________________
'
મન સદૈવ નિર્મળ રહે તે સંભવ નથી. કેટલીક વાતોમાં મન પવિત્ર -નિર્મળ રહી શકે છે. આવી એક બીજી વાત છે ઃ તત્ત્વશ્રવણની અભિરુચિ. તત્ત્વશ્રવણ કરવું સર્વ મનુષ્યો માટે સંભવ નથી. ઓછા લોકો જ તત્ત્વશ્રવણ કરવાની ઇચ્છા રાખે છે.
દુનિયામાં મોટા ભાગના લોકો વિકથા શ્રવણ કરવાની જ અભિલાષા રાખતા હોય છે. ‘સુમનસો’ સંબોધન આવા લોકો માટે પ્રયુક્ત નથી. તમે લોકો ‘શાન્તસુધારસ’ સાંભળવા આવ્યા છો તે માટે યોગ્ય છે. તમારું મન સારું છે માટે તમે ‘શાન્તસુધારસ’સાંભળવા આવો છો. અથવા શાન્તસુધારસ’ સાંભળતાં સાંભળતાં મન પવિત્ર થઈ જશે. બસ, તમારું દૃઢ પ્રણિધાન હોવું જોઈએ કે “મારે મારું મન પવિત્ર બનાવવું છે.’ ‘શાન્તસુધારસ’નું પ્રતિદિન શ્રવણ કરતા રહો. નિર્મળ બનશે જ.
બાર ભાવનાઓને હૃદયસ્થ કરો :
ઉપાધ્યાયજી કહે છે કે બાર ભાવનાઓને પોતાના ચિત્તમાં સ્થાપિત કરો. બાર ભાવનાઓ સાંભળવા માત્રથી જ હૃદય પવિત્ર થાય છે. એ બાર ભાવનાઓ આ પ્રમાણે છે ઃ
अनित्यत्वाशरणे भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवचात्मन् ! संवरं परिभावय ॥
कर्मणो निर्जरां धर्म - सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेता भत्वयन् मुच्यसे भवात् ॥
૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સંવર, ૯. કનિર્જરા, ૧૦. ધર્મસુકૃત, ૧૧. લોકસ્વરૂપ અને ૧૨. બોધિદુર્લભ ભાવના. આ બાર ભાવનાઓ છે. આ સર્વે ભાવનાઓને વિસ્તારથી સમજવાની છે.
ઉપાધ્યાયજીએ એક-એક ભાવનાના વિષયમાં શ્લોક અને ગેય કાવ્યોની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં આ કાવ્યોની રચના રસપ્રચુર છે, અદ્વિતીય છે.
ઉપાધ્યાયજી ઇચ્છતા હતા કે પ્રત્યેક મુમુક્ષુ આત્મા આ ભાવનાઓને હૃદયસ્થ કરે. ગદ્યને બદલે પદ્ય-કાવ્ય હૃદયને તરત જ અસર કરે છે. કાવ્ય હૃદયમાં તરત જ પ્રવેશ કરે છે. એમાં પણ જે કાવ્ય રસમય હોય, જે કાવ્યમાં શબ્દલાલિત્ય હોય, ભાવોની ગહનતા હોય, તે કાવ્ય હૃદયસ્થ થઈ જાય છે.
‘ભાવના’ઓનો વિષય શાસ્ત્રીય છે, ધાર્મિક છે, આધ્યાત્મિક છે. આવા વિષયને મનુષ્યના હૃદય સુધી પહોંચાડવાનું સર્વોત્તમ માધ્યમ છે ‘કાવ્ય’ - ગેય કાવ્ય છે.
४०
પ્રસ્તાવના