________________
સ્વીકાર, વાસ્તવમાં તે જ મનુષ્ય કરી શકે છે કે જે જીવનનું મમત્વ ત્યજી દે છે. સંસારના વૈષયિક સુખોનો મોહ ત્યજી દે છે. વિશ્વનાં ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વોઃ આમ તો પ્રતિદિન ત્રણે કાળ ચારે શરણ અંગીકાર કરવાનાં હોય છે?
अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि ।
केवली पन्नत्तं धम्म सरणं पवज्जामि । . અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ - વિશ્વનાં આ ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વો છે. જે જીવાત્મા એમને શરણે જાય છે, શરણું સ્વીકારે છે, તે પરમ શાન્તિ, પરમ સુખ પામે છે..
પરંતુ શરણભાવની પહેલાં શ્રદ્ધાભાવ અપેક્ષિત છે. પહેલાં શ્રદ્ધાવાન બનવું પડે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ શરણભૂત છે. આ સિવાય કોઈ જ શરણભૂત નથી આ વિશ્વમાં. આ પ્રકારની શ્રદ્ધા હૃદયમાં દ્રઢ કરવાની હોય છે. ચાહે પ્રલયકાળ આવી જાય અથવા તાંડવનૃત્ય થઈ જાય, ભલેને ધરતી ધ્રૂજી ઊઠે, આકાશ આગ વરસાવે -નિર્ભય બનીને અરિહંત આદિ ૪પરમતત્ત્વોનું શરણ સ્વીકારવું જોઈએ. શ્રદ્ધાવાન નિર્ભય હોય છે :
નિર્ભય, શ્રદ્ધાવાન આત્માઓનાં કેટલાંક ઉદાહરણો જણાવું. પ્રથમ ઉદાહરણ સીતાજીનું છે. શ્રીરામે જ્યારે સીતાજીનો ભયંકર જંગલમાં ત્યાગ કરાવ્યો, એ સમયે તેઓ નમસ્કાર મહામંત્રનું શરણ લઈને જીવનમૃત્યુ પ્રત્યે ઉદાસીન વૃત્તિવાળાં બન્યાં હતાં.
જે સમયે અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં સીતાજીની અગ્નિપરીક્ષા થઈ એ સમયે સીતાજી નિર્ભય બનીને, શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરીને અગ્નિકુંડમાં કૂદી પડ્યાં હતાં. પોતાના સતીત્વ ધર્મની ઉપર એમની કેવી નિઃશંક શ્રદ્ધા હતી ! અગ્નિકુંડ પાણીનો કુંડ બની ગયો હતો !
બીજું ઉદાહરણ નળરાજાની રાણી દમયંતીનું છે. રાજા નળે દમયંતીનો જંગલમાં ત્યાગ કરી દીધો હતો. એક અસુર દેવ દ્વારા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેનો પતિથી બાર વર્ષ સુધી વિયોગ થવાનો છે. દમયંતીએ કેટલાક અભિગ્રહ-પ્રતિજ્ઞાઓ મનમાં લઈ લીધી અને એક ગિરિગુફામાં નિવાસ કરી લીધો. ત્યાં તેમણે એક
અશરણ ભાવના
૧૬૭