________________
ચોરી જવા માધોજી ત્યાં પહોંચ્યો. તે જમીન ઉપર સૂઈ ગયો અને સાપની જેમ જમીન ઉપર સરકવા લાગ્યો, ઘોડી તરફ આગળ વધવા લાગ્યો. વૃક્ષોની ઘટા હતી, પ્રગાઢ અંધકાર હતો. તે ઘોડીની નજીક પહોંચ્યો. પાંચ-સાત હાથ દૂર હશે અને એને ઘોડીએ જોઈ લીધો. ઘોડી જોરથી હણહણવા લાગી.
ઘોડીનો અવાજ સાંભળીને મહંત જાગી ઊઠ્યા. તેમણે ઘોડી તરફ સરકતા માધોજીને જોયો. આખી પરિસ્થિતિનો પાર પામી ગયા.
બીજી બાજુ પડાવની રક્ષા કરનારા બે મહાકાય નાગાબાવા પણ ઘોડીનો અવાજ સાંભળીને તેના તરફ દોડી ગયા. પરંતુ મહંતે તેમને પાછા પોતાની જગાએ જવા આજ્ઞા કરી દીધી. તે ચાલ્યા ગયા અને મહંત ઊભા થયા. મહંતે અવાજ કર્યો માધોજીને બચ્ચા, આ બાજુ આવી જા !'
એ ગંભીર અને પ્રભાવક અવાજે માધોજીની તમામ શક્તિ હરી લીધી. જેવી રીતે માંત્રિક - ગારુડી એક જ અવાજમાં મહામણિધર નાગને બાંધી લે છે, એ જ રીતે મહંતનો અવાજ સાંભળીને માધોજી ઊભો થઈ ગયો.
બીજો અવાજ આવ્યોઃ “બેટા, ગભરાઈશ નહીં, આવ, આ બાજુ આવ!” માધોજી મહંતના તંબુની પાસે ગયો. તંબુના દ્વાર ઉપર જ મહંત ઊભા હતા. આખા શરીર ભભૂત લગાવી હતી, શિર ઉપર મોટી જટા હતી, આંખોમાં તેજ હતું, કરુણા હતી. મહંત માધોજીના ખભે હાથ મૂકીને બોલ્યાઃ “શું તારે આ ઘોડી જોઈએ છે?”
જેનું મુખ જોવાથી તમામ પાપો દૂર થઈ જાય, જેના સ્પર્શથી પૂર્વકાલીન કમનો ક્ષય થઈ જાય છે, જેમનાં વચનો સાંભળીને મોહ ટળી જાય છે, એવા સત્પરષનો સંજોગ પૂર્વોપાર્જિત પુણ્યથી જ મળે છે. માધોજીને એવા સપુરુષ મળ્યા, તેમની વાણી, સ્પર્શ અને દૃષ્ટિ - ત્રણે માધોજી ઉપર પડ્યાં. માધોજીએ ઉત્તર ન આપ્યો. તે મહંત સામે એકીટસે જોઈ રહ્યો હતો. મહંતે પુનઃ ધીરગંભીર અવાજમાં કહ્યું : બચ્ચા, ક્યાં સુધી આ પામર મનુષ્યનું કામ કરતો રહીશ? તારી પાસે પણ આવી માણકી ઘોડી છે ને? તો પણ જો તને તૃષ્ણા સતાવતી હોય તો આ ઘોડીને છોડીને લઈ જા.'
પરંતુ માધોજી જત એમને એમ ઊભો રહ્યો. પ્રભાતનો ચંદ્ર પૃથ્વી પર પોતાના કિરણોનું અમૃત વરસાવી રહ્યો હતો. વયોવૃદ્ધ મહંત પોતાના અંતરાત્મારૂપ ચંદ્ર વાણી અને દ્રષ્ટિથી માધોજી ઉપર અમૃત વરસાવી રહ્યા હતા અને માધોજી ઉપરથી મોહમાયાનાં આવરણો ઊતરી રહ્યાં હતાં. તેમણે માધોજીને પૂછ્યું :
૪૬
પ્રસ્તાવના