________________
दूरे मोक्षसुखं, प्रत्यक्ष प्रशमसुखम् । જે સાધકો અહીં, આ જન્મમાં પ્રશમસુખનો અનુભવ નથી કરી શકતા તે મોક્ષસુખ નથી પામી શકતા - એટલા માટે આ જન્મમાં પ્રશમસુખનું અમૃતપાન કરતાં આત્મોત્સવ મનાવવા માટે ઉપાધ્યાયજી પ્રેરણા આપે છે.
જેવી રીતે પૃથ્વીનો ઉત્સવ ઋતુઓ દ્વારા પ્રકટે છે, વૃક્ષોનો ઉત્સવ વસંત દ્વારા પ્રકટે છે અને વસંતોત્સવ કોકિલના કૂજન દ્વારા વ્યક્ત થાય છે, પુષ્પોનો ઉત્સવ એમની સુવાસ દ્વારા હોય છે, આકાશનો ઉત્સવ મૌનથી પ્રકટે છે, વિદ્યા પોતાનો ઉત્સવ વિવેક દ્વારા અભિવ્યક્ત કરે છે, એમ યોગીપુરુષોનો, સપુરુષોનો ઉત્સવ પ્રશમરસના અમૃતપાન દ્વારા પ્રકટ થાય છે.
આત્મતત્ત્વની અનુભૂતિ થતાં યોગીપુરુષ, સપુરુષ, ચિદાનન્દથી વિભોર થઈ જાય છે અને ગાવા લાગે છે?
स एव परमं ब्रह्म, स एव जिनपुंगवः । स एव परमं चित्तं, स एव परमो गुरुः ॥ स एव परमं ज्योतिः, स एव परमं तपः । स एव परमं ध्यानं, स एव परमात्मकम् ॥ स एव सर्वकल्याणं, स एव सुखभाजनम् । स एव शुद्धचिदूपं, स एव परमः शिवः ॥ स एव परमानन्दः, स एव सुखदायकः । स एव परचैतन्यं, स एव गुणसागरः ॥ परमालादसंपन्नं, रागद्वेषविवर्जितम् ।
सोऽहं देहमध्येषु, यो जानाति सः पंडितः ॥ • પર્વ એટલે કે શરીરમાં વસેલો આત્મા, એ મારો આત્મા જ પરમબ્રહ્મ છે,
એ જ જિનેશ્વર છે, એ જ પરમ ચિત્ત છે અને એ જ પરમ ગુરુ છે. • આ જ મારા દેહમાં રહેલ આત્મા જ પરમ જ્યોતિ છે. એ જ પરમ તપ છે. એ
જ પરમ ધ્યાન છે અને એ જ પરમ આત્મા છે. એ આત્મા જ સર્વ કલ્યાણરૂપ છે અને એ જ સુખભંડાર છે. એ જ શુદ્ધ ચિરૂપ
છે અને એ જ પરમ શિવ છે. • એ જ મારો પરમાનંદ છે, એ જ સુખદાયક છે, એ જ પરમ ચૈતન્ય છે અને એ
જ ગુણસાગર છે.
| ૧૨૬
શાન્તસુધારસઃ ભાગ ૧ |