________________
‘શાન્તસુધારસ’ ભિન્ન-ભિન્ન રાગોમાં નિબદ્ધ મહાકાવ્ય છે. વિવિધ શાસ્ત્રીય રાગોમાં બદ્ધ છે, એટલે તો એને ગાઈ શકીએ છીએ. ગાતાં-ગાતાં દિવ્ય ભાવોમાં લીન થઈ શકીએ છીએ. ક્લેશમય, દુઃખમય, દુનિયાને ભૂલી શકીએ છીએ. શાન્તિ, સમતા અને સમાધિની અનુભૂતિ કરી શકીએ છીએ.
મોહમૂઢતાનાં દુષ્પરિણામ :
સદૈવ યાદ રાખવાનું છે કે આ દુનિયા ક્લેશમય છે - દુઃખમય છે. કારણ કે સમગ્ર જીવસૃષ્ટિ પર રાગ-દ્વેષ અને મોહનું ગાઢ આવરણ છવાયેલું છે. રાગી-દ્વેષી અને મોહાન્ધ જીવ ક્યાંથી સુખ-શાન્તિ અને સમતા-સમાધિ પામી શકે ? ન જ પામી શકે. રાગ-દ્વેષ અને મોહને કારણે જીવાત્મા -
* અનિત્યને નિત્ય માને છે; શરીર, આયુષ્ય રિદ્ધિસિદ્ધિ અને સંપત્તિ, પાંચ ઇન્દ્રિયોના વિષયસુખ, મિત્ર, સ્ત્રી, સ્વજનોનો સંગમ, તેનું સુખ - આ સર્વે ક્ષણિક હોવા છતાં પણ નિત્ય માનીને ચાલે છે.
* મોટા મોટા સમ્રાટ, દેવ-દેવેન્દ્રો, ચક્રવર્તી... એ બધા જ મૃત્યુની સમક્ષ અશરણ હોય છે; તો પણ મોહાક્રાન્ત મનુષ્ય પોતાની અશરણતાનો વિચાર નથી કરતો. અશરણ હોવા છતાં પણ પોતાના તેજથી, પ્રતાપથી, પુરુષાર્થથી, ધનવૈભવથી
અભિમાન કરતો રહે છે.
* મોહાક્રાન્ત મનુષ્યને સંસાર ભયાનક વન નથી લાગતું. લોભનો દાવાનળ સળગતો નજરે પડતો નથી. અનન્ત ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. મન-વચનકાયામાં સદાય વિકાર ઉત્પન્ન થતા રહે છે. કદમ કદમ પર આપત્તિઓનાં ઊંડા ગર્તમાં પડતો રહે છે, તો પણ તે સંસારથી વિરક્ત થતો નથી.
કર્મોનાં કુટિલ બંધનોથી બંધાયેલો જીવાત્મા દિગ્માન્ત બનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પોતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી પણ શકતો નથી કે તે અનાદિ ભવસાગરમાં અનંતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. મોહવશ - અજ્ઞાનવશ તે સાંસારિક સંબંધોનાં પરિવર્તનોને સમજી શકતો નથી.
જન્મના પરિવર્તનની સાથે સંબંધમાં પરિવર્તન આવી જાય છે. જેમ કે પુત્ર પિતા બની જાય છે, પિતા પુત્ર બની બેસે છે. માતા પુત્રી અને પુત્રી માતા બને છે. મિત્ર શત્રુ થઈ જાય છે અને શત્રુ સ્વજન બને છે.. આ પરિવર્તન મોહાન્ધ જીવ જોઈ શકતો નથી, સમજી શકતો નથી.
* મોહાસક્ત જીવ આત્મતત્ત્વને સમજી શકતો નથી. ‘હું આત્મા છું.... જ્ઞાનદર્શન મારા ગુણ છે.... આત્મા સિવાય સર્વ માત્ર મમત્વ છે....કલ્પના છે.’ આ પરમ સત્યનો આભાસ પણ મોહાન્ધ જીવને થતો નથી. તે તો જે પોતાનું નથી | શાન્તસુધારસ : ભાગ ૧
૪૧