________________
ઘરમાં મહેમાન માન્યો હતો. સંયોગ-વિયોગનું ચિંતન કર્યું હતું. ‘સ્વજન-પરિજનોથી હુંભિન્ન છું ’- એ અન્યત્વ ભાવના દ્વારા ભાવિત બન્યા હતા. એટલા માટે તે પુત્રના મૃત્યુથી શોકમગ્ન ન બન્યા; આર્તધ્યાન ન કર્યું.
ભાવનાઓનો આ અચિંત્ય પ્રભાવ છે. મોહવિષાદનું ઝેર ઊતરી જાય છે. મોહજન્ય વાસનાઓ દૂર થઈ જાય છે. વાસનાપૂર્તિની ઇચ્છાઓ શાન્ત થઈ જાય છે. જો તમે લોકો ઇચ્છતા હો તો ‘શાન્તસુધારસ’ ગ્રંથને અવશ્ય સાંભળો. નિયમિત રૂપે સાંભળો. સાંભળ્યા પછી રાત્રિના સમયે તેનું ચિંતન કરો - મનન કરો. બીજા સ્વજનો-મિત્રોની સાથે ભાવનાઓ અંગે વાર્તાલાપ કરો. આ બધું કરવાથી ધીરે ધીરે તમારું મન મોહથી મુક્ત બની જશે - તમે શાન્તિ પામશો, સુખનો અનુભવ કરશો. આજે બસ, આટલું જ.
| શાન્તસુધારસ : ભાગ ૧
૨૭