________________
મોક્ષનું ફળ આપનાર છે, એ તપશ્ચર્યાથી તમે મનુષ્ય લોકનાં બિભત્સ વૈષયિક સુખની કામના કરો છો?- આવી કામના ન કરો. સંસારમાં ભટકાઈ પડશો. શું તમે નથી જાણતા કે નિયાણું કરીને માગેલું ભૌતિક સુખ તોં મળી જાય છે, પરંતુ ચારિત્ર ધર્મ નથી મળતો. ભૌતિક સુખોમાં મોહમૂઢ બનીને જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે એ નથી જાણતા? તમે જ્ઞાની થઈને આવી ગંભીર ભૂલ ન કરતા.”
સંભૂતમુનિના મન ઉપર પ્રબળ વિષયેચ્છા છવાઈ ગઈ હતી. ચિત્રમુનિની પ્રેરણાની કોઈ અસર ન થઈ. તેમણે નિયાણું કરી જ નાખ્યું!- “મેં દુષ્કર તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાનું જો મને ફળ મળવાનું હોય તો મને આવનાર જન્મમાં સ્ત્રીરત્નની પ્રાપ્તિ થાય, હું ચક્રવર્તી રાજા બનું.'
છતાં પણ ચિત્રમુનિએ સંભૂતમુનિને કહ્યું: ‘તમે મિથ્યા દુષ્કૃત’ દઈને નિયાણું છોડીનાખો, મારું કહ્યું માનો. તમારા જેવા જ્ઞાની અને તપસ્વી મુનિ માટે આ નિયાણું સર્વથા અનુચિત જ છે.” પરંતુ સંભૂતમુનિએ નિયાણાનો ત્યાગ ન કર્યો.
બંને મુનિવરોનું આયુષ્યકર્મ પૂર્ણ થાય છે - મૃત્યુ થાય છે. બંનેનો આત્મા પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
આજે બસ, આટલું જ.
[૧૬૨
શાન્ત સુધારસ ભાગ ૧