________________
‘તારું નામ માધોજી છે ને?” માધોજીએ પોતાનું મસ્તક નમાવીને હા કહી. મહંત જોરજોરથી હસવા લાગ્યા - બોલવા લાગ્યા. ‘માધોજી ! માધવ, મારો માધવ!” ‘માધવ, મોહપાશ કેમ છૂટે?”
મહંતે તેમનો જમણો હાથ લંબાવ્યો, માધોજીનો હાથ પોતાના હાથમાં લીધો. તેને પોતાના તંબુમાં લઈ ગયા, તેમની ધૂણીમાંથી રાખ લઈને માધોજીના લલાટે લગાવી દીધી, અને એક કાળા રંગની ગોળ વસ્તુ લઈને તેના મોઢામાં મૂકી દીધી. પોતાના હાથ ઉપર રુદ્રાક્ષની માળા બાંધી હતી તે માધોજીના જમણા હાથે બાંધી દીધી, અને ગંભીર અવાજમાં તેમણે માધોજીને કહ્યું:
‘જા, બેટા તપ કર, આ તારો અંતિમ જન્મ છે. પરમાત્મા સ્વરૂપમાં તારો લય થાઓ.” આટલું બોલીને મહંત માધોજીનો હાથ પકડીને તળાવને કિનારે લઈ ગયા, પીંપળી ગામ તરફ ઊભા રહીને તેની પીઠ ઉપર ધબ્બો લગાવી દીધો અને માધોજી પીંપળી તરફ ચાલી નીકળ્યો. એના મોહનાં આવરણ તૂટી ગયાં હતાં.
જરાક વિચારો, માધોજી ગયો હતો ઘોડી ચોરવા માટે અને એને ભારતીય સંતનો સંસ્પર્શ થઈ ગયો. એ પણ કરુણાવંત સંત ! ડાકુને સાધુ બનાવવાની ભાવનાવાળા સંત ! સંતનું વ્યક્તિત્વ કેવું અનુપમ હશે કે માધોજી જેવો ડાકુ પણ - જે મહાવ્યસનમાં ફસાઈ ગયો હતો તે એ સંતના પ્રભાવમાં આવી ગયો. એના હૃદય ઉપર સંતની અસર પડી. સંતના સ્પર્શે લોઢાને સુવર્ણ બનાવી દીધું.
એ માધોજીનું મોહાવરણ વિચ્છિન્ન થઈ ગયું, હવે તેને કોઈ પણ વસ્તુ ઉપર મોહ ન રહ્યો.
આ ઘટના લખનાર હતા - અમદાવાદ-મણિનગરના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રી. શાસ્ત્રીજી માધોજીને મળ્યા હતા. માધોજીનું ગામ પીંપળી, શાસ્ત્રીજીનું નામ પણ પીંપળી. શાસ્ત્રીજીએ જે વાતો લખી છે, તે પોતાના અનુભવ ઉપરથી લખી છે. એ અનુભવ તમને જણાવીશ.
મોહનું આવરણ તૂટતાં માધોજીએ કેવી અપૂર્વસમાધિ પ્રાપ્ત કરી હતી? એ સર્વે બતાવીશ.'
આજે બસ, આટલું જ.
(())
| શાન્તસુધારસઃ ભાગ ૧
૪૭ ]