________________
ગર્દભાલીમુનિ અને સંજય રાજાઃ
આવી જ એક પ્રાચીન વાર્તા આજે તમને સંભળાવું. આ વાત શ્રમણ ભગવાન મહાવીરે પોતાના અંતિમ ઉપદેશમાં સંભળાવી હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં આજે પણ તમે આ વાર્તા વાંચી શકો છો.
કાંડિલ્યનગરનો રાજા સંજય પશુઓનો શિકાર કરવા માટે જંગલોમાં અવારનવાર જતો હતો. તેને મૃગમાંસ ખૂબ ભાવતું હતું. એટલા માટે તે વધારે પ્રમાણમાં મૃગોનો શિકાર કરતો હતો. તેણે એક વિશાળ મૃગવન બનાવ્યું હતું. એ વનમાં હજારો યુગો રહેતાં હતાં. એ વનનું નામ હતું કેસરવન.'
એક દિવસે આમ બન્યું - રાજા કેટલાક સૈનિકો સાથે શિકાર કરવા માટે કેસરવનમાં ગયો. તેણે મૃગોનો શિકાર કરવાની શરૂઆત કરી, પરંતુ રાજાને જોઈને હજારો યુગો દોડીને એક જગાએ એક મુનિરાજ જ્યાં ઊભા રહીને ધર્મધ્યાન કરી રહ્યા હતા, ત્યાં વૃક્ષઘટામાં પહોંચી ગયા. રાજાએ ત્યાં જઈને શિકાર કર્યો. કેટલાંક મૃગોને માય પછી ઘોડા ઉપરથી નીચે ઊતરીને વૃક્ષઘટામાં ગયો. ત્યાં તેણે કરુણામૂર્તિ ધ્યાનસ્થ ગર્દભાલી નામના મુનિરાજને જોયા. તેણે વિચાર કર્યો : મુનિરાજને પણ તીર વાગ્યું હશે?” તે ભયભીત થઈ ગયો. તેણે મુનિરાજના ચરણોમાં વંદના કરી અને બોલ્યો : “હે ભગવનું. મારા આ અપરાધની મને ક્ષમા આપો, હું મોટો પાપી છું. મેં મોટું પાપ કર્યું છે.'
પરંતુ મુનિરાજ તો ધ્યાનસ્થ હતા. તેમણે રાજાને પ્રત્યુત્તર ન આપ્યો. રાજા સંજય ગભરાયો. તેણે વિચાર કર્યોઃ “અવશ્ય એ મારા ઉપર કોપાયમાન થયા છે.... એ શું કરશે? શાપ આપશે? સળગાવી મૂકશે? આવા ઘોર તપસ્વી મુનિરાજ જો ક્રોધમાં આવે તો અવશ્ય હજારો માણસોને બાળી મૂકી શકે એવું મેં સાંભળ્યું છે. પરંતુ હું શું કરું? મને ખબર ન હતી કે આ વૃક્ષઘટામાં મુનિરાજ ઊભા હશે! હું મારો પરિચય આપું અને ક્ષમાયાચના કરીને એમની પાસેથી અભયવચન માગી લઉં.”
રાજા વિનમ્ર ભાવથી બોલ્યો : 'ભગવનું, મને ક્ષમાવચન સંભળાવો. હું રાજા સંજય છું. મેંમૃગોનો શિકાર કર્યો છે. આપને પણ કષ્ટ પહોંચાડ્યું છે. ભગવન્! મને અભયવચન આપવાની કૃપા કરો.”
મુનિરાજે પોતાનું ધર્મધ્યાન પૂર્ણ કર્યું અને કૃપાદ્રષ્ટિથી રાજાની સામે જોયું. તેમણે કહ્યું:
अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि अ । अणिच्चे जीव लोगंमि किं हिंसा ए पसज्जसि ? ॥
[ સંસાર ભાવના
. ૨૧૩]
૨૧૩