________________
સિંહ જેવો આત્મા પરાધીન છે?
આમ તો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત જ્ઞાની છે, પરંતુ પુદ્ગલભાવથી આવૃત છે. આત્મા અનંત શક્તિનો સ્વામી છે, પરંતુ પુદ્ગલભાવે તેને કાયર બનાવી દીધો છે. શ્રી ચિદાનંદજી કહે છે :
જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુદ્ગલ આવરિયો.
જે અનંત શક્તિનો નાયક, તે ઇણ કાયર કરિયો. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં અજ્ઞાની નથી, અનંત જ્ઞાની છે. કાયર અશક્ત નથી, અનંત શક્તિશાળી છે. પરંતુ અનંત કર્મપુદ્ગલોથી આવૃત છે. કર્મયુગલોનું આવરણ કાપવાનું છે. એ આવરણ દૂર થતાં મૂળ સ્વરૂપ પ્રકટ થશે. જ્યાં સુધી કર્મપુદ્ગલોનો પ્રભાવ છે, ત્યાં સુધી તો આત્માને દુઃખ સહન કરવાં જ પડશે.
ચેતન કું પુદ્ગલ યે નિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે.
પણ પિંજરગત નાહરની પરે, જોર કછુ ન ચાલે. - સિંહ પાંજરામાં છે ! શું કરે? આત્મા, સિંહ જેવો શક્તિશાળી આત્મા કોના પિંજરામાં બંધ છે. પુદ્ગલ એને વિધવિધ દુઃખો આપે છે. પાપ પુદ્ગલો જીવને દુઃખી કરતાં રહે છે. પુદ્ગલનું પિંજરું તોડવું જ પડશે. ગમે તેમ કરીને તોડવું પડશે. તપથી - ત્યાગથી, જ્ઞાનથી - ગમે તે રીતે. ધ્યાનથી, શમથી - ઉપશમથી તોડો. માદેવ, આજીવથી તોડો. જે કોઈ ઉપાય તમારાથી બને તે ઉપાય કરીને પુદ્ગલના પિંજરાને તોડો અને સિંહ સમાન આત્માને મુક્ત કરો.
સિંહ હોવા છતાં પણ તે પિંજરામાં રહેવાનો આદિ થઈ ગયો છે ! એને પુદ્ગલનો સંગ સારો લાગે છે. પ્રિય લાગે છે, જેવી રીતે રોગી મનુષ્ય કુપથ્ય કરે છે, ન ખાવાનું - ખાય છે, ન પીવાનું પીએ છે અને ખુશી – મજા કરે છે. ચિદાનન્દજી કહે છે :
ઇતને પર ભી જો ચેતન કે પુદ્ગલ સંગ સોહાવે,
રોગી નર જિમ કુપથ કરીને, મન મેં હર્ષિત થાવે. કર્મોના પુદ્ગલોથી કેટલી પરવશતા થઈ ગઈ છે? આત્મા પોતાના તમામ શ્રેષ્ઠ ગુણોને ભૂલી ગયો છે. શ્રેષ્ઠ સ્વરૂપને ભૂલી ગયો છે ! એની કોઈ જાત-પાત નથી હોતી. કુળ અને નાત નથી હોતી. નામ અને રૂપ નથી હોતાં, પરંતુ પુદ્ગલના સંગે નામ અને રૂપ ધારણ કરી લીધાં છે. પુદ્ગલ માયાએ એની ઉપર જાદુ કરી દીધો છે. આત્મા પોતાની જાતને ભૂલી ગયો છે.
જાત્યપાત્ય - કુલન્યાત ન તાર્ક નામ નહિ કોઈ, પુદ્ગલ સંગત નામ ધરાવત નિજ ગુણ સઘલો ખોઈ.
એકત્વ ભાવના.
૨૩૭