________________
આ પુદ્ગલ સંગતિ જ ‘પ૨માવસ્થ સંવૃત્તિ’ છે. ગ્રંથકાર ઉપાધ્યાયજી આ પરભાવ સંવૃત્તિને તોડવાનો ઉપદેશ આપે છે. ત્યારે,તોડવાની ઇચ્છા થશે, જ્યારે જીવ સભાન થશે. પુદ્દગલ સંગત’ ‘પુદ્ગલ પિંજરું’ એને બંધન લાગશે. જ્યાં સુધી પુદ્ગલ સંગત સારી લાગે છે ત્યાં સુધી -
પુદ્ગલ કે સબ હાલત ચાલત, પુદ્ગલ કે વસ બોલે, કહૂંક બૈઠા ટકટક જુએ, કણૂંક નયણ ન ખોલે.
-
હાલવું, ચાલવું, બોલવું - બધું જ પુદ્ગલને વશ ! આંખો ખોલવી અને બંધ કરવી પણ પુદ્ગલને વશ ! મનપસંદ ભોગ ભોગવવા અને સુખશય્યામાં સૂવું, પુદ્ગલને વશ ! અને આ પુદ્ગલપરવશ બનીને ભૂખ્યા-તરસ્યા ગલીઓમાં પડ્યા રહે છે. મનગમતા કહું ભોગ ભોગવે, સુખ સજ્યાએ સોવે, કહૂક ભૂખ્યા તરસ્યા બાહર, પડ્યા ગલી મેં રોવે.
‘પુદ્ગલની ઓળખ કરી લો' - પરભાવની ઓળખ કરી લો અને તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી લો. પુદ્ગલનું બંધન જાણો અને તેને તોડવાનો પ્રબળ પ્રયત્ન કરો. આ મનુષ્યજીવનમાં જ આ પુરુષાર્થ કરી શકશો. પુદ્ગલોની લાલચમાં ફસાવાનું નથી.
પુદ્ગલની ઓળખાણ કરાવતાં શ્રી ચિદાનંદજી સરળ શબ્દોમાં કહે છે ઃ પાણીમાંહે ગલે જે વસ્તુ, જલે અગનિ સંયોગ, પુદ્ગલ પિંડ જાણે તે ચેતન, ત્યાગ હરખ અરુ સોગ. છાયા આકૃતિ તેજઘુતિ સહુ, પુદ્ગલની પર જાય, સડન-પર્ડન-વિધ્વંસ ધર્મ એ, પુદ્ગલ કો કહેવાય. મલ્યા પિંડ જેહને બંધે બે, કાલે વિખરી જાય. ચરમનયણ કરી દેખીએ તે, સહુ પુદ્ગલ કહેવાય. પુરણ-ગલન ધર્મથી પુદ્ગલ નામ જિણંદ વખાણે, કેવલ વિણ પરખાય અનંતી, ચાર જ્ઞાન નવિ જાણે. શુભથી અશુભ, અશુભથી શુભ, મૂલ સ્વભાવે થાય. ધર્મપાલટણ પુદ્ગલ કો ઇમ, સદ્ગુરુ દિયો બતાય. કાવ્યમાં અને સરળ ભાષામાં પુદ્ગલનો પરિચય કરાવી દીધો છે ને ? સમજી ગયા ને ? તો પણ ગદ્યમાં સમજાવું છું.
- જે વસ્તુ પાણીમાં ગળી જાય છે.
- જે વસ્તુ અગ્નિમાં બળી જાય છે.
એને પુદ્ગલ જાણવું; હે ચેતન, પુદ્ગલભાવમાં હર્ષ-શોક ન કરવો.
૨૩૮
શાન્તસુધારસ ઃ ભાગ ૧