો શાસક છું. - માલિક છું. અનેક સામંત રાજા મારી આજ્ઞા માને છે. મારી પાસે વિપુલ સમૃદ્ધિ છે. મારું અદ્વિતીય ઐશ્વર્ય છે. ઉત્કૃષ્ટ સંપત્તિ છે અને પ્રજાજનોની કામનાઓને પૂર્ણ કરનારો છું. તો પછી હું અનાથ કેવી રીતે ? હે મુનિ, જેની પાસે કશું જ હોતું નથી તે અનાથ કહેવાય છે. હું તો સર્વ સંપત્તિનો નાથ છું - અનાથ નથી.' “હે રાજનું મેં કયા અર્થમાં, કયા અભિપ્રાયથી “અનાથ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે તમે સમજ્યા નથી - જાણતા નથી. અનાથતા અને સનાથલાનાં મૂળ કારણ તમે જાણતા નથી. હે રાજેશ્વર, મેં મારે માટે જે “અનાથ' શબ્દનો પ્રયોગ કર્યો તેનું કારણ તમે સાંભળો. ચિત્તને સ્થિર કરીને સાંભળો.” અનાથિમુનિનું આત્મવૃત્તાંતઃ હું કૌશામ્બી નગરીનો નિવાસી હતો. મારા પિતાની પાસે કુબેર જેટલી સંપત્તિ હતી. હું જ્યારે યુવાવસ્થામાં આવ્યો ત્યારે એક સુંદર અને ગુણનિધાન કન્યા સાથે મારાં લગ્ન કરવામાં આવ્યાં. હું સંસારનું સર્વશ્રેષ્ઠ સુખ ભોગવતો હતો. એક દિવસે મારી આંખોમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. મારા શરીરના તમામ અવયવોમાં તીવ્ર દાહ ઉત્પન્ન થયો. આખા શરીરે દાહ ઉત્પન્ન થયો. જેવી રીતે શાન્ત સુધારસઃ ભાગ ૧ ૧૫૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ કોઈ શત્રુ કાન, નાક વગેરે ઇન્દ્રિયોમાં તીક્ષ્ણ પ્રહાર કરે અને પીડા ઉત્પન્ન થાય તેવી નેત્રવેદના હતી. કમરની બહાર અને અંદર, વક્ષસ્થળની બહાર અને અંદર તેમજ મસ્તકમાં મને ભયંકર પીડા થઈ રહી હતી. એક ક્ષણ વાર પણ મને ચેન પડતું ન હતું. એક પળ પણ મને સુખ મળતું ન હતું. મારાં માતાપિતા, પત્ની, ભાઈબહેન - કોઈ પણ મને આ ઘોર વેદનામાંથી બચાવી શકતાં ન હતાં. મારા અતિ પુત્રવત્સલ પિતાએ શાસ્ત્રકુશળ વૈદ્યોને બોલાવ્યા, ઔષધો મંગાવ્યા, અનેક પરિચારકો ઉપસ્થિત કર્યા. વૈદ્યરાજો મારી ચિકિત્સા કરવા લાગ્યા, પરંતુ તે બધા મને રોગમુક્ત કરી શક્યા નહીં - આ મારી પ્રથમ અનાથતા હતી. મારા પિતાનો મારા પ્રત્યે અગાધ પ્રેમ હતો. વૈદ્યોએ મારે માટે જે જે મૂલ્યવાન ઔષધો મંગાવ્યાં, તે તમામ ઔષધદ્રવ્યો લાવીને હાજર ક્ય; તો પણ પિતાજી મને દુઃખમાંથી મુક્ત કરી શક્યા નહીં. - આ મારી બીજી અનાથતા હતી. કહે રાજેશ્વર, પુત્રવત્સલ મારી પ્રિય માતા મારા દુઃખને લીધે અત્યંત શોકાતુર બની હતી. તે પણ મને રોગમુક્ત ન કરી શકી' - આ મારી ત્રીજી અનાથતા હતી. હે મહારાજા, મારા નાના અને મોટા - બધા ભાઈઓ મારા પ્રત્યે અત્યંત અનુરોગવાળા હતા. તે પણ મને રોગમુક્ત, દુઃખમુક્ત ન કરી શક્યા - એ મારી ચોથી અનાથતા હતી. - હે મગધાધિપતિ, મારી નાની મોટી બહેનો મારા પ્રત્યે અત્યંત અનુરાગવતી હતી. મારા દર્શને જોઈને રડી રહી હતી, તે મને મારી વેદનામાંથી મુક્ત કરી ન શકી - આ મારી પાંચમી અનાથતા હતી. હે શ્રેણિક રાજા, મારી સ્વરૂપવતી અને પતિવ્રતા પત્ની આંસુ વહાવતી મારી છાતીને ભીંજવી રહી હતી. તે પણ મારું દુઃખ દૂર કરી શકી ન હતી' - આ મારી છઠ્ઠી અનાથતા હતી. મારી પત્નીએ ભોજન, સ્નાન, વિલેપન, જલપાન વગેરે ત્યજી દીધાં હતાં. મારી પાસે જ ઊભી રહી હતી. મને છોડીને ક્ષણભર દૂર થતી ન હતી. છતાં હું વેદનામુક્ત ન થયો. આ મારી કેવી કરુણ અશરણતા? રાજા શ્રેણિક દત્તચિત્ત થઈને અનાથિમુનિનું વૃત્તાંત સાંભળી રહ્યા હતા. તેમને જીવની અનાથતાનો, અશરણતાનો ખ્યાલ આવી રહ્યો હતો. તેમણે પૂછ્યું: હેમુનિ, જ્યારે કોઈ ઔષધ કામ ન આવ્યું ત્યારે આપના પિતાએ શું કર્યું. આપ રોગમુક્ત કેવી રીતે થયા?” આજે બસ, આટલું જ. [ અશરણ ભાવના | અશરણ ભાવના | ૧૫૧ | ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૫ ૩. અશરણ ભાવના : સકલના : મૃત્યુની સામે અશરણતા. વૃદ્ધાવસ્થાની સામે અશરણતા. ઉગ્ર રોગોની સામે અશરણતા. . અનાથિમુનિનો આત્મવૃત્તાંત. ' • પોતાના અને બીજાના નાથ' કેવી રીતે બનાય? સંસારમાં જીવ અનાથ - અશરણ છે. સાધુ પણ અનાથ - અશરણ, કેવી રીતે ? સંભૂતમુનિ નિયાણું ચક્રવર્તી અને સાતમી નરક. સંભૂતમુનિનું માનસિક પતન. Page #165 -------------------------------------------------------------------------- ________________ तुरगरथेभनरावृत्तिकलितं दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं मैनिक इव लघु मीनम् ॥२॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् । प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती, निर्दयपौरुषनर्ती ॥ ३ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् । विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥ ४ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ॥ મૃત્યુની સામે અશરણતા : ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી જીવાત્માની અશરણતા બતાવતાં કહે છે કે જેવી રીતે માછીમાર નાની-મોટી માછલીઓને સરળતાથી પકડી લે છે; એ જ રીતે યમરાજ અશ્વ, રથ, હાથી અને પદાતિ સૈન્યથી સજ્જ અને અપ્રતિમ બળવાળા રાજાઓને પકડી લે છે. ભલેને તે રાજાઓ યમરાજની સામે દીનતા પ્રકટ કરતા હોય. મહાકાળથી બચવા માટે કોઈ મનુષ્ય વજ્રના ઘરમાં પ્રવેશી જાય, અથવા મુખમાં તણખલું લઈને યમરાજની સામે પોતાની હાર કબૂલ કરે તો પણ તે નિર્દય યમરાજ કોઈનેય છોડતો નથી. દેવોને આધીન કરનાર મંત્ર, વિદ્યાઓ અથવા ઔષધિઓનો પ્રયોગ કરે અગર પોતાના શરીરને પુષ્ટ કરનાર રસાયણોનું સેવન કરે છતાં પણ મૃત્યુ તેને છોડતું નથી. વૃદ્ધાવસ્થાની સામે જીવની અશરણતા : મૃત્યુ સમક્ષ જીવની અશરણતા - અનાથતાનું આ અદ્ભુત વર્ણન છે. એ જ રીતે ‘વૃદ્ધાવસ્થા’ની સામે પણ જીવની કેવી અશરણતા છે તેનું નિરૂપણ પણ સાંભળો. वपुषि चिरं निरुणद्धि समीरं पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि सजीर्यति जरसा ॥ ५ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् । सृजतीमसितशिरोरुहललितं मनुजशिरः सितपलितम् । को विदधानां भूधनमरसं प्रभवति रोद्धुं जरसम् ॥ ६ ॥ विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ॥ અશરણ ભાવના ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભલેને તમે દીર્ઘકાળ સુધી પ્રાણાયામ કરો, શ્વાસનિરોધ કરો. ભલેને સમુદ્રની પેલે પાર જઈને રહો, ભલેને ઊંચા પહાડ ઉપર જઈને વસો. પરંતુ એક દિવસે તમારા આ દેહનું પિંજર જીર્ણ થવાનું જ છે. એટલે કે વૃદ્ધાવસ્થા આવવાની જ છે. શ્યામ કેશ-સુશોભિત શિરને શ્વેત કરી દેનાર અને સુંદર શરીરને શુષ્ક કરી દેનારી જરા-વૃદ્ધાવસ્થાને રોકવા માટે કોણ સમર્થ છે? કોઈ જ નહીં. વૃદ્ધાવસ્થાથી બચવા માટે એક જ ઉપાય છે વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ આયુષ્ય પૂર્ણ થઈ જાય. મૃત્યુ આવી જાય તો જ વૃદ્ધાવસ્થાથી બચી શકાય છે. ઉગ્ર રોગોની સામે જીવની અશરણતા: જ્યારે મનુષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યારે એને કોણ બચાવી શકે છે? કોઈ જ નહીં. રાહુની પીડા એકલો ચંદ્ર જ સહન કરે છે, એ જ રીતે તમારા રોગોની પીડા તમારે પોતાને જ સહન કરવી પડે છે. તેમાં કોઈ પણ ભાગીદાર બનતું નથી. આ જ વાત રાજગૃહીના મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં અનાથિમુર્તિ રાજા શ્રેણિકને પોતાના જ વૃત્તાંત દ્વારા બતાવી રહ્યા હતા. કાલે મેં તમને આ જ વૃત્તાંત સંભળાવ્યું હતું ને? ઘેર જઈને ચિંતન-મનન કર્યું હતું ને? યાદ રાખજો, આ પ્રવચન ભાવનાઓના વિષયમાં ચાલી રહ્યું છે. પુનઃ પુનઃ ચિંતન કરવું એ જ ભાવના છે. અનિત્યતાનું વારંવાર ચિંતન કરવાનું છે. અશરણતાનું વારંવાર ચિંતન કરવાનું છે. ' ત્યારે જ એ ભાવનાઓ આત્મસાત્ બનશે. હું અશરણ છું, આ સંસારમાં એ અનુભૂતિ થશે. અનાથિમુનિનું આત્મવૃત્તાંતઃ રાજા શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં મુનિરાજે કહ્યું: “મેં મારા મનમાં વિચાર્યું, સંકલ્પ કર્યો કે આ તીવ્ર - મહાવેદનાથી જો હું એક વાર મુક્ત થઈ જાઉં તો ક્ષમાવાન બનાવનારી, ઈન્દ્રિયો અને મનને જીતનારી અને અનારંભી બનાવનાર સાધુતાનો સ્વીકાર કરીશ.” सयं च जइ मुच्चिज्जा वेअणा विउला इसो । खंतो दन्तो निरारंभो पव्वइए अणगारिअं ॥३२॥ उत्तराध्ययन/अ-२० હે રાજન, આ રીતે ચિંતન કરતાં કરતાં મને નિદ્રા આવી ગઈ. કેટલાય દિવસોથી મને નિદ્રા આવી ન હતી. હુંનિદ્રાધીન થઈ ગયો. શુભચિંતનના પ્રભાવથી, રાત્રિ પૂરી થતાં મારી વેદના ચાલી ગઈ. મારી આંખોની વેદના... મારા શરીરનો | શાન્તસુધારસઃ ભાગ ૧ | ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ દાહવર વગેરે તમામ પ્રકારનું દર્દ શાંત થઈ ગયું.' રાજેશ્વર, પ્રભાતમાં મેં મારાં માતાપિતા અને સ્વજનોને મારો સંકલ્પ સંભળાવ્યો. શુભ સંકલ્પનો પ્રભાવ જણાવ્યો. તેમની પાસેથી મેં સાધુ બનવાની રજા લીધી, અને હું સાધુ બની ગયો. કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન અને આરંભ - સમારંભના ત્યાગવાળી સાધુતાનું પાલન કરવા લાગ્યો. હે રાજનું, ત્યારે તો હું નાથ બન્યો, સનાથ બન્યો! પોતાનો નાથ બન્યો. બીજા જીવોનો પણ નાથ બન્યો. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે तओहं नाहो जाओ, अप्पाणो य परस्य य । सव्वेसिं चेव भूआणं तसाणं थावराण य ॥३५॥ ૩. મ. ૨૦ તમારા અને બીજાંના નાથ કેવી રીતે બન્યા?: મુનિવરે શ્રેણિકને આગળ કહ્યું: “રાજનું, અણગાર બન્યા પછી હું સ્વનો જ - પોતાનો નાથ બન્યો અને ત્રસ, સ્થાવર તમામ જીવોની રક્ષા કરનાર નાથ બન્યો. રાજનું પ્રથમ તો હું પોતે પોતાનો નાથ કેવી રીતે બન્યો તે બતાવું. अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मणी । अप्या कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ताय दुहाणय सुहाणय । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय-सुपट्ठिओ ॥ આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ વજકંટકોવાળું શાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામાદુગ્ધા ધેનું છે અને આત્મા જ નંદનવન છે. આત્મા જ સુખદુઃખનો કર્તા છે. આત્મા જ મિત્ર છે અને આત્મા જ શત્રુ છે. જ્યાં સુધી જીવ સંસારમાં વિષયકષાયોમાં મગ્ન રહે છે, ત્યાં સુધી વૈતરણી નદીરૂપ છે. મેં સંસારનો ત્યાગ કરી દીધો. હું પોતે પોતાનો નાથ બન્યો. મેં સંસારનો આરંભ - સંમારંભોનો ત્યાગ કરી દીધો. એટલા માટે હું બીજા જીવોનો પણ નાથ બન્યો. મેં જ્યારે સાધુતાનો સ્વીકાર કરી લીધો તો મને કામધેનુ મળી ગઈ. નંદનવન મળી ગયું. હુંચિત્તનો પરમ આનંદ અનુભવું છું. આ મારી સનાથતા છે. મન-વચનકાયાથી હું સંયમધર્મનું નિરતિચાર પાલન કરું છું. એટલા માટે સ્વ-પરનો નાથ છું. રાજનું, સ્વ-પરનો નાથ તે જ બને છે કે જે - - કર્મશત્રુઓનો નાશ કરવા તત્પર હોય છે. અશરણ ભાવના ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ - ઇન્દ્રિય-વિજય કરવા પ્રયત્નશીલ હોય છે. – મનોજય કરવા પ્રતિક્ષણ જાગ્રત રહે છે. – ઘોર - વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. - પોતાના મહાવ્રતોનું વૃઢતાપૂર્વક પાલન કરે છે. અનાથિમુનિમાં આ પાંચ વાતો હતી, એટલા માટે તે “નાથ” બન્યા હતા. શ્રેણિકમાં આ પાંચ વાતો ન હતી એટલા માટે તેઓ અનાથ હતા. મુનિએ શ્રેણિકને એટલા માટે “અનાથ' કહ્યો હતો. સંસારમાં જીવ અનાથ - અશરણ છે : સંસારમાં જીવ ઉગ્ર રોગોની સામે, વૃદ્ધાવસ્થાની સામે અને મૃત્યુની સામે તો અનાથ - અશરણ જ છે. પરંતુ આ વાતો સિવાય આધ્યાત્મિક વૃષ્ટિથી પણ જીવ કેવો. અનાથ અને અશરણ છે એ પણ સમજી લેવાનું છે. * જે જીવાત્મા અરિહંત પરમાત્માની, સિદ્ધ ભગવંતની, સાધુપુરુષોની અને કેવલી પ્રણીત ધર્મની અવજ્ઞા કરે છે, તેમની આજ્ઞા નથી માનતો, તેમના પ્રત્યે શ્રદ્ધાવાન નથી હોતો, તે અનાથ - અશરણ છે. * જે જીવાત્મા ક્રોધ, માન, માયા અને લોભ કરતો રહે છે; ચાર કષાયોને પાપ માનતો નથી; તે અનાથ - અશરણ છે. * જે જીવાત્મા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં લીન રહે છે - આ પાંચમહાપાપોને પાપ માનતો નથી; એ પાપોના ત્યાગની ભાવના રાખતો નથી; તે અનાથ છે, અશરણ છે. * જે જીવાત્મા મન-વચન-કાયાના અશુભ યોગોમાં, પાપકર્મોમાં પ્રવર્તિત રહે છે, શુભ યોગોમાં પડતો નથી, તે અનાથ - અશરણ છે. * જીવાત્મા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ત્યાગ કરતો નથી, તે અનાથ છે – અશરણ છે. * જે જીવાત્મા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં લીન રહે છે, તે અનાથ અશરણ હોય છે. * જે જીવાત્મા જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને ચારિત્રવિરાધના કરતો રહે છે, તે અનાથ - અશરણ હોય છે. * જે જીવાત્મા આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરતો રહે છે. ધર્મધ્યાન નથી કરતો તે અનાથ - અશરણ હોય છે. | ૧૫૬ સુધારસઃ ભાગ ૧| Page #169 -------------------------------------------------------------------------- ________________ * જે જીવાત્મા પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ હોય છે તે અનાથ - અશરણ હોય છે. - સાધુ પણ અનાથ - અશરણ કેવી રીતે? : ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં અનાથિમુનિએ રાજા શ્રેણિકને સાધુ-શ્રમણની પણ અનાથતા બતાવી - અશરણતા બતાવી છે, એ સમજવા જેવી વાત છે. આ અનાથતા - અશરણતા પરલોકની બાબતમાં બતાવી છે. * અનાથિમુનિએ કહ્યું: ‘હે રાજનું, નિગ્રંથ ધર્મની પ્રાપ્તિ થયા છતાં નિ:સત્ત્વ મનુષ્ય પોતાના આચારપાલનમાં શિથિલ બને છે. સ્વ-પરની રક્ષા કરવા સમર્થ બનતા નથી. આ એ જીવોની અશરણતા છે. * પ્રવજ્યા લીધા પછી જે સાધુ પ્રમાદને કારણે મહાવ્રતોનું સારી રીતે પાલન નથી કરતો, આત્માનુશાસન નથી કરતો, રસાસક્ત હોય છે, તે સમૂલ રાગદ્વેષનું ઉચ્છેદન કરી શકતો નથી; આ એની અશરણતા છે. * જે સાધુ પાંચ સમિતિનું પાલન નથી કરતો, તે મોક્ષમાર્ગનું અનુસરણ નથી કરી શકતો, એ પણ એની અનાથતા છે. * જે સાધુ કેશલુંચન કરે છે, પરંતુ સંયમાનુષ્ઠાન નથી કરતો, તપ અને નિયમોથી ભ્રષ્ટ થાય છે, તે અનાથ - અશરણ બનીને સંસારમાં પરિભ્રમણ કરતો થઈ જાય * જેનામાં સાધુતાનો ભાવ નથી હોતો, જે સાધુના આચારોના પાલનમાં શિથિલ હોય છે, તે દ્રવ્યસાધુ કહેવાય છે. દ્રવ્યમુનિ અસાર હોય છે, નિર્ગુણ હોય છે. તે સર્વત્ર ઉપેક્ષિત હોય છે. તે લોકો જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં મૂલ્યહીન હોય છે. આવા દ્રવ્યમુનિઓ સરળ જીવોને ઠગે છે. તેઓ અશરણ બનીને સંસારમાં ભટકે * માત્ર ઉદરભરણ માટે જે સાધુવેશ ધારણ કરે છે, અસંયમી હોવા છતાં સંયમી કહેવડાવે છે, તે દીર્ઘકાળપર્યત નરકાદિ દુર્ગતિઓમાં વિનિપાત પામે છે. * જે રીતે પીધેલું ઝેર, ખોટી રીતે પકડેલું હથિયાર, અવિધિથી કરેલી મંત્રસાધના મનુષ્યને મારે છે; એ જ રીતે શબ્દાદિ વિષયોની લંપટતા, દ્રવ્યમુનિનું દુર્ગતિમાં પતન કરાવે છે. * જે દ્રવ્યમુનિ લક્ષણશાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્રનો પ્રયોગ કરે છે, જે દ્રવ્યમુનિ અષ્ટાંગ જ્યોતિષનો નિમિત્ત તથા સંતાનાદિ માટે પ્રયોગ કરે છે. ઇન્દ્રજાલ, જાદુમંત્ર, તંત્રવિદ્યારૂપ આસવોનું સેવન કરે છે, એ દ્રવ્યમુનિને અનાથ - અશરણ ભાવના ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ અશરણ સમજવો. * મિથ્યાત્વથી આહત અને ઉત્કૃષ્ટ અજ્ઞાનથી તે દ્રવ્યમુનિ શીલહીન બનીને, સદાય દુઃખી થઈને, તત્ત્વવિપરીતતા પામીને, ચારિત્રની વિરાધના કરીને, સતત, નરકગતિ - તિર્યંચયોનિમાં જન્મ-મરણ કરે છે. આ રીતે સાધુની વિવિધ અનાથતા - અશરણતા બતાવી છે. અનાથ - અશરણ બનેલા દ્રવ્યમુનિઓને દુર્ગતિમાં જવું જ પડે છે. તેમને કોઈ જ બચાવી શકતું નથી. આ એમની અશરણતા છે - અનાથતા છે. સંભૂતમુનિ નિયાણું ચક્રવર્તી સાતમી નારકીઃ જ્યારે દ્રવ્યમુનિની અનાથતા - અશરણતાની વાત બતાવી છે, ત્યારે એક દ્રષ્ટાંત સંભળાવીને એ વાતને પુષ્ટ કરું છું. એ વૃષ્ટાંત છે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું. આમ તો વાત અતિ વિસ્તૃત છે, પરંતુ સંક્ષિપ્તમાં કહું છું કારણ કે મારે જીવની અશરણતા બતાવવી છે. કાશીમાં ભૂતદત્ત નામનો ચંડાળ રહેતો હતો. ખૂબ સમૃદ્ધિવાળો હતો. એને બે પુત્રો હતા - ચિત્ર અને સંભૂત. કાશીનો રાજા હતો શંખ, તેનો મંત્રી હતો નમૂચિ. એક વાર નમુચિએ બહુ મોટો અપરાધ ક્યો. રાજાએ નમુચિને મારવા માટે ભૂતદત્ત ચંડાળને સોંપ્યો. નમુચિએ ભૂતદત્તને કહ્યું: ‘ગમે તેમ કરીને તું મને બચાવી લે.ભૂતદત્તે કહ્યું : જો તું મારા બંને પુત્રોને સારી રીતે શિક્ષણ આપે તો હું તને બચાવી લઉં.’ નમુચિ માની ગયો. ભૂમિગૃહમાં ગુપ્ત રીતે નમુચિએ ચિત્ર અને સંભૂતને ભણાવવાનું પ્રારંવ્યું. ગીત, સંગીત, નૃત્ય આદિ કલાઓ પણ શીખવવા લાગ્યો. કેટલાંક વર્ષો સુધી આ ઉપક્રમ ચાલતો રહ્યો. પરંતુ નમુચિનો ભૂતદત્તની પત્ની સાથે સંબંધ થઈ ગયો. તે બંને જણાં વ્યભિચાર સેવવા લાગ્યાં. એક દિવસે ભૂતદત્તને આ પાપલીલાનો ખ્યાલ આવી ગયો. તેણે નમુચિને મારી નાખવાનો નિર્ણય કર્યો. ચિત્ર - સંભૂતને ખબર પડી ગઈ કે તેમના પિતા નમુચિને મારી નાખવાના છે. તેમણે નમુચિને ગુપ્ત માર્ગે નસાડી મૂક્યો. આ બાજુ નગરમાં મદનમહોત્સવ પ્રવર્તિત થયો. નગરના લોકો ઉદ્યાનમાં આવવા લાગ્યા. ચિત્ર-સંભૂત પણ ગાતાં ગાતાં નગરમાં ફરવા લાગ્યા. એ એટલું તો મધુર ગાતા હતા કે તેમની આજુબાજુ લોકોની ભીડ જામી ગઈ. લોકો પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ કેટલાક રાજપુરુષોએ જઈને રાજાને કહ્યું કે બે ચાંડાલપુત્રોએ પોતાની ગીતકલા દ્વારા લોકોને આકર્ષી છે અને નગરને અપવિત્ર કર્યું છે.' [ ૧૫૮ શાન્ત સુધારસઃ ભાગ ૧] Page #171 -------------------------------------------------------------------------- ________________ રાજાએ આ બે ચાંડાલપુત્રોને નગરમાંથી બહાર કાઢી મૂકવા કોતવાલને આજ્ઞા કરી, પરંતુ કેટલાક દિવસો પછી ચિત્ર અને સંભૂત બુરખો ઓઢીને ફરીથી નગરમાં ફરવા લાગ્યા, ગાવા લાગ્યા. હજારો નગરયુવકો તેમની કલાથી આકર્ષાયા. “આ બે કોણ ગાયકો છે?' એવી જિજ્ઞાસાથી યુવકોએ તેમનો બુરખો ખેંચી લીધો - “અરે આ તો પેલા ચાંડાલપુત્રો છે. લોકો એમને મારવા લાગ્યા. ચિત્ર-સંભૂત નગરની બહાર ચાલ્યા ગયા. ગંભીર’ નામે ઉધાનમાં ગયા. એક વૃક્ષની નીચે બેસીને વિચારવા લાગ્યા, “આપણે હીન જાતિના હોવાને કારણે આપણી કલા, આપણું રૂપ, આપણું કૌશલ્ય વગેરે ધિકકારપાત્ર બની ગયાં છે. આવી ધિકારપાત્ર અવસ્થામાં જીવવા કરતાં મરી જવું વધારે સારું છે.' આત્મહત્યા કરવાની વિચારણા કરી બંને ભાઈઓ દક્ષિણ દિશામાં ચાલ્યાં. ચાલતાં ચાલતાં બંને ભાઈઓ એક ખૂબ જ ઊંચા પહાડ ઉપર પહોંચ્યા. બંનેએ વિચાર કર્યો - ‘આ પહાડના શિખર ઉપર ચડીને ત્યાંથી ઊંડી ખાઈમાં પડીને મરી જઈએ.’ એ લોકો પર્વત ઉપર ચડવા લાગ્યા. શિખર ઉપર એમણે એક મહામુનિને જોયા. મુનિવર કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. મુનિરાજનાં દર્શન કરવાથી ચિત્ર-સંભૂતના હૃદયમાં આનંદ થયો. એ લોકો પોતાનાં દુઃખ ભૂલી ગયા. એમની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. તેઓ મુનિરાજનાં ચરણોમાં નમી પડ્યા. મુનિરાજે ધ્યાન પૂર્ણ કર્યું અને પૂછ્યું: ‘તમે કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?’ ચિત્ર-સંભૂતે પોતાની આખીય વ્યથાની કથા સંભળાવી. મુનિવરે કહ્યું “મહાનુભાવો, આત્મહત્યા કરવાથી તમારા શરીરનો નાશ થશે, પરંતુ તમારાં પાપકર્મોનો નાશ નહીં થાય. જ્યાં સુધી આત્માની સાથે પાપકર્મો લાગેલાં રહેશે ત્યાં સુધી દુઃખોનો અંત આવવો શક્ય નથી. બીજા જન્મમાં વધારે ભારે દુઃખ ભોગવવાં પડશે. છતાં પણ જો તમારે શરીરનો ત્યાગ કરવો જ છે, તો તપશ્ચર્યા કરીને શરીર ત્યજો. તપશ્ચર્યાથી સ્વર્ગ અને મોક્ષનાં સુખ મળે છે. ઘોર-વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આ દુર્લભ માનવજીવન સફળ થાય છે. આ માનવદેહ અતિમૂલ્યવંત છે. એનો વ્યર્થ નાશ ન કરવો જોઈએ. મહામુનિની અમૃતમયી વાણી સાંભળીને બંને ભાઈઓનાં મન નિર્મળ બન્યાં - પવિત્ર બન્યાં. આત્મહત્યા કરવાનો વિચાર છોડી દીધો. બંનેએ એ મુનિની પાસેથી શ્રમણધર્મનો સ્વીકાર કર્યો. બંને ભાઈઓ સાધુ બની ગયા. મુનિરાજે બંને ભાઈઓને સારું અધ્યયન કરાવ્યું. તેઓ જ્ઞાની બન્યા. તપસ્વી બન્યા. ગુરુદેવની આજ્ઞા પામીને ચિત્રમુનિ અને સંભૂતમુનિ ગામ-નગરોને પાવન કરતા અશરણ ભાવના ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુરના બાહ્ય પ્રદેશમાં પહોંચ્યા. નગરના બાહ્ય ઉદ્યાનમાં બંને મુનિવરોએ સ્થિરતા કરી અને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ' એક દિવસે સંભૂતમુનિ માસખમણ(એક માસના ઉપવાસ)ના પારણા માટે ભિક્ષા લેવા માટે નગરમાં ગયા. ત્યાં પેલા નમુચિએ મુનિરાજને જોયા. નમૂચિ કાશીમાંથી ભાગીને અહીં આવ્યો હતો, અને ચક્રવર્તી સનતકુમારની રાજસભામાં મંત્રી બન્યો હતો. નમુચિએ સંભૂતમુનિને ઓળખી લીધા. તે ગભરાઈ ગયો. તેણે વિચાર્યું - ‘આ સંભૂત-ચાંડાલપુત્ર મારો પૂર્વવૃત્તાંત પ્રકટ કરશે. એટલે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી - “આ સાધુને મારીને નગરની બહાર કાઢી મૂકો.’ સેવકોએ જઈને સંભૂતમુનિને પકડ્યા અને મારવા લાગ્યા. નમુચિ જુએ છે. નીચ અને અધમ પુરુષ ઉપર કરેલા ઉપકાર સાપને દૂધ પાવા બરાબર છે.' શું નમુચિ જાણતો ન હતો કે “જો ચિત્ર અને સંભૂતે તેને ગુપ્ત માર્ગેથી ભગાડ્યો ન હોત તો તેમનો પિતા-ચાંડાલ તેને મારી નાખત?મેં તો એ આશ્રયદાતા - જીવનદાતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો હતો.” આ બધું જ તે જાણતો હતો. છતાં પણ સંભૂતને - જે મુનિવેશમાં હતો, તેને પોતાનાં સૈનિકો દ્વારા મરાવે છે. મુનિ બાહ્યોદ્યાનમાં જવા વળ્યા પરંતુ સૈનિકોએ જવા ન દીધા - મારતા જ રહ્યા. ત્યારે અચાનક મુનિના મુખમાંથી તેજોલેશ્યા ઉત્પન્ન થઈ ગઈ. મુનિ કોપાયમાન થઈ ગયા. મુખમાંથી અગ્નિજ્વાળાઓ નીકળવા લાગી. જે સૈનિકો તેમને મારતા હતા તે બધા અગ્નિજ્વાળામાં બળવા લાગ્યો. નગરવાસીઓ ગભરાયા. નમુચિ પણ ભયભીત થઈ ગયો. વાત પહોંચી ચક્રવર્તી સનકુમાર સુધી. તે તત્કાલ મુનિરાજની પાસે આવ્યો. મુનિરાજને વંદન કરીને પ્રાર્થના કરી. ‘ભગવન! આ પ્રકારે રોષ કરવો આપ જેવા મુનિવરને માટે શું ઉચિત છે? સૂર્યનાં કિરણોથી ચંદ્રકાન્ત મણિ તપે છે જરૂર, પરંતુ પોતાની શીતળતા છોડતો નથી. આ સેવકોએ આપનો અપરાધ કર્યો છે, એટલા માટે એમના ઉપર ક્રોધ આવવો સહજ છે, પરંતુ સત્પરષોનો ક્રોધ, દુર્જનોના સ્નેહ જેવો ક્ષણિક હોય છે. આમ તો સત્પરષોને ક્રોધ આવતો જ નથી, આવે તો દીર્ઘકાળ સુધી ટકતો નથી. અને રહેતો પણ નિષ્ફળ જાય છે. હેમહામુનિ, મારી આપને પ્રાર્થના છે કે આપ ક્રોધ છોડી દો. કારણ કે આપ તો અપકારી અને ઉપકારી બંને પ્રતિ સમદ્રુષ્ટિ ધરાવો છો.' છતાં પણ મુનિરાજની તેજોલેશ્યા શાન્ત ન થઈ. આ વાત ચિત્રમુનિને ઉદ્યાનમાં મળી ગઈ તે તત્કાલ સંભૂતમુનિ પાસે આવ્યા અને મધુર વાણીમાં સંભૂતમુનિને શાન્ત કર્યા. રાજા અને પ્રજાએ મુનિવરને વંદના કરી. બંને મુનિરાજ ઉદ્યાનમાં પાછા [૧૦ ] | શાન્તસુધારસ : ભાગ ૧ ક Page #173 -------------------------------------------------------------------------- ________________ ફર્યા. સંભૂતમુનિના હૃદયમાં ઘોર પશ્ચાત્તાપ થયો. તેમણે ચિત્રમુનિને કહ્યું: “માત્ર આહાર માટે ઘેર ઘેર ફરવામાં કષ્ટ થાય છે. આહારથી શરીરનું પોષણ કરવા છતાં પણ પરિણામ તો શરીરનો નાશ જ છે. એકદિવસે શરીરનષ્ટ થવાનું જ છે. તો પછી. યોગીપુરુષોએ શરીર અને આહારની અપેક્ષા જ શા માટે રાખવી જોઈએ? તો આપણે ચારે આહારનો ત્યાગ કરીને અનશન ગ્રહણ કરી લઈએ.' ચિત્રમુનિ અને સંભૂતમુનિએ અનશન વ્રતનો સ્વીકાર કરી લીધો. આ બાજુ ચક્રવર્તી રાજાએ સાધુઓને પરેશાન કરનાર નમુચિને પકડી લીધો. રાજાએ કહ્યું : પૂજ્ય પુરુષની જ પૂજા નથી કરતો, પરંતુ તેમનું હનન કરે છે, તે મહાપાપી છે.” રાજાએ નમુચિને દોરડાથી બાંધીને નગરના રાજમાર્ગો ઉપર ફેરવ્યો, પછી બાગમાં મુનિરાજની સમક્ષ ઉપસ્થિત કર્યો. ચક્રવર્તીએ બંને મુનિરાજોને વંદના કરી અને કહ્યું: ‘આપ આજ્ઞા કરો, આ આપનો અપરાધી છે; આને શું દંડ કરું? મુનિરાજે કહ્યું : “રાજનું જે અપરાધી હોય છે તે સ્વતઃ પોતાનાં પાપકર્મોનું ફળ ભોગવે છે.” મુનિવરોએ નમુચિને બંધનમુક્ત કરાવ્યો. રાજાએ એને દેશનિકાલ કર્યો. સંભૂતમુનિનું માનસિક પતન? ચક્રવર્તી રાજા સંભૂતમુનિ તેમજ ચિત્રમુનિના ગુણોથી આકર્ષિત થયો હતો. તે પોતાના અંતપુરની રાણીઓને લઈને મુનિરાજોને વંદન કરવા આવ્યો હતો. બંને મુનિવરોએ અનશન-વ્રત સ્વીકાર્યું હતું. બંને શાન્ત હતા, સ્વસ્થ હતા. ચક્રવર્તીએ બંને મુનિવરોને વંદના કરી. સુનંદા ચક્રવર્તીની રાણી – એક સ્ત્રીરત્ન હતું. તેણે હજારો રાણીઓ સાથે ભાવપૂર્વક વંદના કરી. વંદન કરતી વખતે તેનો ચોટલો છૂટી ગયો. આમેય સ્ત્રીરત્નના વાળ અતિશય દીર્ઘ હોય છે તે વાળ સંભૂતમૂનિને સ્પર્શી ગયા. વાળનો સ્પર્શ થતાં જ તત્કાલ મુનિ રોમાંચિત થઈ ગયા. રાજા પોતાના અંતઃપુર સાથે નગરમાં ચાલ્યો ગયો. સંભૂતમુનિ પોતાના મનનો નિગ્રહ કરી શક્યા નહીં. બીજી રીતે જોતાં કામદેવ તો સદાય જીવનનાં છિદ્રો જોતો જ હોય છે. સંભૂતમુનિએ વિચાર કર્યો: “જે સ્ત્રીરત્નના વાળનો સ્પર્શ આટલો સુખદાયી હોય છે, મનભાવન છે, એના શરીરનો સ્પર્શ - સવગ શરીરનો સ્પર્શ કેટલો સુખદ હશે? મારે આવી રાણી જોઈએ. આવી રાણી ચક્રવર્તી રાજાને જ હોય છે. જો હું મારી તપશ્ચર્યાનું નિયાણું કરી દઉં તો આગામી ભવમાં ચક્રવર્તી રાજા બની શકું અને મને આવું સ્ત્રીરત્ન મળી શકે.' સંભૂતમુનિએ પોતાના મનના વિચારો, નિયાણું કરવાની ઇચ્છા ચિત્રમુનિને કહી સંભળાવી. ચિત્રમુનિએ કહ્યું: ‘તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. જે તપશ્ચર્યા અશરણ ભાવના ૧૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનું ફળ આપનાર છે, એ તપશ્ચર્યાથી તમે મનુષ્ય લોકનાં બિભત્સ વૈષયિક સુખની કામના કરો છો?- આવી કામના ન કરો. સંસારમાં ભટકાઈ પડશો. શું તમે નથી જાણતા કે નિયાણું કરીને માગેલું ભૌતિક સુખ તોં મળી જાય છે, પરંતુ ચારિત્ર ધર્મ નથી મળતો. ભૌતિક સુખોમાં મોહમૂઢ બનીને જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે એ નથી જાણતા? તમે જ્ઞાની થઈને આવી ગંભીર ભૂલ ન કરતા.” સંભૂતમુનિના મન ઉપર પ્રબળ વિષયેચ્છા છવાઈ ગઈ હતી. ચિત્રમુનિની પ્રેરણાની કોઈ અસર ન થઈ. તેમણે નિયાણું કરી જ નાખ્યું!- “મેં દુષ્કર તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાનું જો મને ફળ મળવાનું હોય તો મને આવનાર જન્મમાં સ્ત્રીરત્નની પ્રાપ્તિ થાય, હું ચક્રવર્તી રાજા બનું.' છતાં પણ ચિત્રમુનિએ સંભૂતમુનિને કહ્યું: ‘તમે મિથ્યા દુષ્કૃત’ દઈને નિયાણું છોડીનાખો, મારું કહ્યું માનો. તમારા જેવા જ્ઞાની અને તપસ્વી મુનિ માટે આ નિયાણું સર્વથા અનુચિત જ છે.” પરંતુ સંભૂતમુનિએ નિયાણાનો ત્યાગ ન કર્યો. બંને મુનિવરોનું આયુષ્યકર્મ પૂર્ણ થાય છે - મૃત્યુ થાય છે. બંનેનો આત્મા પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આજે બસ, આટલું જ. [૧૬૨ શાન્ત સુધારસ ભાગ ૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ શીG@ારી પ્રવયના ૧૦ ૪. અશરણ ભાવના : સંકલના : દુઃખોનું મૂળ મમત્વ. સંભૂતમુનિ મરીને બ્રહ્મદત્ત ચક્રી. પૂર્વજન્મના ભાઈ-મુનિનું મિલન અને ઉપદેશ. બ્રહ્મદત્ત આંધળો થાય છે. મૃત્યુ અને સાતમી નરકમાં. વિશ્વના ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વ. શ્રદ્ધાવાન્ નિર્ભય હોય. સીતાજી-દમયંતી-સુરસુંદરી. અભય-અષ-અખેદ, • દુઃખોમાં પણ સ્થિર મનથી ધરિાધનાનું રહસ્યઃN સતી મનોરમા. શાન્તસુધાનું પાન કરો. શ્રીપાલ અને ધવલશેઠ શિાન્તસુધા એટલે મોક્ષસુખ. શરણાગતિનો ભાવ દ્રઢ કરો. શ્રી ચિદાનન્દજીનું એક કાવ્ય. ઉપસંહાર. Page #176 -------------------------------------------------------------------------- ________________ शरणमेकमनुसर चतुरंगं परिहर ममतासंगम् । विनय ! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥८॥ विनय ! विधीयतां रे श्रीजिनधर्मः शरणम् । अनुसंधीयतां रे, शुचितरचरणस्मरणम् ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ની બીજી અશરણ ભાવનાનું સમાપન કરતાં કહે છે ઃ ‘હે આત્મનું, તું ચાર શરણ સ્વીકારી લે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રણીત ધર્મનું શરણું લે. મમતાનો સંગ છોડી દે અને શિવસુખના નિધાનરૂપ શાન્તસુધા૨સનું આસ્વાદન કર.’ તીવ્ર રોગોથી અનિવાર્ય વૃદ્ધાવસ્થા તેમજ નિશ્ચિત મોતથી આ દુનિયામાં કોઈ બચવાનું નથી. નિયતિનો સ્વીકાર કરતાં જીવાત્માએ જીવનનો મોહ છોડી દેવો જોઈએ. જીવનના મોહથી મુક્ત થવું જોઈએ. દુઃખોનું મૂળ - મમત્વ : જેવી રીતે જીવનમાં અશરણતા છે એ જ રીતે જીવન પણ અશરણ છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈક વાર અશરણતાનો અનુભવ કરે છે. જ્યાં જ્યાં એનાં બળ, બુદ્ધિ, શક્તિ, સંપત્તિ વગેરે શરણભૂત નથી બનતાં; સ્વજન-પરિજન શરણભૂત નથી બનતાં; ત્યાં મનુષ્ય ઘોર દુઃખનો અનુભવ કરે છે. મનુષ્યને પોતાનું જીવન પ્રિય લાગે છે અને જ્યારે એ જીવનને ભયમાં જુએ છે ત્યારે તે દુઃખી થઈ જાય છે. જ્યારે બચવાનો કોઈ માર્ગ નથી દેખાતો ત્યારે તે મરવાનો - આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. ચિત્ર-સંભૂત બંને ભાઈઓનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સર્વ પ્રથમ નગરવાસીઓએ ‘આ તો ચાંડાલ છે’ - એવો તિરસ્કાર કરીને માર્યા હતા, ત્યારે તે પોતાની જાતને અશરણ સમજી મરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. ભાગ્યયોગે એ પહાડ ઉપર એમને મહામુનિ મળી ગયા અને તેમણે આશ્વાસન આપ્યું. ચાંડાલકુળને ધ્યાનમાં ન લેતાં મુનિરાજે એ બંને ભાઈઓને વાત્સલ્યથી - કરુણાથી શરણું આપ્યું અને સાધુત્વ અર્યું. બંને ભાઈઓને નવું જીવન મળ્યું. પુનઃ હસ્તિનાપુર નગરમાં સંભૂતમુનિને નમુચિ મંત્રીએ ત્રાસ આપ્યો. તે સૈનિકોની સામે અશરણ થઈ ગયા અને જીવનનું મમત્વ જ તૂટી ગયું. બંને ભાઈઓએ - મુનિવરોએ અનશન જ સ્વીકારી લીધું ! સ્વૈચ્છિક મૃત્યુનું વરણ કરી લીધું. પરંતુ ચક્રવર્તી રાજાની રાણી-સ્ત્રીરત્નનું એવું નિમિત્ત મળ્યું કે પુનઃ સંભૂતમુનિના મનમાં જીવનનું મમત્વ જાગ્રત થઈ ગયું !! ૧૬૪ શાન્તસુધારસ : ભાગ ૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જીવનનું મમત્વ નહીં, ચક્રવર્તીના જીવનનું મમત્વપેદા થયું!ચિત્રમુનિ જીવનના મમત્વથી ન બંધાયા, સંભૂત બંધાઈ ગયા. તેમણે નિયાણું કરી દીધું. બંને ભાઈનું આયુષ્ય પૂર્ણ થતાં બંને જણા દેવલોકમાં દેવ બન્યા. દેવત્વ પણ શાશ્વતુ નથી હોતું. દેવોનું પણ આયુષ્ય હોય છે. આયુષ્ય પૂર્ણ થતાં દેવત્વ છૂટી જાય છે. મનુષ્ય ભવાયા તો તિર્યંચભવમાં જન્મ લેવો પડે છે. દેવમરીને દેવભવમાં જન્મ લઈ શકતો. નથી. એ રીતે સીધો નરકમાં પણ જન્મ ધારણ કરતો નથી. સંભૂત મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી : સંભૂતના દેવભવનું આયુષ્ય પૂર્ણ થાય છે અને એ ભરતક્ષેત્રના કાંડિલ્યપુરમાં બ્રહ્મરાજાની રાણી ચલણીદેવીના પેટે અવતરે છે. ચલણીએ ૧૪મહાસ્વપ્નો જોયાં. ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્નો જુએ છે. પુત્રનો જન્મ થયો તો તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું. બ્રહ્મદત્ત બાર વર્ષનો થયો ત્યારે બ્રહ્મરાજાનું મૃત્યુ થઈ ગયું ચક્રવર્તી બન્યા પહેલાં બ્રહ્મદત્ત રાજાના જીવનમાં અનેક કષ્ટો આવ્યાં, આપત્તિઓ આવી. પરંતુ એનો જીવનમોહપ્રબળ હતો. તેને વૈરાગ્ય થવાનો નહતો. એક દિવસે એ ચક્રવત બન્યો. નિયાણું કર્યું હતું ને? સ્ત્રીરત્ન પણ મળ્યું. નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વના પાંચ જન્મ બતાવનાર જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. તેણે પૂર્વજન્મના ભાઈ ચિત્રને જોયો: ‘મારો ભાઈ મને ક્યાં મળશે?” ચિત્ર માટે તેના હૃદયમાં દ્રઢ અનુરાગ હતો. ચક્રવર્તી ચિત્રને શોધી કાઢે છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, આ ભરતક્ષેત્રમાં ચિત્ર પુરીમતાલ નગરમાં શ્રેષ્ઠીપુત્ર બને છે. એને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે સંસારથી વિરક્ત બને છે અને ચારિત્રધર્મનો સ્વીકાર કરે છે. પૂર્વભવના ભ્રાતાને પ્રતિબોધ આપવા તે મુનિ પુરીમતાલ નગરમાં આવે છે. ત્યાં બ્રહ્મદત્ત સાથે તેનું મિલન થાય છે. બ્રહ્મદત્ત પૂર્વભવના ભાઈને મળતાં અતિશય હર્ષસભર બની જાય છે. વંદના કરે છે અને ઉપદેશ સાંભળવા વિનયથી બેસી જાય છે. મુનિરાજ બ્રહ્મદરને ઉપદેશ આપે છે. જો કે તે જાણે છે કે આ નિયાણું કરીને ચક્રવર્તીપદ પામ્યો છે, એટલા માટે તેનું જીવનમમત્વ, ભોગાસક્તિ તૂટે તેમ નથી. છતાં પણ એક કર્તવ્યના સંબંધે તેમણે ઉપદેશ આપ્યો. પૂર્વજન્મના ભ્રાતા-મુનિનું મિલનઃ ઉપદેશઃ હે રાજનું, આ સંસાર અસાર છે. સંસારમાં કશું પણ સારભૂત નથી. સારભૂત એકમાત્ર ધર્મ જ છે. આ શરીર, લક્ષ્મી, સંપત્તિ, સ્વામિત્વ, સ્નેહ, સ્નેહી, સ્વજનો – સર્વ ચંચળ છે, અસ્થિર છે, વિનાશી છે. રાજનું તેં બહારના તમામ શત્રુઓને જીતી [ અશરણ ભાવના : ૧૬૫ | Page #178 -------------------------------------------------------------------------- ________________ લીધા છે. હવે મોક્ષ પામવા માટે અંતરંગ શત્રુઓને પણ જીતી લે. જે રીતે રાજહંસ પાણીને છોડી દઈને ક્ષીરને ગ્રહણ કરે છે, તેવી રીતે તું આ સંસારને છોડીને ચારિત્રધર્મનો સ્વીકાર કરી લે.” આ સાંભળીને બ્રહ્મદત્તે કહ્યું: “મારા આત્મતુલ્ય બંધુ ! મારા સદ્ભાગ્યથી મને આપનાં દર્શન થયાં. આ રાજશ્રી આપની જ છે. આપ સ્વેચ્છાથી વિપુલ રાજવૈભવ ભોગવો - ભોગસુખ ભોગવો. તપનું ફળ ભોગવો. ભોગસુખ મળ્યા પછી તમારે તપશ્ચય શા માટે કરવી છે?' મુનિરાજે કહ્યું હે રાજનું, મારા ઘરમાં પણ કુબેર જેવી સંપત્તિ હતી, વિપુલ ભોગસામગ્રી હતી. પરંતુ મેં એને તૃણવતું તુચ્છ સમજીને - ભવભ્રમણનું કારણ સમજીને છોડી દીધી. હે રાજા, પુણ્યકર્મનો ક્ષય થતાં તું દેવલોકમાંથી આ પૃથ્વી ઉપર આવ્યો છે. અહીં પુનઃ પુણ્યક્ષય થતાં અધોગતિમાં જવું પડશે. ભોગસુખ ભોગવવાથી પુણ્યકર્મનો ક્ષય થાય છે. રાજનું, આ આર્યક્ષેત્રમાં અને શ્રેષ્ઠ કુળમાં દુર્લભ મનુષ્યજીવન મળ્યું છે. આ જીવનમાં ભોગસુખ નથી ભોગવવાનાં- તેમનો ત્યાગ કરીને આત્મસુખ પામવાનું છે. બ્રહ્મદત્તના હૃદય ઉપર મુનિવરના ઉપદેશની કોઈ જ અસર ન થઈ. અસર થવાની પણ ન હતી. તે પ્રતિબદ્ધ ન થયો. નિયાણાના ફળસ્વરૂપ એને ચક્રવર્તીપણું મળ્યું હતું. એને પ્રતિબોધની અસર થવી અસંભવ હોય છે. મુનિએ બ્રહ્મદત્તને અબોમ્બ સમજી લીધો. ત્યાંથી વિહાર કરીને તે અન્યત્ર ચાલ્યા ગયા, બ્રહ્મદત્ત પ્રત્યે મધ્યસ્થ ભાવ ધારણ કરી લીધો - ન રાગ, દ્વેષ. મુનિરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શેષ અઘાતી-ભવોપગ્રાહી કમનો ક્ષય થતાં તે પરમપદ-મોક્ષ પામી જાય બ્રહ્મદત્ત અંધ બને છેઃ મૃત્યુઃ સાતમી નરકેઃ બ્રહ્મદત્ત પોતાની ઉત્તમ સ્ત્રી સાથે વિપુલ ભોગ ભોગવે છે. તપશ્ચયનું ફળ ભોગવે છે. પરંતુ એક દિવસે એક ગોવાળ બ્રહ્મદત્તની બંને આંખો ફોડી નાખે છે. એક બ્રાહ્મણે ગોવાળ પાસે આ કામ કરાવ્યું હતું, એટલા માટે એ બ્રાહ્મણને તો સપરિવાર મારી નાખવામાં આવ્યો, પરંતુ પાછળથી તમામ બ્રાહ્મણોનો વધ કરવામાં આવ્યો. સોળ વર્ષ સુધી રૌદ્રધ્યાન કરતો બ્રહ્મદત્ત સાતમી નરકે ગયો. એને કોઈ જ બચાવી ન શક્યું. અશરણ - અનાથ બનીને તે નરકગામી બન્યો. જીવનનો મોહ, જીવનનું મમત્વ કેટલું ભયાનક હોય છે ! એટલા માટે ગ્રંથકારે રિટા મમતાસંમેં – મમતા-મોહનો ત્યાગ કરવાનું કહ્યું છે. ચાર શરણનો . શાન્તસુધારસઃ ભાગ ૧ ૧૬૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર, વાસ્તવમાં તે જ મનુષ્ય કરી શકે છે કે જે જીવનનું મમત્વ ત્યજી દે છે. સંસારના વૈષયિક સુખોનો મોહ ત્યજી દે છે. વિશ્વનાં ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વોઃ આમ તો પ્રતિદિન ત્રણે કાળ ચારે શરણ અંગીકાર કરવાનાં હોય છે? अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । केवली पन्नत्तं धम्म सरणं पवज्जामि । . અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ - વિશ્વનાં આ ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વો છે. જે જીવાત્મા એમને શરણે જાય છે, શરણું સ્વીકારે છે, તે પરમ શાન્તિ, પરમ સુખ પામે છે.. પરંતુ શરણભાવની પહેલાં શ્રદ્ધાભાવ અપેક્ષિત છે. પહેલાં શ્રદ્ધાવાન બનવું પડે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ શરણભૂત છે. આ સિવાય કોઈ જ શરણભૂત નથી આ વિશ્વમાં. આ પ્રકારની શ્રદ્ધા હૃદયમાં દ્રઢ કરવાની હોય છે. ચાહે પ્રલયકાળ આવી જાય અથવા તાંડવનૃત્ય થઈ જાય, ભલેને ધરતી ધ્રૂજી ઊઠે, આકાશ આગ વરસાવે -નિર્ભય બનીને અરિહંત આદિ ૪પરમતત્ત્વોનું શરણ સ્વીકારવું જોઈએ. શ્રદ્ધાવાન નિર્ભય હોય છે : નિર્ભય, શ્રદ્ધાવાન આત્માઓનાં કેટલાંક ઉદાહરણો જણાવું. પ્રથમ ઉદાહરણ સીતાજીનું છે. શ્રીરામે જ્યારે સીતાજીનો ભયંકર જંગલમાં ત્યાગ કરાવ્યો, એ સમયે તેઓ નમસ્કાર મહામંત્રનું શરણ લઈને જીવનમૃત્યુ પ્રત્યે ઉદાસીન વૃત્તિવાળાં બન્યાં હતાં. જે સમયે અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં સીતાજીની અગ્નિપરીક્ષા થઈ એ સમયે સીતાજી નિર્ભય બનીને, શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરીને અગ્નિકુંડમાં કૂદી પડ્યાં હતાં. પોતાના સતીત્વ ધર્મની ઉપર એમની કેવી નિઃશંક શ્રદ્ધા હતી ! અગ્નિકુંડ પાણીનો કુંડ બની ગયો હતો ! બીજું ઉદાહરણ નળરાજાની રાણી દમયંતીનું છે. રાજા નળે દમયંતીનો જંગલમાં ત્યાગ કરી દીધો હતો. એક અસુર દેવ દ્વારા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેનો પતિથી બાર વર્ષ સુધી વિયોગ થવાનો છે. દમયંતીએ કેટલાક અભિગ્રહ-પ્રતિજ્ઞાઓ મનમાં લઈ લીધી અને એક ગિરિગુફામાં નિવાસ કરી લીધો. ત્યાં તેમણે એક અશરણ ભાવના ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ માટીની, ભગવાન શાન્તિનાથની મૂર્તિ બનાવી અને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરવા લાગી. તેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ શરણભાવ હતો. વસંત નામના સાર્થવાહે ગુફાની પાસે એક નગર વસાવી લીધું હતું, ત્યાં દમયંતીએ આપેલા ઉપદેશથી પ૦૦ તાપસો પ્રતિબોધ પામ્યા હતા. ભગવાન શાન્તિનાથના ભક્ત બની ગયા હતા. એક દિવસે દમયંતી ગુફાની બહાર જંગલમાં પરિભ્રમણ કરી રહી હતી એ સમયે અચાનક તેની સામે ભયાનક આકૃતિવાળી રાક્ષસી પ્રકટ થઈ અને બોલી હું તને ખાઈ જઈશ, દમયંતી ગભરાઈ નહીં, તેણે આંખો બંધ કરી દીધી અને બોલી : જો મારા પતિ નળ સિવાય કોઈ પણ પુરુષનો કામવાસનાથી પ્રેરિત થઈને વિચાર ન કર્યો હોય, તો મારા આ સતીત્વના પ્રભાવથી અને મારા હૃદયમાં રહેલા આહંત ધર્મના પ્રભાવથી આ રાક્ષસી શાંત થઈ જાઓ.' તત્પણ રાક્ષસી શાન્ત થઈ ગઈ, દમયંતીને પ્રણામ કર્યા અને અદ્રશ્ય થઈ ગઈ. દમયંતી એ જ વનમાં આગળ ચાલી. નદીમાં એક ટીપું પણ પાણી ન હતું. દમયંતીએ પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરીને નદીમાં પગથી પ્રહાર કર્યો, તો નદીમાં પાણી ઊભરાઈ આવ્યું. જળપાન કરીને દમયંતી એક વૃક્ષ નીચે બેઠી. . ત્રીજું પ્રસિદ્ધ ઉદાહરણ સતી સુરસુંદરીનું છે. રાક્ષસદ્વીપની ઉપર એનો પતિ અમરકુમાર સુરસુંદરીનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો. દ્વીપ ઉપર એકલી સુરસુંદરી જ રહી ગઈ હતી. સમુદ્રને કિનારે જઈને તેણે મધ્યમ સ્વરથી શ્રીનવકાર મંત્રના જાપ શરૂ કર્યા હતા. એ સમયે એ દ્વીપનો અધિષ્ઠાયક રાક્ષસ ત્યાં આવે છે. પરંતુ નવકારનો ધ્વનિ સાંભળીને તરત જ શાન્ત થઈ જાય છે, સુરસુંદરીને પુત્રીવતું ચાહે છે, દ્વીપ ઉપર રાખે છે અને તેને સુખસુવિધાઓ આપે છે. પાછળથી તો સુરસુંદરીના જીવનમાં અનેક તોફાનો આવે છે, અનેક દુઃખો આવે છે. પરંતુ શ્રીનવકારના અચિંત્ય પ્રભાવથી અને સતીધર્મના પ્રભાવે તે વિદ્ગો ઉપર વિજય પામે છે. વિદ્યાધર રાજા રત્નજટીના પરિચય પછી એને અનેક પ્રકારનાં સુખ મળે છે. એની કીર્તિ ફેલાય છે અને પરિણામસ્વરૂપ તે ભવસાગર તરી જાય છે. અભય-અષ-અખેદ : અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પ્રકટ થતાં અને શરણાગતિનો દિવ્ય ભાવ પ્રકટ થતાં મનુષ્ય નિર્ભય બની જાય છે. ગમે તેવાં વિઘ્નો આવે, આપત્તિ આવે, તો પણ તે નિર્ભય રહે છે. બીજો પ્રતિભાવ આવે છે અષનો. એને દુઃખ આપનાર જીવાત્માઓ પ્રત્યે દ્વેષ થતો નથી, પણ કરૂણા ઉત્પન્ન થાય છે, અથવા મધ્યસ્થભાવ રહે છે. શત્રુતા કે વેરભાવ નહીં. ત્રીજો પ્રતિભાવ હોય છે અનેદનો. ૧૬૮ શાન્તસુધારસઃ ભાગ ૧ | Page #181 -------------------------------------------------------------------------- ________________ દુઃખોની સામે લડતાં તે થાકતો નથી. પરમાર્થ-પરોપકાર આદિ ધર્મકાર્ય કરતાં તે થાકતો નથી. એનું મન કદીય ખિન્ન થતું નથી. એના મુખ ઉપર કદી નિરાશાનાં વાદળો ઘેરાતાં નથી. દુઃખોમાં પણ સ્થિર મનથી ધર્મઆરાધનાનું રહસ્ય: સુદર્શન શેઠની વાત તો જાણો છો ને?રાજાએ જ્યારે સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવીને મારી નાખવાની સજા સંભળાવી હતી. ત્યારે સુદર્શન શેઠની સતી પત્ની મનોરમા પતિવ્રતા નારી સ્થિર મનથી નિર્ભય બનીને પરમાત્માના ધ્યાનમાં લીન થઈ શકે. કદી તમે લોકોએ આ ઘટના અંગે વિચાર કર્યો છે? નહીં ને વિચારવાનું તમારું કામ નથી, માત્ર સાંભળતાં જ રહો. ધર્મને સાંભળો છો અને અધર્મનું ચિંતન કરો છો ! પછી ધર્મનાં રહસ્યભૂત તત્ત્વોને કેવી રીતે જાણી શકો? મહાસતી મનોરમાને શ્રદ્ધા અને શરણાગતિએ નિર્ભય બનાવી હતી - અષી બનાવી હતી અને અખિન્ન બનાવી હતી. એનામાં ન હતો ભય, ન હતો દ્વેષ કે ખેદ. ચિત્તને અસ્થિર અને ચંચળ બનાવનારાં આ ત્રણ તત્ત્વો જ હોય છે ને? - ભય, દ્વેષ અને ખેદ. હવે સમજ્યારે કે મનોરમા કેવી રીતે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન - સુલીન બની હતી? અને એ પણ એના પતિને શૂળીએ ચડાવવા લઈ જવામાં આવતો હતો ત્યારે ! બીજી વાત, જેવી રીતે મનોરમાએ શ્રદ્ધા અને શરણભાવના ફળરૂપે અભય, અખેદ અને અદ્વેષ - આ ત્રણે વિશેષતાઓ પ્રાપ્ત કરી હતી, એ જ રીતે પતિ સુદર્શને પણ ત્રણ વાતો પ્રાપ્ત કરી હતી. શૂળી ઉપર ચડવાની સજા થઈ હોવા છતાં પણ તે ગભરાયા ન હતા. તેથી તો તે નિશ્ચલ મનથી શૂળી ઉપર ચડી શક્યા હતા. એકાગ્ર મનથી તે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન કરી શક્યા હતા. મનોરમા પણ સ્થિર મનમાં પંચપરમેષ્ઠી પરમાત્માના ધ્યાનમાં લીન રહી શકી હતી. શાન્ત સુધાનું પાન કરોઃ આ હતું તેનું શાન્તરસનું પાન. મનોરમાના મનમાં શાન્તિ હતી, સમતા હતી, સ્વસ્થતા હતી. કારણ કે એણે પોતાના સમગ્ર જીવનની જવાબદારી પંચપરમેષ્ઠી ભગવંતોને સોંપી દીધી હતી. પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વને સોંપી દીધી હતી. ધર્મતત્ત્વને સોંપી દીધી હતી. પોતાની ઉપર રજમાત્ર ભાર રાખ્યો ન હતો. આ જતો. વિશેષતા હોય છે શરણગતિના ભાવની ! પ્રશ્ન એ છે કે આપણે આપણાં દુઃખોનો ભાર...અશાંતિનો ભાર પરમાત્મતત્ત્વને, પરમેષ્ઠીતત્ત્વને સોંપી દઈએ છીએ ખરા? સોંપીને નિશ્ચિત બની [ અશરણ ભાવના | Page #182 -------------------------------------------------------------------------- ________________ શકીએ છીએ ખરા ? જે રીતે ‘શ્રીપાલચરિત્ર’માં વાંચીએ છીએ કે સમુદ્રમાં પ્રવાસ કરતાં ધવલશેઠે કપટથી શ્રીપાલને ધક્કો માર્યો હતો. શ્રીપાલ સમુદ્રમાં પડતાં જ તેમના પરમ ઈષ્ટ સિદ્ધચક્રજીને યાદ કરે છે. એમના હૃદયમાં સિદ્ધચક્ર પ્રત્યે અખૂટઅખંડ શ્રદ્ધાભાવ હતો. શરણાગતિ હતી. તે સમુદ્રમાં પડ્યા. જહાજ તો સાગરમાં આગળ વધી ગયું. શ્રીપાલની પત્નીઓ, શ્રીપાલની વિપુલ સંપત્તિ બધું જ જહાજમાં હતું. મિત્રના રૂપમાં રહેલ ધવલશેઠ ગુપ્ત રીતે તો શત્રુ જ હતો. શ્રીપાલની તમામ પત્નીઓ જે રાજકુમારીઓ હતી, અને શ્રીપાલની સંપત્તિ અમાપ અપરિમેય હતી.... આ બધું પચાવી જવા - હડપ કરી જવા પેલા દુષ્ટ ધવલે શ્રીપાલને સમુદ્રમાં પાડી નાખ્યો હતો. પરંતુ ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।’ ધર્મે શ્રીપાલની રક્ષા કરી. એ એક મોટા મગરમચ્છની પીઠ ઉપર પડ્યો. મગરમચ્છ તરતો તરતો સમુદ્રને કિનારે શ્રીપાલને લઈ ગયો. કિનારે ઊતરીને શ્રીપાલ એક વૃક્ષ નીચે જઈને બેઠા. તેમના મન ઉપર ચિંતાનો કોઈ ભાર ન હતો. તે નિશ્ચિંત હતા. ન કામિનીનો ભાર હતો કે ન તો કંચનનો ભાર હતો. તમામ ભાર તેમણે ‘સિદ્ધચક્ર'ને સોંપી દીધો હતો ! સિદ્ધચક્ર તેમની શ્રદ્ધાનું કેન્દ્ર હતું, શરણાગતિનું કેન્દ્ર હતું. તેના વિશ્વાસ ઉપર તે નિશ્ચિંત હતા. એ નિર્ભય હતા. તેમના મનમાં ધવલશેઠ ઉપર દ્વેષ પણ ન હતો. ન તો તેઓ જીવનથી કંટાળી ગયા હતા. સંકટો તેમને હરાવી શક્યાં ન હતાં. તે તો સદાય પ્રસન્નચિત્ત જ હતા. શાન્ત ચિત્તે સિદ્ધચક્રની આરાધના કરતા હતા. આ કોઈ કલ્પનાની કથા નથી. - વાસ્તવિક કથા છે. જે માણસનિઃસ્પૃહ, નિર્મમત્વયુક્ત થઈને જીવે છે અને શ્રદ્ધા તેમજ શરણાગતિના ભાવોને હૃદયસ્થ કરે છે, તે સદૈવ શાન્તિનું અમૃતપાન કરતો રહે છે. શાન્તસુધા એટલે મોક્ષસુખ : શાન્તિનું અમૃતપાન, પ્રશમનું અમૃતપાન એ જ આ સંસારમાં મોક્ષસુખનો અનુભવ છે. પ્રશમરતિ’માં ભગવાન ઉમાસ્વાતિજી કહે છે ઃ રે મોક્ષસુવું પ્રત્યક્ષ પ્રશમસુહમ્ । સિદ્ધશિલા ઉપર જે મોક્ષસુખ છે, તે તો ઘણું દૂર છે. અહીં સંસા૨માં પ્રશમસુખ, શાન્તસુધાનું રસપાન જ મોક્ષસુખ છે. જો આ સંસારમાં જ મોક્ષસુખનો અનુભવ કરવો હોય તો શાન્તસુધારસનું અમૃતપાન કરતા રહો. શરણાગતિના ભાવને હૃદયમાં સ્થિર કરો. મમત્વ, રાગદ્વેષનો થોડોક સમય ત્યાગ કરી, સ્થિર ચિત્તે સ્થિર આસનથી બેસીને નીચે પ્રમાણે સ્વાધ્યાય કરો ઃ ૧૭૦ શાન્તસુધા૨સ ઃ ભાગ ૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પરિણામને કારણે ચારનાં શરણ ઘરે ચિત્ત રે. ' પ્રથમ તિહાં શરણ અરિહંતનું જેહ જગદીશ જગ મિત રે ચેતન, જ્ઞાન અજુવાલીએ. જે સમવસરણમાં રાચતા ભાંજતા ભવિક સંદેહ રે. ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહરે ચેતન શરણ બીજું ભજો સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે. ભોગવે રાજ્ય શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે ...ચેતન સાધુનું શરણું ત્રીજું ધરે, જેહ સાથે શિવપંથ રે મૂલ ઉત્તર ગુણ જે વય ભવતય ભાવ નિગ્રંથ ર ચેતન શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે જે સુખ હેતુ જિનવર કહ્યું, પાપ જલ તારવા નાવ ચેતન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને ‘અમૃતવેલની સઝાયમાં આ પ્રકારનાં શરણ સ્વીકારવા કહ્યું છે. શરણાગતિનો ભાવ દૃઢ કરવા માટે : - શરણાગતિના ભાવને હૃદયમાં વૃઢ કરવા માટે, પ્રાચીન ગુજરાતી ભાષામાં શ્રી ચિદાનંદજી વિરચિત સરલ કાવ્યના કેટલાક અંશો બતાવું છું. તમે લોકો એને કંઠસ્થ પણ કરી શકો છો. ૧. પરમાતમ સોઈ આતમા, અવર ન દુજો કોય, - પરમાતમકુ ધ્યાવતે એહ પરમાતમ હોય. ર. પરમાતમ એહ બ્રહ્મ હૈ, પરમજ્યોતિ જગદીશ, પર સે ભિન્ન નિહારીએ. જોઈ અલખ સોઈ ઈસ. જો પરમાતમ સિદ્ધ મેં સોહી આતમ માંહી, મોહ-માયલ દ્રુશ લગ રહ્યો. તામેં સૂત નાહી. ૪. આતમ સો પરમાતમા, પરમાતમ સોઈ સિદ્ધ બીચ કી દુવિધા મિટ ગઈ, પ્રકટ ભઈનિજ રિદ્ધ. પ. મેં હી સિદ્ધ પરમાતમાં, મેં હી આતમરામ, મેં હી ધ્યાતા બેય કો, ચેતન મેરો નામ. ૬. મેં હી અનંત સુખ કો ધની, સુખ મેં મોહી લુહાય, અવિનાશી આનંદમય, સોહં ત્રિભુવન રાય. ૭. શુદ્ધ હમારો રૂપ હૈ શોભિત સિદ્ધ સમાન, છે અશરણ ભાવના [ ૧૭૧ | Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન. ૮. જેસો શિવ પે તહિ વસે, તેસો યા તન મહીં, નિશ્ચયદૃષ્ટિ નિહારતાં, ફેર રેંચ કછુ નાહીં ૯. કાહે કું ભટકત ફિરે, સિદ્ધ હોને કે કાજ, રાગદ્વેષ કું ત્યાગ દે, ભાઈ, સુગમ ઈલાજ. ૧૦. પરમાતમ-પદ કો ધની, રંક ભયો દિલ લાય, રાગદ્વેષ કી પ્રીતિ સે, જનમ અકારથ જાય. ૧૧. રાગદ્વેષ કે નાસતે, પરમાતમ પરકાશ, રાગદ્વેષ કે ભાસતે, પરમાતમદ નાશ. ૧૨. લાખ બાત કી બાત યહ, તાકું દિયો બતાય, જો પરમાતમપદ ચહે, રાગદ્વેષ તજ ભાય ! ૧૩, રાગદ્વેષ ત્યાગે બિનું, પરમાતમપદ નાહીં. કોટિ કોટિ તપ-જપ કરે, સબ અકારથ જાઈ, ૧૪. દેહ સહિત પરમાતમા, એહ અચરજ કી બાત, રાગદ્વેષ કે ત્યાગ સે, કર્મશક્તિ ખટી જાય. ૧૫. રાગદ્વેષ કું ત્યાગ કે, ધરી પરમાતમ ધ્યાન, યું પચે સુખ શાસવત, ભાઈ, ઈમ કલ્યાણ. (પરમાત્મ-છત્રીશી'માંથી ઉદ્ધૃત) ઉપસંહાર ઃ આજે બીજી અશરણ ભાવનાના વિવેચનને પૂર્ણ કરું છું. જીવાત્માની પ્રત્યેક જીવનમાં, હરગતિમાં કેવી અશરણ સ્થિતિ છે, એ બતાવીને શરણભૂત ચાર તત્ત્વો જ છે - એ વાત બતાવી છે. ‘આ સંસારમાં અશરણ છું. મારું કોઈ શરણ નથી’- એવું વિચારવાનું નથી, પરંતુ ‘આ સંસારમાં સાચું શરણ આપનાર અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે, એના સિવાય કોઈ શરણ નથી' એ રીતે વિચારવાનું છે. ‘શ્રીગિનધર્મ શરણં મમ - આ વારંવાર રટવાનું છે. ‘અરિહંતે સરળ પવપ્નામિ...' ઇત્યાદિ ચાર શરણ વારંવાર સ્વીકારવાનાં છે. જ્યારે ચિત્તમાં શાન્તિ હો, ત્યારે દિવસમાં સવાર-બપોર અને સાંજે - ત્રણ સમય શરણાગતિ સ્વીકારવી. જ્યારે ચિત્ત અશાંત હોય ત્યારે વારંવાર શરણાગતિનો સ્વીકાર કરતા રહો; તો શાન્તિ, સમતા, પ્રસન્નતા પ્રાપ્ત થશે. આજે બસ, આટલું જ. ૧૭૨ શાન્તસુધારસ : ભાગ ૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૦ ૧. સંસાર ભાવના : સંકલના: ભીષણ છે સંસાર લોભનો દાવાનલા લોભથી વિનાશ વિષયલાલસાઃ મૃગતૃષ્ણા અભયકુમાર અને ચાર મુનિવર શિવમુનિ મમ્ પત્નીનો વિશ્વાસઘાત મહીમયમ - ધનદમુનિવર અતિમયમ Page #186 -------------------------------------------------------------------------- ________________ इतो लोभः क्षोभं जनयति दुरन्तो दव इवोल्लसंल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥७॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ' ગ્રંથમાં ત્રીજી “સંસાર ભાવનાનો પ્રારંભ કરતાં કહે છેઃ “આ એક ભયાનક ભવ-વન છે. ઘનઘોર જંગલ છે. આ વનમાં લોભનો દાવાનળ ભડકે બળી ઊઠ્યો છે. તેને શાન્ત કરવો, હોલવવો શક્ય નથી. લાભપ્રાપ્તિનાં લાકડાંથી આ દાવાનળ વધારે ને વધારે ભભૂકી રહ્યો છે. આ બાજુ મૃગતૃષ્ણા જેવી વિષયેલાલસા, જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવ-વનમાં નિશ્ચિત થઈને આરામથી કેવી રીતે રહી શકાય?” ભીષણ છે સંસાર: સંસારને ઘોર - ભયંકર જંગલની ઉપમા આપવામાં આવી છે. સંસારની ચાર ગતિઓ છે - દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નર્કગતિ. ચારેય ગતિઓમાં દુઃખ છે, અશાન્તિ છે, ક્લેશ અને સંતાપ છે. એટલા માટે સંસારને ભીષણ-રૌદ્ર જંગલની ઉપમા આપવામાં આવી છે, અને એટલા માટે સંસારમાંથી શીઘાતિશીધ્ર બહાર નીકળી જવાની પ્રેરણા તીર્થંકરોએ આપી છે. મુક્તિ-મોક્ષ પામવા માટે ઉપદેશ આપ્યો છે. પરંતુ સંસારની બે ગતિઓમાં સુખનો આભાસ દેખાય છે. દેવગતિ અને મનુષ્યગતિમાં જીવોને વૈષયિક સુખ સુખરૂપ દેખાય છે. જેવી રીતે રણપ્રદેશમાં દૂરથી પાણીનો આભાસ થાય છે. એ સુખનો આભાસ જ હોય છે. પાણી નથી હોતું છતાં પાણી દેખાય છે મૃગને, અને તે પાણી પીવા દોડે છે. એ જ રીતે સ્વર્ગમાં અને મનુષ્યલોકમાં સુખાભાસોને સુખ સમજીને જીવ એ વૈષયિક સુખો માટે દોડતો રહે આ છે સુખતૃષ્ણાનો દાવાનળ ! સુખલોભનો દાવાનળ! સમગ્ર સંસારમાં આ દાવાનળ બળી રહ્યો છે, ભભૂકી રહ્યો છે. જેમ જેમ જીવને ભ્રમણાનાં સુખોની ભ્રાન્તિ પ્રાપ્ત થાય છે તેમ તેમ દાવાનળમાં વૈષયિક સુખપ્રાપ્તિનાં) લાકડાં પડતાં જાય છે. દાવાનળની જ્વાળાઓ સળગતી જ રહે છે, બુઝાતી નથી. આવા સંસારમાં જીવાત્માને સ્વસ્થતા, શાન્તિ, પ્રસન્નતા કેવી રીતે રહે? દાવાનળમાં ફસાયેલા જીવોની અશાંતિ, સંતાપ અને પીડા જોવી હોય તો કોઈ બળતા ઘરમાં ફસાઈ ગયેલા લોકોને જોજો ૧૭૪ ] શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #187 -------------------------------------------------------------------------- ________________ સંસારના આ સ્વરૂપનું ચિંતન કરવાનું છે. ચિંતન કરશો તો આ “સંસાર ભાવના” બનશે અને ત્યારે જ સંસારનો મોહ - સંસારની આસક્તિ તૂટશે. “સંસાર ભાવનાનું આ જ પ્રયોજન છે. આ ગ્રંથના પ્રારંભમાં જ ગ્રંથકારે નિરપે મનને સંસારને ભયંકર જંગલ કહ્યું છે. આવોનાં વાદળો વરસતાં બતાવ્યાં છે. જંગલમાં ફેલાયેલી કર્મોની વેલડીઓ બતાવી છે. મોહનો વ્યાપકપ્રગાઢ અંધકાર બતાવ્યો છે. આ રીતે સંસારસ્વરૂપનું દર્શન કરાવીને જ્ઞાની પુરુષ જીવોને સંસારમાંથી વિરક્ત બનાવવા ચાહે છે. મોહાસક્તિ તોડવા ઈચ્છે છે. ભ્રમણાનાં સુખોથી જીવોને મુક્ત કરાવવા ઇચ્છે છે. સંસાર ભાવનાના પ્રથમ શ્લોકમાં ગ્રંથકાર ઉપાધ્યાયજીએ સંસારને બે ઉપમાઓ આપી છે. v સંસાર - જંગલમાં દાવાનળ સળગી રહ્યો છે. v સંસારના રણપ્રદેશમાં મૃગતૃષ્ણા દેખાઈ રહી છે. લોભનો દાવાનળ અને વિષયતૃષ્ણાની મૃગતૃષ્ણા! આ બે વાતો બતાવી છે. આ બે વાતોનું ચિંતન કરવું. લોભનો દાવાનળ : દાવાનળ એને કહેવાય કે જે કદી બુઝાતો નથી. જ્યાં સુધી જંગલમાં લાકડાં હોય છે, ત્યાં સુધી દાવાનળ સળગતો રહે છે. લાકડાંની સાથે જે નાનામોટા જીવ આગમાં લપેટાય છે, તે પણ મરી જાય છે. લોભ-તૃષ્ણા-આસક્તિ દાવાનળ જેવી છે. સંસારમાં જીવોની વિષયાસક્તિ, વૈષયિક તૃષ્ણા વિષયોનો લોભ કદી શાન્ત થતો નથી. લાભનાં લાકડાં લોભના દાવાનળને પ્રજ્વલિત રાખે છે. જેમ જેમ વિષય-લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । જેમ જેમ દ્રવ્યલાભ થાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે. લાભ લોભવૃત્તિનું કારણ છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. ઈચ્છાઓ અનંત હોય છે. ઉત્તરાધ્યયનના “કપિલીય અધ્યયન'માં કપિલ નામના કેવળજ્ઞાની સ્વયં પોતાનું જ દ્રષ્ટાંત આપીને જણાવે છે કે ઈચ્છાઓનો અંત જ હોતો નથી. એક દાસી સાથે પ્રેમ થઈ ગયો હતો. એને સંતોષ આપવા માટે થોડુંક સોનું લેવા માટે રાજાની પાસે ગયા હતા. પરંતુ એક કરોડ સુવર્ણમુદ્રાની પ્રાપ્તિથી પણ એમની ઇચ્છા પૂર્ણ થઈ ન હતી. એમનો આત્મા જાગ્રત થઈ ગયો હતો તેથી તે ઇચ્છાઓથી મુક્ત થઈ ગયા! રાજસભામાં ઊભા ઊભા જ તે કેવળજ્ઞાની બની ગયા. [ સંસાર ભાવના ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ લોભથી વિનાશ: પરંતુ જેઓ આત્મજ્ઞાની નથી હોતા તેમનો લોભ વિનાશ કરે છે. ઉપનિષદોમાં એક કથા આવે છે. મહાપંડિત કૌસ્ય’ કાલિન્દી નદીના તટ ઉપર પ્રતિદિન પ્રવચન કરતા હતા. વિષય ચાલતો હોં લોભથી વિનાશ' પંડિતજી સ્વયંને લોભવિજેતા માનતા હતા. આમ તો તેમની સામે લોભનો કોઈ પ્રસંગ પણ આવ્યો ન હતો. નદીના ઊંડા પાણીમાં એક મગરમચ્છ રહેતો હતો. એણે વિચાર કર્યો કે આ પંડિત અભિમાની, અપક્વ અને આપબડાઈ - શેખીખોર છે. તેણે પંડિતને બોધપાઠ આપવા વિચાર કર્યો. મગરમચ્છ એક દિવસે નદીકિનારાથી પંડિતના આસન સુધી મોતી વેરી દીધાં. પંડિત મોતી જોયાં. એ મોતી એકત્ર કરવા લાગ્યા. મોતી એકત્ર - કરતાં કરતાં તે નદીકિનારે પહોંચી ગયા. કિનારા ઉપર મગરમચ્છ તેમની જ રાહ જોતો હતો. તેણે પંડિતજીને પ્રણામ કર્યા અને કહ્યું : કૃપાવંત, હું તો જળચર પ્રાણી છું. આપના આસન સુધી પણ આવી શકતો નથી. એટલે મોતી નાખીને આપને અહીં સુધી બોલાવ્યા. આપનાં દર્શન કરીને ધન્ય થયો.” મગરમચ્છની સંપન્નતા, ઉદારતા અને શ્રદ્ધા જોઈને કૌલ્ય પંડિત ખુશ થયા. આશીર્વાદ આપ્યા. મગરમચ્છ કહ્યું: ‘ગુરુદેવ, આપ તો કરુણાનિધાન છો. મારી એક મન કામના છે - ત્રિવેણી સ્નાન કરવાની. મેં માર્ગ જોયો નથી. શું આપ મને માર્ગ દેખાડશો? આપ મારી પીઠ ઉપર બેસી જશો અને માર્ગ દેખાડશો, તો હું તરતો જઈશ ત્રિવેણી સંગમ પહોંચીને મારી પાસે જે સહસ્ત્ર મણિઓનો હાર છે એ આપને અર્પણ કરીશ.” મગરમચ્છની વાત સાંભળીને પંડિતજીના મુખમાં પાણી આવ્યું. સહસ્ત્ર મણિઓના હારની વાત સાંભળીને તે તો લલચાઈ ગયા. લોભના પહેલા જ આક્રમણે પંડિતનું પાંડિત્ય હવા થઈને ઊડી ગયું! તે મગરમચ્છની પીઠ ઉપર બેસી ગયા. મગરમચ્છ તો નદીના પ્રવાહમાં તરવા લાગ્યો. મગરમચ્છ પંડિતજીને કહ્યું : પંડિતજી, આપ તો દરરોજ “લોભથી વિનાશનો ઉપદેશ આપો છો. એ ઉપદેશ તમે જ ભૂલી ગયા ને?” તેણે તરત જ પંડિતજીને પાણીમાં નાખી દીધા અને પોતાના ઉદરમાં પધરાવી પણ દીધાં. મગરમચ્છ પંડિતજીને ગળી ગયો. વિષયલાલસા : મૃગતૃષ્ણા: ગ્રંથકારે સંસારને ઉજ્જડ વેરાન જંગલની ઉપમા આપી છે. એને જંગલ કહેવાને બદલે રણ કહેવું વધારે યોગ્ય લાગશે. રણમાં સૂર્ય તપે છે ત્યારે મૃગજળ દેખાય છે. ૧૭૬ શાન્તસુધારસઃ ભાગ ૧| Page #189 -------------------------------------------------------------------------- ________________ મૃગને દૂરથી તો જાણે પાણીથી હિલોળા લેતું સરોવર દેખાય છે અને પાણી પીવા માટે તૃષાતુર મૃગે એ તરફ દોડે છે. પરંતુ ત્યાં તો પાણીને બદલે ગરમ રેતી જ મળે છે. પુનઃ એ મૃગ દૂર નજર કરે છે.....પાણીનું સરોવર દેખાય છે. પાણી પીવા એ તરફ દોડે છે. પાણી તો નથી મળતું, ગરમ રેતી જ મળે છે. આ રીતે દિવસભર ચાલ્યા જ કરે છે. મૃગ ભટકતું જ રહે છે અને સાંજે મોતને શરણે થાય છે. વિષયતૃષ્ણા મૃગજળ જેવી છે. જીવાત્માઓ જન્મથી મૃત્યુ સુધી વિષયતૃષ્ણાના ભવરણમાં ભટકે છે. દૂરથી વિષયોમાં સુખ દેખાય છે. વિષય પ્રાપ્ત થતાં સુખ નહીં, પરંતુ દુઃખ મળે છે. આ અંગે હું તમને એક વાર્તા સંભળાવું છું. જો કે ખૂબ રોમાંચક અભયકુમાર અને ચાર મુનિવરો : મગધસમ્રાટ શ્રેણિકના પુત્ર અને મહામંત્રી હતા અભયકુમાર. અભયકુમારને ભગવાન મહાવીર ઉપર અપાર શ્રદ્ધા હતી. મગધદેશના મહામંત્રી હોવા છતાં પણ તે પોતાનું આત્મકલ્યાણ ભૂલ્યા ન હતા. અનેકવિધ પ્રવૃત્તિઓ હોવા છતાં સમય કાઢીને, નિવૃત્ત થઈને તે ધર્મધ્યાન કરતા હતા. તેમને સંસારત્યાગી અને વિરાગી મુનિવરો પ્રત્યે અનહદ પ્રેમ હતો. કોઈ કોઈ વાર પૌષધદ્રત લઈને, રાતભર મુનિવરોની સાથે રહેતા હતા અને પવિત્ર વાતાવરણનો આનંદ લેતા હતા. એમને પવિત્ર મુનિજીવન પસંદ હતું અને એમનું ધ્યેય પણ મુનિજીવન જ હતું. એક દિવસની વાત છે. અભયકુમારે રાત્રે પૌષધદ્રત લીધું. પૌષધશાળામાં શ્રી સુસ્થિતસૂરિજી અનેક મુનિવરો સાથે બિરાજમાન હતા. રાત્રિનો એક પ્રહર વીત્યા બાદ સર્વમુનિવરો નિદ્રાધીન થયા, ત્યારે અભયકુમારે ધર્મધ્યાન શરૂ કર્યું. એટલામાં રાત્રિની નીરવ શાન્તિનો ભંગ કરતો ભય' એવો શબ્દ સંભળાયો. અભયકુમારે જે દિશામાંથી અવાજ આવ્યો હતો તે દિશામાં જોયું. ઉપાશ્રયમાં પ્રવેશ કરતા એક મુનિરાજના મુખેથી આ અવાજ આવ્યો હતો. અભયકુમાર ઊભા થયા અને મુનિરાજને વિનયથી પૂછ્યું : “હે પૂજ્ય, ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં નિસિપી બોલવાનું હોય છે, આપ ભય” બોલ્યા. ભગવંત, આપને ઉપાશ્રયમાં કેવા પ્રકારનો ભય છે?” મુનિરાજને કંઈક સંકોચ થયો. તેમણે કહ્યું: “મંત્રીવર, અચાનક જ મારા મુખમાંથી ભયં' શબ્દ નીકળી ગયો! અહીં ઉપાશ્રયમાં કોઈ ભય નથી. આ તો મારી પૂર્વાવસ્થાની એક ઘટના સ્મૃતિપથમાં આવી અને મારા મુખથી ‘ભય' શબ્દ નીકળી ગયો.” હે મુનિવર, આપની પૂર્વાવસ્થાની સત્ય ઘટના આપ મને સંભળાવશો? સંસાર ભાવના Page #190 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજે કહ્યું: ‘અવશ્ય સંભળાવીશ, આપણે ઉપાશ્રયની બહાર બેસીએ.’ | શિવમુનિ અને અભયકુમાર ઉપાશ્રયની બહાર એકાંતમાં જઈને બેઠા. નીરવ શાન્તિ હતી, આત્માઓમાં પવિત્રતા હતી, પ્રસન્નતા હતી, સ્વચ્છ આકાશ હતું, ચંદ્રની ચાંદની પૃથ્વી ઉપર વરસી રહી હતી. મુનિરાજે પોતાના જીવનની રોમાંચક કથા સંભળાવવી શરૂ કરી. મંત્રીવર, મારો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. અમે બે ભાઈઓ હતા - શિવ અને દત્ત. અમારો પરિવાર નિર્ધન હતો... અમે બંને ભાઈ મોટા થયા. નિર્ધનતાનું, દરિદ્રતાનું દુઃખ અમારાથી સહન થતું ન હતું. અમે ધન માટે બીજા દેશપરદેશમાં જવાનો નિર્ણય કર્યો. અમે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા. ત્યાં અમે પુષ્કળ ધન કમાયા. ઘેર પાછા ફરવા તૈયાર થયા. અમે તમામ રૂપિયાનાં રત્નો ખરીદી લીધાં - એટલે કે હીરારત્ન, મોતી વગેરે ખરીદી લીધાં અને પોલા વાંસમાં ભરી દીધાં. વાંસને લાકડીની માફક પકડીને અમે ચાલી નીકળ્યા. વાંસ ભારે થઈ ગયો હતો એટલે કોઈ વાર હું ઉપાડતો, તો કોઈ વાર મારો ભાઈ દત્ત ઉપાડતો. જ્યારે હું વાંસ ઉપાડતો ત્યારે મારા મનમાં એક પાપી વિચાર આવી જતો હતો - “જો હું દત્તને મારી નાખું તો સંપૂર્ણ ધન મારી પાસે આવી જાય. અમે ચાલતા રહ્યા. રસ્તામાં પાણીનું સરોવર આવ્યું. અમે સરોવરનું પાણી પીધું અને સ્નાન પણ કર્યું. ત્યાં મને ફરીથી આ દુષ્ટ વિચાર આવ્યોઃ આ સરોવરમાં દત્તને ડૂબાડી દઉં તો હું અધિક સંપત્તિનો માલિક બની જાઉં.” હું વિહ્વળ બની ગયો. મારું મન ચંચળ બની ગયું. મેં મારા ભાઈ દત્ત તરફ જોયું. એનો નિર્દોષ ચહેરો જોતાં જ મારા દુષ્ટ વિચાર માટે ઘોર ઘૃણા પેદા થઈ – “અરે, આ તુચ્છ ધન માટે હું મારા નાનાભાઈને મારી નાખું? નહીં, આવા આ ધનને કારણે મારા મનમાં આવો અધમ વિચાર આવ્યો એટલા માટે મારે આ ધન ન જોઈએ. મેં એ વાંસ એ સરોવરમાં ફેંકી દીધો. મારો ભાઈ દત્ત તત્કાલ ઊભો થઈ ગયો અને બોલ્યો - અરે, ભાઈ ! તેં આ શું કર્યું? આખુંય ધન પાણીમાં નાખી દીધું?” મેં હૃદય ખોલીને આખી વાત કરી, તેણે મારી વાત સાંભળ્યા પછી કહ્યું - હું જ્યારે એ વાંસ ઉપાડીને ચાલતો હતો ત્યારે મારા મનમાં પણ એ પાપી વિચાર આવ્યો હતો. તેં સારું કર્યું - અર્થ જ અનર્થનું મૂળ છે.” અમે લોકો ફરીથી નિધન થઈ ગયા. પરંતુ હવે અમને નિર્ધનતાનું દુઃખ ન હતું, કારણ કે સ્વેચ્છાથી સંપત્તિનો ત્યાગ કરવાથી દુઃખી નથી થવાતું. મંત્રીશ્વર, અમે બંને ભાઈઓ ઘેર પહોંચ્યા. બીજી બાજુ એક અજબ ઘટના બની. જે વાંસને અમે સરોવરમાં ફેંકી દીધો હતો, એ વાંસને એક મગરમભ્ય ગળી ગયો, એ મગરમસ્ય ૧૭૮ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ એક માછીમારની જાળમાં ફસાઈ ગયો; માછીમાર એને પોતાને ઘેર લઈ ગયો. અમે લોકો માંસાહારી હતા, અમારે ઘેર મહેમાન આવ્યા હતા, મારી બહેન ભોજન માટે એ જ માછીમારને ઘેરથી એ જ મગરમભ્યને ખરીદીને લઈ આવી કે જે વાંસને ગળી ગયો હતો ! મહેમાનો વધારે હતા. એટલા માટે એ મોટો મગરમલ્ય લઈ આવી હતી. તેણે એ મગરમભ્ય -મોટા મલ્યને ચીરીને જોયો તો પેટમાંથી પેલો વાંસ નીકળ્યો. તેણે વાંસને ચીયે તો અંદરથી મણિ, રત્ન વગેરે નીકળ્યાં. બહેન અત્યંત હર્ષવિભોર થઈ ગઈ. એ જ સમયે મારી મા ત્યાં આવી પહોંચી અને મારી બહેનના હાથમાં વાંસ જોઈને પૂછ્યું: “દીકરી, તારા હાથમાં શું છે?” ત્યારે બહેને વાંસને સંતાડી દીધો અને બોલીઃ “કશું નથી મા, પરંતુ જ્યારે મા એ વાંસ પાસે જવા લાગી તો લોભની મારી બહેને પાસે રહેલાં સાંબેલા દ્વારા માના ઉપર પ્રહાર કર્યો. માતા તત્કાલ મૃત્યુશરણ થઈ ગઈ ! એ સમયે અમે બંને ભાઈઓ ઘરમાં આવ્યા. બહેન ગભરાઈ ગઈ. તે ઊભી થઈ ગઈ. એનાં વસ્ત્રોમાંથી પેલો વાંસ નીચે પડી ગયો - “અરે, આ તો પેલો જ વાંસ છે, જેમાં આપણે રત્નો ભર્યા હતાં. પાછળથી આપણી બુદ્ધિ બગડી હતી અને આપણે પાણીમાં ફેંકી દીધો હતો ! આ વાંસ અહીં કેવી રીતે આવી ગયો?” અમે માતાનો. મૃતદેહ જોયો... બહેનને જોઈ – ‘અર્થ જ અનર્થનું મૂળ છે.' અમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. માનો અગ્નિસંસ્કાર કરીને ચારિત્રધર્મનો સ્વીકાર કરી લીધો. ઘર બહેનને સોંપીને અમે બંને ભાઈઓએ ગુરુદેવની પાસે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. મંત્રીશ્વર, અત્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વેળાએ એ દ્રશ્ય-“બહેન માતાને મુશળ મારે છે, તે વૃશ્ય સામે આવી ગયું અને મુખમાંથી ‘ભય' શબ્દ સરી પડ્યો.” મુનિરાજની વ્યથાપૂર્ણ કથા સાંભળીને અભયકુમાર વ્યથિત થઈ ગયા ! વિષયતૃષ્ણાની, ધનલાલસાની ભયાનકતા વિચારતાં વિચારતાં પોતાની જગાએ ચાલ્યા ગયા. તે નિદ્રાધીન થવા વિચારે છે ત્યાં બીજી ઘટના બને છે. પત્નીનો વિશ્વાસઘાત: મહાભયં : મહામંત્રીએ ‘મહાભય’ શબ્દ સાંભળ્યો. તેમણે ઉપાશ્રયના દ્વાર ઉપર નજર કરી. એક મુનિવર દ્વારમાં પ્રવેશ કરી રહ્યા હતા, તેમના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો. અભયકુમાર ઊભા થયા. મુનિરાજની પાસે ગયા. ધીરેથી પૂછ્યું - “હે પૂજ્ય, આપ ‘મહાભયં” કેમ બોલ્યા? શું આપે અહીં કોઈ ભય જોયો?” મુનિરાજે કહ્યું : “મંત્રીવર, મારા ગૃહસ્થ જીવનની એક મહાભયંકર ઘટના યાદ આવી ગઈ અને આ મહાભયંકર શબ્દ મુખમાંથી નીકળી ગયો.” મંત્રીવરે પૂછ્યું: “કૃપાવંત, એવી કઈ ઘટના બની આપના જીવનમાં? જો સ્વાધ્યાયમાં વિઘ્ન ન થતું હોય તો કહેવાની કૃપા [ સંસાર ભાવના ૧૭૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ કરો.” મુનીશ્વર અને મંત્રીવર્ય ઉપાશ્રયના એક ખૂણામાં જઈને બેઠા, મુનિવરે સ્વસ્થ થઈને પોતાની વ્યથાભરી કથા શરૂ કરી. હું ચંપાનગરીમાં રહેતો હતો. મારું નામ હતું સુવત. મારી પાસે અપાર સુખસમૃદ્ધિ હતી. પરંતુ એક રાત્રિમાં મારું ભાગ્યચક્ર બદલાઈ ગયું. મારી સમૃદ્ધિ જ મારે માટે દુઃખરૂપ બની ગઈ. ડાકુઓએ મારી હવેલીમાં હુમલો કર્યો. હું હવેલીમાં છુપાઈ ગયો. મારી પત્નીએ ડાકુઓને કહ્યું- તમારે જોઈએ? કંચન યા કામિની? જો તમારે કામિની જોઈએ, તો હું તમારી સાથે આવવા તૈયાર છું. મેં મારી પત્નીના શબ્દો સાંભળ્યા, પરંતુ મને સાચા ન લાગ્યા, પરંતુ સાચા અર્થમાં મારી પત્ની ડાકુઓની સાથે ચાલી ગઈ. તેમણે તેને પલ્લીપતિને સોંપી દીધી. પલ્લીપતિએ એને પોતાની પત્ની બનાવી. ડાકુઓના ચાલ્યા ગયા પછી મારા મિત્રો મારે ઘેર આવ્યા, તેમને ખબર પડી કે 'ડાકુઓ મારી પત્નીને ઉપાડી ગયા છે. તેમણે મને આગ્રહ કર્યો કે તેને મુક્ત કરાવીને લઈ આવું, જો કે મારું મન માનતું ન હતું, છતાં પણ હું મિત્રોના આગ્રહથી ડાકુઓના અડ્ડા તરફ ચાલ્યો. ત્યાં મેં એક વૃદ્ધાની ઝૂંપડી જોઈ. હું એ ઝૂંપડીમાં ગયો. વૃદ્ધાને પુષ્કળ ધન આપીને સંતુષ્ટ કરી. મેં એને કહ્યું પલ્લીપતિને ઘેર મારી પત્ની રહે છે. એની પાસે જઈને તમે મારા આગમનના સમાચાર આપો.” વૃદ્ધા જઈ આવી અને બોલી - તેણે કહ્યું છે કે આજ રાત્રે તારે એના ઘેર જવું, કારણ કે આજ રાત્રે પલ્લીપતિ બહાર જવાનો છે.' મેં પૂછ્યું તે ક્યાં રહે છે? વૃદ્ધાએ કહ્યું - સામે દૂર પેલું તાલવૃક્ષ દેખાય છે ને? એ વૃક્ષની નીચે એનું ઘર છે.' મારા મનને શાતા મળી. પત્ની માટે થોડોક વિશ્વાસ ઉત્પન્ન થયો. સૂર્યાસ્ત થતાં હું વૃદ્ધાની ઝૂંપડીમાંથી નીકળ્યો. તાલવૃક્ષની નીચે ઘરમાં દીવો બળતો હતો. હું એ ઘરમાં પહોંચ્યો. એ ઘરના દ્વાર ઉપર જ ઊભી હતી. તેણે ઇશારાથી મારું સ્વાગત કર્યું. મેં ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. મારા મનમાં વિચાર આવ્યો- “ક્યાં મારી ભવ્ય હવેલી અને ક્યાં આ ઝૂંપડી? હવેલી છોડીને શા માટે આ સ્ત્રી આ ઝૂંપડીમાં આવી હશે?” મારી પત્નીએ મારો હાથ પકડ્યો અને મને ખાટલા ઉપર બેસાડ્યો. પાણીથી મારા પગ ધોવા લાગી! એ સમયે એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મને લાગ્યું કે એના પાપનો પશ્ચાત્તાપ કરી રહી છે. એટલામાં પલ્લીપતિ આવીને ઝૂંપડીના દ્વાર ઉપર ઊભો રહ્યો. હું ગભરાઈ ગયો. મારી પત્નીએ મને એ ખાટલાની નીચે સંતાડી દીધો. પલ્લીપતિને એ જ ખાટલા ઉપર બેસાડ્યો. ગરમ પાણીથી એના પગ ધોવા લાગી, તેણે પલ્લીપતિને કહ્યું- હે ( ૧૮૦ | શાન્ત સુધારસઃ ભાગ ૧| Page #193 -------------------------------------------------------------------------- ________________ : નાથ ! મારો પતિ કદાચ અહીં આવે તો આપ શું કરો ?' તેણે કહ્યું ઃ ‘એને ધન આપું, વસ્ત્ર આપું અને તેની પત્ની આપીને વિદાય કરું.’ પલ્લીપતિની વાત મારી પત્નીને પસંદ ન આવી. તેણે રોષ કર્યો. પલ્લીપતિએ હસીને કહ્યું ઃ ‘હું તો મજાકમાં બોલ્યો હતો પ્રિયે ! વાસ્તવમાં જો તારો પતિ અહીં આવે તો એને બાંધીને મારું' - મારી પત્ની ખૂબ ખુશ થઈ ગઈ. તે બોલી ઃ મારો પતિ આ ખાટલાની નીચે છે !' પલ્લીપતિએ મને પકડ્યો. એક વૃક્ષની સાથે મને બાંધ્યો અને માર્યો. ઝૂંપડીનાં દ્વાર ખુલ્લાં રાખીને પલ્લીપતિ મારી પત્ની સાથે સૂઈ ગયો. ત્યાં થોડીક વાર પછી એક કૂતરો આવ્યો, તેણે મારા પગનાં બંધન કાપી નાખ્યાં. હું મુક્ત થઈ ગયો. હું ઝૂંપડીમાં ગયો. ખાટલાની પાસે તલવાર પડી હતી, તે મેં ઉપાડી, મારી પત્નીને જગાડી, તલવાર બતાવી અને ઇશારાથી ચાલવા કહ્યું - તે આગળ અને હું પાછળ એમ ચાલતાં રહ્યાં; પરંતુ થોડાક જ સમયમાં પલ્લીપતિ માણસો સાથે ત્યાં આવી પહોંચ્યો. હું ગભરાઈ ગયો. મારી પત્ની પલ્લીપતિની પાછળ જઈને ઊભી રહી. પલ્લીપતિએ મારી પાસેથી તલવાર છીનવી લીધી અને મારા ઉપર પ્રહારો કર્યા, હું ભૂમિ પર પડી ગયો. જ્યારે હું જાગ્યો ત્યારે મારા શરીર ઉપર તલવારના અનેક પ્રહારો થયા હતા. મને પુષ્કળ વેદના થતી હતી. હું જરા પણ હાલવા-ચાલવા સમર્થ ન હતો. મને મારી વિવશતા ઉપર રડવું આવી ગયું. મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. મધ્યાહ્નનો સમયં થયો. એક મોટો વાંદરો છાયાની શોધમાં મારી પાસે આવ્યો. તે મને એકીટશે જોઈ રહ્યો અને જમીન ઉપર પડી ગયો. જ્યારે તેની મૂર્છા દૂર થઈ ત્યારે ઊભો થયો અને જંગલમાં ચાલ્યો ગયો. તે થોડી વારમાં જ બે પ્રકારની વનસ્પતિ લઈને આવ્યો અને મારા શરીરે વનસ્પતિ લગાડી દીધી. મારા ઘા ભરાઈ ગયા. તે પછી તે વાંદરો જમીન ઉપર કંઈક લખવા લાગ્યો. તેણે લખ્યું હતું ઃ ‘હું તારા જ ગામનો સિદ્ધકર્મા નામના વૈધનો પુત્ર હતો. પરંતુ આર્તધ્યાનમાં મરીને વાંદરો થયો છું. તને જોઈને મને મારા પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી છે. પૂર્વજન્મના ઔષધજ્ઞાનથી વનસ્પતિ લઈ આવ્યો છું અને તને સ્વસ્થ કર્યો છે. હવે તારે મારું એક કામ કરવાનું છે.’ こ મેં કહ્યું : ‘હું તારું કામ કરીશ.’ વાનરે કહ્યું ઃ ‘મારી વાત સાંભળ, એક બલિષ્ઠ વાનરે મને વાનરયૂથમાંથી કાઢી મૂક્યો છે. એને મારીને મને એ વાનરયૂથનો નાયક બનાવી દે. મારા ઉપકારનો બદલો આ રીતે વાળવાનો છે.’ મેં એ રીતે કર્યું. એ વાનરને મારીને મારા ઉપકારી વાનરને નાયક બનાવ્યો. પછી હું વેરનો બદલો લેવા પલ્લીપતિ પાસે ગયો. રાત્રિના સમયે એની તલવારથી એનો વધ કર્યો અને બેવફા પત્નીને લઈને ઘેર ગયો. પરંતુ મારું મન સંસારથી વિરક્ત બની ગયું હતું. મેં ગુરુદેવની પાસે જઈને ચારિત્રધર્મ સ્વીકારી લીધો. “હે મંત્રીશ્વર, આ ઘટનાથી મારા મુખમાંથી મહાભયં’ શબ્દ નીકળી ગયો સંસાર ભાવના ૧૮૧ // Page #194 -------------------------------------------------------------------------- ________________ હતો.” અભયકુમાર એકાગ્ર ચિત્તથી મુનિવરની વાત સાંભળી રહ્યા હતા. સંસારની ભયાનકતાના વિચારોમાં ડૂબી ગયા હતા. તેમણે મુનિવરને કહ્યું: “મુનિરાજ, આપે ચારિત્રધર્મનો માર્ગ લઈને વાસ્તવમાં આત્માને બચાવી લીધો છે. જીવનને પાવન બનાવી દીધું છે અને પરલોકને સુખમય કરી દીધું છે.' અભયકુમારે મુનિરાજને વંદના કરી અને પોતાના સ્થાને ગયા. ધર્મધ્યાનમાં લીન બની ગયા. ધનદમુનિવરઃ અતિભયમ્ રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. મહામંત્રીના કાન ઉપર શબ્દ અથડાયો - અતિભયમ્.’ મહામંત્રીનું ધર્મધ્યાન ભંગ પામ્યું. તેમણે ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશતા મુનિવરને જોયા, ઊઠીને મુનિવરની પાસે ગયા અને પૂછ્યું: “હે પૂજ્ય, અતિભય’ શબ્દ શું આપના મુખમાંથી નીકળ્યો ?” મુનિવરે કહ્યું: “હા મંત્રીશ્વર, મારા મુખેથી જ નીકળ્યો.' મહામંત્રીએ કહ્યું પ્રભો, જિનધર્મના શરણમાં રહેતા મુનિને કોનો ‘અતિભય’ હોય? મુનિરાજ તો નિર્ભય હોય છે.” મુનિરાજે પ્રત્યુત્તર આપ્યો. “મંત્રીશ્વર, જિનધર્મને શરણે આવ્યા બાદ આત્મા નિર્ભય બને છે, પરંતુ મારા, ગૃહસ્થ જીવનમાં એક અતિભયંકર ઘટના બની, એની સ્મૃતિ આવી તો મારા મુખેથી ‘અતિભયમ્' શબ્દ નીકળી ગયો !” મહામંત્રીએ કહ્યું: ‘ગુરુદેવ, આપના જીવનમાં એવી તે કેવી ઘટના બની? જો આપ કહેવાની કૃપા કરશો તો મારી વૈરાગ્ય ભાવના વૃઢ બનશે.' - બે મુનિવરોની વ્યથાપૂર્ણ કથા સાંભળીને અભયકુમારની વૈરાગ્ય ભાવના દ્રઢ બની રહી હતી. આજની રાત જાણે આવી જીવનકથાઓ સાંભળવાની જ રાત હતી. અભયકુમારની તત્ત્વવૃષ્ટિ, મુનિવરોની જીવનકથામાં સંસારની વાસ્તવિકતાનું દર્શન કરતી હતી. મોક્ષમાર્ગની યથાર્થતાનું દર્શન કરતી હતી. ધનદમુનિવરના ચરણે અભયમંત્રી બેસી ગયા. ધનદમુનિએ પોતાના જીવનની.. અતીતની સ્મૃતિને ઢંઢોળી. તેમણે કહ્યું ઉજ્જયિની નગરીની પાસે એક ગામ છે. એ ગામમાં પ્રિયશ્રેષ્ઠી મારા પિતા અને ગુણસુંદરી મારી માતા - મારું નામ ધનદ. મારાં માતાપિતાએ મને સારા સંસ્કારો આપ્યા. જ્યારે હું યૌવનમાં આવ્યો તારે મારા પિતાએ ઉજ્જયિનીની એક કન્યા સાથે મારું લગ્ન કરાવ્યું. લગ્ન પછી કેટલાક દિવસો બાદ મારી પત્ની એના પિતાને ઘેર ગઈ. એને લેવા માટે હું પગપાળા જ ઉજ્જયિની તરફ ચાલી નીકળ્યો. સંધ્યાનો સમય હતો. મારી પાસે તલવાર હતી. ૧૮૨ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયિનીમાં પ્રવેશ કરવાનો માર્ગ સ્મશાન પાસેથી પસાર થતો હતો. જ્યારે હું સ્મશાન પાસે પહોંચ્યો. તો મેં એક ભયાનક દૃશ્ય જોયું. “શું જોયું ગુરુદેવ ?” મહામંત્રી વચ્ચે બોલી ઊઠ્યા. ત્યાં એક મનુષ્યને શૂળી ઉપર ચડાવ્યો હતો. તે મરી ગયો હતો. એની પાસે એક સ્ત્રી બેઠી હતી અને તે કરુણ સ્વરે રોઈ રહી હતી. હું ત્યાં ઊભો રહ્યો. મને એ સ્ત્રી ઉપર દયા આવી. મેં પૂછ્યું : ‘હે સ્ત્રી, તું શા માટે રડે છે ?’ તેણે જણાવ્યું કે ‘હું દુઃખી છું.’ મેં પૂછ્યું ઃ તું કઈ વાતે દુઃખી છે ? તે બોલી ઃ ‘તને કહીને શું લેવાનું, જે પુરુષ મારું દુઃખ દૂર કરી શકે તેને કહેવાનો અર્થ છે.’ મેં કહ્યું : ‘હું તારું દુઃખ દૂર કરીશ.’ સ્ત્રીએ કહ્યું - ‘આ સૂળી ઉપર જે પુરુષ છે, તે મારો પતિ છે. રાજાએ એને એના અપરાધની શિક્ષા કરી છે. તે હજુ મર્યો નથી, મારી ઇચ્છા એને ભોજન કરાવવાની છે. તું મને એ ઊંચાઈએ ચડાવી દે તો હું એને ભોજન કરાવી શકું.’ મેં કહ્યું : ‘ઠીક છે, તું મારા ખભા ઉપર ચડી જા.' તેણે કહ્યું : જ્યાં સુધી હું એને ભોજન કરાવું ત્યાં સુધી તારે ઉપર જોવાનું નહીં. મેં કહ્યું ઃ બરાબર, હું ઉપર જોઈશ નહીં. એ સ્ત્રી માશ ખભા ઉપર ચડી ગઈ. થોડાક સમય પછી મારા શરીર ઉપર કેટલાંક બિંદુઓ પડવા લાગ્યાં - અંધારું હતું એટલે ખ્યાલ ન આવ્યો કે એ બિંદુઓ શાનાં હતાં ! પાણીનાં બિંદુઓ સમજીને મેં ઉપર જોયું નહીં, પરંતુ જ્યારે વધારે પ્રમાણમાં બિંદુઓ પડવા લાગ્યાં ત્યારે મને લોહીની વાસ આવવા લાગી. મેં ઉપર જોયું.... હું કંપી ઊઠ્યો. એ સ્ત્રી એ પુરુષના શરીરમાંથી માંસ ખાઈ રહી હતી ! હું એ સ્ત્રીને એ સમયે જ ખભા ઉપરથી જમીન ઉપર પછાડીને ભાગ્યો, પરંતુ મારી તલવા૨ લેવાનું ભૂલી ગયો હતો. એ સ્ત્રી મારી તલવાર લઈને મારી પાછળ દોડી. દોડતો હું નગરના દરવાજામાં પ્રવેશ કરતો હતો ત્યારે મારો એક પગ દરવાજાની બહાર હતો. એ સમયે એ સ્ત્રીએ મારો એક પગ કાપી નાખ્યો અને લઈને તે ભાગી ગઈ. મને અત્યંત વેદના થતી હતી. હું દરવાજાની અંદર આવી ગયો હતો. ત્યાં જ બેસી ગયો; દરવાજાની અંદર દુર્ગરક્ષિકા દેવીનું મંદિર હતું. હું ધીરે ધીરે એ મંદિરમાં ગયો અને કરુણ સ્વરે દેવી સમક્ષ વિલાપ કરવા લાગ્યો. દેવી પ્રકટ થઈ અને વાત્સલ્યથી તેણે મને પૂછ્યું : ‘વત્સ, જે મનુષ્ય નગરની અંદર હોય છે, એની રક્ષા હું કરી શકું છું - તારો એક પગ દુર્ગની બહાર હતો; એટલા માટે કપાઈ ગયો. પરંતુ ચિંતા ન કર, તારો પગ હું સારો કરી દઉં છું. દેવીને વંદન કરીને હું મારે સ્વસુરગૃહે ગયો. ઘર બંધ હતું. પરંતુ અંદર જે વાર્તાલાપ થઈ રહ્યો હતો તે સાંભળવા લાગ્યો. મારી સાસુ અને મારી પત્ની અંદર અંદર વાત કરી રહી હતી. મારી સાસુ બોલતી હતી : બેટી, આજ આ માંસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, તેનું કારણ શું ?’ સંસાર ભાવના ૧૮૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ છોકરી બોલીઃ “મા, આ માંસ તારા જમાઈના પગનું છે. આટલું કહીને તેણે સ્મશાનમાં જે ઘટના બની હતી તે કહી સંભળાવી અને મારો પગ કેવી રીતે કાપ્યો હતો તે પણ જણાવી દીધું. મંત્રીશ્વર, હું તો સ્તબ્ધ થઈ ગયો. કેવી ક્રૂર... ભયંકર સ્ત્રી? હું એ જ સમયે પાછો ફર્યો અને મારે ઘેર પહોંચ્યો. મારું મન સંસારનાં સુખોથી ઉદ્વિગ્ન થઈ ગયું. મેં ગુરુદેવની પાસે જઈને ચારિત્ર સ્વીકારી લીધું. હે મંત્રીશ્વર, આ ઘટના મારી સ્મૃતિમાં આવી ગઈ અને મારા મુખમાંથી ‘અતિભયમ્' શબ્દ નીકળી ગયો.” અભયકુમાર મુનિરાજની આત્મકથા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આવી ભયંકર ઘટના સંસારમાં બની શકે છે - એ વિચારે એમના મનને વૈરાગ્યથી ભરી દીધું. તેમણે મુનિરાજને કહ્યું: ‘હે પૂજ્ય, સાચે જ ભગવાન મહાવીરે સંસારની જે અસારતા બતાવી છે, તે યથાર્થ છે. જિનવચન સત્ય છે. આપે સંસાર ત્યજીને સંયમ ગ્રહણ કર્યું. તે ઉત્તમ કર્યું. મોક્ષની આરાધના કરી લેવી એ જ સંસારમાં સારભૂત તત્ત્વ છે.' ચોથો પ્રહર શરૂ થઈ ગયો. ચોથી ઘટના કઈ બની, તે વાત કાલે બતાવીશ. આજે બસ, આટલું જ. ((). [૧૮૪TALL ૧૮૪ L શાન્તસુધારસ : ભાગ ૧] Page #197 -------------------------------------------------------------------------- ________________ IિSલીફુધા૨ક્ષી પ્રવચન ૧૮ ૨. સંસાર ભાવના : સંકલના : ચૌનકમુનિની આત્મકથાઃ યમલમ્ મનુષ્યભવનાં દુઃખ ન્યાયસાગરનું એક કાવ્યઃ નટવો થઈને નાચ્યો, હો જિનવરિયા.” સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ. પરિભ્રમણનું પ્રેરક તત્ત્વઃ ભવિતવ્યતા. અનાદિ સંસાર અનન્ત કાળ - અનન્ત પરિભ્રમણ નરકનાં દુઃખ Page #198 -------------------------------------------------------------------------- ________________ गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका मनोवाक्कायेहा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झटिति पतयालोः प्रतिपद न जन्तोः संसारे भवति कथमप्यर्तिविरतिः ॥२॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાના વર્ણનમાં કહે છે - “આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે, તો બીજી ચિંતા. પેદા થઈ જાય છે. મન, વચન અને કાયામાં નિરંતર વિકાર ઉત્પન્ન થાય છે. તમોગુણ અને રજોગુણના પ્રભાવે કદમ - કદમ પર આપત્તિઓની ગતમાં પડતાઆથડતા જીવોનાં દુઃખોનો અંત કેવી રીતે આવશે?” ઉપાધ્યાયજીએ આ શ્લોકમાં કહ્યું છેઃ ૧. સંસ્મરમાં મનુષ્યને સતત ચિંતાઓ રહે છે. ૨. મન, વચન અને કાયામાં નિરંતર વિકાર ઉત્પન્ન થાય છે. ૩. કદમ - કદમ ઉપર આપત્તિઓ આવે છે. આ ત્રણ વાતો આ વાતને આધારે સમજવાનો પ્રયત્ન કરો. મહામંત્રી અભયકુમાર અને ચાર મુનિવરોની આ વાર્તાઓ સંસારની અસારતા, નિર્ગુણતા અને દુખમયતા સારી રીતે સમજાવે છે. ધનદમુનિની આત્મકથા સાંભળીને મહામંત્રી ગહન વિચારમાં ડૂબી ગયા. રાત્રિની નીરવ શાન્તિ, પૌષધશાળાનું પવિત્ર વાતાવરણ અને મુનિવરોની વૈરાગ્યપૂર્ણ જીવનકથાઓ - આ બધાનો અભયકુમાર ઉપર ગહન પ્રભાવ પડ્યો. સંસારમાં કર્મોના દારુણ વિપાક અંગે વિચારવા લાગ્યા. ચોથો પ્રહર શરૂ થયો હતો. ફરીથી એક શબ્દ ‘ભયાદ્ભય એમને કાને અથડાયો. ભયોનો પણ ભય! મહામંત્રીએ ઉપાશ્રયના દ્વાર પર જોયું. દ્વારની પાસે એક મુનિરાજ ઊભા હતા. મહામંત્રી ઊઠ્યા અને મુનિરાજની પાસે ગયા, પૂછ્યું : “હે પૂજ્ય, શું ‘ભયાદ્ભયમ્' શબ્દ આપના મુખમાંથી નીકળ્યો?” મુનિવરે કહ્યું: “હા મંત્રીશ્વર, ભયાભય’ શબ્દ મારા મુખમાંથી નીકળ્યો.” મંત્રીશ્વરે કહ્યું: ‘આપને કોનાથી ભય?કેવો ભય? આપ તો ઇન્દ્ર જેવા નિર્ભય છો. સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખનારા છો. મુનિવરને ભય કેવો?” મંત્રીશ્વર, સાચી વાત છે આપની, પરંતુ મારા ગૃહસ્થાશ્રમ જીવનની એક અતિ ભયાનક ઘટના મને યાદ આવી ગઈ અને મારા મુખમાંથી આ શબ્દ નીકળી ગયો.” મંત્રીશ્વરે કહ્યું હે પૂજ્ય, એવી કઈ ઘટના આપના જીવનમાં બની? જો સમય હોય તો મને એ ઘટના સંભળાવવા કૃપા કરો. જેથી મારો ભાવવૈરાગ્ય તીવ્ર બની શકે.” મુનિવર અને મંત્રીવર, ઉપાશ્રયના એકાન્ત ભાગમાં જઈને બેઠા અને મુનિવરે શાન્તસુધારસઃ ભાગ ૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ પોતાની આત્મકથા સંભળાવવાની શરૂઆત કરી દીધી. “મારો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. મારા પિતા ધનદત્ત અતિ ધનવાન હતા. મારું નામ હતું ચીનક. જ્યારે હું યૌવનમાં આવ્યો, તો મારા પિતાએ શ્રીમતી નામની કન્યા સાથે મારું લગ્ન કરાવ્યું. શ્રીમતી સાથે મારો જીવનકાળ સુખમય વ્યતીત થતો હતો. શ્રીમતી ગર્ભવતી થઈ, તેણે મને કહ્યું હે નાથ, મને મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે! મૃગનું માંસ લાવીને મને આપો, નહીંતર મારું અકાળ મૃત્યુ થશે. મેં એને પૂછ્યું - “મને મૃગ ક્યાં મળશે?' તેણે કહ્યું - ‘તમે રાજગૃહી નગરીમાં જાઓ, ત્યાંના રાજા શ્રેણિકની પાસે મૃગ છે.” હું મારી પત્નીનામનોરથ પૂર્ણ કરવા માટે હાથમાં તલવાર લઈને રાજગૃહી તરફ ચાલી નીકળ્યો. પત્ની પ્રત્યે મને અનહદ અનુરાગ હતો. એટલા માટે મારા હૃદયમાં ખૂબ ઉલ્લાસ હતો. થોડાક જ દિવસોમાં હું રાજગૃહી પહોંચી ગયો. હું બાહ્યોદ્યાનમાં ગયો. ત્યાં રાજગૃહીની વેશ્યાઓ આનંદ-પ્રમોદ કરવા આવી હતી. હું એક વૃક્ષની નીચે ઊભો રહ્યો. ઉદ્યાનની શીતળ હવાથી અને વેશ્યાઓની ક્રીડાથી મારો થાક ઊતરી ગયો. એટલામાં વેશ્યાઓએ સરોવરની પાસે શોરબકોર મચાવી દીધો. નગરીની પ્રસિદ્ધ વેશ્યા મગધસેના સરોવરમાં પડી ગઈ હતી. હું સરોવર તરફ દોડ્યો અને સરોવરમાં કૂદી પડ્યો. મને તરતાં આવડતું હતું. હું મગધસેનાને લઈને સરોવરના કિનારે આવી ગયો. મગધસેના મારી ઉપર પ્રસન્ન થઈ ગઈ, એણે મને કહ્યું હે પ્રવાસી, તેં મને બચાવી લીધી છે એટલા માટે તું મારો ઉપકારી છે. આજ તું મારી સાથે રહે અને આ ઉદ્યાનમાં આનંદ-પ્રમોદ કર.” હું મગધસેનાની વાત ટાળી શક્યો નહીં. એક દિવસ એની સાથે ત્યાં રહ્યો. તેણે મને રાજગૃહી આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં આખી વાત કહી સંભળાવી. તેણે મને કહ્યું: “હે શ્રેષ્ઠીપુત્ર, તમે સરળ છો, તમે સમજી ન શક્યા, તમારી પત્ની દુરાચારિણી છે મૃગમાંસને બહાને એણે તમને દૂર મોકલી દીધા છે.' હું મારી પત્ની પ્રત્યે અતિ રાગવાન હતો, મને એના ઉપર વિશ્વાસ હતો, એટલા માટે મેં મગધસેનાની વાત ન માની. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારી પત્ની સંપૂર્ણ પતિવ્રતા છે. પરંતુ મગધસેના માનવા તૈયાર ન હતી. એણે મને એની ભવ્ય હવેલીમાં રાખ્યો. એક દિવસે એની સાથે રથમાં બેસીને હું નગર તરફ જઈ રહ્યો હતો ત્યાં એક દોડતો હાથી સામે આવ્યો. હાથી રાજા શ્રેણિકનો હતો. તે તોફાની બની ગયો હતો. હું રથમાંથી નીચે ઊતરી ગયો. હું હાથીને વશ કરવાની વિદ્યા જાણતો હતો. મેં તરત જ હાથીને વશ કરી દીધો. નગરમાં મારી ભારે પ્રશંસા થઈ. અમે હવેલી ઉપર પહોંચ્યાં. સંસાર ભાવના ૧૮૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ મગધસેનાએ મને પ્રેમથી ભોજન કરાવ્યું અને કહ્યું: “આજે હું મહારાજા શ્રેણિકના દરબારમાં નૃત્ય કરવા જવાની છું. તમે સાથે આવશો ને? ત્યાં ઘણા લોકો જોવા માટે આવશે.” મેં કહ્યું હે પ્રિયે, આજ મને ખૂબ નિદ્રા આવે છે, હું આવી નહીં શકું.” મગધના રાજસભામાં ચાલી ગઈ. તેના ગયા પછી મને મૃગમાંસ યાદ આવ્યું, મારી પત્ની યાદ આવી. મારું મન વ્યથિતવિહ્વળ બની ગયું. પત્નીની ઇચ્છા પૂર્ણ કરવાની મારી ઇચ્છા પ્રબળ થઈ ગઈ. હું ઊઠ્યો અને રાજમહેલ તરફ ચાલી નીકળ્યો. પહેલાં હું રાજસભામાં ગયો. ત્યાં મગધસેના નૃત્ય કરી રહી હતી. લોકો નૃત્ય જોવામાં લીન હતા. હું ગુપ્ત રૂપે રાજમહેલમાં ઘૂસી ગયો, મેં મૃગમાંસ લઈ લીધું અને ગુપ્ત માર્ગેથી બહાર નીકળતો હતો ને દ્વારરક્ષકે મને પકડી લીધો. દ્વારરક્ષક મને લઈને રાજસભામાં આવ્યા. મારી બાબતમાં રાજાને ફરિયાદ કરી. રાજા નૃત્ય જોવામાં લીન હતો, તેણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. હું એવી રીતે ઊભો રહ્યો કે મગધસેનાની દ્રષ્ટિ મારા ઉપર પડે. નૃત્ય પૂર્ણ થતાં રાજાએ મગધસેનાને ત્રણ વચન માગવા કહ્યું. એ સમયે મગધસેનાએ મારા તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું : “અરે, મૃગમાંસના અભિલાષી, મારા પ્રાણોની રક્ષા કરનાર, મારા પ્રાણનાથ ક્યાં છે? મેં કહ્યુંઃ હે પ્રિયે, અહીં જ છું.' એ સમયે મગધસેનાએ રાજાને નમન કરીને કહ્યું - હે નરનાથ, આપે મને ત્રણ વચન માગવાનું કહ્યું છે, તો હું પ્રથમ વચન માગું છું કે આ મૃગમાંસની ચોરી કરનાર અપરાધીને મુક્ત કરવામાં આવે અને બીજું વચન માગું છું કે એ પુરુષ મારો પતિ થાય.' રાજાએ મગધસેનાને બે વચનો આપ્યાં. તેનું મન પ્રસન્ન થઈ ગયું. હું પણ ઘણી જ ખુશ થયો. અમે બંને ઘેર પહોંચ્યાં. એક દિવસે મને મારું ઘર અને મારી પત્ની યાદ આવી. મેં મગધસેનાને કહ્યું - “જો તું મને રજા આપે તો હું મારે ઘેર જવા ઇચ્છું છું.... અહીં આવ્યાને ઘણો સમય વીતી ગયો છે. મારી પતિવ્રતા સ્ત્રી રાહ જોતી હશે.' બોલતાં બોલતાં મારું હૃદય ભરાઈ આવ્યું. મગધસેનાએ કહ્યું - "પ્રાણનાથ, આપ ભલે માનતા હો કે તમારી પત્ની પતિવ્રતા છે, પરંતુ તમે સ્ત્રીનું હૃદય સમજતા નથી. તો પણ જો તમારે જવું હોય તો ચાલો, પરંતુ હું પણ આપની સાથે આવીશ. મારે આપને એ સ્ત્રીનું દુરાચરણ બતાવવું છે.' મેં એને મારી સાથે ચાલવાની અનુમતિ આપી. તે ખૂબ પ્રસન્ન થઈ - રાજાની અનુમતિ પણ લઈ આવી. અમે ઘણું ધન સાથે લઈ લીધું અને ઉજ્જયિની તરફ ચાલ્યાં. ( ૧૮૮ શાન્ત સુધારસઃ ભાગ ૧| Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયિની પહોંચ્યા પછી અમે નગરીની બહારના ઉદ્યાનમાં રોકાયા. રાત્રિના સમયે હું એકલો તલવાર લઈને મારે ઘેર પહોંચ્યો. ભાગ્ય યોગે ઘરનું દ્વાર ખુલ્લું હતું. હું ધીરેથી ઘરમાં ગયો. ત્યાં મેં એક ભયંકર દ્રશ્ય જોયું - મારી પત્ની એક પુરુષની સાથે સૂતેલી હતી! મારા ક્રોધની કોઈ સીમા ન રહી. મેં એ પુરુષના ગળા પર પ્રહાર કર્યો અને એને યમલોકમાં પહોંચાડી દીધો. હું ઘરમાં જ છુપાઈને બેઠો હતો. મારી પત્ની જાગી. તેણે તેના પ્રેમીને મરેલો જોયો. તે શોકાતુર થઈ ગઈ. પરંતુ તેણે ઊભી થઈને તેના ચારના મૃતદેહને ઘરની પાછળ લઈ જઈને એક મોટો ખાડો ખોદીને પ્રેમીના મૃતદેહને દફનાવી દીધો. તેના ઉપર તેણે એક વેદિકા બનાવી અને છાણમાટીથી લીંપી અને ઘરમાં આવીને સૂઈ ગઈ. હું ઘરમાંથી નીકળીને નગરીની બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. મેં મગધસેનાને આખીય ઘટના કહી સંભળાવી. મેં તેને કહ્યુંઃ પ્રિયે, તારી કહેલી વાત મેં માની ન હતી, પરંતુ આજે મેં એનો વ્યભિચાર નજરોનજર જોયો. હવે મારે ઘેર જવું નથી, ચાલો પાછાં રાજગૃહી જઈએ.” સવારે અમે રાજગૃહી તરફ પ્રસ્થાન કર્યું. અમે રાજગૃહી આવ્યાં. મગધસેના સાથે સંસારસુખ ભોગવતાં એક વર્ષ વીતી ગયું. એક દિવસ મારા પિતા બીમાર હોંવાના મને સમાચાર મળ્યા. હું એકલો જ ઉજ્જયિની ગયો. મારાં માતાપિતાની પાસે જઈને તેમની કુશળપૃચ્છા કરી. તેમને નમન કરીને મારી પત્નીની પાસે ગયો. એ બીજે ઘેર રહેતી હતી. મારી પત્નીએ હર્ષવિભોર થઈને મારું સ્વાગત કર્યું, તેણે કહ્યું હે નાથ, આપને ઘેર પાછા ફરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો ?” મેં એને કહ્યું હું તારા માટે મૃગમાંસ લેવા ભટકતો રહ્યો, પરંતુ મૃગમાંસ ન મળ્યું, શું કરું? પરંતુ તારા પ્રત્યેના અપૂર્વ સ્નેહને કારણે ઘેર પાછો આવ્યો છું. તે બોલીઃ આપ ક્ષેમકુશળ પાછા આવ્યા એ જ મારે માટે આનંદની વાત છે.” .. માતાપિતાની બીમારીને કારણે મારે ત્યાં રોકાવું આવશ્યક હતું. હું જોતો હતો કે મારી પત્ની એના યારની સમાધિ ઉપર દરરોજ સૌ પ્રથમ નૈવેધ ચડાવતી હતી. તે પછી જ મને ભોજન કરાવતી હતી! એક દિવસે મેં એને કહ્યુંઃ હે પ્રિયે, આજ મને ઘેબર ખાવાની ઈચ્છા થઈ છે. એટલા માટે ઘેબર બનાવ. જ્યાં સુધી હું ભોજન ન કરી લઉં ત્યાં સુધી તારે કોઈને ઘેબર આપવા નહીં.” મારી વાત સાંભળીને એ બોલી, ‘હે પ્રાણનાથ, એવું કેમ બોલો છો? આપથી વધારે મને કોણ પ્રિય છે? ઘેબરનું ભોજન તૈયાર થઈ ગયું. હું ભોજન કરવા બેઠો, મારી પત્નીએ પહેલું જ ઘેબર “આ તો બળી ગયું કહીને સંતાડી રાખવા માટે ઘડામાં નાખી દીધું! મને ક્રોધ આવ્યો. મેં કહ્યું રે દુષ્ટ, હજુ તું મારા મરેલા યારને ભૂલી નથી ? આ ૧૮૯ | સંસાર ભાવના Page #202 -------------------------------------------------------------------------- ________________ મારી પત્નીને ભયંકર ગુસ્સો આવ્યો. હું ત્યાંથી ભાગ્યો. તે મારી પાછળ દોડી. એના હાથમાં ગરમ ગરમ ઘીની કઢાઈ હતી. તેણે મારા શરીર ઉપર એ ઘી નાખી દીધું ! મારું શરીર બળવા લાગ્યું. મારા મુખમાંથી તીવ્ર ચીસ નીકળી ગઈ; હું મારા પિતાજી પાસે ગયો. ઉપચાર કરાવ્યા બાદ સારું થતાં - હવે મારું મન વિરક્ત બન્યું હતું. જો કે મગધસેના મને પ્યાર કરતી હતી - હ્રદયથી પ્યાર કરતી હતી. પરંતુ હવે મને સંસારનાં તમામ સુખભોગો પ્રત્યે નફરત થઈ ગઈ હતી. મેં ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો. “હે મંત્રીશ્વર, હું પૂજ્ય સુસ્થિતાચાર્યજીની પાસે પહોંચ્યો, તેમણે મને ચારિત્ર આપ્યું - આ મારા પૂર્વજીવનની યાદ આવી જતાં મારા મુખેથી ‘ભયાદ્ભયમ્' શબ્દ નીકળી ગયો.” અભયકુમારને સાચે જ ચૌનકમુનિના પૂર્વજીવનની વાત દુઃખદર્દથી ભરેલી જણાઈ - તેમણે મુનિરાજને કહ્યું : ‘હે મુનિરાજ, આપે ચારિત્રધર્મનો સ્વીકાર કરીને માનવજીવનને સફળ બનાવ્યું છે. ભીષણ ભવસાગરમાંથી તરી જવા માટે ચારિત્રધર્મ જ જહાજ છે.’ એક રાતમાં ચાર-ચાર મુનિવરોની રોમાંચક આત્મકથાઓ સાંભળીને અભયકુમારનું મન સંસારમાંથી, વૈષયિક સુખોમાંથી વિરક્ત થઈ ગયું હતું. પ્રાતઃ પૌષધવ્રત પાળીને, વૈરાગ્યની મસ્તી પામીને તે રાજમહેલમાં પહોંચ્યા. તમે લોકો પણ વૈરાગ્યની મસ્તી પામીને ઘેર પાછા ફરશો ને ? હૃદયમાં કંઈ હલચલ થઈ ? મનુષ્યભવનાં દુઃખ : ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મનુષ્યજન્મનાં દુઃખોનું વર્ણન કરતાં કહે છે ઃ सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत् स्पृशति कथमप्यर्तिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ ३ ॥ માતાના અશુચિમય ઉદરમાં આવીને નવ-નવ માસ સુધી કષ્ટ સહન કર્યાં. એના પછી જનમની પીડા સહન કરી. મોટાં મોટાં કષ્ટો સહન કરતાં ક્ષણિક અને કલ્પિત સુખ, વૈયિક સુખ મળતાં લાગ્યું કે ‘ચાલો દુઃખથી છુટકારો મળી ગયો; એટલામાં તો મોતની સહચરી જરાવસ્થા - વૃદ્ધાવસ્થા આવી પહોંચી અને કાયા જર્જરિત થઈ ગઈ ! મૂલ્યવંત મનુષ્યભવ કોડીના મૂલે પૂરો થઈ ગયો.' મનુષ્યભવનાં પ્રમુખ દુઃખ આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. પહેલું દુઃખ છે શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૧૯૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાવસ્થાનું. માતાના અપવિત્ર ઉદરમાં જીવ નવ-નવ માસ સુધી દુઃખ સહન કરે છે. બીજું દુઃખ બતાવ્યું છે જન્મનું. ત્રીજું દુઃખ બતાવ્યું છે યૌવનકાળમાં થના૨ વિષયસુખોના સંયોગ-વિયોગનું. ચોથું બતાવ્યું છે વૃદ્ધાવસ્થાનું અને પાંચમું દુઃખ બતાવ્યું છે મૃત્યુનું ! એક ગુજરાતી કાવ્યમાં આ દુઃખોનું વર્ણન ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કરવામાં આવ્યું છે - એની ભાષા સરળ ગુજરાતી છે. સમજમાં આવી જાય એવું કાવ્ય છે. જિનવર પ્રભુની સામે કવિશ્રી ન્યાયસાગરજી પોતાને નટ (એક્ટ૨) કહીને આખી વાત કરી રહ્યા છે. સાંભળો : હું તો નટવો થઈને નાટક એવાં નાચ્યો હો જિનવરિયા ! પહેલાં નાચ્યો પેટમાં, માતાના બહુવાર, ઘોર અંધારી કોટડી, ત્યાં કુણ સુણે પોકાર.... ત્યાં માથું નીચું ને છાતી ઊંચી હો જિનવરિયા..........હું તો. ૧ હાડમાંસનું પીંજરું, ઉપર મઢિયો ચામ, મલમૂત્ર માંહે ભર્યો, મેં માન્યું સુખનું ધામ, ત્યાં નવ-નવ મહિના, ઊંધે મસ્તક લટક્યો હો જિનવરિયા ! ૨ ક્રોડક્રોડ રોમ-રોમમાં કરી ધગધગતી સોય, ભોંકે જો કોઈ સામટી, કષ્ટ અષ્ટગણું હોય, પછી માતાને મેં જમનાં દ્વાર દેખાડ્યાં હો જિનવરિયા ! ૩ બાંધી મૂઠી દોયમાં હું લાવ્યો પુણ્ય ને પાપ, ઉંવાં ઉંવાં કરી હું રહું, જગમાં હર્ષ ન માય, પછી પડદામાંથી રંગભૂમિ પર, આવ્યો હો જિનવરિયા ! ૪ પારણિયામાં પોઢીયો ને માતા હાલો ગાય, ખરડાયો મલમૂત્રમાં, અંગુલી મુખ જાય, પછી ભીનામાંથી સૂકામાં, સુવડાવ્યો હો જિનવરિયા ! પ છોટાનો મોટો થયો, રમતો ધૂળીમાંય, પિતાએ પરણાવીયો, માતા હરખ ન માય. પછી નારીનો નચાવ્યો થે-ચૈ નાચ્યો હો જિનવરિયા ! ૬ કુટુંબ ચિંતા કા૨મી - ચૂંટ કલેજા ખાય, એથી તો ભલી ડાકણી, મનડું મોહી મુંઝાય. જાણે કોશીટાનો કીડો, જાલ ગુંથાયો હો જિનવરિયા ! ૭ દાંતો ને દાઢો પડી, ને નીચાં ઢળિયાં નેણ, ગાલોની લાલી ગઈ, ખૂ ખૂ થઈ ગઈ રેન. સંસાર ભાવના ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ પછી ડોસો થઈને ડગમગ-ડગમગ ચાલ્યો હો જિનવરિયા ! ૮ ચાર ગતિ ચોગાનમાં, નાચ્યો નાચ અપાર, ‘ન્યાયસાગર’ નાચ્યો નહીં રત્નત્રયીને આધાર. પણ કુમતિનો ભરમાવ્યો, કૉઈ ના સમજ્યો હો જિનવરિયા ! ૯ સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ : ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી જીવાત્મા કેમ અને કેવી રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે, એ બે શ્લોકમાં બતાવ્યું છે ઃ विभ्रान्तचित्तो बत बम्भ्रभीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङगी । नुन्नो नियत्याऽतनुकर्मतन्तु-सन्दानितः सन्निहितान्तकौतुः ॥ ४ ॥ अनन्तान्पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥ ५॥ આ બિચારો જીવ, ભવિતવ્યતાથી પ્રેરિત, ભારે કર્મોના દોરડાથી બંધાયેલો અને કાળ - મોત - બિલાડા પાસે રહેલો જીવ, દિશાશૂન્ય થઈને ભટકતો રહ્યો છે. પિંજરામાં બદ્ધ પક્ષીની માફક શરીરના પિંજરામાં કેદ જીવાત્મા આ સંસારમાં પરિભ્રમણ (જન્મ-મરણ) કર્યા કરે છે. સંસારની ચાર ગતિઓમાં અને ૮૪ લાખ યોનિઓમાં ભટકતો - અનંત અનંત દેહ ધારણ કરતો રહે છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી અનાદિ ભવસંસારમાં અનંત વા૨ ભ્રમણ કર્યા કરે છે. ભટકવામાં પ્રેરક તત્ત્વ છે ‘ભવિતવ્યતા’ : સર્વજ્ઞ પરમાત્માએ દરેક કાર્યની પાછળ પાંચ કારણો બતાવ્યાં છે. આ પાંચ કારણોમાંથી એક કારણ છે ‘ભવિતવ્યતા.’ ભવિતવ્યતાને નિયતિ પણ કહે છે. જે વાતમાં કોઈ પરિવર્તનની શક્યતા ન હોય, જે વાત નિશ્ચિત રૂપે થાય છે - બને છે જ, તેને ભવિતવ્યતા કહે છે. ભવિતવ્યતાની આગળ પુરુષાર્થ કામયાબ થતો નથી. જીવોના ચાર ગતિમય સંસારમાં જે રખડપટ્ટી થાય છે - એ રઝળપાટમાં પ્રેરક તત્ત્વ છે - ભવિતવ્યતા ! જીવોને ચાર ગતિમાં ભટકવું જ પડે છે. પ્રશ્ન ઃ આ પરવશતાનું કોઈ કારણ હશે ને ? ઉત્તર : હા, એક કારણ છે. પ્રત્યેક જીવાત્મા કર્મોથી બંધાયેલો છે. કર્મોનું બંધન જ કારણ છે. અને જ્યાં સુધી કર્મોનું બંધન રહે છે, ત્યાં સુધી દરેક જીવને શરીર ધારણ કરવું જ પડે છે. જેવું કે પિંજરાનું પક્ષી ! ચાર ગતિઓમાં જીવોનાં ભિન્ન શાન્તસુધારસ : ભાગ ૧ ૧૯૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન પ્રકારનાં શરીર હોય છે. શરીરનાં રૂપ, પુદ્ગલ અને રંગ અલગ-અલગ હોય છે. જે જીવોને જેવું શરીર મળે છે એનો નિર્ણય એ જીવનાં કર્મો કરે છે. અનંતકાળ.... અનંત પરિભ્રમણ.... અનાદિ સંસારમાં : રાત્રિની નીરવતામાં, એકાન્ત ભૂમિભાગમાં..... શાન્તચિત્તે સંસારની વાસ્તવિકતાનું ચિંતન કરવું પડશે. ચિંતનનો વિષય હોવો જોઈએ સંસારમાં જીવોનો જન્મ લેવો અને મરણ પામવું. પોતાની જાતને જ પૂછવું પડશે. # આ તમામ જીવો ક્યારથી જન્મે છે અને ક્યારથી મરે છે ? = જન્મ-મૃત્યુનું આ ચક્ર ચાલતું જ રહેશે યા તેનો અંત આવશે ? ॥ સંસાર આદિ છે કે અનાદિ છે ? ॥ સંસારની ચાર ગતિઓમાં સુખ છે કે દુઃખ છે ? વ્યક્તિગત રૂપે આ ચાર પ્રશ્નોનું સમાધાન શોધવું પડશે. અન્યથા અજ્ઞાનતાના અંધકારમાં જ જીવનની પૂર્ણાહુતિ થઈ જશે અને વધારે પ્રગાઢ અંધકારમાં જીવ ખોવાઈ જશે. એટલા માટે આ ચારે વાતો ઉપર ગંભીરતાથી વિચાર કરો. પહેલી વાત, જે રીતે સંસાર અનાદિ છે એવી જ રીતે જીવ પણ અનાદિ છે, એટલા માટે જન્મ અને મરણ પણ અનાદિકાળથી છે. એનો કોઈ પ્રારંભ નથી. i બીજી વાત, જન્મ-મૃત્યુનો અંત લાવી શકાય છે. જો તમે કર્મોનાં બંધનો તોડી શકો તો જન્મ-મૃત્યુનો અંત આવી શકે છે. તમે અમર બની શકો છો. અજન્મા બની શકો છો. સંસાર તો રહેશે જ. એ જેવી રીતે અનાદિ છે એ જ રીતે અનંત છે. આવા સંસારમાંથી જીવાત્મા બહાર નીકળી શકે છે. ચોથી વાત પર હજુ બે-ત્રણ દિવસો ચિંતન-મનન કરીશું. સંસારની ચારે ગતિઓમાં દુઃખ જ છે. જે કંઈ સુખ લાગે છે તે સુખ નથી, સુખાભાસ છે. માત્ર મૃગજલ છે. સર્વપ્રથમ ‘નરક’નાં દુઃખ બતાવું છું. તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે આપણે (આત્મા) અનેક વાર નરકમાં ગયા છીએ. નરકનાં ઘોર દુઃખ આપણે સહન કર્યાં છે. પરંતુ આપણે સ્વર્ગને ભૂલી ગયા છીએ, એવી જ રીતે નરકને પણ ભૂલી ગયા છીએ. શાસ્ત્રોમાં, ગ્રંથોમાં નરકનાં દુઃખોનાં વર્ણન વાંચવામાં આવે છે. પ્રશ્ન : શું વાસ્તવમાં નરક છે કે માત્ર કલ્પના છે ? ઉત્તર ઃ અમારો તો આ વિષયમાં નિઃશંક નિર્ણય છે નરકના અસ્તિત્વનો, સ્વર્ગના અસ્તિત્વનો. આ કંઈ માત્ર કલ્પના નથી. સંસાર ભાવના ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ નરકનાં દુઃખઃ આપણા આત્માએ કેવાં કેવાં નરક-દુઃખો ભોગવ્યાં છે, તે સંક્ષેપમાં આજે જણાવું છું. સર્વપ્રથમ ૧૦ પ્રકારની ક્ષેત્રવેદનાઓ’ બતાવું છું ૧. પ્રતિસમય આહારાદિ પુદ્ગલોની સાથે જીવનો જે સંબંધ હોય છે, તે પ્રદીપ્ત અગ્નિથી ય વધારે દુઃખદાયી હોય છે. ૨. ઊંટ અને ગધેડાની ચાલ (ચાલવાની રીત) કરતાં પણ નારકીના જીવોની ચાલ અતિ અશુભ હોય છે. તપ્ત લોઢા જેવી ભૂમિ ઉપર જેવી રીતે પગ મૂકવાથી વેદના થાય છે, એનાથી ય વધારે વેદના નરકની ભૂમિ ઉપર ચાલવાથી થાય છે. એ વેદના અસહ્ય જ હોય છે. ૩. નરકના જીવોનું સંસ્થાન (આકાર) અતિવિકૃત હોય છે. જેવું કે કાપેલી પાંખવાળાં પક્ષી! ૪. દીવાલ ઉપરથી પડતાં પુદ્ગલોની વેદના, શસ્ત્રની ધાર કરતાં પણ વધારે પીડાકારી હોય છે. પ. નરકના જીવોનો વર્ણ અતિભયંકર હોય છે. અંધકાર જેવો કાળો હોય છે. ત્યાંનો ભૂમિભાગ શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર, કફ વગેરે બિભત્સ પદાર્થોથી લિપ્ત હોય છે. માંસ, કેશ, નખ, હાડકાં, ચામડાં આદિ જેવા આચ્છાદિત પદાર્થો હોય છે. તેથી સ્મશાનભૂમિ જેવું લાગે છે. ૬. ત્યાંની ગંધ સડી ગયેલા પશુ-કલેવરોની દુર્ગધ કરતાં પણ વધારે અશુભ હોય ૭. ત્યાંનો રસ લીમડાના રસ કરતાં પણ વધારે કડવો હોય છે. ૮. ત્યાંનો સ્પર્શ અગ્નિ અને વીંછીના સ્પર્શ કરતાં પણ વધારે તીવ્ર હોય છે. ૯. ત્યાંનો શબ્દ, અવાજ સતત પીડાગ્રસ્ત જીવોના કરણા-કલ્પાંત જેવો હોય છે. સાંભળવા માત્રથી દુખદાયી બને છે. ૧૦. પરિણામ પણ અતિવ્યથા કરનાર હોય છે. બીજા પ્રકારની પણ ૧૦ વેદનાઓ હોય છે, એ પણ જાણી લો ૧. પોષ મહિનો હોય, રાત્રિમાં હિમવર્ષા થતી હોય, પ્રચંડ વાયુ વાતો હોય, હિમાલય જેવો પ્રદેશ હોય, વસ્ત્રરહિત મનુષ્ય હોય એને જેવું દુઃખ થાય છે, એનાથી અનંતગણું દુખ નારકીના જીવોને થાય છે. ' ૨. ચૈત્ર-વૈશાખના મહિના હોય, મધ્યાહૂનનો સમય હોય, માથે સૂરજ તપતો હોય, ચારે દિશાઓમાં અગ્નિજ્વાળાઓ ફેલાયેલી હોય એવી સ્થિતિમાં કોઈ ૧૯૪ ૬ શાન્તસુધારસઃ ભાગ ૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ પિત્તરોગી મનુષ્ય ઉષ્ણતાની ઘોર વેદનાનો અનુભવ કરે. એનાથી પણ અનંતગણી વધારે વેદના નારકીના જીવોને થાય છે. નારકીના જીવોની ભૂખ-તરસ કદી શાન્ત થતી નથી, અઢીદ્વિીપનાં તમામ ધાન્ય ખાઈ જાય તો પણ એ જીવોની સુધા શાંત નથી થતી. ૪. પાણીની તરસ પણ કદીય છીપાતી નથી - તમામ સાગરો, સરોવરો અને નદીઓનાં જળ પીવા છતાં પણ તરસ મટતી નથી. પ. નારકીના જીવ સદા ખણતા જ રહે છે. છરીથી ખણવા છતાં પણ એમની ખણજ મટતી નથી. . ૬. નારકીના જીવો સદેવ પરવશ હોય છે. ૭. ત્યાંના જીવોનાં શરીર સદેવ વરાક્રાન્ત રહે છે. મનુષ્યને વધારેમાં વધારે જેટલી માત્રામાં - ડિગ્રીમાં - તાવ રહે છે, એના કરતાં અનંતગણો જ્વર નારકીના જીવો ભોગવતા હોય છે. ૮. નારકીના જીવોને સદાય દાહવર બાળતો હોય છે. ૯. એ જીવોને અવધિજ્ઞાન યા વિર્ભાગજ્ઞાન થાય છે. એનાથી તેઓ પોતાને થનારાં - આવનારાં -દુઃખોને જાણે છે. તેથી તેઓ સતત ભયવ્યાકુળ રહે છે. * એ રીતે તેમને પરમાધામી દેવોનો ભય અને બીજા નારકીઓનો ભય સતાવે ૧૦. દશમું દુઃખ હોય છે - શોકનું. તેઓ સદેવ શોકગ્રસ્ત રહે છે. નરકના જીવોની ત્રીજા પ્રકારની વેદનાઓ હોય છે. પરસ્પર લડવાની -પરસ્પર તેઓ એકબીજાને દુઃખ દે છે. જેવી રીતે એક કૂતરો બીજાને જોતાં જ એને મારવા દોડે છે. એ રીતે એક નારકી જીવ બીજા નારકી જીવને મારવા - લડવા તૈયાર થઈ જાય છે. તેઓ વૈક્રિયરૂપ ધારણ કરે છે. ક્ષેત્રપ્રભાવથી પ્રાપ્ત થનાર શસ્ત્ર લઈને તેઓ એકબીજાના ટુકડા કરી નાખે છે. જેમ કતલખાનામાં પશુના ટુકડા કરવામાં આવે છે એ જ રીતે. ત્યાં જે સમ્યગુદૃષ્ટિ જીવ હોય છે, તે તાત્ત્વિક ચિંતન દ્વારા સમતાથી દુઃખ સહન કરે છે. એ જીવો મિથ્યાવૃષ્ટિ જીવોથી ઓછી પીડા અનુભવે છે અને કર્મક્ષય કરનારા હોય છે. મિથ્યાદ્રષ્ટિ નારક જીવ ક્રોધાવેશથી પરસ્પર પીડા કરે છે. એટલા માટે તે ખૂબ જ દુઃખી થાય છે અને વધારે કર્મબંધન કરે છે. સંસાર ભાવના ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ માનસિક દુઃખની અપેક્ષાથી સમકિત સૃષ્ટિ જીવ વધારે દુઃખી હોય છે. પૂર્વકૃત કર્મોનો જેટલો સંતાપ એમને હોય છે એટલો મિથ્યાવૃષ્ટિ જીવોને નથી હોતો. હવે પરમાધામી દેવો દ્વારા નરકના જીવોને જે દુઃખ આપવામાં આવે છે, તે બતાવવાનો પ્રયત્ન કરીશ. * અતિતપ્ત લોઢાની પૂતળીઓ સાથે જીવોને જોડવામાં આવે છે. * અત્યંત તપાવેલા સીસાનો રસ પાવામાં આવે છે. * શસ્ત્રોથી શરીરને ક્ષત-વિક્ષત કરીને એની ઉપર ક્ષાર નાખવામાં આવે છે. * ગરમ ગરમ તેલથી સ્નાન કરાવવામાં આવે છે. * ભયંકર આગમાં નાખવામાં આવે છે. * ભાલાથી વીંધવામાં આવે છે. * ઘાણીએ નાખી પીલવામાં આવે છે. * કરવતથી વહેરવામાં આવે છે. * આગ સમી રેતી ઉપર ચલાવવામાં આવે છે. * વાઘ, સિંહ જેવાં પશુઓનાં રૂપ ધરીને જીવોને સતાવે છે. * કૂકડાઓની જેમ પરસ્પર લડાવવામાં આવે છે. * તલવારની ધાર જેવા અસિપત્રના વનમાં ચલાવવામાં આવે છે. * હાથ, પગ, કાન, આંખ આદિ અંગ-ઉપાંગોને કાપી નાખવામાં આવે છે; તે આત્મહત્યા કરીને પણ મરી શકતા નથી; જ્યારે એ જીવોનું આયુષ્ય સમાપ્ત થાય છે ત્યારે જ તેઓ મરે છે. આપણા આત્માએ પણ નરકમાં આ પ્રકારનાં કષ્ટ સહ્યાં છે. કલ્પના કરો. પોતાની જાતને નરકના જીવનાં રૂપમાં જોવી અને અતિશય ક્રૂર...નિર્દય એવા પરમાધામી દેવ કષ્ટ આપી રહ્યા છે - મારી રહ્યા છે, એ કલ્પનાથી જોજો ! આજે બસ, આટલું જ. ૧૯૬ શાન્તસુધારસ : ભાગ ૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ શારિરી પ્રવચન ૧૯ ૩. સંસાર ભાવના : : સંકલના | • મોહશત્રુની સતામણી. સંસારને ભયાકાન્તડરામણો સમજો. દેવગતિનાં દુઃખ. બધા જ સંબંધો ફાલતું. અઢાર નાતરાંની વાત. સંસારમાં ડગલે ને પગલે પરેશાની અને પરાભવ. ૦. સંપત્તિમાં ગર્વઃ દરિદ્રતામાં દીન-હીન. કર્મપરવશતા. જનમ-જનમે નવાં-નવાં રૂપ. Page #210 -------------------------------------------------------------------------- ________________ (રાગ ભૈરવી) कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे, मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपदमुपनीत रे ॥१॥ कलय० स्वजनतनयादिपरिचयगुण-रिह मुधा बध्यसे मूढ रे, प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ॥२॥ कलय. घटयसि क्वचन मदमुन्नतेः क्वचिदहो हीनतादीन रे, प्रतिभवं स्पमपरापरं, वहति बत कर्मणाधीन रे ॥३॥ कलय. जातु शैशव-दशापरवशो, जातु तारुण्यमदमत्त रे, जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ॥४॥ कलय. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાનું ગાન કરતાં કહે છે રે જીવ, મોહશત્રુએ તને ગળેથી પકડીને ડગલે પગલે સતાવ્યો છે. તે આ સંસારને જન્મ-મરણના ભયથી ઘેરાયેલો અને અત્યંત ડરાવનારો માન. રેમૂઢ, સ્વજન-પરિજન તેમજ સંબંધી-સ્વજનો સાથે તારા મીઠા સંબંધો નિરર્થક છે. ડગલે પગલે તારે આ સંસારનાં નિતનવાં સંકટોની પરેશાની ઉઠાવવી નથી પડતી? કદમ-કદમ પર તારો પરાભવ નથી થતો? થોડુંક શાન્તિથી વિચાર તો ખરો ?' કોઈ વાર તું તારી સંપત્તિથી ગર્વિષ્ઠ થઈ જાય છે, તો કોઈ વાર દરિદ્રતાની ચુંગાલમાં ફસાઈને દીન થઈ બેસે છે. તું કર્મોને આધીન છે, એટલા માટે તો જનમજનમમાં નવાં-નવાં રૂપ ધારણ કરે છે. અલગ-અલગ સ્વાંગ રચે છે. સંસારના રંગમંચ ઉપર તું એક અભિનેતા છે.' “કોઈ વાર તું બચપણને પરવશ હોય છે, તો કોઈ વાર યૌવનના આવેશોથી ઉન્મત્ત થઈને મદમત્ત બની જાય છે. તો કોઈ વાર દુર્જય વૃદ્ધત્વને કારણે તારું શરીર જર્જરિત થઈ જાય છે અને આ રીતે અંતે જતાં તું યમરાજના પંજામાં ફસાઈ જાય છે.' સંસાર ભાવનાની આ ચાર ગેય ગાથાઓમાં ગ્રંથકારે નવ વાતો બતાવી છે. પહેલાં નવ વાતો જણાવીને પછી એક-એક વાત પર વિવેચન કરીશ. ૧. મોહશત્રુની સતામણી. ૨. સંસારને ભયાક્રાન્ત-ડરાવનારો સમજવો. ૩. તમામ સંબંધો નકામા. ૪. ડગલેપગલે પરેશાની-પરાભવ. ૧૯૮ સુધારસઃ ભાગ ૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૫. સંપત્તિથી ગર્વ, દરિદ્રતાથી હીનતા-દીનતા. ૬. કર્મપરવશતા. ૭. દરેક જન્મમાં નવું રૂપ. ૮. સંસાર રંગમંચ-અભિનેતા. ૯. બચપણ યૌવન-વૃદ્ધત્વ, મૃત્યુ. મોહશત્રની સતામણી : સંસારનાં તમામ દુઃખોનું મૂળ કારણ છે મોહ. જે દુઃખદાયી હોય છે એને જ શત્રુ કહેવામાં આવે છે, એટલા માટે મોહને શત્રુ કહ્યો છે. એ અતિ ભયાનક શત્રુ છે. કારણ કે એ પ્રદર્શન કરે છે મિત્રતાનું અને કામ કરે છે શત્રુતાનું. જે મનુષ્યની અંદર મોહનું વર્ચસ્વ હોય છે તે કોઈને કોઈ વાર બીજાંની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરશે જ. મોહાસક્ત મનુષ્ય કયું ખરાબ કામ નથી કરતો? " રાણી સૂર્યકાન્તાએ તેના પતિ રાજા પ્રદેશી સાથે જે વ્યવહાર કર્યો હતો, તે શા માટે? રાયપરોણીયસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે બહારથી પ્રેમ બતાવનારી સૂર્યકાન્તાએ પોતાના પતિ પ્રદેશની હત્યા કરી નાખી હતી. માલવદેશના રાજા મુંજનું અપમૃત્યુ કોને કારણે થયું હતું? આવી તો અનેક ઘટનાઓ ઇતિહાસમાં અને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. સંસારને ભયાક્રાન્ત-ડરામણો સમજવોઃ મોહાસક્ત જીવોને ચાર ગતિઓમાં દુઃખોનો ભય રહે છે. નરકગતિમાં કેવાં કેવાં દુઃખ સહન કરવો પડે છે, તે મેં કાલે બતાવ્યું હતું. આજે તિર્યંચગતિનાં દુઃખો બતાવું છે. તિર્યંચગતિમાં નાનાં પશઓને મોટાં પશુઓનો ભય રહે છે. સિંહ, વાઘ વગેરે હિંસક પશુ મૃગ, ગાય, ભેંશ વગેરે પશુઓને મારે છે અને પોતાનો ભક્ષ્ય બનાવે છે. શિકારીઓ હિંસક પશુઓનો શિકાર કરે છે. એટલા માટે હિંસક મનુષ્યોથી પશુઓને ડર રહે છે. ઘોર ત્રાસ અનુભવતાં તેઓ જીવે છે. તિર્યંચ જીવ પરસ્પર ભક્ષ્ય બનાવે છે. માતા પોતાના સંતાનને પોતાનું ભક્ષ્ય બનાવે છે. પશુઓને ખૂબ ભયાનક દુઃખો ભોગવવાં પડે છે, પરંતુ તેઓ અભિવ્યક્ત કરી શકતાં નથી. તિર્યંચગતિમાં જીવોને સૌથી વધુ દુઃખ હોય છે ભૂખનું - તરસનું, ઉદરાગ્નિથી બળતાં તેઓ ભયાનક દુઃખ અનુભવે છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહેવામાં આવ્યું છે: तिव्वतिसाए तिसिदो तिव्वविभुवखाइ भुक्खिदो संतो । तिव्व पावदि दुःक्खं उयरहुयासेहिं डज्इंतो ॥४३॥ સંસાર ભાવના ૧૯૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ આ કાર્તિકેય અનુપ્રેક્ષામાં મનુષ્યગતિનાં દુઃખ બતાવવામાં આવ્યાં છે. તમે લોકો દુઃખો અનુભવો જ છો. તો પણ દુઃખના વિષયમાં ચિંતન નથી કરતાં, અનુપ્રેક્ષા નથી કરતાં! કેવાં કેવાં દુઃખ જીવોને સહન કરવો પડે છે? ગભવિસ્થાનાં દુઃખ, જનમનાં દુઃખ અને જન્મ પછી માતાપિતાનું મૃત્યુ થઈ જાય છે, તો પરાશ્રયતાનું દુઃખ, નિર્ધનતાનું દુઃખ વગેરે દુઃખ પાપકર્મોના ઉદયથી ભોગવવાં પડે છે. અશાતાવેદનીય, નીચ ગોત્ર, અશુભ નામકર્મના ઉદયથી દુઃખ સહન કરવાં પડે છે. જે મનુષ્યોના પુણ્યકર્મનો ઉદય થાય છે એવા માણસોને પણ ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગનાં દુઃખ સહન કરવો પડે છે. ભરત ચક્રવર્તી જેવા શ્રેષ્ઠ પુરુષને પણ નાનાભાઈ બાહુબલિથી હાર ખાવાનો પ્રસંગ આવતાં દુઃખ સહન કરવું પડ્યું હતું ને? સનત્કુમાર ચક્રવર્તી જેવા શ્રેષ્ઠ પુરુષને શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થઈ ગયા હતા ને? પુણ્યશાળી માણસને પણ મનોવાંચ્છિત સુખ મળતાં નથી. કોઈને સ્ત્રીનું સુખ નથી હોતું! શરીર નીરોગી હોય તો ધનધાન્યાદિની પ્રાપ્તિ નથી થતી. સર્વસ્વ પ્રાપ્ત થયું હોય તો પણ મોત આવી જાય છે. કોઈની પત્ની દુરાચારિણી હોય છે, તો કોઈનો પતિ વ્યભિચારી હોય છે. કોઈનો પુત્ર જુગાર રમે છે, શરાબી હોય છે, તો કોઈનો ભાઈ શત્રુત્વનો વ્યવહાર કરે છે. કોઈની પુત્રી દુરાચારિણી હોય છે. કોઈનો પુત્ર સારો હોય, ગુણવાન હોય, પરંતુ તરણાવસ્થામાં મૃત્યુ પામે છે. કોઈની પત્ની સારી હોય છે, તો અકાળ મૃત્યુ પામે છે. કોઈની પાસે વિપુલ ધનસંપત્તિ હોય છે, તો પણ આગ - ભૂકંપ આદિમાં વિનાશ પામે છે. તમે જુઓ જ છો, સાંભળો જ છો કે ધનવાન નિધન થઈ જાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે. રાજાઓનાં રાજ્ય ચાલ્યાં ગયાં અને નિમ્નજાતિના લોકો મોટાંમોટાં પદો ઉપર આરુઢ થઈ જાય છે. વેરી મિત્ર બની જાય છે અને મિત્ર વેરી બની જાય છે. દેવગતિનાં દુઃખઃ આ તો મનુષ્યગતિનાં દુઃખ બતાવ્યાં, દેવગતિનાં પણ દુઃખો હોય છે. સામાન્ય રૂપે તમે લોકો એવું સમજો છો કે દેવલોકમાં દેવદેવીઓ સુખ જ સુખ ભોગવે છે! પરંતુ આખોટી ધારણા છે. દેવોને પણ દુખ હોય છે. આપણા કરતાં વધારે હોય છે ! પોતાના કરતાં વધારે સુખસંપત્તિ વૈભવવાળા દેવોને જોઈને દેવોને માનસિક દુઃખ થાય છે. મોટામોટા વૈભવશાળી દેવોને પણ દેવાંગનાઓનો વિયોગ થાય છે, ત્યારે દુઃખ થાય છે. તમામ ભૌતિક સુખવિષયાધીન હોય છે, એનાથી જીવોને તૃપ્તિ કેવી રીતે થાય? તૃષ્ણા વધતી જ રહે છે. ૨૦૦ શાન્ત સુધારસ: ભાગ ૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ માનસિક દુઃખ અલ્પ જ હોય છે ને? ઉત્તર શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ વધારે હોય છે. અત્યંત તીવ્ર હોય છે. મનુષ્યની પાસે ખૂબ પ્રમાણમાં વૈષયિક સુખનાં સાધનો હોવા છતાં પણ જો માનસિક દુઃખ થાય તો તે પોતાની જાતને ખૂબ જ દુઃખી માને છે. મન ચિંતાગ્રસ્ત થતાં તમામ સુખસામગ્રી દુઃખરૂપ જ લાગે છે. દુઃખનું જ કારણ બને છે. વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો અન્ય નિમિત્તથી માનવામાં આવેલું સુખ સુખાભાસ જ છે – ભ્રમ જ હોય છે. કારણ કે જે વસ્તુને સુખનું કારણ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરે દુઃખનું કારણ બને છે. આ રીતે અસાર અને ભયાનક સંસારમાં ક્યાંય સુખ નથી. તમામ સંબંધો નકામા છે : આમ તો સંસારનો કોઈ જ સંબંધ - નાતો શાશ્વતું નથી. બધા જ સંબંધો બદલાતા રહે છે. એક જન્મની માતા બીજા જન્મમાં પુત્રી બને છે, બહેન બને છે યા પત્ની બને છે. પિતા મરીને પુત્ર બને છે, શત્રુ બને છે, ભાઈ બને છે. પત્ની માટીને શત્રુ બને - પતિ પણ બની શકે છે. સમરાદિત્ય મહાકથામાં નવ-નવ ભવોની કથા વાંચજો કે સ્નેહસંબંધો કેવા બદલાય છે. તે તમને ખબર હશે. અરે, એક જ - વર્તમાન જીવનમાં એક મનુષ્યના ૧૮ પ્રકારના સંબંધોની વાર્તા વાંચવા મળે છે. મેં જે રીતે વાર્તા વાંચી છે તે સમજાવું અઢાર સંબંધોઃ મથુરા નામની એક નગરી હતી. એમાં કુબેરસેના નામની એક વેશ્યા રહેતી હતી. કુબેરસેનાએ એક પુત્ર અને પુત્રીનાં જોડકાંને જન્મ આપ્યો. પુત્રનું નામ રાખવામાં આવ્યું કુબેરદત્ત અને પુત્રીનું નામ રાખ્યું કુબેરદત્તા. | દશ દિવસ સુધી કુબેરસેનાએ એ બંનેને સ્તનપાન કરાવ્યું, પછી એક મજબૂત પેટીમાં ગાદી પાથરીને તેમને પેટીમાં સુવાડી દીધાં. બંનેની પાસે એમના નામની સોનાની વીંટી બનાવીને મૂકી દીધી. પેટી બંધ કરીને યમુનાના પાણીમાં વહેતી કરી દીધી. પેટી વહેતી વહેતી શોરીપુરી નગરના કિનારે પહોંચી. સવારનો સમય હતો. શોરીપુરીના બે યુવાન શ્રેષ્ઠીઓ ફરવા માટે યમુના નદીના કિનારે આવ્યા હતા. તેમણે નદીના પ્રવાહમાં વહેતી રત્નજડિત કીમતી પેટી જોઈ. તેમને આશ્ચર્ય થયું. તેમણે પેટી બહાર કાઢી. બંનેએ પરસ્પર વિચારણા કરી? પેટીમાંથી જે નીકળશે તે અડધું અડધું વહેંચી લઈશું. એમણે પેટી ખોલી, બે બચ્ચાં સંસાર ભાવના ૨૦૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ સૂતેલાં જોયાં. બંને બાળકો સુંદર-પ્રય લાગે તેવાં હતાં. એક જણાએ છોકરો લીધો, બીજાએ છોકરી સ્વીકારી લીધી. બંનેના નામની સોનાની વીંટીઓ પણ લઈ લીધી. બાળકોને લઈને તે બે જણા પોતપોતાને ઘેર ગયા. બચ્ચાં પુણ્યશાળી હતાં, એટલા માટે તેમનું લાલનપાલન ખૂબ લાડપ્યારથી થવા લાગ્યું! કુબેરદત્ત અને કુબેરદત્તા ભણીગણીને મોટાં થયાં. બંને શ્રેષ્ઠીઓએ આ બંનેની જોડી જામશે એમ વિચારીને બંનેનાં લગ્ન કરી દીધાં. ભાઈ-બહેન પતિપત્ની બની ગયાં. બંનેની પાસે પોતાના નામની વીંટીઓ હતી. બે જણાં પતિપત્ની જરૂર બન્યાં, પરંતુ બંનેમાં એકબીજા પ્રત્યે કોઈ વાસનાનો ભાવ જાગતો ન હતો, શારીરિક આકર્ષણ પેદા થતું ન હતું. એક દિવસ બંને જણાં ચોપાટની રમત રમતાં હતાં. પાસા નાખતાં અચાનક કુબેરદત્તની આંગળીમાંથી અંગુઠી સરકીને કુબેરદત્તાની ગોદમાં જઈને પડી. કુબેરદત્તાએ અંગુઠી ઉપાડી અને આશ્ચર્ય સાથે પોતાની અંગુઠી સાથે મેળવી જોઈ. તે વિચારમાં પડી ગઈ. તેણીએ વિચાર કર્યો - ‘આ બંને વીંટીઓ એક જેવી જ છે. શું અમે બંને ભાઈ-બહેન તો નહીં હોઈએ? શું એટલા માટે તો અમારા બંનેને એકબીજા માટે વાસનાજન્ય આકર્ષણ જાગતું નથી?” તેણે કુબેરદત્તને કહ્યું- “આપણે આ અંગે આપણા માતાપિતાને પૂછીએ તો?' કુબેરદતે હા કહી. કુબેરદત્તે પોતાની માતાને પૂછ્યું : મા સાચેસાચું બતાવ, અમારો સાચો સંબંધ શું છે? અમારા બંનેના હાથમાં એકસરખી વીંટીઓ છે.' માએ એને નદીમાંથી પેટી મળી, એ અંગેની આખી વાત કહી દીધી. કુબેરદત્ત અને કુબેરદત્તા આશ્ચર્ય તેમજ ગ્લાનિથી સ્તબ્ધ બની ગયાં. કુબેરદત્તે કહ્યું: “સરું થયું કે આપણો શારીરિક સંબંધ નથી થયો, નહીંતર મોટો અનર્થ થઈ જાત. આપણે નિર્મળ રહ્યાં તે સદ્દનસીબી છે.” કુબેરદત્તા એના પાલક પિતાને ત્યાં ચાલી ગઈ. કુબેરદાનું મન પણ ઊખડેલું રહેવા લાગ્યું. એક દિવસે વેપાર કરવા માટે શોરીપુરી છોડીને ચાલ્યો ગયો. કુબેરદત્તાનું મન સંસારમાંથી વિરક્ત થઈ ગયું. એણે જેન-દીક્ષા લઈ લીધી. તે સાધ્વી બની ગઈ. ઉગ્ર તપશ્ચર્યા કરીને તેણે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. કુબેરદત્ત વેપાર કરવા માટે મથુરા પહોંચ્યો હતો. મથુરામાં તે કુબેરસેના વેશ્યાના અતિથિગૃહમાં ઊતર્યો હતો. તેણે કુબેરસેનાને પુષ્કળ સંપત્તિ આપીને પોતાની પત્ની બનાવી દીધી હતી. તે કુબેરસેના સાથે રંગરાગમાં ડૂબી ગયો હતો. મથુરામાં વેપાર કરતાં તે લાખો રૂપિયા પણ કમાયો. આ બાજુ સાધ્વી કુબેરદત્તાએ પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં જાણ્યું કે કુબેરદત્ત ક્યાં છે અને શું કરે છે? તેણે | ૨૦૨ . શાન્તસુધારસઃ ભાગ ૧| Page #215 -------------------------------------------------------------------------- ________________ મથુરામાં કુબેરસેનાની સાથે તેને ભોગવિલાસમાં લીન થયેલો જોયો. તે કંપી ઊઠી, તેનું હૃદય ચિત્કાર કરી ઊઠ્યું “અરે, પોતાની સગી માતાની સાથે ભોગવિલાસ? પોતાને જન્મ આપનારી માતાની સાથે રંગરાગભર્યું જીવન? અતિ ભયંકર અનર્થ થઈ ગયો આ તો !! તેઓ એકબીજાને ઓળખતાં નથી. હું જલદી જલદી ત્યાં જાઉં અને અનર્થને રોકું.' સાધ્વી કુબેરદત્તા વિહાર કરીને મથુરા પહોંચી. એ ગાળા દરમિયાન કુબેરસેનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સાધ્વી કુબેરદત્તા વિચાર કરે છે: “આ બંનેને સમજાવવાં કેવી રીતે? કેવી રીતે ઉપદેશ આપું? ધર્મશાસ્ત્રનો ઉપદેશ તો તેઓ સાંભળશે જ નહીં અન્ય કોઈ યુક્તિ શોધવી પડશે. યથાર્થનો બોધ કરાવવો જ પડશે.' સાધ્વી કુબેરદત્તા કુબેરસેનાને ઘેર પહોંચી. સાધ્વીએ તેને કહ્યું તમારા નવજાત શિશુને સારા સંસ્કાર આપીશ, તેને સુંદર હાલરડાં સંભળાવીશ. મારી પાસે રમતો રમશે. શું હું તમારે ઘેર રહી શકું? બાળક મારી પાસે રહેશે ત્યાં સુધી તમને પણ નવરાશ મળી જશે.” કુબેરસેનાએ સાધ્વીની વિનયયુક્ત મધુર વાણી સાંભળી. સાધ્વીજીનો સૌમ્ય, શીતળ, સુંદર ચહેરો જોયો. તેણે સાધ્વીજીને પોતાના ઘરમાં રહેવા માટેની રજા આપી દીધી. અન્ય સાધ્વીઓની સાથે કુબેરદત્તાએ ત્યાં નિવાસ કર્યો. કુબેરદત્ત પોતાની બહેન કુબેરદત્તાને સાધ્વીરૂપમાં ઓળખી શકતો નથી. કુબેરદત્તાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને શરીરને કુશ કરી દીધું છે, અને તે પણ સાધ્વીના વેશમાં. કુબેરના દરરોજ પોતાના નવજાત પુત્રને સાધ્વીજી પાસે મૂકીને જાય છે. સાધ્વીજી હસે છે, શિશુને હસાવે છે અને એક હાલરડું ગાય છેઃ ભાઈ તું બેટ મારી, દેવર વળી ભત્રીજ, પિતરાઈ ને પૌત્ર-ઈમ સંબંધનાં બીજ ૧ ભાઈ - પિતા-માતામહ ભઈ બેટો સસરો તેહ છ સંબંધ ધરું છું તાહરા જનકથી હું સસ્નેહ-૨ માતા, પિતામહી, ભોજાઈ વહુ સાસુ વળી શોક છ સંબંધ ધરાવે મુજથી માતા તુ જ અવલોક...૩ (જંબૂસ્વામી રાસ) સાધ્વી એવા ઊંચા સ્વરે હાલરડું ગાય છે કે કુબેરદત્ત અને કુબેરસેના પણ સાંભળી શકે. દરરોજ ગાય છે, વારંવાર ગાય છે. કુબેરદત્તને આનો અર્થ સમજાતો નથી. એક દિવસ તેણે સાધ્વીજીને પૂછી જ નાખ્યુંઃ પૂજ્યા, આપ મારા પુત્રને રોજ [ સંસાર ભાવના ૨૦૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ હાલરડુ સંભળાવો છો, તેનો અર્થ મને સમજાતો નથી. આપ જાણે અટપટું બોલી રહ્યાં છો, અસંબદ્ધ બોલી રહ્યાં છો, એવું મને લાગે છે.” સાધ્વી કુબેરદત્તા જે અવસરની રાહ જોઈ રહી હતી, તે અવસર આવી ગયો. તેમણે કુબેરદત્તને કહ્યું- “તારા આ પુત્રની સાથે મારો છ પ્રકારનો સંબંધ છે. તારી સાથે પણ મારો છ પ્રકારનો સંબંધ છે. આ બાળકની માતાની સાથે પણ છ પ્રકારનો જ સંબંધ છે. આમ કુલ મળીને અઢાર પ્રકારનો સંબંધ છે - તમારા ત્રણેની સાથે ! કુબેરદત્ત સાધ્વીજીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું - આપ કૃપા કરીને એ અઢાર પ્રકારના સંબંધો સમજાવો.' ૧. આ બાળકની માતા અને મારી જનની એક જ છે, તેથી આ મારો ભાઈ છે. ૨. આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો પણ પુત્ર કહી શકાય. ૩. આ બાળક મારા પતિનો નાનો ભાઈ હોવાથી મારો દિયર થાય છે. તમારા પતિને અને આ બાળકને જન્મ આપનારી એક જ - કુબેરસેના છે.) ૪. મારા ભાઈનો પુત્ર હોવાથી એ મારો ભત્રીજો છે. પ. મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારા કાકા પણ થાય છે. ૬. મારી શોક્યના બેટાનો પુત્ર હોવાથી પૌત્ર પણ કહી શકાય. ૭. આ બાળકનો જે પિતા છે, તે મારો ભાઈ છે. કારણ કે અમે બંને એક માતાનાં સંતાન છીએ. ૮. આ બાળકનો પિતા - તું કુબેરદત્ત - મારી માતાનો પતિ હોવાથી મારો પિતા પણ છે. ' ૯. તું મારા કાકા (આ બાળકોનો પિતા છે, તેથી મારો પિતામહ છે. ૧૦. મેં તારી સાથે લગ્ન કર્યું હતું, તેથી તું મારો પતિ છે. ૧૧. આ કુબેરસેના તારી બીજી પત્ની છે, એટલા માટે મારી શોક્ય છે. એણે તને જન્મ આપ્યો છે એટલે તું મારો પણ પુત્ર માની શકાય. ૧૨. અને મારા દિયરનો તું પિતા હોવાથી મારો સસરો પણ કહેવાય. ૧૩. કુબેરદત્ત, તારી જે માતા છે એ મારી પણ માતા છે. ૧૪. આ બાળક એક સંબંધથી મારા કાકા થાય, એટલા માટે એની જે મા છે, તે મારી પિતામહી - દાદી થાય. ૧૫. તું મારો ભાઈ છે, તારી આ પત્ની કુબેરના મારી ભાભી થશે. (૨૦૪ સુધારસઃ ભાગ ૧ | Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬. અને મારી શોક્યના બેટાની વહુ હોવાથી (આ કુબેરસેના તારી પત્ની છે) - મારી પુત્રવધૂ પણ કહેવાશે. ૧૭. મારા પતિની આ કુબેરસેના માતા છે, એટલે મારી સાસુ પણ છે. ૧૮. મારા પતિની (તારી) બીજી પત્ની હોવાથી આ કુબેરસેના મારી શોક્ય પણ કહેવાશે. કુબેરસેન કુબેરસેનાને ઓળખી ગયો. કુબેરદત્તાએ પોતાની પાસે કપડામાં બાંધી રાખેલી બે વીંટીઓ બતાવી, એટલામાં કુબેરસેના પણ આવી ગઈ. એણે પણ બે વીંટીઓ ઓળખી લીધી. - કુબેરદત્ત ધ્રુસકે ધ્રુસકે રડ્યો. - કુબેરસેના હીબકાં ભરીને રડવા લાગી. - બંને પશ્ચાત્તાપની આગમાં બળવા લાગ્યાં. - કુબેરદત્ત સંસાર પ્રત્યે વિરક્ત થઈ ગયો. તેણે સંસારત્યાગ કર્યો અને સાધુજીવન સ્વીકારી લીધું. - - કુબેરસેના પણ સંસારનો ત્યાગ કરવા ઇચ્છતી હતી, પરંતુ નાના બાળકના પાલનની જવાબદારી માથે હોવાથી શ્રાવિકા જીવનનાં વ્રત અંગીકાર કર્યા. સાધ્વી કુબેરદત્તાએ ત્યાંથી વિહાર કર્યો. મહાકાળના પ્રવાહમાં આ વાર્તા વિલીન થઈ ગઈ, પરંતુ અનંતજ્ઞાનના આલોકમાં સર્વે વાર્તાઓ જીવંત રહે છે - સંસારના સર્વ સંબંધોની નિ સારતા... અસારતા બતાવતી રહે છે આવી વાર્તાઓ. જ્ઞાનીપુરુષ, વીતરાગ પરમાત્મા સંસારના તમામ સંબંધોને અનિત્ય નિસાર અને ફાલતું બતાવે છે. સંબંધોને કારણે રાગદ્વેષ ઉત્પન્ન ન કરવાનો ઉપદેશ આપે છે. સંસારમાં ડગલે-પગલે પરેશાની - પરાભવઃ થોડીક શાંતિથી વિચારવું જરૂરી છે. પ્રતિપર્વ નવનનુમ પરિવર પગૂઢ રે... કદમ-કદમ પર તને આ સંસારમાં નવી-નવી પરિસ્થિતિઓની પરેશાની ઉપાડવી પડે છે. કેમ? ડગલે ડગલે તારો પરાભવ નથી થતો? એ અંતરાયકર્મના ઉદયથીઃ - કોઈને રહેવા માટે ઘર નથી મળતું, ફૂટપાથ ઉપર પડ્યા રહેવું પડે છે. - કોઈને અતિ જીર્ણશીર્ણ સાપ, ઉંદર વગેરેના દરવાળા ઘરમાં રહેવું પડે છે. - કોઈને હિંસક, અભક્ષ્યકો, કુકમ લોકોના સંગમાં રહેવું પડે છે. સંસાર ભાવના ૨૦૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ - કોઈને દુષ્ટ, વ્યસની, દુરાચારી, મહાપાપી લોકો સાથે પનારો પડે છે. આવા લોકોને ડગલે ને પગલે પરેશાની રહે છે ને? પરાભવ થતો જ જાય છે ને? જેને અનેક પત્નીઓ હોય છે, એમના ઘરમાં દરરોજ ઝઘડો થતો જ હોય છે ને? કોઈને અતિદુષ્ટ, વ્યભિચારિણી, ક્લેશ કરનારી, મહારોગી સ્ત્રી મળી હોય છે તે મહાદુઃખી હોય છે. - કોઈ પુરુષ પોતાની સુશીલ અને પ્રિય પત્નીના અચાનક મોતથી પરેશાન થાય - કેટલાક પુરુષોની પરેશાની ત્યારે વધી જાય છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને તેની વૃદ્ધાવસ્થામાં અથવા નિધન અવસ્થામાં નાનાં નાનાં બાળકોને મૂકીને પત્ની મરી જાય છે. - કેટલાક પુરુષો લગ્ન પછી તરત જ મરી જાય છે અને તેની પત્નીને લાંબા સમય સુધી પરેશાની - પરાભવ ભોગવવો પડે છે.. - માતાપિતાની વૃદ્ધાવસ્થામાં આધારભૂત પુત્ર અચાનક મરી જાય છે. - કોઈને પુત્ર તો હોય છે પરંતુ ચોર હોય છે, જુગારી હોય છે, શરાબી હોય છે, તેથી એનાં માતાપિતાને પરેશાનીની સીમા રહેતી નથી. - એક તો નિર્ધનતાનું મહાદુઃખ હોય છે, તો બીજી બાજુ એને દીકરીઓ હોય છે. પુત્રીઓનાં લગ્ન, સંરક્ષણ આદિની ચિંતા સતાવે છે. - પુત્રી મોટી થવા છતાં તેનાં લગ્ન નથી થતાં, લગ્ન થાય છે તો વર મૂર્ખ, દુરાચારી અથવા ઉગ્ર સ્વભાવનો હોય છે, ત્યારે છોકરી અને તેનાં માતાપિતાને સદેવ ચિંતા - પરેશાની રહે છે. • - કોઈને દીકરી અપંગ, અંધ અથવા મૂગી હોય છે, તેને વર નથી મળતો તો ખૂબ જ ચિંતા રહે છે. - કોઈની માતા, પત્ની અથવા પુત્રી-બહેન ખોટા માર્ગે જાય છે, વ્યભિચારિણી બને છે તો ઘોર ચિંતાનું કારણ ઊભું થાય છે. - કોઈને લોભી, દોષગ્રાહી, અન્યાયી, ક્રોધી, નીચ અને મૂર્ખ શ્રીમંતની સેવા નોકરી કરવી પડે છે. તેને ડગલે-પગલે પરાભવ-અપમાન સહન કરવો પડે છે. – એ જ રીતે કોઈ શેઠને તબી, મૂર્ખ, અપ્રામાણિક નોકર - સેવક હોય તો એને પણ વારંવાર પરેશાની ભોગવવી પડે છે. – આ રીતે અસંખ્ય પ્રકારની પરેશાનીઓ સંસારમાં જીવોને ભોગવવી પડે છે. આવા સંસારમાં શાન્તિ ક્યાંથી? સમતા ક્યાંથી? | ૨૦ | શાન્ત સુધારસઃ ભાગ ૧] Page #219 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિમાં ગર્વ, દરિદ્રતામાં દીન-હીન: પાંચમી વાત છે ગર્વની અને દીનતા-હીનતાની. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધનવાન નિધન થઈ જાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે. ધનવાન જ્યારે નિર્ધન બની જાય છે ત્યારે તે દીન-હીન બની જાય છે. નિર્ધન જ્યારે ધનપતિ બની જાય છે, ત્યારે અભિમાની બની જાય છે. અભિમાની ધનવાનોને આપણે જોઈએ જ છીએ ને? એ લોકો જમીનથી અદ્ધર ચાલે છે. એ લોકો ન તો માતાપિતાની ઈજજત કરે છે, કે ન તો ગુરુજનોની આજ્ઞા માને છે. ઉપકારીજનોનો પણ તિરસ્કાર કરી બેસે છે. એટલું જ નહીં, ધનવાનોને સર્વ પ્રકારનાં સુખ હોય છે એવું ન માનતા. એમને પણ અસંખ્ય પ્રકારની ચિંતાઓ સતાવતી હોય છે. ધનસંપત્તિની રક્ષાની ચિંતા સૌથી મોટી ચિંતા છે. પારિવારિક ચિંતા પણ સતાવતી રહે છે. શરીર પણ કોઈ ને કોઈ રોગથી ઘેરાયેલું રહે છે. એટલા માટે તે લોકો અંદરથી પોતાને દુઃખી માને છે. કર્મપરવશતા : સંસારની તમામ પરેશાનીઓનું મૂળ છે - કર્મપરવશતા !! ચારે ગતિઓમાં જીવોની કેવી પરવશતા હોય છે, એ વાતનું ચિંતન કરવું જોઈએ. કમની પરાધીનતા, પરવશતા ખૂબ દુખદાયી હોય છે. જીવાત્માની ઇચ્છાઓને, અભિલાષાઓને કોણ પૂર્ણ થવા નથી દેતું? જીવાત્માને પોતાની ઈચ્છાઓથી વિપરીત જીવવું પડે છે, એ કોને કારણે? કર્મસત્તા એવી અદ્ગશ્ય સત્તા છે કે એણે સમગ્ર સંસાર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું છે. એના આધિપત્યને કોઈ પણ નષ્ટ કરી શકે તેમ નથી. હા, જે જીવાત્મા પ્રબુદ્ધ બને છે અને કર્મોનાં બંધનો તોડે છે - તોડવા માટે કૃતનિશ્ચયી બને છે, તે સ્વાધીન-સ્વતંત્ર બની શકે છે. જે દુખોથી ડરતો નથી અને કર્મજન્ય સુખોથી લલચાતો નથી, તે જ કમને તોડી શકે છે - કર્મબંધનોમાંથી મુક્ત થઈ શકે છે! કર્મદા સુખોનો જે ત્યાગ કરી દે છે અને કર્મજન્ય દુઃખોનો પ્રતિકાર કર્યા વગર, સમતાભાવથી સહન કરે છે, તે આત્મા સ્વાધીન બની શકે છે. પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. જનમ-જનમે નવાં-નવાં રૂપઃ ચાર ગતિઓમાં જીવોને કેવાં કેવાં અવનવાં રૂપો ધારણ કરવાં પડે છે, તે જાણો છોને? દરરોજ અથવા કોઈ કોઈ વાર યાદ કરવાં જોઈએ એ રૂપ! કોઈ વાર પૃથ્વીનું રૂપ. કોઈ વાર પાણીનું, કોઈ વાર અગ્નિનું, તો કોઈક વાર વાયુનું રૂપ - વનસ્પતિનું રૂપ....કોઈ વાર બેઈન્દ્રિય જીવોનું રૂપ. કોઈ વાર તેઈન્દ્રિયનું. તો કોઈક વાર સંસાર ભાવના ૨૦૭ | Page #220 -------------------------------------------------------------------------- ________________ ચતુરિન્દ્રિયનું. તો વળી કોઈ વાર પંચેન્દ્રિયનું રૂપ ધારણ કરવું પડ્યું અને ઘોર દુઃખો સહન કરીને સુખોપભોગ કર્યો. કોઈ વાર નરકમાં નારકી બનીને ઘોર દુઃખ સહ્યાં... કોઈ વાર પશુપક્ષી બનીને ત્રાસ સહન કર્યા, તો કોઈ વાર મનુષ્યનાં વિવિધ રૂપ ધારણ કર્યા! न सा जाइ, न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ सव्वे जीवा अनन्तसो ॥ એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંત વાર જમ્યા ન હોય અને મર્યા ન હોય ! સંસાર એક રંગમંચ છે, એના ઉપર જીવો સદેવ અભિનય કરે છે. કર્મ છે ડાયરેક્ટર દિગ્દર્શક! કર્મ જે રીતે નચાવે એ રીતે જીવ નાચે છે. કોઈ વાર પુત્રનું રૂપ લઈને નાચે છે તો કોઈ વાર ભાઈનું રૂપ લઈને, કોઈ વાર તે પિતા યા શત્રનું રૂપ ધારણ કરે છે, તો કોઈ વાર માતાનું, પત્નીનું કોઈ વાર બહેનનું તો કોઈક વાર પુત્રીનું રૂપ લઈને સંસારના રંગમંચ ઉપર નાચે છે, અભિનય કરે છે. આપણે બધા નર છીએ - અભિનેતાઓ છીએ. અનંતકાળથી અભિનય કરતા આવ્યા છીએ. ક્યારે એનો અંત આવશે તેનો આપણને ખ્યાલ નથી. ક્યારે તો વિચારો કે આ ભવનાટકમાં નાચવાનો અંત આવશે? નાચતાં નાચતાં થાકી ગયા ! હવે નાચવું નથી આ સંસારનાં રંગમંચ ઉપર ! આ વર્તમાન મનુષ્ય જીવનમાં કેવાં કેવાં રૂપો ધારણ કરીને નાચીએ છીએ? બચપણ... યૌવન... વૃદ્ધાવસ્થા.. કેવી રીતે વ્યતીત થાય છે? કેવાં કેવાં રૂપ બતાવવાં પડે છે? આખરે તો મૃત્યુ !! મૃત્યુ પણ એક પ્રકારનું રૂપ જ છે. મૃત્યુ બાદ નવો જન્મ લેવો પડશે! ખબર નથી, કઈ ગતિમાં જન્મ ધારણ કરવો પડશે? આ સંસાર-પરિભ્રમણથી મન ઉદ્વિગ્ન થવું જોઈએ. સંસાર-પરિભ્રમણના મુખ્ય હેતુ છે વિષય અને કષાય !! વિષય-કષાયોનો પ્રતિક્ષણ શત્રુ સમજો, મિત્ર નહીં. વિષય-કષાયોનો સાથ ન લો, સહારો ન લો. સહારો લેવો હોય તો માત્ર દેવ, ગુરુ અને ધર્મનો; અને તો જ સંસાર-પરિભ્રમણનો અંત આવશે. સંસારની ભયાનકતાનું સંવેદન થવું જોઈએ. એટલા માટે તમે લોકો “સમરાદિત્ય મહાકથા અવશ્ય વાંચો. આ રીતે આજ તૃતીય સંસાર ભાવનાની ચારગાથાઓ (કાવ્યો)નું વિવેચન કર્યું. શેષ ચાર ગાથાઓનું વિવેચન કાલે કરીશ. આજે બસ, આટલું જ . ( ૨૦૮ શાન્તસુધારસ : ભાગ ૧ | Page #221 -------------------------------------------------------------------------- ________________ શિllીસ્@ારસી પ્રવચન ૨૦ ૪. સંસાર ભાવના : સંકલના ડો પાપત્યાગનો પુરુષાર્થ કરો. મોહમદિરાથી બુદ્ધિભ્રષ્ટતા. મહાકાલ જાદુગર છે. • જિનવચનોનો જ સાચો સહારો. ગર્દભાલીમુનિ અને સંજય રાજા. જિનવચનો પર થોડું ચિંતન. અભયદાતા બનો. આ જીવલોક અનિત્ય છે. બધું જ છોડીને જવાનું છે. સ્વજનો સાથે નહીં આવે. રૂપ અને જીવન ચંચળ છે. મૃત્યુ પછી બધા સંબંધો સમાપ્ત. શુભાશુભ કર્મ જ સાથે ચાલે છે. નિમિત્ત અને ઉપાદાન. Page #222 -------------------------------------------------------------------------- ________________ व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे। भावयन्विकृतिमिति भवगतेस्त्यज तमो नृभवशुभशेष रे ॥५॥ कलय. यत्र दुःखार्तिगददवलवै-रनुदिनं दासे, जीव रे हन्त तत्रैव रज्यसि चिरं मोहमदिरामदक्षीब रे ॥६॥ कलय. दर्शयन् किमपि सुखवैभवं संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं कालबटुकोऽयमत्रैव रे ॥७॥ कलय. सकलसंसारभयभेदकं जिनवचो मनसि निबधान रे । विनय परिणमय निःश्रेयसं विहित शमरससुधापान रे ॥८॥ कलय. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાનું ગાન કરતાં કહે છે? ‘આ સંસારમાં ભવના પરિવર્તનની સાથે પુત્રપિતા બને છે અને પિતા પુત્રનું રૂપ ધારણ કરે છે. તું આવી સંસારસ્થિતિનો વિચાર તો કર ! અને આવા સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ પણ માનવદેહરૂપ શુભ સામગ્રી તારી પાસે છે, તું પુરુષાર્થ કર.” અરે જીવ ! તું જે સંસારમાં પ્રતિદિન ભાતભાતની ચિંતા, દુખ અને બીમારીઓની અગનજાળમાં બળે છે, શકાય છે, એ સંસાર પર તું શું આસક્ત થયો છે? પરંતુ એમાં તારો દોષ કયો?મોહની મદિરા સેંભરીભરીને પીધી છે, જેથી તારી બુદ્ધિ શૂન્ય થઈ ગઈ છે. આ અફસોસની વાત છે.' આ કાળ - મહાકાળ એક જાદુગર છે. આ સંસારના જીવોને તે સુખસમૃદ્ધિ બતાવે છે, લલચાવે છે અને પછી અચાનક આખી માયાજાળ સમેટીને લોકોને અબોધ બાળકની જેમ ઠગે છે. આ સંસાર એક ઇન્દ્રજાળથી વધારે, જાદુગરની માયાજાળ કરતાં વધારે કશું જ નથી ! એટલા માટે હે આત્મન ! તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો જ સંસારના તમામ ભયોનો નાશ કરશે. સમરસનું અમૃતપાન કરીને તે મુક્તિનો યાત્રી બની શકીશ. મુક્તિ તમામ દુઃખોના વિલયરૂપ છે અને શાશ્વત્ સુખના એક માત્ર ધામરૂપ છે.’ પાપત્યાગનો પુરુષાર્થ કરો: જે સંસારમાં મોહશત્રુ સતાવતો રહે છે, જે સંસાર ભયાકાન્ત છે, ડરાવનારો છે, જે સંસારના તમામ સંબંધો અસાર છે, જ્યાં ડગલે ને પગલે પરેશાનીઓ છે, પરાજય થતો રહે છે, જ્યાં સદાકાળ કર્મપરવશતા હોય છે, જ્યાં નવા-નવા જન્મ અને નવા-નવા રૂપ ધારણ કરવા પડે છે. ભિન્ન-ભિન્ન પ્રકારના અભિનય કરવા _૨૧૦ સુધારસઃ ભાગ ૧ | Page #223 -------------------------------------------------------------------------- ________________ પડે છે. એવા દુખપૂર્ણ સંસારનું પરિભ્રમણ મટાડવું હોય તો પાપત્યાગનો પુરુષાર્થ કરવો પડશે. પાપોનો ત્યાગ કરવો જ પડશે. આ મનુષ્યભવમાં જ પાપત્યાગનો પુરુષાર્થ થઈ શકશે. જિનેશ્વર ભગવંતોએ ૧૮ પ્રકારનાં પાપ બતાવ્યાં છે. કદાચ તમે લોકો જાણતા હશો આ પાપોને, તો પણ નામનિર્દેશ કરું છું ૧. હિંસા ૭. માન ૧૩. અભ્યાખ્યાન ૨. મૃષાવાદ ૮. માયા ૧૪. પૈશુન્ય (ચાડી-ચુગલી) ૩. ચોરી ૯. લોભ ૧૫. રતિ અરતિ ૪. મૈથુન ૧૦. રાગ ૧૬. પર-પરિવાદ નિંદા) પ. પરિગ્રહ ૧૧. ષ ૧૭. માયા-મૃષાવાદ(દંભયુક્ત જૂઠ) ૬. કોંધ ૧૨. કલહ ૧૮. મિથ્યાત્વશલ્ય આ અઢાર પાપો છે. સંસાર-પરિભ્રમણનાં કારણભૂત તત્ત્વો આ અઢાર પાપો જ છે, એટલા માટે આ પાપોનો ત્યાગ કરવો અનિવાર્ય છે - જો સંસારમાંથી મુક્તિ ઈચ્છતા હો તો. મોહમદિરાથી બુદ્ધિભ્રષ્ટતાઃ પરંતુ સદેવ મોહમદિરાનું પાન કરનારા જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવા જીવોને તો સંસારમાં ભટકાવાનું જ છે. સંસારની ચારે ગતિઓમાં જન્મ-મરણ કરવાનાં જ છે. બુદ્ધિભ્રષ્ટ લોકોને તો સંસારની અસારતા સમજાવવી અસંભવ છે. એ લોકો સંસારરસિક હોય છે. તેમને તો વૈષયિક સુખ જ પ્રિય લાગે છે. આત્મા - આત્મસુખ - મોક્ષ - મોક્ષસુખની વાતો એમને પ્રિય નથી લાગતી. એમને તો આ બધી વાતો સાથે કોઈ જ લેવાદેવા હોતું નથી. મોહાલ્વ, બુદ્ધિભ્રષ્ટ લોકોને પાપનો ભય હોતો નથી. તેમને તો દુઃખોનો ભય હોય છે. એમને દુઃખ જોઈતાં નથી, પરંતુ એ લોકો દુઃખોથી બચી શકતા નથી. તેમને તો દુઃખ ભોગવવાં જ પડે છે. તેઓ સંસારની દુર્ગતિમાં જન્મ-મરણ કરતા જ રહે છે. મહાકાલ જાદુગર છે: આવા મોહમદિરાના વ્યસનમાં બુદ્ધિભ્રષ્ટ લોકો સંસારમાં અનેક પ્રકારની ચિન્તાની જ્વાળાઓમાં બળતા રહે છે. સતત ચિંતા કરનાર માણસ એક યોદ્ધા કરતાં પણ વધારે તનાવ અનુભવે છે. યુદ્ધમાં લડનાર લડવૈયો (warrior) કહેવાય છે. જ્યારે ચિંતા - વરિ’ - કરનાર વરિયર (worrier) કહેવાય છે. આવા એક 1. સંસાર ભાવના ૨૧૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ તનાવગ્રસ્ત યોદ્ધાએ ચિંતાનું પૃથકકરણ કર્યું છે અને કહ્યું છેઃ - ૩૦ ટકા ચિંતાઓ એવી હોય છે કે જે અપરિવર્તનીય હોય છે. જેમનો નિર્ણય થઈ ગયો હોય છે. - ૧૨ ટકા ચિંતાઓ બીજાએ આપણા માટે જે ટીકાઓ કરી હોય છે, તે વિષયની હોય છે. એમાંની ઘણીખરી ટીકાઓ સાચી હોતી નથી. - ૪૦ ટકા ચિંતાઓ ભવિષ્ય સંબંધી હોય છે, જે નિરર્થક હોય છે. - માત્ર ૮ ટકા ટીકાઓ જ સાચી હોય છે. જેમનો પ્રતિકાર યોગ્ય સમયે આપણે કરી શકીએ. ચિંતાઓ આપણો કેડો મૂકતી નથી. આ પણ એક પ્રકારે બ્લેક મેઈલ' જ છે. વર્તમાનકાળના મનુષ્યને, પૂર્વકાલીન મનુષ્યની અપેક્ષાએ વધારે ચિંતાઓ રહે છે. પૂર્વકાલીન મનુષ્ય જ્યારે એક ગામમાંથી બીજે ગામ જતો ત્યારે જંગલી જનાવરોનો ભય રહેતો હતો. આજ મનુષ્યને હાઈવે પર ટ્રકની બીક લાગે છે. ચિંતા નામની ડાકણ મનુષ્યને નિદ્રામાં પણ સતાવે છે. એટલા માટે જ સ્લીપિંગ ટેબ્લેટની-ઊંઘની ગોળી શોધ થઈ છે ને? સંસારમાં મનુષ્યને એક યા બીજા પ્રકારની ચિંતા રહે જ છે. જ્યાં સુધી ઇચ્છાઓ, કામનાઓ, અભિલાષાઓ હોય છે ત્યાં સુધી ચિંતાઓ રહે જ છે - રહેશે. જ. અને એક દિવસે જાદુગરની જેમ મહાકાલ જીવને ઊંચકીને લઈ જશે. ' મહાકાળને ગ્રંથકારે ‘જાદુગર' કહ્યો છે. જેવી રીતે જાદુગર મહાજાળ ફેલાવે છે, એવી જ રીતે આ સંસાર પણ માયાજાળ જ છે. એક ક્ષણમાં માયાજાળને સમેટીને મહાકાલ જીવને ઉઠાવી જાય છે. તમામ શૂન્યમય બની જાય છે. જિનવચનો - સાચો સહારોઃ સંસારનું આ રીતે ચિંતન કરતા રહેવાનું છે. નિસારતા, અસારતા, ક્ષણિકતાનું વારંવાર ચિંતન કરતાં જ્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે, વિરક્તિ આવે ત્યારે જિનવચનો જ જીવને આંતરિક શક્તિ આપે છે, સંસાર-પરિભ્રમણના ભયને દૂર કરે છે. જિનવચનોના સહારે જ જીવ સંસારનાં દુલ્મોથી બચવા આશ્વાસન પામે છે - વિશ્વાસ પામે છે. આમ તો સંસારની હિંસાદિ પાપોની આસક્તિ પણ જિનવચનોથી જ તૂટે છે. મોહાસક્ત અને પાપાસક્ત જીવોને ભાગ્યવશ જિનવચને સાંભળવા મળે છે, તો તે જીવો મોહરહિત- પાપરહિત બને છે. ૨૧૨ શાન્ત સુધારસઃ ભાગ ૧| Page #225 -------------------------------------------------------------------------- ________________ ગર્દભાલીમુનિ અને સંજય રાજાઃ આવી જ એક પ્રાચીન વાર્તા આજે તમને સંભળાવું. આ વાત શ્રમણ ભગવાન મહાવીરે પોતાના અંતિમ ઉપદેશમાં સંભળાવી હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં આજે પણ તમે આ વાર્તા વાંચી શકો છો. કાંડિલ્યનગરનો રાજા સંજય પશુઓનો શિકાર કરવા માટે જંગલોમાં અવારનવાર જતો હતો. તેને મૃગમાંસ ખૂબ ભાવતું હતું. એટલા માટે તે વધારે પ્રમાણમાં મૃગોનો શિકાર કરતો હતો. તેણે એક વિશાળ મૃગવન બનાવ્યું હતું. એ વનમાં હજારો યુગો રહેતાં હતાં. એ વનનું નામ હતું કેસરવન.' એક દિવસે આમ બન્યું - રાજા કેટલાક સૈનિકો સાથે શિકાર કરવા માટે કેસરવનમાં ગયો. તેણે મૃગોનો શિકાર કરવાની શરૂઆત કરી, પરંતુ રાજાને જોઈને હજારો યુગો દોડીને એક જગાએ એક મુનિરાજ જ્યાં ઊભા રહીને ધર્મધ્યાન કરી રહ્યા હતા, ત્યાં વૃક્ષઘટામાં પહોંચી ગયા. રાજાએ ત્યાં જઈને શિકાર કર્યો. કેટલાંક મૃગોને માય પછી ઘોડા ઉપરથી નીચે ઊતરીને વૃક્ષઘટામાં ગયો. ત્યાં તેણે કરુણામૂર્તિ ધ્યાનસ્થ ગર્દભાલી નામના મુનિરાજને જોયા. તેણે વિચાર કર્યો : મુનિરાજને પણ તીર વાગ્યું હશે?” તે ભયભીત થઈ ગયો. તેણે મુનિરાજના ચરણોમાં વંદના કરી અને બોલ્યો : “હે ભગવનું. મારા આ અપરાધની મને ક્ષમા આપો, હું મોટો પાપી છું. મેં મોટું પાપ કર્યું છે.' પરંતુ મુનિરાજ તો ધ્યાનસ્થ હતા. તેમણે રાજાને પ્રત્યુત્તર ન આપ્યો. રાજા સંજય ગભરાયો. તેણે વિચાર કર્યોઃ “અવશ્ય એ મારા ઉપર કોપાયમાન થયા છે.... એ શું કરશે? શાપ આપશે? સળગાવી મૂકશે? આવા ઘોર તપસ્વી મુનિરાજ જો ક્રોધમાં આવે તો અવશ્ય હજારો માણસોને બાળી મૂકી શકે એવું મેં સાંભળ્યું છે. પરંતુ હું શું કરું? મને ખબર ન હતી કે આ વૃક્ષઘટામાં મુનિરાજ ઊભા હશે! હું મારો પરિચય આપું અને ક્ષમાયાચના કરીને એમની પાસેથી અભયવચન માગી લઉં.” રાજા વિનમ્ર ભાવથી બોલ્યો : 'ભગવનું, મને ક્ષમાવચન સંભળાવો. હું રાજા સંજય છું. મેંમૃગોનો શિકાર કર્યો છે. આપને પણ કષ્ટ પહોંચાડ્યું છે. ભગવન્! મને અભયવચન આપવાની કૃપા કરો.” મુનિરાજે પોતાનું ધર્મધ્યાન પૂર્ણ કર્યું અને કૃપાદ્રષ્ટિથી રાજાની સામે જોયું. તેમણે કહ્યું: अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि अ । अणिच्चे जीव लोगंमि किं हिंसा ए पसज्जसि ? ॥ [ સંસાર ભાવના . ૨૧૩] ૨૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ રાજન્, મારા તરફથી તને અભયદાન છે અને તું પણ અભયદાતા બન. આ જીવલોક - આ સંસાર અનિત્ય છે, તું શા માટે હિંસામાં પ્રવૃત્ત છે ? सया सव्वं परिच्चज्ज, गंतव्वमवस्स ते 1 अणिच्चे जीवलोगम्मि, किं रज्जुंमि पसज्जसि ? ॥ હે રાજ, સર્વસ્વ છોડીને જીવને એક દિવસ તો જવું જ પડે છે. તારે પણ જવું પડશે. તો પછી આ અનિત્ય સંસારમાં રાજ્યનો મોહ શા માટે ? जीविअं चेव रुवं च विज्जु संपाय चंचलं । जत्थं तं मुज्झसी रायं, पेच्चत्थं नावबुज्झसे ? ॥ રાજન્, આ જીવન.... આ રૂપ..... વીજળીના ઝબકારા જેવું માન, જેમાં તું મોહાસક્ત બન્યો છે, તું પરલોકનો વિચાર શા માટે નથી કરતો ? दाराणि अ सुआ चेव मिंत्ताय तहा बंधवा । जीवंतमणुजीवंति मयं नाणुव्वयंति अ 11. રાજન્, પત્ની, પુત્ર, મિત્ર અને બાંધવો એ સર્વ તું જીવતો છે ત્યાં સુધી જ છે; મૃત્યુ થતાં એ બધું સાથે નહીં આવે; તો પણ ‘એ મારાં સ્વજનો' એવું મમત્વ શા માટે? निहरंति मयं पुत्ता, पिअरं परमदुक्खि आ पिअरोऽवि तापुत्ते बंधूरायं तवंचरे રાજન્, સંસારની કેવી અસારતા છે ? મૃત પિતાને પુત્ર ઘરમાંથી બહાર કાઢી મૂકે છે અને પિતા પણ મૃત પુત્ર, મૃત બંધુ વગેરેને ઘરની બહાર કાઢી મૂકે છે. એટલા માટે રાજન્, તપશ્ચર્યા કર, સંયમ ગ્રહણ કર. तओ तेणऽज्जिए दव्वे दारे अपरिरक्खिए । कीलतन्नेवरा रायं हठ्ठट्ठा अलंकिया ॥ રાજન્, ધનાર્જન કરનાર મનુષ્યનું મૃત્યુ થતાં બીજા લોકો એ ધનથી અને સ્ત્રી વગેરેથી મોજમજા કરે છે; શરીરને સજાવીને, ખૂબ પ્રસન્ન થઈને જીવે છે. ++--+ तेणावि जं कयं कम्मं सुहं वा जइ वाऽसुहं । कम्मुणा तेण संजुत्तो गच्छइ उ परं भवं ॥ મરનાર જીવ હે રાજન્ ! જે શુભાશુભ કર્મ કરે છે, એ કર્મોની સાથે તે જીવ પરલોક જાય છે, એટલા માટે હે રાજનૢ, તપ અને સંયમ ગ્રહણ કરવાં જોઈએ. મહામુનિ પાસેથી આ પ્રમાણે જિનવચનો સાંભળીને સંજય રાજા સંસાર પ્રત્યે શાન્તસુધારસ : ભાગ ૧ ૨૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ વિરક્ત બને છે. વૈષયિક સુખો પ્રત્યે વિરાગ ધારણ કરે છે. રાજ્યનો ત્યાગ કરી દે છે અને શ્રમણ બની જાય છે. તપ-સંયમનું પાલન કરીને પરમ સંવેગથી મુક્તિસુખ પામી જાય છે. આ જિનવચનો ઉપર થોડુંક ચિંતન કરોઃ રાજા સંજયની આત્મસ્થિતિ ઉપર થોડોક વિચાર કરવો જોઈએ. તે રાજા હતો. માંસાહારી હતો. રોજ મૃગયા (શિકાર) કરનાર હતો. મૃગમાંસ એને ખૂબ ભાવતું હતું. આ વાત "ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જણાવી છે. કદાચ એ કોઈ પણ ધર્મક્રિયા કરતો નહીં હોય, ન તો કોઈ સામુનિ સાથે એને પરિચય હશે. જેનશ્રમણનો તો પરિચય જ નહીં હોય. નહીંતર એ એવું ન વિચારત કે “આ મુનિ કોપાયમાન થશે તો લાખો-કરોડો માનવોને બાળી શકે છે. શુદ્ધ તેણUT મારે %િ નોડિો ! આવું વિચારી ન શકત. જૈનમુનિવરો ક્ષમાશીલ હોય છે. અપરાધી પ્રત્યે પણ ક્ષમાશીલ હોય છે. ક્ષમા તો એમનો પ્રથમ ગુણ છે, પરંતુ સંજય રાજા સર્વપ્રથમ ગદભાલી મુનિરાજના પરિચયમાં આવ્યા હતા. , બીજી વાત હતી શિકારની. તેણે અનેક મૃગોનો શિકાર કર્યો હતો. અનેક મરેલાં મૃગો ત્યાં પડ્યાં હતાં. કદાચ એકાદ તીર મુનિરાજને પણ વાગ્યું હોય, એટલા માટે તો રાજા ભયભીત થઈ ગયો અને વિનમ્ર-વિનિત થઈને મુનિરાજ પાસે ક્ષમા માગી રહ્યો હતો. અભયવચન માગતો હતો. આ વાત થઈ રાજાની. હવે વિચારીએ મુનિરાજના વિષયમાં. પ્રથમ વાત, મુનિરાજ રાજાના પરિચિત ન હતા. રાજા પણ મુનિરાજનો પરિચિત ન હતો. બંને એકબીજાના અપરિચિત હતા. બીજી વાત મુનિરાજ જંગલમાં મૃગોના વનમાં એકલા ધ્યાન-ધર્મધ્યાન કરી રહ્યા હતા, એટલે ધ્યાનસ્થ હતા. રાજાએ એમના ધ્યાનમાં વિઘ્ન નાખ્યું હતું. હજારો મૃગો જીવ બચાવવા માટે આ બાજુ મુનિરાજ પાસે પહોંચી ગયાં હતાં. રાજા પણ ત્યાં પહોંચી ગયો હતો. મુનિરાજનું ધ્યાન તૂટ્યું હતું. રાજાને શિકારીના રૂપમાં જોતો હતો. આ સંજય રાજા છે,’ એ મુનિને ખબર પણ પડી ગઈ હતી. મુનિરાર્જ રાજાને ધમકાવ્યો નહીં. ઠપકો પણ ન આપ્યો. આ મહત્ત્વપૂર્ણ વાત. છે! તેનો તિરસ્કાર ન કર્યો, કટુવચનો ન સંભળાવ્યા. “તેં મૃગોને માયા, મહાપાપ કર્ય, નરકમાં જઈશ” વગેરે કટુવચનો ન કહ્યા. રાજા તરફ કુદ્ધ દ્રષ્ટિથી જોયું પણ નહીં. અપરાધી સાથે તેમણે કેવો વ્યવહાર કર્યો તે મહત્ત્વપૂર્ણ વાત છે. જિનવચન સંભળાવે છે. ધર્મોપદેશ આપવો હોય તો સૌ પ્રથમ શ્રોતાના મનને આશ્વસ્ત કરવું પડે. એનો અપરાધ માફ કરવો પડે. મુનિરાજે પ્રથમ વાક્ય કયું ઉચ્ચાર્યું હતું? [ સંસાર ભાવના ૨૧૫ | Page #228 -------------------------------------------------------------------------- ________________ 'નમો પત્યિવા તુમે I હે પાર્થિવ, હે રાજનું, તને અભય છે. મારા તરફથી તું નિર્ભય છે.' રાજા નિર્ભય થયો. મનુષ્યને જ્યાં ભયંકર સજા મળવાની સંભાવના હોય ત્યાં તે કદાચ નિર્દોષ છૂટી જાય, તેને માફી મળી જાય, ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી. રાજાને અભય વચન સંભળાવ્યા પછી મુનિરાજે જિનવચન સંભળાવ્યાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના અઢારમા અધ્યાયમાં સાત ગાથાઓ કહી છે. જે મેં તમને સૌને સંભળાવી છે. આ બાજુ ગર્દભાલીમુનિએ શિકારી રાજાને સાત ગાથાઓ સંભળાવી હતી. મેં એ ગાથાઓ તમારા જેવા ધાર્મિક માણસોને સંભળાવી છે. આ જિનવચનો સાંભળીને શિકારી રાજા સાધુ બની જાય છે, શું તમે લોકો સાધુ બની જશો? તમે તો સારા માણસો છો ને? માંસાહાર નથી કરતા, શરાબ નથી પીતા, જુગાર નથી રમતા... વગેરે પાપો તો નથી કરતાને? સભામાંથી અમારાં ચરિત્રો આપ નથી જાણતા...આપ અમને સારા માનો છો. પરંતુ અમે લોકો તો દુર્જનો કરતાંય દુર્જનો છીએ. મહારાજશ્રી દુર્જનતાનો પશ્ચાત્તાપ થાય છે? જો પશ્ચાત્તાપ થશે તો એક દિવસે દુર્જનતા ચાલી જશે અને સજ્જનતા આવશે. જિનવચનોના પ્રભાવથી જ દુર્જન સજ્જન બની જાય છે. ભૂતકાળમાં બન્યા છે. વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ બનશે. જિનવચનોનો આ જ ચમત્કાર છે ! ' હવે હું તમને મુનિવર ગર્દભાલીએ સંજય રાજાને જે સાત ગાથાઓમાં જિનવચનો સંભળાવ્યાં છે તેની કેટલીક વિશેષતાઓ બતાવું છું. અભયદાતા બનો : સૌ પ્રથમ વાત કરી અભયદાનની. સ્વયં મુનિરાજે રાજાને અભય કર્યો અને પ્રેરણા પણ અભયદાનની આપી. કારણ કે તે એ વનમાં શિકાર કરવા આવ્યો હતો. આજુબાજુ હજારો નિર્દોષ મૃગ ઊભાં હતાં. જાણે કે મુનિરાજ પાસે અભયની યાચના કરી રહ્યાં હતાં! એમને ભય હતો રાજા તરફથી. મુનિરાજે રાજાને અભયનો પ્રથમ ધર્મ બતાવ્યો - "તું મારી પાસે અભય ઇચ્છે છે, તેમ આમૃગો પણ તારી પાસે અભય ચાહે છે. તમામ જીવો અભય ઈચ્છે છે, મૃત્યુ કોઈ ઇચ્છતું નથી. અને ત્રાસ, સ્થાવર તમામ જીવોને અભયદાન માત્ર મહાવ્રતધારી સંયમી આત્મા જ આપી શકે છે. આ દ્રષ્ટિએ મુનિરાજે રાજાને સાધુધર્મ પ્રત્યે અણસાર આપ્યો. આગળ જઈને સ્પષ્ટ શબ્દોમાં સાધુધર્મની પ્રેરણા આપી. ૨૧. શાન્તસુધારસ: ભાગ ૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ આ જીવલોક અનિત્ય છેઃ જીવલોકની અનિત્યતા, અસારતા તેને બે ગાથાઓમાં કહી છે. કારણ કે સામે રાજા હતો. રાજાની પાસે ભરપૂર ભૌતિક સુખો હોય છે અને સુખ વચ્ચે માણસને સંસાર અનિત્ય નથી લાગતો ! સંસારની અસારતાનો વિચાર પણ નથી આવતો ! એટલા માટે મુનિરાજે રાજાને કહ્યું ક્ષણિક અલ્પકાલીન જીવનમાં તું હિંસામાં કેમ પ્રવૃત્ત થાય છે? જીવહિંસાથી પરલોકમાં જીવ તીવ્ર શારીરિક, માનસિક દુઃખ પામે છે. સદાય યાદ રાખવું જોઈએ કે આ જીવલોક - આ સંસાર અસાર છે. એમાં જીવ કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં સ્થિર નથી. જન્મ-મૃત્યુનું અનાદિકાલીન ચક્ર ફરતું રહે છે. જેમ સંસારમાં સુખદુઃખનું પણ ચક્ર ચાલતું જ રહે છે તેમ આ ચક્ર ફરતું રહે છે. બધું જ છોડીને જવાનું છેઃ મુનિરાજે ત્રીજી વાત પણ ચોટદાર કહી છે. યાદ રાખો - તમામ છોડીને જવાનું છે. રાજ્યને પણ છોડીને જવાનું છે. એકાન્ત ક્ષણમાં પોતાના મનની સાક્ષીએ પ્રતિદિન ચિંતન કરવાની વાત કહી છે - “મારે બધું જ છોડીને જવાનું છે. જેને એક દિવસે છોડીને જવાનું છે એના ઉપર મમત્વ કેમ કરવું? શા માટે કરવું? તેને પોતાનું શા માટે માનવું? ન માનવું જોઈએ. જ્યારે પણ કોઈ ઈષ્ટ - પ્રિય વસ્તુનો ત્યાગ કરવામાં મન આનાકાની કરતું હોય ત્યારે આ સૂત્રને યાદ કરવું - બધું જ છોડીને જવાનું છે.' રૂપ અને જીવન ચંચળ છે: સર્વ જીવોને પોતાનું જીવન પ્રિય હોય છે. જ્યારે આ તો રાજા હતો, રૂપવાન હતો, એટલા માટે રૂપ પણ પ્રિય હોય છે - મુનિરાજે રૂપ અને જીવન - બંનેની ચંચળતા, અસ્થિરતા, ક્ષણિકતા બતાવી દીધી. રૂ૫ શાશ્વતું નથી હોતું, જીવન શાશ્વતુ નથી. રૂપ ગમે ત્યારે કુરૂપ બની શકે છે. જીવનનો ગમે ત્યારે અંત આવી શકે છે. રૂપની ચંચળતાને મન-મસ્તકમાં સમજી રાખવાની બાબતમાં સનત્કુમાર ચક્રવર્તીનું દ્રષ્ટાંત યાદ રાખો. સ્નાન કરતી વખતે દેવોને પણ વિસ્મય પમાડનાર રૂપ જ્યારે ચક્રવર્તી રાજસભામાં આવીને બેઠા ત્યારે કુરૂપ બની ગયું હતું ! એના શરીરમાં સોળ પ્રકારના મહારોગ પેદા થઈ ગયા હતા. જીવનની ચંચળતા તો હોસ્પિટલોમાં અને સ્મશાનમાં દરરોજ જોવા મળે છે. છાપાઓમાં વાંચો છો ને ? રૂપ અને જીવનની ક્ષણિકતાનો વિચાર તમને પરલોકનો વિચાર કરવા પ્રેરિત કરશે. “મૃત્યુ પછી હું કઈ સંસાર ભાવના : ૨૧૭ | Page #230 -------------------------------------------------------------------------- ________________ ગતિમાં જઈશ ?’ આ વિચાર દરરોજ કરવો જોઈએ. પરલોકનો વિચાર મનુષ્યને પાપ કરતો રોકે છે. પાપ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે... નરક અને તિર્યંચગતિમાં જન્મ લેવો પડે છે. આ વાત જે મનુષ્ય જાણે છે તે પાપોથી બચીને જીવન વ્યતીત કરશે. સ્વજનો સાથે નહીં ચાલે : જે સ્વજનો માટે જીવ સ્વજનપ્રેમથી પ્રેરિત થઈને પાપ કરે છે અથવા પોતાના સ્વાર્થ ખાતર સ્વજનો સાથે રાગદ્વેષ કરે છે; તે સ્વજન-પત્ની, પુત્ર, ભાઈ, બહેન, મિત્ર વગેરે જીવના મૃત્યુ પછી પરલોકમાં સાથે નથી જતાં. જે સ્વજનોને કારણે જીવ પાપ કરે છે, દુષ્કર્મ કરે છે, તે સ્વજનો જ્યારે જીવને પાપનાં ફળ ભોગવવાં પડે છે ત્યારે દુઃખમાં ભાગીદાર થવા નથી આવતાં. આ વાત સારી રીતે સમજી લેવા માટે અભયકુમાર અને કાલસૌરિક કસાઈના પુત્ર સુલસની વાર્તા વાંચજો. અભયકુમારે આ વાત સુલસને પ્રયોગાત્મક રીતે સમજાવી હતી. મૃત્યુ પછી તમામ સંબંધોની પૂર્ણાહુતિ ઃ સ્વજન-પરિજનોનો સ્નેહ-સંબંધ, આદાનપ્રદાન વગેરે ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી મૃત્યુ નથી આવતું ! પિતાનું મૃત્યુ થઈ ગયું. પુત્ર પિતાના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢે છે. પિતા માટે ગમે તેટલો પ્યાર હોય, પિતા મરી ગયા; બસ, પ્યાર પણ મરી ગયો ! એ જ રીતે પુત્ર પણ પિતાને પ્રિય હતો, પણ મેરી ગયો તો પિતા પણ પુત્રના મૃતદેહને ઘરમાં રાખતા નથી, તરત જ ઘર બહાર કઢાવે છે ! એ રીતે પતિપત્નીનો સંબંધ, ભાઈ-ભાઈનો સંબંધ, મિત્રમિત્રનો સંબંધ પણ જ્યાં સુધી જીવન હોય છે ત્યાં સુધી જ સ્નેહ, પ્યાર, સંબંધ રહે છે. મૃત્યુની સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુનો શોક અલ્પકાલીન : પ્રિયજનના મૃત્યુ પછી સ્વજન-વિરહની વ્યથા-વેદના પ્રાયઃ અલ્પકાલીન હોય છે. બળદેવ-વાસુદેવનો પ્રેમ એમાં અપવાદ સમજવો જોઈએ. એના સિવાય સંસારમાં સર્વત્ર મૃત્યુનો શોક અલ્પકાલીન જ હોય છે. પ્રિયજનના મૃત્યુ પછી થોડોક જ સમય વ્યતીત થયા પછી સ્વજનો મસ્તીમાં ખાય છે, પીએ છે, શૃંગાર સજે છે, રંગરાગમાં ડૂબી જાય છે. જે વ્યક્તિ મરી જાય છે તે સર્વ સંપત્તિ, વૈભવ છોડીને મરી જાય છે. એ સંપત્તિનો, વૈભવનો ઉપયોગ એનાં સ્વજનો વગેરે મજાથી કરતાં હોય છે. પુણ્યદાન ઘણું ઓછું કરે છે. ભોગોપભોગ જ વધારે કરે છે. ૨૧૮ શાન્તસુધારસ : ભાગ ૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ કર્મ જ સાથે ચાલે છે: મૃત્યુ પછી સ્નેહી સ્વજનો, પરિજનો વગેરે પણ સાથે નથી જતાં, સાથે જાય છે માત્ર જીવે કરેલ શુભાશુભ કર્મ! આ જીવનમાં પણ સારા-ખોટાં કર્મ બાંધ્યાં હશે તે ક આત્માની સાથે પરલોકમાં જાય છે, શુભ કાર્યો જીવ સાથે પરલોકમાં જાય છે તો જીવને પરલોકમાં સુખનાં સાધનો મળે છે, અશુભ કમ પરલોકમાં સાથે જાય છે, તો દુઃખનાં નિમિત્ત મળે છે. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ મળે છે. | મુનિરાજ ગદભાલીએ સંજય રાજાને આ જિનવચનો સંભળાવ્યાં અને રાજાના મનને સંસારમાંથી વિરક્ત બનાવ્યું. રાજાએ સંસારનો ત્યાગ કર્યો અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયો. તેના સંસાર-પરિભ્રમણનો અંત આવી ગયો. નિમિત્ત અને ઉપાદાનઃ - જિનવચન નિમિત્ત છે. જે જિનવચનો રાજા સંજયને મળ્યાં હતાં, તે જ જિનવચનો આપણને મળ્યાં છે. તે શ્રેષ્ઠ જિનવચનોનું નિમિત્ત પામીને ભવસાગરને પાર ઊતરી ગયા, જ્યારે આપણે હજુ સુધી ભવસાગરમાં અથડાઈએ છીએ. આવું કેમ બને છે એવો મનમાં વિચાર આવે છે ને? જ્ઞાની પુરુષોએ આ પ્રશ્નનું સમાધાન આપ્યું છે. નિમિત્ત - કારણ ગમે તેવું શ્રેષ્ઠ હોય, પરંતુ જો ઉપાદાન પરિપક્વ ન હોય તો ફળપ્રાપ્તિ થતી નથી. ઉપાદાન હોય છે આત્મા, આત્માની ભવસ્થિતિ પરિપક્વ ન હોય તો નિમિત્તની અસર થતી નથી. રાજા સંજયના આત્માની યોગ્યતા પરિપક્વ થઈ ગઈ હતી. સભામાંથી એ તો માંસાહારી હતો, શિકારી હતો, રસલોલુપ હતો. મહારાજશ્રી તમે લોકો બોલ જીવ છો. તમે બીજાની બાહ્ય ક્રિયાઓ જોઈને તેની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરો છો. જ્ઞાનીપુરુષ કદી પણ બીજાની બાહ્ય ક્રિયા જોઈને યોગ્યતાનો-અયોગ્યતાનો નિર્ણય નથી કરતા. તે તો તેની આત્મદશાને જુએ છે. તેઓ તો તેની અંદર જુએ છે! - જેમ ભૂસ્તરશાસ્ત્રી માટીમાં સોનું જુએ છે અને અજ્ઞાની તો પિત્તળમાં સોનું જુએ છે. જેમ તમે ધર્મક્રિયા કરનારને મોક્ષગામી માની લો છો અને પાપક્રિયા કરનારને નરકગામી માની લો છો !પણ જ્ઞાનીપુરુષ એવું નથી માનતા. તેઓ તો ઉપાદાનભૂત આત્માની ભીતરી અવસ્થાને જુએ છે. સંભવ છે કે આ ભવમાં મોક્ષ પામનાર જીવોની ક્રિયા પાપની હોય અને અનંત સંસારમાં ભટકનાર જીવની ક્રિયા ધર્મની હોય! એ ધર્મક્રિયા એને મુક્તિ નથી અપાવતી. સંસાર ભાવના દ ૨૧૯ | Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયા કરનારા સાવધાન !: એટલા માટે હું તમને કેટલીય વાર કહું છું કે તમે ધર્મક્રિયાઓ કરીને અભિમાન ન કરો. ધર્મક્રિયા કરવા માત્રથી જ મુક્તિ નિશ્ચિત નથી થતી: તમે લોકો મારા નીચેના પ્રશ્નોના ઉત્તર આપજોઃ ૧. શું તમને પાપક્રિયા પ્રત્યે નફરત થઈ છે? ૨. પાપક્રિયા કરનારાઓ પ્રત્યે ભાવકરુણા થાય છે? ૩. પોતે પાપક્રિયા કર્યા ઉપર પશ્ચાત્તાપ થાય છે? ૪. પૂર્ણ જાગૃતિની સાથે ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરો છો ? પ. જે કોઈ ધર્મક્રિયા તમે કરો છો એ સમયે આનંદ અને કર્યા પછી અનુમોદનાનો ભાવ જાગે છે? ૬. જે બીજા લોકો તમારા કરતાં વધારે સારી ધર્મક્રિયા કરે છે તેમની તમે પ્રશંસા કરો છો ? એમની પ્રશંસા સાંભળીને પ્રમોદભાવ આવે છે? ૭. પાપક્રિયા કર્યા પછી હૃદયમાં દુઃખ થાય છે? ૮. “સર્વ પાપોનું કારણ સંસારવાસ છે, આ જિનવચન હૃદયસ્થ થયું છે ખરું? ૯. સંસારત્યાગ કરીને જ્યારે સંન્યાસી બનું? - આવી ભાવના જાગે છે ખરી? ૧૦. સંયમધર્મનું સારું પાલન કરવાનો મનોરથો ચિત્તમાં જાગે છે? આ પ્રશ્નોનું ચિંતન કરજો. તમારી ડાયરીમાં ઉત્તરો લખજો. આ રીતે આત્મ અવલોકન કરવું. “સંસાર ભાવનાથી ભાવિત થવું છે. સંસાર ભાવનાથી ભાવિત થઈને સંસાર પ્રત્યે વિરક્ત બનવું છે. સંસાર-વિરક્તિ જ આત્મ-આનંદની જનની છે. સંસારનવિરક્તિ આવતાં રાગદ્વેષ મંદ થઈ જશે. સંસાર-વિરક્તિ આવતાં અંતરાત્મભાવ જાગ્રત થશે, એમાં સ્થિરતા થશે અને પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ જાગ્રત થશે. સંસાર ભાવના' ભાવતાં સંસારથી વિરક્ત બનો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. ૨૨૦ | શાન્તસુધારસ : ભાગ ૧] Page #233 -------------------------------------------------------------------------- ________________ ]િ[][]@ાર્સ પ્રવચન ૨૧ ૧. એકત્વ ભાવના L: સંકલના : હું આત્મા છું. આતમ સર્વ સમાન. આપણે સિદ્ધોના સાધર્મિક આત્મા જ ભગવાન ! એકત્વ ભાવનામાં દીનતા નથી. આત્મા સિવાય બધું જ કલ્પના. હું જ નથી! નાગદમ્ આત્મસાધકને પરિચય બાધક-ઘાતક પદ્રવ્યને સ્વદ્રવ્ય માનવું - મોટી ભૂલ. જેમ, પરસ્ત્રીને સ્વસ્ત્રી માનવી દુઃખદાયી. કમાંડર નાણાવટી અને પ્રેમ આહુજા - એક સત્ય ઘટના. જીવનમાં પરદ્રવ્યનો પ્રવેશ - અનર્થનું મૂળ. Page #234 -------------------------------------------------------------------------- ________________ एक एव भगवानयमात्मा ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेद् व्याकुलीकरणमेव, ममत्वम् ॥ १ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ ગ્રંથની ચોથી ભાવનાનો મંગલ પ્રારંભ કરતાં કહે છે - “આ આત્મા એક જ છે, આ જ પ્રભુ છે, આ જ ભગવાન છે, જ્ઞાનદર્શનના તરંગોમાં મસ્ત છે. એના સિવાય જે કંઈ છે, તે સર્વ મમત્વ-માત્ર છે. કલ્પનાનું વિશ્વ છે. આ મમત્વ વ્યાકુળતા વધારનાર છે.’ હું આત્મા * ‘હું આત્મા છું.’ * હું વિશુદ્ઘ દ્રવ્યાત્મા છું, આત્મસત્તા છું. * શુદ્ધ જ્ઞાન અને દર્શન મારાં છે - મારા ગુણ છે. આજે આપણે આ આત્મતત્ત્વ ઉપર જચિંતન-મનન કરવાનું છે. જે આપણે પોતે છીએ એનું, સ્વયંનું, પોતાનું જ ચિંતન કરવાનું છે. ભાવનાના આલોકમાં એ આત્મદ્રવ્યને જોવાનું છે. આત્મસત્તાને નિહાળવાની છે. આજે તેનાં જ ગીત ગાવાનાં છે. બાકીનું બધું જ ભૂલીને... કલ્પનાના જગતને ભૂલીને આત્માની મસ્તીનો અનુભવ ક૨વાનો છે. આત્મા સર્વ સમાન : આતમ સર્વ સમાન, નિધાન મહા સુખકંદ, સિદ્ધ તણા સાધર્મી, સત્તાએ ગુણકંદ ! વિશુદ્ધ આત્મસત્તાની દૃષ્ટિએ સમગ્ર આત્મસૃષ્ટિ એક જ છે. જેવી સ્થિતિ સિદ્ધ ભગવંતોની છે એવી સ્થિતિ સર્વ આત્માઓની છે. આ રીતે જોતાં વિશુદ્ધ આત્મસત્તાની દૃષ્ટિથી આપણે સિદ્ધોના સાધર્મિક છીએ. તેમના જેવા જ છીએ. અનંત સુખમય, જ્ઞાનમય અને ગુણમય છીએ. ૨૨૨ હું વિશુદ્ધ આત્મા અનંત સુખમય છું. અનંત જ્ઞાનમય છું. હું અનંત ગુણમય સત્તાથી સર્વ આત્માઓ એક સમાન છે. આપણે સિદ્ધોના સાધર્મિક : આપણી એક નવી ઓળખાણ કરી લો. ચૌદ રાજલોકની ઉપર જે ‘સિદ્ધશિલા શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ છે ત્યાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત આત્માઓનું અવસ્થાન છે. જે પૂર્ણાનંદી છે, જે પૂર્ણ સુખી છે, પૂર્ણ જ્ઞાની છે, એ આપણા સાધર્મિક છે! આપણે પણ એમના જેવા જ છીએ. તે આપણા જેવા જ છે. એ જ આપણા સાધર્મિક કહેવાય છે કે જેમના ગુણ આપણા સમાન હોય છે. તેમનાં જ્ઞાન, સુખ, આનંદ આદિ ગુણ અનંત છે, આપણા પણ છે. તેમના પ્રકટ થયા છે જ્યારે આપણા પ્રચ્છન્ન છે. અસ્તિત્વ સત્તાની દ્રષ્ટિએ અર્થાત્ એમની આત્મસત્તા જેવી આપણી પણ છે. 1 કલ્પના કરો સિદ્ધશિલાની. . કલ્પના કરો વિશુદ્ધ આત્મસત્તાવાળા સિદ્ધ ભગવંતોની, અને એમને કહોઃ હે સિદ્ધ ભગવંત, અમે આપના સાધર્મિક છીએ. અમે આપના જેવા જ છીએ. તો પછી અમને અહીં મધ્યલોકમાં કેમ રહેવા દીધા? અમને પણ આપના સિદ્ધ લોકમાં બોલાવી લો! અમારે ત્યાં આવવું છે, આપની સાથે રહેવું છે. હવે આ ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કરવું નથી. કૃપા કરીને અમને આપની પાસે બોલાવી લો.’ આત્મા જ ભગવાન છે : કેટલી ઉલ્લાસપ્રેરક, ઉત્સાહપ્રેરક વાત કરી છે ગ્રંથકારે!ાક પર્વ માવાનયાત્મા ! આ આત્મા જ એક ભગવાન છે, પ્રભુ છે. એટલે કે હું જે આત્મા છું, તે ભગવાન છું - સિદ્ધ છું, બુદ્ધ છું, પૂણનિંદી છું, પૂર્ણ જ્ઞાની છું, પૂર્ણ સુખી છું. શુદ્ધ નયવૃષ્ટિથી આ ભાવના સદેવ ભાવવાની છે. એનાથી પાપોનો નાશ થાય છે અને આત્મસ્વરૂપ પ્રકટે છે. દેહમન-વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે. અક્ષય, અકલંક જીવનું જ્ઞાન આનંદ સરૂપ રે. ચેતન, જ્ઞાન અજવાળીએ. અમૃતવેલી કાવ્યમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ ઉપદેશ-પ્રેરણા આપી છે. મન, વચન, કાયાથી મુક્ત; કર્મોથી મુક્ત; આત્મસત્તાનું ચિંતન કરવું. * હું મન સ્વરૂપ નથી, મન પૌદ્ગલિક છે, હું આત્મા છું. * હું વચન સ્વરૂપ નથી, વચન પૌદ્ગલિક છે, હું ચેતન છું. * હું શરીર સ્વરૂપ નથી. શરીર પૌદ્ગલિક છે, હું આત્મા છું. * હું જે આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું કર્મોથી ભિન્ન છું. * હું જ્ઞાનાત્મા છું, સ્વગુણ ભોગી છું. આ રીતે સ્વગુણ ચિંતન કરતાં પોતાની વિશુદ્ધ આત્મસત્તા તરફ જોવાનું છે અને એકત્વ ભાવના Page #236 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ નિર્મળ આનન્દ તરફ ગતિ થશે. કહ્યું છેઃ જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ જ્ઞાન એકત્વતા ધ્યાનગેહ, આત્મતાદાભ્યતા પૂર્ણ ભાવે, તદા નિર્મળાનન્દ સંપૂર્ણ ભાવે. જ્ઞાન-જ્ઞાનીના અભેદ સ્થિતિના ધ્યાનથી જ્યારે તાદાભ્ય થઈ જાય છે, ત્યારે આત્મા નિશ્ચલ આનન્દની અનુભૂતિ કરે છે અને સમતારસનો આસ્વાદ કરે છે. આ છે આત્માના એકત્વની ભાવનાનો સર્વપ્રથમ પ્રકાર, અને આ રીતે આત્મ-રમણતા કરતાં નિરવધિ આંતર-પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એનું મન તૃણ અને મણિને સમાન જુએ છે. દેવ અને નરકને સમાન જુએ છે. તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન, દેવ નરક, તૃણમણિ સમ, ભાસે જેહને મન. એકત્વ ભાવમાં દીનતા નથી? આ પ્રકારે નિશ્ચયવૃષ્ટિથી આત્માના એકત્વનું ચિંતન કરવાથી હું એકલો છું, મારું કોઈ નથી,’ એવી દીનતા નહીં આવે. હું એકલો આત્મા છું. હું ભગવાન છું. હું પ્રભુ છું, હું અનંત સુખમય... જ્ઞાનમય અને આનન્દમય છું.' એ પ્રકારનું એકત્વ ચિંતવવાથી દીનતા ઉત્પન્ન નહીં થાય. પરંતુ આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે, આત્મશ્રદ્ધા ઊપજશે. સાચા અર્થમાં આ આપણી ઓળખ છે. જ્યાં સુધી આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તપ-સંયમ પણ વ્યર્થ છે. દુઃખોનો, સંસારનો અંત આવતો નથી. કહ્યું છે કેઃ કષ્ટ કરો સેજલ ધરો, ગાલો નિજ દેહ જ્ઞાન દશા વિણ જીવને નહીં દુખનો છે. જ્યાં સુધી આત્મતત્ત્વની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી સુખદુઃખ-સંસારનાં સુખદુઃખ ભોગવવાં પડે છે. આત્મજ્ઞાન થયા પછી જ ભવદુઃખ મટે છે. આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ, આતમજ્ઞાને તે ટલે, એમ મને સહીએ. આત્મા સિવાય બધું જ કાલ્પનિક વાસ્તવિક તત્ત્વ એકમાત્ર આત્મા જ છે, બાકીનું સર્વ કલ્પના છે. એકમાત્ર મમત્વ છે. જીવને આ અજ્ઞાનજન્યમમત્વ જદુઃખી કરે છે - જે હું નથી, જેમારું નથી, એને હું સમજવો અને મારું સમજવું એ જીવની જડતા છે, બુદ્ધિશૂન્યતા છે. હું એહનો, એ માહરો, એ હું ઈણ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. | શાન્તસુધારસઃ ભાગ ૧ ૨૨૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ વેદાન્તદર્શનમાં કહેવામાં આવ્યું છે - ત્રણ સત્ય ખન્મિથ્યા' આ અપેક્ષાએ સાચું છે. બ્રહ્મ એટલે આત્મા. આત્મા જ સત્ય તત્ત્વ છે. એટલા માટે એના સિવાય બધું જ મિથ્યા છે – અસત્ય છે. એટલા માટે જગતની સાથે મમત્વ જોડવાની જ્ઞાની પુરુષો મના કરે છે. જગત સાથેના ભાવાત્મક સંબંધો તોડવાના જ છે. બાહ્ય વ્યવહારની દ્રષ્ટિથી, નિર્લેપ ભાવથી જ સંબંધો રાખવાના છે. બાહ્ય વ્યવહારમાં સંબંધો રાખવા પડે છે. કારણ કે જગતની સાથે આપણે જીવવાનું છે. હા, પૂર્વકાળમાં મહર્ષિ, યોગી, મુનીશ્વર...જેઓ જંગલમાં ગિરિગુફાઓમાં રહેતા હતા, ધ્યાનમગ્ન રહેતા હતા, એ રીતે રહેવું હોય તો વ્યાવહારિક સંબંધો ય રાખવાની જરૂર નથી. હું નથી - નામ્ : જગતની સાથે, બીજા જડ-ચેતન પદાર્થોની સાથે સંબંધો રાખવાના નથી. પોતાના શરીરની સાથે અને પોતાના વ્યક્તિત્વની સાથે પણ સંબંધ રાખવાનો નથી. • હું મનુષ્ય નથી, આ મનુષ્યદેહ હું નથી. • હું યુવાન નથી, વૃદ્ધ નથી, શરીરની કોઈ પણ અવસ્થા હું નથી. • હું સ્ત્રી નથી, હું પુરુષ નથી. • હું વેપારી નથી, હું નોકર નથી. • જે નામે હું પોકારાવું તે હું નથી, હું તો અનામી છું. • હું ડૉક્ટર નથી, વકીલ નથી કે એન્જિનિયર નથી. • કોઈ નામ-રૂપવાળો હું નથી. નામ માડમ નામ હું નથી, હું નથી. હું નથી. પોતાના વ્યક્તિત્વને ભૂલવું, પોતાની ઓળખાણ ભૂલવી ખૂબ જરૂરી છે. એટલા માટે યોગી, મુનિ, ઋષિ આ મિથ્યા જગતથી દૂર દૂર જંગલમાં, પહાડોમાં ખોવાઈ જતા હતા. અપરિચિત પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. અનામી અને અરૂપી આત્માની સાથે તાદાભ્ય સાધવા માટે નામ અને રૂપથી સંબંધ તોડવો જ પડશે. પ્રાચીન ધર્મગ્રંથોમાં વાંચ્યું હતું, જ્યાં સાધુજીવનની શ્રેષ્ઠ ભૂમિકા બતાવવામાં આવી છે - સાધુ કોઈ ગામમાં જાય અને કોઈ ગૃહસ્થ નામથી, વ્યક્તિત્વથી ઓળખી જાય તો તે એ ગામમાં-નગરમાં રહેતા નહીં. છોડીને ચાલ્યા જતા. દુનિયામાં અપરિચિત થઈને જીવવું એમનું લક્ષ્ય હતું. આત્મસાધકને પરિચય બાધક-ઘાતકઃ અનામી અને અરૂપી આત્મતત્ત્વની ઓળખાણ કરીને, આત્મરમણતા કરીને [ એકત્વ ભાવના " T T | ૨૨૫ | Page #238 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાનન્દ, આત્માનન્દનો અનુભવ ક૨વો હોય, તો નામ અને રૂપથી પ્રાપ્ત થનાર ક્ષણિક અને તુચ્છ આનંદનો ત્યાગ કરવો જ પડશે. પરદ્રવ્યનો - પરપર્યાયનો પરિચય ત્યાગવો જ પડશે. પરદ્રવ્યના પરિચયથી સુખ પ્રાપ્ત કરવાની અનાદિકાલીન ખરાબ આદત - કુટેવ છોડવી જ પડશે. હવે મારે પરદ્રવ્યથી સુખ પામવું નથી, પર્યાયથી સુખ પામતું નથી - આ નિર્ણય કરવો જોઈએ. જો આત્મતત્ત્વની સાચી ઓળખાણ થઈ જાય તો પછી પરભાવનું કર્તૃત્વ રહેતું જ નથી, તે તો પોતાની મેળે જ આત્મસ્વરૂપમાં રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે ઃ એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આતમ સ્વરૂપ, પ૨પરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવી પડીએ ભવકૂપ, શ્રી સીમંધર સાહિબ સાંભલો..... સ્વસ્વરૂપમાં રહેવું છે, એટલે કે આત્મજ્ઞાનમાં જ રહેવાનું છે. ૫૨૫રિણતિમાં જો ગયા તો ધર્મ પણ ગયો સમજવો અને સંસારસાગરમાં ડૂબવું પડશે. પરદ્રવ્ય, પ૨પર્યાયની રમણતા જ અધર્મ છે, પાપ છે.... આ વાત આત્મજ્ઞાની સમજે છે. પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માનવું એ મોટી ભૂલ છે ઃ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી બીજા શ્લોકમાં આ જ વાત કહે છે : अबुधैः परभावलालसा - लसदज्ञानदशावशात्मभिः । परवस्तुषु हा स्वकीयता, विषयावेशवशाद् विकल्पते ॥ २ ॥ ‘પરભાવની લાલસામાં ડૂબેલો મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયજન્ય આવેગોને ૫૨વશ થઈને પરાઈ વસ્તુમાં પોતાપણું માને છે.’ જેઓ અબુધ અને અજ્ઞાની હોય છે, તેમને તો સ્વભાવ અને પરભાવનું પણ જ્ઞાન હોતું નથી. તેઓ નથી તો ‘સ્વભાવ’નું વિજ્ઞાન જાણતા, ન તો પરભાવની વાત જાણતા. બાહ્ય ધર્મક્રિયાઓ ગમે તેટલી કરતા હોય, પરંતુ તેઓ સ્વભાવ અને પરભાવની વાતોથી અનભિજ્ઞ-અજાણ છે, તો તેઓ મૂર્ખ છે - અજ્ઞાની છે; કારણ કે તેઓ પાંચ ઇન્દ્રિયોના આવેગોને વશ થઈ જ જાય છે. અને પદ્રવ્યોને, ૫૨પુદ્ગલોને પોતાનાં માને છે. તેમનાથી મમત્વ જોડે છે. અજ્ઞાની લોકો જાણતા જ નથી કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયો મારા સ્વભાવભૂત નથી - પરભાવરૂપ છે. એટલા માટે તેઓ એ વિષયમાં લુબ્ધ થાય છે. એ વિષયોને પોતાના માને છે, મમત્વ બાંધે છે અને દુઃખી થાય છે. પરદ્રવ્યને - પારકાં દ્રવ્યને પોતાનું માનવામાં મોટી ભૂલ થાય છે - દુઃખદાયી ભૂલ થાય છે. ૨૨૬ શાન્તસુધારસ : ભાગ ૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ પરદ્રવ્યને, પરપદાર્થોને પોતાના માનવામાં કેટલો અનર્થ છે, તે સમજાવવા માટે ગ્રંથકારે ઉદાહરણ આપ્યું છે - પરસ્ત્રીને પોતાની સ્ત્રી સમજવી, પોતાની માનવી. પરસ્ત્રીને પોતાની સ્ત્રી માનનારાઓને જેવું દુઃખ સહન કરવું પડે છે, પીડાઓ સહન કરવી પડે છે, એવું જ દુઃખ - એવી જ પીડા પરદ્રવ્યને પરપુગલને સ્વદ્રવ્ય માનનારા લોકોને ભોગવવા પડે છે. આત્મદ્રવ્ય જ સ્વદ્રવ્ય છે. શેષ તમામ પરદ્રવ્ય છે, એ વાત સારી રીતે સમજી લો. कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । - विविधार्तिभयावहं तथा परभावेषु ममत्वभावनम् ॥३॥ જે માણસ બીજાંની સ્ત્રીઓને ‘આ મારી સ્ત્રી છે એવી કલ્પના જો કરે, તો તે દુઃખી થાય છે, એ રીતે જ જે પોતાનું નથી, પરભાવ છે, એમાં મમત્વ બાંધે છે તે ભાતભાતની પીડાઓનું કારણ બને છે. પરસ્ત્રીને સ્વસ્ત્રી માનવી દુઃખદાયી : જે પરભાવ છે, જે પરદ્રવ્ય છે, જે આપણું નથી અને સ્વભાવ માનવો, સ્વદ્રવ્ય માનવું, પોતાનું માનવું, એ ભય, ત્રાસ અને દુઃખ આપનાર છે. આ અંગે એક પ્રાચીન વાર્તા સંભળાવીને વર્તમાનકાલીન સત્ય ઘટના પણ બતાવીશ. વસંતપુર નામનું નગર હતું. તેનો રાજા હતો શતાયુધ. તેની રાણી હતી લલિતા દેવી. એ રાણી અત્યંત ખૂબસુરત હતી અને મોહક વ્યક્તિત્વવાળી પણ હતી. ચોસઠ કળાઓમાં નિપુણ હતી. પરંતુ તે ચારિત્રહીન હતી! પતિને વફાદાર ન હતી. એક દિવસે તે મહેલના ઝરૂખામાં ઊભી રહીને રાજમાર્ગ ઉપર નજર નાખી રહી હતી, ત્યારે એક યુવાન રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તેની ઉપર તેની નજર પડી. એ યુવાનનું રૂ૫ અને જુવાની તેની આંખોમાં વસી ગયાં. યુવાન તો ચાલ્યો ગયો, પરંતુ રાણી એના ખ્યાલોમાં ખોવાઈ ગઈ. યુવાનના મોહપાશમાં બંધાઈ ગઈ. રાણીની એક દાસી દૂર ઊભી ઊભી રાણીની આ ક્રિયા જોઈ રહી હતી. તે રાણીના મનોરથ સમજી ગઈ. તે ધીરેથી રાણીની પાસે આવીને ઊભી રહી. રાણીએ એને પૂછ્યું: હમણાં રાજમાર્ગ ઉપરથી સુંદર વસ્ત્ર ધારણ કરીને સ્વરૂપવાન યુવાન ગયો, તે કોણ હતો ? ક્યાં રહે છે? વગેરેની તું જલદી તપાસ કરીને આવ. પરંતુ કોઈનેય ખ્યાલ ન આવે એવી રીતે.' આમ કહીને રાણીએ પોતાની વીંટી કાઢીને દાસીને ભેટ આપી. દાસી પ્રસન્ન થઈ ગઈ અને પેલા યુવાન અંગેની જાણકારી મેળવવા ચાલી ગઈ. રાણી આતુરતાપૂર્વક એ યુવાનની રાહ જોતી હતી. દાસીએ કહ્યું: ‘મહારાણી ! એ સુંદર - દેખાવડો યુવાન તો આપણા નગરના નગરશ્રેષ્ઠી સમુદ્રપ્રિયનો પુત્ર | એકત્વ ભાવના ૨૨૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ લલિતાંગ છે. તે પુરુષ ૭૨ કલાઓમાં પ્રવીણ છે, હવે આપ કહો તેમ કરું.' રાણીએ ધીરેથી દાસીના કાનમાં કહ્યું. દાસીએ કહ્યું - ‘હા, હા, જરૂર, હું એનું મિલન કરાવી આપીશ. પરંતુ એની પહેલાં તમે એને એક નિમંત્રણપત્ર લખીને મને આપી દો, હું એ પત્ર એને આપી દઈશ. એ પછી બધાં જ કામ પતાવીશ.' રાણીએ પ્રેમપત્ર લખીને દાસીને આપ્યો. દાસીએ પત્ર લઈને લલિતાંગને આપ્યો. લલિતાંગ રાણીનો પ્રેમપત્ર જોઈને દિંગ થઈ ગયો ! તેણે દાસીને કહ્યું ઃ ‘ક્યાં અંતઃપુરમાં રહેનારી રાણી અને ક્યાં હું એક વણિકપુત્ર ? અમારું મિલન અશક્ય છે.’ દાસીએ કહ્યું ઃ ‘અશક્ય કશું જ નથી લલિતાંગ, હું બધું જ શક્ય કરી બતાવીશ. તું તૈયાર છે ને ?’ લલિતાંગે હા ભણી. દાસીએ મોકી મળતાં આવવાનું કહ્યું અને ચાલી ગઈ. એ પછી તો લલિતાંગ દિવસમાં ત્રણ વાર રાણીના મહેલ આગળ થઈને પસાર થાય છે અને રાણી એને જુએ છે. બંનેની નજરો મળે છે. બંનેનાં મુખકમળો ખીલી ઊઠે છે અને મૌન પ્રેમાલાપ થાય છે. એકબીજાને મળવા બંને જણાં બેચેન થતાં જાય છે. નગરમાં કૌમુદીમહોત્સવના દિવસો આવ્યા. રાજાએ રાણીને કહ્યું : ‘ચાલો આપણે જંગલમાં શિકાર ખેલવા જઈએ.' રાણી તબિયતનું બહાનું કાઢીને મહેલમાં રહી ગઈ. એણે આ મોકાનો ફાયદો ઉઠાવવા દાસીને કહ્યું. અંતઃપુરના દરવાજે શસ્ત્રધારી પહેરેગીરો ચોવીસ કલાક હાજર રહેતા હતા. રાજા સિવાય કોઈ પણ આદમીને અંતઃપુરમાં પ્રવેશ મળતો ન હતો. દાસીએ લલિતાંગને મહેલમાં લાવવાની યોજના બનાવી. : નગર બહાર બગીચામાં એ એક પાલખી લઈને ગઈ. તેણે અંતઃપુરના રક્ષકને કહી રાખ્યું હતું ઃ ‘મહારાણીના આનંદપ્રમોદ માટે એક યક્ષની મૂર્તિ લેવા જાઉં છું. હમણાં જ લઈને પાછી આવું છું, પરંતુ એ મૂર્તિ રાણી સિવાય કોઈએ જોવાની નથી. બંધ પાલખીમાં લાવીશ.' તેણે લલિતાંગને પાલખીમાં બેસાડી દીધો. તેની ઉપર લાલ વસ્ત્ર ઓઢાડી દીધું. પાલખીમાં ચારે બાજુ પડદા પાડી નાખ્યા. માણસોએ પાલખી ઉપાડી અને મહેલમાં લઈ આવ્યા. ન તો કોઈએ પાલખીને રોકી, કે ન તો કોઈએ ટોકી. રાણી અને લલિતાંગ મળ્યાં. જાણે સ્વર્ગમાં મળી રહ્યાં હોય એવી ખુશી બંનેએ અનુભવી. બંને મનપસંદ કામક્રીડા કરવામાં ડૂબી ગયાં. દાસીને શયનખંડની બહાર મહેલના મુખ્ય દરવાજા તરફ નજર રાખવા ઊભી રાખવામાં આવી. આનંદપ્રમોદમાં ગળાડૂબ રાણીને સમયનો ખ્યાલ ન આવ્યો. દિવસનો ચોથો પ્રહર શરૂ શાન્તસુધારસ : ભાગ ૧ ૨૨૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયો હતો. શિકારે ગયેલો રાજા પાછો ફર્યો હતો. બીજી બાજુ અંતઃપુરના રક્ષકોને રાણીની અને દાસીની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. ‘યક્ષની મૂર્તિ લાલ વસ્ત્રોમાં લપેટીને કેમ લાવવામાં આવી ?’ જ્યારે રાજા આવ્યો ત્યારે અંતઃપુરના રક્ષકે યક્ષની મૂર્તિની વાત કહી. પોતાની શંકા પણ વ્યક્ત કરી. રાજાએ કહ્યું ઃ ‘હું હાલ રાણીવાસમાં જ જાઉં છું, તપાસ કરી લઈશ.’ દાસી ચતુર હતી. તેણે મહેલના દરવાજે રાજાના ઘોડાને જોઈ લીધો હતો. રક્ષકને મહારાજ સાથે વાતચીત કરતાં જોયો હતો. મહારાજાને ઘોડા ઉપરથી નીચે ઊતરીને ધીરે ધીરે રાણીવાસ તરફ ડગ ભરતા જોઈને દાસીનું મન ગભરાયું. દાસીએ તરત જ શયનખંડનું દ્વાર ખખડાવ્યું. રાણીએ પોતાનાં વસ્ત્રો ઠીક કરીને દરવાજો ખોલ્યો. દાસીના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. તેણે કહ્યું : “મહારાજા આવે છે.' રાણી અને લલિતાંગના હોશકોશ ઊડી ગયા. લલિતાંગ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તેણે કહ્યું : મને ક્યાંક સંતાડી દે. રાણીએ કહ્યું : ‘અહીં તને ક્યાં સંતાડું ? પકડાઈશ તો રાજા તને મારી નાખશે અને ચામડી ઉતારી નાખશે.’ લલિતાંગ અત્યંત ગભરાઈ ગયો, ભયથી ધ્રુજવા લાગ્યો. વિચારવાનો સમય ક્યાં હતો ? રાણી અને દાસીએ લલિતાંગને ઉપાડ્યો અને રાણીવાસની પાછળ એક ગંદો પુરાણો કૂવો હતો એમાં ફેંકી દીધો. રાણી દાસીની સામે જોઈને હસી - જાણે કેરી ચૂસીને ગોટલો ફેંકી દીધો ન હોય ! લલિતાંગને કૂવામાં ફેંકી દીધા પછી રાણી નિશ્ચિંત હતી. રાજાએ રાણીવાસમાં પ્રવેશ કર્યો. રાણીએ અતિ સ્વાભાવિક રીતે જ રાજાનું સ્વાગત કર્યું. દાસી શયનખંડની બહાર નીકળી ગઈ. રાજાએ શયનખંડમાં આમતેમ નજર ફેંકી, પણ કશું દેખાયું નહીં. છતાં રાણીને પૂછ્યું - ‘પેલા યક્ષની પ્રતિમા ક્યાં છે?’ ‘કઈ પ્રતિમા ?’ - ‘જે સવારે લાવવામાં આવી હતી તે ?’ ‘હા.’ ‘એ મૂર્તિ તો પાછી મોકલાવી દીધી.' એમ કહીને રાણીએ મોહક હાવભાવથી રાજાને ગપસપમાં જોતરી દીધો. આડીઅવળી વાતો કરીને રાજાનું ધ્યાન બીજી તરફ ખેંચી લીધું. લલિતાંગ જે કૂવામાં પડ્યો હતો, તે કૂવો વધારે ઊંડો ન હતો. વાસ્તવમાં એ ગંદકીનો કૂવો હતો. કૂવામાં પડેલો લલિતાંગ થરથરતો હતો. ‘તપાસ કરતાં કરતાં રાજા ત્યાં આવી પહોંચશે, તો તલવારથી મારું મસ્તક કાપી જ નાખશે.’ આવું વિચારી લલિતાંગ ધ્રુજતો હતો. એકત્વ ભાવના ૨૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બે-ત્રણ કલાક પસાર થઈ ગયા પછી તે નિર્ભય બન્યો. એને રાણી યાદ આવી. “રાણીએ મને ઉપાડીને કૂવામાં ફેંકી દીધો, કેવી સ્વાર્થી અને નીચ સ્ત્રી છે? મારી આગળ કેવો પ્રેમ દેખાડ્યો? કેવી મીઠી મીઠી વાતો કરી? અને જ્યારે તેનો સ્વાર્થ પૂરો થયો અને મારી આવી કદર્થના -અવગણના કરી. અહીં હું જીવીશ કેવી રીતે? પરંતુ જો અહીંથી હું જીવતો રહીને કૂવાની બહાર નીકળીશ તો પછી કદીય પારકી સ્ત્રીને પ્રેમ નહીં કરું અને સામે પણ નહીં જોઉં.' બીજે દિવસે સવારે રાણીની દાસીએ એ કૂવામાં ભોજનનાં પડીકાં બાંધીને નાખ્યાં. લલિતાગે પડીકાં છોડીને ખાઈ લીધું અને ખાડાનું ગંદુ પાણી પી લીધું. મરતો માણસ શું નથી કરતો? આમ કેટલાક દિવસોમહિનાઓ વીતી ગયા, વરસાદના દિવસો આવ્યા. જોરથી પાણી વરસવા લાગ્યું. ખાડા-કૂવાઓ ભરાઈ ગયા. લલિતાંગ પાણીના પ્રવાહમાં વહેતો - તણાતો નગરની બહાર કિલ્લાની ખાઈમાં જઈ ચડ્યો. વહેતો વહેતો તે ખાઈને કિનારે પહોંચ્યો. બેહોશ થઈને પડ્યો હતો. એનું શરીર સડી ગયું હતું. ત્યાંથી પસાર થતી તેની ધાવમાતાએ એને જોયો. માતા તેને ઓળખી ગઈ. તરત જ તેણે લલિતાંગના પિતા સમુદ્રપ્રિયને જાણ કરી. રાત્રિના સમયે લલિતાંગને ઘોડાગાડીમાં નાખીને ઘેર લાવવામાં આવ્યો. વૈદ્યો પાસે તેનો ઔષધોપચાર પણ કરવામાં આવ્યો. છ માસની સુદીર્ઘ ચિકિત્સા પછી તે સ્વસ્થ થયો. સંસારનાં ભ્રામક સુખોમાં ફસાયેલા તમામ મનુષ્યો લલિતાંગની જેમ વિષયોપભોગમાં ડૂબેલા રહે છે. વિષયસુખ રાણીના સંગનાં સમજવાં. આ સુખ શરૂઆતમાં મધુર લાગે છે. પરંતુ અંતમાં અતિભયંકર હોય છે. પરભાવોને પોતાના સમજીને મમત્વ બાંધવું કેટલું દુઃખદાયી હોય છે. એનું આ શાસ્ત્રીય ઉદાહરણ છે. હવે કેટલાંક વર્ષ પૂર્વે મુંબઈમાં બનેલી એક ભયંકર ઘટના તમને સંભળાવું છું. કમાંડર નાણાવટી અને પ્રેમ આહુજાઃ ઈ. સ. ૧૯૫૯ની આ ઘટના છે. ટ્રસ્ટોરીઝ ઓફ ફ્રેંજ મર્ડર્સ ઈન ઈન્ડિયા' નામના પુસ્તકમાં ક્રિમિનોલોજિસ્ટ ડૉ. એસ દત્તે આ કિસ્સો લખ્યો છે. કમાંડર કાસવજી નાણાવટી ભારતીય નૌકાદળમાં ન્યુક્લિયર સાયટિસ્ટના પદે નિયુક્ત I.N.S. માયસોર જહાજ ઉપર કેપ્ટન હતા. એક વાર જ્યારે તેઓ ઈગ્લેંડ ગયા ત્યાં સિલ્વિયા નામની એક ફ્રેન્ચ યુવતી સાથે તેમની મુલાકાત થઈ. ૧૯૪૯માં ઈગ્લેંડના પોર્ટસમાઉથ નામના શહેરમાં નાણાવટી અને સિલ્વિયાએ લગ્ન કરી લીધાં. લગ્ન પછી ૧૦ વર્ષે ત્રણ સંતાનોનાં તેઓ માતાપિતા બન્યાં. લગ્નની ૧૦મી લગ્નતિથિ આવતાં પહેલાં જિંદગીનો એક ભયંકર વળાંક આવ્યો. એમના સંસારમાં ૨૩૦ રાન્તસુધારસ : ભાગ ૧ # ## # Page #243 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થયો, તેનું નામ હતું પ્રેમ આહુજા. મુંબઈના નેપિયન્સ રોડ પર જીવનજ્યોત’ નામના મકાનમાં તે માણસ રહેતો હતો. તે ૩૪ વર્ષનો અપરિણીત યુવાન હતો. તે યુનિવર્સલ મોટર્સ' કંપનીનો માલિક હતો અને વિલિસ જીપ’નો વિક્રેતા હતો. નાણાવટી દંપતી સાથે પ્રેમ આહુજાનો પરિચય થયો. નાણાવટીને આહુજાનો રંગીન સ્વભાવ પસંદ પડ્યો, દોસ્તી થઈ ગઈ, એકબીજાને ઘેર આવવાજવાનું શરૂ થઈ ગયું. નાણાવટીને ક્યાં ખબર હતી કે આહુજા એક દિવસે દોસ્તની પીઠમાં ખંજર હુલાવી દેશે? પ્રેમ આહુજા સૌન્દર્યનો પ્રેમી હતો. કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયા પણ અતિસુંદર હતી. બંનેની વચ્ચે અનૈતિક પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. એક વાર આહુજાએ પોતાની બહેનને કહી પણ દીધું કે નાણાવટી એની પત્નીને છૂટાછેડા આપી દે તો તે પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. જો કે સિલ્વિયા કમાન્ડરને તનમનથી ચાહતી હતી. પતિની સાથે બેવફાઈ કરવાની કલ્પના પણ તેના મનમાં ન હતી. બીજી બાજુ આહુજા સિલ્વિયાને છોડીને બીજું કશું વિચારી જ શકતો ન હતો. તે સિલ્વિયાને પોતાની બનાવવા તક શોધતો હતો. એક દિવસ આહુજાને તક મળી ગઈ. કમાન્ડર નાણાવટી કેટલાક દિવસો માટે બહાર ગયા. સિલ્વિયા ઘરમાં એકલી હતી. આહુજાએ તેની સાથે અનૈતિક શારીરિક સંબંધ બાંધી લીધો. એક વાર અધઃપતનની ઊંડી ખીણમાં પડ્યા પછી તેને આહુજાની ઇચ્છાને વશ થવું પડતું હતું. તે મનોમન પ્રાર્થના કરતી હતી કે આ વાતની કમાન્ડરને ખબર ન પડે. પરંતુ આવી વાતો ક્યારેય ગુપ્ત રહી શકી છે? આખરે એક દિવસે કમાન્ડરને ખબર પડી જ ગઈ, તેણે સિલ્વિયાને પૂછ્યું. સિલ્વિયાએ આહુજા સાથેના પ્રણયનો એકરાર કર્યો. તે પછી તરત જ કમાન્ડર સીધા વહાણ ઉપર ગયા. સર્વિસ રિવોલ્વર અને ૬ કારતૂસ લઈને ત્યાંથી નીકળી ગયા. સીધા તે આહુજાને ઘેર પહોંચ્યા. આહુજા સ્નાન કરીને બહાર આવ્યો હતો તેવામાં જ તેની ઉપર નાણાવટીએ ગોળી ચલાવી દીધી. આહુજા જમીન ઉપર પડી ગયો. તેના મૃતદેહ પર ઘૂંકતાં નાણાવટી બોલ્યો - “દુમન જે કામ ન કરે તે કામ દોસ્ત કર્યું - તે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને ગયા અને કહી દીધું : “મેં પ્રેમ આહુજાની હત્યા કરી છે.' નાણાવટીને દોષિત સાબિત કરવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા થઈ હતી. એ દિવસોમાં મુંબઈમાં આ કેસની ચર્ચા ઘેરઘેર થતી હતી. ઘણા બધા લોકો ઘરમાં બીજા પુરુષને આવવા દેવામાં અચકાતા હતા. [ એકત્વ ભાવના | ૨૩૧] ૨૩૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં પરદ્રવ્યનો પ્રવેશ : અનર્થનું મૂળ : પરભાવોથી, પરદ્રવ્યોથી મમત્વ કરવાનું પરિણામ તો આનાથીય વધારે ભયંકર આવે છે. અહીં તો પ્રેમ આહુજાની હત્યા થઈ ગઈ, એક માણસને જીવનથી હાથ ધોઈ નાખવા પડ્યા. પરંતુ પરદ્રવ્યોની સાથે કરેલા મમત્વથી તો હજારો જન્મ સુધી દુઃખ ભોગવવાં પડે છે. એટલા માટે પરદ્રવ્યના મમત્વથી સુખ મળે છે એવી કલ્પના થાય છે. એ કલ્પનાનો ત્યાગ કરી દો. પોતાના મનની સાક્ષીએ, દેવગુરુની સાક્ષીએ નિર્ણય કરી લો કે ‘હવે મારે મારા આત્મભાવમાં જ રહેવું છે. ૫દ્રવ્યોથી, પરભાવોથી મમત્વ બાંધવું નથી. જે મમત્વ બંધાઈ ગયું છે, તેને તોડવું છે.’ પદ્રવ્યો સાથે કરેલું મમત્વ પરસ્ત્રી સાથે કરેલા મમત્વ જેવું છે. જે સાચા અર્થમાં દુઃખદાયી હોય છે. રામકાલીન રાવણથી લઈને વર્તમાનકાલીન રાવણો સુધી જોઈ લો ! પરદ્રવ્યોથી મમત્વ કરનારાઓની દર્દભરી પીડાઓનો ઇતિહાસ - અસંખ્ય વર્ષોનો ચોપડો વાંચી લો. શાસ્ત્રો વાંચી લો. હું એકલો શુદ્ધ સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાનમય, સુખમય, આનંદમય આત્મા છું. આત્મામાં જ સંતુષ્ટ રહેવાનું છે. આત્મા સિવાય કોઈ પણ બાબતની અપેક્ષા કરવાની નથી. એકત્વનો આવો નિર્ણય કરીને પ્રતિદિન એકત્વ ભાવના ભાવવાની છે. આજે બસ, આટલું જ. ૨૩૨ શાન્તસુધારસ : ભાગ ૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ વીસુધારા પ્રવચન ૨૨ ૨. એકત્વ ભાવના. : સંકલના : પરભાવનાં આવરણ ચીરી નાખો. ♦ ‘પુદ્ગલ ગીતા’નો ઉપદેશ. સિંહ જેવો આત્મા પરાધીન છે ! પુદ્ગલ'નો પરિચય. આત્મવિચાર ઃ ચંદનવૃક્ષની શીતલ હવા. સમત્વની સાથે એકત્વની સાધના. નમિરાજર્ષિ : સમત્વ-એકત્વનો ઉત્સવ. ઇન્દ્ર અને નમિરાજર્ષિનો સંવાદ. Page #246 -------------------------------------------------------------------------- ________________ अधुना परभावसंवृति हर चेतः परितोऽवगुण्ठिताम् । क्षणमात्मविचारचन्दन-दुमवातोमिरसाश्पृशन्तु माम् ॥४॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી પોતાના મનને સંબોધિત કરતાં કહે છેઃ “ઓ મારા મન, પરભાવનાં આ આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શ કરી શકે.” પરભાવનાં આવરણોને ચીરી નાખોઃ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે? અત્યાર સુધી તો પુદ્ગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી પુદ્ગલભાવોની જ રમણતા જીવે કરી છે. એટલા માટે ગ્રંથકારે “અધુના' શબ્દનો પ્રયોગ કરીને પૂછ્યું છેઃ હવે આત્મવિચાર કરવાનો છે?” વધારે સમય નહીં ‘ક્ષણમ્ થોડી ક્ષણો માટે આત્મવિચાર કરવાનો છે. અને જો આત્મવિચાર કરવાનો છે, તો એક કામ અવશ્ય કરવું પડશે. પુદ્ગલભાવ કે જે પરભાવ છે, એ પુદ્ગલભાવોનાં આવરણને ચીરી નાખવાં પડશે. પુદ્ગલભાવોનાં આવરણોને નષ્ટ કરવા માટે, પુલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજવી પડશે. પુદ્ગલ ગીતામાં યોગી ચિદાનંદજી કહે છેઃ કાલ અનંત નિગોદ ધામમાં, પુદ્ગલ રાગે રવિયો. દુઃખ અનંત નરકાદિકથી, તું અધિક બહુવિધ સહિયાં આપણો આત્મા અનંતકાલ સુધી નિગોદ નામની યોનીમાં રહ્યો હતો. જ્યાં જીવ એકેન્દ્રિય હોય છે, જીવને ત્યાં માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. ત્યાં નરક કરતાં પણ વધારે દુ:ખ જીવને સહન કરવો પડે છે અને અનંતકાલ સહન કર્યા પણ છે. નિગોદમાં ‘પુદ્ગલ-રાગને કારણે જ રહેવું પડે છે. પાય અકામનિર્જરા કો બલ, કિંચિત્ ઊંચો આયો, બાદર’ મેં પુદ્ગલ-રસ વશથી, કાલ અસંખ્ય ગમાયો. સૂક્ષ્મ નિગોદમાં અનંતકાળ જીવ જન્મમરણ કરતો રહ્યો, અનંત દુઃખ સહન કરતો રહ્યો છે. એનાથી કર્મોની નિર્જરા થઈ - ‘અકામ નિર્જરા” થઈ, કર્મોનો ભાર કિંઈક ઓછો થયો અને જીવ બાદર નિગોદમાં આવ્યો. સૂક્ષ્મમાંથી બાદરમાં આવ્યો. આટલી ઉન્નતિ થઈ, પરંતુ ત્યાં પણ પુદ્ગલ-રસને કારણે અસંખ્ય વર્ષો વ્યતીત થઈ ગયાં. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ બંને પ્રકાર ‘વનસ્પતિકાય'ના છે. આત્માના વિકાસકાળની આ પ્રારંભિક અવસ્થાઓ હોય છે. અહીંથી પુગલભાવનો રાગ-રસ જીવની સાથે લાગી ગયેલો છે. કેટલો પ્રગાઢ અને કેટલો તીવ્ર હશે | ૨૩૪ શાન્તસુધારસઃ ભાગ ૧ શાન્તસુધાર Page #247 -------------------------------------------------------------------------- ________________ એ રાગ-૨સ ? આ પુદ્ગલ-રાગને દૂર કરવાનો ભવ્ય પુરુષાર્થ આ જીવનમાં કરવાનો છે. લહી સંયોપશમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જળ લાધી, વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી, તાડન, મારન, છેદન-ભેદન, વેદના બહુવિધ પાયી, ક્ષેત્રવેદના પરમાધામીકૃત - વિધવિધ હૈ દરસાયી, પુદ્ગલ-રાગે નરક વેદના, વાર અનંતી વેદી, પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગત ભેદી. વનસ્પતિકાયમાંથી બીજી એકેન્દ્રિય જાતિમાં જીવે જન્મ-મરણ કર્યાં છે. પૃથ્વીકાયમાં, અકાયમાં, વાયુકાયમાં, તેઉકાયમાં.... ! પછી બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં જીવ આવ્યો છે. ઘણી મુશ્કેલીથી પંચેન્દ્રિયપણુ મળ્યું છે. પરંતુ યુગલ-રાગ'ને કારણે, વિષયાસક્તિને કારણે જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. નરકગતિમાં કેવાં કેવાં દુઃખો હોય છે ? ‘સંસાર ભાવના’ના પ્રવચનમાં તમે સાંભળ્યાં છે ને ? તાડન, મારણ, છેદન, ભેદન થઇ રહ્યું હોય છે. કેવી ઘોર વેદના ત્યાં જીવોને સહન કરવી પડતી હોય છે ? એનું કારણ હોય છે. પુદ્ગલ-રાગ ! જીવે નરકની વેદના એક-બે વાર સહન કરી છે, એમ ન સમજો. અનંત વાર સહન કરી છે - ‘વાર અનંતી વેદી.’ નરકમાં અનિચ્છાથી દુઃખ સહન કરવાથી જે કર્મનિર્જરા થાય છે એને ‘અકામ નિર્જરા' કહે છે. એ કર્મનિર્જરાને કારણે જીવની ઉન્નતિ થાય છે. એને મનુષ્ય-જન્મ મળે છે. નરકગતિ અને તિર્યંચગતિથી તે બહાર નીકળે છે. મનુષ્યગતિને દેવગતિ કરતાં વધારે સારી બતાવી છે. જિનેશ્વર ભગવંતોએ ! આવી સારી,શ્રેષ્ઠ મનુષ્યગતિ પામ્યા પછી શા માટે પુદ્ગલ-રાગી - વિષયરાગી બનીને મનુષ્યજીવનને બરબાદ કરો છો ? વિષયાસક્ત રાગ પુદ્ગલ કો ધરી નરજન્મ ગમાવે, કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે. અજ્ઞાની બ્રાહ્મણે કાગડો ઉડાડવા રત્નોને ફેંકી દીધાં હતાં ને ? પાછળથી જ્યારે તેને ખબર પડી કે મેં પથ્થર સમજીને રત્નોને ફેંકી દીધાં ! ત્યારે તેને ઘોર પસ્તાવો થયો હતો. એ રીતે પુદ્ગલ-રાગથી, વૈપિયક સુખના રાગથી મનુષ્ય-ભવ ગુમાવી દીધા પછી પસ્તાવો થાય છે. બીજી વાત, પૌદ્ગલિક - વૈષયિક સુખ સદૈવ ગમે તેટલાં ભોગવો, તો પણ મન એકત્વ ભાવના ૨૩૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ અને ઇન્દ્રિયને તૃપ્તી નથી થતી - નહીં થાય. જે રીતે આગમાં ઘીયા મધુની આહુતિ આપવાથી આગ શાન્ત નથી થતી, પરંતુ વધારે પ્રજ્વલિત થાય છે. પુદ્ગલ ગીતામાં કહ્યું છે : પુદ્ગલ સુખ સેવત અહનિ, મન ઇન્દ્રિય ન ધાવે. જિમ વૃત-મધુ આહુતિ દેતાં. અગ્નિ શાન્ત નવિ થાવે. આગળ વધીને ચિદાનંદજીએ કહ્યું છેઃ જિમ જિમ અધિક વિષયસુખ સેવે, તિમ તિમ તૃષ્ણા દીપે, જિમ અપેય જલપાન કિયાથી, તૃષ્ણા કહો કિમ છીએ? અપેય જળ' એટલે કે સાગરનું ખારું પાણી. સાગરનું પાણી પીવાથી તૃષ્ણા છીપતી નથી, પરંતુ વધારે પ્રમાણમાં વધી જાય છે, એ રીતે વિષયસુખ ભોગવવાથી વધારે ને વધારે ભોગવવાની તૃષ્ણા જાગ્રત થાય છે. વધારે પ્રદીપ્ત થાય છે, પરંતુ પૌદ્ગલિક સુખમાં આસક્ત જીવ આ માર્મિક વાત જાણતો - સમજતો નથી. જન્માન્ય જીવ સૂર્યનું તેજ કેવી રીતે ઓળખે? આ વાત ચિદાનંદજી કહે છે : પૌદ્ગલિક સુખ કા આસ્વાદી, એહ મરમ નવિ જાણે, જિમ જાત્ય% પુરુષ દિનકરનું તેજ નવિ પહિચાણે. જીવોને ઇન્દ્રિયજન્ય વૈષયિક સુખો સારાં લાગે છે, પ્રિય લાગે છે, પરંતુ એ સુખોના ભોગોપભોગનાં પરિણામનો વિચાર એ અજ્ઞાની જીવ કરી શકતા નથી. અજ્ઞાની જીવોને પરિણામનું જ્ઞાન જ ક્યાં હોય છે? તેમને તો વર્તમાનકાળનું જ જ્ઞાન હોય છે. અત્યારે સુખ મળે છે ને ? બસ, કાલનો વિચાર નહીં કરવાનો.’ ઇન્દ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે. પણ કિંપાક તણા ફલની પરે, નહીં વિપાક તસ જાણે. ‘કિંપાક' નામનું જંગલી ફળ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ એનું પરિણામ મોત હોય છે. એ જ રીતે વૈષયિક સુખો ભોગવવામાં સારાં લાગે છે, પરંતુ જનમજનમનાં દુઃખદાયી હોય છે. આવું સમજીને પૌદ્ગલિક વિષયસુખોથી વિમુખ થવું જોઈએ, વિરક્ત થવું જોઈએ અને આત્મભાવની સન્મુખ થવું જોઈએ. એહવું જાણી વિષયસુખભેંતી, વિમુખરૂપ તિન રહીએ. ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ ઘર ભેદ યથારથ લહીએ. ‘ત્રિકરણ યોગ એટલે કે મન-વચન અને કાયા. આત્માનું શુદ્ધ સ્વરૂપ મન, વચન અને કાયાથી સમજવાનું છે. આત્મભાવ અને પુદ્ગલભાવનો યથાર્થ ભેદ જાણવાનો છે. ૨૩૬ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ સિંહ જેવો આત્મા પરાધીન છે? આમ તો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત જ્ઞાની છે, પરંતુ પુદ્ગલભાવથી આવૃત છે. આત્મા અનંત શક્તિનો સ્વામી છે, પરંતુ પુદ્ગલભાવે તેને કાયર બનાવી દીધો છે. શ્રી ચિદાનંદજી કહે છે : જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુદ્ગલ આવરિયો. જે અનંત શક્તિનો નાયક, તે ઇણ કાયર કરિયો. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં અજ્ઞાની નથી, અનંત જ્ઞાની છે. કાયર અશક્ત નથી, અનંત શક્તિશાળી છે. પરંતુ અનંત કર્મપુદ્ગલોથી આવૃત છે. કર્મયુગલોનું આવરણ કાપવાનું છે. એ આવરણ દૂર થતાં મૂળ સ્વરૂપ પ્રકટ થશે. જ્યાં સુધી કર્મપુદ્ગલોનો પ્રભાવ છે, ત્યાં સુધી તો આત્માને દુઃખ સહન કરવાં જ પડશે. ચેતન કું પુદ્ગલ યે નિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે. પણ પિંજરગત નાહરની પરે, જોર કછુ ન ચાલે. - સિંહ પાંજરામાં છે ! શું કરે? આત્મા, સિંહ જેવો શક્તિશાળી આત્મા કોના પિંજરામાં બંધ છે. પુદ્ગલ એને વિધવિધ દુઃખો આપે છે. પાપ પુદ્ગલો જીવને દુઃખી કરતાં રહે છે. પુદ્ગલનું પિંજરું તોડવું જ પડશે. ગમે તેમ કરીને તોડવું પડશે. તપથી - ત્યાગથી, જ્ઞાનથી - ગમે તે રીતે. ધ્યાનથી, શમથી - ઉપશમથી તોડો. માદેવ, આજીવથી તોડો. જે કોઈ ઉપાય તમારાથી બને તે ઉપાય કરીને પુદ્ગલના પિંજરાને તોડો અને સિંહ સમાન આત્માને મુક્ત કરો. સિંહ હોવા છતાં પણ તે પિંજરામાં રહેવાનો આદિ થઈ ગયો છે ! એને પુદ્ગલનો સંગ સારો લાગે છે. પ્રિય લાગે છે, જેવી રીતે રોગી મનુષ્ય કુપથ્ય કરે છે, ન ખાવાનું - ખાય છે, ન પીવાનું પીએ છે અને ખુશી – મજા કરે છે. ચિદાનન્દજી કહે છે : ઇતને પર ભી જો ચેતન કે પુદ્ગલ સંગ સોહાવે, રોગી નર જિમ કુપથ કરીને, મન મેં હર્ષિત થાવે. કર્મોના પુદ્ગલોથી કેટલી પરવશતા થઈ ગઈ છે? આત્મા પોતાના તમામ શ્રેષ્ઠ ગુણોને ભૂલી ગયો છે. શ્રેષ્ઠ સ્વરૂપને ભૂલી ગયો છે ! એની કોઈ જાત-પાત નથી હોતી. કુળ અને નાત નથી હોતી. નામ અને રૂપ નથી હોતાં, પરંતુ પુદ્ગલના સંગે નામ અને રૂપ ધારણ કરી લીધાં છે. પુદ્ગલ માયાએ એની ઉપર જાદુ કરી દીધો છે. આત્મા પોતાની જાતને ભૂલી ગયો છે. જાત્યપાત્ય - કુલન્યાત ન તાર્ક નામ નહિ કોઈ, પુદ્ગલ સંગત નામ ધરાવત નિજ ગુણ સઘલો ખોઈ. એકત્વ ભાવના. ૨૩૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ આ પુદ્ગલ સંગતિ જ ‘પ૨માવસ્થ સંવૃત્તિ’ છે. ગ્રંથકાર ઉપાધ્યાયજી આ પરભાવ સંવૃત્તિને તોડવાનો ઉપદેશ આપે છે. ત્યારે,તોડવાની ઇચ્છા થશે, જ્યારે જીવ સભાન થશે. પુદ્દગલ સંગત’ ‘પુદ્ગલ પિંજરું’ એને બંધન લાગશે. જ્યાં સુધી પુદ્ગલ સંગત સારી લાગે છે ત્યાં સુધી - પુદ્ગલ કે સબ હાલત ચાલત, પુદ્ગલ કે વસ બોલે, કહૂંક બૈઠા ટકટક જુએ, કણૂંક નયણ ન ખોલે. - હાલવું, ચાલવું, બોલવું - બધું જ પુદ્ગલને વશ ! આંખો ખોલવી અને બંધ કરવી પણ પુદ્ગલને વશ ! મનપસંદ ભોગ ભોગવવા અને સુખશય્યામાં સૂવું, પુદ્ગલને વશ ! અને આ પુદ્ગલપરવશ બનીને ભૂખ્યા-તરસ્યા ગલીઓમાં પડ્યા રહે છે. મનગમતા કહું ભોગ ભોગવે, સુખ સજ્યાએ સોવે, કહૂક ભૂખ્યા તરસ્યા બાહર, પડ્યા ગલી મેં રોવે. ‘પુદ્ગલની ઓળખ કરી લો' - પરભાવની ઓળખ કરી લો અને તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી લો. પુદ્ગલનું બંધન જાણો અને તેને તોડવાનો પ્રબળ પ્રયત્ન કરો. આ મનુષ્યજીવનમાં જ આ પુરુષાર્થ કરી શકશો. પુદ્ગલોની લાલચમાં ફસાવાનું નથી. પુદ્ગલની ઓળખાણ કરાવતાં શ્રી ચિદાનંદજી સરળ શબ્દોમાં કહે છે ઃ પાણીમાંહે ગલે જે વસ્તુ, જલે અગનિ સંયોગ, પુદ્ગલ પિંડ જાણે તે ચેતન, ત્યાગ હરખ અરુ સોગ. છાયા આકૃતિ તેજઘુતિ સહુ, પુદ્ગલની પર જાય, સડન-પર્ડન-વિધ્વંસ ધર્મ એ, પુદ્ગલ કો કહેવાય. મલ્યા પિંડ જેહને બંધે બે, કાલે વિખરી જાય. ચરમનયણ કરી દેખીએ તે, સહુ પુદ્ગલ કહેવાય. પુરણ-ગલન ધર્મથી પુદ્ગલ નામ જિણંદ વખાણે, કેવલ વિણ પરખાય અનંતી, ચાર જ્ઞાન નવિ જાણે. શુભથી અશુભ, અશુભથી શુભ, મૂલ સ્વભાવે થાય. ધર્મપાલટણ પુદ્ગલ કો ઇમ, સદ્ગુરુ દિયો બતાય. કાવ્યમાં અને સરળ ભાષામાં પુદ્ગલનો પરિચય કરાવી દીધો છે ને ? સમજી ગયા ને ? તો પણ ગદ્યમાં સમજાવું છું. - જે વસ્તુ પાણીમાં ગળી જાય છે. - જે વસ્તુ અગ્નિમાં બળી જાય છે. એને પુદ્ગલ જાણવું; હે ચેતન, પુદ્ગલભાવમાં હર્ષ-શોક ન કરવો. ૨૩૮ શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ - જે છાયા દેખાય છે, પ્રકાશ દેખાય છે, જે આકૃતિ દેખાય છે, તે બધું જ પુદ્ગલનો પર્યાય છે. પુદ્ગલનો ધર્મ છે. સડવું, પડવું અને નાશ થવો. - “સડન, પતન અને વિધ્વંસ' પુલની નિયતિ છે. જેમ કે બે પિંડ એકઠા થાય છે અને કાળક્રમે વિખરાઈ જાય છે. જેને જીવાત્મા પોતાની આંખોથી – ચર્મદ્રષ્ટિથી જુએ છે. એ પુદ્ગલ છે. આત્મા તો આંખોથી - ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી. જે વધે છે, ઘટે છે, જેનું પૂરણ-ગલન થાય છે - એ જેનો સ્વભાવ છે, તે પુદ્ગલ છે. એના અનંત પર્યાયો હોય છે અને એ પયયો કેવળ જ્ઞાની જ જાણી શકે છે. પુગલ પરિવર્તનશીલ હોય છે. શુભનું અશુભ અને અશુભનું શુભ થાય છે. પુદ્ગલભાવ સ્થિર ન રહે, એટલા માટે એના ઉપર રાગદ્વેષ કરવાનો નથી. એને કારણે હર્ષ-શોક કરવાનો નથી. આત્મવિચાર : ચંદનવૃક્ષની શીતળ હવા : પુદ્ગલ-રાગનું આવરણ દૂર થશે ત્યારે આત્મવિચાર પેદા થશે. ગ્રંથકાર ઉપાધ્યાયજીએ આત્મચિંતનને ચંદનવૃક્ષોની ઘટામાંથી આવતાં સુગંધિત શીતલ, પવન સમાન ગયું છે. જે પવનમાં ચંદનની સુવાસ હોય છે અને ચંદનવત્ શીતલતા હોય છે, તો ભીતરમાં જ પરમ આનંદની અનુભૂતિ થાય છે. “સમાધિશતક'માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણખોજ. ઘટ મેં ભી પ્રકટે તદા, ચિદાનંદ કી મોજ ! જો ભીતરમાં ચિદાનન્દ પામવો હોય તો આત્મચિંતન કરવું જ પડશે. આત્માન સહજ જ્ઞાનાદિ ગુણોનું ચિંતન કરવું જ પડશે અને પરમાર્થ વૃષ્ટિથી વિચારીએ તો માત્ર આત્મજ્ઞાન, આત્મબોધ જ મોક્ષમાર્ગ છે, શિવપંથ છે. ‘સમાધિશતક'ના પ્રારંભે જ કહ્યું છેઃ કેવળ આત્મબોધ હૈ પરમારથ શિવપંથ, તા મેં જિનકી મગનતા, સોઈ ભાવનિગ્રંથ. આત્મબોધમાં - આત્મજ્ઞાનમાં મગ્નતા જ ભાવસાધુતા છે. જો આત્મજ્ઞાનમાં મગનતા ન હોય તો ભાવસાધુતા ન આવે. ભલેને વ્રતોનું પાલન કરતા રહો, યા ઉગ્ર તપશ્ચર્યા કરતા રહો. જ્ઞાનમગનતા વગર ભાવસાધુતા હોઈ શકતી નથી. આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઈન્દ્રજાલ કરી લેખને, મિલે ન તિહાં મનમેલ. આત્મજ્ઞાનમાં નિમગ્ન આત્મા, તમામ પુદ્ગલ નિર્મિત ખેલોને ઇન્દ્રજાલ - જાદુ એકત્વ ભાવના Page #252 -------------------------------------------------------------------------- ________________ સમજે છે. એની સાથે એનું મન લાગતું જ નથી. એક વાર આત્મજ્ઞાનમાં મગનતાનો પૂરો - અપૂર્વ અનુભવ થતાં પુદ્ગલ-રચનાઓમાં મન લાગતું જ નથી. એ સુખનું વર્ણન શબ્દાતીત છે - શબ્દો દ્વારા વર્ણવવું અશક્ય છે. ‘જ્ઞાનસારમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે ઃ ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते । જ્ઞાનમગ્ન આત્માનું સુખ, શબ્દોમાં કહી શકાતું નથી. સમત્વની સાથે એકત્વનું ચિંતન : યાદ રાખો, આપણી વાત ‘એકત્વ ભાવના'ની ચાલી રહી છે. ભીતરમાં એકત્વનો ઉત્સવ મનાવવાનો છે. ઉત્સવનો પરમાનંદ પામવાનો છે. તો એકત્વની સાથે સમત્વને જોડવાનું છે. એકત્વની સાથે સમત્વ જોડાય છે, ત્યારે ભીતર ઉત્સવ આવે છે. ઉત્સવનો આનંદ પ્રકટ થાય છે. એકત્વની સાથે સમત્વ જોડાતાં ‘આ શત્રુ, આ મિત્ર,’ એવો ભેદ રહેતો નથી - ‘આ કંચન, આ કથીર' એવો ભેદ પણ રહેતો નથી. શત્રુ ઉપર દ્વેષ રહેતો નથી. મિત્ર ઉપર રાગ રહેતો નથી. કંચન પર રાગ રહેતો નથી. કથી૨ ૫૨ દ્વેષ રહેતો નથી, ત્યારે એકત્વ ઉત્સવરૂપ બનીને આત્માનંદરૂપ બની જાય છે. एकता समतोपेता - मेनात्मात्मन् विभावय । लभस्व परमानन्द - सम्पदं नमिराजवत् ॥५॥ ગ્રંથકાર કહે છે ઃ આત્મન્, સમત્વભાવની સાથે તું એકત્વભાવની અનુભૂતિ કર. એમ કરતાં તું ‘નિમરાજર્ષિ'ની જેમ પરમાનન્દનો ખજાનો પ્રાપ્ત કરી શકીશ. ‘અધ્યાત્મગીતામાં શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે : તેહ સમતારસ તત્ત્વ, નિશ્વલાનંદ અનુભવ આરાધે, તીવ્ર ઘનઘાતી નિજકર્મ તોડે, સંધિ પડિલેહીને વિછોડે. એ જ આત્મા સમત્વની સિદ્ધિ પામે છે અને આનંદનો અનુભવ કરે છે, જે મોહનીય આદિ ઘાતીકર્મોને તોડવાનો પુરુષાર્થ કરે છે. અવસર પામીને કર્મોને તોડી શકે છે. કર્મોનો ક્ષય-ક્ષયોપશમ કરી શકે છે. નમિરાજર્ષિ : સમત્વ-એકત્વનો ઉત્સવ : ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘નમિરાજા’નું ઉદાહરણ આપ્યું છે. નમિાનવત્ - નમિરાજાની જેમ તું પણ પરમાનંદની પ્રાપ્તિ કર. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં શ્રમણ ભગવાન મહાવીરે સ્વયં નમિરાજાનું પૂરું એક અધ્યયન કહ્યું છે. ઇન્દ્ર અને શાન્તસુધારસ : ભાગ ૧ ૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ નમિરાજાનો સંવાદ વાસ્તવમાં હૃદયસ્પર્શી છે. સાંભળો, એ સંવાદની કેટલીક વાતો સંભળાવું. નમિરાજા મિથિલાના રાજા હતા. તેમને પૂર્વજન્મની સ્મૃતિ જાગૃત થઈ આવી હતી. સ્વર્ગલોક જેવા શ્રેષ્ઠ ભોગસુખો પ્રત્યે તેઓ વિરક્ત બન્યા. પુત્રનો રાજ્યાભિષેક કરી દીધો અને તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું - એટલે કે ભોગસુખોનો, વિભવનો, રાજ્યનો ત્યાગ કરીને સાધુ બની ગયા. જ્યારે તેઓ મિથિલા છોડીને ચાલ્યા ત્યારે મિથિલામાં સર્વત્ર વિલાપ, રૂદન......શોકનો કોલાહલ વ્યાપી ગયો. પ્રજાનો રાજા પ્રત્યે અપાર પ્રેમ હતો. એ સમયે દેવરાજ ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનના આલોકમાં નમિરાજર્ષિને મિથિલા છોડીને જતા જોયા, ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને રાજષિને મળ્યા. પ્રણામ કરીને રાજર્ષિને પૂછ્યું: किं नु भो अज्ज मिहिलाए कोलाहलग संकुला । सुच्चंतिदारुणा सह पासएसु गिहेसु अ ॥ ९/७ હે રાજર્ષિ, આજ મિથિલામાં, મહેલોમાં અને ગૃહોમાં સર્વત્ર રુદન, વિલાપાદિ શબ્દો સંભળાઈ રહ્યા છે ! કારણ શું છે?” રાજર્ષિએ કહ્યું - 'હે બ્રાહ્મણ, ઉદ્યાનમાં રહેલું મનોરમ વૃક્ષ પ્રચંડ આંધીતોફાનમાં પડી જાય છે ત્યારે એની ઉપર બેઠેલાં પક્ષીઓ દુઃખી થાય છે, આશ્રયહીન થાય છે એટલા માટે તેઓ કંદન-રુદન કરે છે. એટલે કે લોકો પોતાનો સ્વાર્થ નષ્ટ થવાથી રડે છે. મારી પ્રવ્રજ્યાને કારણે રડતા નથી.” દેવેન્દ્ર કહ્યું: ‘રાજર્ષિ, આપ મિથિલા તરફ જુઓ તો ખરા ! મિથિલા આગમાં બળી રહી છે. આપના અંતઃપુરમાં આગ લાગી છે. રાણીવાસ બળી રહ્યો છે. આપ - કેમ એ તરફ જોતા નથી?” રાજર્ષિ સમતાથી બોલ્યા: सुहं वसामो जीवामो जिसिंमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए न में डज्झइ किंचण ॥ ९/१४ હે બ્રાહ્મણ, અમે સુખથી જીવીએ છીએ, સુખથી રહીએ છીએ, મારું કશું નથી, મિથિલા બળી રહી છે. મારું કશું બળતું નથી. चत्तपुत्तकलत्तस्स मिव्वा वारस्स भिक्खुणो । पिअंण विज्जइ किंचि अप्पिअंपि ण विज्जई ॥ ९/१५ એકત્વ ભાવના ૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सोओ।। ९/१६ હે બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર વગેરે સ્વજનોનો ત્યાગ કરનારા અને સર્વ પાપવૃત્તિઓનો પરિહાર કરનારા ભિક્ષુઓને કોઈ વસ્તુ પ્રિય નથી હોતી, કોઈ વસ્તુ અપ્રિય નથી હોતી. એમને તો સર્વત્ર સમભાવ - સમત્વ હોય છે. બ્રાહ્મણ, પરિગ્રહથી સર્વથા. મુક્ત, અણગાર એવા ભિક્ષુઓને તો હું એકલો છું' એવી એકત્વની મસ્તીમાં ઘણું સુખ મળે છે. ત્યારે ઈન્દ્ર કહ્યું હે રાજર્ષિ, ઠીક છે તમારી વાત, પરંતુ તમે કિલ્લા-પ્રાકાર બનાવીને, ગોપુર, અટ્ટાલિકાઓ, યુદ્ધનાં સ્થાન, શસ્ત્રાગાર ઇત્યાદિ બધું જ. વ્યવસ્થિત બનાવીને જજો. રાજર્ષિએ પ્રત્યુત્તર આપ્યોઃ सद्धं च नगरं किच्चा, तव संवरमग्गलं । . खंति निउण पागारं तिगुत्तं दुप्पधंसगं ॥ ९/२० धणुं परक्कम किच्चा, जीवं च इरिअं सया । थिई च केअणं किच्चा, सच्चेणं पलिमंथए ॥ ९/२१ . तव नाराय जुत्तेणं भित्तुणं कम्मकं चुअं । . . मुणी विगढं संगामो, भवाओ परिमुच्चई. ॥ ९/२२ હે બ્રાહ્મણ, મેં એક અભિનવ નગર વસાવ્યું છે. શત્રુ ઉપર વિજય પામવા માટે શાસ્ત્ર વગેરે પણ બનાવી લીધાં છે, સાંભળોઃ - ‘શ્રદ્ધા” નામે નગર વસાવ્યું છે. - “પ્રશમને નગરનો મુખ્ય દરવાજો બનાવ્યો છે. - ‘સંવરને કમાડ બનાવ્યાં છે. - ‘ક્ષમાને ગઢ બનાવ્યો છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને અાલિકા, ખાઈ અને શસ્ત્ર બનાવ્યાં છે. - વલ્લાસને ધનુષ્ય બનાવ્યું છે. - પાંચ સમિતિ'ની ધનુષ્યની દોરી બનાવી છે. - ધૈર્યને ધનુષ્ય પકડવાની મૂઠી બનાવી છે. - 'તપનાં બાણ - તીર બનાવ્યાં છે. [૨૪૨ | ૨૪૨ | શાન્ત સુધારસ ભાગ ૧ શાન્તસુધારસ : ભાગ ૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ - હે બ્રાહ્મણ, તપના તીરોથી કર્મશત્રુને મારીને મુનિ સંગ્રામવિજતા બને છે અને સંસારમાંથી મુક્ત થાય છે. ઇન્દ્રનું ચિત્ત આનંદિત થાય છે. તે કહે છેઃ રાજર્ષિ, વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાસાદ, વિશિષ્ટ રચનાવાળાં ઘર ઇત્યાદિનું નિર્માણ કરાવીને પછી નિષ્ક્રમણ કરવું ! રાજર્ષિએ કહ્યું : संसयं खलु सोकुणइ, जो मग्गे कुणइ घरं। जत्थेव गन्तुमिच्छिज्जा, तत्थ कुग्विज्ज सासयं. ॥ ९/२६ જે માણસને પોતાની યાત્રામાં સંશય હોય છે, તે માણસમાગમાં ઘર કરે છે. જેણે યાત્રાનો નિશ્ચય, ગમનનો નિશ્ચય કરી દીધો છે; તે તો પોતાના ઈષ્ટ સ્થાન ઉપર પહોંચ્યા પછી જ આશ્રય કરે છે. હે બ્રાહ્મણ, એટલા માટે હું મુક્તિને જ આશ્રય બનાવવા પ્રયત્નશીલ છું.. ત્યારે ઈન્ટે કહ્યું હે રાજેશ્વર, ધનવાનોને મારીને અથવા વગર માર્યો ચોરી કરનારા ચોરોને, તસ્કરોને નગરની બહાર કાઢીને નગરનું ક્ષેમ કર્યા બાદ જજો. કારણ કે એ આપનો રાજધર્મ છે. ઈન્દ્રની વાત સાંભળીને રાજર્ષિએ કહ્યુંઃ હે બ્રાહ્મણ, જે નિરપરાધી હોય છે, એને અજ્ઞાનને કારણે મનુષ્ય સજા કરે છે. એનાથી નિર્દોષ લોકો દુનિયામાં દંડાય છે અને દોષિત લોકો છૂટી જાય છે. અજ્ઞાનને કારણે અપરાધીને દંડ ન મળે અને નિરપરાધી દંડિત થાય, એવો રાજા નગરનું, પ્રજાનું શ્રેમ કરનાર કેવી રીતે કહેવાય? ઈન્દ્ર હવે રાજર્ષિની અદ્વેષ ભાવનાની પરીક્ષા કરવા કહ્યું: ‘રાજનું, તમારી વાત સાચી છે. પરંતુ જે રાજાઓ તમારી આજ્ઞા નથી માનતા એને આજ્ઞાધીન કરીને જજો ! રાજાઓને આજ્ઞાધીન કરવાની તમારામાં શક્તિ છે.” રાજર્ષિએ કહ્યું : जो सहस्सं सहस्साणं, संगामे दुज्जाए जिणे । एगं जिजिज्ज अप्पाणं, एस मे परमो जओ ॥ ९/३४ હે બ્રાહ્મણ, દુર્જય સંગ્રામમાં જે સુભટ દશલાખ સૈનિકો ઉપર વિજય પામે છે, તે સુભટ જો વિષયકષાયમાં પ્રવૃત્ત એવા અતિદુર્જેય એક આત્માને જીતી લે છે, તે પરમ વિજેતા કહેવાય છે. अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ । अप्पणामेवमग्गाणं जइत्ता सुहमेहए ॥ ९/३५ | એકત્વ ભાવના . ૨૪૩ ૨૪૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ હે બ્રાહ્મણ, આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. અનાચારોમાં પ્રવૃત્ત આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. બહારના દુશ્મનોની સાથે લડવાથી શું લાભ? આત્માથી આત્મા ઉપર વિજય પામનારો મુનિ પરમ સુખ પામે છે. पंचिन्दियाणी कोहं माणं माणं तहेव लोभं च । दुज्जयं चे व अप्पाणं सव्वमप्पे जिए जिअं ॥ ९/३६ હે બ્રાહ્મણ, પાંચ ઇન્દ્રિયો - ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જયમન - આ બધાં આત્મવિજય પ્રાપ્ત થતાં સહજતાથી જીતી શકાય છે. એટલા માટે બહારના શત્રુઓની ઉપેક્ષા કરીને હું આત્મજય પામવામાં પ્રયત્નશીલ છું. આત્મજય પ્રાપ્ત થયા પછી બધું જ જીતી શકાય છે. હજુ તો હું તમને ઈન્દ્ર અને નમિરાજર્ષિના પ્રશ્ન ઉત્તરો જ સંભળાવી રહ્યો છું. નમિરાજર્ષિ બ્રાહ્મણવેશધારી ઈન્દ્રને જે ઉત્તરો આપી રહ્યા છે, એની એક એક વાત ઉપર એક એક પ્રવચન આપી શકાય તેમ છે. પરંતુ, એટલું દીર્ઘ પ્રવચન આપવું નથી. તમે લોકો બુદ્ધિશાળી છો ને? સંક્ષેપમાં સમજી ગયા હશો. ખૂબ સરળ ભાષામાં બધી વાતો સમજાવી છે. મહત્ત્વપૂર્ણ વાતો બે છે - સમત્વની અને એકત્વની. નમિરાજર્ષિ ઇન્દ્રને કેટલા સમભાવથી ઉત્તર આપે છે? એમની અંદર આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવાની કેટલી ઉત્કટ ભાવના છે ? તે અંદરથી કેટલા સંતુષ્ટ હશે? એટલા માટે તો તેમણે કહ્યું હું વસામો નવાનો અમે સુખપૂર્વક રહીએ છીએ અને જીવીએ છીએ. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે આત્માની મસ્તીમાં સુખપૂર્વક રહેવું અને જીવવું ! બીજું શું જોઈએ? ઇન્દ્ર અને નમિરાજર્ષિનો સંવાદ આજે અહીં પૂર્ણ કરીએ છીએ. બાકી રહેતા પ્રશ્નોત્તર કાલે બતાવીશ. આજે બસ, આટલું જ. ૨૪૪ શાન્તસુધારસ : ભાગ ૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨૩ ૩. એકત્વ ભાવના A : સંકલના : નમિરાજર્ષિ અને ઇન્દ્રનો સંવાદ. ૦ દેવરાજ ઇન્દ્ર નમિરાજર્ષિની સ્તુતિ કરે છે. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણો. એકલો આવ્યો છું, એકલો જઈશ.' શ્રીકૃષ્ણ અને બલરામ. એકલો આત્મા સ્વર્ગમાં, નરકમાં કે મોક્ષમાં જાય છે.. આત્મહિત પણ એકલાએ જ કરી લેવું જોઈએ. લવ-કુશનો ગૃહત્યાગ. મમત્વનો ભાર નીચે લઈ જાય છે. પરભાવઃ શરાબનો નશો. મમત્વ તૂટ્યું, રામ સ્વસ્થ બન્યા. એકત્વ-સમત્વથી મુક્તિ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ ગ્રંથની ચોથી ‘એકત્વ ભાવના’માં કહે છે : एकतां समतोपेता - मेनामात्मन् विभावय । लभस्व परमानन्दसंपदं नमिराजवत् ॥ પ્ ॥ ‘હે આત્મ, સમત્વભાવની સાથે તું આત્માના એકત્વની અનુભૂતિ કરીને, નિમરાજર્ષની જેમ તું પણ પરમ આનંદનો ખજાનો પ્રાપ્ત કરી શકીશ.' મિથિલાના રાજા નમિને પાંચસો રાણીઓ હતી. અપાર રાજ્ય-સમૃદ્ધિનો તે માલિક હતો. એક દિવસે તેના શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. વૈદ્યોએ અનેકવિધ ઉપચારો કર્યા. પરંતુ તેનો દાહજ્વર શાન્ત ન થયો. શરીર ઉપર ચંદનનો લેપ કરવા માટે તેની બધી રાણીઓ ચંદન ઘસવા લાગી. રાણીઓના હાથ પર અનેક કંકણ હતાં. એ કંકણોના ઘર્ષણથી અવાજ આવતો હતો, વધારે અવાજ આવતો હતો. એ અવાજ મિરાજાથી સહન થતો ન હતો. તેને ખબર ન હતી કે આ અવાજ રાણીઓનાં કંકણોનો આવે છે. તેણે કહ્યું : ‘આ અવાજ બંધ કરો.’ રાણીઓએ તરત જ સૌભાગ્યનું એક એક કંકણ રાખીને બાકીનાં કંકણો ઉતારી દીધાં. અવાજ બંધ થઈ ગયો. રાજાએ પૂછ્યું ઃ ‘હવે અવાજ કેમ બંધ થઈ ગયો ?’ રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો ઃ ‘સ્વામી, અમારા હાથ ઉપર અનેક કંકણો હતાં, એટલે પરસ્પર ઘર્ષણને લીધે અવાજ થતો હતો. અમે સૌભાગ્યનું એક એક કંકણ રાખીને બાકીનાં ઉતારી દીધાં, એટલે અવાજ બંધ થઈ ગયો.’ રાણીઓએ આ વાત સહજ ભાવે કરી હતી, પરંતુ મિરાજાએ એનો આધ્યાત્મિક અર્થ કર્યો - ‘અનેકમાં સંઘર્ષ છે, એકમાં શાન્તિ છે. અનેકમાં દુઃખ છે, એકમાં સુખ છે – એકત્વ અને સમત્વમાં જ શાન્તિ અને સુખ છે. એટલા માટે મારો દાહજ્વર શાન્ત થતાં આ સંસારનો ત્યાગ કરીશ, અણગાર બનીશ.' નમિરાજા અને ઇન્દ્રનો સંવાદ : નિમરાજાનું શરીર નીરોગી થાય છે. તે ‘પ્રત્યેક બુદ્ધ’ બને છે. એટલે કે કોઈનાય દ્વારા ઉપદેશ પામ્યા વિના વિરાગી - વિરક્ત બનીને અણગાર બને છે. મિથિલાનો રાજપરિવારનો, રાજઋદ્ધિનો ત્યાગ કરીને ચાલી નીકળે છે, ત્યારે દેવરાજ ઇન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી નિમરાજાને જુએ છે. ઇન્દ્રને આશ્ચર્ય થાય છે. નમિરાજાનો વૈરાગ્ય દુઃખગર્ભિત છે અથવા જ્ઞાનગર્ભિત છે, એ જાણવા ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે અને નમિરાજાને મળીને પ્રશ્ન પૂછે છે. નમિરાજા સમભાવથી કેવો જ્ઞાનગર્ભિત ઉત્તર આપે છે તે બધું ગઈ કાલના પ્રશ્નોત્તરોમાં શાન્તસુધારસ : ભાગ ૧ ૨૪૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું હતું. બાકીના પ્રશ્નોત્તરો આજે તમને સંભળાવું છું. એકાગ્ર મનથી સાંભળજો. પછી ચિંતન કરજો. ઈન્ટે કહ્યું: ‘રાજનું, મોટામોટા યજ્ઞો કરાવીને શ્રમણ - બ્રાહ્મણ વગેરેને ભોજન કરાવીને, ગાયો વગેરેનું દાન આપીને, ઈષ્ટ, મિષ્ટ અને પ્રિય વિષયસુખો ભોગવીને સ્વયં યજ્ઞાદિ કર્યા પછી ત્યાગમાર્ગ ઉપર જજો.’ નમિરાજર્ષિએ કહ્યું : जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदितस्सावि किंचणं ॥ ९/४० હે બ્રાહ્મણ, કોઈ માણસ પ્રતિમાસ ૧૦-૧૦ લાખ ગાયોનું દાન આપતો હોય અને એક માણસ એક પણ ગાયનું દાન આપતો ન હોય, તો પણ હિંસા વગેરે પાપોના પરિહારરૂપ સંયમ આદિ શ્રેષ્ઠ હોય છે.' ઇન્દ્ર કહ્યું “ઠીક છે આપની વાત, પરંતુ ગૃહસ્થાશ્રમ પણ અતિદુષ્કર છે. એનો ત્યાગ કરીને અન્યની-સંન્યાસાશ્રમની ઇચ્છા કેમ કરો છો ? હે રાજનું, ગૃહસ્થાશ્રમમાં રહીને પૌષધવ્રતમાં રત રહો !' નમિરાજર્ષિએ જવાબ આપ્યો: मासे मासे उजो बालो, कुसग्गेणं तु मुंजए । न सो सुअकरवाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ ९/४४ હે બ્રાહ્મણ, કોઈ અજ્ઞાની મનુષ્ય એક એક મહિનાના ઉપવાસના પારણે અતિ અલ્પ આહાર ગ્રહણ કરતો હોય, છતાં પણ તે તીર્થંકર પ્રણિત મુનિધર્મના સોળમા ભાગ સમાન પણ ન હોય! તીર્થકરોએ મુનિધર્મને જ મુખ્યરૂપે મુક્તિમાર્ગ બતાવ્યો છે - ગૃહસ્થાશ્રમને નહીં.' ઇન્દ્ર કહ્યું : “હે રાજનું, સોનું, મણિ, મોતી, મૂલ્યવાન વસ્ત્રો, વાહન, ધનભંડાર ઇત્યાદિની વૃદ્ધિ કરીને અણગાર બનજો.’ નમિરાજાએ કહ્યું: सुवण्णस्पस्स, उपव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स बुद्धस्स न ते हि किंचि इच्छा हु आगाससमाअणंतिया ॥ ४/४८ હે બ્રાહ્મણ, મેરુ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પહાડ મળી જાય, તો પણ તૃષ્ણાતુર મનુષ્યને અલ્પ પણ સંતોષ થતો નથી, કારણ કે ઇચ્છા આકાશ સમાન અનંત હોય છે. એટલું જ નહીં, એકત્વ ભાવના. ૨૪૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ पुढवी साली जवाचेव हिरण्यं पसुभिस्सइ । पडिपुण्णं नालमेगस्स, इ इ विज्जा तवंचरे ॥ ९/४९ હે બ્રાહ્મણ, ભૂમિ, જવાદિ ધાન્ય, સોનું વગેરે ધનસંપત્તિ, પશુ આદિ વૈભવ એક જીવાત્માની ઇચ્છાપૂર્તિ માટે પર્યાપ્ત નથી, એવું સમજીને બાર પ્રકારનું તપ કરવું જોઈએ. ઈન્ટે કહ્યું : 'હે રાજનું આશ્ચર્યની વાત છે કે આપ વિદ્યમાને અદ્ભુત ભોગોનો ત્યાગ કરીને અવિદ્યમાન સ્વર્ગનાં સુખોની ચાહના કરો છો. અપ્રાપ્ત ભોગોની અનંત ઇચ્છાઓથી હત-પ્રહત થઈ રહ્યા છો. તમે વિવેકી છો. અપર્યાપ્ત ભોગોની ઇચ્છાથી પ્રાપ્ત ભોગોનો ત્યાગ ન કરવો જોઈએ.’ નમિરાજર્ષિએ કહ્યું , सल्लंकामा, विसंकामा, कामा, आसीविसोवमा । कामे पत्थयमाणा य अकामा जंति दुग्गइं ॥ ९/५३ अहे वयइ कोहेणं माणेणं अहसा गई । माया गइ पडिग्घाओ लोहोओ दुहओ भयं ॥ ९/५४ . હે બ્રાહ્મણ, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં કામસુખ શિલ્યરૂપ છે. કાંટા જેવાં છે. ઝેર જેવાં છે અને કાળા નાગ જેવાં છે. કામભોગોની ઈચ્છા કરવા માત્રથી જીવા નરક - તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે, કામભોગ ભોગવવાની વાત તો દૂર રહી. હે બ્રાહ્મણ, ક્રોધથી નરકગતિ મળે છે. માન-અભિમાનથી નીચ ગતિ મળે છે. માયાથી સદ્ગતિનો નાશ થાય છે અને લોભથી આ ભવમાં અને પરભવમાં અનેક ભય ઉત્પન્ન થાય છે, દેવરાજ ઇન્દ્રને “નમિરાજર્ષિનો વૈરાગ્ય જ્ઞાનમૂલક છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ. તેને અતિ હર્ષ થયો. તેણે પોતાનું ઇન્દ્રરૂપ પ્રકટ કર્યું અને નમિરાજર્ષિના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીને સ્તુતિ કરી. દેવરાજ ઇન્દ્ર રાજર્ષિની સ્તુતિ કરે છે ? ‘હે રાજર્ષિ, આપે ક્રોધને જીતી લીધો છે. માન-અભિમાનને હરાવી દીધાં છે. માયાનું વિસર્જન કર્યું છે અને લોભ સ્વાધીન કરી દીધો છે. હે રાજર્ષિ. આપની કેવી શ્રેષ્ઠ સરળતા છે? કેવી અપૂર્વ નમ્રતા છે? કેવી અલૌકિક ક્ષમા છે?, અને કેવો અલૌકિક - અસાધારણ સંતોષ છે?' ‘હે પૂજ્ય, આપ ઉત્તમ ગુણોથી સંપન છો, એટલા માટે વર્તમાન જીવનમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ હશો. આપ કર્મમુક્ત બનીને ઉત્તમોત્તમ સ્થાનમુક્તિમાં જશો.' | ૨૪૮ શાન્તસુધારસઃ ભાગ ૧ | Page #261 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સ્તુતિ કરીને ઇન્દ્ર આકાશમાર્ગે દેવલોકમાં ગયો. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં ભગવાન મહાવીર સ્વામી કહે છે ઃ “ઇન્દ્રે પ્રત્યક્ષ થઈને નમિરાજાની સ્તુતિ કરી, તો પણ નમિરાજર્ષિ ગર્વિષ્ઠ ન બન્યા; પરંતુ વિશેષ રૂપમાં આત્મભાવમાં લીન બન્યા. 'નમિ નમેર્ અપ્પાળ' ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કરી છે. નમિ પોતાના આત્મસ્વરૂપમાં લીન બન્યા. પ્રશંસા સાંભળીને રજમાત્ર બાહ્ય ભાવમાં ન ગયા. એકતા અને સમત્વની ભાવનાને ચૂક્યા નહીં. પણ એમાં વધારે ઊંડા ઊતર્યા. આ રીતે ચોથી એકત્વ ભાવનાના પ્રારંભિક પાંચ શ્લોકોનું વિવેચન પૂર્ણ કરીને આપણે એ ભાવનાના ગેયકાવ્યનું વિવેચન શરૂ કરીએ છીએ. જો તમને શાસ્ત્રીય રાગોનું જ્ઞાન હોય તો આ ગેયકાવ્ય ‘ભીમપલાસ’ રાગમાં ગાઈ શકો છો. સાંભળો. विनय चिन्तय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किम् ? મતિમતિિિત યસ્ય વયે, ટુરિતમુયતિ, તસ્ય વિમ્ ॥॥ एक उत्पद्यते तनुमा-नेक एव विपद्यते एक एव हि कर्म चिनुते, सैककः फलमश्नुते ॥ २ ॥ यस्य यावान्परपरिग्रह - विविधममतावीवधः । .નવિધિવિનિહિત પોતયુવન્ત્યા, પતિ તાવવસાવથઃ || રૂ || स्वस्वभावं मद्यमुदितो भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ॥ ४ ॥ પહેલાં આ શ્લોકોના અર્થ સાંભળી લો : ‘ઓ વિનય, તું વસ્તુના વાસ્તવિક રૂપનું સારી રીતે ચિંતન કર. આ વિશ્વની જેલમાં મારું પોતાનું શું છે ?-- આવી પારદર્શી પ્રજ્ઞા જેના દિલમાં પ્રકટ થઈ જાય છે, એને દુઃખ-દુરિત સ્પર્શ પણ કેવી રીતે કરશે ? શરીરધારી આત્મા એકલો જ જન્મે છે અને એકલો જ મોતનો શિકાર બને છે. કર્મોનું બંધન પણ એકલો જ કરે છે અને કર્મોને ભોગવે પણ પોતે એકલો જ. ભાતભાતના મમત્વના બોજથી દબાયેલો પ્રાણી, પરિગ્રહનો બોજ પડવાથી, ખૂબ ભાર વધવાથી સાગરમાં ડૂબી જતા જહાજની જેમ ઊંડો ઊતરી જાય છે. શરાબના નશામાં ચકચૂર આદમીની જેમ આત્મા પરભાવના પાશમાં પતિત થાય છે, ટકરાય છે, ડોલે છે અને શૂન્યમનસ્ક થઈને ભટકે છે. વસ્તુનાં વાસ્તવિક સ્વરૂપ જાણો : દરેક વસ્તુનાં બે રૂપ હોય છે - વાસ્તવિક અને અવાસ્તવિક. વસ્તુના મૂળભૂત એકત્વ ભાવના ૨૪૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યને વાસ્તવિક કહે છે. જેનો કદીય નાશ થતો નથી. બીજું રૂપ હોય છે અવાસ્તવિક - જેને કહે છે પયય ! દરેક દ્રવ્યના અનંત પર્યાય હોય છે. પર્યાય વિનાશી હોય છે, પર્યાય પરિવર્તનશીલ હોય છે. આ ગંભીર તત્ત્વજ્ઞાન છે - દ્રવ્ય અને પર્યાયનું. આ તત્ત્વજ્ઞાન તરફ નિર્દેશ કરતાં ગ્રંથકાર કહે છે: “વિચારો, આ સંસારમાં આપણું શું છે?” આ વિચાર જેના ચિત્તમાં જાગૃત થઈ જાય છે, એને દુઃખ-દુરિતોનો સ્પર્શ નથી. થતો - થઈ શકતો નથી ! કારણ કે એણે સમજી લીધું છે કે હું વિશુદ્ધ અને અવિનાશી આત્મા છું. જ્ઞાનાદિ ગુણ જ મારા છે. એ સિવાયનું કશું મારું નથી. ચર્મદ્રષ્ટિથી દેખાતો એક પણ પથયિ મારો નથી. પાંચ ઈન્દ્રિયો અને એના વિષયો મારા નથી. જે મારું નથી તે બને કે બગડે, એમાં મને કશી જ લેવાદેવા નથી.' એકલો આવ્યો છું એકલો જઈશ: આ અનાદિ સંસારમાં કર્મવશ જીવને “એકત્વ’ કેવું છે, એનું ખૂબ જ હૃદયસ્પર્શી વર્ણન કાર્તિકેયાનુપ્રેક્ષામાં કર્યું છે. એકત્વની અનુપ્રેક્ષા કરતાં ત્રણ શ્લોકોમાં તેમણે કહ્યું છેઃ જીવ એકલો જ ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ગર્ભમાં શરીર બને છે. તે એકલો જ જન્મ છે. બાળક થાય છે, યુવાન બને છે અને વૃદ્ધ પણ થાય છે. એકલો જ રોગ-શોક ભોગવે છે. એકલો જ સંતાપ-વેદના ભોગવે છે અને એકલો જ મરે છે. એકલો જ નરકનાં દુઃખ સહે છે. નરકમાં પરવશતાથી દુઃખ સહન કરવાં જ પડે છે. કોઈ જ બચાવી શકતું નથી.' શ્રીકૃષ્ણ અને બલરામ : જૈન મહાભારત'માં બતાવવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણના મૃત્યુ પછી બલરામ વિરક્ત થઈ જાય છે. તેઓ શ્રમણ બની જાય છે. સો વર્ષ સુધી તેઓ સંયમધર્મનું પાલન કરે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર રાગ હોવાને કારણે દેવલોકમાં ઉત્પન્ન થતાં જ તેમણે પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું કે શ્રીકૃષ્ણનો જન્મ ક્યાં થયો છે? શ્રીકૃષ્ણને તેમણે ત્રીજી નરકમાં જોયા. વાસુદેવ મરીને નરકમાં જ જાય છે.' એવો સિદ્ધાંત છે. શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. બલરામ દવે પોતાની દૈવી શક્તિથી બીજું શરીર બનાવ્યું અને તે કૃષ્ણને મળવા માટે ત્રીજી નરકમાં ગયા. શ્રીકૃષ્ણને આલિંગન આપીને બોલ્યાઃ મારા ભાઈ, હું તારો ભાઈ બલરામ છું, તારી રક્ષા કરવા માટે પાંચમાં બ્રહ્મ-દેવલોકમાંથી આવ્યો છું. બોલ, તારે માટે હું શું કરું ?” ૨૫૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧| Page #263 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ કંઈ બોલે તે પહેલાં જ દેવે કૃષ્ણને ઉપાડ્યા, પરંતુ ઉપાડતાં જ કૃષ્ણનું શરીર પારાની માફક વિશીર્ણ થઈને જમીન ઉપર વેરાઈ ગયું ! અને જમીન ઉપર પડતાં જ પહેલાં જેવું શરીર હતું તેવું જ શરીર બની ગયું. શ્રીકૃષ્ણે ઊભા થઈને બલરામદેવને નમસ્કાર કર્યાં. દેવે કહ્યું : “મારા ભાઈ, ભગવાન નેમિનાથે કહ્યું હતું કે નૈષિયક સુખ દુઃખદાયી હોય છે. આજ હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. હે વાસુદેવ, કર્મોથી તમે નિયંત્રિત છો. હું તમને સ્વર્ગમાં લઈ જઈ શકતો નથી, પરંતુ તમારા મનની ખુશી માટે અહીં તમારી પાસે રહેવા ઇચ્છું છું.’ શ્રીકૃષ્ણે કહ્યું : ‘ભાઈ, આપના અહીં રહેવાથી મને કોઈ લાભ થવાનો નથી. આપ રહેશો તો પણ મેં જેટલું નરક આયુષ્ય બાંધ્યું છે એટલું મારે ભોગવવું જ પડશે. આપ અહીં ન રહો, મારાં કર્મ મને ભોગવવા દો.’ બલરામના હૃદયમાં ખૂબ દુઃખ થયું; તે પાછા દેવલોકમાં ચાલ્યા ગયા. એકલો જ સ્વર્ગમાં - નરકમાં અને મોક્ષમાં જાય છે : इक्को संचदि पुण्णं, इक्को भुंजेदि विविहसुरसोक्खं । इक्को खवेदि कम्मं, इक्को विय पावए मोक्खं ॥ જીવ એકલો પુણ્ય બાંધે છે, એકલો દેવલોકનાં સુખ ભોગવે છે. એકલો જ જીવ કર્મોની નિર્જરા કરે છે અને એકલો જ મોક્ષ પામે છે. એટલા માટે બીજાં ત૨ફ ન જોતાં આત્મહિત પણ એકલાએ જ કરી લેવું જોઈએ. ‘પ્રશમતિ’માં ભગવાન ઉમાસ્વાતીજીએ કહ્યું છે કે एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकाहितमेकेनैवात्मनः कार्यम् ॥ १५३ ॥ ‘હું એકલો છું ! એકલો જ ઉત્પન્ન થાઉં છું અને મરું છું પણ એકલો જ. નરકમાં જાઉં છું તો પણ એકલો અને સ્વર્ગનું સુખ પણ ભોગવું છું એકલો. મનુષ્યગતિમાં જન્મ ધારણ કરું છું, તો પણ એકલો જ અને પશુયોનિમાં પહોંચું છું તે ય એકલો જ.’ આત્મહિત પણ એકલા જ કરી લેવાનું છે : જે અનંત અનંત સમય આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં વીતી ગયો, એ અનંત કાળમાં જે કંઈ દુઃખ મેં સહ્યાં તે પણ મેં એકલાએ જ. મેં એટલે આત્માએ. હું એકલો છું, અસહાય છું, એ વાસ્તવિકતા છે અને મારે આ વાસ્તવિકતાનો સહજ રીતે સ્વીકાર કરી લેવો જોઈએ. આ વાસ્તવિકતાનો મેં સ્વીકાર ન કર્યો અને અનેકતાના ખ્યાલમાં ખોવાઈ ગયો. અનેકતાની જાળમાં ફસાતો જ ગયો. એકત્વ ભાવના ૨૫૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ ‘એકલામાં દુઃખ, અનેકતામાં સુખ' - આ મારો વિચાર દૃઢ રહ્યો છે, એટલા માટે એકમાંથી અનેક થવાનો પ્રયત્ન કર્યો અને કરતો જાઉં છું. વિશાળ પરિવાર હોય તો સુખ, વિશાળ મિત્રમંડળ હોય તો સુખ, મોટો અનુયાયી વર્ગ હોય, તો સુખ - બસ, ભીડમાં જ સુખ અને આનંદની કલ્પના કરી અને એમાં જ ગુંચવાતો ગયો. પરિણામ સ્વરૂપે દુઃખ અને અશાન્તિનો ભાર વધતો ગયો. જો કે સમૂહજીવનમાં મેં કંઈક સુખ, કંઈક આનંદ પણ પ્રાપ્ત કર્યો છે. પરંતુ એ સુખ દીર્ઘકાળ ટક્યું નહીં. આનંદ વધારે સમય રહ્યો નહીં. એ બધું અલ્પકાલીન સિદ્ધ થયું છે. મારે એકલા થવું નથી, તો પણ કોઈ ને કોઈ વખતે તો એકલા થવું જ પડશે. ત્યારે શું મને દુઃખ નહીં પડે? વેદના નહીં થાય? જ્યારે એકલા મરવાનું હશે ત્યારે મારી સ્વસ્થતા ટકી રહેશે? સમતા અને સમાધિમાં લીન થઈ જઈશ? હું એકલો કઈ ગતિમાં જઈશ? આ ભય મને વ્યાકુળ તો નહીં કરી નાખેને? એટલા માટે હું પરમ સત્યનો સ્વીકાર કરું છું. હું એકલો છું. મારે એકલાએ જ જન્મવાનું અને મરવાનું છે. એકલાએ જ ચાર ગતિ અને ૮૪ લાખ યોનિઓમાં ભટકવાનું છે, તો પછી શા માટે હું એકલો જ મારું આત્મકલ્યાણ ન સાધી લઉં? શા માટે હું એકલો જ મહાન ધર્મપુરુષાર્થ ન કરી લઉં? આજે હું ચાર નિર્ણયો કરી લઉં છું. - ૧. હું એકલો છું, મારું કોઈ નથી, મારે કોઈનો સહારો નથી, આવી ફરિયાદ હું કદીય કરીશ નહીં.' ૨. મેં તો એમને મારા માનીને તેમનાં કેટલાંય કામો કર્યા, પણ તે લોકોએ મારે માટે કશું જ કર્યું નહીં - મને મદદ ન કરી, આવી મનોવ્યથા હું કદીય કરીશ નહીં. ૩. “ધર્મઆરાધના તો હું કરું, પરંતુ મારે કોઈ સાથી જોઈએ, કોઈ સહયોગી જોઈએ. સાથ-સહકાર વગર મારાથી ધર્મઆરાધના નહીં થાય.” એવી દલીલ હું નહીં કરું. ૪. દોડમ્' -હું એકલો છું. આ સત્યને આત્મસાત્ કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત બનેલો રહીશ. આત્માની અદ્વૈતની મસ્તીમાં જીવનારા મિથિલાના નમિરાજર્ષિ અને અવંતીના રાજા ભર્તુહરિ વગેરે જ્યારે સ્મૃતિની છીપમાં મોતી બની જાય છે અને અકથ્ય આનંદની અનુભૂતિ કરાવી જાય છે. એકલાપણાની દીનતા-હતાશા ચૂરેચૂરા થઈ જાય છે. પર સાપેક્ષતાના ઊંચા ઊંચા કાંગરા તૂટીને નીચે પડી જાય છે. “રહેવું સૌની વચ્ચે, પણ સૌથી જુદા,' આવું જીવવાની મજા મેં ચાખી લીધી છે. કોઈ ગિરિમાળાના ઉત્તુંગ શિખર ઉપર, ગગનચુંબી જિનમંદિરોની ગોદમાં ૨૫૨ શાન્તસુધારસ: ભાગ ૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ એકલા આસન જમાવીને હવાની લહરો અને પક્ષીઓના મધુર કૂજન સિવાય જ્યાં કશું જ ન હોય, મંદિરના પૂજારી પણ પોતાને ઘેર ગયો હોય, એવી જનરહિત નીરવ શાન્તિમાં, પરમાત્માના સાનિધ્યમાં એકત્વ અને સમત્વનો નિજાનંદ પામ્યો છું. હું તીવ્ર સંવેદનાઓથી મુક્ત થયો છું. અનેકતાના કોલાહલમાંથી મુક્ત થઈને દૂર દૂર એકત્વના ક્ષીરસમુદ્રમાં ડૂબકીઓ મારી શકવાની મસ્તી મેં મેળવી છે. હવે અનેકતામાંથી પ્રાપ્ત થતું સુખ મારે ન જોઈએ. અનેકતામાંથી ઉત્પન્ન થતો આનંદ પણ મારે ન જોઈએ. એ મને ગમશે નહીં. પર-સાપેક્ષ જીવન હવે જીવવું નથી. હવે તો આ નાનકડી જિંદગીમાં આત્માના અદ્વૈત-એકત્વની મન ભરીને સાધના કરી લેવી છે. આત્માનું સ્થાયી હિત શોધી લેવું છે. નિત્ય અને શાશ્વતું. ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરી લેવી છે. આત્મસાક્ષીએ આવો નિર્ણય કરી લેવો છે અને આ નિર્ણયને વૃઢ કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. લવકુશનો ગૃહત્યાગ : જ્યારે જીવન ચંચળ છે, અશરણ છે, સંસાર નિર્ગુણ-અસાર છે અને આત્મા એકલો છે, ત્યારે પ્રબુદ્ધ માણસે આત્મકલ્યાણ જ સાધી લેવું જોઈએ. આ સંબંધમાં તમને રામાયણકાલીન એક અદ્ભુત ઘટના સંભળાવું. અયોધ્યાના રાજમહેલમાં અચાનક લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું હતું. અંતઃપુરની રાણીઓ ઘોર આક્રંદ કરવા લાગી હતી. રાણીઓ અને દાસીઓનો કરુણ વિલાપ સાંભળીને શ્રીરામ ત્યાં પહોંચ્યા, અને બોલ્યા: ‘તમે લોકો આ શું કરી રહ્યાં છો? હું જીવતો છું. મારો ભાઈ લક્ષ્મણ પણ જીવતો છે, એને કોઈક રોગ થયો છે, તેથી તે મૂછિત થઈ ગયો છે. હમણાં જ હું વૈદ્યોને બોલાવીને ઔષધ ઉપચાર કરાવું છું.” - શ્રીરામે તરત જવૈદ્યોને બોલાવ્યા, ઔષધ અને મંત્રોના પ્રયોગો કરાવ્યા. માંત્રિક અને તાંત્રિકો બોલાવ્યા. પરંતુ બધું જ નિષ્ફળ ગયું. શ્રીરામ દુઃખથી મૂર્ષિત થઈ ગયા. તે હોશમાં આવ્યા તો કરણ વિલાપ કરવા લાગ્યા. વિભીષણ, સુગ્રીવ, શત્રુદ્ધ વગેરે અયોધ્યામાં જ હતા, તે બધા પણ રામની સાથે કરુણ આક્રંદ કરવા લાગ્યા. કૌશલ્યા, સુમિત્રા વગેરે માતાઓ - પુત્રવધૂઓ વગેરે પણ વારંવાર મૂર્શિત થવા લાગી અને કરુણ રુદન કરવા લાગી. અયોધ્યાના પ્રત્યેક માર્ગમાં, પ્રત્યેક ઘરમાં અને પ્રત્યેક દુકાનમાં શોકદ્વૈિત ફેલાઈ ગયું. એ સમયે શ્રીરામના બે પુત્રો લવ અને કુશ શોકસાગરમાં ડૂળ્યા હતા. તેઓ ગહન ચિંતનમાં, ગહન આત્મમંથનમાં ઊતરી ગયા. અમારા પિતાતુલ્ય લક્ષ્મણજી અચાનક ચાલ્યા ગયા....કૂર મહાકાળે એમના જેવા અદ્વિતીય પરાક્રમી વાસુદેવનું એકત્વ ભાવના ૨૫૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ અપહરણ કરી લીધું. તે સહેજ પણ આત્મહિત ન કરી શક્યા...જીવન આયુષ્ય...યૌવન ચંચળ છે. આરોગ્ય પણ ચંચળ છે. આપણે આળસ ન કરવી જોઈએ. સ્વજનોના મોહને-મમત્વને ઊખેડી નાખવો જોઈએ. મમત્વનાં બંધનોને તત્કાલ તોડી નાખવાં જોઈએ. આજે કાકા ચાલી નીકળ્યા, કાલે આપણે પણ ચાલ્યા જઈ શકીએ છીએ. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. એની પહેલાં ગૃહત્યાગ કરીને શ્રમણ બનીને ચારિત્રધર્મ સ્વીકારી લેવો જોઈએ.' બંને ભાઈઓએ શ્રીરામને પોતાની ભાવના કહી સંભળાવી અને નમસ્કાર કરીને ચાલી નીકળ્યા. ‘અમૃતઘોષ' મુનિશ્રીની પાસે જઈને દીક્ષા લઈ લીધી. જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરી. સર્વ કર્મબંધનો તોડીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની ગયા. મમત્વનો ભાર નીચે લઈ જાય છે: મમત્વને જ પરિગ્રહ કહે છે. મૂછ કહો, મમત્વ કહો યા પરિગ્રહ કહો - બધા એક જ અર્થો છે. મમત્વ ભારે હોય છે. લોખંડ કરતાં પણ ભારે. લોઢા અને લાકડાનું બનેલું જહાજ સમુદ્રની સપાટી ઉપર તરી શકે છે, પરંતુ મમત્વ-પરિગ્રહ આસક્તિના ભારથી ભરેલો મનુષ્ય સંસાર-સાગરમાં ડૂબી જાય છે. નીચે...ખૂબ જ નીચે ચાલ્યો જાય છે. સંસાર-સાગરની નીચે સાત નરક છે. પરિગ્રહી જીવ નરકમાં નીચે ચાલ્યો જાય છે. અતિપરિગ્રહી જીવ - વિષયાસક્ત જીવ સાતમી નરકે જાય છે. એનાથી ઓછો પરિગ્રહી છઠ્ઠીમાં, એનાથી અલ્પ પરિગ્રહી પાંચમી નરકે. આમ ઓછા ઓછા થતા મમત્વવાળો જીવ ચોથી, ત્રીજી, બીજી, પહેલી નરકમાં જાય છે. એટલા માટે મમત્વ તોડવાનો અને સમત્વ પામવાનો ઉપદેશ જ્ઞાની પુરુષો આપે છે. તું એકલો છે, એકલો જભ્યો છે, અને એકલો મરીશ, જે પૌદ્ગલિક વિષયો ઉપર મમત્વ કરે છે, આસક્તિ બાંધે છે, એ બધાં સાથે ચાલવાનાં નથી. મમત્વનો ભાર તને નીચે ઊંડા પાણીમાં ડુબાડી દેશે. તું નરકમાં ચાલ્યો જઈશ. અસંખ્ય વર્ષો સુધી દુઃખી થઈશ.’ શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “જે વાસુદેવ હોય છે તે અવશ્ય નરકમાં જાય છે. કારણ કે તે મૃત્યુપર્યત પરિગ્રહનો ત્યાગ કરતા નથી અને તમામ બળદેવ સ્વર્ગ અગર મોક્ષમાં જાય છે. ઉપર જાય છે. કારણ કે તેઓ મૃત્યુ પહેલાં પરિગ્રહનો ત્યાગ કરે છે. મમત્વનો ભાર ઓછો કરે છે. અથવા સર્વથા ત્યાગ કરી દે છે. આ જ રીતે જે ચક્રવર્તી મૃત્યુ સુધી પરિગ્રહી બની બેસે છે, તે અવશ્ય નરકે જાય છે. જેઓ મૃત્યુની પહેલાં મમત્વનો ત્યાગ કરે છે, તેઓ સ્વર્ગે અથવા મોક્ષે જાય છે. ૨૫૪ શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #267 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તી વગેરે સર્વથા અપરિગ્રહી બન્યા હતા તો મોક્ષે ગયા. સનત્કુમાર ચક્રવર્તીએ મમત્વનો ભાર ઓછો કર્યો હતો તો તે ત્રીજા દેવલોકમાં ગયા અને સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મમત્વ-પરિગ્રહ ખૂબ કર્યો હતો તેથી તે નરકે ગયા ! એટલા માટે મમત્વ છોડીને એકત્વની અને સમત્વની આરાધના કરો. પરભાવ - શરાબનો નશોઃ જ્યાં એકત્વની ભાવના રહેતી નથી, અનેકત્વની ભાવના દ્રઢ થાય છે, પરભાવની આસક્તિ, પરદ્રવ્યનું મમત્વ રહે છે ત્યાં જીવનની દશા શરાબી જેવી રહે છે. પછી તે પુરુષ સાધારણ હોય કે અસાધારણ હોય, સામાન્ય હોય યા વિશિષ્ટ.” યુવક હોય યા વૃદ્ધ, શરાબીની માફક પતિ વિહુતિ, મતે તે પડે છે. આળોટે છે - લોટે છે. જ્યારે લંકાપતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો હતો ત્યારે શ્રીરામ જેવા મહાપુરુષની સ્થિતિ કેવી બની ગઈ હતી ? શ્રીરામનું સીતા પ્રત્યે મમત્વ હતું, પરભાવનું બંધન હતું. * શ્રીરામે જ્યારે કુટિરમાં સીતાને ન જયાં તો તે તત્કાલ મૂર્ણિત થઈ ગયા અને ધરતી ઉપર પડી ગયા. વનદેવતાને દીન વચનોથી પ્રાર્થના કરવા લાગ્યા કે હે વનદેવતા, હું આ વનમાં સર્વત્ર ભટક્યો, પરંતુ મેં જાનકીને જોઈ નહીં. તે જોઈ હોય તો કૃપા કરીને બતાવ. ભૂત અને જંગલી કૂર જાનવરોથી ભરેલા વનમાં સીતાને એકલી છોડીને હું લક્ષ્મણની પાસે ચાલ્યો ગયો..... હું કેવો બુદ્ધિહીન ! હે પ્રિયે સીતા, આ ભયાનક વનમાં મેં તને એકલી કેમ છોડી દીધી ?” વગેરે બોલતાં બોલતાં રડી પડ્યા અને મૂર્ષિત થઈને નીચે પડી ગયા.” શ્રીરામની કેવી કરુણ સ્થિતિ બની હતી? તે વારંવાર પડી જતા, વિલાપ કરતા રહ્યા.... સંતપ્ત થતા રહ્યા. કારણ? પરભાવનું મમત્વ હતું. સીતા પ્રત્યે આસક્તિ હતી ! લક્ષ્મણજીના મૃત્યુ પછી પણ શ્રીરામની સ્થિતિ એવી જ દયનીય થઈ ગઈ હતી. તે વારંવાર મૂર્શિત થઈને જમીન ઉપર પડતા હતા. લક્ષ્મણ ઉપર શ્રીરામનો અતિશય સ્નેહ હતો, અતિ મમત્વ હતું. તે માનવા તૈયાર જ ન હતા કે લક્ષ્મણનું મૃત્યુ થયું છે ! લક્ષ્મણના મૃતદેહને પોતાના ખભા ઉપર લઈને અયોધ્યામાં તે છે માસ સુધી ફરતા રહ્યા. ઘણી વાર તે લક્ષ્મણના મૃતદેહને સ્નાન કરાવતા, પોતે જ એમના શરીર ઉપર ચંદનનો લેપ કરતા, ઉત્તમ ભોજનનો થાળ એમની સામે ધરતા, મૃતદેહને ઉસંગમાં લઈને મુખ ઉપર વારંવાર ચુંબન કરતા. કોઈ વાર શય્યા ઉપર સુવાડતા, પંખો નાખતા, તો કોઈ વાર અંગમર્દન પણ કરતા હતા. આ રીતે રાગથી ઉન્મત્ત થઈને | એકત્વ ભાવના ૨૫૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ વિવિધ મોહચેષ્ટાઓ કરતા રહ્યા....છ માસ સુધી ફરતા રહ્યા. મમત્વ તૂટતાં, રામ સ્વસ્થ થયા : શ્રી સીતાજીની રક્ષા કરતાં કરતાં મરેલું પક્ષી જટાયુ, માહેન્દ્ર દેવલોકમાં દેવ બન્યો હતો. શ્રીરામ પ્રત્યે એને દ્રઢ સ્નેહ હતો. તે સ્નેહથી પ્રેરિત થઈને શ્રીરામની પાસે આવે છે અને રામની રાગાક્રાન્ત મોહમૂઢ દશા જોઈને તેમને પ્રતિબુદ્ધ કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. આમ તો શ્રીરામનો સેનાપતિ કૃતાન્તવદન પણ મરીને દેવ બન્યો હતો, તે શ્રીરામને પ્રતિબોધ આપવા અયોધ્યામાં આવે છે. બંને દેવોએ વિવિધ પ્રયોગોથી શ્રીરામની મોહમૂર્છા દૂર કરી, ‘લક્ષ્મણનું મરણ થઈ ગયું છે,' એ વાસ્તવિકતા સમજાવી. શ્રીરામે લક્ષ્મણના મૃત્યુની વાત માની લીધી, ત્યારે બંને દેવ શ્રીરામને પ્રણામ કરીને દેવલોકમાં ચાલ્યા ગયા. લક્ષ્મણના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો. રામ હવે સંસારથી વિરક્ત થઈ ગયા. સીતા, લક્ષ્મણ અને લવકુશ વગરની દુનિયા એમને હવે ઉજ્જડ લાગવા માંડી. સંસારની અસારતાનું એમને વાસ્તવિક જ્ઞાન થઈ ગયું. તેમણે શત્રુઘ્નને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું. પરંતુ શત્રુઘ્ને તેમને કહ્યું કે ‘હું પણ આપની સાથે દીક્ષા લઈશ.' ત્યારે રામે લવના પુત્ર અનંગદેવનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેઓ સુવ્રત નામના મુનિવર પાસે ગયા. સુગ્રીવ, શત્રુઘ્ન, વિભીષણ, વિરાધ વગેરેની સાથે શ્રીરામે ગૃહવાસનો ત્યાગ કર્યો અને અણગાર બની ગયા. આ સમાચાર સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા. સોળ હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. એકત્વ અને સમત્વની આરાધના કરતાં કરતાં શ્રીરામ મહામુનિ વગેરેએ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. એકત્વ અને સમત્વથી મુક્તિ ઃ સર્વ કર્મોથી મુક્તિ પામવાની છે તો પછી એકત્વ અને સમત્વની આરાધના કરવી જ પડશે. પરંતુ આ જીવનમાં શારીરિક - માનસિક સંતાપોથી - ક્લેશોથી મુક્તિ પામવી હશે તો પણ એકત્વ અને સમત્વની સાધના કરવી પડશે. આ ભાવનાને આત્મસાત્ કરવી પડશે. આજે ગેયકાવ્યની ચાર ગાથાઓ ઉપર વિવેચન કર્યું છે. કાલે બાકીની ચાર ગાથાઓ ઉપર વિવેચન કરીને ‘એકત્વ’ની ભાવના ૫૨વિવેચન પૂર્ણ કરીશ. આજે બસ, આટલું જ. ૨૫૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ શllભીંઝુલ્લાસ્ટિી પ્રવચન ૨૪ ૪. એકત્વ ભાવના : સંકલના : પોતાનું રૂપ શોધો. કર્મવશ જીવના અનેક રૂપ. પુદ્ગલ ગીતાનો ઉપદેશ. એકત્વથી જ પરમ સુખ તરફ. શ્રીરામ-મહામુનિને અનુકૂળ ઉપસર્ગ. હૃદયમંદિરમાં પરિપૂર્ણ આત્માની રમણતા હો ! ઇન્દ્રિયો અને આત્મરમણતા. સમતાસુધાનો આસ્વાદ કરો. • પરમાત્મભાવમાં વાસના કેવી રીતે દ્રઢ બને? એકત્વ ભાવનાથી જ સમતાસુખ. ૦ ઉપસંહાર. Page #270 -------------------------------------------------------------------------- ________________ पश्य काञ्चनमितरपुद्गल-मिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य स्पं विदितमेव भवादशाम् ॥५॥ एवमात्मनि कर्मवशतो, भवति स्पमनेकथा । कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ।। ६॥ ज्ञानदर्शन चरणपर्यव-परिवृत्तः परमेश्वरः । एक एवानुभवसदने, स रमतामविनश्वरः ।। ७॥ रुचिरसमतामृतरसं-क्षण-मुदितमास्वादय मुदा । विनय विषयातीतसुखरस-रतिरुदञ्चतु ते सदा ।। ८॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ' ગ્રંથમાં ચોથી “એકત્વ ભાવના'ના ગેયકાવ્યમાં જણાવે છે કેઃ ૫. ‘તમને તો ખબર છે જ ને ? સોના જેવી મૂલ્યવંતી ધાતુ જો હલકી ધાતુમાં મળી જાય છે તો પોતાનું નિર્મળ રૂ૫ ખોઈ બેસે છે, એવી જ રીતે આત્મા પરભાવમાં પોતાનું નિર્મળ રૂપ ખોઈ બેઠો છે. ૬. પરભાવના પ્રપંચમાં પડેલો આત્મા કોણ જાણે કેટલા સ્વાંગ રચાવે છે? પરંતુ એ જ આત્મા જો કર્મોના મેલથી મુક્ત થઈ જાય તો શુદ્ધ સોનાની જેમ ચમકી ઊઠે ૭. એવા પરમેશ્વર (આત્મા) સદેવ જ્ઞાન-દર્શન અને ચારિત્રના ભાવોથી પરિપૂર્ણ હોય છે. એ જ મારા સ્વાનુભવના મંદિરમાં રમમાણ રહો. ૮. તારા હૃદયમાં શાન્તરસનો આવિર્ભાવ થયો છે. તું જરા એનો આસ્વાદ તો લે? ઐક્ટ્રિક સુખોના ઉપભોગ-રસથી દૂર દૂર એવા શાન્તરસમાં તારું મન આનંદ પામશે.” આપણું રૂપ શોધવું પડશેઃ આત્માનું વિશુદ્ધ રૂપ શુદ્ધાત્મદ્રવ્યમેવાણમં પ્રકટ નથી, તો મનમાં પ્રશ્ન ઊઠે છેઃ વિશુદ્ધ રૂપ ક્યાં ખોવાઈ ગયું છે? એનો ઉત્તર છે - પરભાવમાં. પુદ્ગલભાવમાં આત્માનું વિશુદ્ધ રૂપ ખોવાઈ ગયું છે. છુપાઈ ગયું છે. આ વાત સમજાવવા માટે ગ્રંથકારે સુવર્ણનું ઉદાહરણ આપ્યું છે. પિત્તળ ધાતુમાં કદાચ સોનું ભળી જાય તો સોનું પોતાનું રૂપ ખોઈ બેસે છે. એ રીતે પુદ્ગલભાવમાં આત્માએ પોતાનું રૂપ ખોઈ નાખ્યું છે. આત્માનું રૂપ છે જ નહીં. તે તો “અરૂપી છે, રૂપ તો પુદ્ગલનું જ હોય છે. પુદ્ગલના સંગમાં - સહવાસમાં આત્મા “રૂપી” કહેવાય છે. પુદ્ગલ ૨૫૮ શાન્તસુધારસ : ભાગ ૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગીતામાં કહ્યું જ છે કે ઃ ‘જીવ અરૂપી, રૂપ ધરત તે, પરપરિણતિ પરસંગ.' ‘પરપરિણિત સંગ’ એટલે કે પરપુદ્ગલ સંગ. જ્યાં સુધી આત્મા કર્મોનાં બંધનમાં હશે ત્યાં સુધી તે ‘રૂપી’ જ રહેશે. રૂપ પુદ્ગલનો ગુણ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ પુદ્ગલના ગુણ છે. પુદ્ગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલ હુંથી કાયા, વર્ણ ગંધ ૨સ ફરસ સહુ એ, પુદ્ગલ હું કી માયા. બધી જ પુદ્ગલની માયા છે. આત્માને પુદ્ગલ સાથે કોઈ મતલબ નથી, તો પણ જીવ પુદ્ગલના અનાદિકાલીન સંગને કારણે પુદ્ગલના ગુણોને પોતાના ગુણ માને છે. માની રહ્યો છે. ‘મારું રૂપ, માર્ગો સ્પર્શ, મારી ગંધ, મારો શબ્દ.... એવું માને છે, એવું બોલે છે, એવો વ્યવહાર કરે છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપનું એને જ્ઞાન જ નથી. - એકત્વ ભાવનામાં આત્માના એકત્વનું જ્ઞાન કરવાનું છે. વિશુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું છે; ત્યારે પુદ્ગલના રૂપ, રસાદિનું મમત્વ છૂટી જશે. શુદ્ધ સોનાની જેમ આત્મસ્વરૂપમાં ચમક આવશે. કર્મવશ જીવનાં અનેક સ્વરૂપ : ર્મવગતો ભવતિ સ્પમનેથા ।' આવિરાટ વિશ્વમાં જીવનાં વિવિધ રૂપો જે દેખાય છે, તે કર્મને કારણે છે. કર્મને લીધે જ જીવ દેવનું રૂપ ધારણ કરે છે, નરકનું રૂપ ધારણ કરે છે, મનુષ્ય અને જનાવરનું રૂપ ધારણ કરે છે. ‘જડ પુદ્ગલ ચેતન કું જગ મેં, નાના નાચ નચાવે.’ કર્મ જડ પુદ્ગલ છે. તે કર્મ ચેતન આત્માને વિવિધ નાચ નચાવે છે. ત્રણ ભુવનમાં સર્વ પ્રકારનો વ્યવહાર કર્મ પુદ્ગલને કારણે જ થાય છે. મોક્ષમાં કર્મ નથી, એક પણ વિકાર નથી, ત્યાં આત્મા ઉપર એક પણ ડાઘ હોતો નથી. શુદ્ધ સોના જેવો છે ત્યાં તો આત્મા ! તીન ભુવનમાં દેખીએ સહુ, પુદ્ગલ કા વ્યવહાર, પુદ્ગલ વિણ કોઉ સિદ્ધરૂપ મેં, દરસત નહીં વિકાર. આ દૃષ્ટિએ જો આત્માની એકત્વની ભાવના ભાવવી હોય તો પુદ્ગલજન્ય સર્વ રૂપોથી ભિન્ન ‘આત્મા’નું ચિંતન કરવું પડશે. જેમ કે – હું દેવ નથી, હું દેવી નથી. – હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. એકત્વ ભાવના ૨૫૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ – હું નારકી નથી. - હું જાનવર નથી. હું શ્રીમંત નથી, હું ગરીબ નથી. - - હું રોગી નથી, હું નીરોગી નથી. – હું મૂર્ખ નથી, હું બુદ્ધિમાન નથી. – હું રૂપવાન નથી, હું કુરૂપ નથી. હુ યશસ્વી નથી, હું બદનામ નથી. હું આ સર્વ રૂપો કરતાં પર છું. આ સર્વ રૂપો કર્મજન્ય છે, પરભાવજન્ય છે, પુદ્ગલજન્ય છે. એટલા માટે આ સર્વે રૂપોમાં મમત્વ, આસક્તિ રાખવાની નથી. આ રીતે પુણ્ય અને પાપને સમજવાનાં. - બંને પરભાવ છે, બંને પૌદ્ગલિક છે. બંને બંધન છે. પુણ્યકર્મ સોનાની જંજીર છે. પાપકર્મ લોઢાની બેડી છે. કહેવાયું છે કે - પુણ્યપાપ હોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોઉ, જિમ બેડી કંચન લોઢાની, બંધનરૂપી દોઉં. -- પુણ્યકર્મમાં હર્ષિત થવાનું નથી અને પાપકર્મમાં શોકાતુર થવાનું નથી. બંને અવસ્થા ૫રદ્રવ્યની છે, પરભાવની છે. આ દૃષ્ટિએ બંને સમાન છે. જેમ કોઈ માણસ કૂવામાં પડીને મરે છે, કોઈ શિખર પરથી પડીને મરે છે - બંનેમાં મૃત્યુ સમાન છે. પણ બંને પ્રકા૨ માનવામાં આવે છે ને ? એ રીતે પુણ્ય-પાપ બે પ્રકા૨ પરભાવના માન્યા છે. કોઈ કૂપ મેં પડિ મુવે, જિમ કોઉ ગિરિ ઝંપા ખાય. મરણ બે સરિખા જાણિયે પણ, ભેદ દોઉ કહેવાય. પુણ્યપાપ પુદ્ગલ શા ઇમ, જે જાણે સમતુલ. શુભ કિરિયા ફલ નવિ ચાહેએ, જાણ અધ્યાતમ મૂલ. આત્માના એકત્વ અને સમત્વના ચિંતનમાં પુણ્યપાપને કર્મપુદ્ગલ સમજીને બંનેને સમાન માનીને એનાથી આત્માની અલિપ્તતાનો ભાવ દૃઢ કરવાનો છે. આધ્યાત્મિક ચિંતનમાં ન પુણ્યનું મહત્ત્વ છે, ન પાપનું મહત્ત્વ છે. આત્મભાવ બંનેથી મુક્ત છે. શુભ - પવિત્ર ધર્મક્રિયા કરવાની છે, પરંતુ મમત્વભાવ રાખવાનો નથી. એનાથી નવા કર્મબંધ થતા નથી. ‘હું પુદ્ગલભાવોનો કતિ પણ નથી અને કાયિતા પણ નથી.' આ પ્રકારની સમજદારી આવતાં નવો કર્મબંધ થતો નથી અને આ પ્રકારનું આધ્યાત્મિક ચિંતન એ મોહશત્રુ ઉપર પ્રથમ પ્રહાર છે. ૨૬૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતાભાવ. નૂતન બંધ હોય નહીં ઈણ વિધ પ્રથમ અરિ શિરઘાત. અનેક મનુષ્યજન્મ મળ્યા, અનંત વાર મનુષ્ય બન્યા, પરંતુ આ આધ્યાત્મિક ચિંતન ન કર્યું. આ મનુષ્યજીવનમાં આ ભૂલ દોહરાવવાની નથી. આ જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિ પામીને મોહની છાતીમાં આત્માના એકત્વનું તીર મારવાનું જ છે - મોહમમત્વને નષ્ટ ક૨વાનાં જ છે. વાર અનંત ચૂકિયા ચેતન ! ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોહરાય કી, છાતીમાં મત ઉક ! એકત્વથી જ પરમ સુખ પ્રતિ : અનેકતામાં દુઃખ છે, એકત્વમાં જ સુખ છે.’ પરમ સુખ પામવાનો માર્ગ પણ એકત્વની આરાધના જ છે.' એવો દ્રઢ નિર્ણય કર. આ નિર્ણય મહાત્માઓને કઠોર ઉપસર્ગોમાં પણ વિચલિત થવા દેતો નથી. અનુકૂળ ઉપસર્ગોમાં પણ વિચલિત થવા દેતો નથી. ' શ્રીરામના ચિત્તમાં શ્રમણ બન્યા પછી આવો જ ‘એકત્વ’નો, એટલે કે આત્માના એકત્વનો દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો. સીતાજી પ્રત્યે યા તો લક્ષ્મણ પ્રત્યે થોડુંક પણ મમત્વ રહ્યું ન હતું. સીતાનું રૂપ અને લક્ષ્મણનું રૂપ ‘આ કર્મજન્ય છે, આ અવસ્થાઓ અવાસ્તવિક છે, અસત્ છે.' આ સત્ય આત્મસાત્ થઈ ગયું હતું. એટલા માટે સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગમાં તે ચલાયમાન થયા ન હતા. આમેય મહામુનિ શ્રીરામ અપ્રમત્ત ભાવથી ઘોર અને ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. એક મહિનાના, બે મહિનાના, ત્રણ-ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. જંગલોમાં તે ‘પર્યંકાસન’માં રહેતા હતા. કોઈ વાર ભુજાઓને પ્રલંબિત કરીને ઊભા રહેતા હતા. કોઈ વાર અંગુઠા ઉપર તો કોઈ વાર પગની એડીઓ ઉપર ઊભા રહીને આત્મધ્યાનમાં રહેતા હતા. વિહાર કરીને શ્રીરામ મહામુનિ ‘કોટિશિલા’ નામના સ્થળે પહોંચ્યા. શ્રીરામ મુનિને અનુકૂળ ઉપસર્ગ : ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' માં સીતેન્દ્ર દ્વારા કેવો અનુકૂળ ઉપસર્ગ થયો હતો, એનું હૃદયસ્પર્શી વર્ણન વાંચવા મળે છે. તમને સંભળાવું. સીતાએ સાધ્વી બનીને, જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરી હતી. તે બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં. તેમના મનમાંથી હજુ સુધી પણ રામસ્નેહનું દ્વૈત નિર્મૂળ બન્યું ન હતું. રામસ્નેહ પૂર્વવત્ જ હતો. પોતાના એકત્વ ભાવના ૨૦૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનથી તેમણે જોયું કે “શ્રીરામ શું કરે છે?” અવધિજ્ઞાનના આલોકમાં તેમણે શ્રીરામને અણગાર બનેલા જોયા. કોટિશિલા ઉપર ધ્યાનસ્થ થયેલા જોયા. તેમના મનમાં ચિન્તા થઈ કે “જે તે શુક્લધ્યાનમાં પહોંચી જશે તો સર્વજ્ઞ - વીતરાગ બનીને મુક્ત બની જશે. હું ઈચ્છું છું કે તે સંસારમાં જ રહે. તો તેમની સાથે મારો સંબંધ થઈ શકે. હું તેમને અનુકૂળ ઉપસર્ગ કરું. ધ્યાનથી વિચલિત કરું, જેથી મૃત્યુ બાદ મારા મિત્ર દેવ બને.” આવું વિચારીને સીતેન્દ્ર શ્રીરામ મુનિની પાસે કોટિશિલા પર આવ્યા. તેમણે ત્યાં વસંતઋતુથી વિભૂષિત એક વિશાળ ઉદ્યાન ઊભું કરી દીધું ! દેવ હતા ને? થોડીક ક્ષણોમાં જ જે ચાહે તે બની શકતું હતું. ઉદ્યાનમાં વૃક્ષોની ડાળી ઉપર કોકિલો ગાતા હતા, મલયાનિલ વાવા માંડ્યો, પુષ્પસુવાસથી હર્ષિત ભ્રમરવંદ ગુંજારવ કરવા લાગ્યું. ચંપક, ગુલાબ, બોરસલ્લીનાં નવાં સુવાસિત પુષ્પો આવી ગયાં. સીતેન્દ્ર પોતાનું સીતાનું રૂપ બનાવી દીધું. અન્ય સ્ત્રીઓની સાથે મહામુનિની પાસે આવીને સીતા બોલવા લાગ્યાં: હે નાથ! હું આપની પ્રિયતમા સીતા છું. આપની પાસે આવી છું. હે નાથે, એ સમયે મેં આપ જેવા પતિનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી હતી, પરંતુ પાછળથી ભારે પશ્ચાત્તાપ થયો હતો. આ વિદ્યાધર કુમારિકાઓએ મને પ્રાર્થના કરીઃ “આપ દીક્ષા છોડી દો અને પુનઃ શ્રીરામની પટરાણી બની જાઓ. અમે સર્વે પણ શ્રીરામની રાણીઓ બની જઈશું. એટલા માટે હે નાથ, આપ આ વિદ્યાધર કુમારિકાઓ સાથે લગ્ન કરી લો, હું પણ આપની સાથે પૂર્વવત્ સ્નેહ કરીશ. મેં આપનું અપમાન કર્યું હતું તેની મને ક્ષમા આપો.' વિદ્યાધર કુમારિકાઓનાં સીતેન્દ્ર ગીત-નૃત્ય શરૂ કરી દીધાં, પરંતુ શ્રીરામમુનિ એનાથી પ્રભાવિત ન થયા. તેમણે તો ઉદ્યાનની શોભા ય ન જોઈ કે સીતાનાં વચન સાંભળ્યાં નહીં. ગીત-નૃત્ય પણ ન જોયાં. ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા અને માઘ માસની શુક્લા બારશની રાત્રે ચોથા પ્રહરમાં મહામુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે વીતરાગ - સર્વજ્ઞ બની ગયા. તેમનો આત્મા પૂર્ણ જ્ઞાનથી, પૂર્ણ દર્શનથી, પૂર્ણ શક્તિથી અને પૂર્ણ વીતરાગતાથી ઉજ્જવળ બની ગયો. અઘાતી કર્મોનો ક્ષય કરીને આત્મા પરમાત્મા બની જાય છે. સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની જાય છે, અનામી અને અરૂપી બની જાય છે. હૃદયમંદિરમાં પરિપૂર્ણ આત્માની રમણતા હોઃ આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે હૃદયમાં પરમ-આત્માનું ચિંતન કરો, દર્શન કરો, ધ્યાન કરો. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રમય વિશુદ્ધ સત્તા છે. ચૈતન્યમય ૨૬૨ શાન્ત સુધારસઃ ભાગ ૧ | Page #275 -------------------------------------------------------------------------- ________________ સત્તા છે. એનું સ્વરૂપ આ પ્રકારનું છે. ' अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ॥ जीवस्स नत्थि वण्णोण विगंधो ण रसोण विय कासो । ण विरुवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥ આપણી ઇન્દ્રિયો જાણે છે શબ્દને, રૂપને, ગંધને, રસને અને સ્પર્શને! આપણા આત્માને શબ્દાદિથી કોઈ સંબંધ નથી. ચૈતન્ય સાથે શબ્દાદિનો સંબંધ ઓછો કરવા માટે, તોડવા માટે કેટલાક પ્રયોગો કરવા પડશે. - આંખ ખુલ્લી છે, રૂપ જોઈ રહ્યા છો. આંખ બંધ કરી, રૂપ દેખાતું બંધ થઈ જશે. - કાન ખુલ્લા છે, શબ્દ સાંભળી રહ્યા છો. કાન બંધ કર્યા, શબ્દ સંભળાવા બંધ થઈ જશે. - નાક ખુલ્લું , ગંધ આવે છે. નાકને બંધ કર્યું, ગંધ આવતી બંધ થઈ જશે. - જીભ સક્રિય છે. રસનો અનુભવ થાય છે. જીભ ઉપર કશું ન નાખો, કોઈ રસાનુભૂતિ નહીં થાય. – કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તો સ્પર્શનો અનુભવ થાય છે, કોઈને સ્પર્શ ન કરો, એકલા રહો, સ્પર્શનો અનુભવ નહીં થાય. આ રીતે ઇન્દ્રિયોને કેટલોક સમય વિષયોના સંપર્કથી દૂર રાખો. વારંવાર આવા પ્રયોગો કરતા રહો. ઇન્દ્રિયોનો વિષયો સાથે જે સંપર્ક થાય છે, સંપર્કજન્ય રાગદ્વેષ થાય છે, તે ઓછા કરતા રહો. આખો બંધ કરીને ૪૮ મિનિટ ધ્યાન ધરો. અરૂપની સ્થિતિનો અનુભવ કરો. આત્મા અરૂપી છે. અરૂપની અનુભૂતિ એ આત્માની અનુભૂતિ છે. પ્રશ્નઃ ધ્યાનમાં આલંબન જોઈએ ને? આલંબન રૂપી હશે ! ઉત્તર : સાચી વાત છે, પરંતુ આલંબનનું રૂપ એવું કે રાગદ્વેષ ન થાય. જ્યોતિ સ્વરૂપ આત્માનું આલંબન લો. વીતરાગ મૂર્તિનું રૂપ સામે હોય છતાં પણ રાગદ્વેષ ન થાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. “રૂપ પુદ્ગલ છે, આત્મા અરૂપી. છે.' આ જ્ઞાનોપયોગ સતત રહે, એવો અભ્યાસ કરવાનો છે. શબ્દ, રૂપ, રસાદિની સાથે ચેતના જોડાવી ન જોઈએ. ચેતનાની રમણતા જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોમાં થવી જોઈએ. એકત્વ ભાવના ૨૬૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ જો ચેતના ઇન્દ્રિયોની સાથે નહીં જોડાય તો ઇન્દ્રિય વિષયોને ગ્રહણ નહીં કરે. એને “અનધ્યવસાય' કહેવામાં આવે છે. એક ઉદાહરણથી વાત સમજાવું છું. એક મનુષ્યને હીરા ખરીદવા છે. તે બજારમાં ગયો. બજારમાં સેંકડો દુકાનો છે. એમાં હજારો પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. મનુષ્ય એ વસ્તુઓને જોતો જોતો ચાલ્યો જાય છે, પરંતુ તે ઝવેરાતની દુકાન ઉપર જ ઊભો રહે છે અને હીરા ખરીદી લે છે. હીરા સિવાય પણ તે અનેક વસ્તુઓ જુએ છે. પણ તે વસ્તુઓને તે જોઈન જોઈ કરી દે છે. જેની સાથે અધ્યવસાય જોડાયો તેને જોયું, લઈ લીધું અને બધું વણજોયા જેવું રહી ગયું. આપણે વસ્તુની સાથે એટલી જ ચેતના જોડીએ, જેટલી એ વસ્તુને જાણવા માટે આવશ્યક હોય, એની સાથે મમત્વની ચેતનાને ન જોડો. . આપણે શબ્દ સાંભળીએ, પરંતુ એની ઉપર સગદ્વેષ ન કરીએ. : આપણે રૂપ જોઈએ, પરંતુ એના તરફ રાગદ્વેષ ન કરીએ. આપણે ભોજન લઈએ, પરંતુ એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ. . . આપણે સ્પર્શ કરીએ, પરંતુ એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ. આપણે એવી સાધના-આરાધના કરવાની છે કે જ્ઞાન જ્ઞાન રહે અને એની સાથે રાગદ્વેષ ન જોડાય. જ્ઞાન અને મોહને પૃથફ કરતા જઈએ. ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરશે પણ એની સાથે મમત્વ નહીં જોડાય જ્ઞાનદશા રહેશે. ઈન્દ્રિયો અને આત્મરમણતાઃ જ્ઞાનદશાની અને જ્ઞાનોપયોગની માત્ર વાતો નથી કરવાની, અભ્યાસ કરવાનો છે - જીવનપર્યત અભ્યાસ કરવાનો છે. ઇન્દ્રિયો સદેવ પોતાના વિષયમાં વિમુખ નથી રહી શકતી. તેમનું સદેવ દમન ન થઈ શકે. હા, ઈન્દ્રિયોને મનની સાથે વધારે સમય જોડવાની નથી. એક દૃષ્ટાંતથી આ વાત સમજાવું છું. મુંબઈ જેવા મોટા શહેરમાં તમે પાણીની મોટી પાઇપલાઇન જોઈ હશે. એની સાથે ગંદા પાણીની ગટરલાઈન (અંડર ગ્રાઉન્ડ) પણ ચાલે છે. એટલે કે પાણીનું નાનું અને મળનું નાળું બંને સાથે સાથે ચાલે છે. કોઈક વાર નાળું વચ્ચેથી તૂટી જાય છે, તો જળ અને મળ મિશ્ર થઈ જાય છે. આ ગરબડ જનસ્વાથ્ય માટે ભયાનક બની જાય છે. એટલે આપણે જળ અને મળનું નાળું અલગ કરી દઈએ છીએ. ઈન્દ્રિયોને તેમનું કામ કરવા દઈએ. ચેતનાને એનું કામ કરવા દઈએ, એને અધ્યાત્મની આરાધના કહે છે. આપણે જે જ્ઞાતાભાવ અને દૃષ્ટાભાવની વાત કરીએ છીએ, એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આપણે ઇન્દ્રિયોની સાથે ચેતનાને ન જોડીએ. આમ તો ઇન્દ્રિયોને ચોવીસ કલાક બંધ રાખવી એ શક્ય નથી અને ઇન્દ્રિયોની ઉપલબ્ધિ | ૨૬૪ શાન્તસુધારસઃ ભાગ ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ કર્મના ક્ષયોપશમથી થાય છે, આપણે એમને બંધ શા માટે કરીએ? આપણે એ અભ્યાસ કરવો પડશે કે આપણે ઇન્દ્રિયોનો માત્ર ઉપભોગ જ કરીએ, રાગદ્વેષ ન કરીએ. પ્રશ્ન શું એ સંભવ છે? ઉત્તરઃ હા, અંતર્મુખતા આવતાં આ સંભવ છે. અંતર્મુખ મનુષ્ય માટે આ સ્થિતિ સહજ સંભવ છે. પછી છલના - પ્રવંચના નથી રહેતી. પ્રશ્નઃ અંતર્મુખ કેવી રીતે બની શકીએ? ઉત્તરઃ અંતર્યાત્રાથી. બહિરાત્માથી મુક્ત થઈને અન્તરાત્મ દશામાં જવું પડશે. આત્મજ્ઞાની બનવું પડશે. રાચે સાચે ધ્યાનમાં, નીચે વિષય ન કોઈ. નાચે રાચે મુગતિરસ, આતમજ્ઞાની સોઈ. વિષયોથી વિમુખ બનીને અધ્યાત્મમાં જ જેની રુચિ થઈ જાય છે, એકમાત્ર મુક્તિ-મોક્ષ'. જ જેનું લક્ષ્ય થઈ જાય છે, તે આત્મજ્ઞાની કહેવાય છે. એવો. આત્મજ્ઞાની જ પરમાત્માને પોતાના અનુભવમંદિરમાં રાખે છે. ગ્રંથકાર એવી ભાવના કરે છે : ' પરમેશ્વર દ્વાનુમવસને મતાવિનશ્વરઃ | આવો અંતરાત્મા જ ‘સમતાસુધા'નો આસ્વાદ કરે છે. એને જ વિષયાતીત સમતારમાં પ્રેમ જાગૃત થાય છે. સમતા સુધાનો આસ્વાદ કરો: આત્મજ્ઞાની પુરુષ જ્યારે અંતરાત્મ દશામાં મસ્ત બનીને સમતાસુધાનો આસ્વાદ કરે છે, ત્યારે એનો જીવનવ્યવહાર જ બદલાઈ જાય છે. આ સંસારની સાથે, સંસારના રાગદ્વેષી લોકોની સાથે એનો કોઈ સંબંધ જ નથી રહેતો! દુનિયાની નજરે આત્મજ્ઞાની ઉન્મત્ત જેવો દેખાય છે. આત્મજ્ઞાનીની વૃષ્ટિમાં દુનિયા આંધળી લાગે છે, “સમાધિશતકમાં કહ્યું છે કે - જગ જાણે ઉન્મત્ત યહ, યહ જાણે જગ અંધ, જ્ઞાની કો જગ મેં રહ્યો. હું નહીં કોઈ સંબંધ. કેટલી સાચી વાત કહી દીધી છે ઉપાધ્યાય યશોવિજયજીએ !! જ્ઞાની પુરુષોને, આત્મજ્ઞાની પુરુષોને “ઉન્મત્ત’ પાગલ સમજીને જગતે એમને કેટલા સતાવ્યા છે? ભગવાન મહાવીરને પણ બાર વર્ષ સુધી દુનિયાએ કેટલા સતાવ્યા હતા? દેવોએ સતાવ્યા હતા, મનુષ્યોએ પણ સતાવ્યા હતા. પરંતુ જે આત્મજ્ઞાની હોય છે તે એકત્વ ભાવના ૨૬૫ | * Page #278 -------------------------------------------------------------------------- ________________ શરીરથી, મમત્વથી મુક્ત હોય છે. તેઓ સદેવ સમતા-અમૃતમાં - તેના આસ્વાદમાં મગ્ન રહે છે. ભલે કોઈ એમના શરીરની ચામડી ઉતારી લે અથવા મસ્તક ઉપર સળગતા અંગારા ભરે. ભલે ને કોઈ એમના ઉપર મુઠીપ્રહાર કરે અથવા ગાળોની ઝડી વરસાવે. તે તો સમજે છે - આ લોકો અંધ છે. તેઓ કશું જોતા જ નથી. એમના ઉપર કરણા જ કરવાની હોય. અંધ ઉપર ક્રોધ શું કરવો? આમ પણ આત્મજ્ઞાની વિકલ્પોથી મુક્ત હોય છે. તેઓ રાગદ્વેષના ફાલતું વિચારો કરતા જ નથી ! તેઓ સમજે છે. નિર્વિકલ્પ મુજ રૂપ હૈ, દ્વિધાભાવ ન સુહાઈ.” આત્મજ્ઞાનના ચિંતનમાં, એમની અન્તર્યાત્રામાં વિકલ્પોને કોઈ સ્થાન નથી. એમની અન્તર્યાત્રામાં દ્વતને જગા જ નથી હોતી. હું બહિરાતમ છાંડ કે અંતરાતમ હોઈ, પરમાતમ મતિ ભાવિએ, જહાં વિકલ્પ ન હોઈ. એ આત્મજ્ઞાનીની અન્તર્યાત્રામાં એકમાત્ર પરમ આત્મા જ હોય છે. બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એનું મન, એની મતિ - બુદ્ધિ બધું જ પરમાત્મામય બની જાય છે. પરમાત્મભાવની વાસના દૃઢ થઈ જાય છે. પરિણામસ્વરૂપ આત્મા પરમાત્મા બની જાય છે. સો મેં યા દ્રઢ વાસના, પરમાતમ પદ હેત. ઇલિકા ભ્રમરી ધ્યાનગત. જિનમતિ જિનપદ દેત. જે પ્રકારે ઈયળ-કીડો ભમરીનું ધ્યાન કરે છે, તો તે ભમરી બની જાય છે, એ રીતે પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં અંતરાત્મા પરમાત્મા બની જાય છે. પરમાત્મભાવમાં વાસના બની જવી જોઈએ. વૃઢ વાસના બની જવી જોઈએ. પરમાત્મભાવમાં વાસના દૃઢ કેવી રીતે બને?? પ્રશ્ન : આપે કહ્યું તે સિદ્ધાંતની દ્રષ્ટિએ બરાબર છે, પરંતુ પરમાત્મભાવમાં વાસના થતી જ નથી ! વૈષયિક સુખોમાં જ વાસના દૃઢ હોય છે. ઉત્તરઃ હું ઇન્દ્રિયોથી, શરીરથી ભિન્ન છું. મારાથી શરીર-ઈન્દ્રિયો ભિન્ન છે. હું તો વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જ છું. આ શુદ્ધ ભાવના જ પરમાત્મપથની દીપિકા છે. “સમાધિશતકમાં કહ્યું છેઃ દેહાદિક સે ભિન્ન મેં મોસે ચારો તેવું પરમાતમપથ દીપિકા, શુદ્ધ ભાવના એવું અંતર્યાત્રામાં આ ચિંતન વારંવાર કરવાનું છે. કરતા રહો આ ચિંતન. ૬-૮ માસ ૨૬૬ શાન્ત સુધારસ : ભાગ ૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ કર્યા પછી મને કહેજો કે પરમાત્મભાવની વાસના જાગી કે નહીં? એક વાર વાસનાને જાગવા દો ! પછી તે દૃઢ થતી જાય છે. ચિંતન તો કરવાનું જ છે. ભેદ-જ્ઞાનનું ચિંતન ક૨વાનું છે. અધ્યાત્મમાર્ગમાં આ ચિંતન અનિવાર્ય છે. આ ચિંતનથી વિષયવાસના શિથિલ થઈ જશે. પુદ્ગલિક વિષય - અભિનિવેશ - દુરાગ્રહ છૂટી જશે. મારે એવા જ શબ્દ-રૂપ-૨સાદિ જોઈએ' એવો દુરાગ્રહ ન રાખવો. આત્મજ્ઞાની અંતરાત્માને પોતાના ગુણોનું પણ અભિમાન રહેતું નથી, તો પછી આત્મજ્ઞાની અંતરાત્માને વિષયોનો, પુદ્ગલોનો આગ્રહ તો કેવી રીતે રહી શકે ? અભિનિવેશ પુદ્ગલ વિષય જ્ઞાની હું કહા હોત ? ગુણ કો ભી મદ મિટ ગયો, પ્રકટત સહજ ઉદ્યોત. એકત્વ ભાવનાથી જ સમતાસુખ : પ્રતિદિન એકત્વ ભાવનાનું ચિંતન કરતા રહો. ચિત્ત સમતાસુખનો અનુભવ કરશે. આ દૃષ્ટિએ આત્માના એકત્વનું વિસ્તારથી વિવેચન કર્યું છે - નિશ્ચય દૃષ્ટિથી સમજાવ્યું છે અને વ્યવહાર દૃષ્ટિથી પણ સમજાવ્યું છે. પંડિતજી સકલચંદ્રજીએ ‘એકત્વ ભાવના’ને ભાવવાહી કાવ્યમાં પ્રવાહિત કરી છે. એ કાવ્યનું ગાન કરીને ‘એકત્વ ભાવના’ ૫૨ કંઈક ચિંતન કરીને એનું વિવેચન પૂર્ણ કરીશું. એ તું હિ આપકું તું હિ ધ્યાઓજી, ધ્યાન માંહી અકેલા, જિહાં તિહાં તું જાયા અકેલા, જાવેગા ભી અકેલા...... ૧ હરિહર પ્રમુખા સુરનર જાયા, તે ભી જગે અકેલા, તે સંસાર વિવિધ પર ખેલી, ગયા તે ભી અકેલા.....૨ કુછ ભી લીના સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લે ગયે તે, ધન બિન ઠાલે હાથે.....૩ બહુ પરિવારે ન રાચો, લાગો, મુધા મલ્યો સહુ સાથો, ઋદ્ધિ મુધા હોશે સબ ચિંતા, ગગન તણી જિમ બાથો.......૪ શાન્તસુધારસ મેં ઝીલો વિષય-વિષ પંચ નિવારો, એકપણું શુભ ભાવે, ચિંતી, આપ આપકું તારો....... હિંસાદિક પાપે એ જીવો, પામે બહુવિધ રોગો, જલવિણ જિમ માછો અકેલો પામે દુઃખ પરલોગો....... એકપણું ભાવી નેમિરાજા, મૂકી મિથિલા રાજો, મૂકી નરનારી સવિસંગત, પ્રણમે તસ સુરરાજ......૭ એકત્વ ભાવના ૨૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ હે આત્માનું ! તું પોતાનું જ ધ્યાન ધર, પોતાના આત્માનું ધ્યાન ધર, કારણ કે ધ્યાનમાં એકત્વ જ, એકલાપણું જ આવશ્યક હોય છે. ધ્યાનમાં બીજાનો સંયોગ વિક્ષેપ કરે છે. તે વિચાર, આ સંસારમાં તું જ્યાં જન્મ્યો ત્યાં એકલો જ જન્મ્યો છે. અને મર્યો પણ એકલો જ છે. કોઈ સાથે આવ્યું નથી અને આવનાર પણ નથી. આ સંસારમાં વિષ્ણુ, શિવ વગેરે પણ, બીજા દેવ અને મનુષ્ય પણ સૌ એકલા જ આવ્યા છે અને આ સંસારમાં વિવિધ ખેલ રચાવીને એકલો જ ચાલ્યા ગયા. આ બધા એકલા ગયા, કોઈને ય સાથે ન લઈ ગયા. તેમની સમૃદ્ધિ એમની સાથે ન ગઈ. તેઓ માત્ર પોતાનાં શુભાશુભ કર્મો જ લઈ ગયા. ખાલી હાથે ચાલ્યા ગયા. હે દુનિયાના માણસો, વિશાળ પરિવાર જોઈને ખુશ ન થતા. કારણ કે આ પરિવાર તમને કશાય કામમાં નહીં આવે! તમારી બધી ચિંતા વ્યર્થ જવાની છે. જેમ આકાશને આલિંગન આપવું વ્યર્થ છે, કશું જ પ્રાપ્ત થતું નથી, એ જ રીતે વિશાળ પરિવાર પરલોકમાં જતાં ઉપયોગી થવાનો નથી. એટલા માટે હે ભવ્ય લોકો, તમે શાન્તસુધારસના સરોવરમાં સ્નાન કરતા રહો. પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ ઝેરને દૂર કરો. એકત્વ ભાવનાનું ચિંતન કરીને તમે જાતે જ તરો. હિંસા અસત્યાદિ પાપો દ્વારા આ જીવ અનેક પ્રકારના રોગોનું પાત્ર બને છે, અને જે રીતે પાણી વગર માછલી દુઃખી થઈ જાય છે એ રીતે એકલો જીવ બિચારો દુર્ગતિમાં દુઃખ પામે છે. આ રીતે એકત્વ ભાવના ભાવીને નમિરાજા મિથિલાનું રાજ્ય છોડીને, અંતઃપુરનો ત્યાગ કરીને અણગાર બન્યા હતા, પ્રત્યેક બુદ્ધ બન્યા હતા. ઇન્દ્ર તેમના વૈરાગ્યની પરીક્ષા કરી હતી, નમિરાજર્ષિ એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. દેવેન્દ્ર એમના ચરણોમાં વંદન કરીને પાછો દેવલોકમાં ગયો હતો. ઉપસંહારઃ એકત્વ ભાવનાનું આ ગીત યાદ કરી લેશો અને ગણગણશો તો મજા પડશે. અને સમય મળે ત્યારે આ પ્રવચનોને વાંચતા રહેશો. સંસારમાં મનુષ્યને કોઈને કોઈ પ્રકારની અશાંતિ આવી પડે છે, એ સમયે આ પ્રવચનો તમને અવશ્ય શાન્તિ આપશે. સમતા પ્રદાન કરશે. તમે શાન્તિ-સમતાનો આસ્વાદ કરતા જ રહો એવી શુભ કામના સાથે પ્રવચન પૂર્ણ કરું છું. [૨૬૮ ૨૬૮ વિ | શાન્ત સુધારસ : ભાગ ૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, કંબોઇનગર પાસે, મહેસાણા-૩૮૪૦૦૨ (ગુજરાત) ફોન : (૦૨૭૬૨) ૫૦૬૪૮, ૨૧૩૬૧ 00 ઃ ટ્રસ્ટીમંડળ : જયકુમાર બી. પરીખ સંપતરાજ એસ. મહેતા રમણલાલ ડી. શાહ ચેતનભાઈ એમ. ઝવેરી મુગટભાઈ સી. શાહ અશોકભાઈ આર. કાપડિયા અમિતભાઈ એસ. મહેતા મહેન્દ્રકુમાર એ. કોઠારી હુક્મીચંદ એલ. વૈદ ભૂપેન્દ્રકુમાર સી. શાહ કૌશિક ડી. સંગોઈ મહેસાણા ભીવંડી મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ અમદાવાદ મદ્રાસ સોલાપુર સૂરત મુંબઈ Page #282 -------------------------------------------------------------------------- ________________ બેંગલોર પૂના તપુર (T.N.). મુંબઈ મુંબઈ ઝુંબઈ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ મુંબઈ ૨. શ્રી જેન જે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ પાલ (ઇસ્ટ), મુંબઈ ૩. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈરલાબીજ" ૪. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ ગાંધીનગર, બેંગલોર પ. શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ દાસપ્રાલેન, ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર ૭. શ્રી સુવિધિનાથ જૈન સંઘ ૮. શ્રી સુધમસ્વિામી જૈન સંઘ બુધવાર પેઠ, ૯. શ્રી પ્રાણલાલ કાનજી દોશી ગોવાલિયા ટેક, ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ગોવાલિયા ટેંક, ૧૧. માણેકલાલ વિ. સવાણી સાયન, ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ સાયન ૧૩. એક સંગૃહસ્થ સાયન, ૧૪. નિર્મળાબેને પ્રવીણચંદ્ર ઝવેરી સાયન, ૧૫. લીલાધર પાસુ શાહ માટુંગા, ૧૬. નટવરલાલ મનસુખલાલ શાહ માટુંગા. ૧૭. મીઠુભાઈ માવજી શાહ પાલ (ઇસ્ટ), ૧૮. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ પાલ (ઇસ્ટ), ૧૯. જયંતિલાલ ધરમચંદ શાહ ૨૦. ગિરીશભાઈ ચંદુલાલ શાહ પાલ (ઈસ્ટ), ૨૧. નયનાબેન ગિરીશભાઈ શાહ પાલી (ઈસ્ટ), ૨૨. સવિતાબેન રમણલાલ ડી. શાહ પાલ (ઇસ્ટ), ૨૩. અરવિંદભાઈ ભોગીલાલ શાહ પાલી (ઇસ્ટ), ૨૪. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ પાલ (ઇસ્ટ), ૨૫. જયંતિલાલ એચ. લોઢા, પાલી (વેસ્ટ), ૨૬. નાગરદાસ કાનજી શાહ ભાયખલા, ૨૭. જયંતિલાલ મોતીલાલ લાપસીયા, મુલુંડ, ૨૮. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૨૯. શ્રી ઉમરશી ખીયશી પોલડીયા ૩૦. રતિલાલ જેઠાલાલ સલોત ૩૧. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી ઐઘેરી વેસ્ટ), ૩૨. કાન્તિલાલ એલ. વસા વાલકેશ્વર, ૩૩. મુગટલાલ સી. શાહ ઘાટકોપર, ૩૪. રાજેશભાઈ પી. મોતા ઘાટકોપર, ૩પ. પદ્માબેન વસંતભાઈ શાહ ૩૬. પોપટલાલ બાદરચંદ શાહ ઘાટકોપરે, ૩૭. અમિતભાઈ સારાભાઈ મહેતા અમદાવાદ ૩૮. અશોકભાઈ રતિલાલ કાપડિયા અમદાવાદ ૩૯. માયાભાઈ મણીલાલ કાપડિયા અમદાવાદ ૪૦. ધીરજલાલ હાલાણી અમદાવાદ સાન્તાક્રૂઝ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૪૧. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૨. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૪૩. આણંદજી નાનજી દેઢીયા ૪૪. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૫. ચંદુલાલ અંબાલાલ શાહ ૪૬. મણીલાલ મગનલાલ શાહ ૪૭. રામચંદ સવરાજભાઈ ૪૮. મંજુલાબેન રમણીકલાલ જોગાણી ૪૯. અરવિંદભાઈ રતિલાલ શાહ ૫૦. કલાવતીબેન રસિકલાલ વોરા . ૫૧. હર્ષદભાઈ અમૃતલાલ શાહ ૫૨. વિદ્યાબેન સરદારમલ નાહર પ૩. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) ૫૪. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) ૫૫. દિલીંપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) ૫૬. ગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ૫૭. વિનેશ ઈન્ડસ્ટ્રીઝ : રવિભાઈ દોશી ૫૮. હંસાબેન મૂળજીભાઈ શાહ ૫૯. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા ૬૦. વ્રજલાલ રતનચંદ શાહ ૬૧. પદ્માબેન શશિકાન્ત પારેખ ૬૨. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ૬૩. ભરતભાઈ હીરાલાલ શાહ ૬૪. પુનમચંદ શિવલાલ શાહ ૬૫. રમાબેન વસંતભાઈ શાહ ૬૬. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૬૭. સુભાષભાઈ ભાયચંદ શાહ ૬૮. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૬૯. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૦. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ ૭૧. શા કેશવજી ખીમજી ગાલા દેશલપુરવાળા) ૭૨. શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ વોરા ૭૩. શ્રી હસમુખભાઈ રતિલાલ વોરા ૭૪. બિપીનચંદ્ર ચીમનલાલ શાહ ૭૫. સ્વ. ચંપાબેન રતીલાલ શેઠ (ધાનેરાવાલા) ૭૬. શ્રી હીરાચંદ દેવચંદ શાહ ૭૭. શ્રી કલ્પદિપ મશીનરી ૭૮. શાહ તારાચંદ ભગાજી પરિવાર ૭૯. શ્રી કિરીટ આર. શાહ ૮૦. શ્રી પ્રકાશભાઈ સી. શાહ ૮૧. શ્રી કિશોરભાઈ ધરમશી મહેતા ૮૨. શ્રી કાંતીલાલ હૈં. શાહ ચેરિટી ટ્રસ્ટ મસાટ વાલકેશ્વર નંદરબાર અમદાવાદ . અમદાવાદ બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી ચવેલી ધાનેરા સૂરત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વાપી વાપી સૂરત સૂરત ભીવંડી ભીવંડી મદ્રાસ મદ્રાસ તિરુપુર (T.N.) પૂના પૂના પૂના સેલવાસ સોલાપુર સોલાપુર શ્રીરામપુર ઈસ્લામપુર મહેસાણા મહેસાણા મહેસાણા કોરેગામ ભાવનગર મુંબઈ સૂરત નવસારી કિલ્લા પારડી વાપી કોપરલી મુંબઈ વિલે પાર્લા (ઈસ્ટ) મુંબઈ વિલે પાર્લા (ઈસ્ટ) મુંબઈ આણંદ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટઃ ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો . કિંમત ૧. ધર્મ સરણે પવન્જામિ: ભાગઃ ૧-૨-૩-૪ ૨. શ્રાવક જીવન : ભાગઃ ૧-૨-૩-૪ ૩. પર્વપ્રવચનમાળા ૪. સમરાદિત્ય મહાકથા : ભાગઃ ૧-૨-૩ (વાત) પ. જૈન રામાયણ : ભાગઃ ૧-૨-૩ (વાત) ૬. પાંપણે બાંધ્યું પાણિયારું (વાત). ૭. પ્રીત કિયે દુઃખ હોય (વાત) ૮. એક રાત અનેક વાત ૯. નીલ ગગનનાં પંખેરુ (વાત) ૧૦. મને તારી યાદ સતાવે ૧૧. દોસ્તી (વાત) ૧૨. રીસાયેલો રાજકુમાર (વાત) ૧૩. સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાત) ૧૪. અંજના (વાત) ૧૫. વાદીપ (વાત) ૧૬. ફૂલપાંદડી (વાત). ૧૭. વ્રત ધરે ભવ તરે (વાત) ૧૮. શ્રદ્ધાની સરગમ ૧૯. જ્ઞાનસાર (સંપૂર્ણ) ૨૦. પ્રશમરતિ (સંપૂણ) ૨૧. હરિભદ્રી યોગદર્શન ૨૨. મારગ સાચા કૌન બતાવે ૨૩. સમાધાન ૨૪. શાંત સુધારસ ૨૫. હું તો પલ પલમાં મુંઝાઉં ૨૬. તારા દુઃખને ખંખેરી નાખ ૨૭. વિચારપંખી ૨૮. ન પ્રિયતે ૨૯. ભવના ફેરા ૩૦. જૈનધર્મ (પરિચય ગાઈડ) ૩૧. જિનદર્શન (દર્શન વિધિ) ૩૨. માંગલિક નિત્ય સ્વાધ્યાય) ૩૩. વિજ્ઞાન-સેટ (૩ પુસ્તકો) ૩૪. બાળકોની સુવાસ-સેટ ૩પ. ગીતગંગા ૧૦૦-૦૦ ૨૦૦-૦૦ ૫૦-૦૦ ૨૦૦-૦૦ ૧૩૦-૦૦ ૨૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૨૦-૦૦ ૩૦-૦૦ ૧પ-૦૦ ૨૦-૦૦ ૧પ-૦૦ ૨૦-૦૦ ૧૦-00 ૮-૦૦ ૧પ- ૩૦-૦૦ પ-૦૦ ૩૦-૦૦ ૪૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૧૨-૦૦ ૩૦-૦૦ ૧૫-૦૦ ૨૦-૦૦ ૧૦-OO ૧૦-૦૦ ૧૫-૦૦. ૧૦-૦૦ ૮-૦૦ ૨૦-૦૦ ભવિષ્યમાં ૨૦-૦૦ 0 0 0 Page #285 -------------------------------------------------------------------------- ________________ कचंद महेता निर्मि काशन ट्रस्ट UN સર્જનનાં ‘માઈલસ્ટોન [ઉપલબ્ધ સાહિત્ય] • ધમ્મ મરણ પવજ્જામિ – ૧-૨-૩-૪ ૦ પ્રશમરા સમરાદિત્ય મહાકથા ભા. ૧-૨-૩ • જૈન રામાયણ ભા. ૧-૨-૩ • પર્વ પ્રવચનમાળા • મારગ સાચો કોન બતાવે પ્રીત કિયે દુઃખ હોય • પાંપણે બાંધ્યું પાણિયારું ૦ નીલ ગગનનાં પંખેરું • વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) • તારા દુઃખને ખંખેરી નાંખ • સર્વજ્ઞ જેવા સૂરિદેવા • શાંત સુધારસ (અનુવાદ) • વિચારપંખી • જેનધર્મ દોસ્તી • શ્રદ્ધાની સરગમ • વાર્તાદીપ અંજના જ ન મિયતે • રીસાયેલો રાજકુમાર • જિન દર્શન • કૂલપાંદડી જે માંગલિક • સુવાસ સેટ (૩ પુસ્તકો) • પ્રાર્થના • ગુણવૈભવ • વ્રત ધરે ભવ તરે શ્રાવક જીવન ભા. ૧-૨-૩-૪ જ્ઞાનસાર • શોધ પ્રતિશોધ • સંયમ સાધના • શાંત સુધારસ (પ્રવચનો) • સ્વાધ્યાય • પીઓ અનુભવ રસ પ્યાલા • મનને બચાવો Jain Ramayana - 1-2-3 The Way of Life - 1-2-3-4 . Guidelines of Jainism • A Code of Conduct Treasure of Mind Science of Children - 1-2-3 (Atma-Karma-Dharma) • Bury Your Worry Rising Sun Story Story • અરિહંત (હિન્દી માસિક પત્ર) અન્ય હિન્દી સાહિત્ય Page #286 -------------------------------------------------------------------------- _