________________
• એ જ મારો પરમ આહ્વાદ છે... વીતરાગ છે, વીતદ્વેષ છે. • સોડમ્...સોદોડમ.. હું તે જ છું, હું તે જ છું. હું તે જ છું. • આ પ્રશમરસના અમૃતપાનથી જે ભીતરમાં ઉત્સવ જામે છે, એનું કાવ્ય છે,
આનંદોર્મિનું ગીત છે. ચિદાનંદ જ મસ્તીમાં સ્કુરિત શબ્દાવલી છે. તમારે ઉત્સવ...અંદરનો ઉત્સવ મનાવવો છે? તો તમે બહારના ઉત્સવનો મોહ ત્યજીને અંદર ઊતરી જાઓ. સમગ્રતયા ભીતરમાં ચાલ્યા જાઓ. ૧૫-૨૦ મિનિટ માટે, અડધા કલાક માટે, કલાક માટે અંદર સ્થિર થઈ જાઓ - પાંચ શ્લોકો ગાઓ. જ્યોતિ સ્વરૂપ આત્માની કલ્પના કરીને આ પાંચ શ્લોકોનું ગાન કરો. ભીતરનો ઉત્સવ એકાન્તમાં:
જો તમે એવો આનંદભરપૂર ઉત્સવ મનાવવા માગતા હો તો પહેલું કામ કરો - રાગ-દ્વેષી લોકોની ભીડથી દૂર રહેવાનું. એટલા માટે આપણાં તીર્થો પહાડો ઉપર બન્યાં છે. પરંતુ વર્તમાનમાં ત્યાં પણ લોકોની ભીડ થવા લાગી છે. એટલા માટે જ્યાં લોકો ન આવતાં હોય, યા તો અતિ અલ્પ પ્રમાણમાં આવતા હોય, એવા પહાડ ઉપર ચાલ્યા જાઓ. જેમ કે તારંગાજીની ઉપર સિદ્ધશિલાની ગુફામાં જઈને બેસો. અથવા ગિરનારની કોઈ ગુફાની પસંદગી કરો અને ત્યાં એકાદ વાર અડધો કલાક બેસો અને ઉત્સવ મનાવો, અથવા રાણકપુરના કોઈ નિર્જન મંદિરમાં અથવા પહાડોમાં જઈને ઉત્સવ મનાવી લો. આ ઉત્સવમાં એકાન્ત અને મૌન જોઈએ. વાણી અને વિચારોનું મૌન !
पुद्गलेष्वप्रवृत्तिस्तु योगिनां मौनमुत्तमम् !' પુદ્ગલભાવોની મનમાં પ્રવૃત્તિ ન થવી એ યોગીઓનું ઉત્તમ મૌન છે. જ્યારે “તમારું મન, તમારી બુદ્ધિ આત્મભાવોમાં જ લીન બને, તો પછી પુદ્ગલભાવોમાં જશે જ ક્યાંથી?
આપણી પ્રાચીન પરંપરામાં સાધક પુરુષ - શ્રાવક હોય કે સાધુ હોય, ગૃહસ્થ હોય યા સંન્યાસી હોય, જેને ચિદાનંદનો, પ્રશમાનંદનો ઉત્સવ મનાવવો હોય તે રાત્રિએ નગરની બહાર, શૂન્ય ઘરોમાં, ખંડેરોમાં...સ્મશાનમાં ચાલ્યા જાય છે. એમને ત્યાં એકાન્ત મળતું હતું. તેઓ રાતભર ત્યાં કાયોત્સર્ગ ધ્યાનમાં આ જ પરમાનંદનો, પરમાલાદનો, પરમ જ્યોતિનો ઉત્સવ મનાવતા હતા. તેઓ ‘તોડસોર..
સોના નાદથી ડોલી ઊઠતા હતા; સિદ્ધસ્વરૂપનું તાદાભ્ય પામીને પરમાનંદની અનુભૂતિ કરતા હતા.
અનિત્ય ભાવના
૧૨૭