________________
અને ઇન્દ્રિયને તૃપ્તી નથી થતી - નહીં થાય. જે રીતે આગમાં ઘીયા મધુની આહુતિ આપવાથી આગ શાન્ત નથી થતી, પરંતુ વધારે પ્રજ્વલિત થાય છે. પુદ્ગલ ગીતામાં કહ્યું છે :
પુદ્ગલ સુખ સેવત અહનિ, મન ઇન્દ્રિય ન ધાવે.
જિમ વૃત-મધુ આહુતિ દેતાં. અગ્નિ શાન્ત નવિ થાવે. આગળ વધીને ચિદાનંદજીએ કહ્યું છેઃ
જિમ જિમ અધિક વિષયસુખ સેવે, તિમ તિમ તૃષ્ણા દીપે,
જિમ અપેય જલપાન કિયાથી, તૃષ્ણા કહો કિમ છીએ? અપેય જળ' એટલે કે સાગરનું ખારું પાણી. સાગરનું પાણી પીવાથી તૃષ્ણા છીપતી નથી, પરંતુ વધારે પ્રમાણમાં વધી જાય છે, એ રીતે વિષયસુખ ભોગવવાથી વધારે ને વધારે ભોગવવાની તૃષ્ણા જાગ્રત થાય છે. વધારે પ્રદીપ્ત થાય છે, પરંતુ પૌદ્ગલિક સુખમાં આસક્ત જીવ આ માર્મિક વાત જાણતો - સમજતો નથી. જન્માન્ય જીવ સૂર્યનું તેજ કેવી રીતે ઓળખે? આ વાત ચિદાનંદજી કહે છે :
પૌદ્ગલિક સુખ કા આસ્વાદી, એહ મરમ નવિ જાણે,
જિમ જાત્ય% પુરુષ દિનકરનું તેજ નવિ પહિચાણે. જીવોને ઇન્દ્રિયજન્ય વૈષયિક સુખો સારાં લાગે છે, પ્રિય લાગે છે, પરંતુ એ સુખોના ભોગોપભોગનાં પરિણામનો વિચાર એ અજ્ઞાની જીવ કરી શકતા નથી. અજ્ઞાની જીવોને પરિણામનું જ્ઞાન જ ક્યાં હોય છે? તેમને તો વર્તમાનકાળનું જ જ્ઞાન હોય છે. અત્યારે સુખ મળે છે ને ? બસ, કાલનો વિચાર નહીં કરવાનો.’
ઇન્દ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે.
પણ કિંપાક તણા ફલની પરે, નહીં વિપાક તસ જાણે. ‘કિંપાક' નામનું જંગલી ફળ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ એનું પરિણામ મોત હોય છે. એ જ રીતે વૈષયિક સુખો ભોગવવામાં સારાં લાગે છે, પરંતુ જનમજનમનાં દુઃખદાયી હોય છે.
આવું સમજીને પૌદ્ગલિક વિષયસુખોથી વિમુખ થવું જોઈએ, વિરક્ત થવું જોઈએ અને આત્મભાવની સન્મુખ થવું જોઈએ.
એહવું જાણી વિષયસુખભેંતી, વિમુખરૂપ તિન રહીએ.
ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ ઘર ભેદ યથારથ લહીએ. ‘ત્રિકરણ યોગ એટલે કે મન-વચન અને કાયા. આત્માનું શુદ્ધ સ્વરૂપ મન, વચન અને કાયાથી સમજવાનું છે. આત્મભાવ અને પુદ્ગલભાવનો યથાર્થ ભેદ જાણવાનો છે. ૨૩૬
શાન્ત સુધારસ : ભાગ ૧