________________
લીધા છે. હવે મોક્ષ પામવા માટે અંતરંગ શત્રુઓને પણ જીતી લે. જે રીતે રાજહંસ પાણીને છોડી દઈને ક્ષીરને ગ્રહણ કરે છે, તેવી રીતે તું આ સંસારને છોડીને ચારિત્રધર્મનો સ્વીકાર કરી લે.”
આ સાંભળીને બ્રહ્મદત્તે કહ્યું: “મારા આત્મતુલ્ય બંધુ ! મારા સદ્ભાગ્યથી મને આપનાં દર્શન થયાં. આ રાજશ્રી આપની જ છે. આપ સ્વેચ્છાથી વિપુલ રાજવૈભવ ભોગવો - ભોગસુખ ભોગવો. તપનું ફળ ભોગવો. ભોગસુખ મળ્યા પછી તમારે તપશ્ચય શા માટે કરવી છે?'
મુનિરાજે કહ્યું હે રાજનું, મારા ઘરમાં પણ કુબેર જેવી સંપત્તિ હતી, વિપુલ ભોગસામગ્રી હતી. પરંતુ મેં એને તૃણવતું તુચ્છ સમજીને - ભવભ્રમણનું કારણ સમજીને છોડી દીધી. હે રાજા, પુણ્યકર્મનો ક્ષય થતાં તું દેવલોકમાંથી આ પૃથ્વી ઉપર આવ્યો છે. અહીં પુનઃ પુણ્યક્ષય થતાં અધોગતિમાં જવું પડશે. ભોગસુખ ભોગવવાથી પુણ્યકર્મનો ક્ષય થાય છે. રાજનું, આ આર્યક્ષેત્રમાં અને શ્રેષ્ઠ કુળમાં દુર્લભ મનુષ્યજીવન મળ્યું છે. આ જીવનમાં ભોગસુખ નથી ભોગવવાનાં- તેમનો ત્યાગ કરીને આત્મસુખ પામવાનું છે.
બ્રહ્મદત્તના હૃદય ઉપર મુનિવરના ઉપદેશની કોઈ જ અસર ન થઈ. અસર થવાની પણ ન હતી. તે પ્રતિબદ્ધ ન થયો. નિયાણાના ફળસ્વરૂપ એને ચક્રવર્તીપણું મળ્યું હતું. એને પ્રતિબોધની અસર થવી અસંભવ હોય છે. મુનિએ બ્રહ્મદત્તને અબોમ્બ સમજી લીધો. ત્યાંથી વિહાર કરીને તે અન્યત્ર ચાલ્યા ગયા, બ્રહ્મદત્ત પ્રત્યે મધ્યસ્થ ભાવ ધારણ કરી લીધો - ન રાગ, દ્વેષ. મુનિરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શેષ અઘાતી-ભવોપગ્રાહી કમનો ક્ષય થતાં તે પરમપદ-મોક્ષ પામી જાય
બ્રહ્મદત્ત અંધ બને છેઃ મૃત્યુઃ સાતમી નરકેઃ
બ્રહ્મદત્ત પોતાની ઉત્તમ સ્ત્રી સાથે વિપુલ ભોગ ભોગવે છે. તપશ્ચયનું ફળ ભોગવે છે. પરંતુ એક દિવસે એક ગોવાળ બ્રહ્મદત્તની બંને આંખો ફોડી નાખે છે. એક બ્રાહ્મણે ગોવાળ પાસે આ કામ કરાવ્યું હતું, એટલા માટે એ બ્રાહ્મણને તો સપરિવાર મારી નાખવામાં આવ્યો, પરંતુ પાછળથી તમામ બ્રાહ્મણોનો વધ કરવામાં આવ્યો.
સોળ વર્ષ સુધી રૌદ્રધ્યાન કરતો બ્રહ્મદત્ત સાતમી નરકે ગયો. એને કોઈ જ બચાવી ન શક્યું. અશરણ - અનાથ બનીને તે નરકગામી બન્યો.
જીવનનો મોહ, જીવનનું મમત્વ કેટલું ભયાનક હોય છે ! એટલા માટે ગ્રંથકારે રિટા મમતાસંમેં – મમતા-મોહનો ત્યાગ કરવાનું કહ્યું છે. ચાર શરણનો
. શાન્તસુધારસઃ ભાગ ૧
૧૬૬