________________
यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते ।
सद्भावनासुरलता न हि तस्य दूरे, लोकोत्तरप्रशमसौख्यफलप्रसूति ॥ ६ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ની પ્રસ્તાવનામાં કહે છે ઃ - એ અંતઃકરણમાં આ શુભ ભાવનાઓ રહે છે, કે જે અંતઃકરણ સમ્યગ્ જ્ઞાનના અભ્યાસથી ઉન્નત બન્યું હોય અને વિવેક અમૃતની વૃષ્ટિથી મૃદુ તેમજ સુશોભિત બન્યું હોય.
ગ્રંથની પ્રસ્તાવનાના શ્લોક ૭-૮માં તેમણે બાર ભાવનાઓનાં નામ બતાવ્યાં છે. अनित्यत्वाशरणे भवमेकत्वमन्यताम्,
अशौचमाश्रवं चात्मन, संवरं परिभावय ॥७॥ कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिं, बोधिदुर्लभतामेतां भावयन् मुच्यते भिवात् ॥ ८ ॥
૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસારભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આસ્રવ ભાવના, ૮. સંવર ભાવના, ૯. કનિર્જરા ભાવના, ૧૦. ધર્મસુકૃત ભાવના, ૧૧. લોકસ્વરૂપ ભાવના અને ૧૨. બોધિદુર્લભ ભાવના.
ભવપ્રપંચથી મુક્ત થવા માટે દરરોજ આ ભાવનાઓ વારંવાર ભાવતા રહો - ચિંતન કરતા રહો.
ભાવનાઓનું સ્થાન અંતઃકરણ :
ભાવનાઓનું ઉત્પત્તિસ્થાન અંતઃકરણ છે, ચિત્ત છે. એટલા માટે અંતઃકરણ શુદ્ધ, મૃદુ અને સુશોભિત રહેવું આવશ્યક છે. ચિત્તમાં આર્ટ અને રૌદ્ર વિચારો ન આવવા જોઈએ, ન રહેવા જોઈએ. પરંતુ જ્યાં સુધી માનવ દોડતો રહે છે - કોઈ ધન પાછળ, કોઈ યશ પાછળ, કોઈ પ્રતિષ્ઠા પાછળ, કોઈ સ્વર્ગ પાછળ.... ત્યાં સુધી તે આઈ-રૌદ્ર વિચારોથી મુક્ત નહીં રહી શકે. ભલે ને મનુષ્ય મંદિરોમાં જાય યા તીર્થયાત્રા કરે. મનુષ્યનું જીવન એવી દોડમાં જ પૂર્ણ થઈ જાય છે. હાથમાં કશું આવતું નથી. એટલા માટે માનવ એવિચારી લે કે ‘ક્યાં જવું છે ? શું પામવું છે ? શાને માટે જવું છે ? અને એ પણ વિચારી લેવું જોઈએ કે જ્યાં પહોંચવા ઇચ્છો છો, જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો તેને માટે જીવનમાં આટલો શ્રમ ઉઠાવ્યો, આટલી મુશ્કેલીઓ
અન્તસુધારસ : ભાગ ૧
e