________________
સિદ્ધરાજ કુમારપાળની હત્યા કરવા અધીરો હતો. ભાગ્યોદયથી તે બચતો રહ્યો અને અંતમાં હેમચંદ્રસૂરિજીના પરિચયમાં આવ્યો. આચાર્યદવે એને આશ્વાસન આપ્યું અને જિનવાણી સંભળાવવાનો પ્રારંભ કર્યો. રાજા બન્યા પછી પણ જિનવાણીના માધ્યમથી આચાર્યદિવે કુમારપાળની દ્રવ્યાત્મક અને ભાવાત્મક રક્ષા
કરી.
કુમારપાળ રાજા સ્વયં જિનવાણીના ઉપાસક બની ગયા હતા. તેમણે સંસ્કૃતપ્રાકૃત ભાષાઓનો અભ્યાસ કર્યો હતો, અને જિનવચનોને સંસ્કૃત કાવ્યોમાં નિબદ્ધ કર્યા હતાં. તે જાતે ચાતુર્માસમાં પાટણમાં રહેતા હતા અને ગુરુદેવના ચરણોમાં બેસીને કલાકો સુધી જિનવાણીનું શ્રવણ કરતા હતા. પ્રાતઃકાળે કેટલોક સમય જિનવચનોનો સ્વાધ્યાય કર્યા બાદ જ મુખમાં પાણી લેતા. તે જાણતા હતા કે તેમના તન-મનની રક્ષા જિનવાણીએ કેવી રીતે કરી હતી. ગુરુદેવ હેમચંદ્રસૂરિજીએ કેવી રીતે કરી હતી. . ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ “શાન્તસુધારસ'ના પ્રારંભમાં જ જિનવાણીની સ્તુતિ કરી છે, તે સમુચિત છે. રથા વિરુ પાનું વટ જિનેશ્વરોની ભવ્ય વાણી તમારી રક્ષા કરો ! પ્રતિદિન જિનવાણીની આરાધના કરો:
ભવ-વનમાં બીજું કોઈ આપણી રક્ષા કરનાર નથી. કોઈની ય ઉપર વિશ્વાસ ન કરવો. કોઈ રક્ષા નહીં કરે. કોઈ દુઃખમાં સહારો નહીં આપે. જિનવાણી જ સહારો આપે છે, આશ્વાસન આપે છે અને સાચું માર્ગદર્શન આપે છે.
* ભીષણ ભવ-વનમાં જિનવાણી આપણને અભય આપે છે. * ઘોર અંધકારભય ભવ-વનમાં દિવ્ય દ્રષ્ટિ આપે છે. * કર્મલતાઓથી વિકટ ભવ-વનમાં સાચો રસ્તો બતાવે છે. * ભવ-વનમાં શત્રુઓથી બચાવનારી પણ જિનવાણી જ છે. * ભવ-વનમાં ભટકી-ભટકીને થાકેલા જીવોને નવી શક્તિ, નવી ચેતના-સ્કૃતિ
આપનાર પણ જિનવાણી છે. એટલા માટે આગ્રહપૂર્વક કહું છું કે જિનવાણીની પ્રતિદિન આરાધના કરતા રહો, જિનવાણીનું શ્રવણ કરો, જિનવાણીનું વાચન કરો, જિનવાણીનું ચિંતન-મનન કરો. કેટલાંક માર્મિક હૃદયસ્પર્શી જિનવચનોને યાદ કરો. સ્મૃતિમાં ભરી રાખો.
જિનવચનોની આરાધનાથી મનને શાન્તિ મળે છે, સમતા મળે છે, સમાધિ પ્રાપ્ત થાય છે. જિનવચનોથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, શંકાઓનું સમાધાન થાય છે અને જીવનની અંતિમ ક્ષણો મહોત્સવ બની જાય છે.
આજે બસ, આટલું જ. | શાન્ત સુધારસઃ ભાગ ૧
૧૩